ગુરુવાર, 27 ઑગસ્ટ, 2020

ભાદરવા સુદ અગિયારસ- પરિવર્તની એકાદશી

ભાદરવા સુદ અગિયારસને પરિવર્તનીએકાદશીથી ઓળખવામાં આવે છે, આ દિવસે, ક્ષીરસાગરમાં શયનરત શ્રી હરિ પડખું ફેરવે છે. એવું પૌરાણીક કથન છે. આ એકાદશીમાં ભગવાનના વામનાવતાર તથા બલીરાજાનીદાનવીરતાની કથા જોડાયેલ છે. આ દિવસે વ્રજમાં નંદ યશોદાને ત્યાં બિરાજી રહેલા ભગવાન શ્રી કૃષ્ણએ ચોમાસાના શુદ્ધ જળને ઝીલ્યું હોવાથી, વૈષ્ણવો જળઝીલણી એકાદશી તરીકે ઓળખે છે. આ દિવસે વ્રજભક્તો વર્ષાઋતુમાં યમુનાનદીમાં આવેલું નવું નીર શુધ્ધ થઈ જાય તેવા આશયથી શ્રી ઠાકોરજીને નાવમાં બેસાડી નૌકા વિહાર કરાવે છે. આ દિવસે શ્રી કૃષ્ણે, ગોપીઓના માનનું મર્દન કરી સાંકડીખોર અને દાણઘાટીમાં (દાણ = કર, વેરો, Tax ) મહી-ગોરસનાં માટલાં ફોડી નાખ્યાં હતાં, તેથી આજે પણ આ દિવસે વ્રજ-પરિક્રમા સમયે ગોસ્વામી-બાળકો વૈષ્ણવો પાસેથી દાણ લે છે જેનું અપભ્રંશ થઇને દાન થયેલ છે. 

         વ્યક્તિને મળેલ સુખસમૃદ્ધિથી, એ અનુગૃહિત થઇને જગનિયંતાનો આભાર પ્રકટ કરવાની ઇચ્છાથી એના દ્વારા કોઇકને દાન અપાઇ જાય છે નહી કે, એના પાસે જબરજસ્તી દાન મંગાય, 

          આ ભાદરવા સુદ અગિયારસને પરિવર્તિની એકાદશી, દાણ-એકાદશી, જળઝીલણી એકાદશી અને વામનએકાદશી એમ વિવિધ નામે પ્રચલીત છે.

       શ્રવણ એટલે ઉત્તમ રીતે સાંભળવું અને શ્રેયકર શ્રવણ કરવાનો મહિનો એટલે શ્રાવણ, આખો મહિનો કલ્યાણકારી કથાઓ-વાર્તાઓ-કિર્તનો સાંભળ્યા હોય તો, આ શ્રાવણ-માસ પછીના માસે જીવનમાં શ્રેય-શ્રી ની ઉપલબ્ધી થાય છે એટલે કે, જીવનમાં જે કંઇપણ સુખાકારી મળવાની અપેક્ષા રહે છે એને ભદ્ર કહે છે અને એ આપનાર માસને ભદ્રપ્રદ જેનું અપભ્રંશ થઇને ભાદરવો મહીનો થયો.

          આ મહિનામાં આકાશમાં છવાયેલા વાદળો દૂર થવાં લાગે છે, આથી સૂર્યનો તાપ તીવ્ર લાગે છે ભાદરવામાં એકાએક સૂર્યના તડકાથી અને પહેલા થયેલાં મિથ્યા આહારથી પોષાયેલા, શરીરના દોષો પ્રકુપિત થઇને પ્રાકૃતજવર ઉત્પન્ન કરે છે એટલે કે, વાઇરલ-ફીવરના દર્દીઓ ભાદરવા મહિનામાં વધે છે. જેઓની સારવારમાં એ દરદીઓ તથા એમના સ્વજનો દ્વારા આવેલ તીવ્રજવર હાઇગ્રેડ-ફીવર ને ઓછાસમયમાં ઝડપથી ઉતારવાનો ડૉકટરની પાસે અતિશય આગ્રહ કરાય છે અને કેટલાંક ડૉક્ટર પણ નવજવરના દોષો પકવ થાય એ પહેલાંજ શમનચિકિત્સા એટલે કે, કોઇપણ રીતે હાઇગ્રેડ-ફીવરને તુરંત જ શાંત કરવા તીક્ષણ-ઉષ્ણ-સુક્ષ્મ ગુણકર્મવાળા ઔષધયોગો પ્રયોજતાં હોય છે, જે મગજમાં આવેલ શરીરના તાપમાન-નિયંત્રક-કેન્દ્ર પર સીધી અને ઝડપી અસર કરીને તાવને હળવો કરે છે પણ આ પ્રક્રિયા દરમિયાન હૃદયની માંસપેશીઓ, ઘણી શિથીલતા અને દુષ્પ્રભાવનો ભોગ બને છે. જેથી ઘણાં હાઇગ્રેડફીવરના લક્ષણ ધરાવતી બિમારીઓમાં મૃત્યુનું એક કારણ P.M.Reports માં હાર્ટફેલ્યુઅરનું જોવા મળે છે. આયુર્વેદચિકિત્સાના મૂળ સિદ્ધાંતોમાં જવર એટલે તાવની શરૂઆતમાં કોઇપણ જાતના कषाय-ઔષધયોગ આપવાનો નિષેધ કરે છે. બિમારીનું જે કારણરૂપ દોષાદિ છે એ જયારે બરાબર પક્વ થાય ત્યારે જ ચિકિત્સા કરવાનું વિધાન છે, એમાંય શરૂઆતમાં મોથ, ખડસલીયો, પીતપાપડો, સુખડ, રતાંજલી, કમળના પુષ્પો, વાળો જેવાં શિતલ-સૌમ્ય-સુંગધી દ્રવ્યોથી જવર આવવાનું મૂળ કારણ રૂપ પિત્ત-પ્રકોપને શાંત કરવાથી થાય છે. આ દ્રવ્યોથી તાવની ગરમી ધીરે-ધીરે નીચે આવે છે જેથી દર્દીનું દિલ-हृदय સાથે દીમાગ-मस्तिष्क પર તીવ્ર અને અનિચ્છનીય અસરો થતી નથી.

         આ પરિવર્તની એકાદશીનું મહાત્મય કમળકાકડી સાથે બતાવવામાં આવેલ છે. ભારતીયકમળનું વૈજ્ઞાનિકનામ Nelumbo Nucifera આપેલ છે. કમળનું વર્ગીકરણ water lily family, Nymphaeaceae કરેલ છે. આ કુદરતી વર્ગની જે જલજ વનસ્પતિઓ ચંદ્રના ઉદય સાથે પુષ્પીત થાય છે અને ગુજરાતીમાં પોયણાં કહેવાય છે અને સંસ્કૃત માં कुमुद નામ આપેલ છે. કમળ એ સૂર્યના ઉદય સાથે પુષ્પીત થાય છે. કમળ અને પોયણાંનાં દરેક-દરેક અંગનો ખાદ્ય તરીકે આહાર તથા ઔષધમાં પ્રયોગ થાય છે. આયુર્વેદની સંહિતાઓમાં ઓષધયોગો માં કમળપુષ્પના પત્ર તથા કેસરાં વપરાયેલ જોવા મળે છે. કમળના મૂળ જેને કમળકંદ - मृणाल કહેવાય છે એ ખાદ્ય ઉપરાંત ઔષધીયોગમાં પણ વપરાય છે તથા કમળના  ફળ જેને કમલગટ્ટા કહે છે એમાં જે બીજ હોય છે એને कमलाक्ष કહે છે આ બીજને આપણે કમળકાકડી કહીએ છીએ. કમળકાકડી સહિત કમળના સર્વે અંગો પિત્તપ્રકોપને શાંત કરનાર છે ખાસ કરીને દાહ-બળતરા લક્ષણજન્ય રોગમાં વપરાય છે. ગદનિગ્રહના કર્તા, શોઢલ લખે છે કે, पित्तकासे तु पद्मबीजानाम् चूर्णम् मधुना संप्रयोजितम्

કમળકાકડીને શેકીને જ આહાર કે ઔષધમાં ઉપયોગમાં લેવાય છે. બિહારના મિથીલા તથા દરભંગા ક્ષેત્રમાં સદીઓથી કમળકાકડીને ધાણીની માફક શેકી-ફોડીને ઉપયોગમાં લેવાય છે, જેને ત્યાં मखना ના નામે ઓળખે છે. 16મી સદીમાં રચાયેલા ભાવપ્રકાશ ગ્રંથમાં પણ લખે છે કે,

मखान्नं पद्मबीजस्य गुणैस्तुल्यं विनिर्दिशेत् विष्टभि वृष्यं रुक्षं च गर्भसंस्थापकं परम् कफवातहरं बल्यं ग्राहि पित्त-अस्त्र- दाहानुत्

વર્તમાનમાં મખનાને કમળ જેવી જ બીજી એક પ્રજાતી, જેનું વૈજ્ઞાનિકનામ Euryale ferox જયારે વ્યવહારીક નામ foxnut છે. આનાં બીજ જે કમળકાકડી સદ્દશ હોય છે એમાંથી મખના તૈયાર થાય છે અને ઉપવાસમાં ફરાળી વાનગીઓ

Hypothyroidism ના દરદીઓમાં સહાયક ઔષધિય આહાર તરીકે આ મખના અને શિંગોડા ઉત્તમ રહે છે.

કમળકાકડીમાં વ્યાપારીક ધોરણે, વૈજ્ઞાનિકનામ Sterculia Foetida થી ઓળખાતી જંગલીબદામના બીજની ભેળસેળ કરવામાં આવે છે, આના બીજને લોકભાષામાં “પબડી" કહે છે. આ નામ એટલું પ્રચલનમાં છે કે, હવે ઓરીજીનલ કમળકાકડીને પણ પબડી કહી દેવાય છે. 

કમળકાકડી એટલે કે, કમળના બીજ બંન્ને છેડે શંકુઆકારના દેખાય છે. જયારે પબડી એટલે કે, જંગલીબદામના બીજના તળીયાનો ભાગ ગોળ અને બેઠાઘાટનો હોય છે. કાચાં બીજને સુકવી લેતાં બીજ કરચલીવાળાં અને વચ્ચે થી દબાયેલા હોય છે. જંગલીબદામના બીજ ગરમ તાસીરના છે એટલે કમળકાકડીથી વિરૂદ્ધ ગુણકર્મ ધરાવે છે.

ભાદરવાના આકરા તડકાથી થઈ આવતા વાયરલ-હાઇગ્રેડ-ફીવર સામે હૃદયને બળ અને શરીર ને થતાં દાહમાં શીતળતા મળે એ ઉદેશ્યથી કમળ કે પોયણાંના પુષ્પ,પત્ર,ફળમૂળ તથા બીજનો આહાર કે ઔષધ


તરીકે ઉપયોગ થવો જોઇએ.

બુધવાર, 26 ઑગસ્ટ, 2020

ફે.બુ. ની મારી અતિપ્રસિદ્ધ પોસ્ટસ -1

1.પ્રતિભાશાળી વ્યક્તિ  હંમેશા  જીજ્ઞાસુ હોય છે.  

    જીજ્ઞાસા વ્યક્તિને પ્રતિભાશાળી બનાવે છે.  

     જીજ્ઞાસુ વ્યક્તિ એ પ્રતિભાશાળીના સંપર્કમાં રહેવું 
જેથી તેની બૌદ્ધિક, સામાજીક  તથા આર્થિક  સ્તરે પ્રગતિ  થાય  છે.                જીજ્ઞાસુ  વ્યક્તિ  પુસ્તક વાંચન નો શોખ ધરાવે છે.

  2.       " હું બિમારીને મટાડી દઉ છું. "

પણ,  જે અસાધારણ તબીબ છે તે કહે છે કે,  

"મારા વાંચેલ જ્ઞાન, મેળવેલ અનુભવથી, 

હું, શરીરને બિમારી  મટાડવામાં થોડો સહયોગ કરૂ છું."  

સ્પષ્ટ હકીકત  તો એ છે કે, શરીરને બિમારી  મટાડવામાં આવતી અડચણો જ દૂર કરવાનો;  સુજ્ઞ તબીબ,  વિનમ્ર  પ્રયાસ  કરે છે. બાકી Healing Force તો, શરીરનો પોતાનો જ હોય છે.

3.... આપણે  હંમેશા  સાંભળીએ છીએ,

                          "મારો વિશ્વાસ રાખો "

  તાર્કિક રીતે આ બોલનારનું સૌથી મોટું અસત્ય વચન છે.

        જ્ઞાન એટલે કે જાણકારી હોય તો વિશ્વાસ રહે છે.  

      વિશ્વાસ ઉત્પન્ન થવો, એ કર્મ કે ક્રિયાનું પરીણામ છે.

                    અનુભવના અંતે  શ્રધ્ધા  પ્રગટે છે.

        ભાવુકતાથી અંજાઇજવાથી કે  પ્રભાવથી "શ્રધ્ધા" 

પેદા ના થાય, અને જો જબરજસ્તીથી કરાય તો એનું કોઇ વિશેષ ફળદાયી  મુલ્ય નથી હોતું ..!

       અંતઃકરણથી તો એ વિષયે, આપણને શંકા રહે છે;  પ્રશ્નો  ઊભા થયા કરે છે.

      વિશ્વાસ અને શ્રધ્ધા જેના પ્રત્યે સ્વતઃ પ્રગટે છે,

તેની  સાથે જ મૈત્રી ગમે એવા સંજોગોમાં શાશ્વત રહે છે.

4... આ દેશની તકલીફ  એ છે કે  સાબિત  થયા પછી  પણ સ્વીકારી  શકાતુ નથી જયારે પશ્ચિમ માં ડિસ્કવરી હેલ્થ  ચેનલ પર  Diagnosis unknown  જેવી ધારાવાહિક  બતાવાય છે. નિખાલસતા  એ પ્રસિદ્ધિ  તથા સફળતા ની પ્રાથમિકતા  છે.

5...કુદરત,

જીજ્ઞાસા વૃત્તિ , 

અવલોકન બોધ , 

સાહિત્ય 

6... દુનિયા, પ્રદર્શન ના દર્શન કરવા જાય છે.

7... સત્ય એ સંબંધક છે, સ્વતંત્ર નથી. ફરજમાં ચુસ્તપણું એ જ ધર્મ છે.દૈવત્વ એ જ શક્તિ છે.પારબ્ધ તો  માન્યતા છે. પુરૂષાર્થ  એ જ કર્મયોગ છે.મૂર્તિ એ કલ્પના છે,  મૂળતત્વ તો  નથી જ. પૂજા ક્રિયાકાંડ એ ભાવના છે, જડસામગ્રી નથી.

8... સંસ્કૃતિનું સર્જન  (ધરોહર) અને વિજ્ઞાનના વિકાસની શ્રુખંલા. . . દ્રષ્ટિપાત 

જીજ્ઞાસા 

અવલોકન 

નિષ્કર્ષ  ની નોંધ. ..

દૈવયોગે પુનઃ અન્ય  વ્યક્તિ નો દ્રષ્ટિપાત  અને જીજ્ઞાસા થી શ્રુખંલા શરૂ. .એટલે મનુષ્ય તરીકે ની ઉમદા ફરજ નિભાવવા... જાણવુ , માણવુ ને નોંધવુ...

9... જીદંગી , એક અનુભવ યાત્રા, સત્ય - બોધ મેળવાય, તો મોક્ષપ્રાપ્તિ.

10... જીદંગી માં , કેટલી સંવત ગઇ એના કરતાં કેટલી વસંત માણી એ અગત્ય નું છે.

11...વૃત્તિ શ્રેષ્ઠ હોય, તો પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની...

12... ઉનાળાની સિઝનમાં યોજાતા સેમીનાર માટે .. અખાનું આ કડવું  યોગ્ય  છે..."કથા સુણી ને પાક્યા કાન, તોય ના આવ્યુ, અખા હરિજ્ઞાન... જાણકારી  અને જ્ઞાન  વચ્ચે  ભેદ છે. .જે જાણકારી  મળે એનો,જો વ્યક્તિગત   કર્માભ્યાસ  કરાય તો જ...અનુભવ બોધ  મળે અને એ સ્મૃતિ,  જ્ઞાન રૂપ બને. .જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય  થતાં,છવાયેલા વાદળો રૂપી મોહ દૂર  થાય ...સમગ્ર  સૃષ્ટિ માં નવચેતન પ્રગટે. ..

13...અનુભવ જન્ય જ્ઞાન, સમય અને વાણીથી, ધન સાથે કિર્તિ કમાતા વ્યવસાયિકો. ... ડૉકટર,  વકીલ ને જ્યોતિષી. ..

14: જીદંગી . . .એક અનુભવ શીખવું અને સ્વીકારવું .

15: એમાં મારે શું ? Comment on Facebook પછી કેવી મજા આવે 

16: કૃપા પ્રભુની, જાણકારી ઉધારની તોય મદ I M Something

17: વાયુ સર્વત્ર છે પણ પંખા પાસે સુખ મળે, પ્રભુ સર્વવ્યાપી છે, મંદિરમાં સાંનિધ્યનો આનંદ અનુભવાય .

18: માઘ વદ ૧૪ની રાત શિવરાત્રિ. શિવરાત્રિ એટલે शेते तिष्टति सर्वं जगदस्मिन्निति शिवः विकार रहितः । જગત જેને વિષે લય પામે છે તે સુખસ્થાન શિવ છે .અને ` रा ` दाने  દાન અર્થક ધાતુ रा  થી રાત્રિ શબ્દ સિદ્ધ થાય છે. અર્થાત્  બ્રહ્મરૂપ સુખની પ્રાપ્તિ કરાવનારી રાત્રિ તે શિવરાત્રિ છે. કેવળ બ્રહ્માકારવૃત્તિ તે શિવરાત્રિ...

19: અંગ્રેજીમાં જ જો વાર્તાલાપ કરવો નો હોત તો, મારી જન્મભૂમિ  અને કર્મભૂમિ ગુજરાત જ કેમ હોત ? ભાષા મારી ગુજરાતી છે...

20: Facebook wall નું પણ હવે Newspaper જેવું... વાંચનસામગ્રી ઘણી પણ જીવનઉપયોગી કશું નહી !!

21: મેટાફીઝીકસ  નો નિયમ અંક ९ સ્ત્રીત્વ ને અનુસરે છે જયારે નિયમ અંક  ७ પુરૂષત્વ ને અનુસરે છે. કલા અને સંશોધન  ક્ષેત્રે  જે ભેદ છે એની પાછળ નું એક કારણ.

22: શિરામણ - breakfast માં દહીં, બપોરા  - lunch માં છાશ, વાળુ - Dinner માં દૂધ

23: માનસીક આરોગ્ય મંત્ર; આમાં મારે શું ?. ફે.બુ./વૉ.એ. પર પ્રતિભાવ આપતા પહેલાં ૭ વખત પુનશ્ચરણ.

24: યોગથી આસન... પતંજલિથી આદિનાથશિવ... યોગશાસ્ત્રથી હઠયોગપ્રદિપીકા...  ચિત્તવૃતિના નિગ્રહથી ધનના સંગ્રહ  સુધી, યોગ જ યોગ... યોગ એટલે જોડવું...જીવન એટલે દ્વંદ્વ... જયાં બે છે ત્યાં યોગ છે. અદ્વૈતનો આનંદ... યોગનું સુખ...

35: ઇર્ષાવશ પણ, દાવ એવો રમો કે, જીત થાય કે હાર, 

       શ્રી અને શ્રેય જ મળે.

36: રજૂ કરેલ અભિવ્યક્તિના પડઘા કયાં પડે ?

હૃદયની વિશાળતા સાથે,  અહમ્ ની શૂન્યતા હોય ત્યાં ...

37: હું,  મારા બોલેલાં કે લખેલાં શબ્દો માટે ૧૦૦% જવાબદાર અને સભાન છું ; નહી કે, આપે કરેલ એના અર્થઘટન અને સમજ માટે...

38: ધંધો કે નોકરી ? કમાણી કે પગાર ? વટ કે મજબુરી થી ગુલામી ?સતતઉન્નતિ  કે સંતોષ ના નામે સમાધાન ? દુનિયા સ્વિકારે કે જાતે માની લેવાનું ?  ગુજરાતી નરબંકો ...

39: અભિવ્યક્તિનું માધ્યમ ભાષા છે.

એ માધ્યમ માતૃભાષાથી શ્રેષ્ઠ બીજુ કયું હોઇ શકે ?

અને એ વ્યક્તિની કર્મભૂમિ નક્કી કરતી હોય છે.

40: આપણે  હંમેશા  સાંભળીએ છીએ,

                          "મારો વિશ્વાસ રાખો "

  તાર્કિક રીતે આ બોલનારનું સૌથી મોટું અસત્ય વચન છે.

        જ્ઞાન એટલે કે જાણકારી હોય તો વિશ્વાસ રહે છે.  

      વિશ્વાસ ઉત્પન્ન થવો, એ કર્મ કે ક્રિયાનું પરીણામ છે.

                    અનુભવના અંતે  શ્રધ્ધા  પ્રગટે છે.

        ભાવુકતાથી અંજાઇજવાથી કે  પ્રભાવથી "શ્રધ્ધા" 

પેદા ના થાય, અને જો જબરજસ્તીથી કરાય તો એનું કોઇ વિશેષ ફળદાયી  મુલ્ય નથી હોતું. અંતઃકરણથી તો એ વિષયે, આપણને શંકા રહે છે;  પ્રશ્નો  ઊભા થયા કરે છે.વિશ્વાસ અને શ્રધ્ધા જેના પ્રત્યે સ્વતઃ પ્રગટે છે, તેની  સાથે જ મૈત્રી ગમે એવા સંજોગોમાં શાશ્વત રહે છે.

41: દિવાળીનો પર્વ એટલે પ્રકાશનો ઉત્સવ, ખૂણે-ખાંચરેથી કચરો દૂર કરીને સ્વચ્છતા અને સુઘડતા લાવવાનાં દિવસો, આળસ ખંખેરીને સક્રિય થવાનો અવસર, કેટલીક સ્મૃતિઓ અચાનક સ્મરણમાં આવવાનો કે લાવવાનો સમયગાળો, ઘર, માળીયા કે વ્યવસાયના સ્થળની સાફ-સફાઇ સાથે થોડુંક ધ્યાન આપીને, કૉમ્પ્યુટર કે મોબાઇલની હાર્ડડિસ્કમાં સ્ટોર થયેલ વધારાના ડેટાની પણ સાફ સફાઇ અને વ્યવસ્થિતકરણ થવું જોઇએ ને !?

42: અન્યનો ડર અને ગભરાટ ( મનનો ઉચાટ ) એ અન્ય માટે ધન કમાઇનું સાધન બને છે આ સદીઓથી સાબીત થયેલ તથ્ય છે... કોઇપણ ક્ષેત્રમાં ચિંતન કરી જુઓ... ચિકિત્સાજગત માં તો આના ઉદાહરણ તાજા મળશે એ ઉપરાંત હોમ એપ્લાઇન્સના સાધનો ખોટવાય ત્યારે  રીપેરીંગ કરતી કંપનીના માણસો  આ તથ્યોને અનુસરે છે... અને ઊંડુ ચિંતન કરીએ તો આપણે આપણાં દેવી દેવતાંઓને "અભય વરદ હસ્ત મુદ્રા" માં કલ્પ્યા અને મૂર્તિ ઓ બનાવી... બધાએ આયુધો એમને પકડાવી  દીધા... એટલે અભય મહત્વની વસ્તુ છે... પણ સ્વયં નો... નર્ક ચતુર્દશી ને રૂપ ચતુર્દશી માં બદલાવીએ... અભય થઇએ અને અભય કરીએ...આપણે ત્યાંજ નહિ પણ વિદેશ માં પણ અભય ની ટ્રેનિંગ રૂપે હેલોવીન ડે ની ઉજવણી થાય છે...

43: સો.મી. પર કોઇપણ બિમારીઓ માટે પિરસાતાં ઘરગથ્થું નુસ્ખાઓ, ગરીબની ખીચડી જેવાં છે,.પેટ ભરાયાંઓનો થોડોક સંતોષ પણ શરીરનું પોષણ ના થાય.

44: પાઈ ની પેદાંશ નહી ને, ઘડી ની નવરાશ નહી...Facebook, WhatsApp Users. ધૂળધોયાં Feeling.

45: કેટલીક ખરીદી અને પ્રવૃતિઓની તાતી જીવનજરૂરીયાત હોતી નથી એમ છતાંય માનવ જયારે એ સહજભાવે અને ખુશી ખુશી કરે છે ત્યારે એ એનો "શોખ" ગણાય છે...आखीर शोख बड़ी चीज है ।

46: જાહેરખબર અને કમીશન આપ્યા વિના નવો ધંધો જામતો નથી,  ફે.બુ. ના મિત્રો મફતમાં દમ વગરના ધંધાની જાહેરાતો કર્યા કરે છે, એમને કોણ સમજાવે કે, આ માધ્યમ મિત્રતાનું છે ગોરખધંધા ને ગાળિયાનું નહી !!


નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...