શનિવાર, 10 ઑક્ટોબર, 2020

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ હિમાલયના પુત્રી સાથે જોડાયેલ છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શિવના અર્ધાંગની શિવાના નામે પણ ઓળખાય છે. દુર્ગમ નામના દૈત્યનો નાશ કરવા, શૈલપુત્રીનું સ્વરૂપ ધારણ કરેલ અને પછી હિમાલયમાં પુનઃ પાછાના ફરતાં વિંધ્ય પર્વતપર વાસ કર્યો આથી વિંધ્યવાસીની નામ અપાયું

દુર્ગમ દૈત્ય એ મનુષ્યની જડવૃતિ અને કામલોલુપતા નું સ્વરૂપ છે એનો નાશ યથાર્થની સમજ અને જ્ઞાન દ્વારા જ શકય છે. એટલે કે અંતરમનમાં પ્રવેશ થવો જરૂરી છે, જે જડવૃત્તિ અને વર્ષોથી શરીરમાં સ્થાયી થયેલાં દોષોને દૂર કરવાં "શિવા" જેને ગુજરાતમાં "હરડે" કહે છે એનો પ્રયોગ વૈદકમાં થાય છે.હરડેનો એક પર્યાય "અભયા " છે, માઁ ની જેમ આ વનસ્પતિ દ્રવ્ય માનવશરીર માટે મોટાભાગની વ્યાધિઓનો ભય દૂર કરે છે.

આથી તો વૈદકમાં કહેવાય છે, 

यस्य माताः न अस्ति तस्य  माताः हरितकीः ।।

બીજા નવરાત્રમાં, માઁ નું સ્વરૂપ બ્રહ્મચારીણી નું છે. જે દુર્ધર નામના દૈત્યનો નાશ કરે છે. આ દૈત્ય એ માનવસ્વભાવના ઉત્પાતજન્ય ક્રોધનું સ્વરૂપ  છે. ક્રોધનું નિર્મૂલન શાંતચિત્ત હોય તો, જ થઈ શકે છે. એટલે કે ધારણાશક્તિ જરૂરી બને છે. માઁ ના આ સ્વરૂપમાં હાથમાં ધ્યાનમાળા તથા કમંડળ સહીતની સાધકમૂર્તિ દ્રશ્યમાન થાય છે. માઁ નું આ બ્રહ્મચારીણી સ્વરૂપ  દરેક શિવમંદિરમાં શિવલિંગની પાછળ સ્થાપિત કરાયેલ હોય છે.
આયુર્વેદ દ્રષ્ટિકોણથી માઁ ના આ સ્વરૂપ સાથે  જલબ્રાહ્મી નામની વનસ્પતિ સાંકળેલ છે. બ્રાહ્મી-વનસ્પતિ, મન-ચિત્તને શાંત કરીને ધી-ધૃતી તથા સ્મૃતિ ને વધારનાર છે... પછી એવાં શુદ્ધ અને શાંત બનેલાં મનમાં ક્રોધ ઉત્પન્ન જ કેવી રીતે થાય..?

ત્રીજા નવરાત્ર માઁ, નું સ્વરૂપ ચંદ્રઘંટા નું છે. ચંદ્ર એટલે શ્રેષ્ઠ અને ઘંટ શબ્દ એ પ્રેત-પિશાચ આદીને યોગ્ય રીતે શાંત કરીને કાબુમાં લઈ એક જગ્યાએ નિરુપદ્રવી સ્વરૂપે સ્થિત કરી દેવાંના અર્થમાં વપરાય છે.
માઁ એ આ સ્વરૂપે  દુર્મુખ  નામના  દૈત્યનો નાશ કરેલ. આ દૈત્ય માણસનો અદેખાઈ કરવાના સ્વભાવને લીધે અન્ય વિશે ઘસાતુ બોલવાનો-નિંદાખોર સ્વભાવનું સ્વરૂપ છે, દુર્મુખ દૈત્ય પૂર્વજન્મમાં બ્રહ્માના માનસપુત્રો પુલહાદિ સપ્તર્ષિમાંનો એક હતો પણ અસૂયાના કારણે નાશ પામ્યો હતો. આવાં પિશાચીસ્વભાવને શ્રેષ્ઠ રીતે કાબુમાં લેવા માઁ ના ચંદ્રઘંટા સ્વરૂપની આરાધના કરવાની રહે છે.

આયુર્વેદ દ્રષ્ટિકોણથી માઁ નું આ સ્વરૂપ ધાત્રી-આમળાં સાથે સંકળાયેલ છે. ઇર્ષાળું-અદેખાયેલો માણસ, હંમેશા અંદરથી બળતરાં કર્યા કરે છે અને તેથી એની શરીરની ધાતુઓનો એ જાતે જ નાશ કરે છે. આ સ્વભાવ અને સ્થિતી માંથી  એને રસાયન વનસ્પતિ આમળાં જ ઉગારી શકે છે.

પ્રથમ ત્રણ નવરાત્રને માનવના મનની તમપ્રધાન  પરીસ્થિતિને અનુલક્ષીને તામસ પ્રકૃતિના કહ્યાં છે. તમોગુણ એ પ્રાણીમાત્રમાં પ્રાથમિક અને મૂળભૂત હોય છે. મન નો આ ગુણકર્મ જડવૃતિ સાથે અબુધપણું-ભોળપણ દર્શાવે છે.
ભગવાન શિવ સાથે તમોગુણનું તારાતમ્ય શાસ્ત્રોમાં બતાવેલ છે.
ભોળાનાથ, ત્રિદેવ માંહે સૌથી શ્રેષ્ઠ  અને લોકજીવન સાથે વધુ સુમેળ ધરાવતાં દેવ છે અને સૌથી મોટા ચિકિત્સક વૈદ્યનાથ છે. સ્વાભાવિક જડપ્રકૃતિવાળાં માનવસ્વભાવના મોહ, ક્રોધ અને ઇર્ષ્યાનો નાશ કરવાં
શિવાં, બ્રાહ્મી અને ધાત્રી સ્વરૂપે માઁની શક્તિ, વનસ્પતિઓ રૂપે પૃથ્વી પર પ્રગટ થઇ હશે... 
પહેલાં ત્રણ નવરાત્રમાં પ્રકૃતિ દેવીના તમપ્રધાન સ્વરૂપને  અનુક્રમે काली, महाकाली અને भद्रकाली સ્વરૂપે આરાધાય છે...

દેવી ની મૂર્તિ કૃષ્ણ છે, પ્રથમ નવરાત્રમાં કૃષ્ણ વસ્ત્ર, બીજા નોરતે લાલ વસ્ત્ર અને તૃતીય નવરાત્ર માં શ્વેત વસ્ત્ર મૂર્તિને પરિધાન કરાવી ઉત્તરોત્તર ચેતનાનો આધ્યાત્મિક વિકાસ કેવી રીતે થાય એ મનુષ્યઓને દર્શાવાય છે..

આ લેખાંક ના ત્રીજા ભાગમાં અન્ય નવરાત્રમાં દુર્ગા દેવી ના અન્ય સ્વરૂપોને જાણીશું...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...