બુધવાર, 19 જૂન, 2019

સોળ આના નો રૂપિયો...

આઝાદી પહેલા ,
ભારતવર્ષ  માં રૂપિયા  ના ૧૬ આના હતાં ...
પછી ,
૧૦૦ પૈસા નો રૂપિયો  થયો ...

 આધુનિક સમય માં ,
1024 MB  =  1 GB 
તથા ગેઝેટસ  ની REM  કે SD કાર્ડઝ ની  મેમરી ની સાઇઝ
128,  256,  512,  1024, ની આવે છે ..
 આ  ગણતરી પાછળ ,

 રૂપિયા ની સોળ આની  નો મૂળભૂત સિદ્ધાંત  છે કે કેમ  ?

રૂપિયા   ના  ૧૬ આના  કયા આધારે નક્કી કરાયા હશે ?
પ્રાચીન ભારતીય વજન ના માપ...
મરીચી,  રાઇ,  સરસવ , જવ  ચણોઠી( ગુંજા) અને અડદ ( માષ ) ના દાણાને આધારે નક્કી  કરતાં હતાં આ અતી સુક્ષ્મ  અને આજના સમય માં મીલીગ્રામના રૂપમાં વજન હતા. ..
પણ,
વ્યહવારમાં  અધિકાંશ  તોલાથી વજન ગણાતું  ઓછા માં ઓછું પા- તોલા ( ચાર આની ભાર )થી વજન તોલાતુ...

૬ ગુંજા/ રતી = ૧ માષા

૪ માષા  = પા તોલા = 24 રતી / ગુંજા = એક શાણ
અડધા તોલા = એક કોલ
એક તોલા  = એક કર્ષ
બે તોલા = એક શુક્તિ
૪ તોલા = એક પલ
૮ તોલા = એક પ્રસૃતિ
૧૬ તોલા = એક કુડવ
૩૨ તોલા = એક શરાવ
૬૪ તોલા = એક પ્રસ્થ
૨૫૬ તોલા = એક  આઢક
૧૦૨૪ તોલા = એક દ્રોણ
૪૦૯૬ તોલા = એક દ્રોણી

આ પ્રાચીન  ભારતીય મગધ  અને કલિંગ  રાજયના માપ છે.બંન્ને  રાજયો  અને એનાં રાજકર્તા  સમૃદ્ધ તથા પરાક્રમી  હતા આથી પ્રજા પણ એવી જ હતી...

આંકડાઓનું પણ એક વિજ્ઞાન  છે. બ્રહ્માંડની કોસ્મીક એનર્જી  અને ઇલેક્ટ્રોમેગનેટીક  અસરને શુભ અને સક્ષમ  બનાવવા  આંકડાશાસ્ત્રની સાથે મેટાફીઝીકસના ફંડામેન્ટલ રૂલસનું જ્ઞાન જરૂરી છે.

આ ત્રિગુણાત્મક  બ્રહ્માંડમાં દરેક તત્વની આંતરીક ગતિ તથા બાહ્ય પ્રગતિ  અનુક્રમે મેટાફીઝીકસ ના  Rule of 7 તથા Rule of 9 ને અનુસરે છે.

એની ચર્ચા  ફરી કયારેક. .

ઇન્ટરનેટની દુનિયામાં 128, 256, 512, 1024, ના અંકયોગએ એના ઝડપી વિકાસ,  અને લોકસ્વિકૃતીનું કારણ હોઈ  શકે,  કેમ કે યોગ્ય રીતે અંકની ગોઠવણીથી ક્રિયાઓ સરળ અને સહજ થતા લોકોની પસંદીદાર  બની રહે  છે
પ્રાચીન સંસ્કૃતિમાં લોકોએ સૌ પ્રથમ સંપૂર્ણ  વર્તુળ તરીકે પૂર્ણિમા ના ચંદ્રને જોયો હશે અને એની શિતલ ચાંદની  થી આકર્ષણ  પેદા થયુ હશે.ચંદ્રદર્શનથી જ આકાશના રહસ્યો પામવાની જીજ્ઞાસા  ઉદ્ભવી  હશે,  પછી ખગોળીયવિજ્ઞાનના મંડાણ  થયા હશે.
પૂર્ણ ચંદ્રમાં ૧૬ કલા હોય છે અથવા ૧૬ કલા એ ચંદ્ર પૂર્ણ દેખાય છે.અને આ તથ્ય ને જાણીને રૂપિયા ના ૧૬ આના નક્કી કરાયા હશે.
રૂપિયો  શબ્દ રૂપુ એટલે કે, ચાંદી પરથી આવ્યો છે શરૂઆત માં સિક્કા શુદ્ધ ચાંદીમાંથી બનાવતા, વળી રૂપ શબ્દ પરથી  રૂપુ  અને ચાંદ પર થી ચાંદી એટલે સિલ્વર  ધાતુ નુ નામકરણ ચંદ્ર ને આધારીત  છે. જે શ્રેષ્ઠ છે અને શિતલ છે  એને ચંદ્ર  કહે છે.પુર્ણિમાનો ચંદ્ર  સુંદર,  શિતલ  અને શ્વેત હોવાથી રૂપાળો  લાગે  છે.
પૌરાણિક માન્યતા અનુસાર ચંદ્રદેવ એ લક્ષ્મીજીનાં ભાઇ છે બંન્ને સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ એટલે સહોદર થયા, આ બધા તથ્યોથી પણ સાબિત થાય છે  કે રૂપિયો એ પૂનમ ના ચાંદ ની કલ્પના છે.

સમૃદ્ધિ અને વિકાસ  માટે બેવડાવાપણું જોઈએ, 
એટલે  એક ના બે , બે ના ચાર , ચાર ના આઠ  અને આઠ ના 16 એમ ચાલ્યા કરે.100 ના 50 , 50 ના 25  ને 25 ના 12.5 થાય એટલે વિકાસ ને બદલે અધોગતી  અપૂર્ણાક માં શરૂ થાય.

શરીર ના વિકાસ માટે  મૂળભૂત  કોષો પણ બેવડાય  તો જ  શરીરની વૃદ્ધિ  થાય.

એક શુક્રાણુ અને  એક અંડાણું  ભેગા થઈ ને બે કોષ બની વિભાજન કરી 32 કોષો નો મોરૂલા  બનતા ગર્ભ માં  જીવન ની શરૂઆત  થાય  છે.

આ તર્કોનું જેમ ઊડું  ચિંતન  કરતાં જઇએ  તેમ  વાસ્તવિક તથ્યો  સામે આવતા જશે...

રૂપિયાના ૧૬ આના પુનઃ સ્થાપિત  થાય તો ભારતવર્ષ  ફરી સુવર્ણકાળ માં આવે...

આધુનિક  યુગ માં તોલા નું વજન પ્રથમ ૧૬ ગ્રામ નક્કી કરાયુ  પછી અતિ બુદ્ધિવાદી  અને સ્વાર્થી - પોતાનો  જ ફાયદો જોનારા વર્ગે  તોલાનું વજન ૧૧ ગ્રામ  કર્યુ  અને હવે ૧૦ ગ્રામ  થયુ. .
એટલે મૂળમાં દાનત બીજા ને સમૃદ્ધ કરવાને બદલે પોતે સમૃદ્ધ  થવાની રાખી એટલે આ દેશ જે સમૃદ્ધિના શિખરે હતો એ આજે જગતનો દેવાદાર થયું છે.

ગમતાનો ગુલાલ કરવાને બદલે ગમતુ ગુંજે ભરવાની વૃત્તિ  આવી, વહેંચવાથી વધે સંગ્રહવાથી  બીન ઉપયોગી થઈ  ને નાશ પામે પછી જ્ઞાન હોય કે ધન હોય.

કુદરત  એક દાણાને પૃથ્વીની ગોદમાં  અનેક તત્વમાં વહેંચે  તો  અસંખ્ય  દાણાઓ પુનઃ પ્રાપ્ત  થાય જ છે ને..!!
પણ માણસ એ જ દાણાઓને સંગ્રહી  રાખે તો સડી જાય છે.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...