શનિવાર, 10 ઑક્ટોબર, 2020

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ હિમાલયના પુત્રી સાથે જોડાયેલ છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શિવના અર્ધાંગની શિવાના નામે પણ ઓળખાય છે. દુર્ગમ નામના દૈત્યનો નાશ કરવા, શૈલપુત્રીનું સ્વરૂપ ધારણ કરેલ અને પછી હિમાલયમાં પુનઃ પાછાના ફરતાં વિંધ્ય પર્વતપર વાસ કર્યો આથી વિંધ્યવાસીની નામ અપાયું

દુર્ગમ દૈત્ય એ મનુષ્યની જડવૃતિ અને કામલોલુપતા નું સ્વરૂપ છે એનો નાશ યથાર્થની સમજ અને જ્ઞાન દ્વારા જ શકય છે. એટલે કે અંતરમનમાં પ્રવેશ થવો જરૂરી છે, જે જડવૃત્તિ અને વર્ષોથી શરીરમાં સ્થાયી થયેલાં દોષોને દૂર કરવાં "શિવા" જેને ગુજરાતમાં "હરડે" કહે છે એનો પ્રયોગ વૈદકમાં થાય છે.હરડેનો એક પર્યાય "અભયા " છે, માઁ ની જેમ આ વનસ્પતિ દ્રવ્ય માનવશરીર માટે મોટાભાગની વ્યાધિઓનો ભય દૂર કરે છે.

આથી તો વૈદકમાં કહેવાય છે, 

यस्य माताः न अस्ति तस्य  माताः हरितकीः ।।

બીજા નવરાત્રમાં, માઁ નું સ્વરૂપ બ્રહ્મચારીણી નું છે. જે દુર્ધર નામના દૈત્યનો નાશ કરે છે. આ દૈત્ય એ માનવસ્વભાવના ઉત્પાતજન્ય ક્રોધનું સ્વરૂપ  છે. ક્રોધનું નિર્મૂલન શાંતચિત્ત હોય તો, જ થઈ શકે છે. એટલે કે ધારણાશક્તિ જરૂરી બને છે. માઁ ના આ સ્વરૂપમાં હાથમાં ધ્યાનમાળા તથા કમંડળ સહીતની સાધકમૂર્તિ દ્રશ્યમાન થાય છે. માઁ નું આ બ્રહ્મચારીણી સ્વરૂપ  દરેક શિવમંદિરમાં શિવલિંગની પાછળ સ્થાપિત કરાયેલ હોય છે.
આયુર્વેદ દ્રષ્ટિકોણથી માઁ ના આ સ્વરૂપ સાથે  જલબ્રાહ્મી નામની વનસ્પતિ સાંકળેલ છે. બ્રાહ્મી-વનસ્પતિ, મન-ચિત્તને શાંત કરીને ધી-ધૃતી તથા સ્મૃતિ ને વધારનાર છે... પછી એવાં શુદ્ધ અને શાંત બનેલાં મનમાં ક્રોધ ઉત્પન્ન જ કેવી રીતે થાય..?

ત્રીજા નવરાત્ર માઁ, નું સ્વરૂપ ચંદ્રઘંટા નું છે. ચંદ્ર એટલે શ્રેષ્ઠ અને ઘંટ શબ્દ એ પ્રેત-પિશાચ આદીને યોગ્ય રીતે શાંત કરીને કાબુમાં લઈ એક જગ્યાએ નિરુપદ્રવી સ્વરૂપે સ્થિત કરી દેવાંના અર્થમાં વપરાય છે.
માઁ એ આ સ્વરૂપે  દુર્મુખ  નામના  દૈત્યનો નાશ કરેલ. આ દૈત્ય માણસનો અદેખાઈ કરવાના સ્વભાવને લીધે અન્ય વિશે ઘસાતુ બોલવાનો-નિંદાખોર સ્વભાવનું સ્વરૂપ છે, દુર્મુખ દૈત્ય પૂર્વજન્મમાં બ્રહ્માના માનસપુત્રો પુલહાદિ સપ્તર્ષિમાંનો એક હતો પણ અસૂયાના કારણે નાશ પામ્યો હતો. આવાં પિશાચીસ્વભાવને શ્રેષ્ઠ રીતે કાબુમાં લેવા માઁ ના ચંદ્રઘંટા સ્વરૂપની આરાધના કરવાની રહે છે.

આયુર્વેદ દ્રષ્ટિકોણથી માઁ નું આ સ્વરૂપ ધાત્રી-આમળાં સાથે સંકળાયેલ છે. ઇર્ષાળું-અદેખાયેલો માણસ, હંમેશા અંદરથી બળતરાં કર્યા કરે છે અને તેથી એની શરીરની ધાતુઓનો એ જાતે જ નાશ કરે છે. આ સ્વભાવ અને સ્થિતી માંથી  એને રસાયન વનસ્પતિ આમળાં જ ઉગારી શકે છે.

પ્રથમ ત્રણ નવરાત્રને માનવના મનની તમપ્રધાન  પરીસ્થિતિને અનુલક્ષીને તામસ પ્રકૃતિના કહ્યાં છે. તમોગુણ એ પ્રાણીમાત્રમાં પ્રાથમિક અને મૂળભૂત હોય છે. મન નો આ ગુણકર્મ જડવૃતિ સાથે અબુધપણું-ભોળપણ દર્શાવે છે.
ભગવાન શિવ સાથે તમોગુણનું તારાતમ્ય શાસ્ત્રોમાં બતાવેલ છે.
ભોળાનાથ, ત્રિદેવ માંહે સૌથી શ્રેષ્ઠ  અને લોકજીવન સાથે વધુ સુમેળ ધરાવતાં દેવ છે અને સૌથી મોટા ચિકિત્સક વૈદ્યનાથ છે. સ્વાભાવિક જડપ્રકૃતિવાળાં માનવસ્વભાવના મોહ, ક્રોધ અને ઇર્ષ્યાનો નાશ કરવાં
શિવાં, બ્રાહ્મી અને ધાત્રી સ્વરૂપે માઁની શક્તિ, વનસ્પતિઓ રૂપે પૃથ્વી પર પ્રગટ થઇ હશે... 
પહેલાં ત્રણ નવરાત્રમાં પ્રકૃતિ દેવીના તમપ્રધાન સ્વરૂપને  અનુક્રમે काली, महाकाली અને भद्रकाली સ્વરૂપે આરાધાય છે...

દેવી ની મૂર્તિ કૃષ્ણ છે, પ્રથમ નવરાત્રમાં કૃષ્ણ વસ્ત્ર, બીજા નોરતે લાલ વસ્ત્ર અને તૃતીય નવરાત્ર માં શ્વેત વસ્ત્ર મૂર્તિને પરિધાન કરાવી ઉત્તરોત્તર ચેતનાનો આધ્યાત્મિક વિકાસ કેવી રીતે થાય એ મનુષ્યઓને દર્શાવાય છે..

આ લેખાંક ના ત્રીજા ભાગમાં અન્ય નવરાત્રમાં દુર્ગા દેવી ના અન્ય સ્વરૂપોને જાણીશું...

શારદીય નવરાત્ર - 1

આજથી શરૂ થતો શારદીય-નવરાત્રનો માઁ આદ્યશક્તિની આરાધનાનું પર્વ આપના માટે સર્વ પ્રકારે મંગલમય અને આનંદપ્રદ રહે એવી હાર્દિકશુભેચ્છાઓ સહ...જાણીએ નવરાત્રનું માહાત્મ્ય

   ગરબા અને ડાંડીયાં..., 

વિશ્વભરમાં ગુજરાતની પ્રજાની ઓળખ બની ગઇ છે. 

આ નવરાત્રનો ઉત્સવએ એની મૂળ ઉત્પત્તિનું કારણ છે. 

"નોરતાં" અને "ગરબાં" શબ્દની વ્યુત્પત્તિ કરનાર અને આ શબ્દો કયાંથી અને કયારથી પ્રચલિત થયા છે..? એની શોધ કરનાર સૌપ્રથમ વ્યક્તિ અંગ્રેજવિદ્વાન "ટર્નર" હતો, એણે ઇ.સ.1931માં જણાવ્યું કે, મૂળ સંસ્કૃતમાં "નવરાત્ર" શબ્દ દ્વન્દ્વ સમાસ છે. જેનું અપભ્રંશ થઈને પહેલાં નવરાત્રી અને પછી લોકબોલીમાં "નોરતાં" થયું !!! 

૧૪મી સદીના ચારણ-સાહિત્યમાં નોરતાં શબ્દ મળે છે અને એજ રીતે ઘડાં માં રાખેલા દીવાં માટે વપરાતાં શબ્દ "गर्भदीप" પર થી "ગરબો" પ્રચલીત થયો...

છેલછબીલો-મોજીલો ગુજરાતી પણ, એ ગુજરાતી ઉદ્યમી-ચતુર અને વ્યાપારી હોવાથી, માઁ આદ્યશક્તિની ભક્તિને રાત્રીના ઉત્સવ તરીકે ઉજવવાનું શરૂ કર્યું. દિવસે ધંધા-વ્યવસાયને લીધે, ઉપરાંત શરદઋતુમાં દિવસે સૂર્યનો તાપ પણ આકરો લાગે છે એટલે ઉત્સવનો ઉત્સાહ ના રહે અને ભક્તિની મજામાં ડિસ્ટર્બન્સ થાય તો આરાધનામાં ધ્યાન રહે નહી એટલે રાત્રે ઉજવણી નક્કી કરી હશે, આથી  આ પર્વ નવરાત્ર નામે ઓળખાયો.

દૈત્યગુરૂ-ઉશનસના પૌત્ર અને રેવા-નર્મદાનદીના તીરે નિવાસતા લોકઋષિ-માર્કન્ડેય એ ઋષિકૌષ્ટુક સાથે જે સંવાદ કરેલ એ "માર્કન્ડેય પુરાણ" તરીકે પ્રસિદ્ધ થયેલ અને આ, વાસ્તવિક ઐતિહાસિક ઘટના જ હતી કેમ કે,

આ પુરાણમાં વર્ણવેલ સ્થળો આજે પણ સ્થાનિક નામ સાથે નર્મદાનદીને કિનારે સ્થિત છે.

અતિપ્રસિદ્ધ અને શ્રદ્ધાનું કેન્દ્ર એવું,  દેવીકવચ તથા "દુર્ગાસપ્તશતી" માર્કન્ડેયપુરાણની જ રચના છે. 

ઇ.સ.502માં મૈત્રકરાજાઓના શાસનકાળમાં નવરાત્રને "દેવીસત્ર" તરીકે ઉજવણી કરાતી હતી એવાં ઉલ્લેખવાળા તામ્રપત્રો મળેલછે.

5000વર્ષ પહેલાની સિંધુસંસ્કૃતિના ઉત્ખનનમાં, હડપ્પા અને મોહેં- જો-દરોમાંથી પણ દેવીશિલ્પો મળેલ છે,

1500વર્ષ પૂર્વે, સમ્રાટ ચંદ્રગુપ્ત પણ માઁ દુર્ગાનાં આસ્થાવાન પરમભક્ત હતાં એમણે દુર્ગામંદિરો તથા રાજયના ચલણીસિક્કામાં દુર્ગાની મુર્તિ અંકિત કરાવેલ હતી.

હિંદુ-વર્ષ કેલેન્ડર પ્રમાણે કાર્તિક માસથી દર ત્રણમાસે નવરાત્ર આવે છે તથા છ-ઋતુઓ પૈકી ચાર ઋતુઓનો પ્રારંભ પણ આ નવરાત્રના સમય દરમિયાન થાય છે.

૧.પોષ નવરાત્રમાં શિશિરનો પ્રારંભ, 

૨.ચૈત્ર નવરાત્રમાં વસંતનો પ્રારંભ, 

૩.અષાઢ નવરાત્રમાં વર્ષાનો પ્રારંભ, 

૪.આસો નવરાત્રમાં શરદનો પ્રારંભ.

આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્રના દ્રષ્ટિકોણથી, ઋતુબદલાય ત્યારે અંત પામતી ઋતુ અને આરંભ થતી ઋતુ વચ્ચેના સમયગાળાને "ઋતુસંધિકાળ" કહે છે, આ ઋતુસંધિકાળમાં માનવશરીર એ વાતાવરણમાં થતા ફેરફારની અસર તળે સ્વાભાવિક રીતે થોડુંક નબળું પડે છે એમાંય જો આ સમયગાળા દરમિયાન આહાર-વિહારમાં સંયમ ના રખાય અથવા પ્રજ્ઞાપરાધ એટલે કે, જાણતાં હોવા છતાંય ભુલ કરવાથી, વિકાર-રોગલક્ષણો પ્રગટ થાય છે. 

આથી બદલાતી ૠતુઓના ઋતુસંધિકાળ દરમિયાન તન સાથે મનનું સ્વાથ્ય જાળવવા તેમજ વ્યાધિમુકત રહેવા, આપણા ઋષિતુલ્ય વિચક્ષણ પૂર્વજોએ જનસામાન્યનું આરોગ્ય જળવાઈ રહે, તે માટે આહાર-વિહારમાં સંયમની સાધના કરવાં હેતું, નવરાત્ર દરમિયાન માઁ આદ્યશક્તિની ઉપાસનાની પરંપરા ગોઠવી હશે. 

સાંપ્રતકાળમાં ચૈત્રનવરાત્ર જેને "શાકંભરીનવરાત્ર" કહે છે તથા આસો નવરાત્ર જેને "શારદીયનવરાત્ર" કહે છે, એની ઉજવણી અને ઉપાસનાવિશેષ જોવા મળે છે. જો કે, આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્ર મુજબ વસંતના પ્રારંભમાં તથા શરદના પ્રારંભમાં શરીરમાં દોષોના સંચયજન્ય પ્રકોપને કારણે રોગચાળો થાય છે એટલે શોધન ચિકિત્સાકર્મનું પણ આ બે ઋતુઓ અંતર્ગત વિશેષ વિવેચન કરાયું છે વળી શરદને તો રોગોનીમાતા ગણી છે "शारदि रोगाणाम् माता"

વેદકાલીન સંસ્કૃતિમાં કોઈને દીઘાયુના આશિર્વાદ વચન રૂપે પણ "સૌ શરદ ઋતુ જીવો" शतम् शरदं जीवितः કહેવાતું હતું. 

વસંત તથા શરદના ઋતુસંધિકાળના સમય દરમિયાન પ્રજા, આહારમાં સંયમ અને આધ્યાત્મિક અનુષ્ઠાન દ્વારા મનના વેગો પર કાબું રાખે તો, પ્રજ્ઞાપરાધજન્ય અસાત્મય-ઇન્દ્રિયાર્થને કારણે થતાં શારીરિક-માનસિક રોગોમાંથી મુક્ત રહી શકે છે અને સુખી તથા સમૃદ્ધ બની શકે છે. આથી ચૈત્રમાં શાકંભરી નવરાત્ર તથા આસોમાં શારદિય નવરાત્ર  પ્રસિદ્ધ છે. 

છ-ઋતુઓ પૈકી ચૈત્રમાં આવતી વસંતઋતુ અને આસોમાં આવતી શરદઋતુમાં વાયરલ રોગો-વ્યાધિવિકારોનું પ્રમાણ સવિશેષ જોવા મળે છે.

દુઃખ પડે તો, સૌ પહેલાં माँ જ યાદ આવે, 

માટે શરદ-વસંતના વ્યાધિરૂપ દુઃખોને દૂર કરવા માઁ આદ્યશક્તિની જ આરાધના કરવી પડે, એ કુદરતી નિયમે પણ આ બે ૠતુઓનાં નવરાત્ર લોકમાં સવિશેષ પ્રચલિત અને પ્રસિદ્ધ છે.

માઁ દુર્ગાએ વિવિધ સ્વરૂપે જે મહિષાસુર અને એના જુદાં-જુદાં રાક્ષસ-યોદ્ધાઓનો નાશ કરેલ એના આનંદોત્સવ સ્વરૂપે નવરાત્ર મનાવાય છે. એ દર્શાવતાં કેટલાંક કથાનકો પુરાણોમાં જોવાં મળે છે.

આ લેખ ના ભાગ - 2 માં નવરાત્ર ના નવરાત્રી દરમિયાન થતાં માઁ દુર્ગાના નવ સ્વરૂપો વિશે જાણીશું...


મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2020

આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંત-1

 આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંત

( ચ.સૂ.અ-૧)

हेतुलिङ्गौषधज्ञानं स्वस्थातुरपरायणम् |

त्रिसूत्रं शाश्वतं पुण्यं बुबुधे यं पितामहः||२४||

હેતું, લિંગ, ઔષધના જ્ઞાનવાળું ; ત્રિસૂત્રી, શાશ્વત,  પુણ્ય આપનાર આયુર્વેદ ચિકિત્સાશાસ્ત્રને પિતામહે પણ જાણ્યું, સમજયું અને કહ્યું છે. એ શાસ્ત્રનો સ્વસ્થ અને રોગી વ્યક્તિએ આશ્રય કરવો.

આ સૂત્રમાં સ્વસ્થવ્યક્તિ, લાંબુજીવન સ્વસ્થતાથી જીવી શકે તે માટે તથા રોગીવ્યક્તિના ; વ્યાધિ - વિકાર, ચિકિત્સક ઝડપથી અને સારીરીતે દૂર કરી શકે એ માટે, ત્રિસૂત્રીય- હેતું લિંગ ઔષધની અનુભવસિદ્ધ જાણકારીનું મહત્વ દર્શાવેલ છે. આજે ઓ.પી.ડી. માં રોગી આવે ત્યારે સૌપ્રથમ એના લક્ષણો પરથી વ્યાધિ નું અનુમાન કરાય છે. આજે સિમ્પટોમેટીક રીલીફ આપનાર ચિકિત્સાનો આગ્રહ અને જરૂરીયાત રહે છે એટલે લક્ષણ અનુસાર ચિકિત્સા કરી લેવાય છે.

જો કે, વ્યાધિનું નિર્મૂલન અને અપુનર્ભવ માટે વ્યાધિ કેમ અને કેવીરીતે ? થયો છે,  એ  ચિકિત્સકે જાણવું જોઈએ અને પછી ઔષધ  એટલે કે ટ્રીટમેન્ટ પ્રોટોકોલ નિર્ધારીત કરવો શ્રેયકર અને શ્રીકર  રહે છે.

હેતું ... આ વિષયે વિસ્તૃત ચર્ચા નિદાનસ્થાનના પ્રથમ અધ્યાયમાં દર્શનીય છે. અહિં ચિકિત્સા દ્રષ્ટિકોણથી... નિદાનપરિવર્જન પણ ચિકિત્સાની પ્રાથમિક અને આવશ્યક જરૂરીયાત હોય છે  આથી હેતુ જાણવાં જોઇએ...

આયુર્વેદ શાસ્ત્રમાં ચિકિત્સાના ત્રણ પ્રકાર બતાવેલ છે જેમાં પ્રમુખ युक्तिव्यापाश्रय છે જેમાં વિવિધ ચિકિત્સાકર્મો અને ઔષધથી ચિકિત્સા થાય છે, ખાસ કરીને વ્યાધિ અપુનર્ભવ માટે તેમજ પ્રત્યાખ્યેય વ્યાધિ વિકાર જેમ કે, Autoimmune diseases માં વ્યક્તિ દિર્ઘાયુ રહે એ માટે सत्वावजय चिकित्सा મહત્વની બની રહે છે અને જયારે ઉપરની બે ચિકિત્સાઓ અપેક્ષાથી ઓછું પરિણામ આપતી જણાય ત્યારે  दैवव्यापाश्रय चिकित्सा નું વિધાન છે.

દૈવવ્યાપાશ્રયચિકિત્સામાં પૂર્વેકૃત પાપકર્મ હેતું સ્વરૂપે રહે છે.

આ જે પાપકર્મ છે એનાથી વ્યક્તિનું મન હણાય છે, દુઃખી થાય છે જેની અસર - પ્રભાવ શરીર પર વ્યાધિ-વિકાર રૂપે પ્રગટે છે, 

જેમ કે કોઇને શરીરના આભ્યંતર અવયવોમાં ગ્રંથી થયેલ હોય અને ઊંડાણથી  નિદાનોની શોધ કરાય તો એ વ્યક્તિના મનમાં પણ ઘણી ગ્રંથીઓ  હોવાની માહીતી મળે છે.

દૈવવ્યાપાશ્રય ચિકિત્સામાં મંત્રજાપ, મંગલક્રિયાઓ, મણિરત્ન દિવ્ય ઔષધિ ધારણ કરવી.... વિગેરે જે પણ કંઇ કરાય છે, એનો પ્રભાવ રોગીવ્યક્તિના મનને શાંત, સ્થિર અને ઉપાધિરહિત થઇ શ્રદ્ધા વિશ્વાસ પ્રગટ થવામાં સહાયક થાય છે.

મન સ્વસ્થ થતાં શરીર પણ વ્યાધિમુક્ત થાય છે...

હેતું - લિંગ-  ઔષધ ત્રિસૂત્રમાં,  હેતું;  પ્રથમ ક્રમાંકે છે પણ ઓ.પી.ડી. માં Signs  & Symptoms એટલે કે લિંગ નો પ્રથમ ક્રમાંક છે આથી ચિકિત્સકે લિંગ જાણીને એ વ્યાધિ ઉદ્ભવે છે એના પાછળના હેતુ શોધવાના રહે છે અને હેતું પ્રમાણે ઔષધ એટલે કે ટ્રીટમેન્ટ માં યુક્તિવ્યાપાશ્રય, સત્વાવજય કે  દેવવ્યાપાશ્રય ચિકિત્સા કરવાથી હંમેશા ચિકિત્સાસિદ્ધિને સત્વરે પ્રાપ્ત કરે છે.

ગુરુવાર, 27 ઑગસ્ટ, 2020

ભાદરવા સુદ અગિયારસ- પરિવર્તની એકાદશી

ભાદરવા સુદ અગિયારસને પરિવર્તનીએકાદશીથી ઓળખવામાં આવે છે, આ દિવસે, ક્ષીરસાગરમાં શયનરત શ્રી હરિ પડખું ફેરવે છે. એવું પૌરાણીક કથન છે. આ એકાદશીમાં ભગવાનના વામનાવતાર તથા બલીરાજાનીદાનવીરતાની કથા જોડાયેલ છે. આ દિવસે વ્રજમાં નંદ યશોદાને ત્યાં બિરાજી રહેલા ભગવાન શ્રી કૃષ્ણએ ચોમાસાના શુદ્ધ જળને ઝીલ્યું હોવાથી, વૈષ્ણવો જળઝીલણી એકાદશી તરીકે ઓળખે છે. આ દિવસે વ્રજભક્તો વર્ષાઋતુમાં યમુનાનદીમાં આવેલું નવું નીર શુધ્ધ થઈ જાય તેવા આશયથી શ્રી ઠાકોરજીને નાવમાં બેસાડી નૌકા વિહાર કરાવે છે. આ દિવસે શ્રી કૃષ્ણે, ગોપીઓના માનનું મર્દન કરી સાંકડીખોર અને દાણઘાટીમાં (દાણ = કર, વેરો, Tax ) મહી-ગોરસનાં માટલાં ફોડી નાખ્યાં હતાં, તેથી આજે પણ આ દિવસે વ્રજ-પરિક્રમા સમયે ગોસ્વામી-બાળકો વૈષ્ણવો પાસેથી દાણ લે છે જેનું અપભ્રંશ થઇને દાન થયેલ છે. 

         વ્યક્તિને મળેલ સુખસમૃદ્ધિથી, એ અનુગૃહિત થઇને જગનિયંતાનો આભાર પ્રકટ કરવાની ઇચ્છાથી એના દ્વારા કોઇકને દાન અપાઇ જાય છે નહી કે, એના પાસે જબરજસ્તી દાન મંગાય, 

          આ ભાદરવા સુદ અગિયારસને પરિવર્તિની એકાદશી, દાણ-એકાદશી, જળઝીલણી એકાદશી અને વામનએકાદશી એમ વિવિધ નામે પ્રચલીત છે.

       શ્રવણ એટલે ઉત્તમ રીતે સાંભળવું અને શ્રેયકર શ્રવણ કરવાનો મહિનો એટલે શ્રાવણ, આખો મહિનો કલ્યાણકારી કથાઓ-વાર્તાઓ-કિર્તનો સાંભળ્યા હોય તો, આ શ્રાવણ-માસ પછીના માસે જીવનમાં શ્રેય-શ્રી ની ઉપલબ્ધી થાય છે એટલે કે, જીવનમાં જે કંઇપણ સુખાકારી મળવાની અપેક્ષા રહે છે એને ભદ્ર કહે છે અને એ આપનાર માસને ભદ્રપ્રદ જેનું અપભ્રંશ થઇને ભાદરવો મહીનો થયો.

          આ મહિનામાં આકાશમાં છવાયેલા વાદળો દૂર થવાં લાગે છે, આથી સૂર્યનો તાપ તીવ્ર લાગે છે ભાદરવામાં એકાએક સૂર્યના તડકાથી અને પહેલા થયેલાં મિથ્યા આહારથી પોષાયેલા, શરીરના દોષો પ્રકુપિત થઇને પ્રાકૃતજવર ઉત્પન્ન કરે છે એટલે કે, વાઇરલ-ફીવરના દર્દીઓ ભાદરવા મહિનામાં વધે છે. જેઓની સારવારમાં એ દરદીઓ તથા એમના સ્વજનો દ્વારા આવેલ તીવ્રજવર હાઇગ્રેડ-ફીવર ને ઓછાસમયમાં ઝડપથી ઉતારવાનો ડૉકટરની પાસે અતિશય આગ્રહ કરાય છે અને કેટલાંક ડૉક્ટર પણ નવજવરના દોષો પકવ થાય એ પહેલાંજ શમનચિકિત્સા એટલે કે, કોઇપણ રીતે હાઇગ્રેડ-ફીવરને તુરંત જ શાંત કરવા તીક્ષણ-ઉષ્ણ-સુક્ષ્મ ગુણકર્મવાળા ઔષધયોગો પ્રયોજતાં હોય છે, જે મગજમાં આવેલ શરીરના તાપમાન-નિયંત્રક-કેન્દ્ર પર સીધી અને ઝડપી અસર કરીને તાવને હળવો કરે છે પણ આ પ્રક્રિયા દરમિયાન હૃદયની માંસપેશીઓ, ઘણી શિથીલતા અને દુષ્પ્રભાવનો ભોગ બને છે. જેથી ઘણાં હાઇગ્રેડફીવરના લક્ષણ ધરાવતી બિમારીઓમાં મૃત્યુનું એક કારણ P.M.Reports માં હાર્ટફેલ્યુઅરનું જોવા મળે છે. આયુર્વેદચિકિત્સાના મૂળ સિદ્ધાંતોમાં જવર એટલે તાવની શરૂઆતમાં કોઇપણ જાતના कषाय-ઔષધયોગ આપવાનો નિષેધ કરે છે. બિમારીનું જે કારણરૂપ દોષાદિ છે એ જયારે બરાબર પક્વ થાય ત્યારે જ ચિકિત્સા કરવાનું વિધાન છે, એમાંય શરૂઆતમાં મોથ, ખડસલીયો, પીતપાપડો, સુખડ, રતાંજલી, કમળના પુષ્પો, વાળો જેવાં શિતલ-સૌમ્ય-સુંગધી દ્રવ્યોથી જવર આવવાનું મૂળ કારણ રૂપ પિત્ત-પ્રકોપને શાંત કરવાથી થાય છે. આ દ્રવ્યોથી તાવની ગરમી ધીરે-ધીરે નીચે આવે છે જેથી દર્દીનું દિલ-हृदय સાથે દીમાગ-मस्तिष्क પર તીવ્ર અને અનિચ્છનીય અસરો થતી નથી.

         આ પરિવર્તની એકાદશીનું મહાત્મય કમળકાકડી સાથે બતાવવામાં આવેલ છે. ભારતીયકમળનું વૈજ્ઞાનિકનામ Nelumbo Nucifera આપેલ છે. કમળનું વર્ગીકરણ water lily family, Nymphaeaceae કરેલ છે. આ કુદરતી વર્ગની જે જલજ વનસ્પતિઓ ચંદ્રના ઉદય સાથે પુષ્પીત થાય છે અને ગુજરાતીમાં પોયણાં કહેવાય છે અને સંસ્કૃત માં कुमुद નામ આપેલ છે. કમળ એ સૂર્યના ઉદય સાથે પુષ્પીત થાય છે. કમળ અને પોયણાંનાં દરેક-દરેક અંગનો ખાદ્ય તરીકે આહાર તથા ઔષધમાં પ્રયોગ થાય છે. આયુર્વેદની સંહિતાઓમાં ઓષધયોગો માં કમળપુષ્પના પત્ર તથા કેસરાં વપરાયેલ જોવા મળે છે. કમળના મૂળ જેને કમળકંદ - मृणाल કહેવાય છે એ ખાદ્ય ઉપરાંત ઔષધીયોગમાં પણ વપરાય છે તથા કમળના  ફળ જેને કમલગટ્ટા કહે છે એમાં જે બીજ હોય છે એને कमलाक्ष કહે છે આ બીજને આપણે કમળકાકડી કહીએ છીએ. કમળકાકડી સહિત કમળના સર્વે અંગો પિત્તપ્રકોપને શાંત કરનાર છે ખાસ કરીને દાહ-બળતરા લક્ષણજન્ય રોગમાં વપરાય છે. ગદનિગ્રહના કર્તા, શોઢલ લખે છે કે, पित्तकासे तु पद्मबीजानाम् चूर्णम् मधुना संप्रयोजितम्

કમળકાકડીને શેકીને જ આહાર કે ઔષધમાં ઉપયોગમાં લેવાય છે. બિહારના મિથીલા તથા દરભંગા ક્ષેત્રમાં સદીઓથી કમળકાકડીને ધાણીની માફક શેકી-ફોડીને ઉપયોગમાં લેવાય છે, જેને ત્યાં मखना ના નામે ઓળખે છે. 16મી સદીમાં રચાયેલા ભાવપ્રકાશ ગ્રંથમાં પણ લખે છે કે,

मखान्नं पद्मबीजस्य गुणैस्तुल्यं विनिर्दिशेत् विष्टभि वृष्यं रुक्षं च गर्भसंस्थापकं परम् कफवातहरं बल्यं ग्राहि पित्त-अस्त्र- दाहानुत्

વર્તમાનમાં મખનાને કમળ જેવી જ બીજી એક પ્રજાતી, જેનું વૈજ્ઞાનિકનામ Euryale ferox જયારે વ્યવહારીક નામ foxnut છે. આનાં બીજ જે કમળકાકડી સદ્દશ હોય છે એમાંથી મખના તૈયાર થાય છે અને ઉપવાસમાં ફરાળી વાનગીઓ

Hypothyroidism ના દરદીઓમાં સહાયક ઔષધિય આહાર તરીકે આ મખના અને શિંગોડા ઉત્તમ રહે છે.

કમળકાકડીમાં વ્યાપારીક ધોરણે, વૈજ્ઞાનિકનામ Sterculia Foetida થી ઓળખાતી જંગલીબદામના બીજની ભેળસેળ કરવામાં આવે છે, આના બીજને લોકભાષામાં “પબડી" કહે છે. આ નામ એટલું પ્રચલનમાં છે કે, હવે ઓરીજીનલ કમળકાકડીને પણ પબડી કહી દેવાય છે. 

કમળકાકડી એટલે કે, કમળના બીજ બંન્ને છેડે શંકુઆકારના દેખાય છે. જયારે પબડી એટલે કે, જંગલીબદામના બીજના તળીયાનો ભાગ ગોળ અને બેઠાઘાટનો હોય છે. કાચાં બીજને સુકવી લેતાં બીજ કરચલીવાળાં અને વચ્ચે થી દબાયેલા હોય છે. જંગલીબદામના બીજ ગરમ તાસીરના છે એટલે કમળકાકડીથી વિરૂદ્ધ ગુણકર્મ ધરાવે છે.

ભાદરવાના આકરા તડકાથી થઈ આવતા વાયરલ-હાઇગ્રેડ-ફીવર સામે હૃદયને બળ અને શરીર ને થતાં દાહમાં શીતળતા મળે એ ઉદેશ્યથી કમળ કે પોયણાંના પુષ્પ,પત્ર,ફળમૂળ તથા બીજનો આહાર કે ઔષધ


તરીકે ઉપયોગ થવો જોઇએ.

બુધવાર, 26 ઑગસ્ટ, 2020

ફે.બુ. ની મારી અતિપ્રસિદ્ધ પોસ્ટસ -1

1.પ્રતિભાશાળી વ્યક્તિ  હંમેશા  જીજ્ઞાસુ હોય છે.  

    જીજ્ઞાસા વ્યક્તિને પ્રતિભાશાળી બનાવે છે.  

     જીજ્ઞાસુ વ્યક્તિ એ પ્રતિભાશાળીના સંપર્કમાં રહેવું 
જેથી તેની બૌદ્ધિક, સામાજીક  તથા આર્થિક  સ્તરે પ્રગતિ  થાય  છે.                જીજ્ઞાસુ  વ્યક્તિ  પુસ્તક વાંચન નો શોખ ધરાવે છે.

  2.       " હું બિમારીને મટાડી દઉ છું. "

પણ,  જે અસાધારણ તબીબ છે તે કહે છે કે,  

"મારા વાંચેલ જ્ઞાન, મેળવેલ અનુભવથી, 

હું, શરીરને બિમારી  મટાડવામાં થોડો સહયોગ કરૂ છું."  

સ્પષ્ટ હકીકત  તો એ છે કે, શરીરને બિમારી  મટાડવામાં આવતી અડચણો જ દૂર કરવાનો;  સુજ્ઞ તબીબ,  વિનમ્ર  પ્રયાસ  કરે છે. બાકી Healing Force તો, શરીરનો પોતાનો જ હોય છે.

3.... આપણે  હંમેશા  સાંભળીએ છીએ,

                          "મારો વિશ્વાસ રાખો "

  તાર્કિક રીતે આ બોલનારનું સૌથી મોટું અસત્ય વચન છે.

        જ્ઞાન એટલે કે જાણકારી હોય તો વિશ્વાસ રહે છે.  

      વિશ્વાસ ઉત્પન્ન થવો, એ કર્મ કે ક્રિયાનું પરીણામ છે.

                    અનુભવના અંતે  શ્રધ્ધા  પ્રગટે છે.

        ભાવુકતાથી અંજાઇજવાથી કે  પ્રભાવથી "શ્રધ્ધા" 

પેદા ના થાય, અને જો જબરજસ્તીથી કરાય તો એનું કોઇ વિશેષ ફળદાયી  મુલ્ય નથી હોતું ..!

       અંતઃકરણથી તો એ વિષયે, આપણને શંકા રહે છે;  પ્રશ્નો  ઊભા થયા કરે છે.

      વિશ્વાસ અને શ્રધ્ધા જેના પ્રત્યે સ્વતઃ પ્રગટે છે,

તેની  સાથે જ મૈત્રી ગમે એવા સંજોગોમાં શાશ્વત રહે છે.

4... આ દેશની તકલીફ  એ છે કે  સાબિત  થયા પછી  પણ સ્વીકારી  શકાતુ નથી જયારે પશ્ચિમ માં ડિસ્કવરી હેલ્થ  ચેનલ પર  Diagnosis unknown  જેવી ધારાવાહિક  બતાવાય છે. નિખાલસતા  એ પ્રસિદ્ધિ  તથા સફળતા ની પ્રાથમિકતા  છે.

5...કુદરત,

જીજ્ઞાસા વૃત્તિ , 

અવલોકન બોધ , 

સાહિત્ય 

6... દુનિયા, પ્રદર્શન ના દર્શન કરવા જાય છે.

7... સત્ય એ સંબંધક છે, સ્વતંત્ર નથી. ફરજમાં ચુસ્તપણું એ જ ધર્મ છે.દૈવત્વ એ જ શક્તિ છે.પારબ્ધ તો  માન્યતા છે. પુરૂષાર્થ  એ જ કર્મયોગ છે.મૂર્તિ એ કલ્પના છે,  મૂળતત્વ તો  નથી જ. પૂજા ક્રિયાકાંડ એ ભાવના છે, જડસામગ્રી નથી.

8... સંસ્કૃતિનું સર્જન  (ધરોહર) અને વિજ્ઞાનના વિકાસની શ્રુખંલા. . . દ્રષ્ટિપાત 

જીજ્ઞાસા 

અવલોકન 

નિષ્કર્ષ  ની નોંધ. ..

દૈવયોગે પુનઃ અન્ય  વ્યક્તિ નો દ્રષ્ટિપાત  અને જીજ્ઞાસા થી શ્રુખંલા શરૂ. .એટલે મનુષ્ય તરીકે ની ઉમદા ફરજ નિભાવવા... જાણવુ , માણવુ ને નોંધવુ...

9... જીદંગી , એક અનુભવ યાત્રા, સત્ય - બોધ મેળવાય, તો મોક્ષપ્રાપ્તિ.

10... જીદંગી માં , કેટલી સંવત ગઇ એના કરતાં કેટલી વસંત માણી એ અગત્ય નું છે.

11...વૃત્તિ શ્રેષ્ઠ હોય, તો પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની...

12... ઉનાળાની સિઝનમાં યોજાતા સેમીનાર માટે .. અખાનું આ કડવું  યોગ્ય  છે..."કથા સુણી ને પાક્યા કાન, તોય ના આવ્યુ, અખા હરિજ્ઞાન... જાણકારી  અને જ્ઞાન  વચ્ચે  ભેદ છે. .જે જાણકારી  મળે એનો,જો વ્યક્તિગત   કર્માભ્યાસ  કરાય તો જ...અનુભવ બોધ  મળે અને એ સ્મૃતિ,  જ્ઞાન રૂપ બને. .જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય  થતાં,છવાયેલા વાદળો રૂપી મોહ દૂર  થાય ...સમગ્ર  સૃષ્ટિ માં નવચેતન પ્રગટે. ..

13...અનુભવ જન્ય જ્ઞાન, સમય અને વાણીથી, ધન સાથે કિર્તિ કમાતા વ્યવસાયિકો. ... ડૉકટર,  વકીલ ને જ્યોતિષી. ..

14: જીદંગી . . .એક અનુભવ શીખવું અને સ્વીકારવું .

15: એમાં મારે શું ? Comment on Facebook પછી કેવી મજા આવે 

16: કૃપા પ્રભુની, જાણકારી ઉધારની તોય મદ I M Something

17: વાયુ સર્વત્ર છે પણ પંખા પાસે સુખ મળે, પ્રભુ સર્વવ્યાપી છે, મંદિરમાં સાંનિધ્યનો આનંદ અનુભવાય .

18: માઘ વદ ૧૪ની રાત શિવરાત્રિ. શિવરાત્રિ એટલે शेते तिष्टति सर्वं जगदस्मिन्निति शिवः विकार रहितः । જગત જેને વિષે લય પામે છે તે સુખસ્થાન શિવ છે .અને ` रा ` दाने  દાન અર્થક ધાતુ रा  થી રાત્રિ શબ્દ સિદ્ધ થાય છે. અર્થાત્  બ્રહ્મરૂપ સુખની પ્રાપ્તિ કરાવનારી રાત્રિ તે શિવરાત્રિ છે. કેવળ બ્રહ્માકારવૃત્તિ તે શિવરાત્રિ...

19: અંગ્રેજીમાં જ જો વાર્તાલાપ કરવો નો હોત તો, મારી જન્મભૂમિ  અને કર્મભૂમિ ગુજરાત જ કેમ હોત ? ભાષા મારી ગુજરાતી છે...

20: Facebook wall નું પણ હવે Newspaper જેવું... વાંચનસામગ્રી ઘણી પણ જીવનઉપયોગી કશું નહી !!

21: મેટાફીઝીકસ  નો નિયમ અંક ९ સ્ત્રીત્વ ને અનુસરે છે જયારે નિયમ અંક  ७ પુરૂષત્વ ને અનુસરે છે. કલા અને સંશોધન  ક્ષેત્રે  જે ભેદ છે એની પાછળ નું એક કારણ.

22: શિરામણ - breakfast માં દહીં, બપોરા  - lunch માં છાશ, વાળુ - Dinner માં દૂધ

23: માનસીક આરોગ્ય મંત્ર; આમાં મારે શું ?. ફે.બુ./વૉ.એ. પર પ્રતિભાવ આપતા પહેલાં ૭ વખત પુનશ્ચરણ.

24: યોગથી આસન... પતંજલિથી આદિનાથશિવ... યોગશાસ્ત્રથી હઠયોગપ્રદિપીકા...  ચિત્તવૃતિના નિગ્રહથી ધનના સંગ્રહ  સુધી, યોગ જ યોગ... યોગ એટલે જોડવું...જીવન એટલે દ્વંદ્વ... જયાં બે છે ત્યાં યોગ છે. અદ્વૈતનો આનંદ... યોગનું સુખ...

35: ઇર્ષાવશ પણ, દાવ એવો રમો કે, જીત થાય કે હાર, 

       શ્રી અને શ્રેય જ મળે.

36: રજૂ કરેલ અભિવ્યક્તિના પડઘા કયાં પડે ?

હૃદયની વિશાળતા સાથે,  અહમ્ ની શૂન્યતા હોય ત્યાં ...

37: હું,  મારા બોલેલાં કે લખેલાં શબ્દો માટે ૧૦૦% જવાબદાર અને સભાન છું ; નહી કે, આપે કરેલ એના અર્થઘટન અને સમજ માટે...

38: ધંધો કે નોકરી ? કમાણી કે પગાર ? વટ કે મજબુરી થી ગુલામી ?સતતઉન્નતિ  કે સંતોષ ના નામે સમાધાન ? દુનિયા સ્વિકારે કે જાતે માની લેવાનું ?  ગુજરાતી નરબંકો ...

39: અભિવ્યક્તિનું માધ્યમ ભાષા છે.

એ માધ્યમ માતૃભાષાથી શ્રેષ્ઠ બીજુ કયું હોઇ શકે ?

અને એ વ્યક્તિની કર્મભૂમિ નક્કી કરતી હોય છે.

40: આપણે  હંમેશા  સાંભળીએ છીએ,

                          "મારો વિશ્વાસ રાખો "

  તાર્કિક રીતે આ બોલનારનું સૌથી મોટું અસત્ય વચન છે.

        જ્ઞાન એટલે કે જાણકારી હોય તો વિશ્વાસ રહે છે.  

      વિશ્વાસ ઉત્પન્ન થવો, એ કર્મ કે ક્રિયાનું પરીણામ છે.

                    અનુભવના અંતે  શ્રધ્ધા  પ્રગટે છે.

        ભાવુકતાથી અંજાઇજવાથી કે  પ્રભાવથી "શ્રધ્ધા" 

પેદા ના થાય, અને જો જબરજસ્તીથી કરાય તો એનું કોઇ વિશેષ ફળદાયી  મુલ્ય નથી હોતું. અંતઃકરણથી તો એ વિષયે, આપણને શંકા રહે છે;  પ્રશ્નો  ઊભા થયા કરે છે.વિશ્વાસ અને શ્રધ્ધા જેના પ્રત્યે સ્વતઃ પ્રગટે છે, તેની  સાથે જ મૈત્રી ગમે એવા સંજોગોમાં શાશ્વત રહે છે.

41: દિવાળીનો પર્વ એટલે પ્રકાશનો ઉત્સવ, ખૂણે-ખાંચરેથી કચરો દૂર કરીને સ્વચ્છતા અને સુઘડતા લાવવાનાં દિવસો, આળસ ખંખેરીને સક્રિય થવાનો અવસર, કેટલીક સ્મૃતિઓ અચાનક સ્મરણમાં આવવાનો કે લાવવાનો સમયગાળો, ઘર, માળીયા કે વ્યવસાયના સ્થળની સાફ-સફાઇ સાથે થોડુંક ધ્યાન આપીને, કૉમ્પ્યુટર કે મોબાઇલની હાર્ડડિસ્કમાં સ્ટોર થયેલ વધારાના ડેટાની પણ સાફ સફાઇ અને વ્યવસ્થિતકરણ થવું જોઇએ ને !?

42: અન્યનો ડર અને ગભરાટ ( મનનો ઉચાટ ) એ અન્ય માટે ધન કમાઇનું સાધન બને છે આ સદીઓથી સાબીત થયેલ તથ્ય છે... કોઇપણ ક્ષેત્રમાં ચિંતન કરી જુઓ... ચિકિત્સાજગત માં તો આના ઉદાહરણ તાજા મળશે એ ઉપરાંત હોમ એપ્લાઇન્સના સાધનો ખોટવાય ત્યારે  રીપેરીંગ કરતી કંપનીના માણસો  આ તથ્યોને અનુસરે છે... અને ઊંડુ ચિંતન કરીએ તો આપણે આપણાં દેવી દેવતાંઓને "અભય વરદ હસ્ત મુદ્રા" માં કલ્પ્યા અને મૂર્તિ ઓ બનાવી... બધાએ આયુધો એમને પકડાવી  દીધા... એટલે અભય મહત્વની વસ્તુ છે... પણ સ્વયં નો... નર્ક ચતુર્દશી ને રૂપ ચતુર્દશી માં બદલાવીએ... અભય થઇએ અને અભય કરીએ...આપણે ત્યાંજ નહિ પણ વિદેશ માં પણ અભય ની ટ્રેનિંગ રૂપે હેલોવીન ડે ની ઉજવણી થાય છે...

43: સો.મી. પર કોઇપણ બિમારીઓ માટે પિરસાતાં ઘરગથ્થું નુસ્ખાઓ, ગરીબની ખીચડી જેવાં છે,.પેટ ભરાયાંઓનો થોડોક સંતોષ પણ શરીરનું પોષણ ના થાય.

44: પાઈ ની પેદાંશ નહી ને, ઘડી ની નવરાશ નહી...Facebook, WhatsApp Users. ધૂળધોયાં Feeling.

45: કેટલીક ખરીદી અને પ્રવૃતિઓની તાતી જીવનજરૂરીયાત હોતી નથી એમ છતાંય માનવ જયારે એ સહજભાવે અને ખુશી ખુશી કરે છે ત્યારે એ એનો "શોખ" ગણાય છે...आखीर शोख बड़ी चीज है ।

46: જાહેરખબર અને કમીશન આપ્યા વિના નવો ધંધો જામતો નથી,  ફે.બુ. ના મિત્રો મફતમાં દમ વગરના ધંધાની જાહેરાતો કર્યા કરે છે, એમને કોણ સમજાવે કે, આ માધ્યમ મિત્રતાનું છે ગોરખધંધા ને ગાળિયાનું નહી !!


બુધવાર, 27 મે, 2020

कोડरुकः ? अशाक भुक् !!!

कोડरुकः कोડरुकः कोડरुकः
हित भुक्
मित भुक्
अ-शाक भुक्

આયુર્વેદના નામે આ જાણીતી બનેલ એક ઉક્તિ છે,
જો કે, આયુર્વેદની આદ્ય સંહિતાગ્રંથો માં કયાંય જોવા મળતી નથી,
આનો પ્રથમ પરીચય પ્રો.વૈદ્ય શ્રી દિલિપ પંડયા સાહેબ લેખીત અને  સરસ્વતી પ્રકાશન, અમદાવાદ ની અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાનની પ્રસ્તાવનામાં થયેલ છે.
(પ્રો.દિલિપ પંડયાસાહેબના પુસ્તકમાં  કાગડો બોલતો લખેલ છે.)

માનનીય  વૈદ્ય શ્રી બાપાલાલ  કૃત અને સુમનપ્રકાશન મુંબઈથી પ્રકાશીત  આરોગ્યશતક પુસ્તકમાં પેજ નંબર 25 પર  જણાવેલ છે કે,
.... કેટલાક अशाक भुक् ની  વાતો કરીને આયુર્વેદના ગુણગાન ગાય છે. ખરી રીતે अशाक भुक्  એ આયુર્વેદની  વાત નથી ; એ તો પ્રબોધચિંતામણી માં કોઇ એ ઘુસાડેલી- ગૂંથેલી વાત છે...
अशाक भुक् નો અર્થ  સંસ્કૃતમાં इषत् अति अल्प એવો થાય છે,  તદ્દન અભાવ એવો તો નહિ જ.
એ દૃષ્ટિએ પણ શાક ઘણાં ઓછાં ખાવાં  જોઇએ.

પ્રબોધચિંતામણી  ગ્રંથ  વિ.સં.૧૪૬૨ માં જૈનમુનિ શ્રી જયશેખર સૂરિ  દ્વારા  લખાયેલ છે, આજથી 612 વર્ષ પહેલાં, જૈનધર્મ પરંપરામાં આરોગ્ય હેતુ ચોમાસામાં શાક ખાવાનો નિષેધ છે તથા કંદમૂળ રૂપે પણ શાક ખાવું નિષેધ છે, જેમાં આયુર્વેદ નો શાસ્ત્રીય દ્રષ્ટિકોણ નો મૂળભૂત સિદ્ધાંત... " ૠતુકાલ સાપેક્ષે જો અગ્નિ મંદ અને આહાર પચવામાં ગુરુ હોય તો आम  અને आमविष જન્ય દોષ થી આરોગ્ય બગડે છે " એ રહેલ છે ઉપરાંત 
આહાર, વિહાર અને સ્વભાવમાં  મિત અને હિતની સાધના જૈનધર્મમાં અનિવાર્ય છે.
એટલે પ્રબોધચિંતામણીમાં મુનિશ્રી એ ઉપરોક્ત  ઉક્તિ  જનકલ્યાણ હેતુ લખેલ હોય એવું લાગે છે...

જામનગરના સુપ્રસિદ્ધ  નાડીવૈદ્ય
શ્રી બાલકૃષ્ણ હિરારામ દવે  લેખીત 
આયુર્વેદના ધરતી અને ધાવણ પુસ્તકના
એક પ્રકરણમાં એમને જણાવેલ કે,

એક ઋષિ નદીએ સ્નાનાદિ કરે છે
ત્યાં એક બગલાનો અવાજ આવે છે ,
कोડरुकः ?
બગલાં તો કોરૂક ...કોરૂક... બોલ્યા કરતાં હોય છે.
પણ ઋષિએ તો સ્વભાવવશ એને શાસ્ત્ર-પ્રશ્ન તરીકે ગણ્યો ;

કોણ અરૂક - રોગ વગરનો- નીરોગી છે ?

એમણે જવાબ આપ્યો,
हित भुकम्  જે પોતાના શરીરને, હિતકર પદાર્થો જ ખાય,
मित भुकम् જે પોતાની અગ્નિને, પ્રમાણસર ખાય,
अ-शाक भुकम् જે શાક ન ખાય અથવા ઓછું ખાય,

એ રોગ વગરનો = अरुकः  નિરોગી રહે છે..

આ સલાહ બારેમાસ માટે સારી છે;
પરંતુ ચોમાસા માટે તો ઉત્તમ છે  અને અનિવાર્ય છે.
રોગનું ઘ૨ આ ઋતુ ગણાય છે વિષમ હવામાન, મળવાળાં દુષિત પાણી અને વાદળાંથી  સૂર્ય ઢંકાયેલો રહેતો હોવાથી અને હવા ભેજથી ભરી હોવાથી જઠરાગ્નિ  પણ મંદ

આ સંજોગોમાં જે કંઈ ખવાય છે  તે જોઇ વિચારીને  જ ખાવું જોઈએ…
પોતાને કેટલી ભૂખ છે, જઠરાગ્નિ કેવો છે અને જમવાનો સમય કયો છે એ જોઈને માપસર જ ખાવુ જોઈએ…

પરંતુ કુદરતી ઉપચારવાળાઓ તો, શાક-ભાજી ખૂબ ખાવાનું કહે છે.
કાચી ભાજી ખૂબ ખાવાનું કહે છે.
ત્યારે " अशाक भुकम् " ની સલાહ વાજબી છે ?
એવો પ્રશ્ન તરત ઊઠશે,
માટે આ સલાહ અંગે વિચાર કરવો પડે એમ છે…

આજનો કુદરતી ઉપચાર ;
પશ્ચિમના દેશોમાંથી આવ્યો છે અને એલોપથી ના વિરોધમાં ઊભો થયો છે, એ ભૂલવું ન જોઈએ…

ત્યાં માંસાહાર બહુ સામાન્ય છે, માંસ ન ખાનારા ઓછાં ,  ત્યારે આપણો આહાર જ વનસ્પતિજન્ય છે.
અમેરિકાના એક ડૉક્ટરે માંસાહાર  અને દારૂ છોડ્યો… એને કેન્સર થયેલું એ પણ મટી ગયું…
એ બતાવે છે કે જેઓ માંસાહારી છે, દારૂ પીનારા છે તેઓ  જો વનસ્પતિજન્ય ખોરાક પર આવી જાય તો એને કેટલો બધો ફાયદો થાય છે ?
આપણે તો વનસ્પત્યાહાર કરનારા જ છીએ…
આપણે એનો અતિરેક થઈ ન જાય તે જોવું જોઈએ શાકભાજીને આયુર્વેદે મલવર્ધક મન્યાં છે.
ચોમાસામાં તો, એના પર જીવજંતુ લાગ્યાં હોય.
એના રસમાં "પાલાર-પાણી" ભર્યા હોય એ વખતે એ ખાવામાં આવે તો મળ બહુ જ વધી જાય, એટલું જ નહિ, ઝાડા અને મરડો પણ થઈ જાય;
માટે ચોમાસાના આરંભમાં તો એ ન જ ખાવાં જોઈએ… ત્યાર પછી પણ ખોરાકમાં એનું પ્રમાણ અલ્પ હોવું જોઈએ…

જગતનો ઇતિહાસ આપણે જોઈશું તો જણાશે કે;
જયાં મોટી નદીઓને કારણે પાણીની પ્રચૂરતા છે…
ખેતી બહુ સારી થાય છે, ત્યાં સંસ્કૃતિઓ વિકસી છે. ગંગા-જમનાનો પ્રદેશ, યુફ્રેટીસ-ટાઇગ્રીસ વચ્ચેનો પ્રદેશ, નાઇલ નદીનો પ્રદેશ, હોંઆંગહો અને પીળી નદી વચ્ચેનો ચીન પ્રદેશ.
એનું કારણ ત્યાં ઘઉં જેવું સારું અનાજ પાકે છે.
એકલાં ફળ-ફૂલ  અને શાકભાજી ૫૨ માણસ નભતો હોય તો એ તો તરત પચી જાય અને બહાર નીકળી જાય. અને માણસ વારંવાર ભૂખ્યો થયા કરે.
ખાવામાંથી જ નવરો જ ન થાય
સંસ્કૃતિનું મૂળ, સાંસ્કૃતિક પુરુષાર્થ છે.
એ વધારાના પુરુષાર્થ માટે એની પાસે સમય જ રહે નહી.

જેઓ માંસાહારી છે એમને માંસ મેળવવા માટે શિકાર માટે રખડવું પડતું ઉપરાંત માંસ ભારે ખોરાક છે. માંસાહારી પ્રાણીઓ પણ મારણ-ખાધા પછી ઘોરે છે. માણસને પણ માંસાહાર પચાવવા માટે શરીરની ઘણી શક્તિ ખર્ચાવા દેવી  પડે છે.

ઘઉંનો આહાર એવો છે કે ફળ-ફુલ કે શાકભાજીની જેમ ઝટ પચી જાય અને તરત ભૂખ લાગે એમ ન થતાં એનો આહાર રહે, શક્તિ રહે, અને છતાં એને પચાવવા માટે શરીરની શક્તિની બહુ જરૂર ન રહે.
એથી સાંસ્કૃતિક પુરૂષાર્થ ઘણો થઈ શકે.

ઘઉં, બાજરો વગેરે અનાજનો આહાર સમતોલ છે.
વધારે પોષણ જેટલું જરૂરી છે તેટલું દૂધમાંથી મળી રહે છે, જયાં દૂધ નથી, ઘઉં પણ નથી. માત્ર ચોખા છે ત્યાં મચ્છી કે માંસ  ખાવુ જ પડે છે. આપણે ત્યાં ઘઉં, જુવાર પૂરતાં થાય છે. દૂધ પણ મળે છે, છતાં શાકભાજીની જરૂર જ નથી એમ ન કહેવાય.
કારણ કે આજે આપણે જે અનાજ ચક્કીમાં દળાવી એ છીએ તેમાં અનાજનું સત્વ બળી જાય છે. ઘણા ગરીબ લોકોને તો અનાજ પણ સડી ગયેલું. સત્વ વગરનું ખાવું પડે છે. અને દૂધ પણ બધાને પૂરતું મળી શકતું નથી ત્યારે એનું સત્વ પૂરૂં પાડનાર પદાર્થ ફળો છે.
પણ ફળ કંઈ સસ્તાં નથી.
ગરીબોને એ પણ ન પરવડે અને ફળની પેદાશ પણ આપણે ત્યાં બહુ ઓછી છે.
શાકભાજી પ્રચૂર પ્રમાણમાં મળી શકે છે આથી એનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ.
શાકભાજીના સૂપ ફ્ળોના રસની ગરજ સારે છે.
તાજાં શાક્ભાજીનાં રસ પાચક રસોની અને વિટામિન તથા ખનીજો ની પૂર્તિ કરે છે તો એનો ઉપયોગ ખોરાકમાં કરવો જ જોઈએ;
પરંતુ મર્યાદામાં રહીને ઉપયોગ કરવો જોઈએ અને ચોમાસામાં એનો ઉપયોગ અત્યંત ઓછો કરવો જોઈએ જૈન દર્શને અહિંસાની દષ્ટિએ એ. વાત કહી છે. પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ આ વાત એટલી જ સાચી છે.

(આયુર્વેદની ધરતી અને ધાવણ પુસ્તકમાંથી,
લેખકઃ વૈદ્ય શ્રી બાલકૃષ્ણ હરિરામ દવે.)

શુક્રવાર, 4 ઑક્ટોબર, 2019

આપણે  હંમેશા સાંભળતાં આવ્યા છીએ કે,
"મારો વિશ્વાસ રાખો"
તાર્કિક રીતે આ બોલનારનું સૌથી મોટું અસત્ય વચન છે.
જ્ઞાન - જાણકારી હોય તો, જ વિશ્વાસ પેદાંથાય છે.  વિશ્વાસ ઉત્પન્ન થવો, 
એ કર્મ કે ક્રિયાનું પરીણામ છે.
વ્યક્તિગત અનુભવના અંતે જ શ્રધ્ધા  પ્રગટે છે.
ભાવુકતાથી અંજાઇ જવાથી કે પ્રભાવથી "શ્રધ્ધા" પેદા ના થાય, અને આવી રીતે પ્રભાવથી પરાણે ઉત્પન્ન થઇ આવે તો એનું કોઇ વિશેષ ફળદાયી મુલ્ય હંમેશા નથી રહેતુ. 
અંતઃકરણથી તો એ બાબતે, 
આપણને હંમેશા શંકા રહે છે;  
પ્રશ્નો  ઊભા થયા કરે છે.
વિશ્વાસ કે શ્રધ્ધા જેના પ્રત્યે સ્વતઃ પ્રગટે છે,
તેની સાથે જ મૈત્રી ગમે એવા સંજોગોમાં શાશ્વત રહે છે.

બુધવાર, 2 ઑક્ટોબર, 2019

श्री सुभाष वाणी ११

लाइपोमा व वेजाइनल वार्टस   

मेदोरोग पर MD में हमने थीसिस लिखी थी तो कई सिद्धान्त स्थापित किये थे जिसमें शरीर में होने वाली मेदोज ग्रन्थियों को स्थानिक मेदोरोग माना था और इनकी चिकित्सा में विभिन्न प्रयोग की संभावनायें बनाई थी जिसे हम अब अपनी practice में प्रयोग करते हैं तो आशातीत सफलता मिलती है। इस प्रकार की मेदोज ग्रन्थियों में चिकित्सक आरोग्यवर्धिनी और कांचनार गुग्गलु का प्रयोग करते तो हैं पर उन्हे अधिक सफलता नही मिलती। अगर आप भी इस प्रकार के रोगी लें तो उनकी चिकित्सा में क्षार का प्रयोग अवश्य करें , हमारे बहुत से रोगी स्वस्थ होने पर परिचितों से कहते हैं कि वैद्यराज जी ने तो औषधियों से ही हमारी surgery कर दी।

इस प्रकार की ग्रन्थियों को समाप्त करने के लिये उष्ण तीक्ष्ण लघु रूक्ष दहन छेदन भेदन कर्षण लेखन द्रव्यों की आवश्यकता होती है जो हमें क्षार में मिलते है और इसकी चिकित्सा का सूत्र हमें चरक संहिता से ही मिला था ...

तीक्ष्णोष्णो लघुरूक्ष्ष्च क्लेदी पक्ता विदारणा:, दाहनो दीपश्च्छेता सर्व: क्षारोऽग्निसन्निभ :। च सू ।

कांचनार यवकुट 10 gm क्वाथ विधि से बनाये सुखोष्ण होने पर 500 mg शुद्ध नवसार और 2-3 gm यवक्षार, 1 gm सर्जिका क्षार मिलाकर प्रात: सांय दें, इनके साथ ही आरोग्य वर्धिनी 1-1 gm bd, कांचनार गुग्गलु 2 bd, नित्यानंद रस 2 bd दे ।

अतिरिक्त भेदन कर्म के लिये कुटकी चूर्ण 3 gm हरीतकी चूर्ण 3 gm सांय लगभग 6 बजे दें।
मधुर स्निग्ध गुरू पदार्थ अपथ्य है और पथ्य में औषध सिद्ध द्रव्यों से लघुता लाये, जैसे मूंग मसूर दाल यूष, यव + चना मिश्रित चपाती, पंचकोल मिश्रित कृशरा, लौकी, तोरई, ग्वार की फली का अधिक प्रयोग ।
जामनगर में हमें सिखाया गया कि, आरोग्य वर्धिनी और पुनर्नवा मंडूर की मात्रा 1-1 gm तीन बार दें तो निश्चित सफलता मिलेगी और मिलती है।
पुनर्नवा मण्डुर मे करीब करीब 70 प्रतिशत मण्डूर भस्म होती है। इसमे कुल 23 काष्ठ औषधी होती है और इन सब औषधियों के 2 गुनी मण्डूर भस्म होती है। गोमूत्र 8 गुणा  लेकर मण्डुर भस्म को गौमूत्र मे पकाकर 1/4 शेष रख पश्चात काष्ठ औषधी चुर्ण मिलाकर गोलीया बनाई जाती हैं। पुनर्नवा मण्डुर यह 1gm × 3 बार देने पर ,लोह या मण्डुर भस्म यह करीब करीब 1.5 to 2 gm तक हम बिना किसी डर और उपद्रव के दे सकते है।
1.5 gm  आ.वर्धिनी 3 बार देते हैं ये सत्य है, आप देखेंगे कि कोई हानि नही है आत्मविश्वास बढ़ता है और सान्निध्य में रह कर ये पता चल जाता है कि यदि कभी किसी रोगी को इसके कारण gripping pain या अति मल आ भी जाये तो वह किस प्रकार सरलता से मैनेज हो जाता है।


veginal warts की चिकित्सा में चार सिद्धान्त प्रयोग होते है, औषध ( ब्राह्य योनि प्रक्षालन एवं आभ्यंतर औषध प्रयोग) , क्षार कर्म , अग्नि कर्म एवं शस्त्र कर्म।

vagina wash के लिये स्फटिका जल अति उत्तम कार्य करता है , श्वेत प्रदर में पहली बार से लाभ मिलना आरंभ हो जाता है , दिन में 2 बार पर्याप्त है और योनि दौर्गन्ध्य की श्रेष्ठ औषध हम मानते है,
कासीसादि तैल में स्फटिका भस्म मिलाकर दे, ये शुष्कार्श, रक्तार्श और  vaginal warts में हमारा scecret formula है।


चिकित्सा करे या ना करे यह आशंकित हो के सोचने की नही, पर  करने की चीज है, जो भी  हम लिखते हैं वो हमारा अब 36 yrs. experience with evidence देते है, आंख बंद कर के भी प्रयोग करेंगे तो result जरूर मिलेगा, निर्भयता के साथ कर के देखिये आनंद मिलेगा।

श्री सुभाष वाणी १०

वैद्य सुभाष शर्मा: case presentaion -
मूत्रवाही स्रोतोदुष्टि ( prostatomegaly) की आशुकारी आयुर्वेदीय चिकित्सा व्यवस्था।

शकृन्मार्गस्य बस्तेश्च वायुरन्तरमाश्रित:।अष्ठीलाभं घनं ग्रन्थिं करेत्यचलमुन्नतम्। वाताष्ठीलेऽति साऽऽध्मानतविण्मूत्रानिलसंगकृत।।अ ह नि 9/23
अर्थात मल तथा मूत्रमार्ग मध्य स्थित अपानवायु पत्थर ढेला सदृश स्थिर ऊंची ग्रन्थि बना देता है, जिससे उदर आध्मान,मल,मूत्र, अपान वात प्रवृत्ति में बाधा उत्पन्न होती है।

चरक अनुसार ‘मूत्रकृच्छ: स य: कृच्छ्रान्मूत्रयेद्..’ अर्थात कष्ट पूर्वक मूत्र त्याग करता है और मूत्राघात पर विजयरक्षितजी की टीका माधव निदान में कहा है ‘मूत्रकृच्छ मूत्राघात तयोश्चायं विशेष: मूत्रकृच्छ्रे।
कृच्छ्रलमतिशयितं ईषद विबन्ध: मूत्राघाते कु विबन्धो बलवानं कृच्छ्रत्वमल्पमिति
अर्थात मूत्रकृच्छ्र में मूत्र कष्ट पूर्वक होता है पर मूत्राघात में आता ही नही

शास्त्र से सूत्र मिले हमने उनका विस्तार कर रोगी में prostate enlargement के सम्प्राप्ति घटक बनाये और चिकित्सा सूत्र निर्धारित कर औषध दी तो परिणाम आशा से अधिक मिले।

enlargement of prostate की चिकित्सा प्राय: 3-6 महीने तक चलती है और पूर्ण लाभ मिल जाता है, पर इस रोगी में हमने गंभीर चिन्तन कर के जो सम्प्राप्ति विघटन किया तो मात्र 28 दिन में ही रोगी स्वस्थ हो गया और rt. ureter की 11.4 mm अश्मरी को भी शरीर से बिना किसी उपद्रव या अश्मरी जन्य शूल के बाहर कर दिया।

male/age 53 yrs/ farmer
chief complaints - पुन: पुन: मूत्र प्रवृत्ति, रात्रि में 4-5 बार मूत्र त्याग, मूत्र अल्प एवं बूंद बूंद कर आना, रात्रि जागरण से शिरो गुरूता एवं अंग साद, विबंध, आध्मान, CA prostate जन्य भय, कदाचित उदर अधोभाग रूजा।

History of present illness - रोगी को तीन वर्ष से प्रोस्टेट की व्याधि के लक्षण थे जिसकी शल्य क्रिया जनवरी 2018 में की गई थी और पुन: व्याधि लक्षण होने पर अगस्त 2018 में enlarged prostate मिली।

History of past illness - कई वर्ष पूर्व मदात्यय जन्य कामला, जीर्ण कास,युवावस्था से विबंध।

Family History - संधिवात
नाड़ी - वात पित्त, व्यायाम - 30 मिनट भ्रमण,व्यसन - पूर्व में मद्यपान और अब बीड़ी सेवन, त्वक - रूक्ष,मल - विबंध,मूत्र - अल्प एवं अवरोध युक्त, स्वेद - अभाव।
उदर परीक्षण - अधोभाग में दबाने पर वेदना।

सम्प्राप्ति घटक -
दोष - अपान समान वात,पाचक पित्त, क्लेदक कफ
दूष्य - रस,पुरीष और मूत्र
स्रोतस - रस, मूत्र और पुरीषवाही
स्रोतो दुष्टि - संग
उद्भव स्थान - आमाश्य
रोगधिष्ठान - पक्वाश्य
साध्यासाध्यता - कृच्छ साध्य

चिकित्सा सूत्र - पाचन, अनुलोमन, मूत्र शोधन ( मूत्र reaction acidic ना हो इसलिये), शोथध्न, भेदन, मूत्र विरेचन और आवश्यकता पड़ने पर शूलशमन ( इसकी आवश्यकती ही नही पड़ी)

औषध ...
पाषाण भेद,पुनर्नवा,वरूण और गोखरू 100-100 gm यवकुट, इसमें से 10 gm प्रात: 10 gm सांय ले कर क्वाथ बनाकर उसमें लगभग 3 gm सर्जिका क्षार एवं 1 gm हजरूल यहूद भस्म मिलाकर खाली पेट दिया।

गोक्षुरादि गुग्गलु 3-3
कुटकी चूर्ण + हरीतकी चूर्ण 2-2 gm सांय भोजन से आधा घंटा पूर्व।
भोजन के आधा घंटा बाद शिवक्षार पाचन 3 gm+ शुद्ध नौसादर 500 mg+ यवक्षार 2 gm उष्णोदक से*
नित्यानंद रस 2-2
कांचनार गुग्गलु 2-2

अपथ्य - तिल,पालक,टमाटर,बैंगन,अचार,उष्ण तीक्ष्ण पदार्थ, चना,मैदा,अधिक स्निग्ध तैलीय पदार्थ।
पथ्य - प्रतिदिन 1-2 मूली,तोरई,यव का सत्तू, fresh खीरा,लौकी आदि।

चिकित्सा आरंभ की गई 29 अगस्त 2019 से, रोगी के पास usg report थी 25-9-18 की,हमने उसे नया usg कपाने के लिये कहा तो वह भयभीत था कि कहीं कैंसर ना बन गया हो क्योंकि जनवरी में sugery हो चुकी थी।

usg report इस प्रकार रही ...
24-8-18 -- RK middle calyx calculus 15 mm
RT ureter calculus 11.4 mm
PROSTATE - 48/44/38 mm
wt. 39.34 gm
----------------------------------------
25-9-19
RK calculus - 11.6 mm
ureter - no calculus
PROSTATE - 29/33/21 mm
wt. 15 gm
( size & wt. normal मिला)
------------------------------------
कुल चिकित्सा अवधि 28 दिन की रही जिसमें prostate का size,weight तो normal आया ही और 11.4 mm ureter calculus से भी मुक्ति मिली।रोगी का कैंसर भय दूर करने के लिये हमने PSA भी test करा दिया जो within normal range मिला।

संजीवनी में भल्लातक है, इसलिए वह आग्नेय,उष्ण तीक्ष्ण है। रूग्ण का urine alb ++++ और  s. cr increased हो तो  कभी भी इसे देने की गलती ना करे।

श्री सुभाष वाणी ९

58-60 वर्ष तक हम स्त्रियों के आर्तव ला देते है जिन्हे 32-35 वर्ष की आयु में ही रजोवरोध हो चुका होता है।

न्याय शास्त्र का एक सिद्धान्त है 'यद् पिण्डे तत्ब्रह्माण्डे'
और  'कालबुद्धिन्द्रियार्थानां योगो मिथ्या न चाति च... च सू 1/54 चरकानुसार काल का अति,मिथ्या या हीन रोग भी रोग का मूल कारण है और इसकी चिकित्सा ' विपरीतगुणैर्देशमात्राकालोपपादितै:...' च सू 1/62 अर्थात देश (जांगल आनूप शीत उष्णादि) ,मात्रा (अग्नि,अवस्था और बलागि) और काल के विपरीत गुण वाले औषध योगों से साध्य रोगों से निवृत्ति होती है।

आर्तवकाल 48-50 वर्ष तक है, यह अवस्था रोग ना मान कर काल का हीन योग माने जिसका कारण स्वभाव जैसे माता को भी early manopause होना,आहार -विहार, दिनचर्या से धातु क्षय हो कर वात वृद्धि, कुछ औषध सेवन जिनसे आर्तव काल के काल का विपर्यय आदि है।

इस अवस्था को त्रिदोषज व्याधि मान कर चले जो वात प्रधान त्रिदोषज है।अपान और व्यान वायु,पाचक पित्त और आम की उत्पत्ति होने पर क्लेदक कफ को भी मान कर चलें।इसमें रस-रक्त उपधातु आर्तव दूष्य है,रस वाही और आर्तववाही स्रोतस की संग दुष्टि ले कर चले।

चिकित्सा के लिये इसे चिकित्सा ना मान कर correction कहे और धैर्य के साथ plan of work बनाये ।पुराने समय में जब वर्षा नही होती थी तो यज्ञ करते थे क्योंकि ये काल का हीन योग है, यहां पिण्ड ब्रहमाण्ड न्यायानुसार आर्तव काल का हीन योग है, इस शरीर में भी हमे यज्ञ के लिये दो चीज चाहिये घृत एवं अग्नि , घृत अग्निदीपक है और सामग्री वो जो अग्नि की तरह उष्ण तीक्ष्ण होकर संग दोष का भेदन करे।धातुक्षय अर्थात aging disorder की स्थिति है तो आम दोष दूर करना,रसायन,बल्य,अनुलोमन,वात शमन के साथ पित्त कफ की balancing ,प्रजास्थापन,शुक्रल और बृहंण के साथ मेध्य द्रव्य , मगर उस से पहले निदान परिवर्जन और दिनचर्या का पालन।

ये सब जो हमने आपको लिखा ये इस प्रकार से मिलेगा..

कम से कम 2 महीने तक शतावरी घृत अगर जरूर दें साथ ही शतावरी,खर्जूर (dates),सारिवा ( आचार्य गिरिराज जी ने बताया था इसमें natural steroids है और अपनी practice में हमने सही पाया), बला और बीच बीच में गुडूची, ये  रस-रक्त वाही स्रोतस के लिये रसायन है और शतावरी तो आर्तववाही स्रोतस के लिये भी,नवायस लौह 500 mg bd देते रहे।

दो महीने बाद अग्नितुण्डी वटी 1-1 , रज:प्रवर्तिनी 1-1 gm tds, एलुवा 1 gm उलट कंबल 1 gm और हरमल बीज 1 gm दिन में दो बार उष्णोदक से दे ,आरोग्यवर्धिनी 1 gm bd, ये दो महीने निरंतर दे ये चार महीने का चिकित्सा क्रम है , हमें निरंतर report देते रहे ।


ग्रुप में हम कूष्मांड स्वरस के प्रयोग पर बहुत लिखते रहे है कि ये किसी भी allopathic antacid से कहीं अधिक उत्तम है अगर विधि पूर्वक दिया जाये, इसी प्रकार आमलकी स्वरस, मधुयष्ठी प्रयोग पर भी विद्वान अपने अनुभव देते ही रहते है, नीचे article पढ़कर आप शायद समझ जायें कि अब समय आ गया है कि प्रवाल पंचामृत, कामदुधा, यष्टिमधु,आमलकी आदि का युग ही चलेगा...




બુધવાર, 25 સપ્ટેમ્બર, 2019

1/B


एषः  आयुर्वेदोपनिषद  - २

हित अहितम् सुखम् दुःखम् आयुः तस्य ।
हित अहितम् मानम् च तत् च यत्र उक्तम् आयुर्वेदः स उच्यते।।
જીવન માટે જે  હિતકર અને અહિતકર છે તથા સુખકર અને દુઃખકર છે... 
એ ( હેતુઓ ને ) માટે જ્યાં હિતકર અને અહિતકર દ્રવ્યો ને માન સહિત (કર્માભ્યાસ જન્ય ચિંતન થી તોળી - તોળીને ) કહ્યાં છે તેને આયુર્વેદ કહે છે...
शरीर इन्द्रिय सत्वम् आत्मसंयोगो  धारि जीवितम्।
नित्यगः च अनुबंधः च पर्यायैः आयुः उच्यते।।
શરીર,ઇન્દ્રિય,સત્વ,અને આત્મા ના સંયોગ ને ધારણ કરનાર, જીવિત...
नित्यग અને અનુબંધ એ આયુ ના પર્યાય  કહેવાય  છે...
तस्य *आयुषः* =જીવન ના पुण्यतमो वेदो *वेदविदां* = વેદાભ્યાસુ  मतः।
 *वक्ष्यते* =કહેવાયછેકે यत् मनुष्याणाम् लोकः उभयोः *हितम्*।।=કલ્યાણકારી
વેદો ના જાણકાર નો મત...
તે જીવનનોવેદ  સૌથી વધારે પવિત્ર = પુણ્યશાળી છે.
કહેવાય છે કે તે મનુષ્યો ઓનું બંન્ને લોકમાં કલ્યાણ કરે છે..
सर्वदा=હંમેશા सर्वभावानाम् सामान्यम् वृद्धि कारणम्।।
ह्रासहेतुः विशेषः च प्रवृतिः उभयस्य तु।।
હંમેશા સર્વભાવો ની વૃદ્ધિ થવા નુ કારણ એ બેઉની વચ્ચે રહેલ સામાનતા  તથા હ્રાસ થવાનો હેતું  વિશેષતા છે...
सामान्यम् एकत्वकरम् विशेष् अस्तु पृथ्कत्व कृत्।
तुल्य अर्थता हि सामान्यम् विशेष् अस्तु  *विपर्यय* ।।=અસમાનતા
સરખાપણુ  ભેગાંકરે છે... અનોખાપણું  જુદાં પાડે છે...
સમાનતા નો અર્થ સામાન્ય છે... અસમાનતા એ વિશેષ = અનોખાપણું  છે..
 *सत्वम्* = મન आत्मा शरीरम् च त्रयम् एतत् त्रिदंडवत्।।
 *लोकः* દુનિયામાં  *तिष्ठति*= સ્થિર ઊભાં રહેવું  संयोगात् तत्र सर्व *प्रतिष्ठित* ।। ખ્યાતિપ્રાપ્ત હોવુ
મન, આત્મા અને શરીર  એ ત્રણેય પાયા જેવા છે...આ દુનિયા નું બધું  એ ત્રણેય ના સંયોગ માં ટકી રહેલું  છે..
 स पुमानः चेतनम् तत् च तेन् *अधिकरणम्* =આશ્રય *स्मृतम्* । યાદઆવતાં
वेदस्य अस्य तत् अर्थम् हि वेदो अयम् स प्रकाशितम् ।।
તે પુરૂષ... ચેતન છે.
તેને આ વેદ અર્થ સહિત જાણવો જરૂરી છે; એવું સ્મરણ થતાં આ વેદ ને પ્રકાશીત કર્યો છે..
 *ख*=આકાશ आदीनी आत्मा मनः कालो दिशः च द्रव्यसंग्रहः।
स इन्द्रियम् चेतनम् द्रव्यम् निरिन्द्रियम् अचेतनम्।।
આકાશ વિગેરે (પંચમહાભૂત) અને આત્મા, મન, કાળ, દિશા એ દ્રવ્યસંગ્રહ  ઇન્દ્રિયો સાથે ચેતનદ્રવ્ય છે... ઇન્દ્રિયરહિત  અચેતન છે...
स अर्था गुरूः आदि बुद्धिः प्रयत्न अन्ताः पर आदिः गुणाः प्र उक्तः
 તે (ઇન્દ્રિય)ઓના અર્થ સાથે...
ગુરૂ વિગેરે...,
બુદ્ધિ થી પ્રયત્ન સુધીના...,
પર વિગેરે...
ગુણો ને કહ્યાં છે..
प्रयत्नादि कर्म चेष्टितम् उच्यते।
પ્રયત્ન થી કરવામાં આવતુ કર્મ ને ચેષ્ટા  કહે છે...
समवायो अपृथग्भावो भूमि आदिनां गुणैः मतः।
स नित्यो यत्र हि द्रव्यम् न तत्र नियतो गुणः।।
ભુમી(પૃથ્વી) આદી દ્રવ્યોના ગુણોની સાથે અપૃથ્કભાવ એટલે કે એકત્વરૂપ જે સંબંધ છે તે સમવાય ...
એ સમવાય નિત્ય છે...
જયાં દ્રવ્ય હોય છે ત્યાં  ગુણ અનિયત હોતો નથી

 *સમજૂતી*
              પૃથ્વી દ્રવ્ય છે તો ગુરૂ એનો ગુણ છે...  દ્રવ્ય અને ગુણ એકબીજા માટે સમવાય રહે છે ... જે ગુરૂ છે એ પૃથ્વી મહાભૂત ની અધિક્તા  ધરાવે છે... અને જે પૃથ્વી મહાભૂત  ની અધિક્તા ધરાવે છે એ ગુરૂ  હોય છે... એમ દરેક દ્રવ્ય પોતાના ગુણો ને છોડતું  નથી ...

यत्र आश्रिताः कर्मगुणाः कारणम् समवायि यत्।
तद् द्रव्यम् समवायी तु *निश्चेष्टः* =કર્મ ના કરનાર कारणम् गुणः।।

જેમાં કર્મ-ગુણ આશ્રિત હોય એવું સમવાયી કારણ  તે *દ્રવ્ય...*
જે સમવાયી હોય અને કર્મ ના કરતુ હોય તે *ગુણ*

संयोगे च विभागे च कारणम् द्रव्यम् आश्रितम्।
कर्तव्यस्य क्रिया कर्म कर्म न अन्यत् अपेक्षेत।।

જે
○જોડવામાં અને જુદા કરવામાં કારણરૂપ હોય...
○દ્રવ્ય ને આશ્રિત હોય...
○કર્તવ્ય ની ક્રિયારૂપ હોય...
એ કર્મ છે...
કર્મ  એ બીજા ની અપેક્ષા રાખતું  નથી...
इति उक्तं कारणम् कार्ये धातुसाम्यम् *इह* = હવે उच्यते।
धातुसाम्यक्रिया प्रोक्ता तन्त्रस्य अस्य प्रयोजनम्।।
આ પ્રમાણે કારણો  કહ્યાં...
હવે ધાતુસામ્ય કાર્ય કહેવાશે...
ધાતુસામ્યક્રિયા કહેવી  એ આ
તંત્રનું પ્રયોજન છે...
काल बुद्धि इन्द्रियार्थनाम् योगो मिथ्या न च अति च।
द्वय आश्रयाणाम् व्याधिनाम् त्रिविधो हेतु संग्रह।।
સમયકાળ, બુદ્ધિ  અને ઈન્દ્રિયોનાવિષયો  નો *મિથ્યાયોગ* અથવા  *અયોગ* અથવા  *અતિયોગ* ... બે ( શરીર અને મન ) નો આશ્રયકરતાં  રોગો નો ત્રણ પ્રકાર  ના આ...(હિન મિથ્યા અને અતિયોગ) ... કારણોનોસંગ્રહ છે...
शरीरम् सत्वसज्ञम् च व्याधीनाम् आश्रयो मतः।
तथा सुखानाम् योगः तु सुखानाम् कारणम्  समः।।
શરીર અને સત્વસંજ્ઞ=મન વ્યાધિઓ તથા સુખ નું આશ્રય છે એવો મત છે...
( સમયકાળ, બુદ્ધિ  અને ઈન્દ્રિયોનાવિષયો  નો) યોગ સમ=ઉચિત થાય તો બધા સુખનું કારણ બને છે...
निर्विकार *परस्त्व* બધાથીપર/ અતિસુક્ષ્મ  आत्मा सत्व भूत गुणे इन्द्रियैः चैतन्ये कारणम् नित्यो द्रष्टा पश्यति हि क्रियाः ।।
બધા થી પર નિર્વિકાર આત્મા...
સત્વ, મહાભૂત,  ગુ

સત્વ, મહાભૂત, ગુણો, ઇન્દ્રિયો સાથે સંબંધ પામી ચેતન્ય બને છે...
તે નિત્ય=અવિનાશી...
સાક્ષી બની ને ક્રિયાઓને  જોયા જ કરે છે...

एषः आयुर्वेदोपनिषद - 3

वायुः पितम् कफः च उक्तः शारीरो दोषसंग्रह।
વાયુ પિત્ત અને કફ એ શરીર સબંધી દોષસંગ્રહ કહેવાય છે ..
मानसः पुनः उदिष्ट = કહેવું रजः च तम एव च।
અને ફરી  માનસ ;  રજસ્  અને તમસ્  કહ્યાં છે...

प्रशाम्यति औषधैः पूर्वौ दैव युक्ति व्यापाश्रयैः।
પહેલાં  કહ્યાં  એ.. (શારીરિક દોષો) ઔષધ, દૈવ(નસીબજોગે કાળક્રમે ), અને યુક્તિ ના આશ્રય થી પ્રશમન  થાય છે...

मानसो ज्ञान विज्ञान धैर्य स्मृति  समाधिभि:
માનસીક...આત્મજ્ઞાન , પ્રયોગાત્મકનિષ્કર્ષ થી આવેલ જાણકારી થી, ધીરજ થી, સ્મૃતિ અને સમાધિ ( મોહ રહિત થઇ ને  પોતાના માં જ સ્થિર થવા)થી... તદ્દન શાંત થાય છે...

रूक्षः शीतो लघुः सूक्ष्मः चलः अथ= આ  विशदः खरः।
विपरीत गुणैः द्रव्यैः मारूत सम्=સારીરીતે  प्रशाम्यति (પ્ર=વિશેષતા દર્શાવવા વપરાતો શબ્દ)

રૂક્ષ, શીત, લઘુ(હલકું), સુક્ષ્મ, ચલ, વિશદ(ચિકાશવિનાનું), ખર (કઠોર) આ ગુણ થી વિપરીત ગુણવાળા દ્રવ્યો મારુત= વાયુ નું સમ્ = સારીરીતે સંપૂર્ણ  શમન કરે છે..

सस्नेहम् उष्णम् तीक्ष्णम् च द्रवम् अम्लम् सरम् कटु विपरीतगुणैः पित्तम् द्रव्यैः आशु प्रशाम्यति।।

સસ્નેહ, ઉષ્ણ, તીક્ષ્ણ, દ્રવ, ખાટું,  સર  (લચકાપડેતેવું સરકી જનાર), તીખું, ગુણો થી વિપરીત  નું દ્રવ્ય પિત્ત નું જલદી થી સારીરીતે શમન  કરે છે....

