બુધવાર, 19 જૂન, 2019

વિશ્વ ચકલાં દિવસ

20 મી માર્ચ એ
વિશ્વ ચકલાં દિવસ જોર શોર થી ઉજવાઇ ગયો ...

પશ્ચિમી સંસ્કૃતિ  માં આવુ બધુ યાદ રાખવા આવા દિવસો નક્કી  કરવા પડે એ લોકો  વ્યસ્ત  રહે છે. .
આપણા દેશ ની હરખપદુડી પ્રજા પાસે  પાઇ ની પેદાશ  નહી ને ઘડી ની  નવરાશ નહી ...

છેલ્લા  છ - સાત વર્ષ  થી ચકલા બચાવો  અભિયાન  ચાલ્યુ  છે.  પહેલા F.M. Radio  ના જોકી ચકલાં  ની જેમ ચકચક  કરતાં હતાં...

હવે સોશિયલ મીડિયા  પર ચકલાં ની ચીં... ચીં...

પ્રકૃતિ ( પશુ, પક્ષી, વૃક્ષ અને સ્થાપત્યો )  પ્રત્યે પ્રજા સમજદારી થી  સભાન  થાય એ મને  ખૂબ જ ગમે છે અને  હું ઇચ્છું પણ છું...

પણ સેલ્ફી  વાળો ... ત્રાસ... જોયુ નથી કે ખેંચ્યું ... સીધું અપલોડ... પાછું વિગત, વર્ણન કે કથાનક કશું ના મળે ....

ચકલાં દુનિયા  માં સર્વત્ર  છે એશિયા, યુરોપ , આફ્રીકા , અમેરિકા,  ઓસ્ટ્રેલીયા  બધે જ. ..

આપણે ત્યાં કબૂતર  અને ચકલાં બારેમાસ  જોવા મળે છે.  કબૂતર ને દાણા મળી રહે એટલે વસ્તી  છોડી જતાં નથી...

ચકલાં ને આપણા જેવી  ખોરાક  માં થોડીક  વિવિધતા  જોઈએ  અને નખરાં પણ એટલે રવિ પાક ( શિયાળાની સિઝન ) માં વાડી ખેતર  માં ચાલ્યાં જાય અને  પાક ની લણણી  હોળી આસપાસ  થાય એટલે પાછા વસ્તી માં આવે છે...

આ પ્રકૃતિ  ગત નિયમ માં  કોઇક  વિચારક  ( એસી માં બેસી ને  ગ્લોબલ વોર્મિગ ની ચિંતા કરનારા જેવા ) ને ચકલાં  ની પ્રજાતી જોખમ છે માટે બચાવો નુ અભિયાન  શરૂ કરે...

એમાંય અન્ય પાસે થી ફંડ -  ફાળો અલ્મોસ્ટ જબરજસ્તી થી...
"મેં કર્યુ "...તથા " મારા સિવાય આ ચકલાં નું કોણ ? " આત્મશ્લાઘાભાવ ...

અરે ! ભાઇ તું નહોતો એ દી પણ ચકલાં હતાં અને તું નહી હોઇશ એ દી પણ ચકલાં રહેશે...
કુદરત સૌ નું ધ્યાન રાખે જ છે...

માનવ  માં અન્ય સજીવ સૃષ્ટિ  કરતાં કંઈક  વિશેષ  ચૈતન્ય કુદરતે  મુક્યુ છે એટલે એને લાગણી ઉત્પન્ન  થાય છે. 

જો કે એ પણ કુદરત ની એક લીલા છે . એનો ઉદેશ્ય માત્ર  એ કે માનવ ની હરકતો  થી કુદરત ની અન્ય પ્રકૃતિ  ને નુકશાન - હાની  ના પહોંચે ...

પણ આ લાગણી જયારે  વેવલાવેડાં  માં પરીણમે  એટલે માનવ જ  માનવ ને ત્રાસ દાયક  થાય. .

ચકલાં બારેમાસ  પ્રજનન  કરે .
ત્રણ થી પાંચ ઇડાં મુકે
માળો  ગમે તે આડશ  માં બનાવી લે છે.
વળી ચણ ઉપરાંત નાની જીવાત,  ઇઅળ પણ આરોગી લે...
તાજા જન્મેલા બચ્ચા ને આવી ઇઅળ કે જીવાત જોઇએ... વધુ પડતા પેસ્ટીસાઇડ ના ઉપયોગ થી આવી જીવાત પેદા ઓછી થાય છે... આના માટે  ખેતરો માં છાણીયું ખાતર કે લીલોપડવાસ જરૂરી છે... ઘર માં માખી - મચ્છર ના ત્રાસ થી બચવા કેમકલી સ્પ્રે વિગેરે ને બદલે કુદરતી જંતુ નાશક લીંબોળી નું તેલ, લીંબુ,લવિંગ,તુલસી,લેમનગ્રાસ વિગેરે નો ઉપયોગ જરૂરી  છે... કોંક્રીટ કમ્પાઉન્ડ વૉલ ને બદલે જીવંત વાડ જરૂરી છે...આવી વાડ માં ઘણા જીવો નું જીવનચક્ર ચાલે છે...
जीवो जीवस्य भक्षणम् ।
કુદરત પર્યાવરણ ચક્ર ને આપમેળે સરસ રીતે  ચાલાવે જ છે...

જરૂરીયાત છે કે એમાં માનવે
ડોઢડાહપણ કરી ને મનઘડત ફેરફાર કરવાની જરૂર નથી...

ટૂંક માં ચકલાં નુ અસ્તિત્વ  માનવ જાત થી પણ વધું જાળવવાનું છે જ...

પોતાની ખુશી આનંદ માટે ઘર આંગણે દાણા - પાણી રાખો ..
ચકલા  માળા બાંધી શકે એવી જગ્યા કરી આપો...
માનવજાત નો મૂળભૂત સ્વભાવ  જ મદદ કરવા નો છે...

ચકલાં  આવી ને તમારાં આંગણે કલરવ કરે તો કુદરત અને એ ચકલાં નો આભાર માનો...ચકલાં ની મરજી ... એને ફરજ ના પડાય...

હાસ્યકલાકાર શ્રી શાહબુદ્દિન રાઠોડ  ને કોઈકે  પૂછ્યુ  કે,

" મારે સમાજસેવા  કરવી છે ; શું કરૂ  ? "

એમને જવાબ  આપ્યો. ..
 " નડો  મા "
એજ સાચી  સમાજ  સેવા છે...

1 ટિપ્પણી:

inju કહ્યું...

ખૂબ સુંદર લેખ

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...