दादी माँ के नुस्खे/ ડોશીવૈદુ થી निमहकीम/ ઊંટ વૈદુ નુ ચિંતન - મંતવ્ય. .
પ્રેકટીશનર તરીકે ચિકિત્સીય નુસખા જયારે આવનાર દર્દી કે દર્દીઓ ના સગા- વ્હાલા જાહેર માં મારા દવાખાને ચર્ચે ત્યારે મને ખૂબ ખીજ આવે અને એમને ગગલાવી નાંખુ એ બિચારા સ્વીકારી પણ લે. .. આવુ અવારનવાર બને અને ડૉક્ટર તરીકે આ વર્તન સારૂ પણ ના લાગે . વિવિધ આક્ષેપો પીઠ પાછળ થાય એટલે આ વિષયે ચિંતન થયુ અને આપને મંતવ્ય જણાવુ છું. ..
દાદી કે ડોશી દુનિયા માં એક માનનીય વ્યક્તિ છે .દાદા ના નસુખા કે ડોસાવૈદુ શબ્દ સમાજ માં પ્રચલિત નથી.. સામાન્ય રીતે દાદી એ ત્રણ પેઢી ની સાક્ષી રહી હોય છે એટલે પરીવાર ના સભ્યો ની માંદગી અને સારવાર નો સાક્ષાત્કાર કરેલ હોય છે.. આવી વ્યક્તિઓ નુ વૈદક બાબતે જ્ઞાન અનુભૂત અને પ્રત્યક્ષ દર્શીત હોય જનતા માટે સ્વાભાવિક શ્રધ્ધેય હોય છે.
આથી દાદી ના નુસખા તેઓ અપનાવી લે છે. અને બંને ફેક્ટર, દાદી નો અનુભવ અને દાદી પ્રત્યે ની શ્રધ્ધા ઘણીવાર નવીન તથા સામાન્ય વ્યાધિ માં કારગર સાબિત થાય છે.
ડોશીવૈદુ ની લોકપ્રિયતા બાબતે એક બીજી પણ ધ્યાનાકર્ષ તથ્ય માનવ નો લોભી અને મફત મેળવવા નો સ્વભાવ પણ છે..
સંહિતા કાળ માં અને એ પહેલા પણ સુશ્રુત સંહિતા માં આયુર્વેદ શાસ્ત્ર નો અભ્યાસ કરવા યોગ્ય શિષ્ય ના લક્ષણો તથા અભ્યાસ પૂર્ણ થયેલ વિશાખાનુપ્રવેશ અંતર્ગત શાસક રાજા ની પણ વૈદ્યક ની પ્રેક્ટિસ શરૂ કરવા માંગતા વૈદ્ય પ્રત્યે ફરજ તથા તેની પર કાયદા ના બંધનો વિગેરે ની જોગવાઈ જોવા મળે છે.
જે આજે જોવા મળતી નથી. જે
કાયદા બનાવેલા છે એમાં ઉતરાયણ ની પતંગ મહોત્સવ વાળી વાત છે. . સંહિતા માં વિગતો
ત્યાં સુધી આપી છે કે આજ ની જેમ દર્દી કે દર્દી ના સગા નુ સમંતીપત્રક નહી પણ રાજા તરફ થી આજ્ઞા મળે તો મરણતોલ દર્દી ની સારવાર કરવાની વૈદ્ય ને છૂટ મળતી હતી. ..
અયોગ્ય વૈદ્ય ( ઊંટ વૈદ્ય ) એ રાજા ની બેદરકારી અને દોષ ગણવા માં આવતો અને આવાઓને કારણે પ્રજા ને થતુ તમામ નુકશાન રાજય તરફ થી ભરપાઈ કરાતુ .
સંહિતા કાળ બાદ પોકળ અને મિથ્યાભિમાની જ્ઞાતિવાદ તથા ધાર્મિકબંધનો એ આયુર્વેદ શાસ્ત્ર ને નુકસાન પહોચાડયુ . વિશેષ વિવેચન કરવાની જરૂર નથી સમજી શકાય એવુ છે. વિદેશી આક્રમણ માં પણ 11-12 સદી માં રસશાસ્ત્ર નો વિકાસ સારો હતો પણ એની અધોગતિ માં કંઈક અંશે તમામ ધર્મ ના ઠેકેદારો નડયા. ..
આયુર્વેદીય પંચકર્મ, રસાયન કર્મ, રસશાસ્ત્ર ચિકિત્સા તથા ઓષધ નિર્માણ સામાન્ય પ્રજા ને પરવડે એમ નહોતુ એના પાછળ સહજરીતે ઉપલબ્ધ વનૌષધિ ની અછત થવા થી વનૌષધિ મોંઘી થવા લાગી હશે તથા વધતી જતી જરૂરીયાત ને લઈને વૈદ્ય થોડા અંશે ધન મેળવવા લાલયીત થયા હશે. .
मरतां कया नही करतां જેવી પરિસ્થિતિ માં દાદીમા ના નસુખા ને લીફટ મળી ગઈ જો કે આ આવશ્યકતા ને આધિન આવિષ્કાર હતો. અને કલ્યાણકારી પણ. ..
ડોશી વૈદુ જયારે અજ્ઞાની, બીન પ્રત્યક્ષ દર્શી , બીન અનુભવી તથા માત્ર ધન અને વાહવાહી કમાવવા ના લાલચુ લોકો ના હાથ માં આવ્યુ એટલે ઊંટ વૈદુ થયુ અને निमहकीम પેદા થયા. .
પરગજુ સ્વભાવ એ માનવ સહજ લાગણી છે એટલે કોઇ ને પણ દુઃખ આવે કે તુરતજ માનવ સલાહ આપવા માંડે અને એમાંય તુક્કો લાગી જાય અને થોડી પ્રશંસા થાય તો અહં પોષવા લાગે અને પછી ખપે એ વ્યાધિ માં આ વ્યક્તિ નસુખા બતાવવા માંડે ઘણા ઉત્સાહિ તો આ વિષય ની ચાર- પાંચ ચોપડી વસાવી ને કંઠસ્થ પણ કરી લે પાછી એ પોતે પણ છપાવે. ...
નસુખા અપનાવનાર ને ડૉ ની ફીઝ ના દેવી પડે વળી મેડીકલ ની મોંઘી દવા ના ખરીદવી પડે એ લોભે સહકાર અને પ્રચાર બંને કરે. .. આ વૃત્તિ પાછળ ઉચી ફીઝ અને મોંઘી દવા લખનાર ડૉ/ વૈદ્ય કે જે પુરતા જ્ઞાન નો પ્રયોગ નથી કરતાં એ પણ જવાબદાર છે. કેમ કે રૂપિયો ખર્ચી ને સાચુ નિદાન ના થાય અને બિમારી માંથી મુક્તિ પણ ના મળે. ..
દરેક વ્યક્તિ ને પ્રભુકૃપા થી યથાર્થ નુ દર્શન થાય તો જ આ ઘટમાળ અટકે. .
અને એ મોટાભાગે અશક્ય છે કેમ કે જન્મો જન્મ ના જે સંસ્કાર જન્ય સ્વભાવ ની ખાસિયત ... અહં પોષવો પરગજુતા, લોભ, લાલચ એ દૂર થવાની નથી.
તો આનો ઉપાય શું ?
हम बदलेंगे युग बदलेंगा એમ પોતાની બિમારી અંગે તુરંત પ્રાણાભિસર વૈદ્ય અથવા ક્વોલિફાઇડ ડૉકટર ની સલાહ અને સારવાર લેવી.
તથા પરગજ્જુ સ્વભાવ કોરણે મુકી અન્ય ને પણ બિમારી માં તાત્કાલિક સારા અને સહ્રદયી ડોકટર પાસે મોકલાવવા ..
આ વિષય ના નિરાકરણ માટે ઉપયોગી એવુ એક સૂત્ર આયુર્વેદ માં વૈદ્ય અને રોગી ના ચાર - ચાર લક્ષણો છે.
જીજ્ઞાસુ મિત્રો એ વાંચી લેવુ. .
અહીંયા રજૂઆત કરીશ તો પુનઃ નવો આર્ટિકલ લખાઈ રહેશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો