રવિવાર, 25 નવેમ્બર, 2018

પૌરાણીક કથાનકોનું, આધુનિક પરીપેક્ષ્ય માં વૈજ્ઞાનિક વિશ્લેષણ. સૂર્ય અને Spectrum.

પૌરાણિકકથાનક છે કે, સૂર્યના એકપૈડાંના રથને સાતઅશ્વો ખેંચે છે જેથી અજવાસ-દિવસ થાય છે અને જ્યારે એ સાતઅશ્વો, સૂર્યરથથી છૂટાં થાય છે ત્યારે અંધકાર-રાત્રી વ્યાપે છે. સૂર્ય વિશેનું આકર્ષણ કે રહસ્ય જાણવા માટે થઇને ચિંતન અને સંશોધન વેદકાલીનસમયથી અત્યારસુધી થતાં રહ્યાં છે.
    મોટાભાગનાં જાણતાં જ હશે કે, સૂર્યનું શ્વેતકિરણ જો પ્રિઝમ કે જળના બિંદુઓમાંથી પસાર થાય તો સાતરંગનો પટ્ટો રચાય છે; પ્રિઝમથી રચાય તો એને વર્ણપટ એટલે કે Spectrum કહે છે, જયારે જળબિંદુઓથી અવકાશમાં રચાય તો એને મેઘધનુષ એટલે કે Rainbow કહે છે. આ સપ્તરંગી વર્ણપટને જ કદાચ ૠષિઓએ સૂર્યરથના સાતઅશ્વો કહીને રૂપક દ્વારા જનસામાન્યને સમજ આપી હશે. વેદ-ઉપનિષદ કાલમાં આ સપ્તરંગી-વર્ણપટ, આકર્ષણ અને જીજ્ઞાસાનું કેન્દ્ર રહ્યું હશે એના પરના ચિંતન અને સંશોધનથી જ,  સરગમના સાત સ્વરો અને આગળ જતાં આધ્યાત્મિકયાત્રામાં ધ્વનિ,પ્રકાશ અને ઉષ્ણતાના ઉપયોગથી ઊર્જાનું નિયંત્રણ કરવાના પ્રયોગો થયાં હશે. આ પ્રણાલી પર પ્રાચીન ગ્રીકમાં ચિંતન કરનારા જીજ્ઞાસુ-વિવેચકોએ ઘણું ખેડાણ કર્યુ છે, જે આજે આપણને ગુગલ સર્ચમાં Spectrum કિ-વર્ડ ટાઇપ કરતાં મળી આવે છે.
    SPECTRUM, The word was first used scientifically in optics to describe the rainbow of colors in visible light after passing through a prism. spectrum means "image" or "apparition".
In the 17th century, the word spectrum was introduced into optics by Isaac Newton, referring to the range of colors observed when white light was dispersed through a prism. 1672 માં  divided the spectrum into five main colours: red, yellow, green, blue and violet. Later he included orange and indigo,red,orange,yellow,green,blue, indigo andviolet, remembered by the mnemonic Richard Of York Gave Battle In Vain.એટલે કે વર્ણપટના રંગોને ક્રમમાં ROYGBIVથી સ્મરણમાં રખાય છે. આમાં રંગોની ગણતરી બહારથી અંદરની તરફ છે, જયારે આપણે ત્યાં "જા ની વા લી પી ના રા" છે. જેમાં સૂર્યને કેન્દ્ર ગણીને રંગોની ગણતરી કેન્દ્રથી બહારની તરફની છે. મેઘધનુષ્યના સાતરંગો પર પહેલો વહેલું ચિંતન અને વિવેચન ગ્રીકતત્વચિંતક એરિસ્ટોટલે ઇ.સ.પૂર્વેની ત્રીજીસદીમાં કર્યુ હતું એના આ વિષયના અવલોકન નિષ્કર્ષ અને તર્ક આધારીત એના મૃત્યુ પછી એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજી વિષયમાં અન્ય લોકોએ આગળ નવાં સંશોધનો કર્યા. The seven main colours by analogy to the number of notes in a musical scale.Newton chose to divide the visible spectrum into seven colours out of a belief derived from the beliefs of the ancient Greek sophists(=નિજાનંદીવિવેચકો) who thought there was a connection between the colours, the musical notes(=સરગમ: સા રે ગ મ પ ધ નિ) the known objects in the Solar System, and the days of the week. વર્તમાનમાં આ કલરસ્પેકટ્રમનો જબરો પ્રચાર-પ્રસાર છે જેમ કે,
ભૌતિકવિજ્ઞાનમાં Electromagnetic Spectrum, MassSpectrum,EnergySpectrum,DiscreteSpectrum જેવાંની ગણતરી ધ્યાનમાં લેવાય છે તો Biological scienceમાં દવાઓના ઉત્પાદનમાં Antibiotic spectrum તથા mathemetics ઉપરાંત Socialscienceમાં પણ EconomicSpectrum અને PoliticalSpectrumનું મહત્વ છે. આ રીતે અલગ-અલગ વિજ્ઞાનક્ષેત્રોમાં ધ્વની અને પ્રકાશના તરંગો તથા તાપમાનની ઊર્જા એ પંચમહાભૂત પૈકી વાયુ, અગ્નિ અને જળની શક્તિઓને સમજવા અને ઉપયોગ અર્થે તથા એ શક્તિનું નિયંત્રણ કરવા Spectrumનું વિજ્ઞાન કામ લાગે છે.
     મેઘધનુષમાં પૂર્ણવર્તુળનો, પા - અડધો કે પોણોભાગ રચાય છે જે જીવનચક્ર અને એમાં રહેલ સાતરંગએ; પંચમહાભૂતો તથા મન-સુક્ષ્મશરીર અને આત્મા-ચેતનતત્વના દ્યોતક છે જયારે સફેદકિરણએ પરમતત્વનું અને જળબિંદુઓ માધ્યમ તરીકે માયા કે સૃષ્ટિનું પ્રતિનિધિત્વ કરે છે એમ સમજી શકાય છે.
     MusicalNotes...સંગીતના સાત સ્વરોનોસમૂહ ને स्वरसप्तक કહે છે. વેસ્ટર્નમ્યુઝિકમાં પહેલાં સાત અને હવે બાર મ્યુઝીકલનોટસ આવે છે, એ આપણાં સાત કે બાર સ્વરોનું જ સ્વરૂપ છે. સામવેદમાં સાત સ્વરોનાં નામ આ પ્રમાણે છે. ૧.કૃષ્ટ, ૨.પ્રથમ, ૩.દ્વિતીય, ૪.તૃતીય, ૫.ચતુર્થ, ૬.મન્દ્ર, અને ૭.અતિસ્વાર્યછે, જે  પૌરાણીકકાળના સંગીતશાસ્ત્રમાં, 'સા' ને ષડ્જસ્વર કહે છે. જે છએ ઋતુઓ અને સર્વ રાગમાં ગાવા અનુકૂળ છે. 'રે' ને ઋષભસ્વર કહે છે. જે વસંતઋતુમાં અને દેશ, કાન્હરા વગેરે રાગમાં અનુકૂળ પણ માલકોષ તથા હિંડોલ વગેરે રાગમાં પ્રતિકૂળ છે. 'ગ' ને ગાંધારસ્વર કહે છે. જે વસંતઋતુમાં ગવાય છે. 'મ' ને મધ્યમસ્વર કહે છે, વર્ષાૠતુમાં ગવાય છે. 'પ' ને પંચમસ્વર કહે છે. જે શરદઋતુ માં ગવાય છે. 'ધ' ને ધૈવતસ્વર કહે છે જે  હેમંતૠતુ માં ગવાય છે. 'નિ' ને નિષાદસ્વર કહે છે જે શિશિરમાં ગવાય છે. આ સ્વરસપ્તક પર ઘણું ખેડાણ થયેલ છે; જેમકે, કયા પશુ-પક્ષીના અવાજ કે ઉંમરના કયા ગાળામાં કયા સ્વર નીકળે તથા એ સ્વરના દેવતા, ૠષિ, જાતી, ગોત્ર, ગ્રહનો પ્રભાવ, ઉત્પત્તિક્ષેત્ર  વિગેરે વિષયક પર અદ્ભૂત માહિતી અપાયેલ છે.
      'સા' નો એક અર્થ "છાયા" થાય છે. પૌરાણીક કથાનકમાં સૂર્યને કશ્યપ અને અદિતિનો પુત્ર કહ્યો છે. આથી સૂર્ય ને आदित्य કહેવાય છે. વિશ્વકર્માની દીકરી "સંજ્ઞા" એ સૂર્યપત્ની બતાવેલ છે. તેણીને ત્રણ સંતાન થયાં; વૈવસ્વત-મનુ, યમ અને યમી-યમુના. જયારે સંજ્ઞાએ "છાયા" ને રાખીને અશ્વિનીસ્વરૂપે તપ કરવા ચાલી જાય છે અને પાછી ફરે છે ત્યારે એનું નામ "પ્રભા" અપાયું છે. આ પ્રભાના સંતાનોમાં अश्विनीकुमारौ તથા रेवती છે. હવે આ પૌરાણીક કથાનકનું  આધુનીકકાળમાં જે સંશોધન આધારીત તથ્ય છે એ જુઓ,
    ઈ.સ.૧૬૧૦માં ગેલીલીઓએ શોધી કાઢ્યું કે, સૂર્યની સપાટી ઉપર કાળાડાઘા છે. સૂર્ય પણ પોતાની ધરી ઉપર ફરે છે. એક વખત સંપૂર્ણ ફરવાને માટે લગભગ ૨૪ કે ૨૫ દિવસ થાય છે. આથી કાળાડાઘાઓ હંમેશા તેઓની જગ્યા બદલતા હતા. આ ડાઘાઓ જેમ સૂર્યની બાજુ ઉપર જાય તેમ નાના દેખાય છે. દર સવા અગિયાર વર્ષે આ ડાઘા આકારમાં મહત્તમ દેખાય છે, ત્યારે પૃથ્વી પર અણધાર્યા અને અનિચ્છનીય ફેરફારો જોવા મળે છે. આ સૂર્યમાં રહેલ આ ડાઘા એ પુરાણકાલીન "છાયા" હોઇ શકે.
     સૂર્યની ચોતરફ રહેલ પ્રભામંડલને સૂર્યનું વાતાવરણ નથી એ નિર્વિવાદ સિદ્ધ થયું છે. સૂર્યની અતિ ઉષ્ણતાને લીધે વરાળરૂપે થયેલાં દ્રવ્ય-પરમાણુનું પ્રભામંડળ બનેલું છે. તેમાં પરમાણું પરસ્પર જોડાયેલાં નથી. તેમાંનાં કેટલાક સ્વયંપ્રકાશી હોય છે ને કેટલાંક સૂર્યના પ્રકાશથી પ્રકાશે છે. આ સૂર્યનું પ્રભામંડળ એ જે પૌરાણીક કથાનક માં સૂર્યગૃહ ને ત્યજીને સંજ્ઞાના અશ્વિનીરૂપમાં ગયેલ "પ્રભા" સમજી શકાય છે.
     આકાશમાં 27 નક્ષત્રોની ગણતરી છે. દરેક નક્ષત્રમાં સૂર્ય ચાર ચરણમાં ભ્રમણ-ગતી કરે છે. 27 X 4 = 108, આથી દરેક નક્ષત્રના પ્રત્યેક ચરણમાં સૂર્યનો જે પ્રભાવ અને વિશેષગુણકર્મ હોય છે એ આધારિત સૂર્યનાં એકસોઆઠ નામ પુરાણોમાં આપેલ છે. વેદ-ઉપનિષદકાલીન સમયમાં વર્ષ દરમિયાન પ્રત્યેક માસના જુદાં-જુદાં બાર આદિત્ય જણાવેલ છે, જેમકે ધાતા, મિત્ર, અર્યમા, શુક્ર, વરુણ, અંશ કે અંશુમાન્, ભગ, વિવસ્વાન, પૂષા, સવિતા, ત્વષ્ઠા અને વિષ્ણુ. આ આદિત્યોના બાર નામો માં આંશીક ફેરફાર સાથે પૌરાણિકકાલીન સૂર્યનમસ્કારના બારમંત્રો માં સમાવિષ્ટ છે; मित्रः, रवः, सूर्यः, भानुः, खगः, पुष्णः, हिरण्यगर्भः, मरीचः आदित्यः सविताः, अर्कः, भास्करः ।।
     પુરાણોમાં વર્ણવેલ કથાનકો પર આધુનિકસમયકાળના દ્રષ્ટિકોણથી તથા સુસંગત તર્ક અને વિજ્ઞાન આધારિત ચિંતન અને સંશોધન થવું અતિઆવશ્યક છે.
  સંકલન અને રજૂઆત: ડૉ. ભાવેશ આર. મોઢ - કચ્છ.

મંગળવાર, 20 નવેમ્બર, 2018

પ્રબોધીની એકાદશી અને બદામ

     કાર્તિક સુદ અગિયારસના દિવસે શ્રીવિષ્ણુભગવાન શેષશય્યા ઉપરથી જાગે છે, એવું પૌરાણીક કથન છે આથી આ એકાદશીને લોકો "દેવઊઠી" અગિયારશ કહે છે. આજથી चतुर्मास સમાપ્ત અને આવતીકાલે તુલસીવિવાહના પર્વની શરૂઆત કરાશે. તુલસીવિવાહના પર્વની સમાપ્તિ દેવદિવાળી થાય છે, ત્યારબાદ લગ્નના મુહૂર્ત જોવામાં આવે છે. આ એકાદશીનું વ્રત સઘળાં પાપનો નાશ કરી પુણ્યની વૃદ્ધિ કરનારૂં મનાય છે, તેથી તેનું એક નામ "પ્રબોધિની એકાદશી" પણ પડ્યું છે. એવું પૌરાણીક કથન છે. बोध શબ્દના અનેકવિધ અર્થોમાં... અનુભવ, ઉપદેશ, જાગૃતિ, જ્ઞાન, સમજ, ધીરજ, સંતોષ... વિગેરેનો સમાવેશ થાય છે.
સમજણથી જાગૃત થવાય છે જેનાં પરીણામ સ્વરૂપે સંતોષસાથેની પ્રસન્નતા આવે છે
  કંઈક આવા અર્થમાં વપરાતી સંસ્કૃતની મૂળ ધાતુ बुध् ને પૂર્વગ प्र લગાડીને प्रबुद्ध શબ્દ બને છે.
  રાત જેમ ઘેરાય છે એમ વ્યક્તિની શયનઅવસ્થામાં એનું ચિત્ત-મન પરમ શાંત અને સ્થિર થાય છે તથા ઘણું ઊડાઇને પામે છે, આ સ્થિતીમાં જો એ વ્યક્તિથી જાગૃત થવાય તો ઘણાં રહસ્યોને સારી રીતે જાણી-સમજીને પ્રબુદ્ધ બની શકે છે. દરેક સજીવમાં નિદ્રાં દરમ્યાનની આ સ્થિતી એક કે વધુવાર ઉત્પન્ન થાય છે, જેને મેડિકલ સાયંસની પરિભાષામાં NREM Sleep કહે છે, જેનાં પર 1968 થી 2007 સુધી ઘણાં સંશોધનો થયેલ છે અને આશ્ચર્યજનક તથ્યો જાણવા મળેલ છે. રાત્રી દરમિયાનની સ્વાભાવિક નિંદર માં NREM Sleep
નો સમયગાળો જેટલો લાંબો અને સમ્યક હોય એટલો એ વ્યક્તિ નિંદરમાંથી ઊઠ્યાં પછી પ્રફુલ્લિત અને તાજગીપૂર્ણ સ્ફૂર્તિલો જણાય છે.સ્વાભાવિક છે કે આવી વ્યક્તિ તંદુરસ્ત અને લાંબા આયુષ્યને ભોગવે છે.
  સામાન્ય રીતે દિવસ-રાતના 24 કલાક પૈકી ત્રીજાભાગે એટલેકે આઠકલાકની નિંદર દરેક વ્યક્તિ માટે પુરતી છે. શ્રીહરિને, આપણે અષાઢ સુદ અગિયારસ देवशयनी एकादशी એ પોઢાડી દઇએ છીએ, ભાદરવા સુદ અગિયારસ परिवर्तनी एकादशी એ શ્રીહરિ પડખુ ફેરવે છે અને કારતક સુદ અગિયારસ देव उत्थानि एकादशी એ શ્રીહરિ નિંદર માંથી પ્રબુદ્ધ થઇને જાગૃત થાય છે, આ રૂપકમાં પણ 120 દિવસનો સમયગાળો રહે છે એટલેકે વર્ષનો ત્રીજો ભાગ... પૌરાણીક કથાનકોમાં  જીવનની સુખાકારી માટે વૈજ્ઞાનિક અભિગમ સમાવિષ્ટ છે જ, માત્ર બોધ થવાની જરૂર છે.
   આ એકાદશીના મહાત્મયની સાથે આરોગ્યદ્રષ્ટીકોણથી "બદામ" સંકાળાયેલ છે. યોગાનુયોગ બદામ ને પણ બુદ્ધિવર્ધક માનવામાં આવે છે એટલે કે પ્રબુદ્ધ થવામાં સહાયક બને છે.
   બદામને અંગ્રેજીમાં  Almond કહે છે એનું વૈજ્ઞાનિક નામ  Prunus dulcis, syn. Prunus amygdalus બદામએ જરદાળુ= plums / Apricots, સફરજન, આલુબુખારા અને ગુલાબના કુદરતીવર્ગ- Family:Rosaceae માં સમાવિષ્ટ છે. આયુર્વેદના સંહિતા ગ્રંથોમાં વર્ણવેલ आलुक કે आरुक ને કેટલાક વિદ્વાનો બદામ ગણાવે છે અહિંયા આલુબુખારા કે જરદાળુ એ મૂળ સંસ્કૃત શબ્દ आलुक પર થી આવેલા નામ જણાઇ આવે છે.
સુકાંમેવાની બદામ મુખ્યત્વે મધ્યએશીયાના દેશો સિરીયા અને તુર્કીથી ભારતમાં આવે છે.
   આપણા દેશમાં એક અન્ય દેશીબદામ પણ થાય છે. જેનું વૈજ્ઞાનિકનામ Terminalia catappa છે, આ હરડે - બહેડાં કુળ- family, Combretaceae ની વનસ્પતિ છે. જેનાં પ્રચલીત સામાન્યનામ પણ દેશીબદામ પરથી જ આપેલા છે. જેમકે, country-almond, Indian-almond, Malabar-almond, sea-almond વિગેરે...
   ભાવપ્રકાશ માં વર્ણવેલ वाताद નામના દ્રવ્યનો પર્યાય વિદ્વાનોએ બદામ દર્શાવેલ છે. વાતાદનો અર્થ સંસ્કૃત માં  वाताय वातनिवृत्तये अद्यते इति  वाताद  બતાવેલ છે એના ગુણ-કર્મ બતાવતાં પંડિત ભાવમિશ્ર જણાવે છે, वाताद उष्णः सुस्निग्धो वातघ्न शुक्रकृत् गुरुः અને આગળ લખે છે કે,अस्य मज्जगुणाः । मधुरत्वम् । वृष्यत्वम् ।  पित्तानिलापहत्वम् ।  स्निग्धत्वम् । उष्णत्वम् ।  कफकारित्वम् ।  रक्तपित्तविकारिणां श्रेष्ठत्वञ्च।
    અહિં ભાવપ્રકાશની वाताद એ આપણી દેશીબદામ છે, કેમકે પરદેશીબદામની ફળમજ્જા ખવાતી નથી, સખત હોય છે, ફળ ફાટતાં અંદર થી કોચલુ નિકળે છે જે ફોડતાં અંદરથી બીજ સ્વરૂપે બદામ મળે છે. જયારે દેશીબદામની ફલમજ્જા ખાવામાં સ્વાદિષ્ટ છે તથા એની ગોટલી તોડતાં અંદરનું બીજ રંગે, રૂપે અને સ્વાદે પરદેશીબદામ જેવું જ હોય છે.
   અત્યારે હેમંતૠતુ ચાલી રહી છે, ફુલગુલાબી ઠંડીનો એહસાસ થાય છે. સુકાં અને ઠંડા વાતાવરણથી  વાયુજન્ય દુખાવાથી શરીર પીડાય છે. ચામડી ખરસટ બનતાં હોઠ, મળમાર્ગ તથા હાથપગના તળીયા માં વાઢીયા પડે છે. આવા વિકારો માટે જવાબદાર પ્રકુપિત વાયુનું શમન મધુર અને સ્નિગ્ધ અને ઉષ્ણ તાસીર ના પદાર્થોથી થાય છે આથી શિયાળાની શરૂઆતમાં બદામનું સેવન ઉત્તમોત્તમ રહે છે
    આપે સાંભળ્યુ કે જોયું હશે, બદામને આખીરાત પાણીમાં પલાળીને સવારમાં તેના છીલકાં ઉતારી ઔષધિ તરીકે આરોગાય છે ; કેમ ? એના જવાબમાં એવુ છે કે, કોઇપણ પ્રોટીનથી ભરપૂર દાણા જેમ કે, મગ, ચણા જેવા કઠોળને પણ પલાળી રાખવાથી સુપાચ્ય અને સ્વાદિષ્ટ બને છે એમાંનો કષાય રસ ઓછો થઇને મધુર રસ વધે છે. સાથે-સાથે એમાં રહેલા Vita.E, Zinc, Calcium, folic acid, Magnesium,Omega 3 fatty Acids જેવા પોષકતત્વ સક્રિય થઇ  પાચનતંત્રમાં વધારે સારી રીતે પચે છે. પલાળી રાખેલ બદામ પર થી જે બ્રાઉન કલર ઉતરે છે એ એમાં રહેલ ટેનીન છે. આ ટેનીન પ્રમાણમાં લેવાય તો રેચ ઉત્પન્ન કરીને ઝાડા કરાવે છે. બદામ ફોતરાંમાં રહેલ ટેનીન આગળ જણાવેલ બદામના પોષકતત્વોને શરીરમાં પચાવવામાં

આડખીલીરૂપ બને છે માટે બદામને ઉપયોગમાં લાવતાં પહેલા પલાળીને છીલકા-છોતરાં ઉતારી લેવા જરૂરી બને છે. પલાળેલી બદામ ખાવામાં સ્વાદિષ્ટ અને સુપાચ્ય રહે છે. બદામમાં રહેલ લાઇપેજ નામનું એન્જાયમ ચરબીના પાચનમાં ઉપયોગી થાય છે. બદામએ જબરદસ્ત એન્ટીઑક્સિડેન્ટ દ્રવ્ય છે, એના રોજીંદા ઉપયોગથી આલ્ફા-ટોકોફેરોલનું સ્તર લોહીમાં વધે છે. આ બધી હકીકતોને વૈજ્ઞાનિકોએ પ્રયોગો અને સંશોધનોથી સાબિત કરી છે. આપણને એનો ફાયદો એ છે કે, 
    રાત્રે પલાળીને રોજ સવારે ઉપરનાં છોતરાં ઉતારીને આશરે દસેક બદામ ખવાય તો, મેદસ્વીતા, ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર અને હૃદયરોગથી રક્ષણ મળે. કહેવાય છે કે, બદામથી યાદશક્તિ પણ વધે છે તો, સહપરિવાર પલાળેલી બદામ ખાવી જોઇએ. કેટલાંક વિદ્વાનો બદામ ને બદલે મગફળી એટલેકે સીંગદાણાને પલાળીને ખાવાની સલાહ વિવિધ ફાયદા ગણાવી આપે છે. જો કે મગફળીમાં બદામ જેટલાં જ ગુણકર્મ હોય તો બદામ અને મગફળી વચ્ચે ના ભાવમાં અને ઉપયોગમાં મોટું અંતર ના રહ્યું હોત !!!

     બદામ શબ્દ મૂળ ફારસી માં "બા-દામ" પરથી અપભ્રંશ થયેલ છે અકબરના સમયમાં 21ગ્રામ વજનનો તાંબાનો ચલણી સિક્કો એ દામ કહેવાતો અને ફારસીમાં માનવાચક પુર્વગ "બા" લાગે છે એટલે બદામ એ પ્રાચીનકાળથી મુલ્યવાન ખાદ્યદ્રવ્ય રહેલ છે અને સાપેક્ષે ઊંચીકિંમત દ્રવ્યમાં રહેલ એના શ્રેષ્ઠ ગુણકર્મની જ હોય છે.
 
      દેશીબદામના ગુણો ભાવપ્રકાશમાં વર્ણવામાં આવેલ છે તથા વનસ્પતિશાસ્ત્રી શ્રી જયકૃષ્ણજી જણાવે છે કે, દેશીબદામની મીંજના તેલના ગુણો પરદેશીબદામના તેલને લગભગ મળતાં આવે છે, દેશીબદામનું તેલ જરા ઘેરાં રંગનું હોય છે અને ખરીબદામનાં તેલની પેઠે જલદીથી ચિડાઈ જતું નથી. બહોળો ઉપયોગ વ્યહવારમાં નથી થતો કેમકે દેશીબદામ ની મીંજ કાઢવી લાંબી અને જટીલપ્રક્રિયા છે.
   
પ્રબોધીનીએકાદશીએ, જીવનના દરેક ક્ષેત્ર અને પરિસ્થિતિઓમાં સમજ દ્વારા જાગૃત થઇએ તથા આરોગ્ય માટે સગવડ પ્રમાણે પરદેશીબદામ અને દેશીબદામ આરોગીએ એવાં શુભ સંકલ્પની શુભેચ્છાઓ સહ
ડૉ.ભાવેશ આર. મોઢ ના શ્રી હરિ.

ગુરુવાર, 8 નવેમ્બર, 2018

કાળી ચોદશ - नर्क चतुर्दशी કે रूप चतुर्दशी ?

....અન્ય નો ડર અને ગભરાટ ( મનનો ઉચાટ ) એ
    અન્યના માટે ધન-કમાઇનું સાધન બને છે.
આ  સદીઓથી સાબીત થયેલ તથ્ય છે...
કોઇપણ ક્ષેત્રમાં ચિંતન કરી જુઓ...
ચિકિત્સાજગતમાં તો આના ઉદાહરણ તાજા મળશે
એ ઉપરાંત હોમ-એપ્લાઇન્સના સાધનો ખોટવાય ત્યારે રીપેરીંગ કરતી કંપનીના માણસો પણ  આ તથ્યોને મહંદઅંશે અનુસરે છે અનુભવ દરેક ને હશે જ.
   થોડુંક ઊંડુ ચિંતન કરીએ તો, આપણે... આપણાં દેવી-દેવતાંઓને "અભય વરદ હસ્ત મુદ્રા" માં કલ્પ્યા અને મૂર્તિઓ બનાવી... બધાએ આયુધો એમને પકડાવી  દીધા... અને માથું નમાવી બે હાથ જોડીને મૂર્તિઓ સમક્ષ વિવિધ યાચના અને પ્રાર્થનાઓમાં  મૂળ માં તો  "અભય" ની ખેવનાકરીએ છીએ.
 સ્વયંનો અને અંતઃકરણથી ઉત્પન્ન થયેલ "અભય"  મહત્વની વસ્તુ છે. અભય યથાર્થ સમજથી આવે છે અને સમજનું જ્ઞાન
કરતાં ધ્યાનપૂર્વક ના કર્મથી આવે છે.

નર્ક ચતુર્દશી ને રૂપ ચતુર્દશી માં બદલાવીએ...
અભય થઇએ અને અભય કરીએ...

આપણે ત્યાંજ નહિ પણ વિદેશોમાં પણ અભયની ટ્રેનિંગ રૂપે હેલોવીન ડે ની ઉજવણી થાય છે...

શુભ દિપાવલી - શારદાપૂજન અને મેરાયાં ની પરંપરા.

 

આજે દિપાવલી, વિક્રમસંવત-૨૦૭૫નો અંતીમ દિવસ,
અંતથી આરંભ કરવો, એ ગુજરાત અને ગુજરાતીપ્રજાની સદીઓ જુની ખાસિયત અને આગવી ઓળખ બની ગયેલ છે. આવતીકાલથી વિક્રમસંવત-૨૦૭૬ નું નવું વર્ષ શરૂ થશે. ગુજરાતનો વ્યાપારીવર્ગ આજે આવનારા નવાવર્ષના ખાતાવહી- ચોપડાંઓનું પૂજન કરશે. ધંધા-વ્યાપારની સમૃદ્ધિ, એ સતત એના નિરીક્ષણ અને એ પ્રમાણે નવા સુધારા-વધારા પર આધારિત  છે. નવીપેઢીની પ્રજામાં ખાતાવહી-રોજમેળ ચોપડાઓની જગ્યા ડેટા-એન્ટ્રી (ટેલી એકાઉન્ટે) લીધી છે. પણ મૂળ ઉદેશ્ય તો, એક જ છે કે, ધંધા-વ્યવસાયમાં ઉન્નતિ થવી જોઈએ જેના થકી સુખ અને સમૃદ્ધિ આવે છે.  ચોપડા લખવા કે, ડેટાએન્ટ્રી કર્યા બાદ સમયાંતરે એનું મુલ્યાંકન કરતાં રહેવાથી કોઇપણ ધંધા-વ્યવસાયમાં પ્રગતિ નિશ્ચિત થાય જ છે.
     દિપાવલીના દિવસે કરાતાં ચોપડાંપૂજનને "શારદાપૂજન" કહેવાય છે.
અહિંયા કલા અને જ્ઞાનની દેવી, શ્વેતવસ્ત્રધારીણી, સૌમ્યસ્વરૂપા, શિતલ, સાત્વિક માઁ શારદાનું પૂજન-અર્ચન  કરી કૃપા મેળવવા નો હેતુ છે. सरः એટલે સરકવું એ ગતી-પ્રવાહના અર્થમાં છે જે હંમેશા ભૌતિકજગતમાં એટલે કે અંદરથી બહારની તરફ થાય છે. જયારે शरः તીવ્રગતીથી ભેદન કે છેદન કરનાર, એવાં અર્થમાં છે.  🏹 બાણના અગ્રભાગને शरः કહે છે, જેને ગુજરાતીમાં ભાલોડું કહેવાય છે. शरः શબ્દ ભૌતિકજગત માંથી આધ્યત્મક્ષેત્ર તરફની ગતી સુચક અથવા બહારથી અંદરની તરફ ગતી સુચક શબ્દ છે. शरत्काले पुरा यस्मात् नवम्यां बोधिता सुरैः એટલે माॅ शारदा આથી આપણે દિપાવલીની સંધ્યા ટાણે જે ચોપડાંપૂજન કરીએ છીએ એને શારદા-પૂજન કહીએ છીએ. "શારદા" એટલે આત્મચિંતન કરીને યથાર્થને જાણવામાં સહાય રૂપ થનાર. શારદાએ "કર્મ" છે, જયારે સરસ્વતીએ "પરીણામ" છે. બ્રહ્માની જ્ઞાનશક્તિ અને વાણીની અધિષ્ઠાત્રી દેવીને સરસ્વતી કહી છે. सारं ददातीति सारदा જે "સાર" આપે છે એ सारदा છે આથી આપણે પ્રથમ माँ शारदाની કૃપાથી આત્મચિંતન કરવાનું છે શારદાથી જ સરસ્વતીની કૃપા મળે છે. બહુ સુચકઅર્થ સાથે આ શારદાપૂજનની પરંપરાને દાખલ કરાઇ છે. દરેક વ્યવસાયકારે પોતાના વ્યવસાયમાં કલાકારવૃતિ કેળવવાની છે
એટલે કે, નિત્ય જે વ્યવસાયમાં કર્માભ્યાસ થાય છે એનું પ્રતિદિન ચોપડાંલખવા સ્વરૂપે ચિંતનયુક્ત સ્વાધ્યાય થવો જરૂરી છે. જેનાં પ્રભાવે સાત્વિકતાથી આજીવિકા પ્રાપ્ત થાય છે અને આવી જ આજીવિકા શ્રીલક્ષ્મી છે. જે શાંતી, સમૃદ્ધિ અને સુખાકારી આપે છે. शारदावंदना માં કહે છે કે, शुक्लां ब्रह्मविचार सार, परमाम् आद्याम् जगद्व्यापिनीम्, वीणा पुस्तक धारिणीम्, अभयदाम् जाड्यान्धकार अपाहाम्, हस्ते स्फाटिक मालीकाम्, विदधतीम् पद्मासने संस्थिताम्, वन्दे ताम् परमेश्वरीम् भगवती बुद्धि प्रदाम्  शारदाम् ।। પહેલાં કર્મયોગી બનીને પાત્રતા કેળવવા માટે શારદાવંદના છે. માઁશારદાનું વાહન "મયુર" બતાવેલ છે. જે કર્મમાં દરેક દ્રષ્ટિકોણથી સતરંગી મહેનત, ભાવ અને ઉત્સાહથી થવી જ જોઈએ એની પ્રતિકાત્મક રજૂઆત છે. જયારે સરસ્વતીવંદનામાં લખે છે કે, या कुन्द इन्दु तुषार हार धवला, या शुभ्रवस्त्र आवृता, या वीणा वरदण्डमण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्मा अच्युत शंकर प्रभृतिभिः देवैः सदा वन्दिता, सा माम् पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ।। અહિંયા કુન્દ એટલે કે शल्लकीના પુષ્પ જે સફેદ રંગના અને સુગંધી હોય છે. સુકાયા પછી પણ લાંબો સમય દૂર દૂર સુધી એની સુગંધ ફેલાય છે એ રીતે શુભકર્મનું ફળ તો લાભ આપે જ છે, એટલે મળેલ પરીણામના ધન્યવાદ રૂપે તથા સદાય માઁની કૃપા બની રહે એવી અપેક્ષા સાથે સરસ્વતીવંદના કરાય છે. માઁસરસ્વતીનું વાહન "રાજહંસ" બતાવેલ છે જે પરમ સાત્વિકતા સાથે પૂર્ણ સિદ્ધિના કારણે જીવનમાં શાંતી અને સંતોષનું પ્રતિકાત્મક રજૂઆત છે.
     થોડાંક વર્ષો પહેલાં સુધી દિપાવલીની રાતે ગામડામાં "મેરાયું" લઇને, એમાં બાળકો ઘરેઘરે તેલ-ઘી પુરાવવા નિકળતાં હતાં, "અઇણી-મઇણી મેર મેરાયું જે ઘી પુરાવે એને..." આવા તાલબદ્ધ સુર પણ સંભળાતાં,  હવે લગભગ આવું જોવા મળતું નથી. મેરાયાંની પરંપરા શ્રીકૃષ્ણના ગોવર્ધન પર્વતને ધારણ કરવાના કથાનક સાથે જોડાયેલ છે, જયારે શ્રીકૃષ્ણે ગોકુળવાસીઓને વેદકાલીન સંસ્કૃતિ પ્રમાણે પ્રકૃતિનું પૂજન કરવા કહ્યું અને ઇન્દ્રને બદલે ગોવર્ધનપર્વતની પૂજા કરાઇ ત્યારે બારેય મેઘ ખાંગા થયાં, શ્રી ગિરીધરગોપાલે લીલા કરીને ગોવર્ધનની નીચે આખાય ગોકુળને વરસાદી પ્રકોપથી રક્ષયું હતું. વરસાદ બંધ થતાં ગોપ લોકોએ પર્વતની ગુફાઓમાં આશ્રય લેનારા અન્ય ગ્રામવાસીઓનાં ક્ષેમ-કુશળ પૂછવા હાથમાં કામચલાઉ મશાલો(મેરાયાં) લઇને પર્વતની ગુફાએ-ગુફાએ ફરતાં અને વ્રજ બોલીમાં પૂછતાં मावडी, गाव़डी मेर मेरायुँ એટલે કે, આપની ગાયો વિગેરે પહેલાની જેમ સંખ્યા પ્રમાણે બધુ પશુ ધન મેળમાં તો આવી ગયું છે ને !! કાળક્રમે મેરાયું શબ્દ "મેળબેસાડવાને" બદલે દિપાવલીની રાતે બનાવાતી કામચલાઉ મશાલ માટે વપરાવવા લાગ્યો. આ કથાનક એ દિપાવલી ના બીજા દિવસે થતી ગોવર્ધનપૂજા અને અન્નકુટની પરંપરાસાથે અનુસંધાન પણ ધરાવે છે.
    દિપાવલીની સંધ્યાએ પરંપરાગત મેરાયું બનાવવા માટે ખીજડાં કે આકડાંનીશાખા અથવા શેરડીનો સાંઠો લેવામાં આવે છે. આશરે ૨૪ આંગળ( 2 ફુટ) લાંબા અને બે આંગળ( 2 ઇંચ) વ્યાસના ટૂકડાં માંથી એક ૬ આંગળનો ટૂકડો કાપી લેવાય છે એને વચ્ચેથી ચીરીને બે ફાચર ત્યાર કરાય છે. બાકી વધેલા અઢાર આંગળ લાંબા ટૂકડામાં છ આંગળ સુધી + આકારે ચીરાં લગાવાય છે આ ચીરાંમાં બનાવેલ ફાચરને બેસાડી દેવાય છે. આસપાસ કપડાંના ટુકડાં વીંટીને માટીથી અંદરબહાર સારીરીતે લીંપીને મશાલનો આકાર દેવાય છે.

    દિપાવલીની રાતે એમાં સૂકાંટોપરાંની એક કાચલી મૂકી એમાં રૂ-સહિતના કપાસીયાં ભરાય છે પછી તેલ કે ઘી નાંખીને તૈયાર કરાય છે. શારદાપુજન બાદ આરતી માટે મેરાયું પ્રગટાવાય છે. મેરાયું એ પ્રકાશ સાથે સમૃદ્ધિનું પ્રતિક છે. એટલે ઘરમાં ફેરવીને પછી ઘરનાં વાડામાં રહેલ પશુંઓને પણ પ્રજવલિત મેરાયાનું દર્શન કરાવે છે અંતે ચારરસ્તા પર કે ગામની બહાર એને ઊભું કરી દેવાય છે.
    "મેરાયું" શબ્દ વિશે ચિંતન કરીએ તો, સંસ્કૃત શબ્દ "મેરુક" નું અપભ્રંશ થયેલ હોય એવું લાગે છે.
    मेरुक = मि +रुः, मिनोति क्षिपति गन्धानिति संज्ञायां = यक्षधूपः "મેર" નો ગુજરાતી અર્થ "કૃપા", "દયા", "મહેરબાની" બતાવેલ છે. ઐતિહાસીક ઉલ્લેખ મુજબ પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં વસતી એક જાતી માટે વપરાતો "મેર" શબ્દ,  मिहिर એટલે કે સૂર્ય પરથી આવે છે, આ કોમ શુરવીર અને જુસ્સોધરાવનાર છે,  અશ્વપાલનનો શોખ ધરાવે છે. તેઓ સ્નેહાળ, નિમકહલાલ, નિખાલસ અને સૂર્યપૂજક છે. સંભવતઃ મેરાયું શબ્દ પણ "મિહિર" અને "મેર" કે "મેરુ પર્વત" જેવાં ગુણવાચક  શબ્દો સાથે સંબંધિત છે..પરંપરાગત રીતે માનવામાં આવે છે કે, શારદાપૂજનના અંતે, મેરાયાંથી આરતી કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે તથા પશુઓને એ મેરાયાંના દર્શન કરાવવાથી તથા ઘરમાં મેરાયું ફેરવવાથી પશુઓને તથા પરીવારજનોને રોગચાળો આવતો નથી.
     આજે પણ મોડાસા તાલુકાના શામપુર ગામના અતિપ્રાચીન સ્વયંભૂ કુઢેરાં મહાદેવ પાસે અરવલ્લીની ગિરિમાળાની ટેકરી ઉપર વિશાળ મેરાયું આવેલું છે. આ મહિમાવંતા, 15 ફૂટ ઊંચા અને 7 ફૂટ પહોળા મેરાયાંના ત્રાંબાના પરણાયામાં સવામણ ઘી પૂરી,  ધોતીનાજોટાની દીવેટ બનાવી કુઢેરાં મહાદેવની સાયંકાળની આરતીના ઘંટારવ સાથે દીપાવલીની રાત્રે મેરાયું પ્રગટાવવામાં આવે છે. ચૌહાણકુળના વંશજ ક્ષત્રિયો - સરડોઇ, શામપુર ગામના ગ્રામજનોની ઉપસ્થિતિમાં મેરાયુ પ્રગટાવી પ્રકાશના આ મહાપર્વને વધાવે છે.
     દિપાવલીની રાતે અમાસનાઅંધકારને અજ્ઞાન કે અણઆવડતના પ્રતિક સમાન ગણીને જ્ઞાનરૂપી પ્રકાશનો પર્વ બનાવવાનો શુભ અને કલ્યાણકારી સંદેશ આપતાં પ્રકાશનાંપર્વ દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ સાથે,
આવતીકાલના સુપ્રભાતથી શરૂ થતાં...
વિક્રમસંવત - ૨૦૭૬
,  નૂતનવર્ષના અભિનંદન.
સંકલન અને રજૂઆત : ડૉ.ભાવેશ આર. મોઢ-કચ્છ.

ધનતેરસે ધન્વંતરી મહિમા

       આસો વદ તેરસને "ધનતેરસ" કહેવાય છે. ધનનો સીધો સંબંધ આરોગ્યતા સાથે છે. આરોગ્યવાન સંસારના સુખો ભોગવી શકે છે અને ધન પણ કમાઇ શકે છે, ધનનું પ્રયોજન અંતે તો સુખો મેળવવા માટે જ છે. આરોગ્ય નબળું હોય અને પુષ્કળ ધન હોય છતાં પણ સુખોને જો સારીરીતે ભોગવીના શકાય તો એ ધન નું પ્રયોજન શું ?
     धन्वंतरी त्रयोदशी શબ્દનું કાળક્રમે અપભ્રંશ થઇને ધનતેરસ થઇ ગયું. આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ સને 2016થી દર વર્ષે ધનતેરસને ભગવાનધન્વંતરીના પ્રાગટ્યદિવસને "રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ" તરીકે રાષ્ટ્રની પ્રજાને ઉજવણી કરવાની જાહેરાત કરી. આ દિવસે, આયુષ મંત્રાલય દિલ્હી દ્વારા દર વર્ષે કોઇ એક વ્યાધિવિકારનો વિષય નક્કી કરી આખુ વર્ષ એના પર સંશોધનકાર્ય કરીને લોકોમાં એ વિષયે જાગૃતતા લાવવાનું શરૂ કરેલ છે. સને 2016માં પ્રથમ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે " Mission मधुमेह" નક્કી કરાયેલ જે અંતર્ગત આયુર્વેદ દ્વારા ડાયાબીટીસનું પ્રિવેન્શન તથા કંટ્રોલની થીમ રજૂ કરાયેલ. સને 2017માં "પેઇન મેનેજમેન્ટ બાય આયુર્વેદા" અને આ વર્ષે 2018 માટે "આયુર્વેદ એન્ડ પબ્લિકહેલ્થ" નો વિષય નક્કી કરાયેલ છે. આ વર્ષે 2019 માં ચતુર્થ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની થીમ सुख आयु दीर्घ आयु ની નક્કી કરાયેલ છે..
આમતો, સનાતનધર્મના દરેક પૂજા-અનુષ્ઠાનની પૂર્ણાહૂતીમાં અન્ય આશીર્વાદ સાથે "आयु" ને પણ અનિવાર્યરૂપે  જોડેલ જ છે.નિરોગીશરીરએ ચારેયપુરૂષાર્થની સિદ્ધિ માટે પ્રારંભિક આવશ્યક શરત છે.
     આયુર્વેદની આદ્યસંહિતાઓમાં આયુર્વેદનું અવતરણ જુદી-જુદી રીતે વર્ણવેલ છે. સુશ્રુતસંહિતામાં ભગવાનધન્વંતરી પાસેથી શિષ્યોને આયુર્વેદનું જ્ઞાન મળે છે અને સંહિતાઓ રચાય છે, જયારે ચરકસંહિતામાં  આયુર્વેદના અવતરણમાં ભગવાન ધન્વંતરીનો ઉલ્લેખ જ નથી, આવુ કેમ ? શું વેદના દેવો અને ૠષિઓમાં ભગવાનધન્વંતરી છે ?
     ભારતીયસંસ્કૃતિ અને ધાર્મિકપરંપરાઓને જાણવા-સમજવા વેદો, ઉપનિષદો અને પુરાણો અભ્યાસ કરવો જરૂરી છે. અત્યારે પ્રચલિત ધાર્મિક-અનુષ્ઠાનો તથા તહેવાર-ઉત્સવો મોટાભાગે પુરાણોના કથાનકોને આધારીત  છે. કર્મમાં પ્રારબ્ધવાદ ; શ્રાપ, ચમત્કાર અને આશીર્વાદની આશાઓ પુરાણોમાંથી આવેલ છે. પુરૂષાર્થ એજ કર્મ અને એ દ્વારા યર્થાથજ્ઞાનથી પ્રજાનો સર્વોદય ઉપનિષદોનું મૂળ પ્રતિપાદન છે.
     વેદકાલીન જે દેવતાઓની સ્તુતિઓ છે એની જાણકારી આજે સામાન્યપ્રજામાં  નહિવત્ જોવા મળે છે.   મુખ્ય પ્રાણીની સંખ્યા 18 ગણેલ છે, જો કે આ અઢારેયપુરાણોમાં ઘણીબધી વાતો એક સમાન જોવા મળે છે.
ભગવાનધન્વંતરીના કથાનકો પુરાણોમાં જ વર્ણવેલ છે, પૌરાણિકકથાનક અનુસાર ૠષિઅત્રિ અને માઁ અનુસૂયાના શિવઅંશરૂપ પુત્ર દુર્વાસા જન્મ્યા હતાં. ચાક્ષુષનામે છઠ્ઠા મન્વંતરમાં સ્વર્ગમાં મંત્રદ્રુમ નામે ઇંદ્ર હતો. આ ઇન્દ્રનો સત્કાર કરવા પુષ્પમાળા આશીર્વાદ સાથે દુર્વાસા આપે છે. ઇંદ્ર મદમાં એ પુષ્પમાળાને તુચ્છ  ગણી હાથીને પહેરાવી દે છે. જેને હાથી સુંઢથી તોડી પોતાનાપગ તળે  કચડી નાંખે છે. આ કૃત્યથી દુર્વાસા ઇંદ્રને શ્રાપ આપે છે કે, "ઇન્દ્રની સર્વ સંપત્તિ સમુદ્રમાં પડે." પછીથી આ સંપતિને સમુદ્રમાંથી પાછી મેળવવાની યુક્તિરૂપ સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું. ભગવાનધન્વંતરી, શ્રી વિષ્ણુજીના ૨૪ અવતાર પૈકી ૧૩માં અવતાર  રૂપે સમુદ્રમંથનમાંથી ૧૩માં રત્ન (ઉપલબ્ધી) રૂપે હાથમાં અમૃતથી પરિપૂર્ણ કુંભ લઇને પ્રગટ થયેલ હતાં. સમુદ્રમંથન છઠ્ઠા, ચાક્ષુષમન્વંતરમાં થયું હતું અત્યારે સાતમો મન્વંતર, વૈવસ્વત ચાલે છે. પુરાણોના મતે એક મન્વંતરના ૩૦,૬૭,૨૦,૦૦૦ માનવવર્ષો થાય છે. જયારે શ્રીલોકમાન્યતિલકે ઑરાયન-મૃગશિર્ષનક્ષત્ર અને વસંતસંપાત આધારીત વૈજ્ઞાનિક ગણતરીને આધારે વેદોનો કાળ 6000 વર્ષ પૂર્વે દર્શાવેલ છે. છતાંય વેદોમાં ૠષિ-દુર્વાસા નથી કે સ્પષ્ટપણે ભગવાનધન્વંતરીનો પણ નામોલ્લેખ નથી. એક માત્ર આર્યસમાજ દ્વારા પ્રકાશીત અર્થવવેદનાં બીજાકાંડનાં ત્રીજાસુક્તમાં, ऋषिअंगीरा, भैषज्यआयु धन्वंतरीदेवता એવી નોંધ સૌપ્રથમ વાર મૂકેલ છે. જો કે, આ  સંપૂર્ણ સુક્તની એક પણ ૠચામાં "ધન્વંતરી" શબ્દ જોવા-જાણવા મળતો નથી અને ત્યારપછીની જુદી-જુદી સંસ્થાઓએ પ્રકાશીત કરેલ અર્થવવેદની આવૃતીઓમાં આ જ બાબત કૉપી-પેસ્ટ  કરેલ છે. ૠગ્વેદમાં આરોગ્યનાદેવતા અથવા દેવોનાંચિકિત્સક તરીકે દેવયુગ્મ અશ્વિનીકુમારૌનો ઉલ્લેખ 376 વાર 57 સુક્તઓમાં આવહ્વાન અર્થે જોવા મળે છે. વળી દરેક સંહિતાઓમાં આયુર્વેદનુંઅવતરણ, આયુર્વેદનું જ્ઞાન આપવાનું બ્રહ્માથી શરૂ થાય છે, જે પ્રજાપતિપાસેથી અશ્વિનીકુમારૌને મળે છે. એમ સમાન રીતે ઉલ્લેખાયેલ છે. અહિંયા થોડું ચિંતન કરીએ, બ્રહ્મા એટલે "મૂળ-જ્ઞાન" જેની વ્યાખ્યા થઈ શકે એમ નથી, જૈનધર્મમાં જે નિગોદ કહેવાયું છે એવું કંઇક, કુદરતમાંથી મુશ્કેલી દૂર કરવાની પ્રાણીમાત્રને મળતી સ્વતઃ પ્રેરણાને બ્રહ્મા કહી શકાય. આ તથ્યને ૠષિઓએ બહુ સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરેલ છે, "ब्रह्मास्मृतवा" લખીને. પછી પ્રજાપતિ એટલે લોકજીવનના એવા સરળ મનુષ્ય કે, જે અનુકંપાવશ પોતે જાણેલા અને  અનુભવ આધારીત પોતાની પ્રજા પર  કરેલ ચિકિત્સાપ્રયોગોનો કર્માભ્યાસજન્ય જ્ઞાન સંચિત કરેલ, આવા પ્રજાપતિએ પણ દક્ષ-બુદ્ધિ ચાતુર્ય સાથે વ્યહવારૂ હોવાનું સુચવે છે. દક્ષ-પ્રજાપતિ પાસેથી અશ્વિનીકુમારૌએ ચિકિત્સાનું જ્ઞાન મેળવેલ છે અને એમણે એ જ્ઞાન ઇન્દ્રને આપ્યું, અહિંયા ઇંદ્રને રાજા ગણો એટલે ઘણું બધું સમજાઇ જાય છે. આયુર્વેદનું અહિં સુધીનું અવતરણ દરેક સંહિતાઓમાં એક સમાન અપાયેલ છે પણ પછી દરેક સંહિતામાં અવતરણનો ક્રમ જુદોજુદો બતાવેલ છે. જેમકે, ઉપનિષદકાળ પછી લખાયેલ ચરકસંહિતામાં આયુર્વેદનું જ્ઞાન ઇન્દ્ર પાસેથી ભારદ્વાજને તથા એમની પાસેથી આત્રેય વિગેરેને, તથા આત્રેયના શિષ્યો અગ્નિવેશાદિને પ્રાપ્ય થાય છે. પૌરાણિકકાળમાં લખાયેલ સુશ્રુતસંહિતામાં આયુર્વેદનુંજ્ઞાન સીધું ધન્વંતરીને...
     ભગવાનધન્વંતરી પાસેથી સુશ્રુતાદિને, કાશ્યપસંહિતામાં સીધું કશ્યપઋષિને ઇન્દ્ર દ્વારા આયુર્વેદનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ચરકસંહિતામાં પાછળથી ઉમેરાયેલા કેટલાંક અધ્યાયોમાં, "ધન્વંતરોનો અધિકાર." લખેલ જોવા મળે છે. જો કે, આ શબ્દરચના પૌરાણિકકાળ માં ઉમેરાયેલ હોય એવું લાગે છે. ધન્વતંરી શબ્દનો એક અર્થ અતિ કપરો રોગ મટાડે એવો વૈદ્ય થાય છે, અને એ મોટાભાગે શલ્યવિદ્(સર્જન) હોય છે. આજે પણ મોટીહોસ્પિટલોની સત્તા સિવિલસર્જનના હાથમાં જ સોપાયેલ હોય છે.
     સમુદ્રમંથન બાદ પ્રગટ થયેલ ધન્વંતરીએ વિષ્ણુપાસે યજ્ઞભાગ માંગેલ પણ વિષ્ણુજીએ કહ્યું કે, એ અત્યારે આપને મળવો શકય નથી પણ આપને આવતા જન્મે યશસ્વી દેવ ધન્વંતરી તરીકેની ખ્યાતિ પ્રાપ્ત થશે અને આરોગ્યવાંચ્છું પ્રજા ગોધૂલિના સમયે આપને આહુતિઓ આપશે. આવું જ કંઈક અશ્વિનીકુમારૌને યજ્ઞભાગ આપવાને લઇને હતું, જેમાં ચ્યવનૠષિના પ્રયત્નોથી અશ્વિનીકુમારૌને યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે. સમુદ્રમંથનમાં પ્રાગટય બાદ પુનઃ ધન્વંતરીનો નવો જન્મ થાય છે, એ સંબંધિત બે કથાનક પુરાણોમાં ઉલ્લેખાયેલ છે. જે પૈકી એકમાં કેટલાંક વેદકાલીન તથ્યો પણ જોવા મળે છે. સોમવંશી આયુપુત્ર ક્ષાત્રવૃદ્ધના વંશના કાશ્યકુલોત્પન્ન દીર્ઘતમા રાજા, જેમના પુત્રનું નામ સુધાપાણિ/સૌદેવા/દિવોદાસ હતું. જેમણે ઇંદ્રની કૃપાથી ગંગા કિનારે કાશીનગરી વસાવેલી. આ દયાળુ-પ્રજાવત્સલ રાજા કાશીમાં સુખેથી રાજ કરતા અને યયાતિ રાજાની માધ્વી નામની કન્યા સાથે તે પરણ્યા હતા. હૈહય કુલોત્પન્ન રાજાઓ તેમને અતિશય ત્રાસ આપતા તેથી કંટાળી ભારદ્વાજમુનિ પાસે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવ્યો.જેના પ્રતાપે "પ્રતર્દન" નામનો પુત્ર જન્મ્યો અને એણે પોતાના પિતાના વેરીઓને જીતી લીધાં.ત્યારબાદ કેટલોક સમય રાજકાજ સંભાળીને આ પુત્રને રાજ્ય સોંપી, રાજાદિવોદાસ  મહાઅરણ્યમાં જઈને રહ્યા. આ પરદુઃખભંજન મહાત્માએ રોગીમનુષ્યોનાં દુઃખ ટાળવાને હજારો ઔષિધિઓ ખાઈ-વાપરીને શોધી હતી. આ કઠિન શોધમાં તે જરાપણ કંટાળતા નહિ. ઔષધિ શોધવાને તે મોટાં-મોટાં જંગલોમાં ફરતાં અને સંકટો વેઠતાં. આમ વ્યાધિઓને મટાડવાનાં 300 થી વધુ ઉપાયો જાણનાર આ રાજા વૈદ્ય-ધન્વતંરી તરીકે લબ્ધ પ્રતિષ્ઠિત થયા,આવી જ કંઈક કહાની હકીમ લુકમાનની પણ છે. ગરૂડપુરાણમાં ચાલીસ જેટલાં અધ્યાયમાં જે ધન્વંતરીસંહિતા વર્ણવાયેલ છે એ સંભવતઃ દિવોદાસ કૃત છે. પ્રતર્દનના ધર્મપત્ની એટલે રાણી મદાલસા, જેનો પરીચય આજના કેટલાક ગર્ભસંસ્કારના પુસ્તકો અને સેમિનારોમાં જાણવા મળે છે. પ્રતર્દનનો સમયગાળો રામાયણકાળથી થોડો પહેલાનો જોવા-જાણવા મળે છે.
     બીજા એક કથાનકમાં પૌરાણિકકાલીન તથ્યો જણાઇ આવે છે. દ્વાપરયુગમાં કાશીરાજ ધન્વે, પુત્રને માટે તપસ્યાં અને "અબ્જદેવની" આરાધના કરી. અબ્જદેવે પોતે, રાજાધન્વને ઘરે અવતાર લીધો. જેમને ભારદ્વાજ ઋષિ પાસે આયુર્વેદશાસ્ત્રનો અભ્યાસ કરી, પ્રજાને રોગથી મુક્ત કરી. આથી પિતાનાંનામ "ધન્વ" પરથી "ધન્વતંરી" તરીકે પ્રસિદ્ધ થયા. ધન્વન એટલે ચોતરફ રણથી રક્ષણ થતું હોય તેવુ સ્થળ, ત્યાંના રાજાને ધન્વ  કહેવાય અને આવાસ્થાનમાં ઉગતી એક કાંટાળી વનસ્પતિ ધન્વ-યવાસ એટલે કે ધમાસો કહેવાય છે. ધન્વરાજાનાં આ કથાનકમાં ગંગાનદીને બદલે કોઇ મરૂદેશનો સબંધ વધુ તર્કસંગત લાગે છે. આ કથાનકમાં ધન્વતંરીનો પુત્ર "કેતુમાન" હરિવંશપુરાણમાં પણ બતાવેલ છે.
     શ્રી કનૈયાલાલમુનશી જેવા ઇતિહાસસંશોધક લેખકોએ ચાણક્ય જેવા પાત્રોને વર્ણવતા પાટલીપુત્ર અને વૈશાલી જેવાં જનપદમાં દેવયુગ્મ અશ્વિનીકુમારૌનાં મંદિર તથા આજની જેમ પૂજન-વિધિના ઉલ્લેખ કરેલા છે. પણ ભગવાનધન્વંતરીના મંદીર કે પૂજન,  ઐતિહાસિકઘટના તરીકે વર્ણવેલ નથી, દક્ષિણભારતમાં પૌરાણિક કાળમાં ધન્વતંરીની મુર્તિઓ અને પૂજનના ઉલ્લેખ જોવા મળે છે. જો કે અશ્વિનીકુમારૌની પ્રાચિનતા ત્યાં પણ અસ્તિત્વ ધરાવે છે. આયુર્વેદચિકિત્સકના આરાધ્ય વેદકાલીન દેવયુગ્મ અશ્વિનીકુમારૌ છે, તો પૌરાણીકદેવ ધન્વંતરી છે. આરોગ્યપ્રાપ્તિ અને રોગમુક્તિ માટે, વિશ્વાસ અને શ્રદ્ધા પ્રગટ થવાં જોઇએ. આ બાબતે આયુર્વેદ ચિકિત્સાના આરાધ્ય દેવોનું પૂજન-અર્ચન, સહજ અને સ્વાભાવિક રીતે સહાયક બને છે.
      આ ધનતેરસે, ભગવાનધન્વંતરીનું ભક્તિભાવથી પૂજન કરીએ અને દેવયુગ્મ અશ્વિનીકુમારૌનું આહ્વાહન કરી યજ્ઞઆહુતિ આપીએ, દેવો પાસેથી આરોગ્ય-પ્રાપ્તિના આશીર્વાદ મેળવીએ એવી,
હાર્દિકશુભેચ્છાઓ સહ  ધન્વંતરી ત્રયોદશીના અભિનંદન.

સંકલન અને રજૂઆત: ડૉ. ભાવેશ આર. મોઢ - કચ્છ.

https://m.facebook.com/story.php?story_fbid=1983350821924629&id=100007491914254

વાઘબારસ માં બારસ સાથે "વાઘ" શબ્દ કેમ ?

આસો વદ બારસ એટલે કે "વાઘબારસ"  બારસ સાથે વાઘ શબ્દ જોડવાનું પ્રયોજન શું ?

એ જીજ્ઞાસાના કારણે થોડું સંશોધન અને કેટલુંક ચિંતન કર્યા બાદ જાણ માં આવ્યું કે,

"વાઘ" એ મૂળભૂત ગુજરાતી શબ્દ છે અને રાનપશુઓ માટે વપરાતા સંસ્કૃત શબ્દ व्याघ्र પરથી આવે છે.

વાઘનો સ્થુળ અર્થ, શિકારને ઢસડીને લાવનાર પ્રાણી છે. વાઘના શરીર પર  ચટ્ટાપટ્ટા હોય છે એટલે કે નિયમીત બે જુદાં જુદાં રંગના  ઊભા પટ્ટાની ચિતરામણ હોય છે. જે આ પ્રાણીને અન્ય રાનપ્રાણીઓ કરતાં વિશિષ્ટ આકર્ષક બનાવે છે.

ભગવદ્ગોમંડળમાં "વાઘ" નો એક અર્થ,
"અઘરણીમાં શણગારેલી ધેણ"   બતાવેલ છે; 
અહિંયા  "અઘરણી" નો અર્થ સીમંત થાય છે તથા ધેણ નો અર્થ સાતમા માસનો ગર્ભધારણ કરેલ સ્ત્રી થાય છે.

એટલે કે પ્રાચીન ગુજરાતી લોકબોલીમાં "વાઘ" નો લોકીક અર્થ "સીમંત પ્રસંગે શણગારેલી વહુ"  એવો થાય છે.

નવા, કિંમતી અને મનમોહક જરીકામ તથા મીનાકારી વાળા; રાજા કે દેવમૂર્તિના વસ્ત્રોને "વાઘા" કહે છે...

ફે.બુ. સંસ્કૃતિમાં કેટલાક વિદ્વાનોએ વાઘબારશને वाक् નું અપભ્રંશ વાઘ ગણાવીને  વાણીની દેવી સરસ્વતીનું પૂજન અર્ચન નો દિવસ વાઘબારશ બતાવેલ છે. જો કે, પરંપરાગત આવું કોઇ પૂજન આ દિવસે કરવામાં આવતું નથી, આપણે ત્યાં દિવાળીના દિવસે જ શારદાપૂજન નિમેત્તે સરસ્વતી વંદના કરાય છે.

કેટલાક લોકસંસ્કૃતીનું વર્ણન કરતાં પુસ્તકો માં વાઘબારસે ઘર ના આંગણે તથા દરવાજા ની બાજુમાં  "વાઘ કાઢવા" ની પરંપરા નો ઉલ્લેખ કરાયેલ છે.

સમગ્ર રીતે જોતાં વાઘબારસ માટે વાઘનો અર્થ  "શણગારવું" થાય છે વાઘબારસે,  ઘરને સીમંત પ્રસંગે જેમ ગર્ભિણી સ્ત્રીને વસ્ત્ર-અલંકારથી, અદમ્ય ઉત્સાહથી શણગારવાનો જે ભાવ રહે છે એજ રીતે ઘરને દિપાવલીના પર્વનાં વધામણાં માટે શણગારવાના સુચન રૂપે આસો વદ બારસ ને વાઘબારશ નામ આપેલ છે.
વાઘબારશથી  જ્ઞાનપ્રકાશ અને સમૃદ્ધિની મનોકામનાનો પંચદિવસીય તહેવાર દિવાળી નું આગમન થાય છે. આથી બારસે  ઘરને શણગારવું જરૂરી છે એટલે કે, વાઘ કાઢવા માટે  વાઘબારશ...

શુક્રવાર, 2 નવેમ્બર, 2018

આસો વદ અગિયારસ - રમા એકાદશી અને કેળાં.

     આસો વદ અગિયારશને रमाएकादशी કહેવાય છે. પૌરાણીક કથામાં, રાજામુંચકુંદની દિકરી ચંદ્રભાગાના પતિ શોભનને ફરજ પડવાથી અગિથારશનો ઉપવાસ કરવો પડે છે. જેના પ્રતાપે એનો સર્વસુખથી સંપન્ન પણ અસ્થિરતાવાળી મંદ્રાચલપર્વત પર દેવપુરનામે નગરીમાં એનો વાસ થાય છે.આ નગરીમાં સુખોની અસ્થિરતાં, એની પત્ની ચંદ્રભાગાના વ્રતપ્રભાવથી દૂર થયાં હતાં અને દંપતિને સ્વર્ગસુખની પ્રાપ્તિ થઇ હતી, તેથી આ એકાદશીનું નામ રમા એકાદશી પડયું છે. "રમા" નો એક અર્થ સમૃદ્ધિ થાય છે. સદ્-ભાગ્યનીદેવી શ્રીલક્ષ્મીને રમા કહેવાઇ છે. જે વિષ્ણુપત્નિછે અને શ્રીહરિ પણ રમાથી ઓળખાય છે જેમકે रमाकांत, रमापति, रमारमण. આ એકાદશી, "ધર્મપત્નીથી જ સદ્-ભાગ્ય પ્રાપ્ત થાય છે અને પત્ની જ પરમસુખ-સમૃદ્ધિ સાથે મંગલમયદાંમ્પત્યનું ઉત્પતિકારણ છે." એવો સંદેશ આપે છે.
     સ્વાસ્થયની દ્રષ્ટિએ રમા-એકાદશીમાં કેળાંનું માહત્મય દર્શાવેલ છે, શ્રી હરિને કેળાંનો અર્ધ્ય આપવાનું શાસ્ત્રીય વચન છે. કેળાંને સંસ્કૃતમાં कदली, मोच અને रम्भा ફળથી ઓળખવામાં આવે છે આયુર્વેદિય દ્રષ્ટિકોણથી કેળું, हृद्यं मनोज्ञं कफवृद्धिकारि शीतःच सन्तर्पणं एव बल्यम्। रक्तं सपित्तं श्वसनः च दाहं रम्भाफलः च अपि नरस्य हन्ति ॥ अपक्वकं ग्राहि च शीतलः च कषायकं वातकफं करोति । विष्टम्भि बल्यं गुरु दुर्ज्जरःच आरण्य रम्भाफलं एव तद्वत्  ।। पक्व कदलीफलगुणः कषायत्वम् । मधुरत्वम् । शीतलत्वम्। पित्तास्रविमर्द्दनत्वम् । गुरुतरत्वम् । मन्दानले अपथ्यत्वम् । सद्यः शुक्रविबर्द्धनत्वम् । क्लमतृष्णाहरत्वम् । कान्तिदातृत्वम् । दीप्ताग्नौ सुखदत्वम् । कफामयकरत्वम् । सन्तर्पणत्वम् । दुर्ज्जरत्वञ्च ॥ કેળાંના આ ગુણકર્મ આધુનિકતબીબી વિજ્ઞાનના સંશોધનકારોએ પણ કર્માભ્યાસના અંતે સ્વિકાર્ય કર્યા છે Bananas are effective at increasing spermcount, they contain a rare enzyme called bromelain which is responsible for regulating sex hormones. They are also a rich source of vitamins B6, A and C. These essential vitamins help the body enhance its sperm producing ability and increases stamina significantly.
     આજે સીડલેસ કેળાં આવે છે જેનું વૈજ્ઞાનિકનામ,Musa  Paradisiaca છે પણ એ બે જંગલી પ્રજાતી કે  જેનાં કેળાંઓમાં દાણાં આવતાં એનું હાઇબ્રીડ રૂપ છે. એ પ્રજાતીઓને Musa Acuminata અને Musa Balbisiana નામે ઓળખાય છે . વનસ્પતિઓના આધુનિક દ્રષ્ટીએ વ્યવસ્થિત વર્ગીકરણ ના પિતા Linnaeus કેળાંના બે સમુહમાં વર્ગીકૃત કરે છે એક છે cooking bananas જેમાં Musa paradisiaca અને બીજું dessert bananas. જેમાં Musa sapientumનો સમાવેશ થાય છે. કેળાંની સોળથી પણ વધુ પ્રજાતીઓ પ્રાચીન ભારતમાં જોવા મળતી હતી. કેળાં એ કુદરતી વર્ગ Scitamineae ની વનસ્પતિ છે આ કુળમાં  હળદર, આંબાહળદર, કપૂરકાચલી, ઇલાયચી, આદું જેવી વનસ્પતિઓનો પણ સમાવેશ થાય છે.
      મંદાગ્નિવાળાંને કેળાં પચવા અઘરાં છે આથી જો કેળાંનું અર્જીણ થાય તો  ઇલાયચીના દાણાં ચાવીને ખાવા એ એનું મારણ છે.  કદમાં નાના કેળાં ની એક જાત ને "એલચીકેળાં" પણ કહેવાય છે. ગુજરાતમાં વેરાવળથી જુનાગઢ ના માર્ગ પર શેરબાગ-ગડુ પાસે આ કેળાં ની ઘણી હાટડીઓ જોવાં મળે છે દક્ષિણભારત માં આ ઇલાયચી કેળાં ને Yelakki Banana નામે ઓળખાય છે.  કેળાંમાં લોહતત્વ હોય છે પણ કુદરતી રીતે પાકેલહોયતો, કુદરતી રીતે પાકતાં કેળાંમાં બ્રાઉન-કાળાં, જે ડાઘ પડે છે એ લોહતત્વનું ઓક્સિડેશન દર્શાવે છે. 
      આજનાયુગમાં હૃદરોગ, હાઇપરટેન્શન, લોહીનુંઊંચુદબાણ, ડાયાબીટીસ, પુરૂષવંધ્યત્વ જેવાંઆધુનિક વ્યાધિવિકારોમાં કેળાં એ ઉત્તમ, સુલભ અને કાર્યક્ષમ આહાર-ઔષધ છે. આધુનિક સંશોધનકારો લખે છે કે,
Bananas can be helpful in overcoming depression "due to high levels of tryptophan, which the body converts to serotonin, the mood-elevating brain neurotransmitter," Plus, vitamin B6 can help you sleep well, and magnesium helps to relax muscles.
      કેળના પુષ્પ, પત્ર, ફળ અને થડ તમામનો જુદાં-જુદાં ઔષધી ઉપયોગ છે. જેમાં ડાયાબિટીકદર્દીઓમાં કેળનાપુષ્પો ઉપયોગી છે, તો પુરૂષવંધ્યત્વના દરદીઓને એનાં કુદરતીરીતે પાકેલા ફળો. પાંદડાનો રસ પેટની નવીન બિમારીઓમાં તથા થડની અંદર રહેલ સ્ટાર્ચ તથા પાણી એ જટીલ અન્નમાર્ગ તથા મૂત્રમાર્ગના રોગોની ઉત્તમ ઔષધી છે.
      મૂળ સંસ્કૃતશબ્દ कदली પરથી ગુજરાતીમાં "કેળ" શબ્દ આવે છે. જેનો અર્થ નાજુક, સુકોમળ, નિરૂપદ્રવી, નિર્દોષ, થાય છે કેળના અર્થ, ગુણકર્મ અને રૂપ "रमा" સદ્દશ જ હોય છે એટલે रमाएकादशीમાં કેળાં નું મહત્વ શાસ્ત્રોમાં આરોગ્ય અને સૌભાગ્ય દ્રષ્ટિકોણથી દર્શાવેલ છે.

આસો સુદ અગિયારસ - પાશાંકુંશા એકાદશી અને મીંઢળ(મદનફલ)

આસો સુદ અગિયારસને पाशांकुंशा एकादशी કહેવાઇ છે. આ એકાદશીમાં શ્રી હરિના પદ્મનાભ સ્વરૂપનું પૂજન शमीपत्र એટલે કે ખીજડાંનાં પાદડાંથી કરવામાં આવે છે તથા નૈવેદ્યમાં, કાઠી-કોમમાં પ્રચલીત ચોખા-ઘી-સાકર અને દૂધથી બનતી એક મીઠાઇ "હરીસો" અર્પણ કરાય છે, આ મીઠાઇના ચોસલાં ઉપરનું પડ અરીસાની જેવું હોય છે. ઘડાયેલા હાથની કળાયેલ આ મીઠાઇમાં, વ્યક્તિનું પ્રતિબિંબ જોઇ શકાય છે એટલે એને "હરીસો" કહેવાય છે. આ એકાદશી આરોગ્ય દ્રષ્ટીકોણથી સક્કરટેટી સાથે જોડાયેલ છે. જેની ચર્ચા પૂર્વે ચૈત્ર વદ અગિયારસ એટલે કે, वरूथिनीएकादशी ના વિવરણમાં ચર્ચા થઇ ચુકેલ છે.જો કે શાસ્ત્રીય રીતે તો આ એકાદશીએ શ્રીહરિને મીંઢળ ફળનું અર્ધ્ય આપવા કહેલ છે.
     पाश અને अकुंश એ બળવાન શત્રુ કે પ્રાણીને કાબુમાં કરી એનીઉપર વિજય મેળવવાં સહાયક બને છે. પાશ એટલે ગાળિયો; એક જાતનું મજબુત બંધન, ગાળિયો નાંખતાં આવડવો જોઇએ અને ગાળિયો મજબુત પણ હોવો જોઈએ. ગાળિયાથી જ અડધી સફળતાં મળી જાય છે બાકીની અડધી સફળતાં અકુંશથી મેળવાય છે, અકુંશનો ઉપયોગ હાથીને કાબુમાં રાખવાં સદીઓથી  કરવામાં આવે છે. કલાત્મક અકુંશપર હાથીની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે. અકુંશનું એક પાંખડું સીધું હોય છે જયારે બીજું વળાંક વાળું હોય છે. જાણે લોકોકતિ "સીધી આંગળીએ ઘી ના નીકળે તો, વાંકી આંગળી કાઢવું" ને અનુસરતું હોય. પાશ અને અંકુશથી માનવમનના જે દોષ છે; એને કાબુમાં કરવાનાં છે, નહી તો મનરૂપી હાથી મદમસ્ત બની ને પોતાનું ધાર્યુ કરી ઉત્પાત મચાવે છે.
      જે ક્રિયા કે કર્મથી પહેલાં સામેવાળાને અને પછી પોતાને દુઃખ થાય એ "પાપ" છે. પાપકર્મ પ્રજ્ઞાપરાધથી નિપજે છે માટે સતત બુદ્ધિથી ચિંતન કરવાથી તથા ધૃતિની સતત હાજરીથી "પાપકર્મ" માંથી મુક્ત રહેવાય છે. મનના દોષોને પાશ અને અકુંશથી કાબુમાં કરવાના ઉદેશ્યવાળી આ અગિયારસને पापाम्अकुंशा=पापांकुंशा  તરીકે પણ  ઓળખાવે છે.
      સ્વાસ્થય ની દ્રષ્ટિએ આ એકાદશી મીંઢળનું ફળ અને ખીજડાના પાન સાથે સંકાળાયેલ છે. પરંપરાગત રીતે લગ્નપ્રસંગે મદનફળ એટલે કે મીંઢળને માણેકસ્તંભ તથા વરકન્યાના કાંડે બાંધવાનો રિવાજ છે.  લગ્નનો પ્રધાન ઉદ્દેશ પ્રજાવૃદ્ધિનો છે. મીંઢળ એ એક ચમત્કારિક ઔષધિરૂપ ફળ છે. તેને સંસ્કૃતમાં મદનફળ એટલે કામદેવનું ફળ પણ કહે છે. લગ્નના ઉમેદવારોમાં ધર્મવિહિત સ્વાભાવિક કામનાનો ઉદય થઈ પ્રજોત્પત્તિની આશામાં ઉજ્જવળ પરિણામ આવે અને બેઉ શરીરમાંથી પ્રતિરોધ કરનારા પરમાણુઓ, મદનફળના સંસર્ગથી નાશ પામે તેવી ભાવના નાડાછડીમાં પરોવીને બાંધવાથી સેવાય છે. પ્રાચિનકાળમાં મરડાશિંગને પણ મીંઢળની સાથે રાખીને બંધાતી હતી. મરડાશિંગને કામદેવની પત્નિ રતિનું એક સ્વરૂપ મનહવામાં આવતું હતું. આયુર્વેદ દ્રષ્ટિકોણથી મદનફળ શરીરમાં ગયેલ તથા રહેલ વિષને, વમનદ્વારા તુરંતજ બહાર કાઢી દે છે તથા મરડાશિંગી પણ અતિસારનો પ્રતિષેધ કરનાર તથા વિષઘ્ન છે  ઉપરાંત પિત્તપ્રકોપ, મૂર્ચ્છા, પ્રમેહ માં પણ વપરાય છે, તદુપરાંત આયુર્વેદનીદ્રષ્ટિએ પણ મીંઢળ પ્રજાવૃદ્ધિનો કે ગર્ભધારણનો એક ઉપચાર છે. વૈદ્યો કે હકીમો અગાઉ લક્ષ્મણા નામક કંદનો સંતાન પ્રાપ્તિ માટે ઉપયોગ કરતાં અને ઉત્તમ પરિણામ લાવતા હતા. પણ હવે એ સંદિગ્ધ અને અપ્રાય્ય હોવાથી તેને ઠેકાણે સફેદ ભોરિંગણીના મૂળનો અને મીંઢળનો એવોજ ઔષધ તરીકે ઉપયોગ થાય છે. ચોમાસામાં જે ધાન્ય સંગ્રહ કરી રાખવાનું હોય તેમાં લીલા મીંઢળ નાખવાથી ધાન્ય સડી જતું નથી.
     शमीपत्र એટલે કે, ખીજડાના પાનનો રસ સાઁપના ઝેરને ઉતારવાનો એક ચમત્કારિક ઉપાય મનાય છે. એનાં લાકડાં યજ્ઞમાં હોમવાના કામમાં આવે છે. તે તૂરો, રુક્ષ, શીતળ, લઘુ, કડવો, તીખો તથા રેચક છે અને રક્તપિત્ત, અતિસાર, કૃષ્ઠ, અર્શ, દમ, ઉધરસ, કફ, ભ્રમ, કૃમિ, કંપ તથા શ્રમનો નાશ કરે છે.શમી નું મહત્વ વિજયાદશમી ના વિવરણ માં વિસ્તૃત આપેલ છે.
      મનને પાશમાં લેવા, પ્રથમ તો શરીરનું શોધન મદનફળ કરવું પડે અને પછી શરીર સ્વસ્થ રહે તથા મન અકુંશમાં રહે એ માટે શમીપત્રનું નિત્યસેવન કરવાનો બોધ આપતી આ પાશાંકુંશાએકાદશી એ હાર્દિક શુભેચ્છાઓ સાથે,
ડૉ. ભાવેશ આર. મોઢ ના 🙏 શ્રી હરિ 🙏.

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...