બુધવાર, 19 જૂન, 2019

કમળ પોયણાં

ક કમલ નો ક...

ચરકસંહિતા સૂત્રસ્થાન અધ્યાય 4  માં मूत्रविरंजनीय महाकषाय  માં દશ દ્રવ્યો ની યાદી પૈકી સાત જાત ના કમલ બતાવ્યા છે...

આયુર્વેદિક ની દ્રષ્ટિકોણ ને ધ્યાન માં લઇ આધુનીક વનસ્પતિ વિવેચન કરનારાં મહાનુભાવો  એ એ આ સાતેય પ્રજાતી ના લેટીન નામ ની છણાવટ કરી નથી...

અને આધુનિકો એ કમળ એટલે કે Water Lily નો કુદરતી વર્ગ  Nymphaeceae ફેમીલી માં  કુલ 49 જેટલી પ્રજાતી નું વર્ણન કરેલ છે.
એટલે ચરક ના એક ની સામે સાત...
આ 49  માંથી ચરકે વર્ણવેલ  7 પ્રજાતી  શોધવી કેવી રીતે...?
સંસ્કૃત શબ્દ નો મૂળ 
અર્થ શોધી ને નિર્ણય કરવો જરૂરી બને ...
1.. पद्मक
પદ્મ એટલે મુખ્ય પાયા રૂપ...

કમલ ની દરેક પ્રજાતી માં પત્ર, પુષ્પ, ફળ, બીજ, નાલ, ની દ્રષ્ટિએ  બધા થી બધા માં મોટું  કે વિશાળ...
આ કમળ સુર્યોદય થતાં ખીલે છે સૂર્યાસ્ત થતાં પુનઃ પાંખડીઓ બીડાઇ જાય છે વળી પાણી માં થોડું અંદર પણ ઉતરી જાય છે...  ગુલાબી એક માત્ર રંગ ધારણ કરે છે... આને જ अरविंद કહે છે
આના ફળ ને કાપતાં  અંદર ના ચક્રકારે ગોઠવાયેલા દરેક  ખાના માં એક એક કાળાં કે લીલા બીજ હોય છે જેને ગુજરાતી માં કમળકાકડી  કહે છે...
એકચ્યુલી  કાકડી એના પોલા   મૂળ ને કહેવી જોઇએ એ પણ ખાદ્ય તરીકે વપરાય છે...
કમળકાકડી  ની સેકી ને ધાણી બનાવાય છે એને मखना કહે છે જોકે આજે અન્ય લીલી ની પ્રજાતી ના બી માંથી નિર્માણ  કરાય છે..

ગુજરાતી માં કમળ એટલે  જે  સવારે સુર્યોદય સાથે ખીલે છે.. તથા પોયણાં એટલે જે રાતે ચંદ્રોદય સાથે ખીલે છે..

આયુર્વેદ શાસ્ત્ર માં કમળ અને પોયણાં બંન્ને ને સંયુક્ત રીતે દર્શાવવા उत्पलादि  શબ્દ વાપરેલ છે...

2..उत्पल
જે કમળ અથવા પોયણું 
પુર્ણ  ખીલેલું પણ નથી અને પૂર્ણ કળી પણ નથી  એવું ખીલતું દરેક કમળ અથવા પોયણાં ની પાંખડીઓ માંસલ પરીપકવ નથી હોતી એટલે એને ઉત્પલ કહે છે...
આમ આ પ્રજાતી નહી પણ કમળ કે પોયણાં  ની ખીલવા નો અવસ્થા નો ભેદ છે...
ચરક માં નિલોત્પલ  પણ આવે છે...

3..नलिन
અનલ એટલે અગ્નિ  અને નલ એટલે  શિતલતા  અથવા જળ ..
જે જાંબલી કે આસમાની રંગ ના
સફેદ ઝાંય પોયણાં કે કમળ ને નલીન કહેવાય છે ...

4.. कुमुद
આ આછા ગુલાબી રંગ નું પોયણું  જેને જોતાં કોને આનંદ ના આવે ?.. એવા અર્થદર્શક નામ પરથી એને કુમુદ  કહેવાય છે... આના ફળ દોઢ બે ઇંચ વ્યાસ ધરાવતાં હોય છે જેમાં બીજ નાના હોય છે તથા ફળ માં તેલ જેવી ચીકાશ  અને વાસ હોય છે આથી આના ફળ ને ઘીતેલા ગુજરાતી માં કહેવાય છે.. પદ્મ  પછી બીજું સ્થાન કુમુદ  નું છે...

5.. सौगन्धीक
આ પણ પોયણું છે પણ પીળાશ પડતાં સફેદ કે લાલ વર્ણનું અન્ય પ્રજાતી કરતાં વધુ ખુશ્બુદાર છે એના કંદ પણ ભીની સુગંધ વાળા હોય છે...
6.. पुण्डरीक
पुण्ड  એટલે તિલક  આ પોયણાં ની પ્રજાતી ના પુષ્પ  માં પાંખડીઓ
પીળાશ પડતી સફેદ,સંખ્યા માં અન્ય પ્રજાતી ના પુષ્પો કરતાં
ઓછી તેમજ पुण्ड - તીલક આકાર ની સાંકડી હોય છે એને  पुण्डरीक કહેવાયું  છે..

7.. शतपत्री
મોગરા કે ગુલાબ ની જેમ સંખ્યા માં વધુ.. રતાશ લેતી સફેદ પાંખડીઓ ધરાવતા પુષ્પ ની  આ પ્રજાતી ને શતપત્રી કહે છે 

મૂત્રવિરંજનીય કષાય માં અન્ય ત્રણ માં मधुक  એટલે કે જેઠીમધ  તથા प्रियंगु  અને  घातकीपुष्प  આવે છે...
આ મૂત્રવિરંજનીય ગણ Burning micturition
(उष्णवात ગુજરાતી માં જે અપભ્રંશ  થઇને ઊનવા શબ્દ થયો) એમાં વાપરી શકાય છે...
પેશાબ ની બળતરા નું આધુનિક દ્રષ્ટિએ કારણ પેશાબ ના માર્ગ માં થતુ ઇન્ફેકશન  અને એ ઇન્ફેકશન  નું કારણ મૂત્ર માર્ગ ની અશ્મરી...
અશ્મરી  ના કારણે रक्तयुक्त  થવાથી લાલ તથા ઇન્ફેકશન ના કારણે પેશાબ  ડહોળો Turbid  કયારેક વધુ ઘેરો પીળો આવે છે... હવે આ વિવર્ણતા  ને દૂર કરવાં ચરકે મૂત્રવિરંજનીય  ગણ લખ્યો હશે...( રંજન એટલે કલર કરવો )

उत्पलादि  એટલે કે કમળ તથા પોયણાં ની પ્રજાતીઓ પરમ પિત્તશામક  છે ખાસ કરી ને જયારે પિત્ત નો ઉષ્ણગુણ  થી પ્રકોપ થયેલ હોય અને વાત નો અનુબંધ  થયેલ હોય એવા વ્યાધિ વિકાર માં ઉપયોગી છે... ચરક ના દ્રષ્ટિકોણ  થી ન્યુરોટીક પેઇન રીલીવર  પણ છે...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...