વિશ્વ ના જુદાં જુદાં દેશ માં નેશનલ ડૉકટર ડે
જુદી જુદી તારીખે ઉજવાય છે.
સો પ્રથમ જયોર્જીયા માં 30/3/1933 ના રોજ ડૉક્ટર ડે ઉજવવામાં આવેલ...
U.S માં 30 માર્ચે આ દિવસ ની ઊજવણી કરાય છે.
પશ્ચિમબંગાળના બીજા મુખ્યમંત્રી
Dr Bidhan Chandra Roy કે જેઓ
July 1, 1882 જન્મેલ અને યુગાનુયોગ એમની મૃત્યુ દિનાંક પણ 1962 ની પહેલી જુલાઇ હતી.
એમને 4/2/1961 માં ભારતરત્નથી નવાજ્યા હતાં.
એમના સન્માનમાં ભારત સરકારે સને 1991માં દર વર્ષે પહેલી જુલાઇ એ નેશનલ ડૉકટર ડે જાહેર કરેલ.
Latin શબ્દ doceō , જે teach ના અર્થમાં વપરાય છે.
એ પરથી doctour એટલે કે, to teach - શિખવું અથવા સુચન આપવામાં વપરાતા, instruct જેવો અર્થ બતાવનાર શબ્દ છે. કાળક્રમે દુનિયાની મોટાભાગની ભાષામાં Doctor તરીકે જાણીતો થયેલ આ શબ્દ છે .
Definition of word DOCTOR:
A person with a medical degree whose job is to treat people who are ill or hurt...
મધ્યએશિયામાં દવા માટે વપરાતા તબ્બ શબ્દ પર થી તબીબ...અને અરબસ્તાન માં ચતુર કે दक्ष ના અર્થ માં વપરાતા હક્મ અરબી શબ્દ પરથી હકીમ...
જુની ફ્રેન્ચભાષામાં ચિકિત્સક ને ફિઝીશીયન કહેવાતું,
નવી ફ્રેન્ચભાષામાં médecin... Latin શબ્દ medicus, એ medicō પરથી આવે છે,
જેનો અર્થ cure, heal થાય છે..
આયુર્વેદ સંહિતાઓમાં શરૂઆતમાં भिषक् શબ્દ છે, જેનો
અર્થ बिभेति रोगो यस्मात् इति । જેનાથી રોગો ડરે છે.
સંહિતાકાળ બાદ वैध શબ્દ આવેલ છે, જેનો અર્થ
विधिना बोधितः એટલે કે રોગ કેવી રીતે થયો અને હવે કેવી રીતે મટશે અથવા શું ઉપદ્રવ થશે એનો જેને બોધ એટલે કે પહેલેથી જ જાણકારી છે એ વૈદ્ય.
અને છેલ્લે...
ઉપચારના અર્થમાં વપરાતા શબ્દ ચિકિત્સા પરથી
ચિકિત્સક શબ્દ આવે છે.
Doctor ગમે તે Pathy નો હોય પણ દર્દી અને દરદીના સગાઓ માટે દર્દ વિષયક અભય આપનાર તથા રહેનાર અને સ્પષ્ટવક્તા હોવો જોઇએ.
અને આ વૃત્તિ જો દરેક ડૉકટરમાં ઉદ્ભવે તો જ રોગી અને ચિકિત્સક, બંન્નેના માટે શ્રી અને શ્રેયકર છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો