બુધવાર, 19 જૂન, 2019

શારદા પૂજન

આજે દિપાવલી
 વર્ષ નો અંતીમ  દિવસ ...
અંત થી આરંભ કરવો એ ગુજરાત  અને ગુજરાતી ની ખાસિયત છે ...
આવતી કાલ  થી વિક્રમ સંવત ૨૦૭૪  નું નવુ વર્ષ  શરૂ થશે ...
ગુજરાત  નો વ્યાપારી વર્ગ  આજે આવનારા નવા વર્ષ ના ચોપડા ઓનું પૂજન કરશે ...
ધંધા વ્યાપાર ની સમૃદ્ધિ  સતત એના નિરીક્ષણ  અને એ પ્રમાણે  નવા સુધારા વધારા  પર આધારિત  છે ...
 નવી પેઢી માં ચોપડા  ની જગ્યાએ  ડેટા એન્ટ્રી ( ટેલી એકાઉન્ટે ) લીધી છે ...
પણ
હેતુ  તો એક જ છે ...
 ધંધા માં સમૃદ્ધિ  આવવી જોઈએ  અને એ ચોપડા  લખવા .. કે ડેટાએન્ટ્રી  કર્યા  બાદ સમયાંતરે  એનું મુલ્યાંકન  કરતાં રહેવાથી  ધંધા - વ્યવસાય  માં પ્રગતિ  નિશ્ચિત  થાય જ છે ...
દિપાવલી  ના દિવસે કરતાં ચોપડાપૂજન ને
" શારદાપૂજન " પણ  કહેવાય છે ...
 અહિંયા  કલા અને જ્ઞાન ની દેવી ...
 શ્વેત વસ્ત્રધારીણી,  સૌમ્યસ્વરૂપા, શિતલ,  સાત્વિક 
 માઁ સરસ્વતી  નું પૂજન  અર્ચન  કરી કૃપા મેળવવા નો હેતુ છે ...
બહુ સુચક અર્થ સાથે આ શારદાપૂજન  ની પરંપરા ને દાખલ કરાઇ હતી ...
દરેક વ્યવસાયકારે  પોતાના વ્યવસાય  માં
કલાકારવૃતિ  કેળવવા ની છે
એટલે કે
નિત્ય સ્વાધ્યાય ... ચિંતન... અને કર્માભ્યાસ...
તથા  સત્ય અને સાત્વિકતા  થી આજીવિકા  રળવા ની છે ..
 આપણે સૌ એ  ચિકિત્સક તરીકે  પણ  શારદાપૂજન  કરવુ જરૂરી  છે ...
ચોપડા તો  એકાઉન્ટન્ટ / C.A. સેટ કરી આપે જ છે ...

માનનીય શ્રી  મોદીજી  એ  ધન્વંતરી જયંતી ના દિવસે અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન ના લોકાર્પણ  વખતે  જે કહ્યુ એમાંથી કેટલાક  ન્યુઝ પેપર્સ માં એક હેડલાઇન  ચમકાવવામાં આવી. ..
 " આયુર્વેદ નું પાટીયા અને એલોપથી દવા ... "
 જો કે એ સિવાય ની ઘણી બધી અનુકરણીય  અને ગોરવવંતી  વાતો મોદીજી એ કહી હતી
 પણ ...
આલોચના  થી છંછેડાઇ ને  ગભરાઈ  જવા કરતાં એના પર ચિંતન કરી એમાં સુધારો કરવો જરૂરી  છે ...
 કબીર વાણી ની જેમ નિંદક કી કુટિયા. ..

મિત્રો,
  દરેક BAMS  પ્રેકટીશનર દૈનિક 35 થી 100 જેટલા દરદીઓની સારવાર  કરતાં હોય છે...
 આમાંના 10 % એવા દર્દીઓ હોય છે જેમની ક્લિનીકલ હિસ્ટ્રી  યુનિક  હોય છે તથા એમાં એપ્લાઇડ  આયુર્વેદ  થી સારા પરીણામ  મેળવી શકાય છે ...
 તો ,
દિવસ દરમિયાન આવનાર દરદીઓ  પૈકી આવા દરદીઓ ની કેસહિસ્ટ્રી , ડાયગ્નોસીસ  તથા કરેલ  ઔષધયોજના અને મળતા પરીણામ  ની નોંધ દરેક ચિકિત્સકે  રોજે રોજ રાખવી જોઈએ. ..
એટલે કે  ચોપડો લખવો જોઈએ. ..
આપ કોમ્પ્યુટર માં પણ આ રીતે  ડેટા એન્ટ્રી  કરી શકો અથવા આપના ફેસબુક એકાઉન્ટ  કે વૉટસેપ  પર પણ  પ્રકાશિત  કરી શકો ...

આ પ્રવૃતિ  થી પહેલા આપની  જીજ્ઞાસાવૃતિ  અને જ્ઞાન પછી  યશ અને  ધન માં સમૃદ્ધિ  આવશે  જ ...

વર્તમાનસમય અને સંજોગો ...
આયુર્વેદ ચિકિત્સા ના ફેલાવા  અને પ્રજા ના સ્વીકાર્ય નો છે ...
જગતનિયંતા  ની કૃપા થી રાજનૈતિક  સ્પોટ  પણ સારો મળી રહ્યો છે ...
આ પ્રવાહ ની સાથે તરવુ  જરૂરી છે ...

નવા વર્ષે  એક સંકલ્પ  લઈએ  કે,

રોજે રોજ ચોપડો લખીશું. ..

અનુભવીશું ,  ચિંતન કરીશું  અને જણાવીશું. ..

ગમતાં  નો કરીએ ગુલાલ ...

નવા વર્ષ માં
 આયુર્વેદ કે અચ્છે દિન  ની સાથે સર્વ BAMS ચિકિત્સક મિત્રો  ના દરેક  દિવસ જ્ઞાન - ધન - યશ થી સમૃદ્ધ  બને એવી શુભકામના  સાથે ...
નૂતન વર્ષ ૨૦૭૪ ના હાર્દિક  અભિનંદન .

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...