गुरू शीत मृदु स्निग्ध मधुर स्थिर पिच्छिलाः श्लेष्मणः प्रशमम् यान्ति विपरीतगुणैः  गुणाः।।

ગુરૂ, શિત, મૃદુ, સ્નિગ્ધ, મધુર સ્થિર ,પિચ્છિલ(તાંતણા થાય એવું ચિકાશયુક્ત) ગુણો થી વિપરીત દ્રવ્ય શ્લેષ્મ (કફ) નું સારીરીતે શમન કરે છે ...

विपरीतगुणैः देश मात्रा काल उपपादितैः = જોઇવિચારીનેયોજવા
भैषजम् विनिवर्तन्ते=મટે જ છે विकाराः साध्यम् असमता=ગણાયેલાં साधनम् न तुः असाध्यानां  व्याधिनाम् उपदिश्यते = નિર્દેશેલ

• વિપરીત ગુણોનો
• દેશ
• માત્રા
• કાલ
ને જોઇ વિચાર કરીને યોજાયેલ ઔષધ થી સાધ્ય કહેવાયેલ વિકારો મટે જ છે...
અસાધ્ય વ્યાધિઓના સાધન= ઉપાય  બતાવેલાં નથી.

रसाना=જીહ્વા  अर्थो = વિષય  रसः तस्य द्रव्यम् आपः=જળ क्षितिः= પૃથ્વી तथा निवृतौ = ઉત્પત્તિમાં च विशेषे = ભેદપ્રકાર  च प्रत्ययाः=નિમિત્ત खः आदि त्रयः ।।

•જીભ નો વિષય રસ છે...
•તે (રસ)નું આધારભૂત દ્રવ્ય જળ તથા પૃથ્વી મહાભૂત  છે...
•અને તે રસ  ના પ્રકાર - ભેદ થવા માં આકાશ વિગેરે ત્રણ મહાભૂત નિમિત્ત  હોય છે..

स्वादुः अम्लः अथ लवणः कटुकः तिक्त एव च कषाय च इति षटकोः  अयम्= આમને रसनाम् संग्रहः स्मृतः।
સ્વાદુ(સ્વાદિષ્ટમધુર); ખાટો, ખારો, તીખો, કડવો અને તૂરો આ છયે  રસ નો સંગ્રહ છે એને યાદ રાખવું...
स्वादुअम्ललवणा वायुम्   कटुकः कषायस्वादुतिक्तकाः जयन्ति पित्तम् श्लेषमाणम्  कषायकटुतिक्तकाः
સ્વાદુ=ગળ્યો,ખાટો,ખારો વાયુને
તૂરો,ગળ્યો,કડવો  પિત્તને
તુરો,તીખો,કડવો કફને જીતે છે..

कटु अम्ल लवणा पित्तम्  स्वादु  अम्ल लवणाः कफम्  कटु तिक्त कषायाः च कोपयन्ति समीरणम्।।

તીખો,ખાટો,ખારો પિત્તને,
ગળ્યો,ખાટો,ખારો કફને,
અને તીખો,કડવો,તુરો સમીર = વાયુ ને કોપાવે છે...

भूयः च आतो यथा द्रव्यम् गुण कर्म प्रः अवक्ष्महे
આનાથી પણ વધારે દ્રવ્યો ના ગુણ કર્મો  અમારા થી કહેવાશે...
किंचित् दोषप्रशमनम् किंचित् धातुप्रदुषणम्  स्वस्थवृतः उतमम् किंचित् त्रिविधं द्रव्यम् उच्यते।।

કેટલાક દોષો નું શમન કરે છે.
કેટલાક સ્વસ્થવૃત માટે ઉત્તમ છે.
કેટલાક ધાતુઓ ને પ્રદુષિત કરે છે
એમ ત્રણ પ્રકાર ના દ્રવ્યો કહેવાય છે...
तत् पुनः त्रिविधम् प्रोक्तम् जङ्गम् उद्भिद् पार्थिवम्।
તેના ફરીથી ત્રણ જુદાં પ્રકાર  કહ્યાં છે.. જંગમ, ઉદ્ભિદ ,પાર્થિવ..  .

मधूनि=મધ गौरसाः पित्तम् वसा मज्जाः असृक् = લોહી आमिषम्=માંસ विट्=મળ मूत्र चर्म रेतः=વીર્ય अस्थि स्नायुः शृङ्ग =શિંગડા नखाः खुराः जङ्गमेभ्यः  प्रयुज्यन्ते केशा लोमानि रोचनाः ગોરોચન...

જંગમ(પ્રાણીજ)દ્રવ્યો મધ થી ગોરોચન સુધી ના પ્રયોજવામાં આવે છે..
सुवर्णम् स मलाः મંડુર  पंच लोहाः स सिकताः= રેતી  सुधा= ચુનો मनःशिल आले=હરતાલ मणयो= રત્નો - કિંમતી પથ્થરો  लवणम् गैरीक अंजने भौमम् औषधम् उदिष्टम् =દર્શાવેલ છે..

પંચ લોહ = ચાંદી, તાંબુ, કલાઇ, સીસું અને લોહ...

उद्भिदम् (જમીન ફાડી ને બહાર આવનાર) तु चतुः विधम् वनस्पतिः तथा वीरूध वानस्पत्यः तथा औषधिः ।।
ઉદ્ભિદ તો ચાર પ્રકાર ના છે...
•વનસ્પતિ
•વિરુધઃ
• વાનસ્પતય
• ઔષધી
फलैः वनस्पतिः पुष्पैः वानस्पत्यः फलैः अपि औषध्यः फलपाकान्ताः प्रतानैः =તાંતણા વડે ફેલાતી र्वीरूधः स्मृताः।।

•સીધા ફળ આવે એ વનસ્પતિ (વડ પિપળો ઉદુમ્બર પીપર વિગેરે )
•પુષ્પ આવે અને ફળ પણ આવે એ વાનસ્પતય...
•ફળપાકતાં જેનો અંત આવે એ ઔષધી...
•તાંતણા  થી વિંટાળાઇને વિસ્તાર પામે એ ર્વીરુધ = વેલા
એમ યાદ રાખવું...
मूल त्वक सार निर्यास =ગુંદર नालः रस पल्लवाः=(તાજા કૂણાં પાંદડા) क्षाराः क्षीरः फलम् पुष्पम् भस्म तैलानि कण्टकाः पत्राणि शुङ्गा = કૂંપળો कंदाः च प्ररोहाः( થડ પરથી ફૂટતાં અંકુરો) च उद्भिदो गणः।।

Dr ModhBhavesh:
एषः आयुर्वेदोपनिषद - 4

मूलिन्यः षोडश = 16 ऐकोनाः फलिन्योः विंशतिः स्मृताः
ઉત્તમ મૂળ વાળી ઔષધી 16 છે વીસ માં એક ઓછી ફળવાળી છે.( 19 ફલીની ) એમ યાદ રાખવું...
महास्नेहाः च चत्वारः पंच एव लवणानि च
મહાસ્નેહ ચાર પ્રકાર ના અને લવણ  પાંચ જ છે...
अष्टौ मूत्राणि संखायातानि=ગણાવેલ अष्ट एव पयांसि च
આઠ મૂત્ર  અને આઠ દૂધ ગણાવેલ છે...
शोधन अर्थः च षड्वृक्षाः पुनर्वसु निदर्शिताः य एतान् वेति=જાણે संयोक्तुम् =સમજી ને યોજે  विकारेषु स वेद वित्=જાણકાર

શોધન માટે છ વૃક્ષ...
પુનર્વસુ એ બતાવેલ છે...
જે આ બધુ  જાણે અને સમજી ને વિકારો માં પ્રયોજે  એ આ વેદ નો જાણકાર...

મૂળ જ વપરાતા હોય એવી 16 વનસ્પતિઓ
हस्तिदंति(=મોટોનેપાળો)
हैमवती (સફેદ વજ)
श्यामा(કાળુ નસોતર)
त्रिवृत ( નસોતર)
अधोगुडा (વરધારો સમુદ્રશોષ )
सप्तला (શિકાકાઇ)
श्वेतनामा (શ્વેત અપરાજીતા)
प्रत्येक श्रेणी ( દંતી- નેપાળો)
गवाक्षी (ઇંદ્રવારુણી ધોળી)
ज्योतिष्मती ( માલકાંગણી)
बिम्बी (ઘિલોડી જંગલી)
शणपुष्पी( ઘૂઘરા)
विषाणिका (ચમારદુધેલી અથવા મેઢાંશીંગી)
अजगन्धा ( અજમોદ અથવા અશ્વગંધા)
द्रवन्ति ( રતનજોત)
क्षीरिणी (દૂધેલી  અથવા  હીરવી)

शणपुष्पी च बिम्बी च छर्दने हेमवती अपि
શણપુષ્પી  અને બિમ્બી હેમવતી પણ  ઉલટી કરાવવા માં ...
श्वेता ज्योतिष्मती च एव योज्या शिर्षविरेचने।
સફેદ અપરાજીતા  અને જયોતિષમતિ  શિરોવિરેચન (નસ્ય) માં...
एकादश अवशिष्टा याः प्रयोज्यास्ताः विरेचने  इति उक्ता नाम कर्मेभ्याम्  मूलिन्यः  फलिनीः श्रृणु। ।
બાકી વધેલી અગીયાર  વિરેચન માં ...
આમ મૂલીની ના નામ અને કર્મો કહ્યાં...
ફલીની  ના સાંભળો...
शंखिनी = આંખફુટામણી  विङ्गानि= વાવડીંગ  त्रपुषं = કડવી કાકડી मदनानि= મીંઢળ  च आनूपं = જળ માં स्थलजं જમીન પર  च एव क्लीतक= જેઠીમધ  द्विविधं स्मृतम् ।।

धर्मागवम्  अथ इक्ष्वाकु जीमूतं कृतवेधनम् प्रकीर्या च उदकीर्या च प्रत्येकपुष्पी तथा अभया अन्तःकोटरपुष्पी च हस्तिपर्णा च शारदम् कंम्पिलक आरग्वधयोः फलं यत् कुटजस्य च ।

ધર્માગવ - ગલકું,
ઇક્ષ્વાકુ-તુંબડી
જીમુત- દેવદાલી/ કુકડવેલાં,
કૃતવેધન- તુરીયુ
પ્રકીર્યા- કરંજ
ઉદકીર્યા- વાંકેરી
પ્રત્યેકપુષ્પી- અપામાર્ગ-અધેડો
અભયા- હરડે
અંતઃકોટરપુષ્પી = વરધારો
હસ્તિપર્ણી = Ipomoea petaloidea
શારદામ = મોરવેલ નું  શરદ નું ફળ
કંપીલો, આરગ્વધ અને કુટી આના ફળ લેવાં...

धमार्गवम् अथ इक्ष्वाकु जीमूतं  कृतवेधनम्  मदनम् कुटजं च एव त्रपुषम् हस्तिपर्णिनी  एतानी  वमने च एव योज्यानि आस्थापनेषु = નિરૂહ બસ્તિ च ।

नस्तः प्रच्छर्दने = શિરોવેરેચનમાં च एव प्रत्येकपुष्पी  विधीयते।=વપરાય છે..

दश यानिः अवशिष्टानि तानी युक्तानि  विरेचने।
नामकर्माभिः उक्तानि फलानि एकोनविंशति।

જે બાકી રહી તે દશ વિરેચન માં પ્રયોજાય છે આમ વીશ માં એક ઓછી ફલીનીઓ ના નામકર્મો  કહ્યાં..

एषः आयुर्वेदोपनिषद-5

सर्पिः तैलं वसा मज्जा स्नेह दिष्टः चतुःविधः
पान अभ्यंगम् बस्ति अर्थे नस्य अर्थे च एव योगतः

ઘી તેલ વસા મજ્જા એ ચાર પ્રકાર ના સ્નેહ ...
યોગો માં પીવા, અભ્યંગ,બસ્તિ  અને નસ્ય અર્થે કહેલ છે.
स्नेहाना जीवना बल्या वर्ण उपचय वर्धनाः स्नेहा ह्येते च विहिता वातपित्ताकफ अपहा।
સ્નેહન, જીવન,બળ,વર્ણ નો ઉપચય વધારનારા સ્નેહો હોય છે અને વાતપિત્તકફ ને હણનારા કહ્યાં છે..
सौवर्चलम् सैंधवम् च विडम् उद्भिदम् एव च समुद्रेण सहेतानि पंच स्युः लवणानि च ।
સંચળ સૈંધવ બિડ ઉદ્ભીદ અને સમુદ્ર સહિત ના પાંચ લવણ છે...
स्निग्धानि उष्णानि तिक्ष्णानि दीपनीयतमानि च ।
आलेपनार्थम् युज्यन्ते स्नेहस्वेदविधौ तथा अधोभाग उध्वः भागेषु निरुहेः अनुवासने अभ्यंगे भोजनार्थे शिरसः च विरेचने शस्त्रकर्मणि वर्ति अर्थम् अंजन उत्सादनेषु च

अजीर्ण अनाहयोः वाते गुल्मे शूले तथा उदरे ।
उक्तानि  लवणानि।
उधर्वम् मूत्राणि अष्टौ निबोध मे।।

અર્જીણ,  આફરો,  વાયુનાવિકાર, ગુલ્મ, શૂળ, તથા પેટના રોગ માં લવણો  વપરાય છે...
હવે પછી આઠ મૂત્ર વિશે મારી  પાસે થી જાણો.

मुखयानि  यानि दिष्टानि  सर्वाणि आत्रेयशासने ।
अविमूत्रम् अजामूत्रम् गोमूत्रं माहिषं च यत् ।।

જે સર્વે  મુખ્યરૂપે આત્રેયશાસન ( અગ્નિવેશ આદી  જે ગુરૂ પાસે ભણે છે એમની અધ્યાપન પદ્ધતિ) માં કહ્યા  છે એમાં.. ઘેટીનું મૂત્ર , બકરી નું મૂત્ર, ગોમૂત્ર  તથા ભેંસ નું મૂત્ર  ( આ ચાર પ્રાણી ની માદા નું મૂત્ર  લીધેલ છે )

हस्तिमूत्रम् अथ उष्ट्रमूत्रम् हयस्य च खरस्य च।
उष्णं तीक्ष्णम् अथो अरूक्षम् कटुकं लवणान्वितम्।।

હાથીનું મૂત્ર, ઊંટનુંમૂત્ર,  ઘોડાનુંમૂત્ર અને ગધેડાનુંમૂત્ર ( આ ચાર નરપશુ ના મૂત્ર લીધેલ છે...)

આ આઠેય મૂત્ર  સામાન્ય રીતે તાસીર માં ગરમ , તીક્ષ્ણ એટલે ઝડપી ક્રિયા કરનાર તથા અરૂક્ષ  એટલે કે સ્નિગ્ધ છે, તીખો સ્વાદ ધરાવે છે પણ પછી થી ખારાં લાગે છે ...

मूत्रम् उत्सादने युक्तं आलेपनेषु च।
युक्तं आस्थापने मूत्रं युक्तं च अपि  विरेचने।।
स्वेदेषु अपि च तत् युक्तं आनाहेषु अगदेषु च।
उदरेषु अथ च अर्शःसु गुल्मि कुष्ठि किलासिषु ।।
तत् युक्तं उपनाहेषु  परिषेके तथैव  च ।
दीपनीयं विषघ्नं च क्रिमीघ्न च  उपदिश्यते।।

આ શ્લોક માં મૂત્ર નો કેવી રીતે અને કયાં વિકારો માં ઉપયોગ થાય છે એ દર્શાવેલ છે...
पाण्डुरोग उपसृष्टानाम् उत्तमम्  शर्म च उच्यते।
श्लेष्माणम् शमयेत् पीतं मारूतं च अनुलोमयेत्।।
कर्षेत् पित्तम् अधोभागम् इति अस्मिन् गुणसंग्रहः।
सामान्येन मया उक्तः अस्तु पृथ्कत्वेन प्रवक्ष्यते।।

પાંડુરોગ થી ઘેરાયેલા માટે ઉત્તમ સુખકર કહેવાય છે.
ઓષધીયોગ માં મૂત્ર પીવાથી કફ નું શમન કરે છે વાયુ નું અનુલોમન કરે છે તથા પિત્ત ને અધોભાગ માં ખેંચી જાય છે.
આ મૂત્ર નો સામાન્ય  ગુણસંગ્રહ મારા દ્વારા કહેવાયો હવે દરેક ના અલગ અલગ ગુણો કહેવાશે.
अविम् मूत्र सतिक्तम् स्यात् स्निगधम् पित्त अवरोधि च
 ઘેટી નું મૂત્ર થોડુંક કડવું  અને થોડુંક સ્નિગ્ધ હોવાથી પિત્ત નું વિરોધી હોતુ નથી.. (પિત્તકર છે)
आजम्  कषाय मधुरम् पथ्यम् दोषानिः हन्ति च
બકરી નું, તુરૂ મધુર  પથ્ય અને દોષો ને હણે છે...
गव्यं समधुरं किचित् दोषध्नं
क्रिमिकृष्ठनुत् ।
कण्डूं च शमयेत् पीतं सम्यक् दोष उदरे हितम् ।।

ગોમૂત્ર  થોડુંક મધુર હોય છે, દોષઘ્ન ખાસ કરીને કૃમિ તથા કૃષ્ઠ ને દૂર કરનાર છે. પીવા થી ખંજવાળ નું સારી રીતે શમન કરે છે. પેટ ના વિકારો માં હિતકર છે.
अर्श शोफ उदरघ्न तु सक्षारं माहिषम् सरम्।
 અર્શ સોજા ઉદરરોગ નો નાશ કરનાર ભેંસ નું... થોડુક ક્ષાર વાળુ  અને સર છે...
हास्तिकं  लवणं मूत्र हितं तु क्रिमि कुष्ठिनाम्
હાથી નું તો ખારૂ હોવાથી કૃમિ  અને કૃષ્ઠી માટે હિતકર છે.
प्रशस्तम् बद्धविण्मूत्र विष
श्लेशम् आमय अर्शसाम् सतिक्तम्  श्वासकासघ्नम्  अर्शोघ्नम् च उष्ट्रम् उच्यते।।
પ્રશસ્ત છે... મળબંધ મૂત્રબંધ  વિષ કફનારોગ અને અર્શમાં...
થોડુંક કડવું હોઇ શ્વાસકાસ અને અર્શઘ્ન  ઊંટનુ  કહેવાય છે...
खरमूत्रम् अपस्मार उन्माद ग्रह विनाशनम्।
ગધેડાનું મૂત્ર અપસ્માર ઉન્માદ ગ્રહ નો વિનાશ કરે છે...
इतिः उक्तानि  मूत्राणि  यथा सामर्थ्य  योगतः
આમ આ રીતે મૂત્રો કહેવાયા છે... સામર્થ્ય પ્રમાણે  યોગ માં પ્રયોજવા...
अथ क्षीराणि वक्ष्यन्ते कर्म च एषाम् गुणाः च ये।
अवीक्षीरम् अजाक्षीरम् गोक्षीरं माहिष च यत् उष्ट्राणाम्  अथ नागीनाम्- હાથણી वडवायाः ઘોડી स्त्रियाः तथा

હવે દૂધ ના ગુણ અને કર્મ કહીશું...
ઘેટીનુંદૂધ બકરીનુંદૂધ ગાયનુદૂધ ભેંસનું  ઊંટડીનું હાથણીનું ઘોડીનું અને સ્ત્રીનું  હોય છે...

प्रायशो मधुरम् स्निगधम् शीतम् स्तन्यम् पयः उतमम्।
સામાન્ય રીતે મધુર સ્નિગ્ધ  શીત અને સ્તન્ય તરીકે  ઉત્તમ પયઃ દૂધ હોય છે..
प्रीणनं  बृहणं वृष्यं मेध्यं  मनस्करम् जीवनीयं श्रमहरं श्वासकासनिवर्हणम् सर्वप्राणभृताम् બધા પ્રાણીઓ માટે सात्म्यं शमनं शोधनं तथा तृष्णाघ्नम् दीपनीयं च श्रेष्ठ क्षीणक्षतेषु च पाडुरोगेः अम्लपिते च

शोषे गुल्मे तथा उदरे अतीसारे, ज्वरे, दाहे ,श्वयथौ च विधियते
योनिशुक्रप्रदोषेषु 
मूत्रेषु-अप्रचुरेषु મુત્રણ ની અલ્પતામાં  पुरीष-ग्रंथिते पथ्यं वातपित्तविकारिणाम्
नस्य लेप अवागहेषु वमन आस्थापनेषु च विरेचने स्नेहने च पयः सर्वत्र युज्यते।।

यथा क्रमम् क्षीर गुणान् एक एकस्य पृथक् पृथक्  अन्नपान आदिकेः अध्याये भूयो वक्ष्याम्यशेषत्।।

ક્રમ માં દૂધ ના ગુણો ને એક એક કરી ને જુદાં જુદાં અન્નપાનાદિ  અધ્યાય માં  પછી થી કહેવાશે ...

