આજે ચૈત્ર સુદ અગિયારસ...
કામદા એકાદશી...
શાસ્ત્રીય રીતે કામદા એકાદશી ને લવિંગ સાથે જોડવા માં આવી છે...
ગ્રીષ્મ નો પ્રભાવ ચાલુ થઇ ગયો છે... બપોર ની ગરમી પ્રાણી માત્ર ને કંટાળો અપાવે છે... પરસેવા ની દુર્ગંધ થી અન્ય જીવ પણ ગ્લાની અનુભવે છે...
આવી પરીસ્થિતિ માં " કામદા " ની આવશ્યકતા રહે છે...
પરાધીન સુખ એટલે " કામ " ...
બીજા ની ઉપસ્થિતિમાં આનંદ આવે છે આથી એની પાસે થી સુખ મળશે એવી ઇચ્છા પ્રગટ થવા નો જે ઉત્સાહ છે એ
" કામ "... અને "દા"એટલે આપનાર...
કામદા એકાદશી ને લવિંગ સાથે જોડવા માં આવી છે...
શાસ્ત્રીય વર્ણન માં....
કવિ જયદેવ લખે છે...
ललितलवङ्गलतापरिशीलनकोमलमलयसमीरे। मधुकरनिकरकरम्बितकोकिलकूजितकुञ्जकुटीरे॥
विहरति हरिरिह सरसवसन्ते । नृत्यति युवतिजनेन समं सखि विरहिजनस्य दुरन्ते।।
અને...
विरहानलसन्तप्ता तापिनी कापि कामिनी।
लवङ्गानि समुत्सृज्य ग्रहणे राहवे ददौ ॥ “ इत्युद्भटः ॥
ચૂંટી લેવું કે છેદન કરી લેવાં ના અર્થ માં મૂળધાતુ लू વપરાય છે એના પરથી
लव् + अंग = लवङ्ग
લવિંગ ના વૃક્ષ પર થી કળી ને પુષ્પ ખીલે એ પહેલા જ
ચુંટી લેવા માં આવે છે અને ચિકિત્સાકર્મ માં લવિંગ દુષિત કફ-પિત્ત ને એજ રીતે ચૂંટી ને છેદન કરી લે છે માટે એને લવંગ નામ આપ્યું છે...
લવિંગ ને અંગ્રેજી માં Clove કહે છે.
મૂળ સંસ્કૃત શબ્દ लवङ्ग પર થી ગુજરાતી માં લવિંગ કહેવાય છે...
જાંબુ,નિલગીરી જેવી વનસ્પતિઓ ના વર્ગ (family) Myrtaceae નું આ વૃક્ષ છે જેનું વૈજ્ઞાનિક નામ
Syzygium aromaticum આપવામાં આવેલ છે...
આદીકાળ થી લવિંગ આ દેશ માં અન્ય સમુદ્રી દ્વિપો પર થી આયાત કરવા માં આવે છે આથી આનો એક પર્યાય वारिसंभव પણ છે ... આદ્ય કવિ કાલીદાસ નું કથન આ તથ્ય ને પ્રમાણીત કરે છે..
આફ્રિકના ઝાંઝીબાર (જંગબાર) દ્વિપ અને તેની નજીકમાં પેમ્બા ટાપુ તેને માટે દુનિયામાં પહેલા દરજ્જાની પેદાશનું સ્થાન થઈ પડ્યા છે.
એક વખત પિનાંગ તેનું મુખ્ય મથક હતું. લવિંગ ૯૦ ટકા એકલું ઝાંઝીબાર અને પેમ્બા પૂરાં પાડે છે અને બાકીના ૧૦ ટકા પિનાંગ, માડાગાસ્કર, સિસિલિસ ટાપુ, બેનકુલન, મોલુક્સ, એબોયેન, મોરિસ, દ.હિંદ, સિલોન, મલાયા અને બીજા ઉષ્ણ કટિબંધ પ્રદેશોનાં કેટલાંક સ્થળો પૂરાં પાડે છે.
પરંતુ વધારે તેજ, સુગંધી અને પુષ્કળ તેલ આપનાર શ્રેષ્ઠ જાતનાં લવિંગ તો પિનાંગમાં થાય છે. તે વરસ સુધી હિનવીર્ય થયા વગર રહી શકે છે..
વાર્ષિક 60 થી 65 ઇંચ વરસાદ પડતો હોય અને ખૂબ ખાતરવાળી ફળદ્રુપ જમીનમાં દરિયાથી ૧,૫૦૦ ફૂટ ની ઊંચાઇ ઉપર થાય છે.
