સોમવાર, 2 સપ્ટેમ્બર, 2019

ૠષિપંચમી

    ભાદરવા સુદ પાંચમ,જેને ૠષિપંચમી કહે છે, આ  દિવસે બહેનો વ્રત-ઉપવાસ રાખીને "સામો" નામે એક ખાસ જંગલીચોખાને આરોગે છે. આથી લોકસંસ્કૃતીમાં આ વ્રતને "સામાપાંચમ" પણ કહેવાય છે. જૈન સંપ્રદાયમાં આ દિવસ પર્યુષણ પર્વનો અંતિમ દિવસ સંવત્સરી તરીકે ઉજવાય છે અને  પાંચાળ પંથક એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ પાસે આવેલ તરણેતર ગામનો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળો,  શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર ના પ્રાંગણ માં ઉજવાય છે એનો અંતિમ દિવસ રહે છે.
     પૃથ્વી પરની દરેક સજીવસૃષ્ટીના અસ્તિત્વ માટે પ્રજનન જરૂરી છે. સમગ્ર સજીવસૃષ્ટિના ક્રમીક વિકાસ અને સ્થાનમાં માનવજાતમાં લાગણી અને ચેતનાનું સ્થાન ઉચ્ચ છે. એમાંય  પેઢી દર પેઢી ચેતનાનો ઉચ્ચ વિકાસ થાય અને પૃથ્વી પરની સમગ્ર સજીવસૃષ્ટીની સુખાકારી તેમજ પ્રકૃતિ અને પર્યાવરણનું સંવર્ધન અને સંરક્ષણ થાય એ માટે  ઉત્તમ સંતતિ પેદાં કરવી એ મનુષ્યની ફરજ અને કૃતજ્ઞતા છે. વંશને વધારનાર અને એમાંય ઉચ્ચત્તમ સંસ્કાર આવે એની વ્યવસ્થા સ્ત્રી દ્વારા જ શકય છે,  આથી  ભારતીય સંસ્કૃતીમાં મૂળ ઉત્પાદક હેતુ અને સ્થાન એવાં  સ્ત્રીત્વને ઉચ્ચતર બનાવવા ;  જપ, તપ, વ્રત, ઉત્સવ આદીથી, આ ધ્યેયને સિદ્ધ કરવા રૂપક સ્વરૂપે આ વ્રતાદિની પરંપરા સર્જાયેલ છે.
     માનવનું સર્જન સ્ત્રીબીજ- અંડાણું અને પુરૂષબીજ-શુક્રાણુંના ફલનથી, સ્ત્રીશરીરમાં થાય છે,  પુરૂષ તરફથી માનવસર્જનમાં શારીરિક સૌષ્ઠવ તથા બળને સબંધીત ફેકટર્સ મળે છે, જે સ્થૂળ હોય છે, પણ સ્ત્રી તરફથી અતિ મહત્વના સુક્ષ્મ પણ જીવંતભાવો, લાગણી-ઉત્સાહ, સર્જનાત્મકતા વિગેરે પેદાં થતાં માનવને મળતાં હોય છે,  આ ભાવો એ, એ માનવ દ્વારા સમગ્ર સજીવસૃષ્ટીની સુખાકારીને અસર કરતાં હોય છે.
     આથી સ્ત્રીબીજ અને ગર્ભાશય ઉત્તમોત્તમ બને અને રહે એવો સમગ્ર પ્રયત્ન, પ્રાચીન ભારતના સંશોધક, વૈજ્ઞાનિક સમા ૠષિઓનો હતો.
     દક્ષિણાયનને પિતૃપક્ષ પણ કહે છે, અને આ સમયકાળમાં ચંદ્રના કોસ્મેટિક ઇલેક્ટ્રો-મેગ્નેટિક રેઝ અત્યંત પ્રભાવી રહે છે, આથી પૃથ્વીવાસીઓ બળ-વર્ણ અને ઊર્જાની પ્રાપ્તિ કરે છે. આયુર્વેદિક દ્રષ્ટિકોણથી  આ સમયકાળને વિસર્ગકાળ કહે છે,  માનવનું પ્રકૃતિમાંના પ્રકાશ, વાયુ, જલ અને વનસ્પતિઓના ખાદ્ય આદી દ્વારા બળ-ઉત્સાહ વધે છે. 
     પણ આ ઊર્જા ઉત્તમ કવૉલીટીની સંગૃહિત કરી શકાય એ માટે એને કંડિશનીંગ કરવી પડે છે, જેને માટે થઇને ભારતીય સંસ્કૃતિમાં વિવિધ વ્રત-ઉત્સવ આ દક્ષિણાયનમાં ઉજવાતાં આવ્યાં છે. ઉપર લખ્યું એમ, ઉચ્ચ ઊર્જા અને ચેતનાવાળી માનવજાત પેદાં કરવા ઉત્તમોત્તમ સ્ત્રીબીજ અને શ્રેષ્ઠ ગર્ભાશયની જરૂરીયાત હંમેશા રહે છે. આ માટે ભારતીય સંસ્કૃતિમાં અને વિશ્વના મોટાભાગના દરેક ધાર્મિક સંપ્રદાય માં "રજસ્વલા પરીચર્યા" આ  ખાસ હેતુથી પાલન કરવાનો આગ્રહ સેવાયેલો હશે.
     તાજેતરમાં થયેલ મેટાફીઝીકસ  આધારીત,  વૈજ્ઞાનીક સંશોધન  બતાવે છે કે, આજે  સ્ત્રીવંધ્યત્વના કિસ્સા માટે સામાન્ય નિદાન બની ગયેલ PCOD/PCOS ના સ્ત્રીદરદીને સતત 7 માસ માટે  રજસ્વલાપરીચર્યા ના ખાસ ચારદિવસ માં   વર્ણિત આહાર, વિહાર અને કેટલીક સાવધાનીઓનું દ્દઢ પાલન કરાવાય તો અપાતી આ વિકાર ની અન્ય  ચિકિત્સા ઝડપથી શ્રેયકર બને છે.
     ૠષિપાંચમની જે પૌરાણીક કથાવાર્તા સંભાળવામાં આવે છે, એમાં પણ રજસ્વલાપરીચર્યા દરમિયાન અજ્ઞાનવશ થતાં અપરાધનો પશ્ચાતાપ અને ક્ષમા-યાચનાનો ભાવ રહેલ છે, સાથે સાથે વૈજ્ઞાનિક વનસ્પતિ કુળ Poaceae  ફેમિલી ની વૈજ્ઞાનિક નામ Echinochloa colonum થી ઓળખાતી ઘાસ વર્ગની વનસ્પતિ, જંગલી ચોખા અથવા  અંગ્રેજીમાં જેને awnless barnyard grass કહે છે એનું આયુર્વેદ સંહિતા ગ્રંથો માં श्यामक નામથી વર્ણન ગુણ કર્મ જોવા મળે છે. આ વનસ્પતિ ના ભારતીય ભાષાઓમાં મળતા નામ મૂળ સંસ્કૃત પરથી જે તે પ્રદેશની લોકબોલીમાં આવ્યાં હોય એવું લાગે છે, આથી તો ગુજરાત માં એને સામો કહે છે.આયુર્વેદ દ્રષ્ટિકોણથી સામા નો ગુણકર્મ શોષક એટલે કે વધારાના મેદ/ચરબીને દૂર કરનાર છે તથા કફઘ્ન અને પિત્તહર પણ છે. PCOSના  વિકાર શમન માટે પણ  સામા જેવાં ગુણકર્મ ધરાવતાં દ્રવ્યો આયુર્વેદ ચિકિત્સા દ્રષ્ટિકોણથી ઉપયોગી બને છે. આધુનિક દ્રષ્ટિકોણથી સામા માં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશીયમ, મેગેનિઝ, મેગ્નેશિયમ, ઝીંક ઉપરાંત કૉપર રહેલ છે. આ બધા તત્વો પણ  ઉત્તમ  સ્ત્રીબીજ નિર્માણ કરવા ફિમેલ હોર્મન્સ સિક્રિએશનને સમ્યક કરે છે.ૠષિપંચમીએ સામા નું માહાત્મ્ય એટલે દર્શાવેલ હશે  કે,  12 થી 50 વર્ષના વયકાળમાં દરેક વખતે રજસ્વલા સમય દરમિયાન સ્ત્રીઓએ  આહારમાં ધાન્ય તરીકે સામો જ ખાવો, 
પણ સાઁપ ગયા ને લીસોટા રહ્યાં એમ,  આપણે પ્રતિકોના માત્ર પૂજનમાં માનનારા છીએ, એટલે રીવાજ કે પરંપરા પાછળનો મૂળ કલ્યાણકારી ઉદેશ્ય ભૂલી જઇને  પૌરાણીક ક્રિયાકાંડને યંત્રવત્ કર્યા કરીએ છીએ એની પાછળના મૂળ ઉદેશ્ય કે ઉપદેશ નું ચિંતન કે જીજ્ઞાસા કરતાં જ નથી.
     ૠષિપંચમીના દિવસે માનવગૌત્રના પ્રવર્તક મૂળ સાત ૠષિઓ  કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્ની, અને  વસિષ્ઠ ની પ્રતિકાત્મક માટી કે ચોખાની ઢગલીઓ સ્વરૂપે મૂર્તિ બનાવીને પૂજન કરાય છે, સાથે મહર્ષિ વશિષ્ઠની પત્નિ અરુંધતિનું પણ સ્થાપન-પૂજન કરાય છે. આ ૠષિપત્નિ અરુંધતિનું પતિવ્રતા ગુણનો આદર્શ સમજાવવા પ્રતિક પૂજન છે.  
     આપણી સંસ્કૃતિ એ આકાશ માં ધ્રુવ ના તારાની પાસે દેખાતાં સાત તારાના ઝુમખાને સપ્તર્ષિ તારામંડળ તરીકે ઓળખાવેલ છે આ તારામંડળ ના તારાઓનાં નામ સ્વાયંભુવ નામે પ્રથમ મન્વંતરના સાત ઋષિ: મરીચિ,અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ પર થી અપાયેલ છે જેમાં વસિષ્ઠ તારા ની બાજુમાં દેખાતો ઝાંખો તારાને અરુંધતિ નો તારો. કહેવાય છે, લગ્ન ની પૂર્વસંધ્યાએ કન્યાને આ અરૂંધતી ના તારાનું દર્શન કરાવાય છે. ફેબ્રુઆરી એટલેકે ફાગણ-ચૈત્રથી ઑગસ્ટ એટલેકે શ્રાવણ-ભાદરવા સુધી સપ્તર્ષિ તારામંડળના  આકાશદર્શન કરી શકાય છે પણ ભાદરવા પછી નથી થતાં આથી કદાચ ભાદરવા સુદ પાંચમે આ સપ્તર્ષિ નું પ્રતિકાત્મક પૂજન કરાતું આવ્યું હશે. ૠષિ પંચમી એ અત્યારે જે સાતમો મન્વંતર વૈવસ્વત ચાલી રહ્યો છે એનાં ઋષિ; કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજ નું પૂજન અર્ચન કરાય છે.
ભાદરવા સુદ પાંચમએ જૈન સંપ્રદાયનો પર્વાધિરાજ પર્યુષણનો અંતિમ દિવસ मिच्छामि दुक्कडम् ની ઉચ્ચ ભાવના સાથે "સંવત્સરી" તરીકે ઉજવાય  છે.
परि  એટલે સમગ્ર રીતે બધાજ ફેકટર્સ થી, 
અને उष्ण એ તપના અર્થ માં છે. परि + उष्ण = पर्युष्ण  પર્યુષણ નિમિત્તે જૈન ભાઇઓ- બહેનો પ્રતિદિન "પ્રતિક્રમણ" સાધના સ્વરૂપે કરે છે.  પ્રતિક્રમણ એ
"સિંહાવલોકન" જેવાં અર્થ માં છે. સિંહ જેવાં વ્યક્તિત્વ જ પ્રતિક્રમણ એટલે કે જે,  પોતે કર્મ કરેલ છે એનું શાંત અને ચિંતનાત્મક  અવલોકન કરી ને ભવિષ્યમાં થતાં કાર્યોમાં એનો બોધ લઇ શકે. ભગવાન મહાવીરના પત્થરશિલ્પ માં નીચે સિંહની આકૃતિને પ્રતિકાત્મક દર્શાવેલ હોય છે, જે મહાવીર ભગવાનનું સિંહ જેવું વ્યક્તિત્વ દર્શાવે છે.

પર્યુષણ પર્વ નિમિતે જે રોજે રોજ પ્રતિક્રમણ રૂપી સ્વ-અધ્યયન અને ચિંતન થયેલ હોય છે, જેના પરીપક્વ ફળ સ્વરૂપે   
खम्मामि  सव्वे जीवेषु   
सव्वे  जीवा खमन्तु मे  
मित्ति  मे सव्वे भू ए सू  वैरम्  मज्झणम्  केण इ । 
मिच्छामि दुक्कडम् 🙏
સંવત્સરીના દિવસે  આ પ્રાર્થના ઔપચારીક બોલવી નથી પડતી, પણ  અંતઃકરણથી ઉત્પન્ન  થઇ આવે છે.  
પ્રાકૃત ભાષામાં બોલાયેલ આ પ્રાર્થનાનો સ્થૂળ  અર્થ છે કે,   
" બધા જીવોને હું માફ કરૂ, 
બધા જીવો તરફથી મને માફી મળે, 
બધા મારા પ્રત્યે  મિત્રભાવ રાખે 
મારાથી કોઇની પણ પ્રત્યે વેર કે દ્વેષ કયારેય ના રખાય,
અને છેલ્લે પરમસત્તાને પ્રાર્થના પૂર્વક નમસ્કાર કરતાં કહેવાય કે,  मिच्छा मि એટલે કે અત્યાર સુધી મારાથી, જે વ્યર્થનો ; કોઇપણ જાતના ઉદેશ્ય વિનાનો, दुक्कडम् એટલે કે,  ખરાબ વ્યહવાર થઇ ગયેલ છે, એમાંથી મને મુક્ત કરો.
     તરણેતરના ભાતીગળ મેળો, યુવાન સ્ત્રી પુરૂષના હૈયાંઓને  ખરાં અર્થમાં,  આજીવન ઉલ્લાસ અને સુખમય દાંમ્પત્યજીવન ગાળવાના ઉદેશ્ય અર્થે છે. કહેવાય છે કે, દ્રોપદીના સ્વયંવર માં અર્જુને આ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મસ્ત્યવેધ કરેલ હતો. આથી દ્રોપદી-અર્જુન જેવું પ્રેમપૂર્ણ અને માનવ જાતીના ઉત્કર્ષ માટેનાં સાંસ્કૃતિક મુલ્ય રક્ષવા કાજે અપાર કષ્ટોમાં પણ મલકાતું દાંમ્પત્યના આશીર્વાદ અને ઉદેશ્ય મળે એ હેતુથી આ મેળાનું આયોજન પ્રાચીનકાળથી થતું આવે છે.
ભાદરવા સુદ પાંચમે ત્રણેય,  
વ્રત- પર્વ અને ઉત્સવ. 
માનવની ચેતના અને ભાવનાત્મક મુલ્યોને 
પેઢી દર પેઢી ઉચ્ચ લક્ષ્ય તરફ અગ્રેસર કરવાના ઉદેશ્યથી હર્ષોલ્લાસ સાથે ઉજવાતાં આવ્યાં છે...

3 ટિપ્પણીઓ:

Gaurang Kamani કહ્યું...

Our great sanskruti provoking article. Understood the real meaning behind રૂષિપંચમી. Thank you

Mahesh Spiritual કહ્યું...

અદ્ભુત માહિતી સભર લેખ વાંચ્યો અને તે માટે ખૂબ ખૂબ આભાર 🙏.

Dr. Nehal Shah કહ્યું...

Very informative article.

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...