अथ अपरे त्रयो वृक्षाः पृथ्गये फलमूलिभिः स्नुही अर्क अश्मन्तकः तेषाम् इदं कर्म पृथक् पृथक्।
वमने अश्मन्तकं विधात ઉપયોગી स्नुहीक्षीरं विरेचने  क्षीरम् अर्कस्य विज्ञेयं वमने स विरेचने।।

અશ્મન્તક - વમન માં
સ્નુહી નું દૂધ - વિરેચન માં
આકડા નું દૂધ- વમન અને વિરેચન માં

इमां अस्त्रीन् अपरान् वृक्षानाहुयेः एषां हिताः त्वचः  पुतीकः कृष्णगंधा च तिल्वकः च तथा तरूः विरेचने प्रयोक्तव्यः पूतिक तिल्वकः तथा कृष्णगंधा परीसर्पे शोथेः अर्शेःसु च उच्यते  दद्रु विद्रधि गंडेषु कृष्ठेः अपि  अलजीषु च षड् वृक्षान् शोधानान एतान् अपि विधात् विचक्षणः।

બીજા ત્રણ વૃક્ષો  કે જેની છાલ હિતકારી છે...
પૂતીક- વિરેચન માં
તિલ્વક= લોધ્ર  પણ વિરેચન માં
કૃષ્ણગંધા = પરીસર્પ થી અલજી સુધી ના ત્વચા વિકારો માં..

કૃષ્ણગન્ધા  થી સરગવો લેવા માં  આવે છે... પીપર નો એક પ્રયાર્ય  કૃષ્ણા  છે... એટલે એના જેવી વાસ ધરાવતી છાલ ... માટે સરગવો લીધો હશે... સરગવો ઉષ્ણવીર્ય  છે એટલે ત્વચા વિકાર માં એનો લેપ શોધનાર્થે  છે એમ જાણવું...
इति उक्ताः फलमूलिनिः स्नेहाः च लवणानि  च मूत्रं क्षिराणि वृक्षाः च षड् ये दिष्टाः पयः त्वचः।।

👉 સમગ્ર પ્રયાસ ઑરીજીનલ  સંસ્કૃત માં લખાયેલ સંહિતા ને સરળતા થી સમજવા નો છે... એટલે અનુવાદ પણ મૂળ સૂત્ર માં વપરાયેલ શબ્દો જેટલા જ શબ્દ નો કરાય છે... જે સરળતા થી સંસ્કૃત માં પણ સમજી જવાય છે એનું ગુજરાતી કરવામાં આવતું નથી...

एषः आयुर्वेदोपनिषद - 6

औषधी नाम- रूपाभ्यां ઔષધિ ના નામ અને રૂપ जानते हि જાણવા જ જોઇએ  अजपा બકરાં પાળનાર वने अविपा ઘેટાં પાળનાર च एव गोपा: ગાય પાળનાર च ये च अन्य् वनवासिनः વન માં નિવાસ કરતાં 
(पा એટલે પાલક...)
न नामज्ञानमात्रेण रूपज्ञानेन वा पुनः औषधिनाम् पराम् સમ્યક રીતે प्राप्तिम् પ્રયોગ માં લેવી  कश्चित् वेदितुम જાણવાને अर्हति શક્તિમાન ..
માત્ર ઔષધિ ના નામજ્ઞાન કે રૂપજ્ઞાન થી તેનો સમ્યક રીતે ઔષધમાં પ્રયોગ જાણવાને શક્તિમાન થવાતું નથી...
योगवित् न नामरूपज्ञः तासांम् તેઓના तत्वविद् उच्यते किं पुनः यो विजानीयात् औषधिः सर्वथा भिषक्।
તે(ઔષધિ)ઓના યોગો જાણતો હોય પણ નામ કે રૂપ ના જાણતો હોય તો પણ તે ભિષક્  ને સર્વથા  તત્વવિદ્ કહેવાય છે એમાં ફરી ને શું કહેવાનું હોય ?
योगम् आसाम् तु  यो विधात्=જાણે
देश-काल उपादितम् અનુસાર पुरूषं पुरूषं वीक्ष्य તપાસી स ज्ञेयो भिषक्  उत्तम।।
પ્રત્યેક પુરુષ ને તપાસી ને
દેશ કાળ અનુસાર
જે ભિષક્
આ ઔષધિઓની યોજના કરે છે
તેને ઉત્તમ જાણવો ...
यथा विषं यथा शस्त्रं यथा अग्निः अशनिः વ્રજ यथा ।
तथा औषधम् अविज्ञातं विज्ञातम् अमृतम् यथा।।
જેમ ઝેર, શસ્ત્ર , અગ્નિ  કે વ્રજ (મારક) છે એમ નહિ જાણેલું ઔષધ છે... પણ અનુભૂત (ઔષધ) તો અમૃત હોય છે ..
औषधं हि કારણ કે  अनअभिज्ञातं નહિજાણેલું  नामरूपगुणैः त्रि भिः विज्ञातम् अपि दुर्युक्तम् ખોટીરીતે अनर्थाय उपपधते થાય છે
ઔષધ...  નામ, રૂપ અને ગુણ થી અનભૂત ના હોય તો અનર્થકારક છે
 ... એ ત્રણેય ને જાણેલું હોવા છતાં ખોટીરીતે પ્રયોજેલ હોય તો પણ અનર્થકારક થાય છે...
योगात् अपि विषं तीक्ष्णम् उत्तमम् भेषजं भवेत्।
તીક્ષ્ણ વિષ પણ સમ્યકયોગ થી ઉત્તમ ઔષધ થાય છે...
भेषजं च अपि दुर्युक्तं तीक्ष्णं संपधते विषम्।
પણ ઔષધ જો ખોટી રીતે વાપર્યું હોય તો તીક્ષ્ણ વિષ બને છે...
तस्मान्न भिषजा युक्तं युक्तिबाह्येन યુક્તિપ્રયોગ ના કરી જાણતાં/મુર્ખ  भेषजम् धीमता किश्चित् आदेयं લેવું जीवित જીવન आरोग्य आकांक्षिणा
તેથી, જીવન અને આરોગ્ય ના આકાંક્ષી બુદ્ધિમાને ઔષધ નો
યુક્તિપ્રયોગ ના કરી જાણતાં/મુર્ખ   પાસે થી ઔષધ કયારેય ના લેવું
कुर्यान्  निपतितो मूर्धिन् सशेषं वासः अशनिः सशेषम् कुर्यान् न आतुरं तः अज्ञमत्  औषधम्।
રોગી ને માથે  જો વ્રજ પડે તો જીવતો રહે પણ તે અજ્ઞ એ  આપેલ ઔષધ એને જીવતો ના રાખે...
दुःखिताय शयानाय श्रद्दधानाय रोगिणे यो भेषज् अविज्ञाय प्राज्ञमानी प्रयच्छति त्यक्तधर्मस्य पापस्य मृत्युभूतस्य दुर्मतैः नरो नरकपाती स्यात् तस्य संभाषणात् अपि।।
દુઃખી થઇ ને પથારીવશ પડેલો શ્રદ્ધાવાન  રોગી ને...
પ્રાજ્ઞમાનિ- પોતાને વિદ્વાન માનનાર... પોતાને અનુભવ ના હોય એવું ઓષધ આપીને પ્રાણીનું મૃત્યુ લાવે છે...
એવા એ ધર્મછોડનાર,  દુષ્ટબુદ્ધિ ની સાથે જે નર વાત કરે છે એ પણ નરકમાં પડનાર થાય છે...
वरम अशि विषविषं कथितं ताम्रम् एव वा पीतम् अति अग्निसंतप्ता भक्षिता वा अपि अययोगुडाः  न तु श्रुतवतां वेशं बिभ्रता शरण आगतात् गृहितम् अन्नं पानं वा वितं वा रोगपीडितात् ।।
સર્પ નું ઝેર અથવા ધગધગતું તાબું  અથવા અગ્નિ માં તપાવેલા લોહગોળા  ખાઇ જવા...ઉત્તમ ગણાય ..
પણ  શ્રુતવેતા-શાસ્ત્રોનોજાણકારનો વેશ ધારણ કરવાથી પોતાને શરણે આવતા  રોગ થી પીડિતો પાસે થી અન્નપાન  કે વિત્ત  લેવું  નહી જોઇએ...
भिषक् अब्रुभूषुः मति मानतः स्वगुण संपदि परं प्रयत्नम् अतिष्ठेत् प्राणादः स्यात् तथा नृणाम्
ભિષક થવા ઇચ્છતા બુદ્ધિમાન પુરૂષે  મતિ થી સ્વગુણો ની સંપદા મેળવવા અતિશય પ્રયત્ન કરવો રહ્યો... ત્યારે એ પ્રાણ આપનાર થઇ શકે છે...
तत् एव युक्तं भैषज्यं यत् आरोग्याय कल्पते स च एव भिषजां श्रेष्टो रोगेभ्यो यः प्रमोचयेत् સારી રીતે છોડાવેછે

જયારે યુક્તિ થી ઔષધ અપાય ત્યારે આરોગ્ય આપાવે છે
અને તે  ઔષધ રોગો ને સારીરીતે દૂર કરનાર શ્રેષ્ઠ કહેવાય  છે..
सम्यक् प्रयोगं सर्वेषां सिद्धिराखयाति कर्मणाम्।
सिद्धिराखयाति सर्वेः च गुणैः युक्तं भिषक् तमम्।।

હરકોઇ કર્મ ની સિદ્ધિ કે ખ્યાતિ એના સમ્યકપ્રયોગ થયા નું જણાવે છે...
આ જ સિદ્ધિ  કે ખ્યાતિ,
ભિષક...
સર્વગુણો થી યુક્ત છે
એવી ઓળખાણ કરાવી દે છે...

ચરકસંહિતા સૂત્રસ્થાન 1 दीर्घजीवतीय

સંસ્કૃત એ બોલવાની અને સાંભળવાની ભાષા છે... 
આયુર્વેદની આદ્ય સંહિતા સંસ્કૃતમાં લખાયેલ છે... 
પણ એનું વાંચન, સંધીથી જોડાયેલા શબ્દોમાં હોવાથી સરળ બનતુ નથી એટલે આરંભે શૂરાં જેવો ઘાટ થાય છે.
     અહિંયા સંહિતોક્ત  આયુર્વેદના સૂત્રોને સંધી છુટી પાડીને દર્શાવવામાં આવેલ છે તથા એની બાજુમાં એ શબ્દો ના ગુજરાતી અર્થ પણ દર્શાવેલ છે.
     સૂત્રોને સંધિવિગ્રહમાં  સંસ્કૃતમાં જ  સરળતાથી વંચાશે તો એનો અર્થ સ્પષ્ટ  થશે અને અર્થ સમજાતા સંસ્કૃત ઉચ્ચારણ સહિત સ્મૃતિમાં સંગૃહિત થશે જેથી બોલાશે અને અંતે સંસ્કૃત બોલવાથી અને સાંભળવાથી  આયુર્વેદ ને यथावत्  જાણી શકાશે.

दीर्घम् जीवितम् अन्विच्छम् = શોધતાં भरद्वाज उपागमत्।
इन्द्रम् उग्रतपा बुदध्वा=જાણીને शरणयम् अमरेश्वरम्।।

દિર્ઘ જીવનના જ્ઞાનને શોધતાં  ઉગ્રતપ કરનારા ભારદ્વાજ દેવોના ઇશ્વર ઇન્દ્રના શરણમાં ઉપસ્થિત થયા.

ब्रह्मणा हि यथा प्रोक्तम् आयुर्वेदम्
प्रजापति  जग्राह=ગ્રહણકર્યો 
निखिलेन् अद अश्विनौ तु पुनः ततः ।।
अश्विभ्याम् भगवान शक्रः प्रतिपेदे हि केवलम्।
ऋषिप्रोक्तो भरद्वाजः तस्मात् शक्रम् उपागमत्=ઉપસ્થિત થયાં
બ્રહ્માએ, જે પ્રમાણે  આયુર્વેદને, પ્રજાપતિને ઉપદેશેલ  એ પ્રમાણે એમની પાસેથી, સંપૂર્ણ આયુર્વેદ ને અશ્વિનીકુમારૌએ પુનઃ પ્રાપ્ત કર્યો, અશ્વિનીઓ  પાસેથી ભગવાન ઇન્દ્રે પણ સંપુર્ણપણે  પ્રાપ્ત જ કરેલ, આથી, ૠષિઓના કહેવાથી ભારદ્વાજ પણ એ જ આયુર્વેદ ને તે જ રીતે પામવા ઇન્દ્ર પાસે  ઉપસ્થિત  થાય છે.
विघ्न भूता यदा रोगाः प्रादर्भूताः शरीरिणाम्। 
तपः उपवास अध्ययन ब्रह्मचर्य व्रत आयुषाम्।।
જ્યારે શરીરધારીઓમાં રોગ ઉદ્ભવે ત્યારે 
એમના તપ,ઉપવાસ ,અધ્યયન, બ્રહ્મચર્યવ્રત અને જીવનમાં  વિઘ્નો ઉત્પન્ન થાય છે..
तदा  भूतेषु अनुक्रोशं=દયા  पुरस्कृत्य महर्षयः
समेताः पुण्यकर्माणः पाश्वेः हिमवतः शुभे ।।
ત્યારે પ્રાણીમાત્ર પર દયા કરીને પુણ્યશાળી  મહર્ષિઓ  હિમાલયની બાજુના પવિત્ર પ્રદેશમાં એકત્ર થયા.
अङ्गिरा जमदग्नि वसिष्ठ कश्यप भृगु आत्रेय गौतम साङ्खयः पुलस्तय नारद असित अगस्तय वामदेव मार्कण्डेय अश्वालायन पारिक्षि भिक्षुआत्रेय भरद्वाज कपिलञ्च विश्वामित्र आश्मरथ्य भार्गव च्यवन अभिजित् गागर्य शाण्डिल्य कौण्डिन्यौ वार्क्षि देवल गालव साड्कृत्यो  वैजवापि कुशिक बादरायण बडिश शरलोमा उभौकाप्य  कात्यायन   काङ्कायन कैकशः धौम्य मारीचकाश्यप शर्कराक्ष हिरण्याक्ष लोकाक्ष  पैङ्गि शौनाक  शाकुनेय  मैत्रेय  मैमतायनि वैखानस वालखिल्याः ।।
ब्रह्मज्ञानस्य निधयः यमस्य नियमस्य च ।
तपसः तेजसा दीप्ता हूयमाना=હોમવખતે  इव अग्नयः।।
सुख उपविष्टाः= બેઠાં अस्तु तत्र पुण्यां चक्रुः= ચર્ચા कथाम् इमाम्।
.... ઉપનિષદકાળના ૠષિઓ બ્રહ્મજ્ઞાનના ભંડાર તથા યમ અને નિયમના તપના તેજથી હોમાગ્નિ  માફક દેદીપ્યમાન  તેઓ ત્યાં સુખપુર્વક  બેસી આ વિષયે ચર્ચા કરવા લાગ્યા...
धर्म अर्थ काम मोक्षणाम्  आरोग्यम्  मूलम्  उत्तमम्। 
ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું મૂળ આરોગ્ય પ્રધાન છે.

रोगाःतस्या अपहर्तारः = નાશ કરનાર  श्रेयसो जीवितस्य च ।
રોગો તેમના  શ્રેય અને જીવન નો નાશ કરનારા છે...
पादुर्भूतो मनुष्याणाम् अन्तरायो महान अयम्।।
कः स्यात् तेषां शमोपाय इति उक्तवा ध्यानम् आस्थिताः।।મનુષ્યો માટે જે આ મહાન અંતરાય  ઉભુ થયુ છે,
એના શમનનો શો ઉપાય હોઇ શકે ? એ જાણવા તેઓ ધ્યાનસ્થ થયા.
अथ ते शरणं शक्रं दद्दशुं = જોયાં ध्यानचक्षुषा।
स वक्ष्यति शमोपायं यथावत् अमर-प्रभु।।
પછી તેઓએ ધ્યાનચક્ષુઓથી ઇન્દ્રનું શરણું  જોયું.
આના શમનનો ઉપાય એ અમર-પ્રભુ કહેશે.

कः सहस्त्राक्षभवनम् गच्छेत् प्रष्टु=પૂછવાં शचीपतीम् ।
 સહસ્ત્રાક્ષના ભવનમાં, શચીપતિને પુછવા કોણ જશે ?

अहम् अर्थे  नियुज्येयम् = નિયુક્ત  अत्र इति प्रथमं वचः।
भरद्वाज अब्रवीत तस्मात् ऋषिभि स नियोजितः।
આ માટે મને નિયુક્ત કરો એમ ભારદ્વાજ  સૌ પ્રથમ બોલ્યા... ભારદ્વાજ બોલ્યા તેથી તેમની નિયુક્તિ તે ૠષિઓએ કરી...

स शक्रभवनम् गत्वा सुर ऋषिगणम् अध्यगम् = વચ્ચે બેઠેલ
ददर्श  बल हन्तारं दीप्यमानम् इव अनलम् ।।
તેઓ ઇન્દ્રના ભવને ગયા, દેવો અને ૠષિઓના મધ્યમાં બેઠેલા, ગમે તેવાઓનું બળ હણી  લેનારા, અગ્નિ જેવા દેદીપ્યમાન ઇન્દ્ર ને જોયાં.
अभिगम्य = સંમુખઆવીને जयाशीर्भिः = જયઘોષકરીને  अभिनन्ध सुरेश्वरम्।
प्र उवाच  विनयात् धीमान् ऋषीणां वाक्यम् उत्तमम्।।
તેઓ સુરેશ્વરની સંમુખ થઇને જય હો ! એવા અભિનંદન  આપી ૠષિઓએ કહેલા પ્રધાન વાકયો વિનયથી અને બુદ્ધિથી ઇન્દ્રને કહ્યાં,
व्याधयो हि समुत्पन्ना सर्वप्राणि भयंकराः
तद् ब्रुहि मे शमोपायं यथावत् अमरप्रभो।।
હે અમર-પ્રભુ, બધા પ્રાણીઓને ભયભીત કરનાર વ્યાધિઓ ઉત્પન્ન થયેલ છે, હવે આપ એના શમનનો સારી રીતે  ઉપાય કહો. तस्मै प्र उवाच भगवान आयुर्वेदम्  शतक्रतुः ।
पदैः अल्पैः तीव्रम् मतिम् बुदध्वा विपुलां परम ऋषये।।
ભગવાન શતક્રતુએ પરમ ૠષિને અતિશય તીવ્રબુદ્ધિ વાળા જાણીને ટૂંકા પદમાં આયુર્વેદ કહ્યો.
हेतु लिगम् औषधज्ञानं  स्वस्थ आतुर परायणम्। 
त्रिसूत्रं शाश्वतं पुण्यं बुबुधे यम् पितामह।।
હેતુ, લિંગ અને ઔષધજ્ઞાન વાળો, સ્વસ્થ અને આતુરના ઉત્તમ આશ્રયરૂપ, ત્રિસૂત્રી,  શાશ્વત્  અને પવિત્ર  આયુર્વેદને
પિતામહ-બ્રહ્માએ જાણ્યો હતો.
स अन्तपारं त्रिस्कन्धम् आयुर्वेदम् महामतिः।
यथावत् अचिरात्= સત્વરે सर्वम् बुबुधे तन्मना मुनिः।।
તે મહામતીએ તન્મય થઇને ત્રિસ્કન્ધ, અનંતપાર  સંપૂર્ણ  આયુર્વેદને યથાર્થ રીતે સત્વરે જાણી લીધો.
तेनः  आयुः अमितम्=અમાપ  लभे =પ્રાપ્યથયું भरद्वाज  सुख आन्वितम् = ભરપુર  ऋषिभ्योः अन् अधिकम्  तत् च शशंस = ઉપદેશ अन् अवशेषयन्।।
તેનાથી ભારદ્વાજને સુખથી ભરપુર  અમિત = દિર્ઘ આયુ પ્રાપ્ત થઇ અને તે આયુર્વેદને ૠષિઓને જરાપણ વધારા કે ઘટાડા વિના કહ્યો.
ऋषयः च भरद्वाजात्  जगृहुः तम् प्रजाहितम्।
दीर्घम् आयुः चिकिर्षन्तो = અભિલાષા वेदं वर्धनम् आयुषः।
ૠષિઓ એ, પ્રજાહિત માટે અને દિર્ઘ આયુ  પ્રાપ્ત કરવાની અભિલાષા થી , આયુષ્યનું વર્ધન કરવા વાળા વેદને ભારદ્વાજ  થી ગ્રહણ કર્યો.

महर्षयः ते दद्दर्शु यथावत् ज्ञानचक्षुषा। सामान्यं च विशेषं च गुणान् द्रव्याणि कर्म  च। समवायं च तत् ज्ञात्वा तन्त्र उक्तम्  विधिम् आस्थिताः । लेभिरे  परमं  शर्म=સુખ जीवितं च अपि अनित्वरम्=લાંબુ .   તે મહર્ષિઓએ  દ્રવ્યોના સામાન્ય,  વિશેષ  અને સમવાય ગુણ-કર્મોને જ્ઞાનચક્ષુઓથી યથાર્થ  રીતે જાણી લીધા અને તંત્રમાં રહેલ વિધિઓનો આશ્રય કરીને  પરમસુખ તથા દીર્ઘ આયુષને પણ પ્રાપ્ત કર્યુ...

अथ मैत्री परः पुण्यं आयुर्वेदम्  पुनर्वसुः।
शिष्येभ्यो दत्तवान षड्भ्यः सर्वभूतान अनुकंपया।।
પછી  શ્રેષ્ઠ મિત્ર એવા પુનર્વસુએ  સર્વ પ્રાણીઓ પર અનુકંપા કરીને છ શિષ્યોને પુણ્યશાળી આયુર્વેદ આપ્યો.
अग्निवेश च भेलः जतुकर्णः पराशरः हारितः क्षारपाणिः च जगृहुः तत् मुनिः वच ।। અગ્નિવેશ, ભેલ, જતુકર્ણ, પરાશર, હારિત  અને ક્ષારપાણીએ તે મુનિ એ કહેલ વચનોને ગ્રહણ કર્યા. बुद्धिः विशेषः तत्र आसित् न उपदेश अन्तरम् मुने।
तन्त्रस्य  कर्ता प्रथमम् अग्निवेशो यतः अभवत् । મુનીએ ઉપદેશમાં અતંર નહોતુ રાખ્યું , પણ અગ્નિવેશ બુદ્ધિમાં વિશેષ હોવાથી સૌ પ્રથમ તંત્રનો કર્તા બન્યા. अथ भेल आदि यः चक्रु  स्वं स्वं  तन्त्रं कृतानि च । श्रावयमासुः आत्रेयम् स ऋषिसंघः  सुमेघसः  પછી ભેલાદિએ પણ પોત પોતાના તંત્રો રચ્યા અને તે  રચાયેલા તંત્રોને એ ઉત્તમ મેઘાવાળાઓ એ આત્રેય અને ૠષિસંઘો ને સંભાળાવ્યા. श्रुत्वा सूत्रणम् अर्थानाम् ऋषयः पुण्यकर्माणम्। यथावत् सुत्रितम् = ગ્રંથબદ્ધ  इति प्रहृष्टाः  ते अनुमेनिरे।। તે પુણ્યકર્મકરવાવાળાના એ સૂત્રો અને એના અર્થ સાંભળીને ૠષિઓએ  પ્રસન્ન થઇ ને, " આપે  તેને  યથાવત્  સુત્રિત્ ( ગ્રંથબદ્ધ) કરેલ છે " એમ કહીને તેનો સ્વિકાર કરવાની અનુમતિ આપી. सर्व  एव अस्तुवन् = સ્તુતિકરી तान् च सर्वभूतहितैषिणः। साधु भूतेष्व अनुक्रोश इति उचैः ब्रुवन् समम्।। સર્વેપ્રાણીઓના હિતેષી એવા બધાયે તેમની  પ્રશંસા કરી, " આપે સારી રીતે પ્રાણીઓ પર દયા કરી છે " એવું બધા એકસાથે ઉચ્ચ સ્વરે બોલ્યા. तं पुण्यं शुश्रुवुः शब्दं दिवि=આકાશ देवर्षय स्थिताः । स अमराः=દેવો परम ऋर्षीणाम्  श्रृत्वा मुमुदिरे=આનંદનેપામ્યાં परम्।। આકાશમાં રહેલ દેવો સહિત દેવર્ષિઓએ તે પરમઋષિઓનો  પુણ્યશબ્દ સાંભળ્યો અને અતી આનંદને પામ્યા, अहो साधु ! इति निर्घोष लोकानः त्रीन्  अन्ववादयत् =ગાજી ઉઠ્યું नभसि स्निग्ध गंभीरो हर्षाद् भूतेः उदीरित्=ઉચ્ચારાયેલાં
આકાશમાં રહેલ ભૂતોના સ્નિગ્ધ, ગંભીર અને હર્ષથી કરાયેલા अहो साधु (અરે વાહ ! ) એવા ઉચ્ચારણોથી ત્રણેય લોક ગાજી ઉઠયાં.
शिवो=કલ્યાણકારી वायुः ववौ=વહેવાં લાગ્યો  सर्वा भामिः=તેજ  उन्मीलता= પ્રકાશિત दिशः निपेतुः=ઉપરથી પડવું सजलाः च एव दिव्याः कुसुम वृष्टय।। કલ્યાણકારી પવન વહેવા લાગ્યો  સર્વ દિશાઓ તેજ થી પ્રકાશીત થઇ જલ સહિત દિવ્ય પુષ્પો ની વૃષ્ટિ થવા લાગી.

अथ अग्निवेश प्रमुखान् विविशुः=પ્રવેશથયો ज्ञानदेवताः ।
बुद्धिः सिद्धिः स्मृतिः मेघा घृति कीर्तिः क्षमा दया।।
પછી પ્રમુખ અગ્નિવેશ માં જ્ઞાનદેવતાએ પ્રવેશ કર્યો, 
જેથી એમને બુદ્ધિ, સિદ્ધિ, સ્મૃતિ, મેદ્યા, ધૃતિ,  કિર્તિ,  ક્ષમા અને દયા મળી.
तानि च अनुमतानि येषां तंत्राणि परम ऋषिभिः।
भवाय भूतसंघानाम्  प्रतिष्ठां लेभिरे।।
ત્યાર બાદ આ તંત્રોને પરમ ૠષિઓની અનુમતિ પ્રાપ્ત થતાં  તેને પૃથ્વી પર રહેતા લોકસમુહમાં  પ્રતિષ્ઠા પ્રાપ્ત થઇ.

        આયુર્વેદ નું અવતરણ 
                                     આધુનિક પરીપેક્ષ્ય માં ...
મૂળ અગ્નિવેશતંત્ર માં આયુર્વેદ ના અવતરણ ની હક્કિત ઉપર જણાવ્યા પ્રમાણે, બ્રહ્મા પાસેથી પ્રજાપતીને આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રને ઉપદેશાય છે, બ્રહ્મ  એટલે દરેક વ્યક્તિની સ્વસ્ફુરીત ચેતના, સંકટકાલમાં જે પ્રતિષેધનો ઉપાય સ્વયં સ્ફુરીત થાય એ બ્રહ્મા...  बृंहति वर्द्धते यः ब्रह्मा ।
બ્રહ્મા એ  પ્રાણીમાત્રની મૂળ ચેતના (creative energy) નું  રૂપક છે.
બ્રહ્માએ પણ આયુર્વેદને રચ્યો નથી, પણ स्मृत्वा એટલે  પહેલા થી સ્મૃતીમાં સંગૃહિત હોવાથી તેને સ્મરણ કરીને પ્રજાપતિને કહ્યો છે.
પ્રજાપતિ  એટલે એવી વ્યક્તિ કે જે હંમેશા પ્રજા ના હિત્ત માં એની સુખાકારી  માટે પ્રયત્નશીલ રહે છે.

અશ્વિની કુમારૌ જીજ્ઞાસુ અને કર્માભ્યાસુ  છે. અશ્વ ની જેમ કાર્ય કરવા માટે ત્વરીત અને બળવાન રહે છે. A True Medical practitioners or clinicians એમને પ્રજાપતી પાસેથી આયુર્વેદને જાણ્યો અને પ્રેકટીકલી એપ્લાય  કરીને આયુર્વેદને માણ્યો છે.  ઇન્દ્ર  આજના યુગ પ્રમાણે  શાસક સરકાર કહી શકાય, રાજા પોતે  પ્રજાના કલ્યાણ માટે જુદાંજુદાં વિષયોને જાણે સમજે અને એ એટલા માટે શીખવા પડે કેમ કે, પ્રત્યક્ષ અનુભવ મેેળવેલ હોય તો  પછી નીચેના અમલ કરવા વાળા અધિકારીઓએ વિષયોને પ્રજાની સુખાકારી માટે કેવી રીતે કાર્ય પરીપૂર્ણ કરે છે એની રૂપરેખા અને યથાર્થ અમલવારી કરાવી  શકે છેે. રાજા, એ પ્રજા ના કોઇ યોગ્ય અને વિચક્ષણ પ્રતિનીધીને આવું જ્ઞાન આપે છે.
કેમકે સમગ્ર પ્રજા સુધી રાજા સ્વયં એકલો પહોંચી શકતો નથી.
ભારદ્વાજ ઇન્દ્ર પાસે જાય છે... 
ચરકસંહિતા પહેલા રચાયેલ અગ્નિવેશતંત્ર ઉપનિષદકાલીન  છે, એટલે એમાં વેદોના દેવતા પ્રમુખ પણે આવે છે, બ્રહ્મા, પ્રજાપતી, ઇન્દ્ર  આદી, અગ્નિવેશતંત્રનો કે ચરકસંહિતાનો પ્રથમ અધ્યાય દીર્ઘ જીવન નો છે, જે પ્રમાણે જ અધ્યાયની વિષયવસ્તુ આપવામાં આવેલ છે,
મૂળ જીજ્ઞાસા અને આવશ્યકતા, લાંબુ  પણ સુખમય જીવન મેળવવા ની છે...
          સુશ્રુત સંહિતામાં આયુર્વેદનું અવતરણ બ્રહ્માથી ઇન્દ્ર સુધી સરખું છે પણ અહિંયા ભારદ્વાજને બદલે ધન્વંતરી  ઇન્દ્ર પાસેથી આયુર્વેદ લઇ આવે છે.
આ સંહિતા નિર્માણ વખતના એ કાલખંડના મનુષ્યો એ જે શ્રુતિ વચનો અન્ય વિચક્ષણ ગણમાન્ય ૠષિ મુનિઓ પાસેથી  સાંભળેલ હોય એનો પ્રભાવ છે.
           અગ્નિવેશતંત્ર ઉપનિષદ કાલીન છે જયારે સુશ્રુતસંહિતા પુરાણો ના સર્જન પછી ની છે.  સુશ્રુતએ વિશ્વામિત્રના પુત્ર અને ધન્વંતરીના શિષ્ય છે. સુશ્રુતનો સમયકાળ શરુઆતના પૌરાણીક યુગનો છે. અહિંયા પૌરાણીક યુગની માન્યતા અને દેવો જણાવા મળે છે.સુશ્રુતનો પહેલો અધ્યાય वेदोत्पति  છે. ચરક સૂત્ર ના 30 માં અધ્યાયમાં આવતુ અષ્ટાંગ આયુર્વેદનું વર્ણન અહિં  પહેલા અધ્યાયમાં સમાવિષ્ટ  છે. જેમ પુનર્વસુ આત્રેયના છ શિષ્યો છે એમ ધન્વંતરીના પણ સુશ્રુત ઉપરાંત છ શિષ્યો છે. પુનર્વસુ શિષ્ય પરંપરામાં
અગ્નિવેશ પ્રમુખ છે અને  શિષ્યોની યાદી માં પ્રથમ નામ છે.
ધન્વંતરીના શિષ્યોમાં સુશ્રુત મુખ્ય છે, પણ શિષ્યોની યાદી માં અંતીમ નામ છે.
     કશ્યપ કે કાશ્યપ  પરથી ચંદ્રવંશી રાજાઓના काशि  કહેવામાં આવે છે. આ કાશિવંશના રાજાઓનો શાસકપ્રદેશ આર્યાવ્રત માંથી પસાર થતા કર્કવૃતની ઉપર તથા નીચે આશરે  200 માઇલ વિસ્તાર માં ફેલાયેલ હતો. કાશ્યપ ૠષિ  પણ સીધા જ ઇન્દ્ર પાસે આયુર્વેદ ભણ્યા હતાં અને એમને કૌમારભૃત્યુને પ્રાધાન્ય આપીને સંહિતા  રચેલ હતી. કયાંક ને કયાંક સુશ્રુત સંહિતા પણ કાશ્યપસંહિતાના સીધા પ્રભાવ હેઠળ  આવે છે અને કાશ્યપ સંહિતામાં  પણ ચરકસંહિતા ની જેમ જ અને ક્રમ માં આઠ સ્થાનો આપેલ છે. પણ આ ક્રમ સુશ્રુતમાં જળવાતો નથી.
એવું પણ બન્યું  હોય કે... ભારદ્વાજ  પ્રથમ ઇન્દ્ર પાસે ભણવા ગયા હોય અને પછીથી કાશ્યપ અને છેલ્લે કાશિરાજ દિવોદાસ પણ  ગયા હોય. જેથી ત્રણ શાખાઓમાં પૃથ્વીવાસીઓને આયુર્વેદની કાય, કૌમારભૃત્યુ અને શલ્યની શાખાઓના પ્રવર્તક મળ્યા હોય ...

મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2019

ચરકસંહિતા નિદાનસ્થાન-2 ज्वर

तत्र प्रथमतः एव तावत् आद्यं अल् 
                                 लोभ अभिद्रोह कोप प्रभावन् 
अष्टौ व्याधीन् निदान पूर्वेण क्रमेण अनुव्याख्यास्यामः ।
तथा सूत्र संग्रहमात्र चिकित्सायाः चिकित्सितेषु च उत्तरकालं यत् उपचित-विकारान् अनुव्याख्यास्यामः ।
આ નિદાનસ્થાનમાં, લોભ, અભિદ્રોહ, કોપના  પ્રભાવથી જે પ્રાથમિક આઠ પ્રકારના વ્યાધિ થાય છે, એનું નિદાનપૂર્વક ક્રમથી, શરૂઆતમાં વર્ણન કરાયેલ છે.તેઓની માત્ર સૂત્રરૂપ ચિકિત્સા વર્ણવેલ છે. પછીથી ઉત્તરકાલમાં उपशय થી થતાં  વિકારોનાં પ્રમાણે ઔષધયોગ સાથે ચિકિત્સા કહેવાશે.
इह खलु ज्वर एव आदौ विकारानाम् उपदिश्यते 
तत् प्रथम तावत् शरीराणाम् 
અહિં જ્વર ખરેખર આદ્ય - પહેલો કહેવાય છે, કેમકે શરીરમાં  થતાં બધા વિકારોમાં સૌથી પ્રથમ ज्वर થતો હોય છે.
अथ खलु अष्टभ्यः कारणेभ्यो ज्वरः संजायते मनुष्याणाम् 
तत् यथा वातात् पितात् कफात् वातपित्ताभ्याम् वातकफाभ्याम् पित्तश्लेष्मभ्यां वातपितश्लेष्मभ्यः आगन्तोः अष्टमात् कारणात् ।। વાસ્તવિક રીતે આઠ કારણોથી જવર મનુષ્ય ને થાય છે.
વાયુથી, પિત્તથી, કફથી,
વાયુપિત્તથી, વાયુકફથી,  પિત્તકફથી,
વાયુપિત્તકફથી, 
આગંતુક કારણોથી
એમ આઠ કારણો  છે.
तस्य (ज्वरस्य) निदान पूर्वरूप लिङ्ग उपशय संप्राप्तिविशेषान् अनुव्याख्यास्यामः ।।
तत् यथा, रूक्ष लघु शीत व्यायाम वमन विरेचन आस्थापन शिरोविरेचन अतियोग वेग संधारण, अनशन, अभिघात, व्यवाय, उद्वेग, शोक, शोणिताभिषेक, जागरण, विषम-शरीरन्यासेभ्यो, अतिसेवितोभ्यो वायुः  प्रकोपम् अपद्यते ।
આહાર અથવા વિહાર થી रूक्ष लघु शीत ગુણની શરીરમાં અતિવૃદ્ધિ થાય, व्यायाम, वमन, विरेचन, आस्थापन, शिरोविरेचन, નો अतियोग થાય, ઉત્પન્ન થયેલ અધારણીય વેગોને બળપૂર્વક રોકી રાખવાની આદત, અભિઘાત, વ્યવાય
ઉદ્વેગ, શોક, રક્તસ્ત્રાવ, જાગરણ, વિષમ સ્થિતીમાં શરીરને રાખવાની ટેવ આ બધુ વધુ પ્રમાણમાં સેવાય તો,
વાયુ પ્રકોપ ને પામે છે.
स यदा प्रकुपितः प्रविश्य आमाशयम् उष्णः स्थानम् 
उष्णा सह मिश्रिभूत आद्यम् आहार-परिणाम-धातुं रस-नामनम् अनववेत्य रस-स्वेद-वहानि च स्त्रोतांसि च पिधाय अग्निम् उपहत्य पंक्तिस्थानात् उष्माणम् बहिः निरस्य केवलं शरीरम् अनुप्रपद्यते तदा ज्वरम् अभिनिर्वर्तयति ।।   આવી રીતે  પ્રકુપિત થયેલ તે વાયુ,
ઉષ્ણસ્થાન એવાં આમાશયમાં પ્રવેશે છે, ત્યાં રહેલ ઉષ્ણતાસાથે એકરૂપ થઇને, આહારના પાચનથી પ્રથમ ઉત્પન્ન થતી રસ ધાતુ ને વિંટળાઈને, રસ તથા સ્વેદવાહી સ્ત્રોતસને ઢાંકી દે છે. આથી અગ્નિ उपहत એટલે કે નષ્ટ થાય છે.
પક્તિસ્થાનમાં રહેલ ઉષ્ણતા બહાર આવી સમગ્ર શરીર માં ફેલાઇ જાય છે. આમ પ્રકુપીત વાયુ જવરને ઉત્પન્ન કરે છે.

આધુનીક તબીબી વિજ્ઞાન ની, Patho- Physiology of FEVER  Body temperature is determined by the balance between heat production by tissues,
             particularly the liver and muscles,
and heat loss from the periphery.
             Normally, the hypothalamic thermo-regulatory center maintains the internal temperature between 37° and 38° C.
             Fever results when something raises the hypothalamic set point, triggering vasoconstriction and shunting of blood from the periphery to decrease heat loss;
             sometimes shivering, which increases heat production, is induced.
             These processes continue until the temperature of the blood bathing the hypothalamus reaches the new set point.
              Resetting the hypothalamic set point downward (eg, with antipyretic drugs) initiates heat loss through sweating and vasodilation.
વાતપ્રકુપિત થવાથી થતાં વ્યાધિવિકાર લક્ષણો
तस्य इमानि लिङ्गानि भवन्ति;
तत् यथा-
1.विषम आरम्भ-विसर्गित्वम्,
2.उष्मणो वैषम्यं,
3.तीव्र-तनुभावान् अवस्थानानि ज्वरस्य,
4.जरणान्ते, दिवसान्ते, निशान्ते, घर्मान्ते वा ज्वरस्य अभ्यागमनम् अभिवृद्धिः वा विशेषण
5. परुष अरुणवर्णत्वं नख, नयन, वदन, मूत्र, पुरीष, त्वचाम्
6.अत्यर्थम्  क्लृप्तीभावः च; મળ-મૂત્ર નો ખુલાસો ના થવો
7.अनेकविध उपमाः च चल अचलाः च वेदनाः तेषां तेषा अङ्ग अवयवानां;
तद्यथा-
8. पादयोः सुप्तता,
9. पिण्डिकयोः उद्वेष्टनं,
10. जानुनोः केवलानां च सन्धीनां विश्लेषणम्,
11. ऊर्वोः सादः સાથળોમાં શિથિલતા कटी-पार्श्व-पृष्ठ-स्कन्ध-बाहु-अंश-उरसां च भग्न-रुग्ण-मृदित-मथित-चटित- अवपाटित-अवनुन्नत्वम પરાણે કોઇ ધક્કા દેતું હોય इव
12. हन्वोः च अप्रसिद्धिः, જડબું ના ખુલે
13. स्वनः च  कर्णयोः,
14. शङ्खयोः निस्तोदः,
15. कषाय आस्यता  आस्यवैरस्यं वा,
16. मुखतालुकण्ठशोषः,
17.पिपासा, પાણી પીધાં પછી તરસ છીપાઇ જાય છે.
18. हृदयग्रहः,
19. शुष्कः छर्दिः,
20. शुष्ककासः,
21. क्षवथु उद्गारविनिग्रहः છીંક કે ઓડકાર રોકાઇ રહે.
22.अन्नरस-खेदः ભોજનનો સ્વાદ ના આવે
23. प्रसेका
24. अरोचक
25. अविपाकाः
26. विषाद
27. जृम्भा
28.विनाम વાંકા વળી જવું
29.वेपथु  ધ્રુજારી
30.श्रम
31.भ्रम  ચાલતાં પડી જવાય
32.प्रलाप
33.प्रजागर  નિંદર ના આવવી
34.रोमहर्ष
35.दन्तहर्षाः,
36.उष्ण-अभिप्रायता,
37. निदान- उक्तानाम् अनुपशयो विपरीत उपशयः च
इति वातज्वरस्य लिङ्गानि भवन्ति ।

પિત્ત પ્રકુપિત થવાનાં હેતુઓ :

उष्ण अम्ल लवण क्षार कटुक
अजीर्ण भोजनेभ्यो अतिसेवितेभिः
અજીર્ણમાં ભોજન કરવાની ટેવ, તથા ભોજનમાં વધુ પ્રમાણમાં ઉષ્ણ વીર્ય, ખાટાં, ખારા, ક્ષાર, તીખાં  દ્રવ્યો લેવાંથી,
तथा तीक्ष्ण आतप अग्नि सन्ताप श्रम क्रोध
विषम-आहारेभिः च पित्तं प्रकोपमापद्यते
વધુપડતો તીક્ષ્ણ સૂર્યતાપ, અગ્નિ, સંતાપ, શ્રમ, ક્રોધ, વિષમઆહાર પિત્ત નો પ્રકોપ કરાવે છે.

પિત્તજવરની સંપ્રાપ્તિ :

तत् यथा प्रकुपितम् आमाशया दूष्माणम् उपसृज्यात् आद्यम् आहारपरिणामधातुं रसनामान् अन्ववेत्य रस-स्वेदवहानि स्रोतांसि पिधाय द्रवत्वात् अग्निम् उपहत्य पक्तिस्थानादूष्माणं बहिर्निरस्य प्रपीडयत् केवलं शरीरम् अनुप्रपद्यते, तदा ज्वरम् अभिनिर्वर्तयति ||

અહિં સૂત્ર માં પિત્તના દ્રવત્વ ગુણથી અગ્નિનો નાશ થતો બતાવેલ છે, બાકીની સંપ્રાપ્તિ વાતજવર મુજબ જ છે.

