બુધવાર, 19 જૂન, 2019

બ્રહ્મચર્ય અને રસાયન વિદ્યા

આયુર્વેદ ની આદ્યસંહિતા એટલે  ચરકસંહિતા
જે પૂર્વે અગ્નિવેશતંત્ર કહેવાતું એમાં વર્ણિત સૂત્રો પર આયુર્વેદ ના કર્માભ્યાસુ અને જીજ્ઞાસુ વિદ્વાનો તટસ્થતા અને શ્રદ્ધા થી કાર્ય કર્યા અને જે નિષ્કર્ષ આવ્યા એ સમયે સમયે એમાં ઉમેરાતો ગયો અને સંહિતા બની.

16 મી સદી  પછી આ ક્ષેત્ર માં ઉદાસીનતા આવવી શરૂ થઇ અને અતિશયોક્તિ ઉમેરાતાં આયુર્વેદિય સૂત્રો ના યથાર્થ ની દુષિત અને દુષ્કર પરિસ્થિતિ થઇ.

પણ.. જે શાશ્વત છે અને સૂર્યસમાન જગતકલ્યાણ માટે તેજપૂંજ સમાન છે એને આડે વિટંબણા ના વાદળો આવે  પણ તેજ ના લીસોટા તો જોવા મળે જ છે.

આવા જ એક  આયુર્વેદ ને સમર્પિત વિદ્વાન
વૈદ્ય શ્રી બાલકૃષ્ણ હરીરામ દવે ના ચિકિત્સકીય અનુભવ અને એ આધારીત ચિંતનાત્મક વર્ણન નું એક પુષ્પ આપ સમક્ષ ...

 બ્રહ્મચર્ય અને રસાયન વાજીકરણ ચિકિત્સા

 -( વૈદ્ય બાલુભાઇ દવે ના ચિકિત્સા  સ્વાનુભવ.)

શરીરમાં જયાં સુધી શુક્રધાતુ નું સ્વાસ્થ્ય. છે ત્યાં સુધી  યૌવન છે. એ પછી તરત વૃદ્ધાવસ્થાશરૂ થઈ  જાય છે, માટે વૃદ્ધાવસ્થાને પણ યૌવન જેવી જાળવવી હોય તો શુક્રની રક્ષા કરવી આવશ્યક છે,

( અહિં શુક્ર થી સમગ્ર શરીર સાથે મન નો કાર્ય કરવાનો  ઉત્સાહ અને બળ તથા એ આધારીત તેજ સમજવા નું છે.)

    આજે બ્રહ્મચર્ય ને અવ્યહવારૂ  કહીને એની હાંસી ઉડાડવામાં આવે છે;
પરંતુ બ્રહ્મચર્ય અને દાંપત્ય બન્ને પરસ્પરવિરોધી નથી.  દાંપત્યજીવનને સમજપૂર્વક ધીમે ધીમે દેહની જરૂરીઆતોમાંથી ઊંચે ઉઠાવીને અત્યંત ઉચ્ચતમ ઐક્યમાં લઈ જવાની એ પ્રક્રિયા છે.
વીર્યને ઓજમાં પલટાવવામાં  રસાયનવિધિ સહાય કરે છે.
આજે ઓજવર્ધક આહાર તો બહુ ઓછો રહ્યો છે. જીવનના તનાવો, આઘાતો, ભય, ચિંતાઓ બધાં ઓજનો નાશ કરનારાં છે. ત્યારે ઓજ જેમાંથી ઉત્પન્ન થાય છે એ શુક્રની રક્ષા કરીને ઓજમાં એને પલટાવવુ ભૌતિક રીતે પણ અત્યંત જરૂરી છે…અને એ જ તો બહ્મચર્ય નું કામ છે.
વૃદ્ધાવસ્થામાં થતા રોગો પારકીન્સન અને બીજા માયોપથીક  રોગોના ઉપચારમાં કૌચાં સફળ ઔષધ ગણાયું છે…
એ કૌચાં વાજીકરણ ઔષધો માં મુખ્ય છે. એ બતાવે છે કે શુક્ર જ્યારે સુકાવા માંડે છે ત્યારે આવા રોગો થાય છે. શુક્રને સતત નવપલ્લવીત  રાખવામાં બહ્મચર્ય અને રસાયનપ્રયોગની અનુલોમ વિધિ જ ઉત્તમ છે…

આપણે ત્યાં ઘણાને વાજીકરણ અને રસાયનઔષધોના ભેદની ખબર નથી… એજ રીતે સ્ત્રવતી થતું વીર્ય અને શુક્રધાતુ નો ભેદ પણ.

આથી કેટલીક મુશ્કેલીઓ ઊભી થાય છે.

એક  સાધુ જે સોળસત્તર વર્ષની ઉંમરનાં હતા, ત્યાં જ એમને શુક્રપ્રમેહનો રોગ થયો. શુક્ર સ્ત્રવી  જાય. એને કારણે નબળાઇ અને ઑજ ક્ષય થઈ ગયાં… શક્તિ માટે એને ડૉક્ટરોએ ટેસ્ટેસ્ટીરોન આપેલું, એ તો શુક્રની ઉત્પત્તિ વધારે. એવી જ દવા મકરધ્વજ, વૈદ્ય આપેલી. એમના ગુરુ, મહારાજને જ્યારે સમજાવ્યું કે આ ઉપચારો તો રોગની વૃદ્ધિ કરે છે… ગૃહસ્થોને જે ઔષધ અપાય એ બહ્મચારીને ન જ અપાય. એ કોઈ કેમ સમજતા નથી ? ત્યારે એમને ખ્યાલ આવ્યો
 અને પછી એ દર્દી ને  રસાયનચૂર્ણ, શતાવરી અને જેઠીમધના લાંબા વખત સુધીના સેવનથી રોગ મટયો. ..

એક સેવાભાવી શિક્ષકને અર્શને કારણે બહુ લોહી પડી ગયેલું ઘણી નબળાઈ આવી ગયેલી,
આયુર્વેદનો અભ્યાસ કરતા એક મિત્રે એને અશ્વગંધા પાક ખાવાનું કહ્યું. બીજા મિત્રે એને એનું ખર્ચ આપ્યું. પાક તૈયાર કરીને ખાધો. પણ બે દિવસમાં એના શરીરમાં ઉત્તેજના એટલી વધી ગઈ કે માથામાં ધમધમાટ થાય, હૃદયનો ધબકારા સંભળાય એટલે હદે હૃદય સ્પંદિતથાય  અને બેચેની વધી ગઈ. મને રાત્રે જગાડયો  મેં જોયું કે એક તો એમની પ્રકૃતિ ઉષ્ણ હતી, એમાં ઉષ્ણવીર્ય ને વાજીકર  અશ્વગંઘાનો પાક ખાધો એનું પરિણામ હતુ.  શમન ઉપચારો આપ્યા પછી શાંતિ થઈ. પાક પાછો આપી આવ્યા…

શુક્રનો વેગ માણસની કેવી સ્થિતિ કરે છે એ સમજાય તો માણસને  બ્રહ્મચર્ય નું  મહત્વ સમજાય.
બહ્મચર્ય નિષેધાત્મક નથી…
એ તો શુક્રને ઓજમાં પલટાવનાર છે,
શુક્ર ના આવેગ ને  સર્જનાત્મક પ્રવૃત્તિમાં પલટાવતું એક વિધાયક - positive  માનસિક વલણ છે.
એનાં અભાવે માણસ માણસ મટીને પશુ બની રહે છે…

એક હાઈસ્કૂલમાં  વિધુર હેડ માસ્તર હતા.
જેમ સ્ત્રીઓને આર્તવનું ચક્ર ચાલતું હોય છે. 
એમ પુરૂષને પણ શુક્રના આવેગનું ચક્ર શરૂ થતું હોય છે. એ સમયે જો એના શુક્રને માર્ગ ન મળે તો માણસને પાગલ જેવો  કરી મૂકે છે.
આ દિવસોમાં એ આચાર્ય ;
જે વિદ્યાર્થી એના ઝપાટે ચડી જાય એને એવી ક્રૂર રીતે મારતા કે એમને પણ એનો ખ્યાલ ન રહેતો.
દર મહિને આવી રીતે  કોઈ વિદ્યાર્થી એમના મારનો ભોગ બનતો.

એક મિત્રનાં લગ્ન થયાં. ત્યાર પછી ત્રણેક મહિને એ મને મળવા આવ્યા તેમણે ફરિયાદ કરી કે છેલ્લા બે મહિનાથી મને ઊંઘ જરાપણ આવતી નથી… દિવસે પણ સૂતા નથી… આંખ સહેજ લાલ રહે છે, બીજું કંઈ નુકસાન પણ નથી… લક્ષણ સ્પષ્ટપણે 'મદ’નાં હતાં… પણ આ મદનું મૂળ શોધવું પડે એમ હતું. ઓચિંતા  વાતમાંથી ખ્યાલ આવ્યો  કે પત્ની પિયર ગયા પછી આ મદ અને એને કારણે અનિદ્રા શરૂ થઈ છે. એ પત્નીને તેડવા આવ્યા હતા… મેં એમને કહ્યું કે હવે દવાની જરૂર નથી. મને લાગે છે કે આજ તમને ઊંઘ આવી જશે. બીજે દિવસે સવારે આવ્યા ત્યારે કહ્યું કે આજે સરસ ઊંઘ આવી. પછી એમને કારણ સમજાવ્યું...

એક ભાઈ સખત શરદીની ફરિયાદ લઈને આવ્યા નાડીમાં પણ પ્રબળ ઉદ્વેગ હતો. મને શંકા ગઈ… મેં એમને વેગશામક દવા ;  કપૂરવાળી ચંદ્રકળા, શંખાવળી, કામદુઘા અને ચણક્બાબનું ચૂર્ણ આપ્યાં… બીજે દિવસે આવ્યા ત્યારે શરદી મટી ગયેલી જાણવા મળ્યું કે જયારે  જયારે  એનાં પત્ની વધારે દિવસો માટે બહાર ગામ જાય છે ત્યારે આવી જ શરદી થાય છે. ઘણા દિવસ સુધી એ ચાલે છે. પણ આ વખતે તો તરત મટી ગઈ.

      કામાવેગ રોકવાથી  બહેનોને પણ એકદમ શ્વેતપ્રદર, છાતી માં મુંઝવણ,  માથામાં ધમધમાટ વગેરે લક્ષણો થઈ  આવે છે.  ઘરમાં કલેશ નું વાતાવરણ ઊભું થઈ  જાય છે. એમાં આવેગ શાંત  કરનારૂ ઉપરોક્ત ઔષધ તરત પરિણામ આપે છે.

         વાજીકરણ ઔષધો માં અશ્વગંધા, કૌચાં, મુસળી, સાલમ,  વિગેરે જાણીતાં છે. પરંતુ  આ યુગમાં એને બદલે રસાયનઔષધો બ્રાહ્મી, એન્દ્રિ, શતાવરી, ક્ષીરવિદારી, આંમળા શંખાવળી બલા વિગેરે નો ઉપયોગ તથા ; નિષેધાત્મક નહી પણ વિધાયક બ્રહ્મચર્ય નું વલણ ખૂબ  જરૂરી  છે.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...