આજે જેઠ વદ અગીયારશ જેને શાસ્ત્ર માં યોગીની એકાદશી કહી છે.
આ એકાદશી નું માહત્મ્ય સાકર સાથે જોડાયેલ છે.
ઓછા માં ઓછી બે વસ્તુઓ કે તથ્યો નું સુમેળ ભર્યુ જોડાણ ના અર્થ માં પ્રયોજાતા મૂળ શબ્દ યોગ પર થી યોગી અને યોગીની શબ્દ આવે છે.
યોગી એટલે જે પોતે એને અનુકૂળ પરમ શ્રેય આપનાર વસ્તુ કે તથ્ય ની સાથે જોડવા ની સાધના માં લીન રહેનાર...
વિદર્ભ શૈલી માં ત્રણ નાટક मालविकाग्निमित्रम् ,अभिज्ञान शाकुन्तलम् અને विक्रमोर्वशीयम् તેમજ બે મહાકાવ્ય रघुवंशम् અને कुमारसंभवम् તથા બે ખંડકાવ્ય मेघदूतम् અને ऋतुसंहार ની રચના કરનાર ચોથી કે પાંચમી શતાબ્દી માં થઇ ગયેલ મહાકવિ કાલિદાસ નો સબંધ પણ આ યોગીની એકાદશી સાથે જોડાયેલ છે.
યોગીની એકાદશી ની જે પુરાણોક્ત કથાવાર્તા આપેલ છે એમાં એક... કાલીદાસ રચીત મેઘદૂત નો નાયક - યક્ષ એ અષાઢ માસ ના પ્રથમ દિવસે દક્ષિણ થી ઉત્તર તરફ જતાં મેઘ એટલે કે વાદળ સાથે સંદેશો મોકલાવે છે.
આ યક્ષ ની જે વિરહ તથા પ્રણય ના યોગ નું કથાનક સાથે યોગીની એકાદશી જોડાયેલ બતાવવા માં આવેલ છે.
બીજી કથા માં પણ આવો જ પ્રણય પ્રસંગ માળી અને નાયીકા વચ્ચે દર્શાવેલ છે જેના કારણે માળી ની ફરજ ચૂક નું વર્ણન તથા નાયક ને શરીરે કૃષ્ઠ થાય છે એવું વર્ણવેલ છે જેમાં યોગીની એકાદશી થી એનું નિવારણ થાય છે એમ બતાવેલ છે.
આ કથાનક પર થી...
કૃષ્ઠ એટલે કે ચર્મવિકાર કે જેમાં પિત્ત ની ઉષ્ણતા મુખ્ય હોય છે અને એને શમન કરવા સાકર થી સર્વૉત્તમ ગ્રીષ્મ - વર્ષા ના ૠતુસંધીકાળ માં બીજું દ્રવ્ય નથી...
જેઠ માં કેરી નો સ્વાદ ભરપુર માણ્યો હોય તો થોડુક અમ્લરસ ની વૃદ્ધિ થી પિત્ત પણ વિકાર ગ્રસ્ત થયેલ હોય છે જેને સાકર પોતાના મધુર રસ અને શીતગુણ થી શાંત કરે છે...
આ સામાન્ય જન ને સમજાય એને માટે આ યોગીની એકાદશી સાથે સાકર નું માહાત્મ્ય બતાવેલ છે...
અષાઢ સુદ અગિયારસ ને દેવશયની એકાદશી કહે છે...
અને યોગીની એકાદશી ની બંન્ને કથા માં પ્રણય કથાઓ છે જે નાયક અને નાયીકા ના મિલન ના યોગ આકાંક્ષાઓ દર્શાવે છે
કથા ના મૂળ ઉદેશ્ય માનવ થી માનવ ના મિલન કરતાં સાચો યોગ તો આત્મા નો પરમાત્મા સાથે નો છે...
આથી આની પછી આવતી એકાદશી ને દેવશયની નામ આપેલ છે એટલે દેવ - સૂઇ જાય એ પહેલા યોગ થવો જરૂરી છે.
માટે યોગીની એકાદશી માં આત્મા પરમાત્મા ના યોગ માટે પ્રયત્નશીલ રહેવા ની તત્પરતા દર્શાવતો અર્થ રહેલ છે.
ચાર પુરૂષાર્થ ના ક્રમ માં મોક્ષ પહેલા કામ એટલે કે આનંદ બતાવેલ છે...
માનવ હૃદય ની આનંદ-આસક્તિ
પ્રણયપ્રસંગ વિના અન્ય કોઇ રીતે અભિવ્યક્ત થઇ શકતી નથી...
ઉપનિષદ નું પણ એક શાશ્વત સુત્ર છે तेन त्यकतेन भुंजीथा ...
વિરહ ની વેદના સંતાપ આપે છે. સંતાપ એ પિત્તાધિકય થી થાય છે. જેમાં સાકર જેવી શિતલતા અને મધુરતા જોડાઇ જવા થી આવે છે ;
द्वैत એ મિલન મધુરૂ...
પણ કોનું ...?
આત્મા અને પરમતત્વ નું...
આથી યોગીની એકાદશી માં સાકર પ્રતિકાત્મક દર્શાવેલ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો