અષાઢીબીજે કચ્છી નવું વર્ષ શરૂ થાય છે.
જગન્નાથજી ની રથયાત્રાની જેમ કચ્છી નવું વર્ષ કયારથી મનાવાય છે એ પણ નિશ્ચિત રીતે જાણી શકાયું નથી.
કચ્છ ના ઇતિહાસ માં જામ ફુલ ના પુત્ર જે લાખાફુલાણી તરીકે ઓળખાય છે.
રંગોત્સવ દરમિયાન સાવકી માઁ નીઇર્ષાવશ કાનભંભેરણી ને મિથ્યા કથન ના કારણે રાજવી જામફુલ પોતે જ પુત્ર લાખાફુલાણી ને દેશવટો આપે છે.
આ કાર્ય રાજય ની પ્રજા ને મન તો ઘણું ખોટું થયા લાગે છે.
લાખાફુલાણી દેશનિકાલ ની સજા સ્વિકારી ને અણહિલવાડ પાટણ માં જાય છે અને ત્યાં સામંતસિંહ ચાવડા ને રાજકાર્ય થતી આપસી ખટપટ નિવારી સુચારૂ રૂપ થી રાજયવ્યવસ્થા ચાલતી કરી આપવાનું મહત્વ નું કાર્ય કરે છે.
બીજી બાજુ કચ્છ માંથી લાખાફુલાણી ના દેશનિકાલ થયા બાદ કુદરતી હોનારતો થતી રહે છે અને પ્રજા પાયમાલ બને છે. પ્રજા નો એક પ્રતિનીધી લાખાફુલાણી ને આ વૃતાંત પાટણ જઇ ને સંભાળાવે છે.
લાખાફુલાણી નો વતનપ્રેમ ચરમસીમાએ પહોંચે છે અને એ પુનઃ કચ્છ તરફ દોટ મૂકે છે...
લાખાફુલાણી ના આગમન નો એ દિવસ અષાઢ સુદ એકમ નો હોય છે અને વતન પ્રવેશ થતાં જ બારેય મેઘ ખાંગા થાય છે.
પ્રજા ની જે લાખાફુલાણી ના વગર વાંકે અને મિથ્યાકથન આધારીત દેશનિકાલ ના ક્રુર અત્યાચાર થયો હતો એનાથી જ દેશ ની કપરી પરિસ્થિતિ આવી પડી એવી માન્યતા હતી તથા લાખાફુલાણી નું આગમન જ કચ્છ માટે કલ્યાણકારી થશે એ ભાવના આ પ્રસંગ થી સત્ય સાબિત થાય છે.
લાખાફુલાણી કચ્છ ની સત્તા ને સંભાળે છે. લાખાફુલાણી નો અશ્વપ્રેમ, શિવભક્તિ અને પ્રજા ની સુખાકારી માટે ની તત્પરતા જાણીતી છે. કહેવાય છે કે કચ્છ અને ગુજરાત માં બાજરી ને આહાર તરીકે મહત્વ સ્થાપનાર લાખાફુલાણી છે...
લાખાફુલાણી ના સ્વદેશ પુનઃ આગમન ના વર્ષ થી દરવર્ષે અષાઢીબીજ ને કચ્છીનવવર્ષ તરીકે ઉજવવાનો સીલસીલો ચાલુ છે. આ દિવસે નવા કચ્છી ચલણી સિક્કા બહાર પડાતાં અને રાજકીય ઉત્સવો કરતાં.
ચારણી સાહિત્ય મુજબ શકસંવત 901 માં કાર્તિક સુદ આઠમ ના રોજ લાખાફુલાણી યુદ્ધ માં મૂળરાજ સોલંકી ના હાથે આટકોટ મુકામે વીરગતી ને પામે છે એટલે કે ઇ.સ. 979 માં...
જો કે બ્રિટીશ ગેઝેટીયર ના મતે આ ઘટના ઇ.સ. 1340 માં થયેલ છે.
લાખા ફુલાણી ને દેશનિકાલ ની સજા સામંતસિંહ ચાવડા ના રાજય કાળ માં થાય છે
જે સને-942 પહેલાની ઘટના હતી.
મૃત્યુ નું નિમિત મૂળરાજ સોલંકી બને છે જેનો શાસનકાળ સને- 942 થી સને-997
આથી લાખાફુલાણી નો સમયકાળ 10 મી સદી જ હોઇ શકે.
અષાઢી બીજે કચ્છી નવ વર્ષ ની ઉજવણી સને-925 થી પણ પહેલા થી થતી હોય એવું અનુમાની શકાય છે.
લાખાફુલાણી ના રાજયશાસન સમય દરમિયાન જ કચ્છ માં ઘણા શિવમંદિર નિર્માણ થયેલ જેની સ્થાપત્ય શૈલી સૂર્યમંદિરો જેવી છે.
આજે પણ કચ્છ માં કેરા (એ સમયે કપીલકોટ ) માં લાખાફુલાણી એ નિર્માણ કરાવેલ શિવમંદિર છે. લોકવાયકા મુજબ લાખાફુલાણી આ મંદિર માં શિવપૂજા બાદ અહિં સુવર્ણ નું દાન કરતાં.
અહિંયા થી ઉત્તરપૂર્વ માં આશરે 50 કિ.મી. ના અંતરે રૂદ્રમાતા ડેમ પાસે કોટાય નું સૂર્યમંદિર આવેલ છે (આ મંદિર વિશે વિશેષ ફોટા સહિત ની માહિતી માટે કૉમેન્ટ બોક્ષ માં આપેલ લિંક પર ક્લિક કરો ) જે પણ લાખાફુલાણી ના શાસનકાળ માં નિર્માણ પામેલ. લાખાફુલાણી ના ભત્રીજા "પુ" એ પુએશ્વર મહાદેવ નું મંદિર પણ આવી જ સૂર્યમંદિર સ્થાપત્ય શૈલી આધારિત કરાવેલ છે.
કચ્છી માં "અસાં" શબ્દ પોતીકુપણું-આત્મીયતા સુચક છે.
આથી વર્ષ દરમિયાન ની તમામ બીજ પૈકી અષાઢ ની બીજ ને
"અસાંજી બીજ " કહે છે.
मींयडा वस तु मोज से
वतन असांजे कच्छ
न्याल करी डे कच्छ के
अषाढी बीज जो अच
भांभरे त्युं गोयुं मैयुं
वछेरा ने वच्छ
मोरला प मलार करींता
मुंध ते वेला अच
वार न लगाइजा
वहेलो अची वस
वाला तोजी
वाट नेरे तो पांजो कच्छ.
પ્રાચીન સમય માં વહાણવટા થી દરીયાપાર વ્યાપાર કરતાં કચ્છી માંડુઓ;
અષાઢ ની બીજે પહેલા કચ્છ માં પરત આવતાં , રંગે ચંગે નવ વર્ષ ની ઊજવણી કરે પુનઃ ધંધાર્થે નારીયેળી એટલે કે શ્રાવણ ની પુનમ પછી ધંધાર્થે વતન ની બહાર જતાં.
કચ્છી-બગલા ના નામે ઓળખાતું માલવાહક પાણી માં ચાલતું વહાણની લંબાઈ આશરે ૭૪ ફૂટ, પહોળાઈ ૨૫ ફૂટ અને ફાલકાની ઊંડાઈ સાડા અગીયાર ફૂટ હોતી બગલા કચ્છના અખાતમાંથી બહાર પડતાં , એમાં બબ્બે તોપો રાખતી અને છતેડી પાછલી ગોળાઈમાં પહોળી હોતી.
આનાથી નાનુ અને ત્રીજા ભાગ ના ખલાસી થી સંચાલીત કરી શકાય એવું ધાઉ કે કોટિઆ નામે પાણી માં ચાલતું વહાણ બે કૂવા-સ્તંભવાળું હોતું જેના સઢ ઘણા ઘાટિલા તથા તીખા હોતાં (એરોડાયનેમીક) જેથી પરમણ લાંબાં રાખવા પડે છે,સઢના ગોસ નાના હોય છે. વહાણનો મોરો ઘણો ઢળતો હોય છે આકાર માં પોપટ ની ચાંચ જેવો અને સુંદર નકશી થી કલાકૃત કરેલ રહેતો આ વહાણ નો ઉપયોગ માલવહન સહિત મુસાફરી માટે થતો.
કચ્છી બનાવટ ના વહાણો ની ખાસીયત એ હતી કે સામા પવન ની ચાલમાં દુનિયા ના અન્ય જહાજો ની સાપેક્ષે વધારે તેજ ચાલતાં.
કચ્છી લોકો માટે માડુ શબ્દ વપરાય છે...
માડુ નો એક અર્થ હરણ જેવા પ્રાણી ના અણીદાર શિંગડા ના મોટાં પહોળા છેડા ના ભાગ ને અરસ પરસ જોડી ને બંન્ને દિશા માં ચલાવી શકાય એવું હથીયાર .. એટલે
આ શબ્દ કુદરતી રીતે મળતાં પદાર્થો માંથી ગમેતેવી પરિસ્થિતિ નો સફળતા પૂર્વક સામનો કરી ને સિદ્ધિ મેળવવા રૂપ પ્રયત્ન કરનાર માટે વપરાય છે અને
જે કચ્છ ની મૂળ પ્રજાએ યથાર્થ કરેલ છે...
આથી એમને "માડુ" કહે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો