મંગળવાર, 18 જૂન, 2019

આદું... તબીબી વિજ્ઞાન ની એરણે

અમેરિકાની 'ધ જ્‍યોર્જિયા સ્‍ટેટ યુનિવર્સિટી' એ ઉંદરો પર કરેલા રીસર્ચમાં એવું જાણવા મળ્‍યું હતું કે, આદુનો અર્ક આપવામાં આવે તો પ્રોસ્‍ટેટની ગાંઠના કદમાં પ૬ ટકા જેટલો ઘટાડો થાય છે. પ્રયોગ દ્વારા એવું પણ જાણવા મળ્‍યું કે આદુનો અર્ક માત્ર કેન્‍સરના કોષોને જ ખતમ નથી કરતો, તેનાંથી દાહ પણ ઓછો થાય છે. અને રોગ પ્રતિકારક શકિત પણ વધે છે.
         એક અમેરિકન હેલ્‍થ જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આદુનું ૬-શોગાઓલ નામનું તત્‍વ કેન્‍સરની સારવારમાં પરંપરાગત કેમોથેરપી કરતા અનેકગણું વધુ સારૂં પરિણામ આપે છે. ૬-શોગાઓલની વિશિષ્‍ટતા એ છેકે તે માત્ર કેન્‍સરના કોષોના મૂળ પર જ ત્રાટકે છે. મધર સેલ્‍સ (માતા કોષ) તરીકે ઓળખાતા આ કોષો સ્‍તન કેન્‍સર સહિત અનેક પ્રકારના કેન્‍સર માટે નિમિત્ત બને છે. માતા કોષમાંથી બીજા અનેક કોષો નિર્માણ પામે છે જે ધીમેધીમે શરીરને ખતમ કરી નાંખે છે.
                 આ બધા કોષો અજેય હોય છે, અમર જેવા હોય છે, તેનાં પર ભાગ્‍યે જ કોઇ દવા કારગત સાબિત થાય છે.
આ વાત સાબિત કરે છે કે, કેન્‍સરના કોષો તેની જાતે પુનઃનિર્માણ પામતા રહે છે. એ સતત વધતા ચાલે છે.
        કેમોથેરપી જેવી પરંપરાગત સારવાર સામે આવા કોષો પ્રતિકારકતા કેળવી લે છે. અને સતત વધતા રહેવાનાં કારણે તેના દ્વારા નવી ગાંઠો થવાની સંભાવના પણ રહે છે. શરીરને કેન્‍સર મુકત ત્‍યારે જ કહી શકાય જયારે આ ગાંઠમાંથી પણ કેન્‍સરનાં આવા કોષો નાશ પામે.
                       વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, નવા સંશોધનોમાં પુરવાર થયું છે કે, ૬-શોગાઓલ નામનું આદુમાંનુ આ તત્‍વ કેન્‍સરના આવા સ્‍ટેમ સેલનો નાશ કરે છે. બીજી રાજી થવા જેવી વાત એ છે કે, પ્રયોગોમાં એવું જાણવા મળ્‍યું છે કે,
  1)આદુનો જયારે રાંધવામાં ઉપયોગ કરવામાં આવે ત્‍યારે અને
  2)  તેની સૂકવણી કરવામાં આવે ત્‍યારે ૬-શોગાઓલ નામનું આ અત્‍યંત હિતકારક તત્‍વ તેમાંથી મળી આવે છે.
      તેનો અર્થ એ થયો કે ભોજનમાં આદુ   નિયમિત લેવુ જોઇએ અને કેન્‍સરના દર્દીઓ તેની સૂકવણી એટલે કે સુંઠનો ઉપયોગ પણ છુટથી કરી શકે જો કે, આદુની કેન્‍સરમાં ઉપયોગીતા એક વિશિષ્‍ટ કારણને લીધે પણ છે કારણ કે, આદુનો અર્ક સ્‍વસ્‍થ કોષોને હાની પહોંચાડતો નથી.
આ એક જબરદસ્‍ત કહેવાય તેવો ફાયદો છે. કેમોથેરપી જેવી સારવારથી શરીરના સ્‍વસ્‍થ અને જરૂરી કોષોને પણ ખાસ્‍સુ નુકશાન પહોંચતું હોય છે.
      જ્યોર્જિયા યુનિવર્સિટીના આ પ્રયોગ થકી એવું તારણ નીકળ્‍યું છે કે ટેકસોલ જેવી કેન્‍સર વિરોધી દવા પણ આદુ જેટલી અસરકારક નથી. એટલે સુધી કે જયારે ટેકસોલનાં ડોઝ અપાતા હોય ત્‍યારે પણ આદુનું ૬-શોગાઓલ નામનું તત્‍વ તેનાં કરતા વધુ અસરકારક સાબિત થાય છે.
            વૈજ્ઞાનીકોએ નોધ્‍યું છે કે ટેકસોલ કરતા ૬-શોગાઓલની અસર ૧૦ હજારગણી હોય છે. તેનો સ્‍પષ્‍ટ અર્થએ થયો કે, આદુ દ્વારા કેન્‍સરની ગાંઠ બનતી અટકાવી શકાય છે અને તેનાં દ્વારા સ્‍વસ્‍થ કોષોની જાળવણી પણ થાય છે.
           કેન્‍સરની સારવાર બાબતે હજુ આવા અનેક સંશોધનો જરૂરી છે. જે તેનાં થકી આપણને એ ખ્‍યાલ પણ આવશે કે અત્‍યાર સુધી આપણી એલોપથિક સારવાર કેટલી ખોટી દિશામાં હતી અને આવી સારવાર દ્વારા આપણે કેટકેટલી માનવજિંદગી બરબાદ કરી છે.
              આપના રોજીંદા ખોરાક માં આદુનો નિયમિત ઉપયોગ શરીર ને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ જ જરૂરી છે.
            શરીરને તાજું-માજુ લીલું રાખનાર એટલે કે કોષ માંથી કચરો બહાર કાઢવાની ક્રિયા (કેટાબોલીઝમ) અને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખનાર ક્રિયાનું એનાબોલીઝમ આ બન્નેક્રિયા આદુ કરે છે.
જમતા પહેલા આદુનો રસ પીવાથી ખુબ ફાયદા છે.
૧) મસાલામાં આદુ રાજા છે.
૨) જઠરાગ્ની પ્રબળ બનાવે છે. (દીપેન છે).
૩) ફેફસામાં કફ ના ઝાળા તોડી નાખે છે.
૪) જીભ અને ગળુ નિર્મળ બનાવે છે.
૫) વધુ પ્રમાણ માં પેશાબ લાવે છે.
૬) છાતી માંથી શરદી કાઢી નાખે છે.
૭) આમવાત ના સોજા મટાડે છે.
૮) જાડાપણું (મેદ) મટાડે છે.
૯) કફ તોડે છે - વાયુનો કટ્ટર દુશ્મન છે.
૧૦) સીળસ મટાડનાર છે.
૧૧) દમના દર્દીને ફાયદો કરે છે
૧૨) હૃદય રોગ મટાડનાર છે.
૧૩) તેના નિયમિત સેવન થી કેન્શર થતું નથી
૧૪) પીત્તનું શમન કરે છે.

આદુ ગરમ છે તે વાત ખોટી છે.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...