બુધવાર, 19 જૂન, 2019

ગાયત્રી મંત્ર

ॐ ... પ્રણવ
भुः भुवः स्वः ... વ્યાહૃતિ
આ શબ્દ નો  અર્થ ચોતરફથી એટલે કે
ભુલોક, ભુવઃ લોક, સ્વઃલોક એમ
ત્રિલોક માંથી આહરણ કરી લાવવું...

तत् सवितु वरेण्यम् ...પ્રથમ ચરણ

भर्गो देवस्य धीमहि...દ્વિતીયચરણ

धीयो यो नः प्रचोदयात् ... તૃતીય ચરણ

સંસ્કૃત વૈદિક સાહિત્ય માં એકવીશ જેટલા અક્ષરમેળ છંદ આવે છે, જે પૈકી ઉપરોક્ત મંત્રનો  છંદ गायत्री કહેવાય છે.
આ છંદ માં  ત્રણ ચરણનો હોય છે અને દરેક ચરણમાં આઠ આઠ અક્ષર હોય છે. ગાયત્રી છંદ ના આર્ષી, દૈવી, આસુરી, પ્રાજાપત્યા, યાજુષી, સામ્ની, આર્ચી અને બ્રાહ્મી એવા આઠ ભેદ છે અને તેમાં અનુક્રમે ૨૪, ૧, ૧૫, ૮, ૬, ૧૨, ૧૮ અને ૩૬ વર્ણ હોય છે.

આથી આ  ગાયત્રીછંદ યુક્ત મંત્ર,
8 અક્ષર × 3 ચરણ = ૨૪  અક્ષર ધરાવતો
આર્ષી ગાયત્રી છંદ કહેવાય છે.

વિશ્વરથ નામે ગાધીન્ રાજનો  રાજકુમાર જયારે  યમ - તપ - વ્રત દ્વારા  આર્ષ બને છે ત્યારે તેમને આ મંત્ર નું દર્શન થાય છે. ત્યારે ૠષિ વશિષ્ટ એ આ રાજકુમાર ને વિશ્વામિત્ર નામ આપ્યુ છે.
વિશ્વામિત્ર આ મંત્રના આર્ષદ્રષ્ટા ૠષિ કહેવાયા.

આ મંત્ર ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચારેય વેદમાં છે. આ મંત્ર સિવાય બીજો એકેય મંત્ર એવો નથી કે જે ચારેય વેદમાં આવતો હોય.

મૂળ આ મંત્ર ઋગ્વેદના ત્રીજા મંડલના બારમા સુક્તનો દસમો મંત્ર છે.

સમાવેદમાં એકહજારચારસો બાસઠમો મંત્ર છે.

યજુર્વેદમાં તો તે મંત્ર ચાર વાર આવે છે.

અથર્વવેદમાં ગાયત્રીનો મહાન મહિમા સોળમા સૂક્તના એકોતેરમો મંત્ર છે.

આ ઉપરાંત અન્ય ધર્મગ્રંથોમાં;

તૈત્તિરીય આરણ્યકમાં બે વાર,
આંધ્ર આરણ્યકમાં એક વાર,
મૈત્રેય બ્રાહ્મણમાં ચાર વાર,
કૌશીતકી બ્રાહ્મણમાં બે વાર,
ગોપથ બ્રાહ્મણમાં એક વાર,
દૈવત બાહ્મણમાં એક વાર,
શતપથ બ્રાહ્મણમાં ત્રણ વાર,
બૃહદારણ્યક ઉપનિષદમાં એક વાર,
નારાયણી ઉપનિષદમાં એક વાર,
વારાહી ઉપનિષદમાં એક વાર,
જૈમિનીય ઉપનિષદમાં એક વાર,
શ્વેતાશ્વતર ઉપનિષદમાં એક વાર,
આશ્વલાયન શ્રૌતસૂત્રમાં બે વાર,
શાંખાયન શ્રૌતસૂત્રમાં પાંચ વાર,
આપસ્તંબ સૂત્રમાં બે વાર,
શાખાયન ગૃહ્યસૂત્રમાં ત્રણ વાર,
કૌશીતકી સૂત્રમાં એક વાર,
સામમંત્ર બ્રાહ્મણમાં એક વાર,
ખાદિર ગૃહ્યસૂત્રમાં એક વાર,
બોધાયન ધર્મશાસ્ત્રમાં એક વાર,
માનવ ગૃહ્યસૂત્રમાં ત્રણ વાર,
માનવ શ્રૌતસૂત્રમાં એક વાર,
માનવ ધર્મશાસ્ત્રમાં એક વાર અને
મૈત્રેય ઉપનિષદમાં એક વાર.

આથી સિદ્ધ થાય છે કે આ મંત્રનું સનાતનધર્મશાસ્ત્રમાં સર્વોપરી સ્થાન છે.
અને એટલે આ ગાયત્રીછંદ યુક્ત આ મંત્રને કેટલાક સનાતની દ્વારા  વેદનીમાતા કહેવાય છે.

તત્ત્વદર્શી મહાત્માઓ કહે છે કે,
આ મંત્રના આધાર ઉપર વેદના ઘણા સુક્તોનું નિર્માણ થયું છે.

વેદોના મંત્રદ્રષ્ટા ઋષિઓએ જે બ્રહ્મતેજ પ્રાપ્ત કર્યું છે તે આ મંત્રથી પ્રાપ્ત થયેલ છે.

આ મંત્ર દ્વારા જેટલી સાધના અને ઉપાસના આજ સુધી થઈ છે તેટલી બીજા કોઇ મંત્ર દ્વારા થયેલ નથી.

गै અને त्रा એ બે ધાતુનો गायत्री શબ્દ થયો છે.
ગૈ ધાતુનો અર્થ ગાન ( પ્રાણ ) અને
ત્રા ધાતુનો અર્થ રક્ષણ એમ કરીએ તો તેનો વ્યુત્પન્ન અર્થ એવો થાય કે બ્રહ્મનું કીર્તન કરનારનું રક્ષણ કરે તે.

ગાયત્રીછંદ યુક્ત આ મંત્ર ના ૨૪ અક્ષરની ૨૪ શક્તિ આ પ્રમાણે છે:
વામદેવી, પ્રિયા, સત્યા, વિશ્વા, ભદ્રવિલાસિની, પ્રભાવતી, જયા, શાન્તા, કાન્તા, દુર્ગા, સરસ્વતી, વિદ્રુમા, વિશાલેશા, વ્યાપિની, વિમલા, તમોપહારિણી, સક્ષ્મા, વિશ્વયોનિ, જાયા, વશા, પદ્માલયા, પરાશોભા, ભદ્રા અને ત્રિપદા.

ગાયત્રીમંત્ર ના ચોવીશ દેવતાઓનાં નામ આ પ્રમાણે છે:
અગ્નિ, પ્રજાપતિ, સોમ, ઈશાન, સવિતા, આદિત્ય, બૃહસ્પતિ, મિત્રાવરુણ, ભગ, અર્યમા, ગણેશ, ત્વષ્ટા, પૂષા, ઇંદ્ર, વાયુ, વામદેવ, વિશ્વદેવા, માતૃગણ, વિષ્ણુ, વસૂ, રુદ્ર, કુબેર અને અશ્વિનીકુમાર.

24 અક્ષર ના 8 - 8 અક્ષર ના ત્રણ ચરણ અનુક્રમે 
૧.બ્રહ્મદંડ (પ્રતિક ખાખરા पलाश નો દંડ) 
૨. બ્રહ્મશિરસ (પ્રતિક બોડિયાકલાર गोरखमुंडीનો કટકો) અને
૩. બ્રહ્માસ્ત્ર, (પ્રતિક ચોવીશ પાંખડીનું  કમળ पद्म )

આ મંત્ર  મૂળાધારમાંથી નીકળી દંડની જેમ કંઠસ્થાન સુધી પહોંચે છે. ત્યાંથી વાણી દ્વારા પ્રગટ થાય છે અને પછી પંચભૂતતન્માત્રા માં જાય છે. ત્યાંથી અગ્નિની વેદી ઉપર આવી અગ્નિમંડળમાં પ્રવેશ કરે છે. ત્યાંથી પૃથ્વીની કૂખમાં પ્રવેશે છે અને આસનસ્થ મંત્રોચ્ચાર તથા અનુષ્ઠાન કરનાર મંત્રવિદ્  ના ચરણમાંથી તેના શરીરમંડળમાં હૃદયમાં પ્રવેશ કરે  છે,
ત્યાંથી પ્રાણશક્તિરૂપે પ્રાણમંડળમાં ફરે છે.
આવી રીતે છ કૂખોમાં ફરીને પ્રાણમંડળમાં આવેલી ગાયત્રીને મંત્રશાસ્ત્રમાં ભૂ-ભેદી કહી છે.
એવી રીતે મંત્ર સાધનામાં
ભૂવઃભેદી અને સ્વઃ ભેદી ક્રમે ક્રમે થાય છે. જેના અંતે મંત્ર સિદ્ધ થાય છે..
આ દરેક પગથિયે  સમર્થ ગુરૂ ની દેખરેખ અને સમયે સમયે માર્ગદર્શન ની જરૂરીયાત રહે છે એટલે મંત્ર માં ગુપ્તતા જરૂરી છે..
મંત્ર અવતરણ કે સમર્થગુરૂ પાસેથી મંત્રદિક્ષા બાદ
મંત્ર સિદ્ધિ  કરવી.. એ અણુઊર્જા  પેદા કરવી નિયંત્રિત કરી અને યોગ્ય માનવકલ્યાણ માટે ઉપયોગ કરવા જેવી વૈજ્ઞાનીક પ્રયોગ જેવી બાબત છે...
સંસ્કૃત બોલવાની અને સાંભળવા ની ભાષા છે..
વાંચન માં જો સંધિયુક્ત શબ્દ ને સંધિવિગ્રહ કરીને છૂટાં પાડી યોગ્ય ઉચ્ચારણ થી ધ્વની નો નાદ પેદા ના થાય તો ઉપર વર્ણવેલ ભૂઃભેદી વિગેરે થતુ નથી.
સંધિવિગ્રહ થતાં શબ્દ નો નાદ કે ધ્વની સાંભળી ને એનો અર્થ અને તાત્પર્ય અંતઃકરણ માં આપોઆપ સમજાય છે. બિંબ ના પ્રતિબિંબ સ્વરૂપે બ્રહ્માંડ માં પણ એ નાદ ગૂંજે છે અને એ દ્વારા પેદા થયેલ  કૉસમીક ઇલેકટ્રોમેગ્નેટીક વેવસ ને યોગ્ય અનકૉન્સીયસ માઇન્ડ  રીસીવર ટાવર ની જેમ સંયુક્ત અસર ઝીલીશકાય છે. આ સમગ્ર પ્રક્રિયા થી મંત્રસિદ્ધિ થાય છે.

મંત્ર નું એક વિજ્ઞાન છે વૈજ્ઞાનીક પ્રયોગ ની જેમ સ્ટેપ બાય સ્ટેપ પ્રયોગ ની વિધી છે જે જાણવી અને ફ્લો કરવી જરૂરી છે.
બાકી તો મંત્ર ને જાણ્યા સમજ્યા વિના જાપ કરે રાખીએ તો ..

અખો કહે એમ...
... જપમાળા ના નાકા ગયા તોય ના આવ્યુ હરિજ્ઞાન...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...