ચોમાસાની સિઝન માં તળાવ ની પાળે કે વહેતા પાણી ના ધોરીયા ની પાસે કે શ્રાવણ માં નદીએ નહાવા જાવ તો એને કિનારે સફેદ ફુલ વાળી એક વનસ્પતિ જોવા મળે ...
એ ભાંગરો. ..
ભૃગરાજ તેલ નુ નામ તો લગભગ દરેકે સાંભળ્યુ હશે પણ ભૃગરાજ વનસ્પતિ ને કેટલાંક જ ઓળખતા હશે. .
ભૃગરાજ સંસ્કૃત નામ છે એ પરથી ભાંગરો નામ આવ્યુ અને બંગાળી લોકો આ વનસ્પતિ ને ધોળાવાળ કાળા કરવા વાપરતા એટલે કેશરંજન નામ મળ્યુ અને એ પરથી eclipta alba લેટિન માં. .
સહદેવી ના વર્ગ માં તથા કંપોઝીટી ફેમીલી આવતી આ વનસ્પતિ છે..
ઓળખ કરવા એના પાન ને આંગળી પર ચોળતાં થોડીવાર માં કાળા ભમરાં જેવો ચમકતો રંગ જોવા મળે છે. .. એ પર થી તો એને ભૃંગરાજ નામ આપ્યુ છે. ..
ભાંગરા નો સફેદ ઉપરાંત સુરજમુખી જેવા પીળાં ફુલ પણ આવે ત્રીજા પ્રકાર માં નીલા - indigo - કપડા ને ગળી કરીએ એવા રંગના ફુલ વાળો પણ ભાંગરો આવે જો કે એ દુર્લભ છે. . એને રસાયન તરીકે વર્ણવેલ છે. ...
આયુર્વેદ ના કેટલાક વિદ્વાનો ની માન્યતા છે કે હિમાલય જેવા બરફીલા વિસ્તાર માં સફેદફુલ નિલા દેખાય છે. અને એના બીજ છોડ પર જ સુકાતા કાળા થઇ જાય છે એટલે કાળો ભાંગરો કેટલાકે માની લીધો હશે. ..
ચોમાસા નાં પ્રારંભ માં ભાંગરો કેમ યાદ આવ્યો. ...
જુન નાં બીજા પખવાડિયા માં મોંઢા નાં ચાંદા/ છાલા નાં દરદી સામાન્ય રીતે વધુ જોવા મળે .. અને એનો ઇલાજ ફોલીક ની ગોળીઓ. ..
દરેક છોડનાં લીલાં પાંદડાંમાં જે લીલપ હોય છે તેને અંગ્રેજી માં કલોરોફિલ કહે છે. સુર્યનો પ્રકાશ ઝીલીને તેની અસર થી છોડનાં મૂળોએ ખેંચીને ઉપર ધકેલેલા ઉપયોગી પદાર્થમાંથી એ વનસ્પતિ ને પોષણ કરવું (photo synthesis ) એ કાર્ય આ કલોરોફીલનું છે. આ કલોરોફિલ જેવો જ ગુણધર્મવાળું તત્વ મનુષ્ય ના કાળજા = liver માં પણ છે. વૈજ્ઞાનિકોએ એ તત્વને છૂટું પાડયુ છે અને પાંદડા=foliage ઉપરથી એનું નામ. Folic acid પાડ્યું છે. લીવરની નબળાઈથી થતા anemia વગેરે રોગોમાં હિમોગ્લોબીન વધારવા માં એક મહત્વનું ઔષધ આજે ફોલીક એસિડ છે.
કલોરોફીલ પ્રમાણ ભાંગરા માં ઘણું વધારે છે. એ કારણે એના ગુણ પણ ફોલીક એસિડ જેવા જ શાસ્ત્રો માં વર્ણવ્યા છે અને અનુભવે પણ દેખાયા છે.
ભાંગરો શરીર માં દોષયુકત પિત્ત ને દૂર કરી ને પ્રાકૃત પિત્ત ઉત્પન્ન કરે છે..
મોઢા કે જીભ ના છાલા, પાંડુ , કામલા, ત્વચા ની વિવર્ણતા કે અકાળે માથા ના વાળ સફેદ થવા તથા પિતજ ખાંસી કે શ્વાસ જેવા રોગો ની ચિકિત્સા માં ભાંગરા નો તાજો સ્વરસ એકલ ઔષધીય પ્રયોગ સફળ રહ્યો છે.
Vitamin B-12 લીવરનું તત્વ છે. એટલે તેનો ઉપયોગ લીવરને સુધારવા અને એ રીતે જ્ઞાનતંતુઓનું બળ વધારવા માટે થાય છે.
ભાંગરામાં B12 છે કે નહિ તે નક્કી થયું, નથી પરંતું ભાંગરા ના ગુણ તો એના જેવા જ છે. ભાંગરો જ્ઞાનતંતુઓને પણ સચેત કરે છે. બળ આપે છે અને એ રીતે લોહીના ઘટી ગયેલા દબાણને ઠેકાણે લાવે છે. હૃદયને અને મગજને બળ આપે છે અને સ્વસ્થ કરે છે. માથાનો દુખાવો મટાડે છે. આ રીતે ભાંગરો વાતહર પણ છે.
Anemia કે પાંડુ માં લોહ = iron ની બનાવટ આપવા માં આવે છે. . આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્ર માં લોહ ને મારણ/ ભસ્મ કરી ને ઔષધ પ્રયોગ કરાવાય છે અને એ શરીર ને વધુ અનુકૂળ રહે છે. લોહ ના ચૂર્ણ ને વધુ લોહ તત્વ ધરાવતી વનસ્પતિ ના રસ સાથે ઘૂંટી ને અગ્નિપુટ આપી ને લોહ ભસ્મ તૈયાર કરાય છે. . આ વનસ્પતિ પૈકી ભાંગરો એક છે. .
ભાંગરા માં લોહ તત્વ સારૂ છે. .તથા સ્વભાવે પ્રકુપિત પિત્ત ને પ્રાકૃત કરવા નો પ્રભાવ જન્ય ગુણકર્મ ધરાવે છે એટલે ..સૂતશેખર, ગંધકરસાયન જેવી રસૌષધિ માં ભાંગરા ના રસ ની ભાવના પ્રમુખ પણે અપાય છે. .
પ્રાકૃત પિત્ત નુ એક કર્મ રંજન એટલે કે રંગ આપવાનુ છે. . અને પિત્તદોષ યુક્ત થતાં પાડું કામલા શ્વિત્ર કૃષ્ઠ વલીત પલીત જેવા વ્યાધિ થાય છે જેમાં ભાંગરો શ્રેષ્ઠ ઔષધ તરીકે કાર્ય કરે છે. ..
ધોળા વાળ ને કાળાં કરવા જાસુદ ના ફૂલ અને ભાંગરા ના પંચાગ ને ખૂબ લસોટી લોખંડ ના પાત્ર માં ભરી સાત દિવસ જમીન માં ડાબી દેવુ પછી એને બહાર કાઢી. . મહેંદી ની જેમ માથાં માં લગાવવુ. ..
ભાંગરો વાળ ને કાળા તો કરે જ છે સાથે એના મૂળ મજબૂત કરે છે.. કેટલાક વિદ્વાનો આ મિશ્રણ માં ઘેટી નુ દૂધ ઉમેરવાનુ કહે છે પણ એનાથી બદબુદાર અને કિડાં ઉત્પન્ન થાય છે. ..
કેટલાક સમજી બેસે કે ભાંગરો ગરમ પડે. ..
તો વૈદ્યમનોરમા ગ્રંથ માં જે સ્ત્રીઓને ગર્ભસ્ત્રાવ થઈ જતો હોય એટલે કે શરૂઆત ના ત્રણમાસ માં જ ગર્ભ પડી જાય એમને દુધ સાથે ભાંગરા નો સ્વરસ લેવાથી ગર્ભ પુરા નવ મહિના સલામત રહે અને સુખપૂર્વક પ્રસૃતિ થાય છે..
ભાંગરા ને રસાયન તો બતાવેલ છે જ પણ સાથે સાથે અધિક કામવાસના કે ઉતેજના નો નાશક પણ ગણાવેલ છે. . એટલે વિશિષ્ટ સંજોગો માં ઉંમર ના કારણે કામ ના આવેગો ને શાંત કરવાની સાથે બલ્ય અને રસાયન કર્મ પણ કરે છે..
ભાવેશ આર. મોઢ કચ્છ:
ભાંગરા નો તાજો સ્વરસ આચાર્ય વાગભટ્ટે એક તોલા જેટલો લેવા નુ કહ્યુ છે. . પણ આ માત્રા થી ઉલટી થઈ જાય છે. . વર્તમાન સમય માં વ્યક્તિ ના બળ પ્રમાણે અને નિષ્ણાંત આયુર્વેદ પ્રેકટીશનર ની દેખરેખ હેઠળ અડધી ચમચી ભાંગરા નો તાજો સ્વરસ વ્યાધિ મુક્તિ માટે યોગ્ય રહે ગોળ કે દૂધ સાથે લઇ શકાય. .

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો