બુધવાર, 27 મે, 2020

कोડरुकः ? अशाक भुक् !!!

कोડरुकः कोડरुकः कोડरुकः
हित भुक्
मित भुक्
अ-शाक भुक्

આયુર્વેદના નામે આ જાણીતી બનેલ એક ઉક્તિ છે,
જો કે, આયુર્વેદની આદ્ય સંહિતાગ્રંથો માં કયાંય જોવા મળતી નથી,
આનો પ્રથમ પરીચય પ્રો.વૈદ્ય શ્રી દિલિપ પંડયા સાહેબ લેખીત અને  સરસ્વતી પ્રકાશન, અમદાવાદ ની અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાનની પ્રસ્તાવનામાં થયેલ છે.
(પ્રો.દિલિપ પંડયાસાહેબના પુસ્તકમાં  કાગડો બોલતો લખેલ છે.)

માનનીય  વૈદ્ય શ્રી બાપાલાલ  કૃત અને સુમનપ્રકાશન મુંબઈથી પ્રકાશીત  આરોગ્યશતક પુસ્તકમાં પેજ નંબર 25 પર  જણાવેલ છે કે,
.... કેટલાક अशाक भुक् ની  વાતો કરીને આયુર્વેદના ગુણગાન ગાય છે. ખરી રીતે अशाक भुक्  એ આયુર્વેદની  વાત નથી ; એ તો પ્રબોધચિંતામણી માં કોઇ એ ઘુસાડેલી- ગૂંથેલી વાત છે...
अशाक भुक् નો અર્થ  સંસ્કૃતમાં इषत् अति अल्प એવો થાય છે,  તદ્દન અભાવ એવો તો નહિ જ.
એ દૃષ્ટિએ પણ શાક ઘણાં ઓછાં ખાવાં  જોઇએ.

પ્રબોધચિંતામણી  ગ્રંથ  વિ.સં.૧૪૬૨ માં જૈનમુનિ શ્રી જયશેખર સૂરિ  દ્વારા  લખાયેલ છે, આજથી 612 વર્ષ પહેલાં, જૈનધર્મ પરંપરામાં આરોગ્ય હેતુ ચોમાસામાં શાક ખાવાનો નિષેધ છે તથા કંદમૂળ રૂપે પણ શાક ખાવું નિષેધ છે, જેમાં આયુર્વેદ નો શાસ્ત્રીય દ્રષ્ટિકોણ નો મૂળભૂત સિદ્ધાંત... " ૠતુકાલ સાપેક્ષે જો અગ્નિ મંદ અને આહાર પચવામાં ગુરુ હોય તો आम  અને आमविष જન્ય દોષ થી આરોગ્ય બગડે છે " એ રહેલ છે ઉપરાંત 
આહાર, વિહાર અને સ્વભાવમાં  મિત અને હિતની સાધના જૈનધર્મમાં અનિવાર્ય છે.
એટલે પ્રબોધચિંતામણીમાં મુનિશ્રી એ ઉપરોક્ત  ઉક્તિ  જનકલ્યાણ હેતુ લખેલ હોય એવું લાગે છે...

જામનગરના સુપ્રસિદ્ધ  નાડીવૈદ્ય
શ્રી બાલકૃષ્ણ હિરારામ દવે  લેખીત 
આયુર્વેદના ધરતી અને ધાવણ પુસ્તકના
એક પ્રકરણમાં એમને જણાવેલ કે,

એક ઋષિ નદીએ સ્નાનાદિ કરે છે
ત્યાં એક બગલાનો અવાજ આવે છે ,
कोડरुकः ?
બગલાં તો કોરૂક ...કોરૂક... બોલ્યા કરતાં હોય છે.
પણ ઋષિએ તો સ્વભાવવશ એને શાસ્ત્ર-પ્રશ્ન તરીકે ગણ્યો ;

કોણ અરૂક - રોગ વગરનો- નીરોગી છે ?

એમણે જવાબ આપ્યો,
हित भुकम्  જે પોતાના શરીરને, હિતકર પદાર્થો જ ખાય,
मित भुकम् જે પોતાની અગ્નિને, પ્રમાણસર ખાય,
अ-शाक भुकम् જે શાક ન ખાય અથવા ઓછું ખાય,

એ રોગ વગરનો = अरुकः  નિરોગી રહે છે..

આ સલાહ બારેમાસ માટે સારી છે;
પરંતુ ચોમાસા માટે તો ઉત્તમ છે  અને અનિવાર્ય છે.
રોગનું ઘ૨ આ ઋતુ ગણાય છે વિષમ હવામાન, મળવાળાં દુષિત પાણી અને વાદળાંથી  સૂર્ય ઢંકાયેલો રહેતો હોવાથી અને હવા ભેજથી ભરી હોવાથી જઠરાગ્નિ  પણ મંદ

આ સંજોગોમાં જે કંઈ ખવાય છે  તે જોઇ વિચારીને  જ ખાવું જોઈએ…
પોતાને કેટલી ભૂખ છે, જઠરાગ્નિ કેવો છે અને જમવાનો સમય કયો છે એ જોઈને માપસર જ ખાવુ જોઈએ…

પરંતુ કુદરતી ઉપચારવાળાઓ તો, શાક-ભાજી ખૂબ ખાવાનું કહે છે.
કાચી ભાજી ખૂબ ખાવાનું કહે છે.
ત્યારે " अशाक भुकम् " ની સલાહ વાજબી છે ?
એવો પ્રશ્ન તરત ઊઠશે,
માટે આ સલાહ અંગે વિચાર કરવો પડે એમ છે…

આજનો કુદરતી ઉપચાર ;
પશ્ચિમના દેશોમાંથી આવ્યો છે અને એલોપથી ના વિરોધમાં ઊભો થયો છે, એ ભૂલવું ન જોઈએ…

ત્યાં માંસાહાર બહુ સામાન્ય છે, માંસ ન ખાનારા ઓછાં ,  ત્યારે આપણો આહાર જ વનસ્પતિજન્ય છે.
અમેરિકાના એક ડૉક્ટરે માંસાહાર  અને દારૂ છોડ્યો… એને કેન્સર થયેલું એ પણ મટી ગયું…
એ બતાવે છે કે જેઓ માંસાહારી છે, દારૂ પીનારા છે તેઓ  જો વનસ્પતિજન્ય ખોરાક પર આવી જાય તો એને કેટલો બધો ફાયદો થાય છે ?
આપણે તો વનસ્પત્યાહાર કરનારા જ છીએ…
આપણે એનો અતિરેક થઈ ન જાય તે જોવું જોઈએ શાકભાજીને આયુર્વેદે મલવર્ધક મન્યાં છે.
ચોમાસામાં તો, એના પર જીવજંતુ લાગ્યાં હોય.
એના રસમાં "પાલાર-પાણી" ભર્યા હોય એ વખતે એ ખાવામાં આવે તો મળ બહુ જ વધી જાય, એટલું જ નહિ, ઝાડા અને મરડો પણ થઈ જાય;
માટે ચોમાસાના આરંભમાં તો એ ન જ ખાવાં જોઈએ… ત્યાર પછી પણ ખોરાકમાં એનું પ્રમાણ અલ્પ હોવું જોઈએ…

જગતનો ઇતિહાસ આપણે જોઈશું તો જણાશે કે;
જયાં મોટી નદીઓને કારણે પાણીની પ્રચૂરતા છે…
ખેતી બહુ સારી થાય છે, ત્યાં સંસ્કૃતિઓ વિકસી છે. ગંગા-જમનાનો પ્રદેશ, યુફ્રેટીસ-ટાઇગ્રીસ વચ્ચેનો પ્રદેશ, નાઇલ નદીનો પ્રદેશ, હોંઆંગહો અને પીળી નદી વચ્ચેનો ચીન પ્રદેશ.
એનું કારણ ત્યાં ઘઉં જેવું સારું અનાજ પાકે છે.
એકલાં ફળ-ફૂલ  અને શાકભાજી ૫૨ માણસ નભતો હોય તો એ તો તરત પચી જાય અને બહાર નીકળી જાય. અને માણસ વારંવાર ભૂખ્યો થયા કરે.
ખાવામાંથી જ નવરો જ ન થાય
સંસ્કૃતિનું મૂળ, સાંસ્કૃતિક પુરુષાર્થ છે.
એ વધારાના પુરુષાર્થ માટે એની પાસે સમય જ રહે નહી.

જેઓ માંસાહારી છે એમને માંસ મેળવવા માટે શિકાર માટે રખડવું પડતું ઉપરાંત માંસ ભારે ખોરાક છે. માંસાહારી પ્રાણીઓ પણ મારણ-ખાધા પછી ઘોરે છે. માણસને પણ માંસાહાર પચાવવા માટે શરીરની ઘણી શક્તિ ખર્ચાવા દેવી  પડે છે.

ઘઉંનો આહાર એવો છે કે ફળ-ફુલ કે શાકભાજીની જેમ ઝટ પચી જાય અને તરત ભૂખ લાગે એમ ન થતાં એનો આહાર રહે, શક્તિ રહે, અને છતાં એને પચાવવા માટે શરીરની શક્તિની બહુ જરૂર ન રહે.
એથી સાંસ્કૃતિક પુરૂષાર્થ ઘણો થઈ શકે.

ઘઉં, બાજરો વગેરે અનાજનો આહાર સમતોલ છે.
વધારે પોષણ જેટલું જરૂરી છે તેટલું દૂધમાંથી મળી રહે છે, જયાં દૂધ નથી, ઘઉં પણ નથી. માત્ર ચોખા છે ત્યાં મચ્છી કે માંસ  ખાવુ જ પડે છે. આપણે ત્યાં ઘઉં, જુવાર પૂરતાં થાય છે. દૂધ પણ મળે છે, છતાં શાકભાજીની જરૂર જ નથી એમ ન કહેવાય.
કારણ કે આજે આપણે જે અનાજ ચક્કીમાં દળાવી એ છીએ તેમાં અનાજનું સત્વ બળી જાય છે. ઘણા ગરીબ લોકોને તો અનાજ પણ સડી ગયેલું. સત્વ વગરનું ખાવું પડે છે. અને દૂધ પણ બધાને પૂરતું મળી શકતું નથી ત્યારે એનું સત્વ પૂરૂં પાડનાર પદાર્થ ફળો છે.
પણ ફળ કંઈ સસ્તાં નથી.
ગરીબોને એ પણ ન પરવડે અને ફળની પેદાશ પણ આપણે ત્યાં બહુ ઓછી છે.
શાકભાજી પ્રચૂર પ્રમાણમાં મળી શકે છે આથી એનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ.
શાકભાજીના સૂપ ફ્ળોના રસની ગરજ સારે છે.
તાજાં શાક્ભાજીનાં રસ પાચક રસોની અને વિટામિન તથા ખનીજો ની પૂર્તિ કરે છે તો એનો ઉપયોગ ખોરાકમાં કરવો જ જોઈએ;
પરંતુ મર્યાદામાં રહીને ઉપયોગ કરવો જોઈએ અને ચોમાસામાં એનો ઉપયોગ અત્યંત ઓછો કરવો જોઈએ જૈન દર્શને અહિંસાની દષ્ટિએ એ. વાત કહી છે. પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ આ વાત એટલી જ સાચી છે.

(આયુર્વેદની ધરતી અને ધાવણ પુસ્તકમાંથી,
લેખકઃ વૈદ્ય શ્રી બાલકૃષ્ણ હરિરામ દવે.)

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...