પિત્તપ્રકોપથી થતાં વ્યાધિઓના લક્ષણો :
तस्य इमानि लिङ्गानि भवन्ति;
तत् यथा-
1. युगपत् एव केवले शरीरे ज्वरस्य अभ्यागमनम अभिवृद्धिः वा ।
આખાય શરીર માં એકસરખો તાવ આવે છે અને વધે છે.
2. भुक्तस्य विदाहकाले, मध्यन् दिने, अर्धरात्रे, शरदि वा विशेषेण,
3. कटुक -अस्यता,
4. घ्राण-मुख-कण्ठ-औष्ठ-तालुपाकः,
5. तृष्णा, પાણી પીધાં પછી પણ તરસ બુજાતી નથી.
6. मदो,
7. भ्रमो, આંખે અંધારા, આવે ઊલટી થાય ચાલી શકાય
8. मूर्च्छा,
9. पित्तः छर्दनम्,
10. अतीसारः,
11. अन्नद्वेषः,
12. सदनं,
13. खेदः, મન અંદર થી જ બળ્યાં કરે
14. प्रलापः,
15. रक्तकोठाभिनिर्वृत्तिः शरीरे, શરીર પર લાલ ચકામા થાય
16. हरितहारिद्रत्वं नख-नयन-वदन-मूत्र
-पुरीष-त्वचाम्,
17. अत्यर्थम् उष्मणः तीव्रभावः,
18. अतिमात्रं दाहः,
19. शीताभिप्रायता,
निदानोक्ता अनुपशयो विपरीत उपशयः च इति पित्तज्वरलिङ्गानि भवन्ति||

કફપ્રકોપક હેતુઓ:

स्निग्ध गुरु मधुर पिच्छिल शीत अम्ल लवण दिवास्वप्न हर्ष अव्यायामेभिः अतिसेवितेभ्यः श्लेष्मा प्रकोपमापद्यते ।।
પિત્તપ્રકોપ હેતુંમાં  ખારૂ અને ખાટું પણ रूक्ष લુખ્ખું ભોજન દ્રવ્ય છે જયારે કફપ્રકોપક હેતું માં ખારૂ અને ખાટું પણ સ્નિગ્ધ એટલે કે તળેલું હોય એવું ભોજન આવે છે.

કફજવરની સંપ્રાપ્તિ:

स यदा प्रकुपितः प्रविश्या आमाशयम् उष्मणा सह मिश्रीभूय आद्यम् आहारपरिणामधातुं रसनामानम अन्ववेत्य रसस्वेदवहानि स्रोतांसि पिधाय अग्निम् उपहत्य पक्तिस्थानादूष्माणं बहिर्निरस्य प्रपीडयन् केवलं शरीरमनुप्रपद्यते, तदा ज्वरमभिनिर्वर्तयति||

કફપ્રકુપિત વિકારોના લક્ષણો :

तस्य इमानि लिङ्गानि भवन्ति;
तत् यथा-
1. युगपत् एव केवले शरीरे ज्वरस्य अभ्यागमनम अभिवृद्धिः वा
2. भुक्तमात्रे, पूर्वाह्णे, पूर्वरात्रे, वसन्तकाले वा विशेषेण,
3. गुरुगात्रत्वम्,
4. अन् अन्नाभिलाषः,
5. श्लेष्मप्रसेकः,
6. मुखमाधुर्यं,
7. हृल्लासः,
8. हृदयोपलेपः,
9. स्तिमितत्वं, ભીનાં કપડાંથી શરીર વિંટળાયેલ હોય.
10. छर्दिः,
11. मृदु अग्निता,
12. निद्राधिक्यं,
13. स्तम्भः,
14. तन्द्रा,
15. कासः,
16. श्वासः,
17. प्रतिश्यायः,
18. शैत्यं,
19. श्वैत्यं च नख-नयन-वदन-मूत्र-पुरीष-त्वचाम्,
20. अत्यर्थं च शीतपिडका भृशम् अङ्गेभ्य उत्तिष्ठन्ति,
21.उष्णाभिप्रायता,
निदानोक्त अनुपशयो विपरीतो उपशयः च इति श्लेष्म ज्वर लिङ्गानि भवति ।

વાત પિત્ત કફ ત્રણદોષ પૈકી એકથી વધારે દોષ ભેગાં મળીને द्वंद्वज અથવા સન્નિપાતક વિકારો ઉત્પન્ન  કરે એનાં હેતુઓ :

1.विषम- अशनात् વિષમ ખોરાક
( ફાસ્ટફુડસ, ફ્રોઝનફુડસ, ફયુઝનડિસીસ)
2.अनशनात् ભુખમરો
3.अन्नपरिवर्तात्  અન્યપ્રદેશનો ખોરાક એકાએક લેવો.
4.ऋतुव्यापत्तेः ૠતુકાળનું પરિવર્તન
5.असात्म्य-गन्ध उपघ्राणाद् અણગમતી વાસ સુંઘવાથી
6. विष उपहतस्य च उदकस्य उपयोगात्
દુષિત પાણીના ઉપયોગથી
7. नरेभ्यो गिरीणां च उपश्लेषात्
પર્વતની તળેટીમાં કે પાસે રહેતાં માણસોમાં
8. स्वेद-वमन-विरेचन-आस्थापन-अनुवासन -शिरोविरेचनानाम यथावत् प्रयोगात् मिथ्या संसर्जनात् वा
સંશોધન ચિકિત્સાના અંતે સંસર્જનક્રમનું પાલન ન થવાથી
9. स्त्रीणां च विषमप्रजननात् - કસુવાવડ અથવા સિઝેરીયન ડિલેવરી
10.प्रजातानां च मिथ्योपचारात्  પ્રસવ બાદ પ્રસૃતીચર્યાનું પાલનના કરવાથી.

यथा उक्तानाम् च हेतूनां मिश्रीभावात् यथानिदानं द्वन्द्वानामन्यतमः सर्वे वा त्रयो दोषा युगपत् कोपम् अपद्यन्ते, ते प्रकुपितास्तयैव अनुपूर्व्या ज्वरम् अभिनिर्वर्तयन्ति तत्र तत् उक्तानां ज्वरलिङ्गानां मिश्रीभाव विशेषदर्शनात् द्वान्द्विकमन्यतमं ज्वरं सान्निपातिकं वा विद्यात् ।

आगुतंक ज्वर ના હેતુઓ...
1. अभिघात - શસ્ત્ર, પથરાં, લાકડી વિગેરેથી શરીરને માર પડવાથી
2. अभिषङ्ग - કામ, ક્રોધ, શોક જેવાં માનસિક કારણોથી વ્યથીત થવાથી
3. अभिचार - મંત્ર મારણ કામણ ઉચ્ચાટન કે ગ્રહપીડાં થી
4. अभिशापेभ्य - સિદ્ધ, વૃદ્ધ, ગુરૂ ની નારજગી વ્હોરવાથી
आगन्तुः हि व्यथापूर्वो अष्टमो ज्वरो भवति स किञ्चित् कालम्आगन्तुः केवलो भूत्वा पश्चात्  दोषैः अनुबध्यते ।

तत्र अभिघातजो वायुना दुष्टशोणित अधिष्ठ अनेन, અભિઘાત થી વાયુ, રક્તને દુષિત કરીને તાવ લાવે છે.

अभिषङ्गजःपुनः वातपित्ताभ्याम्,
અભિષંગ માં જ્વર, વાત+પિત્ત દોષથી થાય છે.

अभिचार अभिशापजौ तु सन्निपातेन अनुबध्येते । અભિચાર અને અભિશાપથી થયેલ જવર, ત્રિદોષજ હોય

स (आगंतुक ज्वर) सप्तविधात् ज्वर अद्विशिष्ट
लिङ्ग उपक्रम समुत्थानत् अद्विशिष्टो वेदितव्यः,
कर्मणा साधारणेन च उपचर्यते इति
अष्टविधा ज्वरप्रकृतिः उक्ता ।
આ રીતે અભિઘાત વિગેરે  ચાર હેતુઓથી થતો આગંતુકજવર,  એ આગળ દોષાદિના કારણે કહેલાં સાત પ્રકારના જ્વરથી,  હેતુઓ અને લક્ષણોની દ્રષ્ટિએ જુદો જ છે...
પણ, એનું ચિકિત્સાકર્મ તો દોષાદી જવર ની જેમ સાધારણ જ હોય છે,
આમ આઠ પ્રકાર ના જવર કહ્યાં.
ज्वरस्य एक एव सन्तापलक्षणः
तत्एव अभिप्राय विशेषात्
સંતાપ એ તાવનું એક માત્ર લક્ષણ છે.
એવો ખાસકરીને અભિપ્રાય છે.
increasing body temperature above 38°c its called FEVER.

द्विविधम् अचक्षते,
निज-आगन्तु विशेषात् च
तत्र निजं
द्विविधं त्रिविधं चतुर्विधं सप्तविधं
चाहुर्भिषजो वातादिविकल्पात् ।

જ્વર ના વિશેષ કરીને બે પ્રકાર  નિજ (દોષાદીથી) અને આગંતુક છે. નિજ જવર ના બે, ત્રણ,  ચાર કે સાત એમ પ્રકાર  વાતાદિદોષથી કહેલ છે.

તાવના પૂર્વરૂપ 
तस्य इमानि पूर्वरूपाणि भवन्ति;
तत् यथा-
1.मुखवैरस्यं,
2.गुरुगात्रत्वम्,
3.अन् अन्नाभिलाषः,
4. चक्षुषोः आकुलत्वम्,
5. अश्रु आगमनं,
6. निद्राधिक्यम्,
7. अरतिः બેચૈની
8. जृम्भा બગાસાં
9. विनामः,
10. वेपथुः,
11. श्रम
12. भ्रम
13. प्रलाप
14. जागरण
15. रोमहर्ष
16. दन्तहर्षाः,
17. शब्द-शीत-वात-आतप, सहत्व असहत्वम्,
18. अरोचक
19. अविपाकौ,
20. दौर्बल्यम्,
21. अङ्गमर्दः,
22. सदनम् શિથિલતા
23. अल्पप्राणता,
24. दीर्घसूत्रता,
25. आलस्यम्,
26. उचितस्य कर्मणो हानिः
27. प्रतीपता स्वकार्येषु,
28. गुरूणां वाक्येषुभि असूया,
29. बालेभ्यः प्रद्वेषः,
30. स्वधर्मेषु चिन्ता,
31. माल्य अनुलेपन भोजन परिक्लेशनं,
32. मधुरेभ्य भक्षेभ्यः प्रद्वेषः,
33. अम्ललवणकटुक प्रियता च,
इति ज्वरस्य पूर्वरूपाणि भवन्ति प्राक् सन्तापात्
अपि च एनन् सन्ताप आर्त मनु बधन्ति
इति एतानि एक एकशो ज्वर लिङ्गानि व्याख्यातानि भवन्ति विस्तार समासभ्याम्

ज्वरः तु खलु महेश्वरकोपप्रभवः
ખરેખર, તાવ તો મહેશ્વરના કોપપ્રભાવથી થાય છે.
सर्वप्राणभृतां प्राणहरो,
સર્વ પ્રાણીઓના પ્રાણને હરનાર છે.
देह इन्द्रिय मनः तापकरः,
શરીર ઇન્દ્રિય મન ને તપાવે છે
प्रज्ञाबलवर्णहर्ष उत्साह ह्रासकरः,
બુદ્ધિ, બલ,  રૂપ, ખુશી, ઉત્સાહને ઓછી કરે છે.
श्रमक्लममोह आहार-अपरोध सञ्जननः;
શ્રમ કલમ મોહ અને આહાર પર અરૂચી પેદાં કરે છે
ज्वरयति शरीराणीति ज्वरः,
શરીર ને જીર્ણ કરેછે આથી જવર કહેવાય છે
न अन्ये व्याधीः तथा दारुणा बहु उपद्रवा दुः चिकित्स्याः च यथा अयम्
આના જેવી બીજી કોઇ બિમારી, દારુણ બહુ ઉપદ્રવવાળી કે  મુશ્કેલ ચિકિત્સા વાળી નથી હોતી
 स सर्वरोगाधिपतिः,
આ બધા રોગોનો અધિપતી છે.
नाना-तिर्यक् योनिषु च बहुविधैः शब्दैः अभिधीयते
મનુષ્ય  સિવાય ના અન્ય સજીવો માં પણ જુદાં જુદાં નામથી થાય છે ઓળખાય છે.
सर्वे प्राणभृतः सज्वरा एव जायन्ते
सज्वरा एव म्रियन्ते च;
દરેક સજીવ જવર સાથે જન્મે અને મૃત્યું પામે  છે.
स महामोहः, तेन अभिभूताः प्राक् दैहिकं देहिनः कर्म किञ्चित् अपि न स्मरन्ति, सर्वप्राणभृतां च ज्वर एव अन्ते प्राणानादत्ते
તે મહામોહ છે, એનાથી અભિભૂત થઇ ને દરેક શરીરધારીને શરીરથી પૂર્વે કરાયેલ કર્મોનું સ્મરણ પણ રહેતું નથી, અંતે જ્વર જ દરેક જીવનો,  પ્રાણ હરી જાય છે.
જ્વરનું ચિકિત્સાસૂત્ર :
तत्र पूर्वरूप दर्शने ज्वर आदौ वा
हितं लघु अशनम् अपतर्पणं वा,
ज्वरस्य आमाशय समुत्थत्वात्;
ततःकषायपान अभ्यङ्ग स्नेह स्वेद प्रदेह परिषेक
अनुलेपन वमन विरेचन आस्थापन अनुवासन
उपशमन नस्यकर्म धूप धूमपान अञ्जन
क्षीरभोजन विधानं च यथास्वं युक्त्या प्रयोज्यम् ।
અહિં જવર  એટલે  કે તાવની લાઇન ઑફ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ ને સ્ટેપ બાય સ્ટેપ  ત્રણ પાર્ટ માં વહેંચેલ છે...
પહેલાં ભાગમાં જણાવે છે કે,
જ્વર આમાશય સમુત્થ વ્યાધિ છે
એટલે જવરના પૂર્વરૂપ દેખાય કે તુરંતજ
ભોજનમાં દ્રવ્યો, જલદી પચે એવાં લઘુ અને હિતકારી તથા અપતર્પણ કરે એવાં જ લેવાં..
બીજો ભાગ वैकारीक દોષ-દુષ્ય શોધનનો છે
જેમાં કષાયપાન વિગેરે બતાવેલ છે.
આ વ્યાધિની  મુખ્યચિકિત્સાનો ગાળો છે.
ત્રીજો અને અંતીમ ભાગ શમનકર્મનો છે.
જેમાં મુખ્ય શોધનચિકિત્સાકર્મો માં  ખૂણે ખાંચરે  રહી ગયેલ દોષ દુષ્યનું સંપૂર્ણ નિર્મૂલન કરવા હેતુ છે, 
આથી તાવ ફરી ઉથલો ના મારે. 
જવરના કારણે જે બલ અને વર્ણ ની હાની થઇ છે એ દૂર કરવા માટે क्षीर भोजन એટલે કે દૂધ યુક્ત ભોજનનું વિધાન દર્શાવેલ છે.
જીર્ણ જવરનું ચિકિત્સા સૂત્ર
जीर्णज्वरेषु तु सर्वेषु एव सर्पिषः पानं प्रशस्यते
જીર્ણજવરમાં તો, બધા ઉપાયોમાં ઘી પીવું એજ કલ્યાણકારી છે.
यथास्व औषधसिद्धस्य;
દોષ પ્રમાણે ઔષધિથી સિદ્ધ કરાયેલ ઘી હોવું જોઇએ.
सर्पिः हि स्नेहात् वातं शमयति,
संस्कारात् कफं, शैत्यात् पित्तम् उष्माणं च;
ઘી સ્નિગ્ધ હોવાથી વાયુનું શમન કરે છે,
સંસ્કાર ને પામે છે એટલે કફનું શમન કરે છે અને
શીતલ હોવાથી પિત્તની ઉષ્ણતાને શમાવે છે.
तस्मात् जीर्ण ज्वरेषु सर्वेषु एव सर्पिः हितम्
उदकम इव अग्नि प्लुष्टेषु द्रव्येषु इति  ।
જેમ અગ્નિથી દાઝેલા દ્રવ્ય પર પાણીનો છંટકાવ થાય છે એમ જીર્ણજવરમાં બધાથી ઉત્તમ ઘી છે.
यथा प्रज्वलितं वेश्म परिषिञ्चन्ति वारिणा नराः
शान्तिम् अभिप्रेत्य तथा जीर्णज्वरे घृतम्
જેમ સળગતાં મકાન ને હોલાવવા લોકો પાણીનું પરીસિંચન કરે છે, એમ જીર્ણજવર ની શાંતી માટે ઘી ના ઉપયોગ નો અભિપ્રાય રહે  છે.
स्नेहात् वातं शमयति,
शैत्यात् पित्तं नियच्छति
घृतं तुल्यगुणं दोषं संस्कारात्तु जयेत् कफम्
કફ ના જેવાં સમાનગુણ ઘી ધરાવતું હોવા છતાં સંસ્કાર ને પામેલ હોય તો કફ ને જીતી લે છે.
न अन्यः स्नेहः तथा कश्चित् संस्कारम् अनुवर्तते यथा सर्पिरतः सर्पिः सर्वस्नेह उत्तमं मतम् । અન્ય સ્નેહ ની સાપેક્ષે ઘી એ સંસ્કાર ને સારી રીતે ગ્રહણ કરે છે માટે બધા ઔષધિય સ્નેહોમાં ઔષધિય ઘી ઉત્તમ સ્નેહ છે.

व्याख्यातवान् ज्वरस्याग्रे 
                             निदाने विगतज्वरः । 
भगवान् अग्निवेशाय
                        प्रणताय पुनर्वसुः ।।

અનુષ્ટુપ છંદ ની ગોઠવણી કરવા, આ સૂત્રના શબ્દો છંદ બંધારણ માટે ગોઠવાયા છે.
ભાવાર્થ...
સમર્પિતભાવથી ચરણ સમીપે બેઠેલા અગ્નિવેશને, 
નિદાનસ્થાનમાં બધી વ્યાધિઓમાં અગ્રેસર એવાં જવરને સંપૂર્ણ પ્રભાહિન કરવાં એને સંબંધિત બધુ જ વર્ણન ભગવાન પુનર્વસુ એ વ્યાખ્યાયીત કર્યું .


પ્રાચિનકાલમાં અગ્નિવેશતંત્રનો પ્રારંભ લગભગनिदानस्थान થયેલ હશે. તંત્ર માંથી સંહિતાનો પાદુર્ભાવ થયો હશે ત્યારે સૂત્રસ્થાન પ્રથમ ક્રમે આવ્યું હશે, સંહિતાનો મૂળ અર્થ, सम्यक् हितं प्रतिपाद्यं यस्याः संहिता એટલે કે, અનેક વિદ્વાન લોકો દ્વારા જે કાંઇપણ પ્રજા માટે હિતકારી હોય એવાં સુધારા વધારા સાથે નિર્માણ પામેલ ગ્રંથ એટલે સંહિતા.સૂત્રસ્થાનમાં સમગ્ર સંહિતાના વિષયોની ફૂટનોટસ અને ઇમ્પોર્ટન્સ જે તે કાલખંડના વર્તમાન  પ્રચલિત રીતી - વિધિ પ્રમાણે લેટસ્ટ વિષયવસ્તુનો સંગ્રહ કરાયેલ હોય છે. નિદાનસ્થાનના પ્રથમ અધ્યાયની શરૂઆતમાં જ 
त्रिसूत्रीय आयुर्वेद એટલે કે हेतुः लिङ्गः અને  औषधः નું સ્મરણ કરાવવામાં આવે છે. ત્યારબાદ નિદાનપંચક અને પછી ત્રણેય દોષોનાં પ્રકુપિત થવાનાં હેતુઓ તથા લક્ષણો લખવામાં આવ્યા છે. આ અધ્યાયમાં  ज्वर ને કોઇ એક व्याधिની સાપેક્ષે, અન્ય વ્યાધિઓના  મુખ્ય અને પ્રારંભિક લક્ષણ તરીકે ઇન્ટ્રોડયુસ કરાયેલ છે.
   ज्वरनिदान अध्याय એ સમગ્ર रसप्रदोषज व्याधिविकार નું પ્રતિનિધિત્વ કરે છે. આથી જયારે  રસધાતુ,  વાતાદિ દોષોથી દુષિત થવાથી શરીરમાં જે વિકાર ઉત્પન્ન થાય એમાં પ્રારંભિક હેતુ, લિંગ અને ઔષધ ज्वर ના જ લાગુ પડે છે. સુશ્રુતસંહિતાના ઉત્તરસ્થાનમાં અધ્યાય 39 ની વિષયવસ્તુ ચરકસંહિતાના નિદાનસ્થાનના અધ્યાય-1 સાથે સમન્વય કરે છે. 
    સુશ્રુતસંહિતામાં द्वंद्वज અને संनिपातीक ज्वर ના હેતુઓ એકસાથે વર્ણવેલ છે. જયારે એ પૈકી अभिघातादि ચાર હેતુઓ ચરકસંહિતાના આ અધ્યાય માં आगंतुकज्वर निदान અંતર્ગત સમાવિષ્ટ છે.
     શ્રાવણ સુદ પંચમી... મહર્ષિ ચરકજયંતી ની ઉજવણી ના ભાગરૂપે,  આ બ્લોગ પર ચરકસંહિતાનાનિદાનસ્થાનના સૂત્રો ને સંધિવિચ્છેદ કરીને સરળતાથી અને આધુનીક પરીપેક્ષ્યમાં સમજવાનો પ્રયાસ આદરેલ છે.
                        - ડૉ.ભાવેશ આર. મોઢ (ગાંધીધામ- કચ્છ.)



નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...