ટયુશન કલાસીસ ધો.દસ કે ધો. બાર ના હોય કે,
GPSC નૌકરી ની ભરતી ના હોય કે,
કોઇ પોસ્ટ-ગ્રેજ્યુએશન ની એન્ટ્રસ પરીક્ષા માં પાસ કરવાના હોય,
બધા માં આ કલાસીસવાળા...
...આશાવાદી - મૃગતૃષ્ણા ધરાવતા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓના સમય અને ધન ને મહંદઅંશે ચુસી લે છે.
જે વિદ્યાર્થી મિત્રો આવી પરીક્ષાઓ માં ઝળહળતી સફળતા મેળવે છે ; એ એમની પોતાની મહેનત- આવડત (સ્કિલ) અને નિયતી (પ્રારબ્ધ) ને આભારી હોય છે...
અને જશ આ કલાસીસવાળાઓ ખાટી જાય છે...
જો આ કલાસીસવાળા ઓના પ્રતાપે જ એ અમુક વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી જ હોય તો બાકી ના એજ બેચ ના અન્ય વિદ્યાર્થીઓ એવી સફળતા થી વંચીત કેમ રહી જાય છે...?
કલાસીસવાળાઓ તો એ સફળ ના થનારા વિદ્યાર્થીઓ પાસેથી પણ એટલું જ ધન અને સમય લેતાં હોય છે ને...
ટયુશન શબ્દ Tutelage પર થી આવે છે જેનો અર્થ The act of guarding or protecting; Help;Advice; Teaching about How to do Something...
અને એ જે શીખવે એને Tutor કહે છે એટલે કે A person who Provides TUTELAGE...
આપણી સંસ્કૃતિ મુજબ તો શ્રી કૃષ્ણ જેવાં સારથી... Tutor ની અંગ્રેજી પરિભાષા માં બરાબર ફીટ બેસે છે.
પણ કલાસીસ વાળાઓ સારથી ને બદલે ધન ના સ્વ-અર્થી હોય છે.
Class શબ્દ પણ નિશ્ચિત Type કે Quality નો સમુહ દર્શાવવા વપરાય છે...
ટયુટોરીઅલ કલાસીસ ની પ્રથા કેમ્બ્રીજ અને ઑક્ષફર્ડ યુનિવર્સિટી માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પહેલ વહેલી અમલ માં આવી હતી...
જે કોઇ વિદ્યાર્થીઓને એક ખાસ વિષય માં વિશેષ ઉદાહરણ દ્વારા સમજવા ની આવશ્યકતા રહેતી હોય એમની માટે આ પ્રથા શરૂ કરાયેલ હતી... શરૂઆત માં તો વધુ માં વધુ 6 જેટલાં એકસમાન ઉણપ વાળા વિદ્યાર્થીઓનો સમાવેશ એક ટયુટોરીઅલ કલાસ માં કરવા માં આવતો પછી 12 અને વધુ માં વધુ 18... ઑસ્ટ્રેલિયા જેવાં દેશો માં પણ વધુ માં વધુ 30 વિદ્યાર્થીઓ ના સમુહ ને એક ટયુટોરીઅલ કલાસ માં સમાવેશ કરવાની પ્રથા છે...
આ પ્રથા પાછળ નો ઉદેશ્ય તો એ જ હતો કે સ્કૂલ-કૉલેજ માં જે બધા ને ભણાવાય છે એ આ વિદ્યાર્થીઓ ને સમજાવવા માટે વિશેષ કાળજી,ધ્યાન અને ઉદાહરણો ની જરૂરીયાત રહે છે
અને કલાસીસ ની સંખ્યા મર્યાદિત રાખવા નો ઉદેશ્ય પણ એ ઉણપવાળા બધા જ વિદ્યાર્થીઓ માટે એ વિષય માં 100% પરીણામ મેળવવા નો છે...
જે વિદ્યાર્થીઓને જે વિષયો નથી સમજાતા એને ઉદાહરણ થી જે સમજાવી શકે એવાં કર્માભ્યાસુ તથા નિરંતર શાસ્ત્રાભ્યાસુ ગુરૂ ની જરૂરીયાત રહે છે અને એવા વ્યક્તિ ને વિદ્યાર્થી જાતે જ શોધી શકે છે...
કોમર્શિયલ એડવર્ટાઈઝીંગ ના માધ્યમ થી તો માત્ર ભ્રામક પ્રચાર કરી શકાય છે
આમાં એ વિદ્યાર્થીઓના વાલીઓ એ પણ મૃગતૃષ્ણા અને અન્ય સાથે સરખામણી કરી ને ઉચ્ચ આકાંક્ષાઓ સેવવાનું છોડી ને પોતાના બાળક તથા કલાસીસ ના તથ્યો અને સામર્થય ને સમજવા પોતાની વિવેકબુદ્ધિ નો ઉપયોગ કરવો અતિ આવશ્યક છે...
ગુરૂદક્ષિણા...
દક્ષ એટલે ચતુર ; પ્રતિઉત્પન્નબુદ્ધિ-પ્રતિભા ઉપરાંત સિદ્ધહસ્ત ધરાવતી વ્યક્તિ...
દક્ષિણા એ દાન સાથે જોડાયેલ શબ્દ છે...
આ દેશ ની સંસ્કૃતિ એ ઘણાં ઊંચા મુલ્ય ના શબ્દો આપ્યા છે જેમાંનો એક દક્ષિણા છે...
જે વ્યક્તિ, આપણા આપેલ દાન નો સ્વિકાર કરે છે..
એનો આપણે ધન્યવાદ માનીએ છીએ...
અને એના પ્રત્યે અંતર થી અનુગૃહિત થતાં સજળ નેત્રે આભાર માનતાં દાન ઉપરાંત જે વિશેષ ઉપહાર આપીએ છીએ એ દક્ષિણા છે...
દાક્ષિણ્ય ભાવ એ એક વિનમ્રતા સાથે ની શિઘ્રતા થી કાર્ય કરવાની દર્શાવતી ઉદરતા નો ભાવ છે...
દાક્ષિણ્ય ભાવ ઉત્પન્ન થાય તો દક્ષિણા અપાઇ જાય છે...
આજે દક્ષિણા પરાણે માંગવા માં આવે છે...
યાચકવૃતિ એ ઓછાપણા સાથે નિર્માલ્યતા નું સુચક છે...
માંગવું એ મરવા જેવું છે...
આપણે ત્યાં ટયુશન શબ્દ દ્રરીદ્રતા નો સુચક છે જેની આજીવીકા જીવનનિર્વાહ અર્થે પુરી ના મળતી હોય એને ટયુશન કરાવવા પડે છે અને જે વિદ્યાર્થી ને બુદ્ધિપ્રતિભા સમજણ ની ગરીબાઇ હોય એને ટયુશન લેવા પડે છે...
વિદ્યા ના તો દાન જ હોય છે અને ગુરૂ ને દક્ષિણા માંગવી જ ન પડે કેમકે એને ભણાવેલ વિદ્યા થી
કાર્યસિદ્ધિ એવી થવી જોઇએ કે સામેવાળા વ્યક્તિ માં પાત્રતા ના હોય તો પણ દાક્ષિણ્ય ભાવ ઉત્પન્ન થઇ જાય અને ગુરૂ ને દક્ષિણા માં માત્ર ધન જ નહી , શ્રી ની પણ પ્રાપ્તિ થાય...
આપણે ત્યાં વિદ્યાર્થી જયારે ગુરૂકુલ માંથી જેતે વિદ્યાશાસ્ત્ર માં પારંગત થતો ત્યારે ગુરૂ ને દક્ષિણા આપવા માં આવતી...
જો કે પુરાણ કાલીન સાહિત્ય માં કેટલાક શબ્દો ના અનર્થ ની સાથે આ " ગુરૂદક્ષિણા માંગવી " શબ્દ પણ ભેળવાઇ ગયો છે...
એકલવ્ય પાસે ગુરૂ દ્રોણ દક્ષિણા માંગે છે...
જે સાંસ્કૃતિક મુલ્ય વિરૂદ્ધ નું કૃત્ય છે
પણ એની પાછળ શિષ્ય અર્જુન પ્રત્યે નો ગુરૂ નો વાત્સલ્યભાવ રહેલ છે .. શિષ્ય ની સફળતા માં અડચણ ના આવે એની પ્રસિદ્ધિ ઝંખવાઇ ના એના માટે ગુરૂ દ્રોણ દક્ષિણા માંગવા નું અધમ કૃત્ય પણ કરી લે છે...
વ્યહવારીક તર્કબુદ્ધિ ને લઇ ને
કહેવાય છે ને કે પ્રેમ માં બધુ જાયજ છે , અહિંયા પણ ગુરૂદ્રોણ નો અર્જુન પ્રત્યે નો શિષ્યપ્રેમ છે...
પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓને વિદ્યાશાસ્ત્રો નું દાન મળે
અને કર્મઠ ગુરૂઓને પોતાના જીવનયાપન માટે દ્રારીદ્રય ભાવ થી દક્ષિણા રૂપે ધન ની યાચના કરવી ના પડે ...
પરંતુ દાક્ષિણ્યભાવ થી અપાતી દક્ષિણા રૂપે શ્રી ની પ્રાપ્તિ થઇ જાય એ જ શુભેચ્છા પ્રાર્થના સાથે...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો