બુધવાર, 19 જૂન, 2019

મેથી



" આમ " નુ શોધન  અને મેથી

   આયુર્વેદમાં મેથી  ના  ગુણદોષનું  કરતાં  કહ્યુ છે કે ,  મેથી  કટુ, તિક્ત, રૂક્ષ, ઉષ્ણ, લઘુ (પાચન માં હલકી  અને શરીરને પણ હળવું કરનારી)   અને શરીરની ચરબી અને લોહીની ચીકાશ  ઘટાડનારી કહી છે. આ ગુણોને લીધે મેથી કફ, અરૂચી , વાયુ અને મળનો અવરોધ, ખાંસી કૃમિ અને ઊલટી મટાડે છે.
ખાસ કરીને "આમ" મટાડે છે. ..

‘આમ’  આયુર્વેદ નો પારિભાષિક   શબ્દ છે.
ખાધેલા ખોરાકનું સમયસર પાચન ન થાય તો એ બગડી જાય છે તેને આમ કહે છે.

ખોરાક  પેટ  માં તો પચ્યો અને   એનો આહારરસ પણ બન્યો… પણ જો એ રસ કાચો રહ્યો. હશે તો એનું  રક્ત અને ઉત્તરોત્તર  માંસ, મેદ , વગેરે ધાતુમાં  પરિણમન  નહિ થાય. એ કાચા રહેલા રસને પણ" આમ " કહે છે.
 અને ઉત્તરોત્તર પરિણમન  જો વચ્ચેના કોઈ ધાતુ આગળ અટકી જાય તો એ ધાતુનો પણ " આમ " બનશે…
    એ આગળ… નવા ધાતુની સમ્યગ્ ઉત્પત્તિ થવા નહી દે.

 આહારનું અને આહારરસનું આવું સમગ્ર પાચન કરનાર જઠરાગ્નિ  છે.
 ઉપરાંત દરેક ધાતુનો પોતાનો અગ્નિ છે અને આહારમાં આવેલા પ્રત્યેક મહાભૂતોનો  ભૂતાગ્નિ પણ છે…
આયુર્વેદ માં આ ત્રણેય પ્રકારના [૧+૭+૫= ૧૩ ]  તેર અગ્નિઓની વિસ્તૃત સમજણ  આપી છે.
         શરીરમાં ' આમ' ઉત્પન્ન  થતો રોકવા માટે આ અગ્નિઓ સતત પાચનકાર્ય કરતા  રહે છે. પરંતુ જે અગ્નિ મંદ પડે તેનો આમ  ઉત્પન્ન થાય છે.   એ પ્રત્યે સાવધ ન રહીએ અને 'આમ' બને તો એનો ઉપાય તરત ન કરીએ તો શરીરમાં 'આમ' નો સંચય  થાય છે.

 આયુર્વેદમાં રોગના આરંભમાં પ્રથમ તબક્કો એ દોષ નો  સંચય કહ્યો છે . અને ચિકિત્સા કરવાનો પ્રથમ  ક્રિયાકાળ પણ એ જ કહ્યો છે.

' આમ' માં  ચીકાશ હોય છે, ગુરૂતા- ભારેપણું હોય છે અને શીતતા હોય છે એવા જયારે 'આમ' નો સંચય થાય ત્યારે શરીરમાં અને પેટમાં ભાર લાગે છે.
     મોઢા માં અને ગળામાં ચીકાશ, ગળામાં કફ વધી જાય છે. શીતતાને લીધે ગતિમાં મંદતા આવી જાય છે એથી વાયુ અને મળની ગતિ અવરોધાય છે… પેટમાં મળ અને વાયુ ભરાય છે. આ લક્ષણો દ્વારા શરીર વ્યક્તિ ને તરત સાવધ કરે છે કે દોષસંચય થયો છે.

પેટ, આંતરડા, ફેફસાં, મોઢું, ગળું એ બધાં પોલા અવયવોની અંદર એક અત્યંત પાતળી શ્લેષ્મ ત્વચાનું આવરણ હોય છે.( mucus membrane ) આ સ્તર  સતત ભીનુ  અને લીસું સુંવાળુ રહે છે. એથી એમાં આવતા પદાર્થો સુખરૂપ નિરંતર પસાર થતા રહે છે. પરંતુ જ્યારે એમાં 'આમ' નો સંચય થાય છે ત્યારે એ શ્લેષ્મસ્તર માં ધાતુ ઓને પોષણ આપતા પ્રવાહી ( પોષકરસો ) ની  અવરજવર માટે જે સૂક્ષ્મ છિદ્રો હોય છે તે "આમ" થી પુરાઈ જાય છે. અને શ્લેષ્મસ્તર  માં સોજો, દુખાવો, આફરો વગેરે થઈ આવે છે.

'આમ' ત્યાં વધારે વખત સંચિત થઈને પડયો રહે તો જેમ કોઈ પણ સેંદ્રિય વસ્તુમાં બને છે તેમ 'આમ' ના સંચય માં  પણ આથો  ( fermentation )  આવીને ઊભરાય છે. એને દોષપ્રકોપ કહે છે.  આમદોષ નો પ્રકોપ થવાથી એ  ઊભરાઈ  શરીરમાં ફેલાય છે  અને જ્યાં પહોંચે ત્યાં રોગ ઊભો કરે છે. જે ધાતુ, ઉપધાતુ, કે મળમાં આમ ભળે ત્યાં પણ આમના વિકારો ; ચીકાશ, ભાર, મંદતા વગેરે કરે છે અને રોગ ઊભા કરે છે. જેમાં સામાન્ય છર્દિ ( vomiting ) થી માંડી ને Rheumatoid arthritis  કે Diabetes  જેવા મહાવ્યાધી પણ થઈ  શકે છે.
     
રોગ મુક્તિ માટે સૌ પ્રથમ  અને પ્રારંભિક અવસ્થા  માં
 ' આમ ' નુ લંઘન  દ્વારા પાચન  કરવુ જોઈએ  તથા એમાં પાચન કરનારા સાદા ઔષધ  સુંઠ,  ચિત્રક  વિગેરે પણ અપાય છે.  સ્ત્રોતસ માં ગયેલા  ' આમ ' નુ શોધન  કરવુ પડે. ..

 દરદી અને ચિકિત્સક ને સમય, ધન, વ્યાધિ નીસાધ્યાસાધ્યતા   અને આતુર ની મનોસ્થિતી વિગેરે નો   સુભગ-સંયોગ  ના થવા ને કારણે,  દરેક  વ્યાધી માં  પંચકર્મ દ્વારા  શોધન ચિકિત્સા કરાવવી શકય  બનતુ નથી. ..

તો ઉપાય શું  ?

મેથી ની ચાય  અથવા ઉકાળો. ..

એક સ્ટીલ ના ગ્લાસ  જેટલુ પાણી લેવુ એમાં એક ચમચી જેટલી  મેથી ના દાણા  થોડા  કુટી ને નાંખી દેવા. આ મિશ્રણ  ને ધીમા તાપે 10 મીનીટ  ઉકાળવવુ  પછી ઠંડુ પડે એટલે ગાળી લેવુ. .. સ્વાદ માટે ગોળ  કે દૂધ  પણ મેળવી  શકાય... સવારે ચા- નાસ્તા  પહેલા અડધા કલાકે પીવી. ..

મહાવ્યાધી  અને જીર્ણ બિમારી માં ત્રણેય  ભોજનસમય  પહેલા સવાર -  બપોર - સાંજે લઇ શકાય. ..

આપણે ત્યાં સ્ત્રીઓને  પ્રસૃતિ  માં તથા શિયાળાની મોસમ  માં સાંધા - કમર  વા-દુઃખાવા  ના થાય એ માટે  મેથી-પાક  બનાવી  ને ખવરાય  છે. ..

મેથી ના ગુણ કટુ, તિક્ત ,રૂક્ષ, લઘુ, આદી  વાતવર્ધક  છે.  એમ છતાંય  એના દાણા નો પાણી સાથે નો ચીકણો  લુવાબ  બને છે એ પ્રભાવ થી  સ્ત્રોતસ  માં સંચય  થયેલા આમદોષ નુ શોધન  કરી નાંખે છે..

વૈજ્ઞાનિક સંશોધન બતાવે  છે  કે,  મેથી  Female sex Hormones  નુ લેવલ નોર્મલ કરે છે આથી સ્તન્યજનન  તથા આર્તવ શુદ્ધ  કરવા માં ઉપયોગી છે. .. જો કે  આયુર્વેદ નિઘંટુ  માં મેથી શુક્રનાશક  ગણાવી છે. .. જે એના ગુણો ને લઈને  કહ્યુ હશે..

આધુનિક સમય માં મેથી ના ઔષધિય ગુણ  પર આફ્રિન  થનાર  Dr. Lelord Kordel  ( Detroit - USA. 1977 )  ની એક કબુલાત  અને અનુભવ જાણવા જેવો છે. .. ડોકટર  ની પત્ની  ને એક્ષ-રે દ્વારા  નિદાન આવ્યુ કે, જઠર માં ગંભીર  પ્રકાર નુ અલ્સર છે... અને એની એ સમયે કોઈ  curative treatment   નહોતી  એલોપથી ની દવા થી થોડીક  કામચલાઉ  symptomatic relif  મળી શકે.  ડૉ. લેલોર્ડ  એ  સાડા ચાર મહિના લાગલગાટ  મેથી ની ચાય નો પ્રયોગ પત્ની  ને કરાવ્યો. . અંતે પુનઃ એક્ષ-રે  લેતાં  અલ્સર અદ્રશ્ય  થઈ  ગયુ. . ફરી પાછુ ના થયુ. .  પછી તો એ  ડૉક્ટર મેથી ના વૈજ્ઞાનિક તથ્યો  અને ઔષધીય પ્રયોગ વિશે  ની એક નાનકડી બુકલેટ લખી  નાંખી જેની 1978 થી 1996 સુધી ની 14 આવૃતિ માં 54000 નકલો વેચાણ  થઈ...

અગાઉ ના લેખ માં બતાવ્યુ કે લસણ  ' આમ ' થવા દેતુ નથી પણ સંચિત  'આમ' માં એનુ કાર્મુકત્વ  નથી. આયુર્વેદ શાસ્ત્ર  માં તો બેઠાડુ  અને બુદ્ધિજીવી વ્યવસાયકારો જે  આમવાળા હોય છે  એને લસણ નો નિષેધ  કરેલ છે. એમ છતાંય   લસણ  નો સ્વાસ્થ્યરક્ષા  માં ઉપયોગ  કરનાર ઇચ્છનારે  સંચિત  'આમ' નુ શોધન કરવુ જોઈએ  અને એ માટે  મેથી ની ચાય  આર્શીવાદ  સમાન બની રહે. ..

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...