બુધવાર, 19 જૂન, 2019

અષાઢી બીજ

આજે અષાઢી બીજ....
મહદઅંશે ગુજરાતી પ્રજા અને વિશ્વ ની અન્ય પ્રજા જે હિંદ ને જાણે છે એમના  માટે તો રથયાત્રા નો પહેલો ખ્યાલ લાવનાર આ શબ્દ છે.

આજે કચ્છી નવ વર્ષ પણ છે.
(જેની વિગત આ પછી ની પોસ્ટ માં માણો..)

રથયાત્રા ના કેટલાક નવિન રોચક તથ્યો અને એનાં ઉદેશ્યો જાણીએ.

અમદાવાદ માં આ વર્ષે એટલે કે 2019 માં 142 મી રથયાત્રા નિકળી રહી છે.
જયારે અમદાવાદ સ્થિત જગન્નાથજી નું મંદિર 400-450 વર્ષ પુરાણું છે.

અમદાવાદમાં ૧૮૭૮ માં સૌપ્રથમ તત્કાલીન જગન્નાથ મંદિર ના  મહંત નરસિંહદાસે રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યકત કરી ત્યારે આ વાતની જાણ થતા ભરૂચના ખલાસી ભાઈઓએ 142 વર્ષ પહેલા નીકળેલી સૌપ્રથમ રથયાત્રા માટે નાળીયેરના લાકડા માંથી ત્રણ સુંદર રથ બનાવી મહંત નરસિંહદાસજી ને ભેટ ધર્યા હતાં. ભરૂચનાં ખલાસીઓએ બનાવેલા રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરી સૌપ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી.

ભરૂચ બંદરે વસતા મૂળ ઉડિયા પ્રજાની પ્રેરણા અને ઉત્સાહ થી સૌએ સાથે મળી ને સૌપ્રથમ જગન્નાથજી ની રથયાત્રા ગુજરાત માં 254 વર્ષ પહેલા શરૂ કરાવેલ હતી...

ભગવાન જગન્નાથ નું વિશ્વપ્રસિદ્ધ  મંદિર ઓરીસ્સા ના પુરી માં છે.

ઓરીસ્સા એના કોર્ણાક ના સૂર્યમંદિર માટે પણ એટલું જાણીતુ છે જેટલું જગન્નાથપુરીની રથયાત્રા માટે.

જગન્નાથ એટલે ભગવાન શ્રી કૃષ્ણ; જે ગુજરાતના દ્વારિકા થી જગન્નાથપુરી તથા બંન્ને પ્રદેશો ની પ્રજા ને જોડનાર એક કડી સ્વરૂપ  છે.
કહેવાય છે કે, શ્રી કૃષ્ણ અને પટરાણી જાબવંતી ના પુત્ર
સામ્બ ને જયારે  કૃષ્ઠ  એટલે કે ચર્મવિકાર થયો ત્યારે એમની સૂર્યચિકિત્સા ; જેને પુરાણકારો સૂર્યઉપાસના  કહે છે એ કોર્ણાક  સ્થિત સૂર્યમંદિર માં કરાયેલ હતી.

એટલે સાબિત થાય છે કે સૂર્યમંદિરનું આરોગ્યપ્રાપ્ત કરવાની દ્રષ્ટીએ ચિકિત્સકીય  વૈજ્ઞાનિક મહત્વ તો શ્રીકૃષ્ણ ના સમય થી હતું.

આધુનિક  ઇતિહાસકારો  ના મતે ઇ.સ. 1236 થી 1264 માં કોર્ણાક નું સૂર્યમંદિર નિર્માણ  પામ્યું છે.

મને લાગે છે કે આ સમયે માત્ર  જીર્ણોદ્ધાર  થયેલ હશે.આ સૂર્યમંદિર નું અસ્તિત્વ  અને ચર્મરોગનિવારણ  માં ઉપયોગીતા તો શ્રી કૃષ્ણ ના સમય થી હશે.

કોર્ણાક ના સૂર્યમંદિર ની સમાન
સ્થાપત્યશૈલી અને કદાચ એ સમયના ઉદેશ્ય ની દ્રષ્ટિએથી પણ
ગુજરાતમાં મોઢેરા નું સૂર્યમંદિર છે.
ઇતિહાસકારો આ મંદિર નું નિર્માણ-કાર્ય 1026-27 બતાવે છે.
પૂરી માં જેમ સૂર્યમંદિર થી થોડે દૂર ગુંડીચા મંદિર ; રોહિણીકુંડ સહિત છે, એમ મોઢેરા માં પણ મોઢેશ્વરી  માતાજી નું મંદિર કુંડ સહિતનું છે.

પુરી ના જગન્નાથમંદિર તથા સૂર્યમંદિર વિષયે ઘણા આશ્ચર્યજનક તથ્યો પ્રજાની સાથે સંશોધનકર્તાઓને આજે પણ અચંબીત કરે છે.

આ મંદિરો એ માત્ર  પૂજાસ્થળ જ નહી પણ માનવજીવન ની સુખાકારી માટે  ના નિશ્ચત  કૉસ્મીક  એનર્જી  મેળવવા  ના શક્તિસ્ત્રોત પણ છે.

જો કે એ ઊર્જા પ્રાપ્ત કરવાની વિધિ અત્યારે વિસ્મૃત  થયેલ છે.

યોગશાસ્ત્ર એ સૂર્યશક્તિ ની આસપાસ કેન્દ્રિત છે. એમાં અંક 8 નું મહત્વ છે.
સુદર્શન ચક્ર ના આરા 8 છે. શ્રીકૃષ્ણ એ શ્રીહરિ ના આઠમા અવતાર મનાય છે.
એમનો જન્મ પણ અષ્ટમી ના દિવસે છે.
એમની પટરાણીઓ પણ આઠ અને એમને ભોગવેલ આયુષ્ય  125 વર્ષ જેનો યોગ પણ આઠ,
શ્રીકૃષ્ણ  ને જ યોગેશ્વર કહેવાય છે.

જગન્નાથપુરી ની યાત્રા કેટલા વર્ષો થી નીકળે છે એનો ચોક્કસ અંદાજ મેળવવો મુશ્કેલ છે પણ  વિદેશી ઇતિહાસકારો ની એક નોંધ પ્રમાણે એમને સને-1321 માં આ રથયાત્રા  નિકળતી  જોઇ છે...

જગન્નાથજી  ની રથયાત્રા એ એકસમાન વિશ્વબંધુત્વ નો સંદેશ આપે છે..
જે નિર્માલ્ય બને એ મોક્ષ નો અધિકારી થાય છે.
આ રથયાત્રા ના દર્શન અને પ્રસાદ નો લાભ લેવામાં કોઇપણ જાતનો જ્ઞાતિ કે સ્થાન-પદ નો બાધ રખાતો નથી.

રાજા જેવા હોદ્દેદારો  ને પણ રથયાત્રા માં પ્રભુ ની સેવા કરવી હોય તો અહં અને પદ નો ત્યાગ કરવો પડે છે.
જુઓ રથયાત્રા  પૂર્વે ની પાહિંદવિધી તથા પ્રભુ ને સ્નાન કરાવા નું વિધાન...

જે બુદ્ધિવાદીઓ માને છે કે,
હિંદુધર્મ થી ભેદભાવ ભરેલી વર્ણવ્યવસ્થા આવી છે ;
એમને આ જગન્નાથરથયાત્રા ની શરૂઆત થી અંત સુધી ની દરેક વિધી ની સમાલોચના,પૂર્વગ્રહ રાખ્યા વિના કરવી જોઇએ.
તો સમજાઇ જાય કે
વિશ્વ માં આ જ એક માત્ર ધર્મ છે જે સદ્ ભાવ અને સમાનતા ના ઉપદેશ પરંપરા થી અનુસરે છે.

ગુજરાત અને ઓરીસ્સા ની પ્રજા ની પરંપરાઓ - માન્યતાઓ, સમૃદ્ધિ ની સ્થિતી, અને  સ્વભાવ  તથા  બંન્ને પ્રદેશો ની ભૌગોલીક પરીસ્થિતી તથા પુરાતત્વીય  સ્થાપત્યો વચ્ચે આદી કાળ થી ઘણું સામ્ય જોવા મળે છે.

ઓરીસ્સાનું અતિ પ્રાચીન નામ કલિંગ હતું  સંસ્કૃત વ્યુત્પતિ कली +अङ्ग અથવા कः +लिङ्ग બંન્ને નો સ્થૂળ અર્થ તો ; સમૃદ્ધિ  સાથે આધ્યાત્મિક ઊંચાઇ નો થાય છે...

આયુર્વેદ શાસ્ત્ર માં ઇદ્રંજવ  ને कलिंग કહે છે અને તરબુચ ને પણ કલિંગર કહે છે.

કારણ કે ગોદવરી  અને વૈતરણી નદી ના વચ્ચે ના વિસ્તાર પ્રાચીનકાળથી  કલિંગ પ્રદેશ કહેવાતો અને આ પ્રદેશ માં કુટજ  ના વૃક્ષ જેના ફળબીજ  ને ઇન્દ્રયવ  કહેવાય છે એ તથા તરબુચ ઘણાં થતાં...

પછી થી આ પ્રદેશ ને उड्रप्रदेश  નામ પણ મળેલ  उड्र  નું  ओड्र થયેલ  જેનું ગુજરાતીમાં
અપભ્રંશ ઓડ  થયેલ છે.
ओड्रपुष्प  થી લાલજાસુદ  નું ફૂલ  લેવાય છે... આ ફૂલ નો છોડ ચિન  કે જાપાન થી અહિંયા  આવ્યા નું  અનુમાન છે જાસુદ ને સંસ્કૃત માં जपाकुसुम કહે છે , જાસુદ મુખ્યત્વે શાકતપરંપરા માં તંત્રસિદ્ધિ  ની પૂજા માં વપરાય છે. એટલે સીધો સંબંધ  સૂર્યદેવ,  માઁ શક્તિ અને તંત્રસિદ્ધિ  સાથે જોડાયેલ છે. એટલે ओड्र
શબ્દ નો અર્થ પણ સમૃદ્ધિ તેમજ સ્વભાવ ની ઉચ્ચ સ્થિતી  બતાવે છે.
ઓડા  નો એક અર્થ સમુદ્ર તરફ થી આવતી હવા ને કારણે ઉકળાટવાળો પ્રદેશ થાય છે.

ઉડ્ર  પર થી અહિંની  પ્રજાને તથા ભાષા ને ઉડિયા નામ મળ્યું  છે.

ઉડિયા નો અર્થ પણ હોશિયાર, ચતુર અને બાહોશ થાય છે;  જે ઊચાઇ  પર પહોંચી શકે અથવા ઊડી શકવાનો પ્રયત્ન કરે છે એ ઉડિયા.

પ્રાચીન ભારત માં આનર્તદેશ (ગુજરાત નો સમુંદ્ર કિનારા નો પ્રદેશ... દ્વારકા )  તથા ઉડ્રદેશ વહાણવટુ કરનારી વ્યાપારી, સુસંસ્કારી અને સમૃદ્ધ તેમજ ઉત્સવઘેલી પ્રજા ધરાવતાં.

શ્રી કૃષ્ણ ના ફોઇ ના દિકરા શિશુપાલ  જે  ચેદીદેશ ના નરેશ હતાં એ પણ આ પ્રાચીન ઓડ્ર  પ્રદેશ નો એક ભાગ હતો.

શ્રી કૃષ્ણ ના મોસાળપક્ષ ના ઘણા સબંધીઓ આ જ પ્રદેશ માં વસતા હતા.
રથયાત્રા માં પણ આ તથ્ય આધારિત મામેરૂ ભરવાનો પ્રસંગ  આવરી લેવાય છે.
શ્રી કૃષ્ણ, ભાઇબલરામ અને બહેન સુભદ્રા સાથે મહેમાનગતી  એ આ પ્રદેશ માં એટલે કે મોસાળ  માં... દ્વારીકા  થી આવે છે.

ગુજરાત માં ભાણાઓને વેકેશન માં મામા ના ઘરે જવાની પરંપરા ભગવાન શ્રી કૃષ્ણ  ના સમય થી ચાલી આવે છે.

... શ્રીકૃષ્ણ ની એ મહેમાનગતી નો સમય ચોમાસા નો હતો. ભાણાઓને આનંદ ના અતિરેક માં અભિષ્યંદી  વાનગીઓ પીરસાવાય છે અને આગ્રહ પૂર્વક ખવડાવાય છે જેથી ત્રણેય ને આંખો દુખવા આવે છે.

જેનું નિવારણ અહિં સ્થિત  જનકપુર માં માસી ના ઘરે પથ્ય ભોજન માં સામો નામે ધાન્ય ના રોટલા તથા ખીચડી થી કરવામાં આવેલ.

ચોમાસા માં આરોગ્ય સાચવણી માટે પાચન માં હલકા રહે એવાં ભોજન લેવા નો સંદેશ પણ  રથયાત્રા આપે છે...

રથયાત્રા માં સૌથી પ્રથમ મોટાભાઇ બલરામ નો રથ હોય છે જેને તાલધ્વજ  કહે છે. આ રથ ને પ્રતિકાત્મક લાલ અને લીલા રંગ માં સજ્જ કરવાય છે.
શ્રી બલરામજી ના હાથ માં હળ ધારણ કરાયેલ હોય છે જે ખેતીપ્રધાન દેશ ના લોકો ને હળ થી પુરૂષાર્થ કરવા અને એના પરીણામ સ્વરૂપ લીલુંડી ધરતી થાય એ દર્શાવતી પ્રકૃતી  નું જતન અને સન્માન કરવા નો સંદેશ આપે છે.
સાથે સાથે મોટા ને અગ્રસ્થાન અને માન  આપવા નું પણ સુચન કરે છે...

વચ્ચે બહેન સુભદ્રાજી નો રથ હોય છે જેને પદ્મધ્વજ તથા દર્પદલન રથ કહે છે...
દર્પ નો અર્થ મેળવેલ  સમૃદ્ધિ તથા બુદ્ધિ નું અભિમાન સહિત ખોટો દેખાડો કરવો થાય છે.
જેનાથી જીવન માં કાળા વાદળ છવાય છે
આ તથ્ય ને પ્રતિકાત્મક બતાવવા  લાલ અને કાળા રંગ  દર્શાવેલ છે.

સાથે સાથે પ્રકૃતિ ની સમૃદ્ધિ લીલા રંગ માં છે પણ એના સંવર્ધન  અને ઉપયોગ માં  અસાવધાની અને અવિવેક થી કાળો રંગ જીવન માં છવાઇ જાય છે એ પણ શાન માં સમજાવે છે.

બહેન નો રથ વચ્ચે રખાય છે એ  વાત્સલ્યભાવ તથા કાળજી લેવા ના કે સ્ત્રીસુરક્ષા ના પ્રતિક રૂપે છે.

છેલ્લે પ્રભુ શ્રી કૃષ્ણ નો રથ છે. જેને ગરૂડધ્વજ  અને નંદીઘોષ  કહે છે.
પ્રતિકાત્મક  રૂપે લાલ અને પીળાં રંગ દર્શાવેલ છે.
પીળો રંગ ઉદ્યમ  થી આવતી તેજસ્વીતા નો છે કદાચ ગફલત થી જીવન માં કાળાશ છવાઇ જાય તો પણ ઉદ્યમ કરવા થી  તેજસ્વીતા આવે છે.

અહિંયા મુર્તિઓ ને પગ વિનાની તથા હાથ ની અભયવરદ મુદ્રા વિના ની બતાવેલ છે.
આંખો મોટી દર્શાવેલ છે
એ સુચવે છે કે પ્રજા એ હંમેશા યાદ રાખવું કે , अपना हाथ जगन्नाथ  અને જે તે  તથ્ય માં આંખો બરાબર ખોલી ને સત્ય નું જ દર્શન કરવું.

પુરૂષાર્થ તો  કરવો જ પછી જે મળે એ નિયતી.

જગન્નાથજી ના મંદિર માં પરંપરાગત રીતે મૂર્તિઓ તથા રથ ને લીમડા માંથી બનાવાય  છે.

લીંમડો કડવો છે પણ શિતળતા  આપનાર છે એમાં ચંદન જેવી સુગંધ નથી પણ હાનિકારક જંતુઓનો નાશ કરે  છે.

પ્રભુ પણ જો મૂર્તિસ્વરૂપે દર્શનાર્થે  લીંમડા ના લાકડાં ની પ્રેરણા  આપતા હોય તો...

આપણે પણ લીંમડા જેવું થવું જોઇએ..
સ્પષ્ટવકતા જે કડવું લાગી શકે પણ હંમેશા શિતળતા પ્રદાન કરનાર હોય ...
લીંમડા ની જેમ સાચા અર્થ માં ઉપયોગી થવું.
સમૃદ્ધિ  અને સુખ મેળવવા માટે સ્પષ્ટવક્તા થવું પડે જેમાં સ્વાર્થ ની કૃત્રીમ મીઠાસ તથા સુંગધિતપણા નો ત્યાગ કરવો જોઈએ.
                                🙏 શ્રી હરિ 🙏

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...