ગુરુવાર, 27 જૂન, 2019

ડૉકટર, દરદી અને સારવાર ખર્ચ...

કોઇપણ ચિકિત્સાપદ્ધતિના ચિકિત્સક, જયારે આવનાર દરદી અથવા દરદી ના સગાઓ પાસેથી જે સારવાર ખર્ચ વસુલે છે,

તે .....       તાત્કાલીન સમય, પરીસ્થિતિ અને 
ચિકિત્સકના પોતાના સ્થાન આધારીત હોય છે.

સમય ... દર્દી, જો ચિકિત્સકે જે રોજીંદા, સામાન્ય દરદીઓ તપાસવા અને સારવાર આપવાનો સમય નિર્ધારીત કરેલ હોય એ સિવાય ના સમયે આવે તો...
પરિસ્થિતિ... દરદી ને જે  વ્યાધિ - વિકાર  ઉદ્ભવેલ હોઇ  એની અસર થી એના પોતાના શરીરની પરિસ્થિતિ તથા એના અને એના સગા-સંબંધીઓની, એ વ્યાધિ વિકારને લઇને ઊભી થયેલ  મનોસ્થિતિ (ભય પમાડે એવી ભાવિ આશંકાઓ) થી...
સ્થાન... ચિકિત્સકએ કરેલ, તબીબી વિજ્ઞાનનો શાસ્ત્રીય તથા  ચિકિત્સા કર્મોનો અભ્યાસ, તથા વ્યવસાયનું ક્ષેત્ર નેે અનુલક્ષીને...
                  આ ત્રણ ફેકટર્સ - પરીબળો આધારીત દર્દી પાસે થી ચિકિત્સકો સારવાર ખર્ચ વસુલતાં હોય છે...

દર્દી તથા દરદીના સગા-સંબંધી તરફથી, માત્ર પેદાં થયેલ વ્યાધિ-વિકારથી ઝડપી મુક્તિ થવી એ જ, મુખ્ય આકાંક્ષા હોય છે તથા શરૂઆતની સારવારમાં ધન અને સમયની ચુકવણી એ એમના માટે ગૌણ બાબત રહે છે...
પણ જો એમની અપેક્ષા પ્રમાણે એ સારવારનું પરીણામ ના આવે તો,
એ સારવાર આપનાર અને ખર્ચ વસુલ કરનાર ચિકિત્સક,
એમના અવચેતન મનથી, સીધો જ લુંટારો બની જાય છે અથવા માની જ લેવાય છે...

આ દેશમાં ચિકિત્સાની દ્રષ્ટિએ ચિકિત્સકની ત્રણ કેટગરી સમાજમાં જણાઇ આવે છે..
જેમાં જનરલપ્રેકટીશનર્શ G.P.,
કન્સલ્ટન્ટ C.P. તથા સુપર સ્પેશીયાલીસ્ટ.
આ ત્રણેય ચિકિત્સકોમાં સામાન્ય રીતે,
G.P. ની ફી ₹.50/- થી ₹.100/-
C.P. ની ફી ₹.150/- થી 350/-
સુપર સ્પેશીયાલીસ્ટ ની ફી ₹.500/- થી 1500/- હોય છે.

 G.P. પાસે દરદીઓનો ધસારો વધુ હોય છે એટલે કન્સલ્ટન્ટ કે સુપર સશીયાલીસ્ટ ની સાપેક્ષે ઓછી ફી લેતાં દેખાતાં હોવા છતાં મહીનાના અંતે દવાખાનાનો નિભાવખર્ચ બાદ કરતાં, ત્રણેય ની કુલ કમાણી લાખ થી ત્રણ લાખ સરેરાશ બચત સ્વરૂપે રહે છે...

કુદરતનો નિયમ છે,
દેખાતી કે ઉત્પન્ન થતી ઊર્જા એકબીજા માંથી પરીવર્તિત થઇને પેદાં થાય છે, આથી  સૃષ્ટિની કુલ ઊર્જા/ શક્તિનો જથ્થો અચળ રહે છે. 

આ જ રીતે  વિશ્વનું કુલ ધનનો જથ્થો પણ અચળ હોય છે એ પણ ઊર્જા કે શક્તિ સ્વરૂપે હોય છે ને !!
કોઇક પાસે વધુ તો કોઇક પાસે ઓછું ધનસંગ્રહ દેખાય છે
પણ એ ધનસંગ્રહ એની પોતાની બુદ્ધિક્ષમતા અને  એના દ્વારા, અન્યના કલ્યાણકારી ઉપયોગમાં આવશે એ આધારીત પ્રકૃતિદત્ત રહેલ હોય છે... એટલે અન્ય ની સરખામણી કરીને દુઃખી ના થવું...

ચિકિત્સક ગમે તે હોય,
પણ  પોતાની ફી તથા દવાખાનામાં થતાં ચિકિત્સાકર્મો નું મુલ્ય તેમજ અપાતી દવાઓ પરનો નફો દર્દી પાસે કેટલો વસુલવો એના નિશ્ચિત ધારા-ધોરણ એને નિર્ધારીત કરેલ હોતાં નથી ...

નવી નવી તબીબી પ્રેકટીસ શરૂ કરનાર, પોતાના પૂરોગામી ચિકિત્સકો, જે પ્રકારે સારવાર ખર્ચ તથા ફી વસુલતા હોય એની સાપેક્ષે નક્કી કરી લે છે, એમાંય પાછું વારેવારે દર્દીઓના ને સારવાર દરમિયાન થયેલ અસંતોષની લાગણીઓને માન આપીને બાંધ-છોડ  કરતાં હોય છે...

ડૉક્ટરોને ઉપદેશાય છે કે,
क्वचिद्धर्म क्वचिन्मैत्री क्वचिदर्थः क्वचिद्यशः  
कर्माभ्यासः क्वचिच्चेति नास्ति निष्फला ।।
          કયારેક ધર્મ, કયારેક મૈત્રી, કયારેક અર્થ, કયારેક યશ અને કયારેક અભ્યાસ, આમ કયારેક ચિકિત્સા, નિષ્ફળ હોતી નથી...
પણ આજે, તબીબી ચિકિત્સકને પ્રેકટીશના ત્રણેક વર્ષ માં જ સમાજ સારી રીતે સમજાવી દે છે કે, 
ધર્મ, મૈત્રી, યશ અને અભ્યાસ બધાને મેળવવા સારામાં સારૂ ધન હોવું જોઇએ... 
ચિકિત્સક  ધનવાન હશે તો, સમાજ એને ધર્મ, મૈત્રી, યશ અને અભ્યાસ સામે ચાલીને આપે છે...

ચિકિત્સક અને દરદી તથા દરદીના સગાઓનો ધન બાબતે લોભ અને મોહને કારણે સારવાર ખર્ચ બાબતે હંમેશા અસંતોષ રહે છે, જે લાંબા સમયે, બંન્ને પક્ષે વૈમનસ્યનું કારણ બને છે. પછી એમાંથી બંન્ને ડૉક્ટર અને દર્દી તથા દરદીના સંબંધીઓને પરસ્પર અવિશ્વાસ, ક્રોધ અને હિંસાના ભાવ જન્માવે છે...

જો કે દરેક ચિકિત્સક ને અનુભવે સ્વિકાર્ય તો કરવું જ પડે છે, કે, જે ચિકિત્સા કર્મ માં ઉત્સાહ આવતો હોય અને સુખ મળતું  હોય તો  એ પૂર્ણ થયે દર્દી પાસેથી જે ધન મળે છે એ સંતોષ જ આપે છે... પછી એ અન્ય ની સાપેક્ષે અને નજર માં ક્ષુલ્લક કેમ ના હોય ?

અને આ રીતે ચિકિત્સક પાસે આવતું ધન, એ श्री लक्ष्मी હોય છે, જેના એના સંતાનો અને કુળ માટે શ્રેયકર હોય છે,
ઘણાં ધનવાન ચિકિત્સકોને,  સંતાનો ને વિદેશમાં શરૂઆતની તબીબી અભ્યાસ (ડીગ્રી) મેળવવા માટે મોકલવા પડતા હોય છે અને ત્યાંથી પરત આવીને પણ એ સંતાનો એમના જેટલું ધન તો શું , પ્રતિષ્ઠા પણ કમાવી શકતાં નથી...

અને આ,  વ્યવસાય દ્વારા પ્રાપ્ત થતી श्री लक्ष्मी નું ફેકટર જીવન ના દરેક આજીવિકાના ક્ષેત્ર માં સમાન રીતે લાગું પડે છે...
ઘણાં સુપર સ્ટારના સંતાનો ફિલ્મ ક્ષેત્રે નિષ્ફળ જતાં જોવા મળે છે એ રીતે સુપ્રસિદ્ધ  અતિધનવાન સફળ, સંગીતકાર, બિઝનેસમેન કે વૈજ્ઞાનિક સંશોધક, કે પછી કથાકારના સંતાનો પણ ધન અને યશની બાબતે નિષ્ફળતા મેળવેલ હોય છે...

કોઇપણ વ્યવસાય દ્વારા પ્રાપ્ત થતુ ધન એ શ્રીલક્ષ્મી તરીકે સિદ્ધ થાય એ માટે વ્યવસાયકારે प्रज्ञावान થવું જરૂરી છે... એ જ રીતે ગ્રાહક તરીકે સેવાઓ લેનાર તરીકે સામાન્ય પ્રજા એ લોભ અને મોહ છોડીને प्रज्ञावान થવું એટલું જરૂરી છે..

सर्वे भवन्तु सुखिनः 
                            सर्वे सन्तु निरामया। 
सर्वे भद्राणि पश्यन्तु 

                            मा कश्चित् दुःखभाग् भवेत्।।



બુધવાર, 19 જૂન, 2019

RO Water અને TDS

RO વૉટર પ્યોરીફાઇડ ના પાણી માં કેટલા TDS હોવા જોઇએ.. ?
RO નું વૉટર જ શ્રેષ્ઠ છે ???

આ પ્રશ્નો ના જવાબ માટે પહેલા તો, 
TDS વિશે જાણવું જરૂરી બને છે 
TDS = Total Dissolved Solids in water

અમેરીકાએ નક્કિ કર્યુ કે પીવાનું પાણીનું TDS 500 થી વધુ ના હોવું જોઇએ...
પણ ગુજરાતની રહેણી કહેણી અને  હવા-પાણી-જમીન આધારીત TDS 900 સુધી હોય તો પણ ચાલે ઉત્તમ પણ રહે...
  હંમેશા  RO વૉટર પીનારા ને પણ મૂત્રમાર્ગ ની પથરી ઓ થાય છે... અને  મોટાંભાગે શાકાહારી પ્રજા હોવાથી B-12 ની કમી થી પીડાય છે

ડિસ્ટીલ્ડવોટર નું  TDS 0 હોય છે
જયારે RO નું  50 પણ રાખી શકાય  છે...

જેમ TDS ઘટતાં જાય એમ પાણી સ્વાદ વિનાનું  લાગે છે તરસ છીપાવવી મુશ્કેલ બનતી જણાય છે...

એટલે TDS કેટલાં હોવા જોઇએ એ પાણી ના સ્વાદ અર્થાત્ વાપરનાર વ્યક્તિ તથા એના પરીવાર ની વ્યક્તિઓના શરીર = रसेन्द्रिय= જીહ્વા નક્કી કરે તો શ્રેષ્ઠ અને શ્રેયકર રહે...

જળ એ જીવન છે...
આયુર્વેદ માં ૠતુકાળ પ્રમાણે
કયાંનું,
કયારે,
કેટલું અને
કેવું જળ પીવું એની સ્પષ્ટતા કરેલ  જ છે ?

બોરવેલ કે ટ્યુબવેલ એ આયુર્વેદિક દ્રષ્ટિકોણથી લગભગ કૂપજલ એટલે કે કૂવાનાપાણીની સમાન જ છે...
ખૂલ્લા કૂવામાં અશુદ્ધિ ભળે છે જયારે ટ્યુબવેલ ના પાણી માં વાતાવરણની કે પ્રાણીજ અશુદ્ધિ આવતી નથી વળી આર્કેમીડીઝ સ્ક્રુગતિથી પાણી બહાર  આવેછે એટલે ગરમ થઇને થોડુંક વધુ સુપાચ્ય બને છે...

RO પ્યોરીફાયર ઇન્સ્ટોલ કરતાં કે કરાવતાં પહેલાં ઘરમાં જે પાણી નળ કે બોરવેલ થ્રુ આવતું હોય એનાં TDS ચેક કરાવી લેવાં જોઈએ.. પછી RO માંથી આવતું ફિલ્ટરેટ પાણીના પણ TDS ચેક કરાવી લેવાં જોઈએ તથા શરીર ને જરૂરી મિનરલ્સ નું  પ્રમાણ  એ પાણી માં કેટલું છે એ જોઇ લેવું જોઇએ... પણ આ બધી માથાપચ્ચી આજે  કોઇ કરતું નથી ગ્રાહક કે કંપની...

બોરવેલ ના પાણીનું TDS 500 થી 900 ની વચ્ચે હોય તો સીધું જલપાન માં ઉપયોગમાં લઇ શકાય છે જે RO કરતાં ઉત્તમ છે...

કહેવત છે કે  સાત ગળણે ગાળીને પાણી પીવું...
તો ગળણાં  સૂતરાઉ જાડા કપડાંના અથવા હાથવણાટના લેવાં...
નેચરલ હોમ મેડ ફિલ્ટર તૈયાર થઇ જશે...

નળનું પાણી ડહોળું આવતું હોયતો.. 
દૈનિક જરૂરિયાતનું પાણી સમાય એવડું  તામ્રપાત્ર લેવું એમાં પાણી ભરી લેવું અને
એ પાણીમાં 
સરગવાની સૂકીશિંગના બીજ તથા
નિર્મળીના બીજ,
સુખડચંદનના લાકડાનો ટૂકડો નાંખી ને એક રાત પડી રાખવું
( સરળતાથી અને વ્યાજબી ભાવે ઉપલબ્ધ હોય તો उशीर - ખસ- સુગંધી વાળો પણ નાંખી શકાય ) 
બીજા દિવસે ગળી લેવું...

જો રહેણાંક ના વિસ્તાર માં ઝાડા- ઊલટી- ટાઇફોઇડ કમળો જેવા ઇન્ફેકશન્સ જન્ય રોગચાળો ચાલતુ હોય તો એ પાણી ને પહેલાં ઊકાળી લેવું પછી
તાંબાના વાસણમાં ભરવું અને ઉપર કહેલ  જલશુદ્ધિકરદ્રવ્યો ઉમેરવાં...
તામ્રપાત્રને રોજ સારી રીતે  ધોઇ અને તડકે સુકવી લેવું... એમાં લીલાં રંગનો કાટ લાગવો ના જોઇએ કેમ કે એ કોપર સલ્ફેટ હોય છે... અને એક પ્રકાર નું વિષદ્રવ્ય છે.

 RO લાગેલ હોય અથવા લગાવવું હોય તો પહેલાં  TDS ચેક કરી લેવાં પછી  નિર્ણય કરવો... RO થી  પાણીમાં રહેલ મીનરલસ દૂર થાય છે જેથી શરીર ને જરૂરી મિનરલ્સ મળતાં નથી  એ હવે વૈજ્ઞાનિક પ્રયોગો અને સંશોધનો ને આધારે સ્વિકારાયેલ સત્ય છે...

વરસાદી પાણી નો સંગ્રહ

વરસાદી પાણી નો સંગ્રહ....

કુદરતી કે માનવસર્જીત સમસ્યાઓ આવે, એટલે આપણે- ગુજરાતી પ્રજા પર બે લોક ઉક્તિઓ બરાબર બંધ બેસે...

૧. આગ લાગે ત્યારે કૂવો ખોદવો.
૨. આરંભે શૂરા પછી લૂલા.

આમ તો આખાય ભારતવર્ષની પણ એમાંય,  કાંઇક થોડી વધુ પડતી ભાવુક અને અન્યની  પ્રવૃતિઓ અને પ્રયોગોને માત્ર દૂર થી જોઇને,  પૂર્ણ રીતે જાણ્યા- સમજ્યા એનાં પરીણામનો વિચાર કર્યા વિના,  ઝડપથી અંજાઇ જવા વાળી ગુજરાતી પ્રજા છે...

એટલે જ સ્તો, ગુજરાતમાં દરેક ને  મોટું માર્કેટ ગમે તે ધંધામાં મળી રહે છે...
અહીંયા  " આ બધી  માયા છે ભાઇ.. મૃત્યુ પછી કશું સાથે લઇ જવાનું નથી... મોહ - લોભ નો ત્યાગ કરવાનું સમજાવનારા કથાકારો પણ કરોડપતિ છે...

જીવનની જરૂરીયાત  અંતે તો પૃથ્વી જ પોષે છે...

એમ છતાંય આપણે એની પાસે માત્ર લેતાં જ જઇએ છીએ
નથી એનો ઉપકાર માનતાં  કે નથી એના સૃષ્ટીચક્ર ને સાચવતાં ... અરે  ખપ પૂરતુ જ લેવાનું શિખ્યા જ નથી...

આથી જયારે  કુદરતનું પર્યાવરણ ચક્ર તુટે અને
જીવન ની જરૂરીયાતો માં અછત થવા માંડે એટલે
આપણે ભવિષ્ય નો વિચાર કરીને ભયભીત થઇ, દિશા હીન દોડયાં કરીએ છીએ...
એમાંય ધન-સમય-સ્વાસ્થયનું  નુકશાન અને હતાશા સિવાય કશું હાથ લાગતું નથી...

વરસાદી પાણીનો સંગ્રહ કરવા, મોટાં- પહોળા- ઊંડા  જમીન માં ટાંકા બનાવાની ઝુંબેશ- જાહેરાતો હમણાં સોશીયલ મીડીયા પર જબરી ચાલી છે..
આ રીતે સંગ્રહ કરાયેલ પાણી અમુક દિવસે વાસ મારે છે... એટલે પાછું એને ફીલ્ટર કરવું પડે અથવા તો ઉકાળી ને  વાપરવું પડે..
આખુ વર્ષ રાંધવા તથા પીવાના ઉપયોગ માં આવે એટલું  વરસાદી પાણી નો સંગ્રહ કરી પણ લેવાય, તોય આખુ વર્ષ ચાલે એટલું   ઘરવપરાશ ના પાણી કયાંથી મેળવવુ એની સમસ્યા તો રહેવાની જ...

આકાશ માંથી વરસતું અને સીધું ઝીલાતું પાણી  પીવા યોગ્ય છે એ પણ અગસ્ત્ય નક્ષત્ર ના ઉદય પછી...

મકાનની છત-માથે થી કે તળાવ, નદી માં આવેલ વરસાદી પાણી ચોમાસા દરમિયાન ઘણી અશુદ્ધિ યુક્ત હોય છે...

એટલે આવું સંગ્રહાયેલ પાણી,  શરદઋતુના દિવસે પ્રખર સૂર્ય તાપ થી તપે તથા રાતે શિતળ ચાંદની થી પોષાય ત્યારે જ સ્વાસ્થય વર્ધક બને છે...

આયુર્વેદ સંહિતાઓમાં ચોમાસામાં કૂવાનું જ જળ પીવા કહ્યું છે કેમ કે એ પૃથ્વી ના પડો થી એ ફિલ્ટર  થઇને આવે છે...

વરસાદી પાણી આખુ વર્ષ રાંધવા, પીવાં, તથા રોજીંદી ઘરવપરાશ ની જરૂરીયાત માં વપરાય એટલું તો દરેક ને માટે માત્ર પૃથ્વી જ સંગ્રહી શકે છે, અને  વળી જયારે એ પાછું પરત આપે ત્યારે ફિલ્ટર કરીને જ આપે છે...

વરસાદી પાણીનો સંગ્રહ માટે ઉત્તમોત્તમ તો,
ગામતળાવ કે ગામકૂવામાં અથવા ઘર આંગણે જો ટયુબવેલ હોય તો  વરસતાં વરસાદ નું પાણી આ ત્રણેય માં ઉતરવાનું  રહે છે...
આ વૃત્તિ , બેંક માં મુકેલ બાંધી મુદત ની થાપણ જેવી છે, વ્યાજ સહીત પરત મળે છે વળી જાતે સાચવવા કે સુરક્ષા ની ઊપાધિ માંથી મુક્તિ મળે છે...

બીજો ઉપાય છે વૃક્ષો વાવવા... 
મધ્યમ કદ ના લીંમડા, કણજી, આંબો, દેશીબાવળ, ખીજડો, સરસડો, ગરમાળો વિગેરે  વરસતાં વરસાદ નું પાણી એમનાં ઊંડા મૂળ દ્વારા  જમીન માં લઇ જાય છે... તથા  પાંદડા દ્વારા બાષ્પીભવન ની પ્રક્રિયાથી  નિયત સમયે વાદળ ને બાંધવા, સ્થિરકરવા તથા વરસાવવામાટે નું વાતાવરણ સર્જવામાં મદદ કરે છે...

 વૃક્ષ નું સંવર્ધન અને વરસતાં પાણીને તળાવ, કૂવાં કે ટયુબવેલ માં વાળવા કે ઉતારવાનો ઉપાય  પાણીની આપૂર્તિ નું  કુદરતી સૃષ્ટી ચક્ર  ને સુપેરે ચલાવ્યા કરે છે...

માનવ જે વેસ્ટ વૉટર,  ગટર દ્વારા મોટા નાળાં કે  સુકાયેલ નદી ના પટ માં વહેવડાવી દે છે, એ .... પહેલા તો એના જ આસપાસ ના વિસ્તાર નું અને પછી દરિયાનું જલ પ્રદૂષણ કરે છે,
 એનાં બદલે જો ઘર આંગણે જ આ વેસ્ટ વૉટર કે ડ્રેનેજ ના પાણી ને 20 ફૂટ ઊંડા શોષકૂવા કરીને જમીન માં ઊતારી દે તો પ્રદુષણ તો ના જ થાય પણ જમીન ફળદ્રુપ બને.. વધારા ના પાણી થી ભૂગર્ભ ના પાણી ના સ્ત્રોત પણ રીચાર્જ થયાં કરે...

વરસાદ નું પાણી ટયુબવેલમાં તથા
ડ્રેનેજ નું પાણી  શોષકૂવા માં ઊતારી દે તો 
વંસુધરા ને પણ પાણી નું સૃષ્ટિચક્ર સુપેરે ચલાવવામાં મદદ મળે અને એના જ આશીર્વાદ થી પાણી ની અછત તો નહી જ થાય, વધારા માં મ્યુનિસ્પાલટીના પાણીવેરા ને ગટરવેરાં ઉપરાંત મેઇન્ટેનન્સ ની માથાકૂટ હેરાનગતી થી પણ મુક્તિ મળે છે...

પૃથ્વી આપણને  જલ નું દાન કરે છે સામે આપણે જો  ડ્રેનેજ ના પાણી ને શોષ કૂવામાં , વરસાદી પાણી ને કૂવા તળાવ દ્વારા ભૂગર્ભમાં ઊતારી તથા વૃક્ષોવાવી એ તો એ પણ ખૂશ રહેશે...

પાલનપુર ના ગુલાબ

પ્રાચીન ભારતવર્ષના प्रह्लादनपुर ને બ્રિટીશ ઇન્ડીયા ના કાલખંડ માં પાલણપુર અને હવે પાલનપુર તરીકે ઓળખવામાં આવે છે...
નવાબી શાસનકાળમાં આ શહેર ફૂલોનાં અત્તર- perfume scent ના ઉત્પાદન અને નિકાસ માટે ખૂબ જાણીતું હતું... 
આ પ્રદેશ ની જળ-વાયુ-ભૂમિ માં ગુલાબ ખાસ માવજત વિના કુદરતી રીતે ઊગી આવે છે...
ગુલાબ માં સફેદ સેવંતી, રેડરોઝ અને ગુલાબી ગુલાબ Rosa damascena મૂળ પ્રજાતીઓ છે, કેટલાંક પીળાં ગુલાબ ને પણ મૂળ પ્રજાતી માને છે...

ગુલાબ તો ગુલાબી અને મનમોહક સુગંધી જ હોવું જોઇએ ને !!!

પાલનપુર,  ગુલાબી ગુલાબ ની સુગંધિત પાંદડીઓમાંથી બનતાં અત્તર માટે જાણીતું હતું
કાળક્રમે ચંપો, મોગરો અને કેવડા માંથી બનતાં અત્તર માટે પણ જાણીતું બનેલ...
મોગરો પણ અહિંયા ઘણો થાય છે...
બાજુમાં આવેલ બનાસ નદી ના ઝરણાંઓ થી પોષીત થતાં બાલારામ અને બાજોઠીયાની વન્યકંદરાઓમાં કેવડો-केतकी ની પણ ભરમાર હોય છે.

પ્રથમ પ્રેમ ને વ્યક્ત કરવા ગુલાબ અને શાયરીઓનું આગવું યોગદાન છે...
પાલનપુરની ભૂમિએ ગુલાબ અને શાયરો બંન્ને આપ્યાં છે...

Mother's Day

मान्यते पूज्यते या सा,  मातः
જે સ્ત્રી આદરણીય અને પૂજનીય છે એ માતા છે...

पाद्मे उत्तरखण्डे ७८ अध्यायः सप्त मातरो यथा   --
आदौ माता, गुरोः पत्नी, ब्राह्मणी, राजपत्निका ।
गावी, धात्री तथा पृथ्वी सप्त ऐता मातरःस्मृताः ॥

પદ્મપુરાણના ઉત્તરખંડના અધ્યાય 78 માં સાત માતાઓ તરીકે, જન્મદાત્રી,
ગુરુપત્ની,
બ્રાહ્મણપત્ની,
રાજાની પત્ની,
ગાય,
ધાત્રી,  અને
પૃથ્વી
એમ સાત માતાઓ સ્મરણમાં રાખવી...

જન્મ આપનાર સ્ત્રી સહિત આ અન્ય પણ બાળક ને રક્ષે છે અને પોષે છે માટે માતાઓ છે...

या देवी(माताः) सर्व भुतेषु शक्ति रुपेण संस्थिता
नमः तस्यैः नमः तस्यैः नमो नमः ।

દુનિયા ના 40 થી વધારે દેશો માં Mother's day ની ઉજવણી થાય છે આના  આધુનીક ઇતિહાસ માં,
The modern holiday of Mother's Day was first celebrated in 1908, when Anna Jarvis held a memorial for her mother at St Andrew's Methodist Church in Grafton, West Virginia. St Andrew's Methodist Church now holds the International Mother's Day Shrine.
In 1914, Woodrow Wilson signed a proclamation designating Mother's Day, held on the second Sunday in May, as a national holiday to honor mothers.

જો કે મોટાભાગે ફે.બુ ના  માધ્યમ થી 2014 થી Mother's day  ની ઉજવણી અને શુભેચ્છાઓ પ્રચાર પ્રસાર માં આવી...

ભારત વર્ષ માં मातृकापूजन અને માહાત્મ્ય તો પુરાણ કાલીન છે...
આપણે ત્યાં Mother's day ની ઉજવણી એક દિવસ નહી પણ નવ રાત્રી સુધી થતી હોય છે એ પણ વર્ષ માં દર ત્રણ માસે  એક એમ  ચાર વખત...
શારદીય અને શાકંભરી નવરાત્ર અતિપ્રસિદ્ધ છે...

ગુજરાત દિન

આજે 1st May....,
ગુજરાત રાજય સ્થાપનાદિન...
ઇતિહાસ માં ડોક્યુ કરીએ...

ડિસેમ્બર ૧૯૫૩માં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યોની રચના માટે સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન કમિશન - SRC ની રચના કરી. આ સમિતિ ન્યાયાધીશ ફઝલ અલીના વડપણ હેઠળ હતી,   ફઝલઅલી કમિશને ૧૯૫૫માં જાહેર કર્યુ કે SRC ભાષાવાર રાજ્યો રચવાનું ધ્યાનમાં લીધું છે પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી જ રાખવાનું સૂચન કર્યું. વધુમાં તેમાં સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છ રાજ્ય અને મધ્યપ્રદેશના નાગપુર વિભાગના મરાઠી ભાષી વિસ્તારો તેમજ હૈદરાબાદના મરાઠાવાડા મૈસુરને ઉમેરવાનું સૂચન કર્યું.

ગુજરાતી અને મરાઠી બંને લોકોએ SRCના સૂચનોનો વિરોધ કર્યો અને અલગ ભાષાવાર રાજ્યોની જલદ માગણી કરી.
સ્થિતિ ગૂંચવાડા ભરી બની કારણ કે, બંનેને તેમના રાજ્યમાં આર્થિક રીતે સક્ષમ અને પંચરંગી એવા  બોમ્બે નો સમાવેશ પોતાના રાજ્યમાં કરવો હતો.
आमची मुंबई....
જવાહરલાલ નહેરુએ આ પરિસ્થિતિ નીવારવા માટે ત્રણ રાજ્યોની રચના કરવાનું સૂચન કર્યું: મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રીય રીતે સંચાલિત શહેર - મુંબઈ રાજ્ય.

૮ ઓગસ્ટ ૧૯૫૬ ના દિવસે, જયારે અમદાવાદમાં કોલેજના કેટલાંક વિદ્યાર્થીઓ લાલ દરવાજા ખાતે આવેલ કોંગ્રેસના સ્થાનિક કાર્યાલયમાં અલગ રાજ્યની માગણી લઇને ગયા ત્યારે મોરારજી દેસાઈ એ વખતે મુંબઈ રાજય ના ગૃહમંત્રી હતા.... તેમને સાંભળ્યા નહી અને પોલીસની કાર્યવાહીને કારણે પાંચથી આઠ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા. જેને કારણે સમગ્ર ગુજરાતમાં દેખાવોની શરૂઆત થઇ.
શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક નિવૃત્તિમાંથી બહાર આવ્યા અને આંદોલનને દિશા આપવા માટે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. ઇન્દુલાલ યાજ્ઞિક અને દિનકર મહેતા જેવા ઘણાં આંદોલનકારીઓની ધરપકડ થઇ હતી.

નહેરુએ સૂચવ્યા પ્રમાણે ૩ રાજ્યોની ઘોષણા કરતાં થોડા સમય જ પહેલાં ૧૮૦ જેટલા સંસદસભ્યોએ દ્વિભાષી મુંબઈ રાજ્ય જાળવી રાખવાનું સૂચન કર્યું હતું.

મુંબઈ અને ડાંગની સમસ્યાઓ મંત્રણાઓ દ્વારા ઉકેલી શકાઇ. ગાંધીવાદી ચળવળકાર ઘેલુભાઈ નાયકે ડાંગને ગુજરાતમાં સમાવી લેવાની ભારે તરફેણ કરી હતી.છેવટે મુંબઈ મહારાષ્ટ્રને જ્યારે ડાંગ ગુજરાતના ફાળે ગયું. આ ભાંજગડ માં આબુ પર્વત અને આબુરોડ પણ ગુજરાત માંથી છટકી ગયો...

રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુ છેવટે બે અલગ ભાષાવાર રાજ્યોની રચના માટે આંદોલનને કારણે સંમત થયા. ૧ મે, ૧૯૬૦ના રોજ નવા બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર બનાવવામાં આવ્યા.
 આંદોલનની સફળતા પછી મહાગુજરાત જનતા પરિષદને વિખેરી નાખવામાં આવી. નવી સરકારની રચના થઇ અને જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીબન્યા.

એ ધન્ય ધરા ગુજરાત છે
જ્યાં મેઘાણીના ગીત છે,
જ્યાં ગાંધીજીની પ્રીત છે,
સંસ્કારોની અમીરાત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

લોખંડી વીર વલ્લભ છે,
જેના દર્શન કરવા દુર્લભ છે,
જ્યાં નરસિહ, નર્મદ ને કાન્ત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

જ્યાં નર્મદા, તાપી સધ્ધર છે,
જ્યાં મચ્છુ, ઘેલો, ભાદર છે,
અરે સાબરમતી જ્યાં શાંત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

જ્યાં દ્વારકા સોમનાથ અંબાજી,
જ્યાં પાવાગઢ વીરપુર શામળાજી,
જ્યાં ગીરનાર નો ખોળો અનંત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

જ્યાં રાસ ગરબાની રમઝટ છે,
જ્યાં ભજન દુહાની દાવત છે,
જ્યાં હાલરડામાં હેત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.

આ રત્નો કેરી ખાણ છે,
ભારતની પહેચાન છે,
'આનંદ' ઈશ્વરનું ગીત છે,
એ ધન્ય ધરા ગુજરાત છે.
- અજ્ઞાત

શમી ખીજડી

ઊંઝા  ની બાજુમાં ( 5 કિ.મી ) ના અંતરે ઐઠોર  ગામ આવેલ છે અહિંયા  700 વર્ષ પુરાણુ ગણપતી મંદિર  આવેલ છે..ઐઠોર થી વિસનગર  જતાં રસ્તા ની બંન્ને તરફ  નીચેની ઇમેજ  માં દર્શાવેલ  ખીજડા ના વૃક્ષો  નજરે પડે છે. .
ખીજડો  એટલે વૈદિક  કાળ નુ શમી વૃક્ષ  જે યજ્ઞ  ની સમીધા માટે વપરાય  તથા દશેરા ના દિવસે પૂજન  થાય. . મહાભારત માં પાંડવો ના અજ્ઞાતવાસ દરમિયાન વિરાટ નગરી માં પ્રવેશ પહેલા પાંડવો એ પોતાના  દિવ્ય શસ્ત્ર  ખીજડા  માં છુપાવેલા. .. અમુક પ્રજા ખીજડા માં દેવતા નો વાસ  માને છે એટલે એને અન્ય ઝાડ ની જેમ કાપી નાંખી ને નાશ કરતી નથી.  ખીજડા નાં મૂળ  ઘણાં ઉંડે  સુધી જાય એટલે ગમે એવી કુદરતી  આફતો  વાવઝોડુ,  વરસાદ  કે દુષ્કાળ માં પણ અડીખમ  રહે છે.  છપ્પનીયા દુષ્કાળ માં ખીજડા ની શીંગો  જે દેખાવે ચોળી  જેવી અને પોષ્ટીક હોય છે તથા કુણી છાલ ખાઇ ને લોકો એ કપરા દિવસો ટાળેલા. . ખીજડા નુ લાકડુ ગમે એટલા વર્ષ  પાણી માં રહે તો પણ કોહવાઈ  જતુ નથી એટલે કુવા - વાવ  આદી ના નિર્માણ  માં ઉપયોગી હતુ.  આ લાકડા નો બળતણ તરીકે ઉષ્મા - તાપ સખત હોય એટલે  બોઇલર  માં વપરાય છે. આજે પણ રાજસ્થાન  માં ખીજડા ની શીંગો જેને સેંગરી  ( होंगरी ) કહે છે તેને શાક,  અથાણા  અને સુકવણી  કરી ખાદ્ય તરીકે  લે છે.
ભર ઉનાળે  ઠંડક  આપતુ આ લીલુછમ  વૃક્ષ આ ગુણો ને લઈને   દેવતાઇ વૃક્ષ તરીકે  સ્વીકારી  લેવાયુ હશે. એની લીલી પત્તી  ( પાંદડા )  પ્રથમ પૂજનીય શ્રી  ગણેશજી ની પૂજા માં મુખ્ય  હોય છે એટલે  ઐઠોર ની આસપાસ  સેંકડો  ખીજડા  અત્યારે  પણ  જોવા મળે છે.

ચૈત્રી માં લીમડો

ચૈત્ર માં લીમડાનુંસેવન આરોગ્યદ્દષ્ટિકોણથી...

આજના   ઇન્ટરનેટયુગમાં વર્ષ દરમિયાન આવતાં ઉત્સવોની ઊજવણીઓને સોશિયલમિડિયા થકી પ્રચાર- પ્રસારને ઘણો વેગ મળેલ છે.
એમાંય મૂળભૂત પરંપરાગત તથ્યો પર પૂરતાં સંશોધન અને યથાર્થ ને જાણ્યા વિના, 
મિથ્યા અને અતિશયોક્તિ પૂર્વક ની બાબતો જણાવીને હદ પાર કરી દેવાય છે...
ફાગણ ના અંતમાં અને ચૈત્રની શરૂઆતનો સમયગાળો એટલે લીમડા માં ફ્લાવરીંગ ની સીઝન, નવા પાંદડા અને પુષ્પો સાથે એ મ્હોરી ઊઠયો છે, લીમડા- આંબા વિગેરે ના ઝીણાં પુષ્પગુચ્છ ને મ્હોર કહેવાય છે...

      ગુજરાતીમાં  લીમડો શબ્દએ  સંસ્કૃતમાં निम्ब શબ્દ નું કંઈક અંશે લોકબોલીમાં થયેલ અપભ્રંશ છે, પ્રાચિન કાળના  અંગ્રેજીમાં એને Margosa કહેવાતો આજે તો અંગ્રેજી માં પણ Neem જ પ્રચલિત છે, આ લીમડાનું લેટીન સાયંટીફીક નામ Melia Azadirachta Indica છે... સામાન્ય રીતે લીમડાનો ફેલાવો,  દરીયાઇ નજીકની મરૂભૂમી માં સારો થાય છે... ગુજરાતની આબોહવા અને જમીન લીમડાના વૃદ્ધિ -વિકાસ માટે ઘણી માફક આવી છે, મૂળ પર્શિયન શબ્દ आझाद અને ઝાડ માટે વપરાતો  दरखत શબ્દ પર થી સાંયટીફીક નામ Azadirachta  રાખ્યું છે... 
નામ પ્રમાણે ગુણવાચક શબ્દ निम्ब પણ તો છે જ ને...

1919 માં ભારતીય વનસ્પતિ વૈજ્ઞાનિકો એ  લીંબોળીના તેલ માંથી એક કાર્યકારી તત્વ શોધી કાઢયું જેને Margosine Acid નામ આપ્યુ, પછી 1920 માં કોલકતા કેમીકલ્સ કંપની એ  લીમડા-સાબુ બનાવ્યો જેનું નામ Margo રાખ્યું... ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્ર માંથી મળતાં લીમડાના સાબુ જેવી જ પદ્ધતિ અને ગુણકર્મ ધરાવતો આ Margo Soap 1988 માં વિશ્વના ટોપ પાંચ  સાબુઓની બ્રાન્ડ માંનો એક હતો...

છેક ૠગ્વેદકાળથી અત્યાર સુધી ચર્મવિકારોમાં લીમડો વપરાતો આવ્યો છે.

આયુર્વેદિકચિકિત્સાશાસ્ત્રના દ્રષ્ટિકોણથી જોઇએ તો, આચાર્ય ભાવમિશ્રે જે લીમડા ના ગુણકર્મ વર્ણવેલ છે એમાં,
निम्बः शितो, लघुः, ग्राही, कटु-पाको, अग्निवातानुत्,  अहृद, श्रमहृत, कास ज्वर अरुचि कृमि प्रणुत्  निम्बपत्रम् स्मृतम् नेत्र्यम् ।

લીમડા ના પાંદડા પાતળા હોય છે, એટલે બાષ્પીભવન  વધુ કરે છે, વધુ બાષ્પીભવન થવાથી આસપાસની હવામાં ઠંડક પ્રસરે છે આથી ધોમધખતા તાપમાં  લીમડા ની છાયા શિતલ લાગે છે...

લીમડાનો આહાર- ઔષધ તરીકે ઉપયોગ કરાય તો, એ પચવામાં લઘુ એટલે કે હળવો છે, ગ્રાહી છે એટલે કે અન્ય વનસ્પતિઓ નાં પાંદડા - સ્વરસ વિગેરે વધારે લેવાય તો ઝાડા થાય છે,પણ  એવું લીમડા માં થતુ નથી. લીમડો પચ્યા પછી કટુવિપાકી થાય છે.

લીમડાના સેવનથી વાયુનો પ્રકોપ અને પિત્ત એટલે કે દાહ થતી હોય તો રાહત મળે છે.

લીમડો સ્વાદે અને ગંધે કડવો હોય છે એટલે અહૃદ - મન ને ગમતો નથી, પણ શ્રમહર છે.
કડવો હોવાથી જ અરૂચી, તાવ અને કૃમિ તથા કફજ અને પિત્તજ ખાંસી ને પણ દૂર કરે છે

લીમડોએ આંખ માટે  ઉત્તમ છે, કેમ કે આંખના રોગ પિત્ત અને કફ ના સંચયથી થતાં હોય છે, જેને લીમડો દૂર કરે છે...

ગુજરાત ના જ પ્રખર કર્માભ્યાસુ વૈદ્ય શોઢલ પોતાના નિઘંટુ માં લખે છે કે,
निम्बवृक्षस्य पंचाग रक्तदोषहरं
पित्तं, कण्डुं व्रणम् दाहम् कृष्ठम् च एव विनाशयति ।।

યોગરત્નાકર માં લખ્યું છે કે,
फाल्गुने चैत्रमासे च जन्तुपीडाकरो मतः
शीतल अम्बु समुद्भूतः श्लेष्मा राजा प्रकीर्तितः ।।
ફાગણ - ચૈત્રમાં  શિતલ જળથી ઉત્પન્ન થનાર કફદોષ નામનો રાજા સર્વ પ્રાણીઓને પીડનાર તરીકે માનવામાં આવે છે...

ચૈત્ર પછી આવતો વૈશાખ જેઠ માં પાછો આ રીતે  પિત્તદોષ ને રાજા કહેવાય છે...

આરોગ્યશાસ્ત્ર ના દ્રષ્ટિકોણથી વસંતમાં  શરીરમાં સંચિત થયેલો કફ,  પ્રસાર અને પ્રકોપ પામે છે, ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર ની ભૌગોલીક સ્થિતિ પ્રમાણે આબોહવા ને લઇ ને  વસંતઋતુ ફાગણ-ચૈત્ર ની ગણાય છે. હોળી ની આસપાસ ઑરી - અછબડાં ના દરદી વધવા લાગે છે, પ્રાચીનકાળ માં શિતલાદેવી સાથે નિમ્બપત્ર  પણ દર્શાવેલ છે, એટલે વસંતઋતુ, કફનો પ્રકોપ અને લીમડાના પાંદડાનો ઔષધિય પ્રયોગ એ ત્રણે અસર પરસ જોડાયેલાં છે .

આ સમયગાળા માં ભુખ જ ના લાગવાની ફરિયાદો સાથે દરદીઓ વધવા લાગે છે,

આ વસંત ૠતુ માં જો સંચિત થયેલ કફને  વમનકર્મ દ્વારા બહાર કાઢી લેવાય તો, અરૂચી, ખંજવાળ, ગુમંડા આદી થી શરીર સુરક્ષીત રહે  છે... એ મૂળ ચિકિત્સા સિદ્ધાંત આધારીત લોક વૈદક માં ,

લીમડાંના ત્રણ - ચાર નવ પલ્લવીત પાંદડા તથા ત્રણચાર ફુલમંજરીઓની ડાળીઓ એકસાથે લસોટી એના એક ગ્લાસ પાણી માં બનાવેલ મિશ્રણ માં જરીક સૈંધવ નમક નાંખી ને પ્રાતઃ પીવાય  તો સંભવતઃ વમન થઇ જાય છે જેથી  સંચિત કફ બહાર આવી જાય છે...
અને આ પ્રક્રિયા  સાત દિવસ પ્રતિદિન કરાય છે,

જે વ્યક્તિઓને  ગ્રીષ્મમાં પિત્તનો પ્રકોપ રહેતો હોય એમને 10 ગ્રામ જેટલાં  લીમડાં  નવા તાજા  પાન  10 ગ્રામ સાકર સાથે ચાવી ને ખાઇ લેવાં આ પ્રયોગ પણ ચૈત્ર સુદ એકમ થી સાત દિવસ જ કરવો. મહારાષ્ટ્ર માં ગુડી પૂજન બાદ આજ પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

દક્ષિણ ભારત ના કેટલાક રાજયો માં જે ચૈત્રમાસમાં નવવર્ષ ની ઉજવણીનો Ugadi તહેવાર મનાવાય છે, એમાં બનતી ખાસ વાનગી Pachadi માં લીમડાના પુષ્પો નંખાય છે, એ પણ આરોગ્યતાનો સંદેશ આપે છે.

વૈજ્ઞાનીક સંશોધન બતાવે છે કે,
કફ અને મેદ ના કારણે થતાં कृष्ठ થી Cancer સુધીના  વિકારોમાં લીમડાના પાંદડા ઉપયોગી છે...
પણ લીમડાનું અતિસેવન મનુષ્યોના શુક્રાણુઓનો નાશ કરે છે, લીંબોળીના ચોખ્ખા તેલનું  પીચું યોનિમાં સંભોગ પૂર્વે 30 મીનીટ પહેલા ધારણ  કરી પછી જો,  ૠતુકાળ સમયે પણ સંભોગ કરાય તો પણ ગર્ભ રહેતો નથી એટલે કે  યોનીમાં સ્ખલીત થતાં શુક્રાણુંઓ લીંબોળીના શુદ્ધ તેલ ની અસર થી નાશ પામે છે...

ઊંટ નો પ્રિય ખોરાક  લીમડો છે, પણ કુદરતી રીતે  ઊંટના શરીર માં વીર્યાશય એટલે કે  Seminal vesicles હોતું જ નથી આથી એના વીર્યમાં રહેલ શુક્રાણુઓ લીમડાના અતિસેવન થી નાશ પામતાં નથી.

લીમડ નો જંતુનાશક તરીકે ઉપયોગ વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ થયેલ છે, એનાં પાંદડા તથા લીંબોળી ના તેલ ના ઉપયોગ થી, આથી ખેતપેદાશ માં પણ જંતુઓથી રક્ષણ માટે ઉપયોગી તો છે જ, શ્વેત ચંદન જેને સુખડ પણ કહે છે એની ખેતી માં લીમડાનું યોગદાન સારૂ છે.. એક શ્વેતચંદન ની આસ પાસ જો લીમડા  વવાય તો ચંદન સારી રીતે વિકસે છે, સુખડ માં સુંગધ અને શિતલતા છે પણ   લીમડો માં શિતલતા અને આરોગ્યતા પણ છે.

લીમડા નો સ્વાસ્થ્ય રક્ષા તરીકે કે દેખાદેખી માં શરીર પર વધુ અને જરૂરીયાત વિના પ્રયોગ કરવો હિતાવહ નથી...
લીમડા નું વાવેતર અને સંવર્ધન દરેક માટે જરૂરી છે. લીમડો એ આજના સમય માં કલ્પવૃક્ષ છે. જે ઇચ્છો એ આપે છે...

સુવર્ણ પ્રાશન

સુવર્ણપ્રાશન  વિષયક બે પ્રશ્નો  ...
જે ખરેખર વિચારણીય છે. અન્ય  મિત્રો  પણ પોતાના મંતવ્ય  રજૂ કરે તો જ્ઞાનવૃદ્ધિ થશે. ..

🤔 કશ્યપ સંહિતા માં સુવર્ણપ્રાશન "પુષ્ય નક્ષત્ર " માં કરવું એવુ ઉલ્લેખ  નથી તો સાંપ્રત સમય માં આ ટ્રેન્ડ  કયાં થી અને શા  માટે  આવ્યો   ?

🤔  સુવર્ણ, બ્લડ, બ્રેઇન  બેરીઅર (BBB) ક્રોસ  નથી કરતું તો બાળક  મેઘાવી  કેવી રીતે  થાય ?

સુવર્ણપ્રાશન  એ કશ્યપસંહિતાના સૂત્રસ્થાનમાં  લેહાધ્યાય  એટલે કે,
બાળક ચાટી શકે એવા લેહ્ય ખાદ્ય પદાર્થોની યાદી અને વિધિમાં વર્ણીત  છે. ..

द्रव्याणां लेहनीयानां विधिश्चैवोपदेत्यते ।
विघृष्य धौते दषदि प्राડ્मुखी  लघुनाડम्बुना आमथ्य मधुसर्पिभ्यां लेहयेत् कनकं शिशुम्  ।।
सुवर्णप्राशनं ह्येतन्मेधाग्निबलवर्धनम्  आयुष्यं मगंलम् पुण्यं वृष्यं वर्णयं ग्रहापहम्  ।
मासात् परम मेघावी व्याधिभिर्न च धृष्यते  षड्भिर्मासैः  श्रुतधरः सुवर्णप्राशनाद्भवेत  ।।

જરીક પાણી સાથે પથ્થર પર સોનું ઘસી અસમાન માત્રામાં ઘી તથા મધ સાથે શીશુંને ચટાડવુ. ..
એક માસમાં  મેઘાવી  અને છ માસ માં શ્રુતધર (સાંભળેલી વાત ધારણ કરનાર)  થાય છે.

લેહ્ય બાળક ને સામાન્ય રીતે જન્મ ના છ માસ પછી અન્નપ્રાશન સંસ્કાર પછી અપાય છે.

 ચરક, સુશ્રુત તથા વાગ્ભટ્ટે  જાતકર્મ સંસ્કાર અંતર્ગત સુવર્ણપ્રાશનનો ઉલ્લેખ  કર્યો નથી . ચરકે જાતકર્મ માં માત્ર મધુ સર્પિ એટલે કે ઘી અને મધ અસમાનમાત્રામાં ચટાડવા કહ્યું છે. જયારે વાગભટ્ટ અને સુશ્રુત માં જાતકર્મ માં  સ્પષ્ટ  મધ, ઘી અને अनन्ता સાથે બ્રાહ્મી રસમાં સદ્યોજાત ને આપવા કહ્યુ  છે. સુશ્રુત ના ટીકાકાર ડલ્હણે अनन्ता નો અર્થ સુવર્ણ કરેલ છે જો કે વાગભટ્ટ ના ટીકાકાર ઇન્દુએ अनन्ता નો અર્થ दुर्वा કર્યો છે. અનન્તા થી દૂર્વા એટલે કે ધ્રો લેવી જ પ્રશસ્ત છે. સુશ્રુત કે વાગભટ્ટે આખી સંહિતા માં સુવર્ણ નો પર્યાય अनन्ता દર્શાવ્યો હોય એવું જણાતું નથી સંસ્કૃત સાહિત્ય ના શબ્દકોશ માં પણ સુવર્ણ નો પર્યાય अनन्ता જોવા માં આવતો નથી. ચરક ના ટીકાકાર યોગેન્દ્રનાથ સેન પણ ડલ્હણ પર થી  જાતકર્મ માં સુવર્ણચુર્ણ ઉમેરવાનું લખે છે.

વાગ્ભટ્ટની વિશેષ વાત એ છે કે એમણે સુવર્ણપત્ર થી આપવા માત્ર નું કહ્યુ છે નહી કે , અંદર સુવર્ણચુર્ણ  મીક્ષ કરવાનુ .

કશ્યપસંહિતામાં જાતકર્મ વિધિ જોવા મળી નથી  કદાચ  ખંડિત હોવાથી કેટલાક  પ્રકરણ નાશ પામતા જાતકર્મમાં સુવર્ણપ્રાશન છે કે કેમ એ નિશ્ચિત થતુ નથી.

આમ સુવર્ણપ્રાશન એ ચરક સુશ્રુત વાગભટ્ટ અને કશ્યપ સંહિતા માં માત્ર લેહ્યયોગ છે એનો ઉપયોગ જન્મ ના છ માસ પછી જ્યારે બાળક લેહ્ય પદાર્થ હજમ કરી શકવાની સ્થિતી માં આવે ત્યારે  અપાય છે  વૃધ્ધત્રયીમાં જાતકર્મ  સંસ્કાર  અંતર્ગત સુવર્ણ નું પ્રાશન   જોવા મળતું નથી ટીકાકારો દ્વારા પ્રક્ષેપીત છે .

હવે પુષ્ય  નક્ષત્ર. ...

  27 નક્ષત્ર  પૈકી  આઠમું અને નરી આંખે જોઈ  શકાય  એવુ નક્ષત્ર  પુષ્ય  છે. ૠગ્વેદ માં જેને  तिष्य એટલે કે શુભ તથા  अमरेज्य  એટલે  કે જે દેવતાઓ  દ્વારા પૂજનીય છે  કેમ કે,  એ  પોષણ કરવાવાળુ  છે .જેને પ્રતિકાત્મક રીતે ગાયના આંચળ  સાથે સરખાવેલ  છે . આ નક્ષત્ર  મનુષ્યને ગાયના આંચળમાં રહેલ દૂધ સમાન પોષે છે તથા સર્વપ્રકારે કલ્યાણકારી  છે.  ૠગ્વેદની મોટાભાગની ૠચાઓમાં મનુષ્યને આર્થિક ઉન્નતિ   (એ સમયે કૃષિ = ખેતી )  માં સહાયક  તમામ પ્રાકૃતિક તત્વો  ની સ્તુતિ  કરાયેલ છે. ..

વૈદિકકાળમાં નક્ષત્ર  છે. મેષ કર્ક  આદિ રાશીઓ એ પશ્ચિમી જગતની પેદાશ છે.
મધ્યકાલીન  યુગ માં પૂર્વ - પશ્ચિમના જ્ઞાનનો સમન્વય  જોવા મળે  છે. .

એટલે ...

પુષ્ય નક્ષત્ર  3 ડિગ્રી 20 મિનીટ  થી 16 ડીગ્રી 40 મિનીટ  સુધી અન્ય નક્ષત્રની સાપેક્ષે સ્થિર અને સ્પષ્ટ  હોય છે.  આ દરમિયાન  કર્ક રાશી હોય છે.

રાશી અને નક્ષત્ર એ વિશિષ્ઠ  પ્રકારના તારા સમુહ  પરથી નક્કી કરાયેલ હોય છે.

ચંદ્ર એ ધન નો દેવતા છે તથા કર્ક રાશીનો સ્વામી  છે.

પુષ્ય  નક્ષત્રનો સ્વામી શનિ ગ્રહ  છે જે  મંદ ગતિ વાળો છે જેથી એક સ્થાન પર  લાંબા સમય સુધી સ્થિર  રહે છે.  આ નક્ષત્રનો અધિષ્ઠાતા  ગ્રહ ગુરૂ  છે જે અન્ય ગ્રહ કરતાં શુભ  ગુણ કર્મ માં શ્રેષ્ઠ  છે. તથા ગુરૂ એ ભારે  હોઈ  વધુ સ્થિર ગતિ ધરાવે   છે.

પોષ મહિનાની પુર્ણિમાના દિવસે ચંદ્ર,   પુષ્ય નક્ષત્રમાં હોય છેેે તથા નક્ષત્રના પ્રત્યેક  ચરણમાં એ  કર્કરાશીમાં સ્થિત  રહે છેેે. .

આમ આ નક્ષત્રના ઉદય થી અસ્તકાળ સુધી શનિ,  ગુરૂ  અને ચંદ્ર  ગ્રહની મેગ્નેટીક ઉર્જા  અસર કરાતી કોઇ પણ ક્રિયા-વિધિ માં સ્થિરતા  અને સમૃદ્ધિનો ગુણાંતરધાન  થાય છે.
આથી બધા નક્ષત્રમાં પુષ્ય ને નક્ષત્ર  નો રાજા ગણાય છે.

જો કે  અહિં પણ અપવાદ છે કે,  શુક્રવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ  હાનિકારક  અથવા અશુભ  છે તેમજ  પુષ્ય નક્ષત્રમાં   તમામ માંગલિક કાર્યો  કરી શકાય પણ  વિવાહ - લગ્ન  થતાં નથી.

નક્ષત્ર સંબંધિત  વૃક્ષ ની ઉત્પત્તિ,  સ્થિતિ  વિચારણામાં પુષ્ય નક્ષત્ર  સાથે પીપળો अश्वत्थ  જોડાયેલ છે.  તથા પુષા  એ સુર્ય ના એક નામ પૈકી છે એટલે પુષ્ય નક્ષત્ર  સીધો સંબંધ  સૂર્ય  સાથે પણ ધરાવે છે.

ઉપરોક્ત  વિવેચનને અંતે સુવર્ણપ્રાશનની કશ્યપસંહિતા  વર્ણીત લેહ્ય યોગ છે જેનો  લાભ,  સ્થિર  તથા સમૃધ્ધ કરવા  પુષ્ય નક્ષત્ર  સાથે જોડી દેવાયું હોય એવુ લાગે  છે.
અષ્ટાંગ સંગ્રહ માં ઉત્તરતંત્રના અધ્યાય 2 ના સૂત્ર 70 માં જે સારસ્વતઘૃત નો યોગ બતાવેલ છે એમાં पुष्ययोग એવું લખેલ છે  જયારે સુવર્ણ ના ટૂકડાને અન્ય ઔષધિકલ્ક સાથે ગાયના દૂધ માં श्रुत એટલે કે ઉકાળવા કહેલ છે.

  આ ઉપરાંત  સંહિતાકાળમાં  બહુમૂલ્ય અસર કરવા વાળા ઔષધયોગ  આપતી વખતે કરણ,  યોગ, નક્ષત્ર   આદિ નો વિચાર ઠેક ઠેકાણે  ઉલ્લેખનીય રીતે  જોવા મળે  છે.

ખાસ ધ્યાન આપવા જેવી વાત એ છે કે, ત્રણેય મહર્ષિઓ એ સુવર્ણભસ્મનો પ્રયોગ સુવર્ણ મિશ્રિત યોગ માં નથી કર્યો. સુશ્રુત સંહિતા ના ચિકિત્સા ના 28 માં અધ્યાય ના તમામ સુવર્ણ યુક્ત યોગો કે વાગભટ્ટ ના યોગ પણ ચેક કરી શકાય છે.
આજે માર્કેટ માં જે સુવર્ણપ્રાશન ના નામે પ્રોડક્ટસ વેચાણ થાય છે એમાં ભસ્મ આવે છે.
આ પોસ્ટમાં સુવર્ણપ્રાશન વિષયક જે પૂર્વે પોસ્ટ કરેલ એનું અનુસંધાન એટલે કે ભાગ - 2 રજૂ કરેલ છે...

પહેલાંની પોસ્ટ માં જોયું વાંચ્યું એમ સુવર્ણ નું પ્રાશન શિશું ને જાતકર્મ માં કરાવાયું નથી પણ લેહ્યયોગ એટલે કે બાળક જયારે ચાટી શકે એવાં પદાર્થો લેતું થાય ત્યારે એની मेधा ઉત્કૃષ્ટ થાય એ માટે કરાવાય છે.

 ચરકસંહિતા ના શારીર સ્થાન અધ્યાય 8 માં નાભિનાલકર્તન બાદ  तत् यथा मधुसर्पिषी मन्त्रोपमन्त्रिते यथा स्न्नायं प्रथमं प्राशितुमस्मै दधात् ।।
અહિં ચરકે સુવર્ણ નો ઉલ્લેખ કરેલ નથી...

સુશ્રુતસંહિતા માં કાશ્યપસંહિતા વર્ણિત મોટાભાગ ના વિષયોનું સંશોધન અને અનુસંધાન જોવા મળે છે... અને આજનો જે જાતકર્મ સિવાય  બાળક ની 16 વર્ષ ઉંમર સુધી જે સુવર્ણપ્રાશન નો ટ્રેન્ડ સ્થાપિત થયો છે એ મૂળ તો કાશ્યપસંહિતા આધારીત જ છે...

પ્રશ્ન એ છે કે સુવર્ણ બ્લડ બ્રેઇન બેરીયર BBB ક્રોસ કરે છે કે કેમ ?
2017 માં થયેલા ઉંદરડા પર ના બે સાઇન્ટીફીક સ્ટડીઝ નો નિષ્કર્ષ જણાવે છે કે,
• સુવર્ણ ના નેનોપાર્ટીકલ્સ જે 12nm થી 50 nm સુધી ના હોય  એજ BBB ને ક્રોસ કરી શકે છે
• એક સ્ટડીઝ માં ઇન્સ્યુલીન કોટેડ સુવર્ણના નેનોપાર્ટીકલ્સ જો બોડી માં ઇંજેકટ કરાય તો જ એ BBB ને ક્રોસ કરે છે.
• BBB ને ક્રોસ કરવા માટે આલ્કોહોલ કંન્ટેઇન, ફેટ સોલ્યુબલ કંન્ટેઇન અને દ્રવ્યો ના નેનોપાર્ટીકલ્સ જરૂરી છે.

સુવર્ણપ્રાશન માં શુદ્ધ સુવર્ણચુર્ણ ને બદલે સુવર્ણભસ્મ મેળવવામાં આવે છે. સંભવતઃ ભસ્મ માં સુવર્ણ ના નેનોપાર્ટીકલ્સ હોય તો એ BBB ને ક્રોસ કરી જાય પણ જો 50nm થી મોટાં હોય તો ક્રોસ કરવા માટે સંદિગ્ધતા ઉત્પન્ન થાય છે... આયુર્વેદીય રસશાસ્ત્રીય મૂળ સિદ્ધાંત પ્રમાણે જો ભસ્મ પરીક્ષા માં अपुनर्भव,  निश्चंद्रिकात्व, वारितर વિગેરે પર ભસ્મ ખરી ઉતરવી જોઇએ હવે જો ભસ્મ માં નેનોપાર્ટીકલ્સ ની હાજરી હોય તો એ ભસ્મ ભસ્મ પરીક્ષા માં ખરી ઉતરે કે કેમ એ પ્રશ્નાર્થ છે અને જો ભસ્મ માં નેનોપાર્ટીકલ્સ  ના હોય તો એનું આધુનિકતબીબી વિજ્ઞાન ની દ્રષ્ટિએ ઇચ્છીત ચિકિત્સકીય લાભ મળતો નથી.

अ. सं. उ. अ 2 ના સૂત્ર 70 માં सारस्वतघृत ના પાઠ માં  हेम/ સુવર્ણ સાથે અન્ય વનૌષધિ ના કલ્ક ને ગાયના દૂધ  માં મેળવી એક પ્રસ્થ 64 તોલા ઘી પકવ  કરવા લખેલ છે
અને સૂત્ર 71 માં लीढं वा सघृतक्षौद्रं वचा हेमरजोः अल्पशः संवत्सरं परं मेध्यं रक्षोघ्नं वा अग्निवर्धनम् ।।
એટલે સ્વયં સ્પષ્ટ છે કે સંહિતા માં સુવર્ણ સીધું જ વપરાયેલ છે સુવર્ણ ભસ્મ નહી...

સુવર્ણપ્રાશનની પ્રોડક્ટમાં સુવર્ણ  કેવી રીતે  મીક્ષ કરી શકાય ?

 સુવર્ણને શરીર માં ખાદ્ય તરીકે  જ પ્રવેશ કરાવવો હિતાવહ  છે.

અરબ દેશોમાં સોનાની વરખ  સીધી જ ખવાય છે, આપણે ત્યાં જેમ ચાંદી ની વરખ વપરાય છે. એમ....
સોનું 24 કેરેટ હોવુ જરૂરી  છે.
બીજો એક તર્ક  એવો છેકે. .. એનેમીક દરદીને Haematinics તરીકે  લોહ - iron  સોલ્ટ કે ક્ષાર સ્વરૂપે અપાય છે  જેમકે, ferrous furmarate  કે sulfate  અથવા ferric ammonium citrate  અથવા carbonil iron  અથવા iron III hydroxide polymaltose અથવા sodium ferric gluconate અપાય છે

એવી રીતે  સુવર્ણ - ગોલ્ડ ના પણ  સોલ્ટ  બનાવી ને વાપરી શકાય પણ  .
સુવર્ણ ભસ્મને ગોલ્ડસોલ્ટ ના  માની શકાય કેમકે એમાંથી ગોલ્ડના આણવીક તથા તાત્વીક  ગુણો  વૈજ્ઞાનિક પૃથ્થકરણમાં સાબિત  થતાં નથી.
અને જો  સાબિત થાય તો આયુર્વેદ રસશાસ્ત્રની ભસ્મપરીક્ષા માં એ ભસ્મ ખરી ઉતરી એમ ના કહેવાય.

મોર્ડન મેડિસિન માં Auranofin  તરીકે  ગોલ્ડ = સુવર્ણ  ની preparations  સંધીવા   arthritis અને ગાઉટ  માટે વપરાય છે.
સુવર્ણની રાસાયણિક  સંજ્ઞા  Au  છે એ પરથી Auranofin અને એ પણ કશ્યપ સંહિતાના રેફરન્સની જેમ it appears to reduce imune responsiveness. 
It inhibits the migration of mononuclear  cells in area of information. 
It may also stabilise lysosomal membrane hence damage to cartilage is presented. ..

મજા ની વાત એ છે કે  ,  Auranofin  ની Duration of action માં વર્ણવેલ  છે  કે,   Terminal plasma half  life at state is 26 days 

એટલે દર 26 દિવસે ડૉઝ રીપીટ  કરી શકાય  અને દર મહિને પુષ્ય નક્ષત્ર  આવે 💡

આ તર્ક  અને હકીકતથી દર પુષ્ય નક્ષત્ર માં સુવર્ણ પ્રાશન  કરવાનુ સમજી શકાય. ..

કશ્યપ  તથા સુશ્રુત
સુવર્ણ ( જો કે  અનુવાદકારે સુશ્રુત સંહિતા ના ચિકિત્સા ના 28 માં અધ્યાય માં સુવર્ણ ભસ્મ લખેલ છે જે શાસ્ત્રીય નથી. ) ને સીધુ જ પાણી સાથે ઘસી ને આપવા કહે છે. .

યાદ રાખવુ કે સોના ને લાગે કયાંથી કાટ ?  અર્થાત્ સુવર્ણ નું ઓક્સીડેશન થવા વિશે પ્રશ્નાર્થ  છે.
સુવર્ણનો પરમાણું ક્રમાંક 79 છે એની દરેક કક્ષામાં ઇલેકટ્રોન ની ગોઠવણી અનુક્રમે અંદર થી બહાર ની તરફ 2, 8, 18, 32, 18, 1 છે જયારે Oxidation states , −3,−2, −1, +1,+2, +3+5 (an amphoteric-oxide) રહે છે.

સુવર્ણપ્રાશન માં સુવર્ણભસ્મ સુશ્રુત અને કાશ્યપ સંહિતાની દ્રષ્ટિકોણ થી  ગતકડું  સિદ્ધ  થાય અને ચરકસંહિતા સહિત સંહિતાકાળમાં ધાતુઓને ખુબ  તપાવી પાણી આદી દ્રવ માં છમકારી  ( બુઝાવી ) ને આપવા નો ઉલ્લેખ  છે ...

જે સુવર્ણ  માટે પણ લાગુ  પાડી શકાય. .
ભસ્મ એટલે કે ધાતુનું મારણ  એ
રસશાસ્ત્ર માં  11 મી સદી નું છે .. અને એક હકીકત  એ પણ છે  કે રસશાસ્ત્ર  માં પ્રયોજાતા મુખ્ય ઘટકો પારદ -  ગંધક  આદિ  એ સમયે ભારતવર્ષમાં કુદરતી  રીતે  પ્રાપ્ત  નહોતો  એક માત્ર  અભ્રક  ને બાદ કરતાં  ..
 એટલે માની શકાય  કે રસશાસ્ત્ર  એ પશ્ચિમી જગત માંથી પ્રક્ષેપીત થયુ હોઇ શકે. .

વિકાસ  અહિંયા  થયો હશે ..
મૂળમાં તો  વનૌષધિની ઓળખ  અને પ્રયોગ ના અજ્ઞાન તથા  અછત  ના કારણે ઉદ્ભવેલ  શાસ્ત્ર  છે.
માટે ઔષધિ પ્રયોગના   મૂળ સ્ત્રોત માં જે પ્રયોગ  કહ્યા છે એજ કરવા. .

સુવર્ણ ભસ્મ  ને બદલે સુવર્ણ વરખ ,  ઘસારો કે છમકારી  ને વાપરવુ જ યોગ્ય  છે.

સુવર્ણ યુક્ત યોગો ની ચર્ચા સુશ્રુતસંહિતા ના ચિકિત્સાસ્થાન ના 28 માં અધ્યાય "મેધ્ય આયુષ્ય કામીય રસાયન" માં કરવામાં આવેલ છે એટલે કે સુવર્ણ ના પ્રયોગો અને યોગો मेधा ને વધારે છે.
મિત્રો એ જે ટિપ્પણી કરી કે સુવર્ણ પ્રભાવ થી કામ કરે છે તથા હૃદય એ मेधा નું સ્થાન છે માટે સુવર્ણ BBB ને ક્રોસ કરે કે નહી એ સુવર્ણ ના મેધ્ય કાર્ય માટે ચિંતન કરવું અસ્થાને છે...

मेधा શું છે એ સમજીએ...
મસ્તિષ્ક હંમેશા બુદ્ધિ / धी / જ્ઞાન સાથે સંબંધિત હોય છે જયારે હૃદય એ ભાવ પ્રધાન છે.
કોઇ સમસ્યા આવી પડે તો મસ્તિષ્ક એટલે કે બુદ્ધિપ્રધાન વ્યક્તિ એક કરતાં વધારે તર્કો રજુ કરશે વિચારે જ જશે કેમકે એની પાસે જ્ઞાન છે અને પરીણામે સમસ્યા ત્વરીત ઉકેલાતી નથી ઘણી વાર વધુ ઉલઝી જાય છે... હવે હૃદયથી જીવવાવાળી વ્યક્તિ ભાવપ્રધાન હોય છે એ સમસ્યા આવતાં શરણે થઇ જાય છે દિન સાથે શ્રદ્ધાવાન બની જાયછે અને વ્યહવાર માં જોવા મળે છે કે સમસ્યા ટળી જાય છે જેમ કે મીરાં અને નરસૈયો મુસીબતો ને ટાળી દે છે...
હવે જે મેધાવી છે એ તર્ક બુદ્ધિ તથા શ્રદ્ધાભાવ બંન્ને નો ઉપયોગ કરશે કુનેહ પૂર્વક  ટૂંક સમય માં સમસ્યાનું સચોટ સમાધાન મેળવી લે છે...
अमरकोश માં મેધા ને धारणावती बुद्धिः કહી છે. વેદકાળ માં મેધ એ યજ્ઞ નો પર્યાય છે. મેધા એ યજ્ઞ ની પ્રજવલીત અને ઊંચી ઉઠી રહેલ જવાળા છે.
मेधा એ સાંભળેલા - વાંચેલા  જ્ઞાન પર શ્રદ્ધાભાવથી પ્રત્યક્ષ કર્માભ્યાસ કરવાથી ઉત્પન્ન થાય છે... વેદકાળ થી પુરાણકાળ સુધી
मेधाकरं औषधं यथा :- शङ्खपुष्पी वचा सोमा ब्राह्मी ब्रह्मसुवर्च्चला । છે.

मेधा શરીર માં કયાં હોય અથવા ઉત્પન્ન થાય  એ વિષય પર ચિંતન કરીએ તો हृदय  વિશે ચિંતન કરવું પડે...  ચરક અને સુશ્રુત સંહિતાઓ માં હૃદય ને ચેતનાસ્થાન બતાવેલ છે અને મન નું સ્થાન પણ એ જ છે જયારે આધુનિક તબીબી વિજ્ઞાન માં ચેતનાનું સ્થાન મસ્તિષ્ક છે.
ભેલસંહિતા માં ઉન્માદચિકિત્સા ના સંદર્ભે જણાવેલ છે કે  મનનું સ્થાન મસ્તિષ્ક છે જયારે ચિત્ત એ હૃદય છે.
પ્રત્યક્ષીકરણ કરીએ તો આજે આપણે જેને HEART તરીકે ઓળખીએ છીએ એ શું  સંહિતા વર્ણિત ચેતના નું સ્થાન હૃદય જ હોઇ શકે ?
હાર્ટ નું ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે છે પણ મસ્તિષ્ક નું  હજુ સુધી શકય બન્યું નથી બીજી બાજુ  બ્રેઇનડેડ વ્યક્તિ મશીન ના સહારે જીવિત કહી શકાય એવી સ્થિતી માં કેટલોક સમય રહી શકે પણ હાર્ટ ડેડ થાય તો, તુરંતજ શરીર મૃત્યું પામેલ જાહેર કરાય છે.

ચરક અને સુશ્રુત બંન્ને એ પ્રાકૃતપિત્ત ના કાર્યો માં मेधा એટલે કે intelligence બતાવેલ છે. પ્રાકૃતપિત્ત નું આ કાર્ય  હાર્ટ તરીકે ઓળખાતા હૃદય માં થાય છે કે પછી ચરક સહિત સુશ્રુતે પણ માનેલ સર્વપ્રાણ તથા ઇન્દ્રિયોના આશ્રય એવાં  મસ્તિષ્ક માં...
આનો ઉત્તર યોગવશિષ્ટ રામાયણ ના સર્ગ 78 ના શ્લોક નું 32 થી 37 માં મળે છે.
આ સૂત્રો માં બે પ્રકાર ના હૃદય દર્શાવે છે જે પૈકી એક ને हेयम् કહેલ છે જે આજે ઓળખાતા હાર્ટ સમાન છે અને બીજું उपादेयम् થી संवित् हृदयम्  વર્ણવેલ છે જે ચેતનાસ્થાન સમાન છે.

એટલે મેધા ના ઉદેશ્ય થી ચિકિત્સા યોગો અપાય અને એમાં જો સુવર્ણ નો ઉપયોગ થાય તો એ યોગ માં રહેલ સુવર્ણ ને BBB ક્રોસ કરવું આવશ્યક છે... તો જ મેધા વધે...

ઉપર જણાવ્યા પ્રમાણે શુદ્ધ સુવર્ણના નેનોપાર્ટીકલ્સ તથા  ફેટ સોલ્યુબલ કરી શકાય તો એ BBB ને ક્રોસ કરી જ શકે છે,  સંહિતાઓમાં જે પણ સુવર્ણના મેધ્ય યોગ બતાવેલ છે એમાં આ તથ્ય ને સારી રીતે ધ્યાને લેવાયું છે.

Auranofin નો ડૉઝ એડલ્ટ માટે   (50 KG.  BODY WEIGHT ) 3 mg થી શરૂ કરી વધુ માં વધુ 9 mg આપી શકાય  એ રીતે 60 માઇક્રોગ્રામ પ્રતિકિલોનો હિસાબ  બેસે ...

જો કે આ વિષયે  હજુ સંશોધન  અને અભ્યાસ  જરૂરી છે. ..

મોર્ડન મેડિસિન  માં ઉંદરડા પર પ્રયોગ  કરી ઔષધ ની સારી ખરાબ  અસરો નક્કી  કરાય છે. . પણ

એક મકાન બાંધવા એક મજુર ને 10 દિવસ લાગે તો પાંચ  મજુરો બે દિવસ માં કદાચ  બાંધી શકે પણ એક વાહન ને 100 કી.મી. કાપવા માં 2 કલાક  લાગે તો પાંચ વાહન ને 100 કી.મી અંતર કાપવા માં  2 કલાક  જ લાગે ...
આ ઉદાહરણ  .. તર્ક  ની
પોકળતા  તથા તર્ક દ્વારા માનસીક  સંતોષ  થાય છે એ દર્શાવે  છે. .

 હવે એજ પ્રમાણે 150 - 200 ગ્રામ  ના ઉંદર ના શરીર પર થી 50 + કિલોગ્રામ  ના માનવ શરીર  પર નુ ઔષધ માત્રા નુ  કેલ્કયુલેશન  કેટલુ વ્યહવારીક  રીતે સાચુ પુરવાર થાય એ વિચારણીય  છે. ..

આયુર્વેદની મૂળ સંહિતા માં ઔષધ ની માત્રા / ડૉઝ  મોર્ડન  મેડિસિન  ની જેમ  નથી... વજન પ્રમાણે...પણ    વય, અગ્નિ , બળ   (દર્દી  અને દર્દ  બંન્ને  નુ )  પર આધારિત  છે  અને એમાંય  સ્પષ્ટ  નથી...

દરેક વ્યાધિ માં  વૈદ્યે પોતાના અનુભવ અને પોતાના દર્દીના નિરીક્ષણથી ઔષધ માત્રા નક્કી  કરવાની રહે છે. .

પાણી અથવા દૂધ માં છમકારીને સુવર્ણ આપવુ મારા અનુભવ માં શ્રેષ્ઠ મેધ્યકર રહ્યુ છે.

સુશ્રુત સંહિતા માં તો જાતકર્મ વખતે પણ શિશું ને સ્નાન માટે ના  પાણી માં પણ  સુવર્ણ  છમકારવાના પ્રયોગ દર્શાવેલા  છે.

ગાંઠીયા

.... ડોશીમાં ડોશી માં કયાં ચાલ્યાં ?
છાંણા વીણવાં.....
છાંણા વિણતાં શું મલ્યું...?
રૂપિયો...
રુપિયા નું શું લીધું ?
ગાંઠીયાં ....
બળીયાં તમારા ટાંટીયા...
કહી ને કહેનાર ભાગતો અને ડોશી બનનાર પાછળદોડતો..

લગભગ આપણાંમાંથી દરેક આ ગેમ માણી અને જાણી પણ હશે..

 ગુજરાતી ના મન મસ્તિષ્ક માં,  અહિંયાથી  ગાંઠીયાનો પ્રવેશ  પરીચય થાય છે પછી  આજે ચારપૈડાં ની ગાડીને વીથ ફેમીલી કે ફ્રેન્ડ્ઝ  " ગાંઠીયારથ" પાસે થોભાવી પડે છે
આવો જાણીએ
 " ગુજરાતનું ગાંઠીયા મહાત્મય "

કચ્છ,  કાઠીયાવાડ કે ગુજરાત,
પ્રસંગ નાનો હોય કે મોટો,
ઊજવણી હોય કે શોકનું વાતાવરણ
હાજરી આપનારનું પ્રથમ સ્વાગત તો ગાંઠીયાથી જ થાય છે..

શુભ પ્રસંગે ગાંઠીયા ને જલેબી,
અશુભ કે દુઃખદ પ્રસંગે ગાંઠીયા ને ચાય તો હોય જ.

એવો એક વર ઘોડે નહી ચડયો હોય કે,
જેના  વરઘોડા પહેલા વેવાઇએ,
જલેબી ગાંઠીયાં સાથે મરચાં નહી મુકયાં હોય...
...........  પેપર ડીશમાં......

ગાંઠીયા બેસન ના ઝીણાં ભાવનગરી પ્રખ્યાત છે. આખાય સૌરાષ્ટ્ર માં આઠેય પહોર વણેલા ગાંઠીયાની રમઝટ હોય છે..
લસણીયા  ઑરીજીનલ તો કચ્છી છે જે લાકડીયા નામથી ઓળખાય છે તીખાં, દમદાર,અને સુસવાટા બોલાવનાર...

ગુજરાતી નાઇલોન ગાંઠીયા આધુનીક ગુજરાત ની ઓળખ પ્રમાણે સોફિસ્ટીકેટેડ રૂપ ધારણ કરે છે તો ગાંઠીયા ની મોટી અને દિલસોઇ બહેન ઉત્તર ગુજરાત માં પાપડી નામે પ્રખ્યાત છે...
રાજકોટ - પોરબંદર માં ગાંઠીયાના દાદા,  ફાફડા સવારે મળે પણ રાતે તો અંગુઠીયા વણેલા ગાંઠીયાં નો જ દબદબો છે....

રાજકોટની દેન ગાંઠીયારથ  છે...
શેરબજાર માં ગાંઠીયારથ ના શેર  પડે તો  ઊંચોબજાર ભાવ આ શેરનો મળે કે નહી !?

કે.જી. હોય કે કૉલેજ...
નેતાની સભા હોય કે મંદિર ના પાટોત્સવ માં,
શ્રીમંતાઇ કે ગરીબાઇ સવાર ની નાસ્તા ની પ્લેટ માં
ગાંઠીયા હાજર જ હોય...

નાતનો જમણવાર હોય કે
હોય પછી પારંપરીક લગ્ન ...
ગાંઠીયામેનુ માં હોય જ...

ગાંઠીયા સાથે
તાજા લીલાં તળેલા મીઠું ભભરાવેલા મરચાં...
......ની જોડી નવપરણીત યુગલ જેવી ભાસે છે.

ગાંઠીયા સાથે  ડુંગળી , પપૈયાનો સંભારો કે ખાસ બનાવેલ કઢી હોય
પણ મરચાં વિના ગાંઠીયાની મહેફીલ અધુરી લાગે... ગાંઠીયા ડીસ માં ખીલી ઊઠે જો સાથે લીલાં મરચા પીરસાયેલા હોય તો...

ગાંઠીયા પર સોડા મિશ્રણના આક્ષેપો - આરોપો થતાં રહ્યાં છે.... આંતરડા માં ચોંટી ને પાચન બગાડે એવાય કલંક કયાં નથી  લાગ્યાં ...
પણ ચુંટણી ટાણે કદાવર નેતા જેમ ક્લિનચીટ પામી ને પાછો રાજકરણ માં સક્રિય થઇ પ્રજા નું આકર્ષણ બને એમ ગાંઠીયાની ભૂમિકા આજ સુધી અંકબંધ રહી છે...

ગાંઠીયાની શોધ કયારે થઇ એ ડિસ્કવરીચેનલ કે  અન્ય કિચનસાયંસ ચેનલવાળા પણ નથી શોધી શક્યા...
પણ જયાં સુધી ગુજરાતી પ્રજા  પ્રવાસી ( રખડેલ ) રહેશે ત્યાં સુધી ગાંઠીયા નું અસ્તિત્વ સનાતન રહેશે...

સાલું બ્રિટનનું લેસ્ટર હોય કે, અમેરીકાનું વૉશિંગ્ટન યુએઇ હોય કે કેન્યા કેનેડા બધે થી ગાંઠીયા તો ખરીદી જ શકાય... 
લારી હોય કે મૉલ ગાંઠીયા બધે ઉપલબ્ધ મળે...
આ છે દુનિયામાં ગાંઠીયાનું સાર્વભૌમત્વ...

ગાંઠીયાની  ન્યુટ્રીશનલ વેલ્યુ પણ સારી છે.
બેલન્સડ  પ્રોટીન ચણાદાળ ના કારણે,
લૉ ફેટ તળેલા હોવાથી,
200 ગ્રામ એકલાં ખવાય તો પણ સુગર  નહીવત્  પ્રોડ્યુસ કરે છે
ઉપરથી  દિપનીય  પણ  ખરાં
આહ !  એની ખુશ્બુ...
મોઢાં માં પાણી લાવી દે...
વળી હિંગ અને અજમા જેવા ઔષધીય તત્વો તો એના મૂળભૂત બંધારણ માં છે
સોડા બાય કાર્બ તો એસીડીટી રેગ્યુલેટર તરીકે તો હોય જ ને...

જીવન ની ગાંઠો ઉકેલી નાંખે એવાં ગાંઠીયા...
નાઇલોન, ભાવનગરી, અંગુઠીયા, વણેલાં, લસણીયાં કે લાકડિયાં 
ચા હોય કે મરચાં સાથે ભાઇબંધોની સાથે મોજ કરાવે છે... એ ગાંઠીયા અનાદી તો નથી પણ શાશ્વત જરૂર રહેશે...

મેટાફીઝીકસ

મારી લખાયેલ ઘણી પોસ્ટસ માં " મેટાફીઝીકસ " શબ્દ અને એની વાત આવે છે, ઘણાં મિત્રો તરફ થી જીજ્ઞાસા આવેલ કે આ મેટાફીઝીકસ શું છે ?
તો, આ પોસ્ટ દ્વારા સમજીએ કે મેટાફીઝીકસ એક પ્રાયોગીક પ્રક્રિયાઓના અંતે મળતો નિષ્કર્ષ જન્ય વિજ્ઞાન છે...

Metaphysics એટલે  तत्वमीमांसा...
વેદના કર્મકાંડ ઉપર લખાયેલ સૂત્રરૂપ એક શાસ્ત્ર;
વેદના અર્થ અને કર્મનો નિર્ણય કરનારો ગ્રંથ;
કર્મ સંબંધી જેમાં ઉહાપોહ કરેલો છે એવું એક શાસ્ત્ર.

ભારતીય દર્શનો જે કર્માભ્યાસ જન્ય અનુભવ નો encyclopedia છે એ, પ્રથમ જ્ઞાનમીમાંસાની ચર્ચા કરે છે ત્યારબાદ તત્વમીમાંસાની ચર્ચા કરે છે.

એટલે કે જેના વડે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાનના સાધનો જેને આપ્તોપદેશ, અનુમાન, પ્રત્યક્ષ વિગેરે પ્રમાણો
કહેવાય છે. આ પ્રમાણો દ્વારા દાર્શનિકોજ્ઞાનની પ્રક્રિયાની ચર્ચા પ્રથમ કરે છે.

જો જ્ઞાનના સાધનો યથાર્થ હોય તો એના દ્વારા જેના વિશે જાણવાનું છે, એની યોગ્ય ચર્ચા થઈ શકે. જેના વિશે જાણવાનું છે એને તત્વમીમાંસા કહેવાય છે. આમ, પ્રથમ જ્ઞાનમીમાંસા ત્યારબાદ તત્વમીમાંસા એ જ પૂર્ણ બૌદ્ધિક છે આથી એ જ સાચી પદ્ધતિ છે.

ભારતીય દર્શનિકો તત્વજ્ઞાનની સાથે-સાથે " મનોવૈજ્ઞાનિક સત્યો" ને પણ અદ્ભૂત રીતે ચર્ચે છે. ઉપનિષદોમાં,
ન્યાયદર્શન, યોગદર્શન તેમજ વેદાંતમાં પણ આધુનિક મનોવિજ્ઞાનના અનેક સિદ્ધાંતોની ચર્ચા હજારો વર્ષ પૂર્વે થયેલી જોવા મળે છે.

મન, ઈન્દ્રિયો, ચેતના, નિદ્રા, સ્વપ્ન, સ્મૃતિ, ભ્રમ, વિભ્રમ આ તમામ વિષયોની સુંદર ચર્ચા ભારતીય દર્શનોમાં જોવા મળે છે.
યોગનું મનોવિજ્ઞાન, અષ્ટાંગ યોગમાં સમાધિ અવસ્થા તેમજ જાગ્રત, અર્ધ જાગ્રત તેમજ અજાગ્રત મનના શુદ્ધિકરણ માટે તેમજ રૂપાંતર માટેના પ્રયોગોની ભારતીય દર્શનોમાં વિશદ ચર્ચા જોવા મળે છે.

જૈન તત્વમીમાંસા અનુસાર જેનું ત્રણે કાળમાં અસ્તિત્વ હોય અને જે જાણવા યોગ્ય છે તે ને તત્વ કહે છે.

તત્વ એટલે પદાર્થનું વ્યવસ્થિત સ્વરૂપ અને દરેક પદાર્થને પોતાનું સ્વતંત્ર સ્વરૂપ હોય છે.

જૈન તત્વ મીમાંસા એ સાત,  તથા તેના ઉપવર્ગીકરણ સાથે નવ  તત્વો પર આધારિત છે...
જીવ - અજીવ
આશ્રવ - બંધ
પાપ - પુણ્ય
સંવર - નિર્જરા
મોક્ષ

પશ્ચિમ દ્રષ્ટિકોણ થી...
Metaphysics is a branch of philosophy exploring the fundamental questions, including the nature of concepts like being, existence, and reality.

It has two branches – cosmology and ontology.

Traditional metaphysics seeks to answer, in a "suitably abstract and fully general manner",
the questions:

What is there?

And what is it like?

Topics of metaphysical investigation include existence, objects and their properties, space and time, cause and effect, and possibility.

A central branch of metaphysics is ontology, the investigation into the basic categories of being and how they relate to one another.

અઘરૂ છે નહી !!
સરળ સમજૂતી આપવા નો પ્રયત્ન કર્યો છે ....

મેટાફીઝીકસ ની દ્રષ્ટિકોણ થી અંક 9 અને 7

મેટાફીઝીકસનો નિયમ અંક ९ સ્ત્રીત્વ ને અનુસરે છે, જયારે નિયમ અંક  ७ પુરૂષત્વને અનુસરે છે.
કલા અને સંશોધન  ક્ષેત્રે જે લિંગભેદ નો  રેશીયો  છે એની પાછળ નું  આ એક કારણ છે...
બ્રહ્માંડ 360° ધરાવે છે... नक्षत्र ની સંખ્યા 27, રાશિઓ બાર અને દરેક  નક્ષત્ર પ્રમાણે ચાર ચરણ માં રાશીઓ ને વહેંચી ને જે  વર્તુળ માં ભૌમીતીક આકાર રચાય છે એ ઠીક ગોડ પાર્ટીકલ્સ ની રચના સદ્દશ હોય છે તત્વો  ની સંખ્યા માં   108 નો જે આંક છે એ પણ અહીંયા સંબંધિત અને સમન્વય કરે છે...

આ બધા આંકડા મૂળ તો ક્રમાંક 9 ને અનુસરે છે 9 એવો આંક છે જેમાં ગુણાંક કરવામાં આવે કે ગુણાંક થયેલ માંથી બાદ કરવામાઅં આવે તો આવનાર સંખ્યા નો કુલ યોગ 9 થાય છે  ઇશાવાસ્ય ઉપનિષદ નો મંત્ર  पूर्णमदः पूर्णम् इदं पूर्णात् पूर्णम् उदच्यते। पूर्णस्य पूर्णम् आदाय पूर्णम् एव अवशिष्यते॥  એટલે કે સર્વ સ્થિતી માં પૂર્ણ જ રહે છે.

હવે જુઓ સ્ત્રીત્વ 9 ને અનુસરે છે સ્ત્રી ના જે પણ શારીરીક વય , સામાજીક, કે ભાવનાત્મક દ્રષ્ટિકોણ થી સ્વરૂપો છે એ આ ઇશાવાસ્ય ઉપનિષદ ના મંત્ર ને યથાર્થ કરે છે...

છેલ્લે..
 नारी શબ્દ ની સંસ્કૃત ની વ્યુત્પતિ જાણવા જેવી છે..
नुः नरस्य वा धर्म आचारोऽस्याम् ।

સંસ્કૃત માં नुः એ *વિતર્ક* માટે વપરાય છે...
नरस्य નો અર્થ તો સમજાઇ જશે ને ..
જે નર એટલે કે  વ્યક્તિ માટે હંમેશા એક કોયડો છે એ નારી....

પછી ની બીજી વ્યુત્પતિ ના અર્થ માં નારીનું ઊંચુ સામાજીક મુલ્ય  બતાવેવ છે... 

જે ધર્મ અને આચાર નું પ્રતિક,  પ્રેરણા અને વાહક છે એ નારી છે...
નારીએ  ભટકેલા... આચાર અને  ધર્મ થી પતીત થયેલ વ્યક્તિ ને ધારે તો પુનઃ સદ્ માર્ગ પર લાવી શકે છે અને ચલાવી શકે છે  માટે તો એને
નારી તું નારાયણી કહેવાઇ  છે.

શિવરાત્રી ની ભાંગ

સોમવારને શિવરાત્રી...
... ઉત્તરભારત અને રાજસ્થાન  માં હોળી નાં રંગોત્સવ માં સુખ અને ખુશી ના વાતાવરણ માં વધારો કરવા ભાંગ પીવા- પીવડાવવાની પરંપરા છે.
આપણાં ગુજરાત માં શિવરાત્રી એ ભાંગ નો પ્રસાદ મોટાભાગના શિવમંદિરો માં ભક્તગણ ને ઉત્સાહ થી અપાય છે...
જો કે, સાંપ્રત કાલ માં તો વરીયાળી, સાકર,મરી, જાયફળ, એલચી,બદામ, પિસ્તા, ચારોલી જેવાં મસાલાઓ મિશ્રિત દૂધ ની ઠંડાઇ ને ભાંગ નાંખ્યા વિના  ભાંગ ના નામે પીરસી દેવાય છે...

ઑરીજીનલી ભાંગ તો વગવાળા કે VIP કહેવાતાં ભકતોને હાથ આવે છે...

1960 માં યુનો માં અમેરીકાના માનવજાત પર ઉપકારક પગલાં સ્વરૂપે ભાંગ અને એમાંથી  બનતી માદક વસ્તુઓ ચરસ તથા ગાંજા ને વાપરવું અને વેચાણ કરવાનું દુનિયા ના દેશો માં કાયદાકીય રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યું...

 એની પાછળ વિદ્વાનોના અલગ અલગ દ્રષ્ટિકોણ રજુ કરાયેલ છે..

સને 1985 માં રાજીવગાંધી સરકારે અમેરીકાના સીધા દબાવ માં આવીને ભારત માં ભાંગ વાવવી તથા એનાં ઉત્પાદ વેચાણ કરવાં પ્રતિબંધિત કરેલ છે.

ભાંગ નો સમાવેશ  પહેલાં વનસ્પતિવર્ગીકરણ માં Urticaceae ફેમીલી માં કરવામાં આવતો.. આ ફેમીલીની વનસ્પતિઓ માં વડ, પીપળ, ઉંબરો જેવાં પવિત્ર ગણાતાં વૃક્ષો નો સમાવેશ થાય છે પરંતુ 1990 ના વનસ્પતિશાસ્ત્રના આધુનીક વર્ગીકરણ માં ભાંગ ને Cannabaceae નામે નવાં વર્ગ માં દર્શાવવા માં આવે છે આ વર્ગ માં  લગભગ 170 જાત ની અલગ અલગ પ્રજાતીઓનો સમાવેશ થાય છે...

ભારતીય ભાંગ નું વૈજ્ઞાનિક નામ Cannabis Indica છે જયારે પશ્ચિમી ઠંડા પ્રદેશ માં થતી ભાંગ ને  Cannabis Sativa કહે છે..

ભાંગ ના નર છોડ માં ફુલ આવ્યા પછી એની પાના તોડી ને જે  તરીકે લસોટી ને લુગદી બનાવીને વાપરવામાં આવે છે એને ભાંગ કહે છે.  જયારે ભાંગના માદા છોડના ફુલગુચ્છ તથા ફળો સહીત ના ડાળખાં ને સુકવીને મોટાભાગે ચલમ કે સીગારેટ ની જેમ ફૂંકીને પીવાય એને ગાંજો કહે છે,  આજ માદા છોડ પર જે ગુંદર જેવો ચીકણો  પદાર્થ ઝરે છે એને સુકવી નાંખતા ચરસ તરીકે ઓળખાય છે.
ગાંજા ને અંગ્રેજી માં Marijuana કહે છે અને ચરસ ને હસીસ કહે છે.

ભાંગ ના છોડ પર ઘણાં વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યા છે અને હજુ પણ કરાય છે. જેમાં 483 પ્રકાર ના જુદાં જુદાં આણ્વીક સંયોજન ઓળખી કઢાયા છે પણ એ પૈકી ભાંગ ની જે વિશિષ્ટ માદક અસર પેદાં કરનારૂ એટલે કે Psycho-active part છે એને TetraHydroCannabinol જેને ટૂંક માં THC તરીકે ઓળખાવેલ છે...
આ ભાંગમાં રહેલ THC  એ મસ્તિષ્ક માં Dopamine નો સ્ત્રાવ વધારે છે અને Psychotropic અસર પેદાં કરે છે...

લોક ઉક્તિ છે કે,
વ્યક્તિ ને દારૂ બેશરમ-નિર્લજ્જ કરે છે, અફીણ એદી - આળસું બનાવે છે, ગાંજો ધુની બનાવે છે પણ ભાંગ વ્યક્તિ ની કલ્પનાશક્તિ ને ઉતેજીત કરે છે...

આઝાદી પહેલા નાં કાળમાં સાહિત્યકારો, કવિઓ કે કલાકારો પોતાની કૃતિઓ ઉત્કૃષ્ટ રીતે રચવા ભાંગ નું યોગ્ય માત્રામાં સેવન કરતાં હતાં..

ભાંગ ની પ્રથમ અસરથી ભુખ જબરી લાગે છે, માણસ ખા - ખા જ કરે છે... આથી પ્રાચીન સમય માં વ્યાયામવીરો  સવારે ભાંગ પછી ભોજન અને   એ પાચન કરવા માટે સાંજે દંડ પીલવા જેવી કસરત કરતાં...

ભાંગ ની માદકતામાં વ્યક્તિ એક જ પ્રવૃતિ નું અભાનપણે પુનરાવર્તન કરતું રહે છે,  જો એ બોલે તો બોલ્યા જ કરે છે, હસે તો હસ્યા જ કરે છે. ભાગ ના નશા ના ઉપદ્રવ માં ઉલટીઓ થાય છે, માથું સખત દુખાવા આવે છે, ભારે લાગે છે.

આયુર્વેદિક દ્રષ્ટિકોણથી ભાંગની માદકતાના આ લક્ષણો વાયુ પ્રકોપ ના છે,  અને અમ્લ રસ વાળા દ્રવ્યો વાયુનું શમન કરે છે માટે જયારે ભાંગ ચઢી ગઇ હોય તો   લીંબુ નો રસ સૈંધવ તથા મરી મિશ્રિત કરી પાવો, એજ રીતે છાશ ને સૈંધવ - સુંઠ મિશ્રિત કરી પાવી, દાડમ ના દાણાં ખાવા આપી શકાય છે... વાત પ્રકોપ શાંત કરવા ઘી મિશ્રિત અને  સાકર યુકત આહાર દ્રવ્યો આપવા... જુઓ,  ભાંગ ને ઘુંટી ને એની અનિચ્છનીય માદકતા ને કંટ્રોલ કરવા  એને દૂધ સહિત સાકર  સાથે આપવામાં આવે છે જેથી વાયુ નો પ્રકોપ થતો નથી...

આયુર્વેદ માં ચરક, સુશ્રુત કે વાગભટ્ટ એ ભાંગ ને  ઔષધી દ્રવ્યો માં વર્ણવેલ નથી. માત્ર 16 મી સદીમાં લખાયેલ ભાવપ્રકાશ ગ્રંથમાં ભાંગ વિશે વિસ્તૃત વર્ણન મળે છે... એમાં પ્રથમ તો એનાં એ સમયે પ્રચલીત પર્યાય લખેલ છે,

भङ्गा, गजा, मातुलानी, मादिनी, विजया, जया ।  પછી એનાં ગુણકર્મ વર્ણવતાં લખે છે
भङ्गा कफहरी तिक्ता ग्राहिणी पाचनी लघुः ॥
तीक्ष्ण उष्णा पित्तला मोह मद वाग् वह्नि वर्द्धिनी ॥

ભાંગનો આધુનિક તબીબી વિજ્ઞાનમાં ચિકિત્સકીય ઉપયોગ,
There is evidence supporting the use of cannabis or its derivatives in the treatment of chemotherapy-induced nausea and vomiting, neuropathic pain, and multiple sclerosis.
તથા કંઈક અંશે,
Lower levels of evidence support its use for AIDS, wasting syndrome, epilepsy, rheumatoid arthritis, and glaucoma. જણાવેલ છે આથી સૌ પ્રથમ વા,
legalize recreational cannabis in December 2013, making Uruguay the first country in the modern era to legalize cannabis. ઉરૂગ્વે માં ઑગસ્ટ 2014 થી  ઘર આંગણે ભાંગ ના 6 છોડ વાવવાની કાયદેસરની છૂટ અપાઇ હતી.  અને October 17, 2018 when recreational use of cannabis was legalized in Canada, dietary supplements for human use and veterinary health products containing not more than 10 parts per million of THC extract were approved for marketing;
 Nabiximols (as Sativex) is used as a prescription drug in Canada.

લોક વૈદક અને આધુનીક કાળ માં લખાયેલ આયુર્વેદિક ચિકિત્સાગ્રંથો માં પણ ભાંગ નો ચિકિત્સકીય ઉપયોગ જણાવેલ છે. થોડીક માત્રામાં  ભાંગ ના  સેવન થી ભુખ વધારી શકાય છે તથા કાર્ય માં એકાગ્રતા લાવી શકાય છે, વેદનાશમન માટે  ઉત્તમોત્તમ વાનસ્પતિક દ્રવ્ય છે,
 ગુદામાર્ગના ચીરાં તથા હરસમાં ભાંગનો બાહ્યોપચાર કરી શકાય છે, ઝાડા ના દર્દી ને પણ ભાંગ અસરકારક પરીણામ આપે છે. ભાંગ થી માનસિકરોગમાં અવસાદ પામેલાની સારવાર  કરી શકાય છે ગુહ્યાંગો ની શિથીલતા દૂર કરવા તથા વાજીકરણ પ્રયોગ માં પણ ભાંગ મિશ્રિત કેટલાંક યોગ અપાય છે...

જો કે  ભાંગ નો સિમિત અને યોગ્ય ઉપયોગ જ હિતકારી છે. ભાંગ ને સહાયક સાધન બનાવું પણ એનાં વ્યસની ગુલામ ના થવું...

મુડ બદલો વગર દવાએ

1. Endorphins,
2. Dopamine,
3. Serotonin,
અને 4. Oxytocin.

આ ચાર પ્રકારના મસ્તિષ્કમાં ઝરતાં અતઃસ્ત્રાવો એ માનવ માટે જ નહી પણ દરેક પ્રાણીમાત્ર  માટે ખુશી અને  આનંદી સ્વભાવનું જવાબદાર કારણ બને છે એવું આધુનીક તબીબીવિજ્ઞાનના સંશોધનકારો એ સાબીત કરેલ છે.

આ ચારેય નો આજે સેન્થેટીક- કેમીકલ સ્વરૂપે મેડિસીન તરીકે પણ બહોળાં પ્રયોગ કરવામાં આવે છે...

આ પોસ્ટ દ્વારા  જાણીએ કે,
 આપણી ખુશીનું કારણ બનનારા આ હોર્મોન્સ કુદરતી રીતે જ દવા વિના આપણે આપણા મસ્તિષ્કમાં કેવી- કેવી ક્રિયાઓ દ્વારા પેદાં કરી શકીએ...

 Endorphins જયારે આપણે હળવી કસરત અથવા એરોબીકસ નામે ઓળખાતી કસરત કરીએ છીએ ત્યારે  શરીર  જાતે જ  Endorphins ને પેદાં કરે છે...
નવરાત્રી કે લગ્નપ્રસંગે થતાં ગરબા પણ આવા જ પ્રકારની એક કસરતના ભાગ રૂપે છે જેથી આપણને ખુશી મળતી હશે...
આ અતઃસ્ત્રાવની અસર હેઠળ શરીર ને દરદનો એહસાસ થતો નથી આથી તો કદાચ ગરબે રમતાં ખૈલેયા થાકતાં નથી....

હાસ્ય અથવા ખડખડાટ બાળકની જેમ હસવું પણ આ હોર્મોન્સ ને પેદાં કરે છે બાળકો પણ ધીંગામસ્તી થી થાકતા હોતાં નથી.

તો મિત્રો દરરોજ થઇ શકે તો 30 મીનીટ હળવી કસરત કરો અને ચહેરા પર મુસ્કરાહટ - હાસ્ય આવે એવી પ્રવૃતી કરો અથવા નિહાળતા રહો...

Dopamine આ હોર્મોન્સ અંદરના ઉત્સાહને પ્રગટાવી જુસ્સો કાયમ રાખે છે એટલે  આમાં અન્ય વ્યક્તિ દ્વારા આપણાં કામની પ્રશંસા થાય ત્યારે,  એ સાંભળીને આપણામાં ડોપામાઇન સ્ત્રવે છે.
ગુજરાતી માં જેને પોરસાવવું કહેવાય છે. 
આથી દરેક ને એના કામ માટે બિરદાવવા જોઇએ.
કામ ભલે નાનું હોય તો પણ તેની યોગ્ય કદર કરવી જોઇએ.
જયારે આપણે નવીન વસ્તુ ખરીદીએ કે, નિર્માણ કરીએ છીએ ત્યારે અન્યને એ દેખાડીએ છીએ અને એ જોનાર વ્યક્તિ જયારે એની પ્રશંસા કરે કે બિરદાવે ત્યારે આપણા શરીર માં સ્વતઃ ડોપામાઇન પેદાં થાય છે...

આપણે,  અન્ય ના કરેલાં કામને વખાણીશું તો એ પણ આપણાં કામ ને વખાણશે...
આપણે તો દેવો ની પણ સ્તુતિ કરીએ છીએ તો ઘર પરિવાર ના સભ્યો ની તો કરી જ શકીએ ને..

Serotonin જયારે આપણે કોઇને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ ભાવના આ સેરોટેનીન અતઃસ્ત્રાવ  આપણા શરીર માં ઉત્પન્ન થવાને કારણે આવે છે..
જેમ અન્યને મદદરૂપ થવાથી નિસ્વાર્થ કાર્ય અને ભાવના થતી રહે એમ સેરોટેનીનના પ્રભાવથી વ્યક્તિ ખુશમિજાજી રહે છે...
આજે  સોશીયલ મિડિયાના માધ્યમથી અદ્ ભૂત અને ઉપયોગી જાણકારીઓ પીરસતાં વ્યક્તિઓમાં પણ એમના આ કાર્ય થી સેરોટોનીન સ્ત્રવે છે અને એમને ખુશી મળતાં તેઓ વધુ ને વધુ પોસ્ટસ શેર કરતાં જાય છે...

Oxytocin આ અંતઃસ્ત્રાવ  ગમતી વ્યક્તિના સાંનિધ્યથી શરીર માં પેદા થાય છે... આલિંગન, ચુંબન, હસ્તધૂનન વિગેરે  પરસ્પર ના શારીરિક સ્પર્શથી ઓક્સિટોસીન હોર્મોન્સ  સ્ત્રવે છે...
માઁ ને,  શિશું ના શરીરનો સ્પર્શ થતાં જે ધાવણની ધારાઓ વછૂટે છે એ આ ઑક્સિટેશન ની અસર તળે હોય છે એવું વૈજ્ઞાનિકો એ શોધી કાઢેલ છે. જો  કે, કેટલાંક પશુપાલકો એ એનો દૂર ઉપયોગ કર્યો  છે . દૂધ દોહ્વા પાલતુ દુધાળાં જાનવરને ઓક્સિટોસીન ના ઇંજેકશન ની આદત પાડી દિધેલ છે...
જયારે આપણાં બચ્ચાં ખીજવાયેલા હોય, વ્યથીત હોય ત્યારે એમનો એ મુડ સુધારવા એમને ભેટી પડવું, હૂંફ આપવી, બાથમાં લઇ લેવાં એનાથી એમના શરીર માં ખુશી લાવતા હોર્મોન્સ સ્ત્રવશે  અને રોષરહિત  શાંત થશે.

તો મિત્રો,
 રોજીંદી કસરત એન્ડોરફીન પેદાં  કરશે  બાળકો ને પણ ટી.વી મોબાઇલ માંથી થોડાંક દૂર કરીને મેદાન જઇ રમતો રમવાં પ્રોત્સાહિત કરવાં...

નાના નાના લક્ષ્યાંકો નક્કી કરી એને પાર પાડવા તથા એનું પણ શેરીંગ કરવાથી ડોપામાઇન શરીર માં સ્ત્રવે છે આપની આ ટેવ થી આપનાં બચ્ચાં પણ અનુકરણ કરશે અને એ પણ  ઉર્જાવાન બનશે.

અન્ય ને યોગ્ય સમય અને સંજોગો માં બનતી મદદ કરવી એનું પણ અનુકરણ આપણાં બચ્ચાં કરે જ છે જેથી સેરેટોનીન પેદાં થશે...

અને છેલ્લે આપણાં વડીલોની પગચંપી કરવી... ગળે મળવું તથા આપણાં બચ્ચાંઓને પણ ભેટવું એ  આપણાંમાં અને એમનામાં ઑક્સિટેશન પેદાં કરનાર પરિબળ બને છે...

... ગમતાં નો કરીએ ગુલાલ....

ખાદ્ય અને ભોજન નો સમય

ભૂખ લાગે ત્યારે જમી લેવું ને 
થાકી જવાય ત્યારે સુઈ જવું....
આ,  જગતનું માનવજાત માટે અને સમસ્ત પ્રાણીજગત માટે સનાતન સત્ય છે.
આયુર્વેદમાં પણ ચરક સંહિતાના વિમાનસ્થાન અને સૂત્રસ્થાનમાં આહાર બાબતે ઊંડાણપૂર્વક ચિંતન કરીને સૂત્રોનું વિવેચન  કરવામાં આવ્યું છે.

આજે જે પણ આહારદ્રવ્યો અને ભોજનગ્રહણકાળ બાબતે જે પણ  માન્યતાઓ પ્રવર્તે છે એ મુખ્યત્વે પશ્ચિમી  નેચરોપથીના સિદ્ધાંતો આધારિત છે.

આપણે આ વિષયની એટલે કે
વર્તમાનમાં,ભોજન ક્યારે લેવું ?  કેવી રીતે કરવું ? તથા
ભોજન માં શું લેવું ?

એની વિવેચન ની શરૂઆત ચરકસંહિતાના વિમાનસ્થાન અધ્યાયપહેલો - રસવિમાન તથા અધ્યાય બીજો- ત્રિવિધકુક્ષીયવિમાન આધારિત કરીએ...

રસવિમાન અધ્યાયની  શરૂઆતમાં મધુરાદિ છ પ્રકારના રસો તથા દોષો ની સંખ્યા વિગેરેની ચર્ચા કરી છે, ત્યારબાદ આહારવિધિ ના આઠ વિશેષ આયતનો એટલે કે  પ્રકૃતિ, કરણ, સંયોગ, રાશિ, દેશ,  કાળ, ઉપયોગ સંસ્થાન અને ઉપયોક્તા એટલે કે આહાર કરનારનું સ્વરૂપ કે લક્ષણ બતાવેલ છે.

આ અધ્યાય માં ઉપયોક્તા એટલે કે ભોજનકરનારાની બાબતે સૂત્રમાં મહત્વની વાત "ઑકસાત્મ્ય" ની જોવા મળે છે.

આહારવિધિ ના જે મુદ્દા જણાવેલ છે,
એ આજના સમય માટે ઘણાં જ મહત્વના છે
જો આ આઠેય મુદ્દાઓને બરાબર સમજીને અનુસરવામાં આવે તો, દુનિયામાંથી 90 ટકા રોગોની વિદાય થઈ જાય.
1.. ઉષ્ણ અને સ્નિગ્ધ ભોજન જમવું
2.. માપસર ભોજન લેવું 
3.. પહેલાંનું જમેલું પચી જાય પછી જ જમવું
4..વીર્ય વિરુદ્ધ આહાર દ્રવ્યો એકત્ર કરી ખાવા નહીં
5.. ઇષ્ટ સ્થાન માં બેસીને જમવું .
6.. બહુ ઉતાવળે જમવું નહી તેમજ બહુ ધીમે પણ જમવું નહીં.
7.. એકાગ્રચિત્તે જમવું.
8.. પોતાના સાત્મ્ય અને અસાત્મ્ય તરફ લક્ષ્ય રાખીને જમવું.

આ રસવિમાન અધ્યાયની દરેકે - દરેક વિષયવસ્તુને સારી રીતે સમજી લેવામાં આવે તો હાલની ભોજનસબંધી તમામ સમસ્યાઓનો યોગ્ય અને કાયમી નિકાલ આવી શકે એમ છે.

અધ્યાય-૨ માં વિશેષ મહત્વની બાબત, વ્યાધિ-વિકાર ની ઉત્પત્તિ થવા વિશે જણાવતા કહે છે કે ,
ભોજન કરતી વખતે વ્યક્તિ એ 
હોજરી- आमाशय ના ત્રણ ભાગો કલ્પિત કરીને,
એક ભાગ મૃત એટલે કે ઠોસ આહારદ્રવ્યો માટે,
બીજો ભાગ દ્રવ એટલે કે પ્રવાહી આહાર દ્રવ્યો માટે,
અને ત્રીજો ભાગ વાત, પિત્ત તથા કફ માટે રાખવો જોઈએ...
સાથે-સાથે માત્રા યુક્ત ભોજનનું લક્ષણ શું હોય ?
એની વિસ્તૃત ચર્ચા કરેલ છે.
જો આ પ્રમાણે આહાર ના લેવામાં આવે તો સૌ પ્રથમ આમ-પ્રદોષજ વ્યાધિઓની ઝાડા ઊલટી વિગેરેની ઉત્પત્તિ થાય છે અને એનું વિસ્તૃત વર્ણન કરાયેલ છે.

આયુર્વેદ ચિકિત્સાના મૂળભૂત સિદ્ધાંતોમાં વ્યક્તિના શરીરની અગ્નિ અને આમવિષનો દરેકે દરેક વ્યાધિ- વિકારોમાં ઊંડાણપૂર્વક ચિંતન કરવામાં આવેલ છે.

આથી અહીંયા જે ત્રિવિધકુક્ષીયવિમાન અધ્યાય અંતર્ગત તથા રસવિમાન અધ્યાયમાં વર્ણવેલ બાબતો વ્યક્તિના અગ્નિને સમ્યક રાખવાનું અને આમવિષ ઉત્પન્ન જ ના થાય તે માટેની તકેદારી સૂચવતા સૂત્રોનો સંગ્રહ આપેલ છે.

દરેક સંહિતામાં સૂત્રસ્થાનનું આગવું મહત્વ રહેલું છે.
કેમકે, એ સંહિતાના અન્ય સ્થાનોના અધ્યાયોમાં આવતી મહત્વની બાબતો..., 
                        ચિકિત્સાની દ્રષ્ટિએ ચિકિત્સક અથવા અભ્યાસુઓને હાથવગી રહે, કંઠસ્થ રહે એ માટે ટૂંકમાં પણ સચોટ રીતે તથા મોટાભાગે પદ્યમાં સૂત્રોનો સંગ્રહ કરીને સૂત્ર સ્થાનનું નિર્માણ કરેલ છે.

ચરક સંહિતાના સૂત્ર સ્થાનમાં પણ અધ્યાય 5 - માત્રાશિતીયમાં  આહાર અંગે વિવેચન કરવામાં આવ્યું  છે,  અધ્યાયની શરૂઆત માં અગ્નિ બળ પ્રમાણે જ વ્યક્તિએ ભોજન માં આહારની માત્રા લેવી તથા  ખાદ્ય પદાર્થોની રોજિંદા આહારમાં કેટલા લેવા કયાં - કયાં લેવા, સ્વાસ્થ્ય માટે પથ્ય અને હિતકારી પદાર્થો ની ચર્ચા કરેલ છે.
આ અધ્યાયમાં દિનચર્યાનું વર્ણન પણ આવે છે. દિનચર્યાની શરૂઆત અંજનથી થયેલ છે, અંતમાં વસ્ત્ર ધારણ, રત્ન ધારણ તથા સ્વાસ્થ્ય અને સુખ પ્રાપ્તિના માર્ગોની પણ ચર્ચા કરેલ છે.પણ સમગ્ર દિનચર્યામાં "ઊષઃપાન કે સવારે ભોજન લેવું કે કેમ ?"
  એનો કોઈપણ જાતનો ઉલ્લેખ નથી, 
માત્ર ભાવપ્રકાશ સંહિતામાં એ સમયના હઠયોગક્રિયાઓના બહોળા પ્રચારથી પ્રભાવિત થઈ આચાર્ય ભાવમિશ્રે ઊષઃપાન નું વર્ણન કરેલ છે,
 મૂળ આયુર્વેદના ગ્રંથોમાં સવારે પાણી પીવાનો ક્યાંય ઉલ્લેખ કરાયેલ નથી.

અધ્યાય-૬ તસ્યાશિતીય  માં  વરસની છ ઋતુઓમાં સ્વાસ્થય અને સુખાકારી બની રહે એ માટે શું આહાર અને વિહાર કરવો એની ચર્ચા કરેલ છે પણ
દિવસના સવારમાં, મધ્યાહન કાળે કે સાંજના  સમયે  આહાર લેવો કે કેમ ? એ વિશે ઉલ્લેખ નથી.

સુત્ર સ્થાનના અધ્યાય ૨૬ આત્રેય ભદ્રકાપ્યીય એ અંતર્ગત આહારના મધુર વિગેરે ૬ રસ તથા વિરુદ્ધ આહારઓનું વિસ્તૃત વર્ણન કરેલ છે. 
અધ્યાય 27માં અન્નપાન વિધિ અંતર્ગત જુદાજુદા આહાર દ્રવ્યો ના ગુણધર્મો વર્ણવેલ છે. અને  અધ્યાય 28 માં વિવિધાશિતપિતીય  અંતર્ગત
"ધાતુઓને આહાર પોષણ ની જરૂર રહે છે"  એ મુખ્ય મુદ્દા અનુસાર ધાતુ પ્રદોષજ વિકારોનું વર્ણન કરેલ છે અધ્યાયના અંતે
" પ્રજ્ઞા અપરાધ એ બધા અનર્થોનું મૂળ છે" તથા "અજ્ઞાનીઓને જ રોગો થાય છે " દર્શાવેલ છે
એ માટે આહારની વિધિમાં જણાવેલ 8 હેતુઓ તથા અપથ્ય નો ત્યાગ કરવા વિશે ઉપદેશ આપેલ છે

છેલ્લે "કર્મજન્ય રોગો ની ઉત્પત્તિ ટાળી શકાતી નથી"
એમ કહેલ છે.

ટૂંકમાં,
મૂળ આયુર્વેદિય સંહિતાઓનો આહાર બાબતે દ્રષ્ટિકોણ
 "અગ્નિ ની સાપેક્ષે માત્રાવત્ ભોજન કરવાનો છે." 
એટલે કે ભુખ લાગે તો જમવું અને જમતી વખતે આહારવિધિ ના આઠ મુદ્દાઓનું પાલન થવું જરૂરી છે.
 જો એમ નહીં થાય તો રોગોની ઉત્પત્તિ થશે.

આજે જે આહાર બાબતે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે
જેમકે સવારે ભરપેટ ભોજન કરવું અને સાંજે હળવું ખાવુ તથા દિવસના અમુક અમુક સમય પાચનતંત્ર ભોજન પચાવવા સક્ષમ છે. આવી બાબતો આયુર્વેદ ચિકિત્સા ગ્રંથોમાં ચરક, સુશ્રુતે કે વાગભટ્ટે નિર્દેશ કરેલ નથી. એમને તો માત્ર કહ્યું છે કે અગ્નિબળ ની સાપેક્ષે માત્રાવત્ ભોજન કરવું...

ખાંડ સાકર અને ગોળ

સામાન્ય રીતે
शर्करा એટલે કે, સાકરને આયુર્વેદ દ્રષ્ટિકોણ થી शित्त એટલે કે ઠંડી તાસીરની માનવામાં આવે છે.
જયારે ગોળને  उष्ण એટલે કે ગરમ તાસીરનો તથા
નવોગોળ ક્લેદ કરનાર હોવાથી પુરાણ એટલે કે જુનો ગોળ ખાદ્ય કે ઔષધ તરીકે લેવાનું સુચન કરેલ છે...

કેમ ?

શેરડીના રસમાંથી જ ગોળ, ખાંડ કે સાકર નું નિર્માણ થાય તો, પછી એમનાં ગુણ અલગ-અલગ કેમ ?

આ પ્રશ્નનો જવાબ એનો સંસ્કાર છે..
આ ત્રણેય પદાર્થની બનાવવાની જે જુદી જુદી વિધીઓ છે એનાથી એમાં ગુણાન્તરધાન થાય છે  એટલે કે મૂળ શેરડી ના રસ માંથી ગોળ, ખાંડ અને સાકર બને છે એમ છતાંય નિર્માણવિધી ની વિશેષતાના કારણે  એમના ગુણકર્મ માં ફરક પડી જાય છે...

પ્રાચીનકાળમાં જે શેરડીના રસ ને ક્રમે ક્રમે ઉકાળી ને ઠંડો પાડી ઘટ્ટ કરી લેવાતો  એને ગોળ કહેવાતો જેને સંસ્કૃત માં गुड કહેવાતો..આ  गुड નો શબ્દાર્થ
"વિંટી લઇને પીંડો બનાવવો" એવો થાય છે. ગોળ નિર્માણ માં અગ્નિસંયોગ થી ઉકાળવાથી શેરડી નો રસ માં કાળાશ પડતો લાલ રંગ નું પરિવર્તન આવે છે...

ખાંડ ને આયુર્વેદ સંહિતા માં मस्त्यअंडिका કહી છે એટલે કે માછલી ના ઇંડા જેવી પીળાશ પડતી સફેદ અને દાણાદાર, શેરડીના રસ માંથી બનતો પદાર્થ...

આયુર્વેદ ના સંહિતા ગ્રંથો માં ખાંડ કે સાકર જેને सिता પણ કહેલ છે,  આની સુસ્પષ્ટ નિર્માણની વિધી દર્શાવેલ નથી...
खंड એટલે કે ક્રિસ્ટલ પરથી ખાંડ શબ્દ આવે છે..
शर्करा પરથી સાકર શબ્દ આવે છે અને 
सिता એ સફેદ રંગ ના પર્યાય માં વપરાતો શબ્દ છે...

ટૂંક માં,  શેરડીના રસને અગ્નિસંયોગ વિના, કુદરતી વાતાવરણ માં  સ્વતઃ સુકવી ને, સંભવતઃ છાયા માં  ... અને વારેવારે એની ઉપર આવતાં મેલ ને દુર કરીને,
 સુંદર, શ્વેત, સ્ફટીકખંડ જેવો પદાર્થ નિર્માણ કરવામાં આવતો હશે જેને ખાંડ તથા ગંઠાયેલા ટુકડાઓને સાકર એવું નામ અપાયેલ હશે...
ખડી એટલે સફેદ ગાંગડા...  એ પર થી ખડીસાકર
હિન્દી માં खडी નો અર્થ  આખું,  साबुत = ઝીણાં ટુકડાં કર્યા વિનાનું થાય છે.

આજે...
સુગર ફેકટરી માં શેરડી ના રસ ને, મશીનોની મદદથી જ ઉકાળી લેવાય છે તથા એનાથી પરિવર્તીત થતાં  રંગ - વર્ણ અને કંઇક અંશે ગંધ ને પણ દૂર કરવા સલ્ફર વાપરવામાં આવે છે અને ખાંડના ક્રિસ્ટલ બનાવવા પણ  કેમીકલ તથા નિશ્ચિત પ્રોસીઝર કરાય છે એટલે કે સાઇઝ પ્રમાણે એક જેવી પ્રક્રિયા માંથી ખાંડ કે સાકર બનાવી લેવાય છે...

હવે આજે મળતી બજારૂ- સુગર ફેક્ટરીની ખાંડ કે સાકર આયુર્વેદદ્રષ્ટિકોણ થી સિદ્ધાંતીક  शित्तवीर्य એટલે કે ઠંડી તાસીર  ધરાવતી હોઇ શકે નહી...
કેમકે એનાં નિર્માણ માં વપરાતા જે આધુનીક  કેમીકલી અને મશીનરી પ્રયોગો કરાય છે એ એક પ્રકારે અગ્નિસંયોગ જ  કહેવાય છે...

સંભવતઃ  શક પ્રજા એ शर्करा નો આવિષ્કાર કર્યો હશે.
વેદકાલીન મૂળ ભારતીયો  મીઠાસ અને સદ્યશક્તિપ્રદ - એનર્જેટીક પદાર્થ તરીકે  મધ અને ત્યાર બાદ  સીધો જ  શેરડી ના રસ નો ઉપયોગ કરતાં હશે...
ગોળ એ મૂળ ભારતીય પ્રજાની શોધ હોઇ શકે...ખાંડ એ ઉત્તરવર્તિ કાળ માં ચાયનાથી આવતો પદાર્થ હોવાથી હિન્દી માં એનું નામ चीनी પડી ગયું હશે... ખાંડ માટે વપરાતો મૂળ ગુજરાતી શબ્દ "મોરસ" છે... દક્ષિણઆફ્રિકા ના એક ટાપુ દેશ Mauritius અને ગુજરાત પ્રદેશ અને પ્રજા વચ્ચે તાણાંવાણા પ્રાચીનકાળથી હશે...

વિશ્વ માતૃભાષા દિવસ

માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

આજના આ પાવન દિવસ પર સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આભાર માનવો રહ્યો, કે જેમણે દરેક સંસ્કૃતિના માણસોને પોતાના મૂળ સાથે જોડવા માટે આ દિવસ ઉજવવાનું આયોજન કર્યું છે.આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ તો

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ નહિ ?..

૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે.

 જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું.

દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે , દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.

એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે.

પરંતુ  હું તો અને ઉજવણી નો દિવસ કહીશ.

આપણે આપણી ભાષા માટે આજે ગૌરવ લેશું.

ઉમાશંકર જોશીએ જેને ‘ગાંધીગિરા’કહી,
પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેને ‘દૂધભાષા ‘કહી છે.

જે ભાષાએ  આપણામાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી એ,

 ગુજરાતી ભાષા આપણી અભિવ્યક્તિ નું માધ્યમ છે.

 માતૃભાષામાં બોલેલ વાક્ય-હૃદયને સ્પર્શી જાય છે?

જે ભાષામાં વિચારવાનું,
લાગણીઓ અનુભવવાનું,
તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું,
મારી માતૃભાષામાં હું મારા વિચારો અને મારી જાત ને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકું છું.
આ ભાવ આંખ અને દિલ​ જે ​અનુભ​વે છે ત્યારે તેની ​અસર ચિરકાળ ​રહે છે.

 કોઈપણ વ્યક્તિને ગમે તેટલી ભાષા નું જ્ઞાન હોય
પણ તેને વિચારો કે સપના તો તેને પોતાની માતૃભાષામાં જ આવતા હોય છે.

ભલે પછીથી તેના વિચારો તે ગમે તે ભાષાઓમાં રજુ કરે

ફાધર વાલેસ ઘણા વર્ષોથી  કહે છે “ભાષા જશે તો સંસ્કૃતિ જશે”.

માતૃભાષા થી દુર જવું કે ભુલી જવી એટલે આપણાપણું અને આપણા વિચારોથી દુર જવું,

માતૃભાષા જમીન પર સ્થિર ઉભા રહેવાનો આત્મવિશ્વાસ શીખવે છે.

મા,માતૃભાષા અને માતૃભૂમિનો

અન્ય કોઇ વિકલ્પ નથી!

 ટુંકમાં,
માતૃભાષામાં માનવજીવનના તમામ પાસાનો સમન્વય છે. વિચાર, લાગણી અને અભિવ્યક્તિ.

અંગ્રેજીને ભાંડવાથી આપણી માતૃ ભાષા જીવી નહીં જાય

ગુજરાતી ઘેલાં છે પણ એટલા જ બુદ્ધિશાળી ને વ્યહવારૂ  છે...
ઇઝરાયેલ  જેવું રાષ્ટ્ર  પોતાની રાષ્ટ્રભાષા હિબ્રુ માં અંગ્રેજી  ના જ્ઞાનગ્રંથો  ને સાત વર્ષ સુધી અનુવાદ કરી ને માતૃભાષા  નું જતન પ્રસાર કરી શકે તો આપણે કેમ નહી ? ચીને  પણ ચાઇનીઝ ભાષામાં ગ્રંથો અનુવાદીત કર્યા છે.. જર્મની માં અંગ્રેજી કરતાં સંસ્કૃત ને વધારે પ્રાધાન્ય છે અને મોટાભાગનો વ્યવહાર જર્મન ભાષામાં  થાય છે ... આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે પણ વ્યવહાર માં તો સુપ્રિમ કોર્ટ ના વડા પણ અંગ્રેજી માં દલીલ અને વક્તવ્ય નો આગ્રહ રાખે છે !!

રાજનૈતિકક્ષેત્ર નો એનો પોતાના સ્વાર્થજન્ય સમસ્યાઓ  છે...
મૂળ  ગુજરાતી  અને સંસ્કૃત  ગ્રંથોનો  અંગ્રેજી અનુવાદ  માં ભણાવવા  ફરજ પાડવા ની ઘેલેચ્છા ને માતૃભાષા પ્રેમીઓ  જ સમજણ આપી સુધારી શકે...

લાગણીઓ પછી  ક્રોધાવસ્થા માં કે પ્રેમાવસ્થા માં નીકળેલા  શબ્દો માતૃભાષાના જ હોય છે.. માતૃભાષા હૃદય થી પ્રગટે છે... મગજ થી વ્યક્ત થતી ભાષા સ્વાર્થ સિદ્ધ કરનારી  તર્ક પ્રધાન હોય છે .

છતે માઁ એ,પારકી માઁ સારી લાગે ખરી  ?

સ્વાઇન ફલ્યુ

Swine Flu
વૈચારિક દ્રષ્ટિકોણ

Swine flu શું છે એને પહેલા આધુનિક તબીબી વિજ્ઞાન ની દ્રષ્ટિએ સમજી એ..

Swine flu એ A human respiratory infection caused by an influenza strain that started in pigs. એટલે કે, પાલતું ડુક્કર ને જયારે શરદી સળેખમ  થાય ત્યારે એની સેવા માં રહેતા વ્યક્તિ ને પણ એ ડુક્કરો ની શરદી સળેખમ નો ચેપ લાગે અને  એ વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિ માં આ બિમારી ફેલાય એટલે એને Swine flu કહેવાય છે.

Swine નો શાબ્દિક અર્થ " સુગ ચડે એવું ગંધાતું - ગોબરૂ " અર્થાત્ ભૂંડ સુવર કે ડુક્કર ને દર્શાવવા વપરાતો શબ્દ.

 હવે વિચારો ગુજરાત માં આવા ખાદ્ય માંસ મેળવવા  ડુક્કર પાલન ના વાડા કેટલાં ?

Swine flu ના લક્ષણો ,
Symptoms include fever, cough, sore throat, chills, weakness and body aches.
જે છે એ શરૂઆતની સામાન્ય શરદી - સળેખમને  સમાન જ હોય છે..
આધુનીકતબીબી વિજ્ઞાનમાં વધુમાં જણાવે છે કે,
Children, pregnant women and the elderly are at risk from severe infection.
એટલે કે વૃદ્ધ બાળક અને ગર્ભિણીને આ રોગ વધુ પજવે છે. કેમ કે, એમની રોગ સામે લડવાની કુદરતી રોગપ્રતિકારક શક્તિ માં ઉણપ રહેતી હોય છે...

એની સારવાર માં જણાવેલ છે,
Typical treatment includes rest , pain relievers and fluids. In some cases antiviral medication and IV fluids may be required.

વિશેષ માં Menthol લેવાં કહ્યું છે.
 આ મેન્થોલ કુદરતી રીતે તાજી તુલસી અને  ફુદિનાના પાન માં મળે છે,  જે નાક અને ગળું ખોલવા એટલે કે ડિકન્જસ્ટન્ટ તરીકે ઉપયોગી છે અને દર્દી ને તાત્કાલીક રાહત અનુભવાય છે...

H1N1 વાયરસ સૌ પ્રથમ કેલીફોર્નીયા માં 10 વર્ષની બેબી ને એપ્રિલ 2009 માં જોવા મળેલ,  ત્યારબાદ 2010 સુધી માં વિશ્વ આખુ આ વાયરસ જન્ય ફ્લ્યુ થી ભયભીત થયુ અથવા ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું !!!
કેમ કે, આ પહેલા 40 વર્ષ પહેલા આ વાયરસનું આક્રમણ થયેલ હતું....
વચ્ચે ના 40 વર્ષ  લોકો ને શરદી સળેખમ તો દર સિઝન બદલાવ સાથે થતી જ હતી પણ H1N1 વાયરસ મીડીયા માં નહોતો આવતો...
ફરી વિચારણીય છે...

આજે સરકારી દવાખાનામાં  કહેવાતા  સ્વાઇનફલ્યુના શરૂઆત 48 કલાક માં બચાવ માટે Tamiflu ટેબલેટ દર્દી ને આપવામાં આવે છે આ બ્રાન્ડ નેમ માં જે દવા  આવે છે એનું નામ Oseltamivir છે.

Oseltamivir is a neuraminidase inhibitor એટલે કે ઇન્ફલ્યુએન્જા માટે જવાબદાર એન્જાઇમને અવરોધે છે. Oseltamivir was discovered by scientists at Gilead using shikimic acid as a starting point for synthesis;
shikimic acid was originally available only as an extract of
Chinese star anise આને આપણે બાદિયાન કહીએ છીએ અને દાળ શાક ના ગરમ મસાલા નું અગત્ય નું સુગંધ સાથે સ્વાદ માટેનું દ્રવ્ય છે...

Oseltamivir was approved for medical use in the US in 1999 માં Oseltamivir ને ઇન્ફલ્યુએન્જા રોકનાર દવા તરીકે માન્યતા આપવામાં આવી જેમાં જણાવ્યું કે આ એક માત્ર એવી દવા છે જે મુખ દ્વારા લઇ શકાય છે.
It was the first neuraminidase inhibitor available by mouth.
અને પછી...
It is on the complementary list of World Health Organization's List of Essential Medicines, indicating a lower cost-benefit ratio.
અને પછી સને  2014 માં
Cochrane review concluded that oseltamivir does not reduce hospitalizations , and that there is no evidence of reduction in complications of influenza.

આથી કદાચ
A generic version was approved in the US in 2016.

હવે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી આ સ્વાઇનફલ્યુને સમજવાની કોશીષ કરીએ...

સ્વાઇનફલ્યુ એટલે પાલતું પશુ-પક્ષીઓની શરદી- સળેખમ નો ચેપ પહેલા એની સુશ્રુષા માં રહેતા મનુષ્ય ને  લાગે પછી એના  દ્વારા અન્ય ને લાગે અને એમાં H1N1 વાયરસ જવાબદાર હોય ...

ચરક સંહિતા ના ચિકિત્સાસ્થાન અધ્યાય 3 માં જે प्राकृत ज्वर બતાવેલ છે એ મને આ સિઝનલ ફલ્યુ જણાય છે આ મારૂ અંગત મંતવ્ય છે આયુર્વેદ ના વિદ્વાનો ના અન્ય મંતવ્યો પણ હોઇ શકે છે...

प्राकृतः सुखसाध्यस्तु वसन्तशरदुद्भवः|
उष्णमुष्णेन संवृद्धं पित्तं शरदि कुप्यति||४२||
चितः शीते कफश्चैवं वसन्ते समुदीर्यते|
वर्षास्वम्लविपाकाभिरद्भिरोषधिभिस्तथा||४३||
सञ्चितं पित्तमुद्रिक्तं शरद्यादित्यतेजसा|
ज्वरं सञ्जनयत्याशु तस्य चानुबलः कफः||४४||
प्रकृत्यैव विसर्गस्य तत्र नानशनाद्भयम्|
अद्भिरोषधिभिश्चैव मधुराभिश्चितः कफः||४५||
हेमन्ते, सूर्यसन्तप्तः स वसन्ते प्रकुप्यति|
वसन्ते श्लेष्मणा तस्माज्ज्वरः समुपजायते||४६||
आदानमध्ये तस्यापि वातपित्तं भवेदनु|
आदावन्ते च मध्ये च बुद्ध्वा दोषबलाबलम्||४७||
शरद्वसन्तयोर्विद्वाञ्ज्वरस्य प्रतिकारयेत्|
कालप्रकृतिमुद्दिश्य निर्दिष्टः प्राकृतो ज्वरः||४८||
प्रायेणानिलजो दुःखः कालेष्वन्येषु वैकृतः|
हेतवो विविधास्तस्य निदाने सम्प्रदर्शिताः||४९||

ટૂંક માં પ્રાકૃત જવર એ સુખ સાધ્ય  હોય છે
એટલે બહુ હોબાળા કે દોડાદોડી કે ચિંતા "હાઉ" નું ભયભીત વાતાવરણ  ઊભું કરવાનું કોઇ પ્રયોજન નથી

આજે આયુર્વેદિક સ્વાઇનફલ્યુના ઉકાળા અને  વિવિધ અન્ય નુસખા બતાવાય છે...
પણ એવો કોઇ  સંહિતા માં શાસ્ત્રીય રેફરન્સ જોવા મળતાં નથી.

સાયંટીફીક રીસર્ચ આધારીત अश्वगंधा,  गुडूची = ગળો,  कालमेघ = લીલુંકરીયાતું અને तुलसी   એ સ્વાઇનફલ્યુ સામે પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે.

દરેક વાયરસ જન્ય રોગોની માત્ર  સિમ્પટોમેટીક રીલીફ મળે એવી જ સારવાર થાય છે ...
આયુર્વેદ માં અશ્વગંધા , ગળો એ રોગપ્રતિકારક શક્તિ પેદા કરનાર રસાયન છે એવું માનવામાં આવે છે...

કાલમેઘ સીધું જ તાવ  ઊતારવા તથા તાવ ના કારણે થતાં શરીર દુખાવા ને દૂર કરે છે.

તુલસીમાં ઉડ્ડયનશીલ તેલ તથા  મેન્થોલ જેવાં ઘટકો છે જે શરદી - સળેખમ માં ઉપયોગી થાય છે.

ચરકસંહિતાના નિર્દેશ પ્રમાણે તો  શરૂઆતના તાવમાં કોઇપણ પ્રકારનું ઔષધ આપવાની મનાઇ છે અને શરદી, સળેખમ, તાવ ત્રણેયમાં દર્દી ને બને એટલો ઓછો, સાદો શેકેલો અને જલદી પચી જાય એવો ખોરાક આપવાનો રહે છે ત્રણ દિવસ સુધી...
જેને लंघन કહેવાય છે...
ત્રણ દિવસે  જે દોષ પકવ થયેલ હોય અને શરીરમાંથી બહાર નીકળી શકે એવાં હોય એની સંશોધન કે સંશમન ચિકિત્સા કરવાની રહે છે...

સ્વાઇનફ્લ્યુના આયુર્વેદિક ઉકાળા દરેકને આગ્રહ પૂર્વક પીવડાવવા જ  એ ઘણીવાર દર્દી ના સમય, સ્વાસ્થય, અને આપનાર ના ધન  ઉપરાંત યશ ની હાનીકર્તા છે.

બ્રહ્મા વિરંચી

ब्रह्मा શબ્દ વિશે ઊંડુ ચિંતન થાય તો...
ઘણુ બધું સરળતાથી સમજાય જાય...

હેમચંદ્રાચાર્ય એ विरञ्च અને विरञ्चि શબ્દને બ્રહ્મા એવો અર્થ આપેલ છે.  દસમા ગણની મૂળધાતુ વિરચયત્ પરથી આ શબ્દ આવે છે,  જે ગોઠવવું, રચવું, ઉત્પન્ન  કરવાના અર્થ માં છે અને આ કાર્ય કર્યા પછી કર્તા મોહરહિત થઇ જાય છતાંય એ નિરંતર એનાં સાનિધ્યમાં રહેતો હોય એવાં કર્તા માટે विरञ्चि શબ્દ વપરાય છે ...

પોષણ પામીને પૃષ્ટ કે વિસ્તૃત થવાના અર્થ માં વપરાતી
बृः  ધાતુમાંથી બ્રહ્મ કે બ્રહ્મા શબ્દ આવે છે
बृ + अहम् = ब्रह्मा સમજી શકાય છે...

સાધકનો અનુભવ હોય છે કે, જયારે એ યોગના ઊંડા અભ્યાસ માં જાય ત્યારે વિચાર શુન્ય થાય છે
સાથે સાથે એનાં શરીરનું અસ્તિત્વ ફેલાઇ ગયું હોય એવું લાગે છે એ સૃષ્ટિ સાથે એકાકાર થઇ જાય એટલો વિસ્તાર ને પામ્યો હોય એવી એને અનુભૂતી થાય છે...
ઉત્તમ નૃતક ને આવી સમાધિ સહજ હોય છે.

યોગ સમાધીનો અનુભવ શબ્દોમાં એકઝેટલી વર્ણવી શકતો નથી,  આથી  આ અનુભવને અણીમા, લાઘ્વીમા જેવી અષ્ટસિદ્ધિ કે ખેચરી જેવી સ્થિતીમાં વર્ણવાની કોશીષ કરી છે. બાકી તો गूंगे का गुड   ...

બ્રહ્માના  મૂર્તિવિધાન  શિલ્પશાસ્ત્રમાં  ચારમુખ વર્ણવેલ છે અથવા ચારવેદો ચારમુખેથી ઉત્પન્ન થયેલ છે
એમ દર્શાવે છે ... 
પછી થી પુરાણોમાં એક મસ્તકને નષ્ટ કરી દેવાય છે...
આ પણ સમજવા જેવું છે બ્રહ્મા એટલે જાણતા રહેવું સમજતાં રહેવું અને નિષ્કર્ષ રજૂ કરતાં રહેવું...
પણ માત્ર બાહ્ય જગતને જાણવું પુરતું નથી
આધ્યાત્મિક યાત્રા કે આભ્યંતર જગતને જાણવું પણ જરૂરી છે
આથી બ્રહ્માનું  એક મુખ અંદરના રહસ્યો જાણવા માટે અંદરની તરફ કરી દેવાય છે જેને કેટલાંક "પાડી દીધું " એમ કહે છે.

વિશ્વ ની એક માત્ર  સંસ્કૃતિ અને ધર્મસંપ્રદાય,  આપણો જ એક એવો  છે કે જ્યાં દેવોનું પણ સર્જન થાય છે  તથા   વિસર્જન પણ કરાય  છે...

બ્રહ્માના મંદિરો કે પૂજન  બહુ થતાં નથી...
કેમ કે,
સાગરને  ગાગરમાં સમાવવોનો કોઇ ઉપાય નથી...
વળી જેને જાણ્યું એ એનો પોતાનો અનુભવ છે એટલે એની પૂજા કરીને અન્યને કશું પ્રાપ્ત ના થાય
પ્રાપ્ત કરવું હોય તો એ રસ્તે પ્રયત્ન જાતે જ કરવો પડે.

બ્રહ્મા સાથે મન ના સત્વગુણ તથા શારીર નો પિત્ત દોષ સંકાળાયેલ છે પણ અભિવ્યક્તિ શ્વેતરંગથી દર્શાવેલ છે.. બ્રહ્મ-કમળ સોનેરી ઝાંય લેતુ સફેદ અને વિસ્તૃત બતાવેલ છે..

તીવ્ર જીજ્ઞાસા અને મહેનત એ પિત્તની ઉષ્ણતા છે
પણ  જયારે અંતિમ સાર હાથ લાગે એ રાખ જેવો હલકો અને શુભ્ર તથા કોઇપણ અશુદ્ધિ વિનાનો પરમ સૂક્ષ્મ અને શિઘ્ર કલ્યાણકારી હોય છે જેમ ભસ્મ હોય છે એમ...

આધુનિક સંશોધન માં પણ બ્રહ્મ ને કૉસ્મીક એનર્જી કે સુપર સબ કોન્સીયસ માઇન્ડ સાથે સમન્વય કરાય છે..

જગત માં કશુ કયારેય નાશ પામતું નથી.
E = mc2 .... આ પણ બ્રહ્મવાકય છે...

આયુર્વેદ ના અવતરણ માં લખેલ છે ब्रह्मास्मृत्वा 
બ્રહ્મા એ પણ  સ્મરણ કરીને દક્ષપ્રજાપતિ ને આયુર્વેદ કહ્યો...
એટલે કે આયુર્વેદ ને  બ્રહ્મા ને પણ સ્મરણ કરવાથી જ પ્રાપ્ત થયેલ છે અર્થાત્ બ્રહ્મા એ કહ્યો એ પહેલાં પણ આયુર્વેદ નું અસ્તિત્વ હતું જ...

ભારદ્વાજ ને આયુર્વેદ ના પ્રવર્તક માનવામાં આવે છે.
પ્રવર્તક માં પ્ર પૂર્વગ છે...
પ્રવર્તક શબ્દ મનુષ્ય માટે જ વપરાય છે.. 
આથી મે લખ્યું ભારદ્વાજ...
 આ અતિ વેદકાલીન છે...
માત્ર કલ્પના નથી...  શ્રી ક.મા. મુનસીએ...
ભારદ્વાજ અને દુષ્યંત ને સમકાલીન બતાવેલ છે.

બ્રહ્મ એટલે પોતાનો જ વિસ્તાર કરવો...

આ મોક્ષ મેળવવાની એક રાહ છે...
अहं ब्रह्मास्मि  ની જયારે અનુભૂતિ થાય
ત્યારે
મહાવીર થી અહિંસાનો આગ્રહ થઇ જાય.
મહંમદને  નિરાકારી અલ્લાહનો ખ્યાલ આવી જાય.
સમગ્ર સૃષ્ટિ પોતે જ છે એવું લાગે તો, કોઇ સૂફી
अनहलक કહે કે યોગી ને  અનાહત્ નાદ ગુંજે.
ઉપનિષદનો ऋषि "તત્વમસિ" કહે તો,
સિદ્ધ  तु ही तु કહે.

બ્રહ્મ = બૃ + અહમ્ 

પોતે જ પોતાનો વિસ્તાર કરવાનો છે
તો, બ્રહ્મચર્ય કે બ્રહ્મચિંતન કે બ્રહ્મવિદ્યા કે બ્રાહ્મણનો અર્થ યથાર્થ સમજાશે...

ઇન્ટરનેટ અને સો.મી. નહોતું ત્યારે ટાઇમપાસ કેવી રીતે થતો

વાંચનાર ને વિચારતાં કરી મુકે એવો જીજ્ઞાસાસભર પ્રશ્ન છે કે નહી ?

લગભગ 2010 થી સ્માર્ટફોન ફે.બુ. અને વૉ.એ. ના રવાડે આપણે ચઢી ગયા છીએ જીવન નો અને દિવસ રાત નો મોટાભાગ નો સમય આપણે એમાં  વ્યતીત કરી રહ્યાં છીએ...

પાઇની પેદાશ નહી ને, ઘડીની નવરાશ  નહી....

દરેક નવિન ટેકનોલોજી આપણી સુખાકારી માટે જ શોધાયેલ હોય છે અને આ અનુભવ જન્ય સ્વિકારાયેલ તથ્ય છે એને નકારી શકાય  એમ નથી.

સાથે સાથે એક અન્ય શાશ્વત સત્ય એ  પણ  છે કે કોઇપણ ક્ષેત્રે કોઇપણ પદાર્થ કે પ્રવૃતિ નો અતિરેક  હાનિકર્તા જ હોય છે. એના અનિચ્છનીય દુષ્પરિણામ અવશ્ય  સહન કરવા જ પડે છે.

આજે  વ્યક્તિગત રીતે બધાજ અંતરમનથી   સ્વિકાર્ય કરે જ છે કે,  સ્માર્ટફોન, ફે.બુ. અને વૉ.એ. નો અતિરેક થવાથી,  રોજીંદી જીવનચર્યા માં નિયમિતપણે રોજે રોજ ઓછાવત્તા અંશે અનિચ્છનીય દુષ્પરિણામ સહન કરવા પડે છે.
જાહેર માં अहं ના કારણે આ તથ્ય સ્વિકાર્ય ના થાય એ  જુદી બાબત છે.

2010 પહેલાં સ્માર્ટફોન ફે.બુ. અને વૉ.એ. નું ચલણ આટલું નહોતું ત્યારે આપણે આપણા ફાજલ સમય નો ઉપયોગ  કેવી કેવી પ્રવૃતિઓમાં કરતાં હતાં ?

કેટલાક મિત્રોએ જણાવ્યું કે ઓટલા-પરિષદ કરીને  ચોવટ ચર્ચાઓ કરતાં..

જો કે એ આ સ્માર્ટફોન કરતાં વધુ સારી હતી,  એમાં આત્મીયતા અને પરસ્પરનો નજીકનો સંબંધ અને લાગણીઓ રહેતી. આજે લાગણી વ્યક્ત કરીએ તો ફોર્માલીટી જેવું જ સામેવાળાને લાગે છે...

કેટલાંક જુદી જુદી રમતો પણ રમતાં જેથી એલર્ટનેસ અને દાવપેચની કોઠાસુઝ વિકસતી હતી.

જે કંઇ મનોરંજન માટે થતુ અથવા કરાતું એ દિલથી અને નિખાલસતાથી થતું  ભલે પ્રમાણ માં નાનું હતુ પણ ઊડે સુધી  એની છાપ  છોડી જતું.

બાળકો જે  શેરી- રમતો,  સામુહીક રમતાં એમાં એમનું શરીરસોષ્ઠવ એમની જાણ બહાર જ જળવાઇ જતું અને  સમુહમાં જે  એકબીજા પ્રત્યે જે જે સારી કે કહેવાતી ખરાબ લાગણીઓ કે પ્રવૃતિ થતી એ સીધી મન સુધી છાપ છોડી જતી અને  જીવન ના પાઠ શીખવતી...

આજે બાળકો સ્માર્ટફોન ફે.બુ. અને વૉ.એ. ના રવાડે ચઢી એકાકી બન્યા છે એને સ્વકેન્દ્રી થયા છે એવું તો ના કહી શકાય પણ બહુમુખી પણ થતાં નથી. સંકોચાઇ ગયા છે. આ સ્થિતિ એમનાં મન  અને મગજ ની તર્ક અને કલ્પનાશક્તિ ને અસ્થિર બનાવી ને વિવેકબુદ્ધિ ને કુંઠીત કરી શકે છે...

સ્માર્ટફોન, ફે.બુ. અને વૉ.એ. પૂર્વે કહ્યું એમ માનવની સુખાકારી માટે જ શોધાયેલ કે નિર્માણ થયેલ વિજ્ઞાન આધારીત ટેકનોલોજી છે.
 એનો સદંતર ત્યાગ કે નાશ  હવે શક્ય નથી અને એવી કલ્પના કરવી પણ મહા મૂર્ખામી સિદ્ધ થાય છે...

સ્માર્ટફોન, ફે.બુ. અને વૉ.એ. દ્વારા આપણે જે પણ આજીવીકા ના ક્ષેત્ર માં હોઇએ અથવા બાળકો પોતાના અભ્યાસ અર્થે તથા  ગૃહિણીઓ પોતાના વિશિષ્ઠ શોખ કે જેમાં નવિન વાનગીઓ બનાવવી, વિવિધ ક્રિએટીવ પ્રવૃતિઓ કરવી....
વિગેરે  વિશેની  પુરક માહિતી મેળવી શકે છે અને જીજ્ઞાસાઓ સંતોષી શકે છે  સાથે સાથે પોતાની પ્રવૃતીઓની સફળતાનું શેરીંગ કરીને શ્રી સાથે ધન પણ મેળવી શકે છે...

જો કે હાલ તો સ્માર્ટફોન પર થતી
શેરીંગ પ્રવૃતી માં વિવેકવિહીન, હાસ્યાસ્પદ  અનુકરણ જ ચાલે છે  એમાં ઉપયોગી થાય એવો ટ્રેન્ડ આવવો જોઇએ.

ફે.બુ અને વૉ.એ. માં આપણ ને જે ક્લોઝ જાણતા હોય એવાં મિત્રો ને જ ઉમેરીએ તથા આપણી પ્રવૃતિઓમાં સહાય રૂપ થાય તથા આપણને શ્રી સાથે ધન નો પણ લાભ કરાવે.... માત્ર  વાહ વાહ કરે એવાં નહી ... એવી વ્યક્તિઓને જ ઉમેરવા...

 ફ્રેન્ડલીસ્ટ 5000 નું ફે.બુ માં હોય અને વૉ.એ પર 256 ના 10 ગ્રુપ હોય પણ સાંજ પડે,  ના એકેય પ્રકાર ની ઉપયોગી થાય એવી નવિન જાણકારી મળે કે ના શ્રી કે ધન નો એક આનીનો પણ લાભ થાય તો એ શું કામ નું ?

ઘણીવાર તો લાઇક👍 પણ મળતાં નથી હોતાં...

સ્માર્ટફોન માં ઇન્ટરનેટ સર્ફિંગ નો ઉપયોગ મનોરંજન ઉપરાંત  આપણા વ્યવસાયને લાગુ પડતી માહિતીઓ મેળવવા કરવો જોઇએ..
ગેમ્સ રમવાથી વ્યસનોની જેમ લાંબાગાળે  દુષ્પરિણામ જ સહન કરવાના રહે છે...

 મોબાઇલ માં ઇન્ટરનેટ સર્ફિંગ કે ફે.બુ. તથા વૉ.એ. માં ડોકિયાં કરવાનો... વપરાશ નો સમયગાળો નિશ્ચિત કરી રાખવો  માનસિક ઉપરાંત શારીરિક સ્વાસ્થય જાળવણી હેતું  જરૂરી છે.

ખીચડો

મિત્રો,
 આજે 14 જાન્યુઆરીએ  ઉતરાયણનો તહેવાર  ઉજવાશે ,  પરંપરાગત  રીતે  ઉત્તરાયણ નિમિત્તે ગુજરાત ના લગભગ દરેક ઘરમાં સાત ધાન્ય ભેળવીને ખીચડો બનાવવામાં આવતો હતો. ...

પણ,   આજે જલેબી  ફાફડા  કે ઉંધીયાનુ ચલણ વધી ગયુ છે, પહેલા ગોળ-તલ  ની ચીકી કે લાડુ  ઘરે બનાવાતા  અત્યારે  વેરાયટીના નામે હલકી ગુણવત્તાની ઘણી બધી જાતની ચીકી  બજારમાંથી તૈયાર  લવાય  છે. 
એમ ઉતરાયણનો ખીચડો  પણ ઘણી અલગ-અલગ ધાન્ય-કઠોળ તથા તીખો કે  મીઠો  બનાવવામાં આવે છે ..

     એ બધામાં પ્રાચીન અને પરંપરાગત તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ  લાભદાયી સાત ધાન્યનો,  અહીં તીખો ખીચડો બનાવાની રીત વર્ણવી  છે .

કારણ કે, આખો દિવસ ધાબા ઉપર પતંગ ઉડાડીને અને ઠંડો પવન ખાઈને ગળું પકડાઈ ગયું હોય તો ગરમ ગરમ અને તીખો ખીચડો ખાઈને બીજા દિવસે ફરી
’એ કાપ્યો છે… ’ની બૂમો પાડવા તૈયાર થઈ જવાય…

Real Traditional KHICHDO

સામગ્રી :-
૧ કપ  જુવાર
૧/૪    કપ ઘઉં
૧/૪    કપ દેશી ચણા
૧/૨     કપ ચોખા
૧   ચમચી મગ
૧   ચમચી મઠ
૨   ચમચી  લીલીતુવેર ના દાણા 
૧ કપ  ડુંગળી ઝીણી  સમારેલી
૧/૨    કપ લીલુ લસણ ઝીણું સમારેલુ
૮ – ૧૦ લીલા મરચા ઝીણાં સમારેલા
૧/૨    કપ કોથમીર સમારેલી
મીઠું સ્વાદ પ્રમાણે
તલનું તેલ

૧/૨  ચમચી  હિંગ

ખાસ નોંધ : જો ચોખાને બદલે કમોદ, બંટી, કોદરી, ચેણો, મોરૈયો આ પણ ચોખાની જ જાતો છે   એમાંથી કોઇ  એક મળી જાય તો બેસ્ટ રહેશે મોરૈયા સિવાયના કમોદ, બંટી, કોદરી, ચેણો  વિગેરેને પણ છડવા  એટલે કે ફોતરા દૂર કરવા પડશે,  જો તેનાં તાંદળા  તૈયાર  મળે તો છડવા ની ઝંઝટ નહી રહે.  કમોદ, બંટી વિગેરે એક પ્રકારની  ચોખાની જાત જ છે,  જે ડાયાબીટીસ  તથા કોલેસ્ટેરોલના દર્દીને બ્રાઉનરાઇસ  કરતા પણ વધુ હિતકારી છે.

રીત:-
જુવાર, ઘઉં, ચણાને હુંફાળા પાણીમાં ૭ – ૮ કલાક પલાળો. મગ અને મઠ ૪ – ૫ કલાક પલાળો. પલળી જાય એટલે તેમાંથી પાણી નિતારી બધું જ ધાન્ય (ચોખા / મોરૈયા સિવાય) અને કઠોળને ભેગું ખાંડણીમાં નાખીને ફોતરા ઉખડે તે રીતે છડી નાખો. (હળવે હાથે ખાંડી લો). હવે તેને બે – ત્રણ દિવસ તડકામાં સૂકવીને એકદમ કોરો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો.
જ્યારે આ ખીચડો બનાવવો હોય ત્યારે તેને ફરી ૫ – ૬ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાં પાંચ ગણું પાણી, ચોખા/મોરૈયો , લીલી તુવેરના દાણા કે સુરતી લાલચોળ પાપડી ના દાણા તથા મીઠું ઉમેરી તપેલીમાં બાફી લો.
હવે એક પહોળા વાસણમાં તેલ, મૂકી તેમાં હિંગ નાખી ડુંગળી, લીલું લસણ, લીલા મરચાં સાંતળો, પછી તેમાં ચપટી હળદર નાખી ખીચડો વઘારી લો. સારી રીતે હલાવીને મિક્સ કરીને ગેસ બંધ કરો. ઉપર સમારેલી કોથમીર નાખી… ગરમ ગરમ ખીચડો તલના તેલ, દહીં અને લીલા મરચા સાથે ખાવાની મજા જ અનેરી છે.

"કળકળતો  ખીચડો"  શબ્દ સૌ કોઈ  એ સાંભળ્યો  હશે એ ઉતરાયણ  પહેલા સામુહિક  કે સામાજિક  શુભ કાર્ય   ના કરવા માટે  લાલબત્તી સમાન  હોય છે .
પણ ઉતરાયણના દિવસે ગરમાગરમ  ખીચડો  ખાઈને  શુભ કાર્ય  ની શરૂઆત  કરાય છે. 
જયોતીષ ની દ્રષ્ટિએ  સુર્ય  ધન રાશી  છોડી (धन+अर्क ધનાર્ક પૂરાં ) મકર રાશીમાં પ્રવેશ  કરે છે એટલે કે સૂર્યની મકરસંક્રાતી  થાય છે.. સૂર્ય હવે ઉત્તર  તરફ  આગળ વધશે .. એટલે ઉતરાયણ  જેથી   તેનો તાપ ધીમી ગતિએ  વધે છે. સમગ્ર વાતાવરણ  માં નવુ ચૈતન્ય  ફેલાઈ  જાય છે અને આ શરૂઆત  પૂર્ણ  પણે ફાગણ પૂર્ણિમા સુધી   ખીલી ઉઠે છે ..
       આયુર્વેદશાસ્ત્રમાં આ હેમંત,  શિશિરની ઋતુમાં જે ઠંડા પવનો તથા સુકાઅં વાતાવરણ થી વાયુને પ્રકોપિત કરે છે આથી (શિયાળામાં) ગુરૂ પણ પૌષ્ટિક અને સ્નિગ્ધ ગુણવાળો ખોરાક લેવાની સલાહ આપવામાં આવી છે.  એ પ્રમાણે આ ખીચડામાં સાત પ્રકારનાં ધાન્ય વપરાય છે . જે કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનથી ભરપૂર છે. જરૂરી  તમામ  પોષક તત્વો થી પૂર્ણ  આ સાત ધાનનો ખીચડો   ડાયાબીટીસ  અને હાયપર ટેન્શન તથા હૃદયરોગી  પણ સમ્યક માત્રા માં ખાઇ શકે પણ દિવસે. ...
પછી થોડી પતંગ ચગાવવાની  કસરત પણ કરવી જરૂરી છે.  આ સિઝન માં કેલ્શિયમના સ્રોત રૂપ તલનું તેલ શરીરને શક્તિ આપે છે તથા શીત વાતાવરણ  ને લઈ ને પ્રકુપીત  થતા વાતદોષ નુ પણ શમન કરે છે.

આ ખીચડો  આયુર્વેદીય  દ્રષ્ટિએ  વાત દોષનું શમન કરે છે  તથા કફને સ્ત્રોતસ માંથી ઉત્કલેષ કરી કોષ્ઠ માં લાવે છે. જેથી સ્વસ્થવૃતના નિયમ પ્રમાણે  વસંતની શરૂઆતમાં કફદોષ  ને બહાર  કાઢવા પંચકર્મ પૈકી વમનકર્મ કરાય છે એ જ રીતે  આ પ્રકાર નો  ખીચડો  ખાવાથી કંઈક અંશે  મીની પંચકર્મ જેવો પણ  લાભ મળી શકે  છે .

वास्तु के वैज्ञानिक तथ्य

वास्तु के सिद्धान्त सूर्यकी किरणों और पृथ्वी पर बहने वाली चुम्बकीय तरंगों पर आधारित है। वास्तु के क्षेत्र में न तो आज और न ही भविष्य में ऐसे किसी भी सिद्धान्त के प्रतिपादन की आवश्यकता होगी ।

वास्तु के बारे मे  कुछ सामान्य प्रश्न...

प्रश्न01--- पृथ्वी अपनी धूरी पर घूमती हुई सूर्य की परिक्रमा करती है। अर्थात् पृथ्वी स्थिर नहीं है। ऐसे में वास्तु की प्रासंगिकता क्या है?

उत्तर:---- यह सही है कि पृथ्वी अपनी धूरी पर घूमती हुई सूर्य की परिक्रमा करती है, साथ ही हमारा पूरा सौरमंडल भी आकाशगंगा में अनंत की ओर तेजी से दौड़ रहा है। रेलगाड़ी के कई डिब्बे पटरी पर एक साथ दौड़ते हैं तथा डिब्बों के गतिशील होने पर भी अंदर रखा सामान स्थिर रहता है। गति अचानक कम या ज्यादा होने पर ही सामान में अस्थिरता पैदा होती है जिससे हमारा सामान इधर-उधर बिखर जाता है। इसी प्रकार पृथ्वी अपनी धुरी पर प्रारंभ से ही एक निश्चित गति के साथ ही घूम रही है जिस कारण सभी स्थूल चीजें अपनी जगह स्थिर हैं। वास्तुशास्त्र का मूल आधार विश्वव्यापी पंचतत्त्व पृथ्वी, जल, अग्नि, वायु और आकाश है। इन्हीं पाँच तत्त्वों के अनुरूप घर को बनाना, सजाना, संवारना ही वास्तु कहलाता है।

प्रश्न02----किसी भी प्लाट पर वास्तु का प्रभाव कब और कैसे पड़ता है?

उत्तर:---- उदाहरण के लिए जब जमीन के बड़े भाग पर कोई कोलोनाईजर कॉलोनी काटता है तो पहले वह कागजों पर ही कॉलोनी का प्लान तैयार कर कॉलोनी को लाँच करता है और प्लाट के खरीदारों को कॉलोनी का प्लान दिखा कर प्लॉट्स की बुकिंग करता है, जिसमें यूजर के अलावा कई निवेशक भी शुरू में ही खरीदकर रीसेल के लिए प्लॉट्स की बुकिंग करते है। इस समय तक कॉलोनी में कोई भी निर्माण कार्य नहीं हुआ होता केवल कागजों पर ही कॉलोनी कटी होती है। इसलिए वहाँ केवल खाली जमीन ही होती है। तब तक केवल जमीन की ऊँचाई नीचाई का वास्तु प्रभाव कॉलोनी के भूखण्ड पर पड़ता है। यदि कॉलोनी की जमीन का ढलान उत्तर या पूर्व दिशा की ओर हो तो काॅलोनाइजर उस कॉलोनी के प्लॉट्स को अच्छी कीमत पर बुक कर पाता है और यदि दक्षिण या पश्चिम दिशा की ओर हो तो उसे अच्छी कीमत नहीं मिलती और यही स्थिति निवेशकों के साथ भी बनती है।
इसके बाद जब कोलोनाईजर द्वारा कॉलोनी के चारों ओर कम्पाऊण्ड वाल बना दी जाती है तब कॉलोनी पर कम्पाऊण्ड वाल के घटाव व बढ़ाव का वास्तु प्रभाव भी उस कॉलोनी पर पड़ने लगता है। इस स्थिति में भी कॉलोनी के अंदर कटे छोटे-छोटे भूखण्डों अर्थात् प्लाट पर वास्तु का कोई अलग से विशेष प्रभाव नहीं पड़ता, किंतु जैसे ही कॉलोनी में सड़कों का निर्माण होता है वैसे ही प्रत्येक प्लाट के आकार, प्लाट पर होने वाले मार्ग प्रहार, टी जंक्शन, विथिशुला, डेड एंड इत्यादि स्थितियों का आंशिक प्रभाव प्लॉट्स पर पड़ने लगता है और जब प्लाट पर कम्पाऊण्ड वाल बनती है या प्लाट के आसपास दूसरों के निर्माण कार्य होने के कारण जब प्लाट का एक निश्चित आकार दिखाई देने लगता है तब वह एक पूर्ण वास्तु बन जाता है और उस प्लाट पर तथा उस पर बनने वाले भवन पर वास्तु के सभी सिद्धांत पूर्णतः लागू हो जाते है।

प्रश्न03---- पिछले कुछ दशकों से हो रहे भवन निर्माण में आ रहे बदलावों को दृष्टिगत रखते हुए क्या वास्तु के क्षेत्र में नये सिद्धान्तों का प्रतिपादन आवश्यक है?

उत्तर:----बिल्कुल नहीं! वास्तु के सिद्धान्त सूर्य की किरणों और पृथ्वी पर बहने वाली चुम्बकीय तरंगों पर आधारित है। वास्तु के क्षेत्र में न तो आज और न ही भविष्य में ऐसे किसी भी सिद्धान्त के प्रतिपादन की आवश्यकता होगी जैसे आज हमारे खाना-पान में भी बहुत अन्तर आ गया है, मिलावट भी बढ़ गई है, शारीरिक श्रम कम हो गया है। इस कारण नित्य नई बीमारियाँ देखने में आ रही है और उनके निदान के लिए उपाए ढूँढे जा रहे है। यदि आज भी किसी व्यक्ति का खान-पान ठीक हो, शारीरिक श्रम या व्यायाम करता हो तो उसे स्वास्थ्य सम्बन्धी कोई विशेष समस्या नहीं आती क्योंकि जब से मनुष्य पैदा हुआ है उसकी संचरना में प्रकृति ने किसी प्रकार का परिवर्तन नहीं किया है। इसी प्रकार वास्तु सिद्धान्त भी कभी नहीं परिवर्तित होगें। आजकल भवन की बनावट इनके अनुकुल न होने के कारण लोगों के जीवन में तनाव, रोग, कलह इत्यादि आमतौर पर देखने को मिल रहे है। ऐसे में सुखद-सरल एवं समृद्धिशाली जीवन के लिए केवल वास्तु सिद्धान्तों का पालन करते हुए भवन को निर्मित करना ही एकमात्र सही तरीका है न की पहले वास्तु सिद्धान्तों के विपरीत निर्माण कर फिर इनके निराकरण के लिए वास्तु के क्षेत्र में नए सिद्धान्तों का प्रतिपादन करना, जिस तरह काल गणना में भारतीय ऋषि-मुनियों द्वार की गई गणनाएँ आज विज्ञान पूरी तरह स्वीकार करता है, उसी प्रकार वास्तु के सिद्धान्त भी वैज्ञानिक होकर एकदम सही है। बेहतर होगा कि हम नई खोज के नाम पर लोगों में भ्रम पैदा ना करें।

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...