બુધવાર, 19 જૂન, 2019

અસ્તિત્વની દોડ

અસ્તિત્વ ની દોડ ...
.... રોજેરોજ નવી આવતી ટેકનોલોજી, 
એની ઉપયોગ  કરવામાં થોડા વખત પછી થતી સરળતા તથા  "સરવાળે સસ્તું પડે છે" એવો ખ્યાલ આવતાં જેટગતિએ સામાન્ય પ્રજા હોંશે હોંશે અપનાવી રહી છે.

પરિવર્તનની આ આંધીમાં,  જે જડ હોય છે, અને  અક્કડ રહે છે એ  તુટીને ફંગોળાઇ જાય છે એનું અસ્તિત્વ સમૂળગું નાશ પામે છે.
ભલે, તરણાં હોય પણ સમય સાથે આવી આંધીમાં  ફલેક્સીબલ થઇ જાય છે એટલે એ ટકી જાય છે...

આમ તો આ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનું જ એક તથ્ય છે...

પહેલાં ખેપીયા સંદેશા લઇ જતાં હતાં..
પછી તાર - ટપાલસેવા આવી,
હજુ 2000 સુધી તો એ ઘણી મહત્વની હતી પણ છેલ્લા 10 વર્ષ માં  હિનસત્વ થયેલ છે...
STD કૉલમાં ફાયદાની લાહ્ય માં કલાકો,
રાતે 10 પછી ટેલીફોનની લાઇનમાં હજુ 2002 સુધી ઊભા રહેવું  પડતું, 
પછી મોબાઇલ અને એમાં અંબાણીનું jio એ તો બધાના પત્તા જ કાપી નવરા કરી દીધા..

સાંજ પડે ફાનસ ના કાચનાં ગોળા સાફ કરવાં કે,
સીંગલ ફેઝ માંથી  થ્રી ફીઝ...  ફુલ લાઇટ આવે એ વખતે વીજળીના બલ્બ બદલાવવાની પ્રવૃતિઓ... 
હજુ 2003 સુધી  દરેક ગામડે ગામડે થતી  હતી, 
પછી CFL અને હવે LED, વીજ વપરાશમાં  100W ના બલ્બ માંથી  10 W માં આવી ગયાં...

જીવનજરૂરી દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનની આ નવી શોધો એ વ્યક્તિને શાંતી, સુખાકારી અને સમૃદ્ધિ આપી છે...

એક કે બે રૂપિયાની  નોટ કયારે અદ્દશ્ય થઇ !!
2000  અને 200 નું નવું ચલણ પર્સ-પોકેટમાં આવી ગયું...

એક સમય ની  કૉડાક, ફોટો પ્રિન્ટ પેપર અને ફોટો રોલનું વેચાણ કરતી  દુનિયાની દિગ્ગજ કંપની એ છેલ્લા વર્ષોમાં ડિજીટલ ક્રાંતિ ના કારણે  દેવાળું  કાઢવું  પડ્યું છે.

સમૃદ્ધિનો સમય કયારેય...
એક ક્ષેત્રે...
એક જ વ્યક્તિ કે પેઢી  માટે,
એક સમાન રહ્યો નથી  અને
રહેશે પણ નહી...

પરીવર્તન,
જીવન ના દરેક ક્ષેત્રમાં નિરંતર ચાલ્યા જ કરે છે...
એ સમયકાળ કે પ્રકૃતિ નો શાશ્વત નિયમ છે...
એની સાથે  આપણું અસ્તિત્વ ટકાવી રાખવા સમયની સાથે આપણે પરિવર્તિત થવું જરૂરી છે...
પુરાણું ગમે એટલું જાજરમાન અને આપણે એનાથી લાગણીથી બંધાયેલા હોઇએ...
તો પણ 
એને છોડીને  વિવેકબુદ્ધિથી નિર્ણય કરી ખપ લાગે એવું નવિનને અપનાવવું જ પડે છે...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...