બુધવાર, 19 જૂન, 2019

મંત્ર

मन्त्र्यते गुप्तं परिभाष्यते इति ।

मन्त्रः =  मत्रि गुप्तभाषणे + अच्

मंत्र પર થી મંત્રણા અને મંત્રી શબ્દ આવ્યા  છે..
ગુપ્તતા એ એનું માત્ર લક્ષણ જ નહી
પણ પ્રયોજન પણ છે..

હવે વિચારો કે એક જ મંત્ર બધા જપે તો
એની ગુપ્તતા રહે  ખરી ?

જે મન ને તારી દે અથવા તાણી જાય એને મંત્ર કહે છે.

મંત્ર સિદ્ધ કરવો પડે..
એ પહેલા મંત્ર નું અવતરણ કરવું પડે
કોઇક ના મંત્ર  કોઇક  ને કામ ના આવે...?
મૂળ સ્ત્રોત બ્રહ્માંડ ની પરમસત્તા પાસે થી મંત્ર નું અવતરણ  થાય છે...

મંત્ર ની જરૂર શું છે ?

આત્મા નો મૂળ સ્વરૂપ કે ધ્યેય
सत्+  चित्त + आनंद છે.
પણ શરીર થી થતી દરેક વૃતી અને પ્રવૃતિ માં મન કે જે
વિચારો કલ્પનાઓના વાદળોનો સમુહ છે,  એ નડયા કરે છે. એટલે ધ્યાન પૂર્વક કાર્ય થતુ નથી અર્થાત્ કરાતાં કાર્ય પર ફોકસ રહેતુ નથી એટલે એમાં નિખાર આવતો નથી..

હવે ધ્યાન માં બેસવાથી એટલે કે પ્રયત્ન પૂર્વક ધ્યાન ની વિધિઓ કરવાથી પણ ધ્યાન થતુ નથી...
આવે વખતે પણ મન, વિચારોના વાદળો ને મોકલે રાખે છે
એમાંથી  છૂટવા માટે મંત્ર ની જરૂરીયાત ઊભી થાય છે..

મંત્ર શું છે ?

જરૂરીયાત પ્રમાણેના પ્રાર્થનાના શબ્દોનો સમુહ ...

મંત્રજાપ  જો સમજ્યા વિના થાય તો બ્રહ્માંડની પરમસતા સામે બાળક જીદ્દ કરતુ હોય એવું લાગે..

જીદ્દી અને ભેંકડા કરતું બાળક,  જો માનવને પસંદ ના આવે તો, આવી દુઃખી અને દિન-હિન ભાવથી જીદ્દપૂર્વક થતાં મંત્રજાપ  પરમતત્વ ને તો પ્રસન્ન  કરે ખરાં ?

જેને આવી સ્તુતિ  પ્રાર્થના વિગેરે થી  પ્રસન્નતા થાય તો એમાં  ઉદારતા પ્રગટી આવે છે અને યાચકને દાન સ્વરૂપે કંઈક ફળ મળે

શબ્દ એ  અક્ષરથી બને છે અને અક્ષર એ ધ્વનીઊર્જા ના પ્રતિક છે.
વિશ્વની દરેક પ્રજા એ પોતપોતાના એ ધ્વનીઊર્જા ના પ્રતિકો નક્કી કર્યા છે, જેને કક્કો કે આલ્ફાબેટસ કહેવાય છે
જેનાથી શબ્દ અને ભાષા નિર્માણ થાય છે.
પણ એમાં જે મૂળભૂત ઉચ્ચારણ થાય છે એમાંથી પ્રગટતી ધ્વનીઊર્જા દુનિયા ની ગમે તે ભાષા ની  એકસમાન  હોય છે..

A , अ,  અ ભાષાના પ્રતિક અલગ પણ એનાથી થતા ધ્વનિ ઉચ્ચારણ માં ધ્વની અને ઊર્જા માં સામ્ય છે.

આપણે ઊર્જાનો સ્થૂળ ભાવ માં સાક્ષાત્કાર પ્રકાશથી કરીએ છીએ...

પ્રકાશનું શ્વેત કિરણ સાત્વિક માધ્યમ :  પાણીનાં ટીપાં કે કાચ કે સ્ફટીક કે ડાયમંડ માંથી જયારે આરપાર થાય અને કોઇ પડદા પર ઝીલાય ત્યારે એમાંથી સાત રંગ નું સ્પેકટ્રમ જોવા મળે છે..

અગ્નિની જયોતના  કલર પ્રમાણે એનું તાપમાન સેલ્શીયસ માં જાણી શકાય છે જેમ કે  જયોત નો કલર લાલ કે વાદળી કે  પીળો કે લીલો હશે એ પ્રમાણે એનું તાપમાન હશે ..
એથી ઊલટું મલ્ટી કલર  LED  લાઇટ માં હોય છે નિશ્ચિત પ્રમાણ માં ઇલેકટ્રીક ઊર્જા આપવા માં આવે તો  એ પ્રમાણે નો કલર વાળો પ્રકાશ મળે છે ..

એટલે પ્રકાશ નો કલર અને ઊર્જા વચ્ચે એક બૉન્ડ છે ..

જે ઑબ્ઝેકટ - પદાર્થ, પ્રકાશ ના બધા કિરણોને શોષી લે છે એ  આપણ ને એ કાળો દેખાય છે...
પણ એ શોષતી કિરણ સ્વરૂપ ઊર્જા ને એ પદાર્થ જો યોગ્ય ઊપયોગ કરે તો કાળો દેખાતો પદાર્થ પણ કામણગારો લાગે છે.. શાઇન કરે છે...

પ્રકાશના કિરણ જયારે પદાર્થ પર પડે છે અને એમાં રહેલ સપ્તકિરણ પૈકી જે કિરણનો રંગ એ પદાર્થ  શોષતુ નથી પણ પરાવર્તિત કરે છે ત્યારે એ કિરણના રંગ જેવો એ પદાર્થ દેખાય છે.

પીળા રંગનો પદાર્થ દેખાય તો એનો અર્થ  એ છે કે એ પદાર્થમાં પીળા રંગને છોડીને બાકીના બધા કિરણોને એને શોષી લીધા છે પણ  પીળા કિરણ ને પરાવર્તિત કરી લીધું..

હવે એક પછી એક બધા જ રંગ ના કિરણ ને એ પદાર્થ પરાવર્તિત કરી દે ..
સ્વિકારે નહી ત્યારે એ પદાર્થ શ્વેત રંગનો તેજસ્વી દેખાય છે...
આ સફેદ રંગ એ સાત્વિકતાનું પ્રતિક છે.
સાત્વિક એટલે શું ?
પદાર્થ ની એક એવી સ્થિતિ કે જેમાં હવે જગત અને જગતનિયંતા પાસે થી કશું માંગવું નથી ,
આપે તો પણ લેવું નથી...
આ ભાવ સાત્વિકતાનો છે
સફેદ રંગ, શિતળતા અને શાંતી એટલે જ સ્તો આપે છે..
કોઈપણ જાતની માંગણી નથી પૂર્ણ સંતોષ છે આનંદ છે.એ સાત્વિક છે...

અને જો આવા સાત્વિકપદાર્થ માંથી પ્રકાશનું કિરણ પસાર થઇ જાય અને કોઇ પડદા પર ઝીલાય તો સાત રંગ નું મનોહર દ્રશ્ય દેખાય છે.

જે જોનાર ને સુખ આપે છે એની આશ્ચર્ય સાથે જીજ્ઞાસા ને વધારે છે..
એટલે આવા સાત્વિક પદાર્થ કે વ્યક્તિનું  પ્રજા દ્વારા અહોભાવથી પૂજન થવા લાગે છે. પછી એ સંત મહાત્મા કે ચમત્કારી મુર્તિ કે  સ્થળ તરીકે આ લોકની પ્રજા માં પ્રસિદ્ધિ ને પામે છે.

મૂળ મુદ્દો મંત્ર નું અવતરણ નો હતો..

આગળ વિવેચન કર્યુ એમ ઊર્જાને પ્રકાશથી આપણે અનુભવીએ છીએ એ પ્રકાશ અને ઊર્જા ને આપણે જુદાંજુદાં રંગો થી સમજી શકીએ છીએ..
અને આ ઊર્જા ને આપણી જરૂરીયાત પ્રમાણે માંગવા..
અક્ષર ના જે સાત વર્ગ છે...
જેમકે ક - વર્ગ માં આવતા અક્ષર ક, ખ, ગ, ઘ, ઙ
સાત  રંગ પૈકી નો  એક નિશ્ચિત રંગ  અક્ષરના કોઇ એક નિશ્ચિત વર્ગ સાથે સબંધિત છે.
એ વર્ગ ના ધ્વનીઊર્જા ના અક્ષર અને મેટાફીઝીકસ ના નિયમ અંક 9 અને નિયમ અંક 7 પ્રમાણે ગોઠવણી કરી ને મંત્ર નું અવતરણ કરી શકાય ..

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...