બુધવાર, 19 જૂન, 2019

કેન્સર પર મારા વિચાર...

કેન્સર. ...
      આ શબ્દ  થી વ્યાધિ લક્ષણ ને ભયાનક  રોગ બનાવી  દેવાયો  છે..
      અને જે અજ્ઞાત અને ધૂંધળુ  હોય તથા સામાન્ય  પ્રજા  માં એના વિશે  જીજ્ઞાસા મિશ્રિત  ડર હોય  એવા તથ્યો  ને અમુક બુધ્ધિ પ્રતિભા  વાળી વ્યક્તિ  ઓ .. ધન મેળવવા  નુ સાધન  બનાવી  દે છે અને આ જીવન ના તમામ  ક્ષેત્રે  સત્ય  છે પછી તમારો મોટર મેકેનીક  હોય કે ઇલેકટ્રીશીયન...બધા જાણે અજાણે  આ પ્રયોગ  ધનલાલશા માં કરે છે .

       કેન્સર વિશે  1970 ના દશકા  માં મૂળ ગુજરાત - રાજકોટ  ના પણ, એનોટોમી શારીર શાસ્ત્ર  ના વિભાગાધ્યક્ષ  ,  કે. ઇ. એમ. હોસ્પિટલ અને  મેડિકલ કૉલેજ   પુના માં  .....  ડૉ..મનુભાઇ  એલ કોઠારી એ હોનેસ્ટલી  સંશોધન  કર્યુ  અને વિશ્વ  ના  ચિકિત્સા  ક્ષેત્રે  ખેરખાં 22 દેશો ની સામે સત્ય ના વિજય પ્રતિક સમાન 

કેન્સર  કેટલુ  સત્ય  કેટલી ભ્રમણા

નામનુ  પુસ્તક  રજુ  કર્યુ . ( આ ગુજરાતી  અનુવાદ  છે. .)  ઓરીજીનલ  cancer  myths  & reality  તથા other  face of cancer નામના મહાનિબંધ  દુનિયા  સામે રજુ કરાયેલ. ..
          પશ્ચિમી ચિકિત્સા  જગત ના એક પણ કેન્સર ના વિદ્વાન ( ઓન્કોલોજીસ્ટ )  એ આ મહાનિબંધ/ સંશોધન પત્રો  ના એક પણ વાકય ની વિરૂદ્ધ  હજુ  સુધી  કંઈ પણ સાબિત કરી શક્યા  નથી..
        આ પુસ્તક  માં ડૉ. મનુભાઇ  લખે છે.  તથા તેમના જાહેર કાર્યક્રમ માં પણ કહ્યુ છે.. અત્યાર સુધી  ના          કેન્સર માટે ના  સંશોધન  નો સારાંશ  આયુર્વેદ  માં આચાર્ય  સુશ્રુતે  જે અર્બુદ વિશે જણાવ્યુ  છે. એટલો જ છે. અમે કર્કટાર્બુદ  ને ફકત  કેન્સર નામ આપ્યુ છે. એની ક્યોરેબલ  સારવાર શક્ય  નથી.  કેમકે એ પ્રકૃતિ ગત  છે અને વિકૃત પણ કુદરતી  કોષ રચના  છે. . એ ઉપદ્રવ  નથી પણ એને છંછેડી  ને ઉપદ્રવ  પેદા  કરાય છે. ..

      જીજ્ઞાસુ  મિત્રો  ને આ પુસ્તક  એકવાર વાંચવુ જોઈએ  વિશ્વ  ની અંગ્રેજી,  ગુજરાતી  તથા ભારતીય  ભાષા  ઓ સિવાય જર્મન, ફ્રેન્ચ  જેવી 22 ભાષા માં અનુવાદીત  છે. .
       આ પુસ્તક  વાંચી  ને વિશ્વ ના અન્ય કેન્સર નિષ્ણાંતો  ની જેમ એના તથ્યો  ચકસવાની તમને પણ   છૂટ  છે ... 
         આ પુસ્તક વિશે વિશેષ વખાણ કે ચર્ચા કરવા  નો કોઈ  અર્થ  સરતો  નથી.
    મધ્યાહ્ન નો સુરજ હોય તો દિપક નો પ્રકાશ  કેટલો જરૂરી? ?  અંધારીયા ખંડ માં પણ બહાર તપતા  સૂર્ય પ્રકાશ  ને આવવા  બારી ખોલવા કે બાંકરૂ  પાડવા ની જરૂર  છે. ..
           વર્તમાન માં જે કેન્સર  સંપૂર્ણ પણે મટાડી દેવા ના દાવા/ વાયદા વાળી હર્બલ  ના નામે  કે અન્ય ચિકિત્સા પધ્ધતિ  ( આશ્રમ વાળા અને બાબાઓ ની પણ) ની જાહેરાતો,  થી સાવધાન  રહો .પુરતી ખાતરી કરો એકદમ ભાવુક  ગુજરાતી  બની ને ભરોસો  ના કરો  તથા આ વિષયે સોશિયલ મીડિયા  પર પોસ્ટ  ને copy , pest & share  કરતાં પહેલા જણાવેલ  હકીકત ની થોડીક  તર્ક  યુકત  વૈજ્ઞાનિકતા  ચકાશો.
..

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...