શરદપુર્ણિમા ...
મન મોર બની ને થનગનાટ કરે ...
નવરાત્રી માં ભક્તિ સાથે ગરબે ઘુમવાનુ છે , થોડી યાચના છે એટલે કંઇક દીનભાવ છે ...
શરદ પુનમે તો પ્રકૃતિ ચારે તરફ સૌદર્ય છલકાવે છે. આનંદ ની અનુભતી રાસ રમવા પ્રેરે છે અહિ કુદરત રાજા બનાવે છે બસ વહેચતા જાવ ...
આનંદ દર્શાવવા દૂધપૌંઆ ખાવા છે ને વહેંચવા છે ...
આપણી સંસ્કૃતિ ના મહંદઅંશે તહેવારો અને તથ્યો પૌરાણિક કાળ અને કથાનકો આધારીત છે ...
પણ
શરદ તો વેદકાલીન છે ...
વેદો માં પણ શરદૠતુ ની મહત્તા સર્વત્ર નજરે પડે છે ...
આસો એટલે કે અશ્વિન માસ અશ્વિની નક્ષત્ર આ મહિના માં ઇશાન કોણ માં ઉદય પામે છે ... અશ્વિની નક્ષત્ર તથા એને સબંધી મેષ રાશી ને જયોતિષ માં ગણતરી ની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે ...
વેદકાલીન સાહિત્ય માં આરોગ્ય ના દેવ અને દેવો ના પણ વૈદ્ય અશ્વિનીકુમારૌ
ને બતાવેલ છે જે આ શરદઋતુ અશ્વિન માસ ના દેવ છે ...
જગત દ્વંદ્વાત્મક છે તો અશ્વિનીકુમારૌ , અને આસો - કારતક માં આવતી શરદૠતુ નું પણ દરેક તત્વ પણ દ્વંદ્વાત્મક છે ...
શરદ રોગો ની માતા પણ છે ... અને આનંદ - ઉત્સવ ના તહેવારો ની ૠતુ પણ ...
આસો માં ચંદ્ર પુર્ણિમા ના દિવસે અશ્વિની નક્ષત્ર માં હોય છે ...
વળી આ પૂનમ માં એની સોળેય કલા પૂર્ણરૂપે ખીલી હોય છે ..
શરદ નો ચંદ્ર , પૃથ્વી ની થોડો વધુ નજીક આવે છે. ..
આનંદ પ્રગટે તો અંતર ઘટે ...
શિતલ - તેજસ્વી ચાંદની માનવ મન ને ઉલ્લાસ અને આનંદ થી ભરી દે છે ..
પછી ...કેમ મન મોર બની ને થનગનાટ ના કરે ...
કહેવાય છે કે, ભગવાન શ્રી કૃષ્ણે શરદ ની પુનમે મહારાસ રચ્યો હતો ...
શરદ માં બસ આનંદ જ વહેંચાય છે ...
અરે ! એમ કહો કે છલકે છે ...
વસુંધરા નવિન ફળ-ફુલ થી લચી પડી છે , પરીપકવ ફળ વહેંચી જ રહી છે ...
નદીઓ ના જળ પણ નિર્મળ થઈ ને કહે છે , લઈ લ્યો આનંદ કરો ...
પવન પણ પોતાની મોજ માં વહી રહ્યો છે એ પણ સ્પર્શ થી આનંદ વહેંચી રહ્યો છે..
દિવસે સુરજ નો પ્રખર તાપ પણ વર્ષા માં થયેલા ભેજ અને હાનિકારક તત્વો નો નાશ કરી ને માનવ ને સુખ આપવા એનુ તેજ વહેંચી રહ્યો છે ..
પુનમ ના ચાંદ નુ તો પૂછવુ જ શું ?
આમ શરદ માં ૨૪ કલાક પ્રકૃતિ પોતાની પાસે રહેલ સપંદા ને વહેંચી જ રહી હોય છે ...
આયુર્વેદ સંહિતાગ્રંથો માં શરદ ૠતુ નો સમાવેશ વિસર્ગકાળ અંતર્ગત કરેલ છે ...
આ સમય કાળ દરમિયાન પ્રકૃતિ દ્વારા માનવ ના બળ અને ઉત્સાહ વધે છે ...
પ્રકૃતિ પોતાની પાસે રહેલ સપંદા નો વિસર્ગ એટલે કે વહેંચવા નો આનંદ મેળવે છે ...
ત્યારે માનવ પણ પાછળ શું કામ ને રહે ?
આનંદ ઉત્સવ મનાવી શુભેચ્છાઓ વહેંચે છે ...
શરદૠતુ ની પુનમ ને કોજાગરી પૂર્ણિમા કહી છે ...
માઁ લક્ષ્મી નું શ્રી સ્વરૂપ ...
માનવ ને સુખ અને સમૃદ્ધિ આપવા નાદ કરે છે
कोः जागृत ?
કહેવાય છે ને ,
जो सौवत है वो खोवत है ,
जो जागत है वो पावत है ।
જાગૃત વ્યક્તિ ને અસાત્મયેન્દ્રિયાર્થ જન્ય દોષ થતા નથી જેથી એ આનંદી રહે છે અને સંતોષ સાથે સમૃધ્ધ બને છે.
ધ્યાન અને આનંદ તથા मझीमनिकाय નો સંદેશ આપનાર ભગવાનબુદ્ધ નું પૃથ્વી પર અવતરણ શરદ પુનમે થયુ હતુ ...
પશ્ચિમી જગત ના વૈજ્ઞાનિકો એ સંશોધન કરી ને જાહેર કર્યુ કે,
માનવ મન ચાંદની પ્રત્યે વધુ આકર્ષીત રહે છે ...
પુર્ણ ચંદ્ર ની ચાંદની ના પ્રભાવ થી મગજ માં સેરોટીનીન જેવા મૂડ એલીવેટર હોર્મોન્સ નું સિક્રિએશન પુરતાં પ્રમાણ માં થાય છે ... જેથી માનવ ચિત્ત પ્રસન્નતા અનુભવે છે ...
આધ્યાત્મિક દ્રષ્ટિકોણ થી ચિત્ત માં ...
સત્વ તથા રજસ્ ગુણ ની પ્રબળતા વધે છે એટલે પૂર્ણિમા ના દિવસે ખુલ્લા આકાશ ની નીચે ચાંદની માં નિંદર - તંદ્રા આવવી મુશ્કેલ છે ...
આપણા વિચક્ષણ પૂર્વજો એ આ તથ્ય નો લાભ લેવા પૂનમ ની રાતે ભક્તિ - આરાધના કરવા પ્રભુભજન ના આયોજન ગોઠવ્યા છે ...
શરદપુર્ણિમા ને દિવસે ચંદ્ર સોળેય કલા એ ખીલ્યો હોય પ્રકૃતિ નું સૌદર્ય આહ્લાદક હોય ત્યારે ...
આવા આલોકીક અમૃત આનંદ નું સુખ છોડી , કોણ માનવ નિંદર ને માણે ?
એમ છતાંય અમુક માટે હાકલ જરૂરી છે ...
એ શુ કામ ને રહી જાય પ્રકૃતિ દત્ત આનંદ ની આ લ્હાણી માંથી ?
એટલે કોજાગરી પુનમ. ..
શરદપુનમે શ્વાસ ના રોગીઓ ને ઔષધિય ખીર ખાવા પ્રેરણા અપાય છે ...
આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્ર માં શ્વાસરોગ - Asthma ના પાંચ પ્રકાર વર્ણવેલ છે , જે પૈકી સૌથી વધુ જોવા મળતા શ્વાસ - દમ ના પ્રકાર માં તમકશ્વાસ એક છે ... ચરક ચિકિત્સા સ્થાન અધ્યાય -૧૭ માં તમકશ્વાસ ની વિશેષ સંપ્રાપ્તિ સહિત નું વર્ણન કરેલ છે ... ચરક માં તમકશ્વાસ ને કફવાતાત્મક બતાવેલ છે ... પરંતુ જયારે તમકશ્વાસમાં પિત્ત નો અનુબંધ થાય ત્યારે એને પ્રતમક અથવા સંતમક કહે છે ...
આ વિશિષ્ટ પ્રકાર ચરક માં જ જોવા મળે છે...
પ્રતમકશ્વાસ માં જવર સાથે મુર્છા આવે છે તથા સામાન્ય રીતે શ્વાસ માં ઉષ્ણ પદાર્થ અને ઉપક્રમો યોજાય છે પણ અહિંયા પિત્તના લક્ષણો હોવાથી શિત પદાર્થ લાભદાયી છે ...
સંતમક શ્વાસ, અંધારા માં રહેવા થી વધે છે... દરદી ને પણ ઘોર અંધકાર માં પડયો હોય એવુ લાગે છે ...
શરદપુનમ ના દિવસે શિતલ - તેજસ્વી ચાંદની માં પ્રતમક કે સંતમક શ્વાસ ના રોગી ને બેસાડવાથી તથા દૂધ ની બનાવેલ ખીર ખાવા આપવા થી ફાયદો જણાય છે ...
પણ એ પૂર્વે તમકશ્વાસ માં પિત્તનો અનુબંધ છે કે કેમ એ નિશ્ચિત કરી લેવું જરૂરી છે ...
શરદ પુનમે આનંદ રૂપી અમૃત મેળવતા...
આસો માસ ના અને આરોગ્યતા પ્રદાન કરતાં દેવયુગ્મ અશ્વિનીકુમારૌ ને
અથર્વવેદ ના કાંડ ૧૯ ના ૬૭ માં સુક્ત માં અપાયેલી
આ પ્રાર્થના કરીએ ...
पश्येम शरदः शतम् ।
जीवेम शरदः शतम् ।
बुध्येम शरदः शतम् ।
रोहेम शरदः शतम् ।
पूषेम शरदः शतम् ।
भवेम शरदः शतम् ।
भूयेम शरदः शतम् ।
भूयेसी: शरदः शतम् ।
કેમ કે ધર્મ , અર્થ , કામ અને મોક્ષ પુરૂષાર્થ ચતુષ્ટય ની સિદ્ધિ માટે .. નિરોગી શરીર જ સાધન રૂપ છે ...

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો