લસણ - ડુંગળી અને સ્વાસ્થ્યરક્ષા...
લસણ વિશે થોડીક સ્વાસ્થય ઉપયોગી અને આશ્ચર્યજનક માહિતી મેળવીએ...
કેટલાક "ધાર્મિક સંપ્રદાય" માં લસણ તથા ડુંગળી ખાવા નો બાધ હોય છે. .. કારણ પૂછતાં જણાયુ કે પ્રભુ શ્રી હરિ ને જયારે ભોજન નો થાળ ધરાવાયો ત્યારે ડુંગળી એમાંથી બહાર જઇ ને દૂર પડી હતી !!
થોડાક બુદ્ધિશાળી અને તાર્કિક લોકો નો જવાબ એવો હતો કે પ્રાચિન કાળ માં વેદપાઠ તથા શાસ્ત્રાર્થ કરવામાં લસણ - ડુંગળી ની ઉગ્ર ગંધ ઉપસ્થિત અન્ય ને પસંદ ના આવે તો ક્ષોભ જનક પરિસ્થિતિ ઉત્પન્ન થાય તથા એજ પ્રમાણે લસણ - ડુંગળી નુ પાચન થતા દુર્ગંધી અપાનપ્રવૃતિ અતિપ્રમાણ માં થાય અને તેનો ત્યાગ સભાસ્થાને અશોભનીય વર્તુણક ગણાય તથા જો અપાન નો વેગ ધારણ કરાય તો અન્ય વ્યાધિઓ પણ થાય..
એમ છતાંય જનસામાન્યના આરોગ્ય રક્ષણ ને લક્ષ માં રાખી ને ભૂતદયાપ્રિતી વાળા મહર્ષિ ઓ એ લસણ - ડુંગળી ના ઔષધિય ગુણ નો પ્રચાર થાય એ માટે લસણ - ડુંગળી ની ઉત્પત્તિ ની કથા પુરાણો માં વર્ણવેલ છે ;
જે પ્રમાણે સમુદ્ર મંથન વખતે શ્રી હરિ ના પ્રિય વાહન ગરૂડજી ના મુખ માંથી અમૃત ના જે બિંદુ ધરતી પર પડયા એમાંથી ઉગ્રગંધી પણ અમૃત ના અંશ વાળુ લસણ ઉત્પન્ન થયુ...
આજ કથા ને બૌદ્ધ સાહિત્ય માં થોડી અલગ રીતે વર્ણવેલ છે. જે કશ્યપ સંહિતા માં બુદ્ધ ભગવાન ના ચિકિત્સક જીવકે વર્ણવી છે. જેમાં ઇંદ્ર અને એમના પત્ની ઇંદ્રાણી સાથે અમૃતપાન કરી રહ્યા હતા ત્યારે ઇન્દ્રાણી સગર્ભા હોઇ એમને અમૃતપાન બાદ ઉબકો આવવા થી કેટલુંક અમૃત ધરતી પર પડ્યુ જેમાંથી લસણ ની ઉત્પત્તિ થઈ. .
આમ બંને કહાની માં લસણ એ મૂળ તો અમૃત નો અંશાવતાર છે...
લસણ એ લીલીઅસી-એલીઅમ કુળ ની વનસ્પતિ છે અને આ કુળ ની તમામ વનસ્પતિ વત્તા- ઓછા અંશે ના ગમે એવી વાસ ધરાવે છે. જો કે એલીઅમ-ઓડોરમ નામની આ કુળ ની વનસ્પતિ ની ગંધ માનવ ને ગમે છે ..આ કુળ ની વનસ્પતિ માનવશરીર ને સૌદર્ય આપનાર છે. . જેમકે એલોવેરા - કુમારી અથવા શક જાતી ની સુંદરીઓ ડુંગળી ના ખોરાક થી વધુ આકર્ષક હતી એવો ઇતિહાસ છે...
નિઘંટુ કારો એ પણ લસણ ના એક ગુણ વર્ણકર (= ત્વચા માં નિખાર લાવે) બતાવેલ છે...
સ્વાસ્થ્ય રક્ષા માં લસણ ની ઉપયોગિતા... આયુર્વેદ દ્રષ્ટિકોણ...
લસણ માં અમ્લ - ખાટા રસ સિવાય ના મધુરાદિ પાંચ રસ ઉપલબ્ધ છે ( લસણ ના બીજ મધુર છે ) એટલે કે છ રસો પૈકી એક રસ ઓછો હોવાથી એને रसोन નામ આપ્યુ છે.
જે લોકો માને છે કે લસણ ગરમ પડે . . . જે સત્ય નથી ..
આયુર્વેદ શાસ્ત્ર માં લસણ ને વૃષ્ય, સ્નિગ્ધ, મધુર, બૃહણ, મેધ્ય, તથા રસાયન ગણાવેલ છે. . અને આ બધા ગુણો ને લઈને હૃદયરોગ માં ગુણકારી છે .. અને આ તથ્ય , કૉલેસ્ટેરોલ ને કારણે જે કોરોનરી આર્ટરી માં બ્લોકેઝ ની વિકૃતિ આવે છે એમાં તથા લોહી ના ઉચ્ચ દબાણ વાળા ઓમાં... વૈજ્ઞાનિક સંશોધન ના અંતે લસણ સૌથી વધુ રોગ નિવારક તરીકે ઉપયોગી સાબિત થયુ છે. જો કે એમાં લસણ ના પુરેપુરા ઔષધીય ગુણ મેળવવા તેલ માં સાંતળી ને ખાવા ની મનાઈ ફરમાવી છે. . રોજીદાં ખોરાક માં આઠ-દસ કળી ચટણી બનાવી બે ટંક માં ભોજન સાથે લેવા નુ કહ્યુ છે. . .
રોજ એસ્પેરીન ખાવા કરતા ઉત્તમ. ..
બેઠાડુ જીવનશૈલી ધરાવતા અને આમ ના જીર્ણ રોગીઓ એ લસણ - ડુંગળી ના ખાવુ લસણ- ડુંગળી ખાધા પછી થોડો શારીરિક શ્રમ તો જરૂરી છે જ ...
વૈદ્યસમાજ ની એક માન્યતા છે કે લસણ સાથે દૂધ વિરૂદ્ધાહાર થાય માટે ના લેવાય...
પરંતુ મહર્ષિ ચરકે વાતગુલ્મ માં रसोन क्षीरपाक ચિકિત્સા માં વર્ણવેલ છે. . તથા જામનગર આયુર્વેદ યુનિ. ના ચરક તુલ્ય શ્રી સી. પી. શુકલ સાહેબે pleurisy ( ફેફસાં ના આવરણ માં થતો સોજો અને પ્રવાહી નો ભરાવો) ના રોગીઓ ને કફવાતજન્ય ગુલ્મ માની ને ચરકોકત रसोन क्षीरपाक થી આશ્ચર્યજનક પરીણામ મેળવેલ હતા...
ઘણીવાર જોવા જાણવા મળે છે કે વાઇ (એપેલેપ્સી) ના દરદી ને ભાન માં લાવવા ડુંગળી સુંઘાડવા માં આવે છે... એપેલેપ્સી ના એક પ્રકાર માં દરદી ને એટેક આવવાની પૂર્વ જાણકારી મળી જાય છે અને એને ખબર પડતા ની સાથે જો લસણ અને ગોળ મિક્સ કરી ખાઇ લે તો વાઈ નો હુમલો થતો નથી. . આ પ્રયોગ ચક્કર ના દરદી માં પણ સારૂ પરિણામ આપે છે .. આ પરથી માની શકાય કે વધતી ઉંમર માં જ્ઞાનતંતુ ની નબળાઇ જન્ય રોગો થી બચવા વર્ધમાન રસોન પ્રયોગ -- ૨૧ કળી સુધી નો પોષ - મહા મહિના દરમિયાન કરી શકાય. ..
જો કે ગુજરાત ના ઘણા વિસ્તાર માં લીલુ લસણ રાત્રે ઘી માં પલાળી સવારે બાજરા ના રોટલા સાથે શિયાળા માં સાત દિવસ ખવાય જ છે.. આ પણ લસણ નો એક રસાયન પ્રયોગ જ છે...
ખાસ કરીને મોર્ડન સ્ત્રીઓ લસણ - ડુંગળી મોઢામાંથી વાસ નિકળે એ કારણે ખાતી નથી ...
તો આગળ વર્ણવ્યુ એ પ્રમાણે લસણ - ડુંગળી સૌદર્યપ્રદ છે. . ત્વચા ને વૃદ્ધાવસ્થા સુધી Brighter અને કરચલીઓ મુક્ત wrinkles free રાખે છે... સાથે સાથે માથા ના વાળ લાંબા અને કાળા રહે છે.. મુખદુષિકા - acane તથા dandruff જેવા બેક્ટેરિયલ- ફંગસ, ત્વચા વિકારો સામે શારીરિક પ્રતિકારશક્તિ વધશે...કષ્ટાર્તવસંબધી વિકારો મહંદ અંશે રસ અને રક્તધાતુ માં આમ ના કારણે પેદા થાય છે .. લસણ ના ગુણ આમજન્યવેદના ને દૂર કરે છે એટલે એમાં પણ મુક્તિ મળશે.
લસણ નો જંતુનાશક - Antibiotic પ્રભાવ. ..
રસાયણશાસ્ત્રીઓ એ લસણ નુ પૃથક્કરણ કરતાં એમને
' એલીસીન ' નામનુ સક્રિય તત્વ હાથ લાગ્યુ આ તત્વ ની વિશેષતા એ છે કે સુક્ષ્મજીવાણુ ઓને શ્વાસ માં ગુંગળામણ પેદા કરી ને ખતમ કરી દે છે.. ખાસ કરીને પેનિસિલીન ગ્રુપ ની દવાઓ કે જેને staphylococei તથા
peratyphoid જુથ ના જીવાણું ગાંઠતા નથી એ લસણ સામે તુરંત પરાજય સ્વીકારી લે છે. .
લોકવૈદ્યક માં શરદી - ખાંસી જન્ય શ્વાસમાર્ગ ના રોગ વરાદ - સસણી માં બાળક ને ફોલેલા લસણ ની કળીઓ ની ડોક માં માળા પહેરાવાય છે અને આશ્ચર્યજનક રીતે એ રોગમુકત પણ કરે છે. . રશિયન ડૉક્ટરો એ વિશ્વયુદ્ધ દરમિયાન ના રૂજાતા અને સડેલા ઘાવ માટે ઘટીયંત્ર જેવા પાત્ર ની અંદર ની બાજુ લસણ ની પેસ્ટ લગાવી એ યંત્ર ને દરદી ના ઘા પર ઢાંકી દેતા જેથી પેસ્ટ માંથી જે ઉડ્ડયનશીલ તેલ ના સ્પર્શ માત્ર થી ત્રણેક દિવસ માં
carbuncle જેવા ઘા રૂઝાવા લાગતા. ..
ચાઇનીઝ અને દેશી લસણ ના ભ્રામક પ્રચાર માં પડી વધુ રૂપિયા લસણ ની ખરીદી માં ખર્ચ કરવાનો કોઈ અર્થ નથી. .. લસણ નું અત્યારે સૌથી વધુ ઉત્પાદન અને વપરાશ ચીન - જાપાન - કોરીયા જેવા દેશો માં થાય છે. આપણે ત્યાં સાબરકાંઠા માં લસુડીયા નામે ગામ છે .. ત્યાં નુ લસણ ઔષધિય પ્રયોગ માં ખાસ ગુણકારી હતુ . પણ એ બધી વાતો રહી ગઇ ભૂતકાળની. ..
લસણ ની ઉગ્રતા અને ગંધ એમાં રહેલ કુદરતી ગંધક ને આભારી છે અને ગંધક નો મહિમા પારદ પછી નો બીજા ક્રમાંકે આયુર્વેદીય રસશાસ્ત્ર માં વર્ણિત છે. . લસણ માં રહેલ ગંધક એ ખનીજ ગંધક કરતાંય ઔષધીય પ્રયોગ માં શરીર માટે શ્રેષ્ઠ છે કેમ કે એ શુદ્ધ , સૌમ્ય અને કુદરતી સ્વરૂપે છે.
આયુર્વેદ શાસ્ત્ર માં લસણ ની ઉગ્રગંધ દૂર કરવા ત્રણદિવસ ખાટી છાશ માં પલાળી રાખી પછી એનો આહાર-ઔષધ પ્રયોગ કરવા જણાવેલ છે..
કદાચ; લસણ ની કઢી આજ પ્રયોગ નુ કાળક્રમે પરીવર્તિત સ્વરૂપ બન્યુ હશે. ..
લસણ નો બાહ્યપ્રયોગ ચર્મવિકાર માં પણ આશ્ચર્યજનક પરીણામ આપે છે એ ગંધક ને આભારી છે. . ના મટતાં અને ભેજવાળા વાતાવરણમાં ઉથલો મારતાં ખરજવાં પર લસણ તથા મોરથુથુ સમાનભાગે લઇને એને ગાય ના દૂધ માં લસોટી દિવસ માં ત્રણવાર, ત્રણદિવસ સુધી લગાડવા થી એ જડમૂળ થી નાશ પામે છે અને પુનઃ ત્વચા ના એ ભાગ માં થતુ નથી... આ પ્રયોગ માં દરદી ને અસહ્ય બળતરા થાય છે એ ધ્યાન માં લેવુ. ..
લસણ એ અમૃતતુલ્ય છે... રોગનિવૃતિ માટે લાલટપકાં વાળી શક્તિ ની દવા ખાવા કરતા સ્વાસ્થ્ય માટે વાસ વાળુ શાકાહારી લસણ ખાવુ વધુ લાભદાયક છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો