ગુરુવાર, 27 ડિસેમ્બર, 2018

તમાકુ વ્યસનમુક્તિ આયુર્વેદચિકિત્સા દ્રષ્ટિકોણથી

તમાકુના ઉત્પાદોના બંધાણીઓને વ્યસનમુક્ત કરવા
આયુર્વેદિક દ્રષ્ટિકોણથી મદદરૂપ થવા માટે ચિકિત્સકો એ  ત્રણ બાબતો ને સમજવી પડે
1.તમાકુ,
2.ડોપામાઇન,
3.નિકોટીન.

તમાકુ આપણાં દેશમાં સોળમી સદીના ઉતરાર્ધમાં  આવી એમ માનવામાં આવે  છે એ પહેલાં તમાકુના બદલે ધતુરો વપરાતો હતો અને અંગ્રેજ આવ્યા ત્યારે Belladonna  બહોળા પ્રમાણમાં પ્રચાર માં આવ્યું આ ત્રણેય નો કુદરતી વર્ગ Solanaceae એટલેકે nightshade family છે.

આયુર્વેદ ની બૃહદત્રયી કે લઘુત્રયી ના કોઇપણ ગ્રંથ માં તમાકુ નું વર્ણન આવતું નથી માત્ર યોગરત્નાકરે એના ગુણકર્મ ચિકિત્સકીય દ્રષ્ટીએ વર્ણવેલ છે,  તમાકુ નું વૈજ્ઞાનિક નામ Nicotiana Tabacum છે એ પરથી એના અન્ય ભાષામાં  નામ અપાયા છે.
તમાકુની 70 થી વધુ પ્રજાતી દુનિયામાં છે પણ સૌથી વધુ વપરાતી પ્રજાતી Nicotiana  Tabacum  જેમાં નિકોટીન ની માત્રા 1 થી 3%  સુકાં પાંદડાના વજન ને હિસાબે રહેલ હોય છે જો કે, નિકોટીનની માત્રા 2 થી 14% ધરાવતી પ્રજાતી Nicotiana Rustica છે.

તમાકુનો,
આનંદ મેળવવા માટે  ચાવવા, ચાટવા, સુંઘવા, ધુમ રૂપે પીવા તથા જંતુનાશક તરીકે પણ  ઉપયોગ અમેરીકાની મેક્સિકન આદીજાતીના લોકો ઇ.સ.પૂર્વે 1400 થી 1000 વર્ષ પહેલાંથી કરતાં આવ્યા છે. 9મી સદીના અરેબીક ચિકિત્સાગ્રંથોમાં તમાકુનો ઉલ્લેખ કરાયેલ છે.

 આખી દુનિયામાં તમાકુને ફેલાવવા નો શ્રેય પોર્ટગીઝ, સ્પેનીશ અને કંઈક અંશે ઇટાલીયન પ્રજાને જાય છે. Most nightshades contain varying amounts of nicotine, a powerful neurotoxin to
insects એટલે સને 1690 થી તમાકુનો ઉપયોગ agricultural અને veterinary pesticides તરીકે થતો આવ્યો છે. આપણે જુ - લીખ જેવાં  કૃમીઓને દૂર કરવા ધતુરપત્રો નો ઉપયોગ કરતાં હતાં.

આપણાં રોજીંદા આહારમાં જે ટમેટાં, બટાકા, રીંગણાં અને મરચાં ખવાય છે  એ પણ આજ તમાકુના  કુદરતી વર્ગ Solanaceae અને nightshade family ની વનસ્પતિઓ છે.

આયુર્વેદ ચિકિત્સામાં વપરાતાં  ઊભી- બેઠી ભોંયરીગણી, કાકમાચી, અશ્વગંધા, ધતુરો, ખુરસાનીઅજમો અને એલોપથી માં વપરાતુ બેલોડોના પણ આજ વર્ગ ની વનસ્પતિઓ છે.

બીડી કે સિગારેટમાં તમાકુના સૂકાપાંદડામાં રહેલ મોટા ભાગનું નિકોટીન નાશ પામે છે. ઉત્તમ ક્વોલીટીની એક સિગારેટમાં તમાકુંની માત્રા 2 મી.ગ્રા સુધીમાં હોય છે. જે શરીરમાં દાખલ થતાં એ નિકોટીન બ્લડના માધ્યમથી 10 થી 20 સેકંડમાં મગજમાં પહોંચી જાય છે. અને એની હાફ લાઇફ લગભગ એક થી બે કલાક સુધી ચાલે છે.એક પુખ્તવયની વ્યક્તિને 30 થી 60 મી.ગ્રા નિકોટીનની માત્રા એક સાથે અપાય તો  હાનીકર થઇ શકે છે અને એના મૃત્યુનું કારણ પણ બની શકે છે.

તમાકુ ના ઉત્પાદનું સેવન કરાય ત્યારે  નિકોટીનની સાથે એમાં રહેલ એક Cotinine નામનું અન્ય alkaloid પણ રક્તમાં પ્રવેશે છે આ Continine એ predominant metabolite of nicotine તરીકે કાર્ય કરે છે.
Cotinine has an in vivo half-life of approximately 20 hours, છે.

જે લોકો મેન્થોલ સાથે તમાકુના ઉત્પાદનું સેવન કરે છે, જેમ કે મેન્થોલ વાળી સિગારેટ ફૂંકે કે  વિમલ ગુટકા ચાવે છે,  એમાં પણ હવે મેન્થોલ નંખાય છે અથવા કેટલાંક જવાનીયા, મોઢામાંથી આવતી સિગારેટની વાસ છુપાવવા મેન્થોલ યુકત પોલો કે ચ્યુંગમ ચાવે છે. એ વધુ હાનિકર છે.

menthol may retain cotinine in the blood for a longer period because menthol can compete with enzymatic metabolism of cotinine.

તમાકુમાં રહેલ નિકોટીન અને cotinineની લાંબાગાળાની સતત અસર થી ફેફસાં, લિવર અને હૃદય નું ફંકશન બગડે છે, ઉપરાંત માંસપેશીઓની ધારણા શક્તિ પર
અનિચ્છનીય ખરાબ  અસર થાય છે.
વ્યક્તિ જયારે તમાકું ના ઉત્પાદ નું સેવન કરે ત્યારે,
nicotine-rich blood passes from the lungs to the brain within seven seconds and immediately stimulates nicotinic acetylcholine receptors; this indirectly promotes the release of many chemical messengers such as acetylcholine, norepinephrine, epinephrine,
arginine, vasopressin, serotonin,
dopamine, and beta-endorphin in parts of the brain.Nicotine also increases the sensitivity of the brain's reward system to rewarding stimuli.

આ બધાય માં  nicotine-induced dopamine release occurs at least partially through activation of the cholinergic–dopaminergic reward link in the ventral tegmental area.

The substantia nigra is an important player in brain function, in particular, in eye movement, motor planning, reward-seeking, learning, and  "addiction" જે ડોપામાઇન ને આભારી છે.

Nicotine's mood-altering effects   ડોપામાઇન  પર એની અસર ને આધારીત દેખાય અનુભવાય છે.

Dopamine એ ચા,  તમાકું, દારૂ કે પછી વાંચન,લેખન , મોબાઇલ પરની ગેઇમ્સ રમવી , ક્રિકેટ, નૃત્ય, ગાયન, વાદન, પેઇન્ટીંગ જેવાં સારા કહેવાતા શોખનું બંધાણ -  addiction, કરાવવામાં અગત્યનો ભાગ  ભજવે છે.
વ્યક્તિ જયારે આ બધી પ્રવૃતિઓ કરે છે ત્યારે ડોપામાઇનનો સ્ત્રાવ થાય છે. ડોપામાઇન એ ન્યુરોટ્રાન્સમીટર છે. ડોપામાઇનનું સ્ત્રવણ કરતાં ન્યુરોન્સ અને એના મેટાબોલીક પ્રિકર્શર L - DOPA નું નિર્માણ કરતુ basal ganglia નું સ્ટ્રકચર substantia nigra નામે ઓળખાય છે જે mid-brain માં રહેલ હોય છે. અલ્ઝાઇમર કે પ્રોલેકટીમીયા જેવાં વિકાર માં આ substantia nigra  માં આવેલ  ન્યુરોન ક્ષતિગ્રસ્ત થયેલ જોવા મળે છે.
 વ્યક્તિ માં love & lust , motivation, attention, psychosis કે પછી શિશુ ને જોવા માત્રથી ધાવણ ની જે ધારાઓ માઁ ના સ્તનો માંથી વછુટે છે એ બધી ભાવનાઓ - લાગણીઓ થવા પાછળ ડૉપામાઇન નું સ્ત્રવણ જવાબદાર છે.
તમાકુના ઉત્પાદનું સેવન થાય એટલે એ સીધા જ રક્ત માં ભળે છે.. ધ્રુમપાન થી વાયા ફેફસાં દ્વારા અને ચાવવા થી મ્યુકૉસોલ મેમ્બ્રેન દ્વારા સબલિગ્વનલ શોષણ થી... નિકોટીન યુકત રક્ત શરીર માં ફરે ત્યારે First causing a release of glucose from the liver and epinephrine(adrenaline) from the adrenal medulla, it causes stimulation. Users report feelings of relaxation, sharpness,calmness, and alertness.અને જયારે Low level of blood nicotine થાય એટલે આગળ જે તમાકુના સેવન થી વ્યક્તિને જે ક્ષણીક સુખ મળેલ એની તલપ ફરી લાગે છે આથી પુનઃ પુનઃ તમાકુ સેવન ની આદત પડે છે.

તમાકુના ગુણકર્મો એ આયુર્વેદ વર્ણિત વિષ ના સામાન્ય ગુણધર્મો સમાન છે અને વિષ ના જે દસ ગુણ-દોષ વર્ણવેલ છે એમાંથી એક ને બાદ કરતાં બાકીના ઑજ ને સમાન છે. આથી તમાકુ ઝેર છે છતાંય  લોકો એનાં વ્યસની બને છે કેમ કે તમાકુ માં રહેલ  નિકોટીન ડૉપામાઇન ને ઉતેજે છે જે ક્ષણીક આનંદ કે સુખ આપે છે. અને માનવ એના મૂળ સ્વરૂપ सत् चित् आनंद ની શોધ માં આતુર હોય છે...

 વ્યસની વ્યક્તિ ને તમાકુ છોડવતાં...
Nicotine withdrawal symptoms પેદાં થાય છે એમાં
depressed mood,
stress,
anxiety,
irritability,
difficulty concentrating, and sleep disturbances.
જેવી ફરિયાદો અને લક્ષણો ઉદ્ભવે છે. આની આયુર્વેદિક દ્રષ્ટિકોણ થી ચિકિત્સા કરવાની રહે છે...
વ્યસનમુક્તિની
ચિકિત્સા શરૂ કરતાં પહેલાં ચિકિત્સકે ચ.ચિ.અ.24 મદાત્યય નો અભ્યાસ ચિંતનપૂર્વક કરવો જે દર્દીને કાઉન્સીલીંગ કરવા ઉપયોગી રહે છે.

કહેવાય છે કે ઝેર નું મારણ ઝેર છે એટલે તમાકુના ઉત્પાદ ના વ્યસનીઓને ને વ્યસનમુક્ત કરવા
Solanaceae કુલ ની વનસ્પતિઓ નો આહાર અને ઔષધ તરીકે ઉપયોગ આયુર્વેદ ચિકિત્સા દ્રષ્ટિકોણ થી કરવો જરૂરી છે. એલોપથી માં પણ ડાયરેકટ નિકોટીન નો ચ્યુગમ ટેબલેટ કે 21 mg ના ડર્મલપેચ દ્વારા કરવામાં
આવે છે.

આહાર ચિકિત્સા માટે,

કાચાં લીલા દેશી ટમેટાં માં 7.1 - 7.3 નેનોગ્રામ/ ગ્રામ નિકોટીન રહેલ છે.
કાચાં લીલાશ પડતાં બટાકા માં 15 નેનોગ્રામ/ ગ્રામ નિકોટીન રહેલ છે.
 કેપ્સીકમ મરચાંમાં દર સો ગ્રામે 7.7 થી 9.2 Solanine હોય છે જે કંઇક અંશે નિકોટીન જેવી  અસર લાવે છે.
તમાકુના  પાંદડા પછી તાજા કૂણાં રીંગણા માં બીજા ક્રમાંકે સૌથી વધુ 100 નેનોગ્રામ/ ગ્રામ નિકોટીન રહેલ છે. 10 કિલો રીંગણા માંથી એક ઉત્તમ ક્વોલીટી ની સિગારેટ જેટલું નિકોટીન મળી શકે છે.  આ સિવાય જે નાઇટશેડ ફેમીલી ની વનસ્પતિ નથી  પણ નિકોટીન ધરાવે છે એમાં
દૂધ વિનાની ખૂબ ઉકાળેલ ઉત્તમ કવોલીટીની કાળી ચા માં નિકોટીન નું પ્રમાણ 100 થી 285  નેનોગ્રામ / ગ્રામ મળી શકે છે ફુલાવર માં 16.8  નેનોગ્રામ/ ગ્રામ મળે છે.

એટલે  બટાકા, કેપ્સીકમ મરચાં , કાચા ટમેટા, કૂણાંરીગણ, કાળી ચા,ફુલાવર રોજીંદા ખોરાક માં આશરે  100 ગ્રામ ની માત્રા માં  વાપરવા જોઇએ... જેથી કુદરતી રીતે ખોરાક દ્વારા નિકોટીન શરીર ને મળે અને ડાપોમાઇન ને સ્ત્રવીત કરે છે જેથી  બંધાણી ને તમાકુ છોડયા પછી પણ સુખ મળે છે.

ડૉપામાઇન નું લેવલ બરાબર જળવાઇ રહે એ માટે,
રોજીંદા ખોરાક માં, કઠોળ  તથા  કેળાં, બદામ, સફરજન, તરબુચ, તથા ખાસ કરીને જંગલી દેશી કૌંચા લેવાં જોઇએ.
બીડી નાં બંધાણી એ ટીમરૂ ના પાકા ફળ ખાવા જોઇએ.

આ સિવાય વિહાર ની દ્રષ્ટિએ...

નિત્ય સર્વાંગ અભ્યંગ.
રોજ નિયમીત સૂર્ય તાપમાં કસરત કરવી.
શાસ્ત્રીય રાગ આધારીત બોલીવુડ  નું હિન્દી ફિલ્મ સંગીત સાંભળવું.

જયારે વ્યક્તિના કાર્યની પ્રશંસા કરાય છે ત્યારે એ વ્યક્તિ ના મગજમાં ડોપામાઇન સ્ત્રવીત થાય છે
વ્યસન મુક્ત થવા ઇચ્છુક વ્યક્તિ,  અન્ય ક્રિએટીવ એકટીવીટી કરે,  એના માટે ઘર- પરિવાર ના સભ્યો એને સતત પ્રોત્સાહિત કરતાં રહેવું અને યથાર્થ પ્રશંસા  કરવાનું ભૂલવું નહી ...

ઔષધ ચિકિત્સા માટે,

નિકોટીનનું મેટાબોલીઝમ લીવર માં થાય છે, 
આથી સૌ પ્રથમ લીવરનું ડિટોક્સીફેકશન કરવું રહ્યું એના માટે  काकमाचीના તાજા પાન નો રસ અથવા એનાં પાન માંથી બનાવેલ શાક દર્દી ને આપવું  સાથે સાથે भुम्यामलकी નો તાજો રસ પણ ઉત્તમ રહે છે.
કાકમાચીના પાકા ફળ વાપરવા નહી, એનો તાજો રસ કાળાં મરી, પીપર અને ગોળ સાથે આપવાથી ત્રિદોષશમન, દુષ્ય નું ભેદન કરનાર રસાયન  બને છે.
લીવર બાદ ફેફસાં માં થયેલ તમાકુ ની ખરાબ અસર નિવારવા..
1. ધૂમપાન વિધિ...
• ભોયરીંગણી ના સુકાપંચાગ નુ ચુર્ણ 100 ગ્રામ
• ત્રણ દિવસ ગૌ મૂત્ર માં પલાળી ઉપર ના છોતરાં દૂર કરી સુકાવેલા ધતુરા ના બીજ 25 ગ્રામ
• હળદર ચુર્ણ 100 ગ્રામ.
• ખુરસાનીઅજમો - 50 ગ્રામ ના મિશ્રણ માંથી એક ચમચી મિશ્રણ નો ધૂમપાન વિધિ થી ધૂમ પીવો... નાક થી ખેંચી મોઢાંથી બહાર કાઢવો ત્રણ વખત....
2. જે દરદીઓ માં ફેફસાની કેપેસિટી ઘટી હોય તથા ફેફસાંનું કેન્સર થવાની શક્યતાઓ વધી હોય એને काकमेंदी - LyciumEuropaem ના ફળ નું સેવન કરાવવું
આ વનસ્પતિ ચાઇના માં ચાઇનીઝ વુલ્ફબેરીઝ નામે ધુમ વેચાણ ધરાવે છે એનું વૈજ્ઞાનિક નામ Lycium Barbarum આપેલ છે ચાઇનીઝ પરંપરાગત હર્બલ તો છે જ પણ આધુનિક સંશોધન માં વાસ્કયુલર, કાર્ડીયક, અને કેન્સર ની બિમારી ની સફળ ચિકિત્સા છે એવું જણાયુ છે...

તમાકુ ના વિથડ્રોઅલ સિમ્પટોમ્સ માં રાહત માટે कनकासव સવાર સાંજ 10 મીલી ની માત્રા માં આપવો.

જો દર્દી  શોષ અથવા ક્ષય ના લક્ષણ ધરાવતુ હોય તો
અશ્વગંધા મૂળ ચુર્ણ ને ઘી + સાકર + દૂધ સાથે ક્ષીરપાક વિધિ થી અપાવવું.

તમાકુ ના ઉત્પાદ નું સેવન છોડયા પછી જો દરદીને નિંદર સમ્યક ના આવે તો રાતે ખુરસાની અજમો= Hyoscyamus niger શેકી ચુર્ણ કરી અડધી ચમચીની માત્રામાં ગોળ સાથે અપાવવું.

ભય પણ એક વ્યસનમુક્ત થવાની ચિકિત્સા  ના ભાગ રૂપે છે. કેન્સરના ડરથી જેમ વ્યક્તિ વ્યસનમુક્ત થાય છે એમ,
તમાકુની વ્યસની વ્યક્તિ પરણીત અને યુવાનવયનું હોય તો એને
"તમાકુ સેવન થી સંભોગઇચ્છા અને સંભોગશક્તિ બંન્ને નાશ પામે છે ,"....      એમ જણાવવું તમાકુ ના વ્યસનીઓમાં તમાકું છોડાવવા નિકોટીન રીચ ફુડ તથા ડોપામાઇન નું કુદરતી સ્ત્રવીત થાય એ રીત ના ઉપાયો યોજાવવા જોઇએ...

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...