નવાં ઝાડ બીમાંથી થાય છે અને વાવ્યા પછી દોઢ માસે ઊગી નીકળે છે. રોપા ઘણા ધીમે વધનારા છે. ફૂટ સવા ફૂટ ઊંચા થાય ત્યારે કાયમની જગ્યાએ બાવીસ - બાવીસ ફૂટ ના અંતરે રોપવામાં આવે છે. સાતથી આઠ વરસની ઉંમર ના થાય ત્યારે તેમાં લવિંગ લાગે છે અને જેમ ઝાડ મોટું થાય આશરે 8 - 10 મીટર ની ઊંચાઇ એ પહોંચે છે તેમ વધારે લવિંગ કળી સ્વરૂપે લાગતાં જાય છે. જેને ફૂલ ઉઘડવા દીધા સિવાય વીણી લઈ સૂકવવામાં આવે છે તેને જ લવિંગ કહેવામાં આવે છે. જો કે તેના ફળને પણ લવિંગ કે લવંગ જ કહેવાય છે.
આયુર્વેદ ની આદ્યસંહિતા ચરક ના સૂત્રસ્થાન અધ્યાય 5 ના 76 માં શ્લોક માં લખે છે ..
धार्याणी आस्येन वैशध रूचि सौगन्धयम् इच्छता।
जाती कटुक पूगानां लवङ्गस्य फलानि च ।।
મોઢાં ની સ્વચ્છતા , રૂચી અને સુગંધ ઇચ્છતી વ્યક્તિ એ જાયફળ, લતાકસ્તુરી, સોપારી અને લવિંગ ના ફળ મોઢાં માં ધારણ કરવા જોઈએ...
પાન માં લવિંગ વપરાય છે જેનું એક કારણ...
પાન - માવો ખાવાની આદત હોય અને વધારે ચૂનો ખાઈ જવાથી મોઢું આવી ગયું હોય ત્યારે મોઢામાં લવિંગ રાખવાથી આવી ગયેલું મોઢું તરત જ મટી જશે...
લવિંગ નો આયુર્વેદિકદ્રષ્ટિકોણ થી ચિકિત્સા માં કફ અને પિત્તશામક તરીકે ઉપયોગ કરવામાં આવે છે..
આ ગ્રીષ્મ માં અમ્લપિત્ત અને મૂત્રદાહ ( उष्णवात = ઊનવા ) મોટાભાગે જોવા મળે છે એમાં આયુર્વેદિક અવિપતિકર ચુર્ણ નો પ્રયોગ ચિકિત્સકસિદ્ધિ અપાવનાર છે... આ અવિપતિકર ચુર્ણ માં 10 ભાગ જેટલા લવિંગ નંખાય છે...
ગ્રીષ્મ માં ગરમી થી બચવા બરફ વાળી ખાણીપીણી થાય છે જેથી ગળુ ખરાબ થાય... અવાજ બેસી જાય ....શરદી થાય... તો, લવિંગ જ શ્રેષ્ઠ ઔષધ રહે છે...
લવિંગને મોઢામાં રાખી તેનો રસ ઉતારવાથી તૃષા છિપાવવામાં અતિ ઉપયોગી છે.
એકાએક દાઢમાં ચસકા આવવા માંડે કે આઇસ્ક્રીમ ખાધા પછી... દાંત કળે ત્યારે લવિંગનો રસ ઉતારવાથી તાત્કાલિક રાહત મળે છે.
શરદીને લીધે અવાજ બેસી ગયો હોય ત્યારે લવિંગ પાંચ - છ એકી સાથે ખાઈ જવાથી અવાજ ખુલી જઈ ગળું સાફ જણાશે.
અન્ય બિમારવ્યક્તિ ના કુશળક્ષેમ પૂછવા જાવ તો...
આઠ - દશ લવિંગને મોઢામાં રાખી મૂકી એ....
RTI ; શ્વસનમાર્ગ ના ચેપીરોગ વાળી વ્યક્તિ ને ત્યાં ગયા પછી એના સમાચાર પૂછી ને બહાર નીકળી ને લવિંગવાળું થૂંક થૂંકી નાખવાથી થૂંક મારફત તેનાં ઇન્ફેકશન ફેલાવવા જંતુઓ બહાર નીકળી જશે અને આપ નિરોગી રહેશો...
પાછું લવિંગ ની સુગંધ એ રોગી ને પણ સુખ આપનારી રહેશે ... કામદા...!
આયુર્વેદિ ચિકિત્સા માં પ્રોડેકટીવ કફ વાળી ખાંસી માં લવંગાદીવટી ને ચૂસવા અપાય છે અને સર્વોત્તમ પરીણામદાઇ છે...
આધુનિકતબીબી વિજ્ઞાન ની દ્રષ્ટિએ પણ લવિંગ ના ઉપર ના ગુણો રીસર્ચ ને આધારે એપ્રુવ્ડ કરાયેલ છે...
Dentistry where the essential cloves oil is used as an anodyne (painkiller) for dental emergencies.
Cloves are used as a
carminative, to increase hydrochloric acid in the stomach and to improve peristalsis.
Cloves are also said to be a natural anthelmintic.
લવિંગ માં રહેલ તીવ્ર સુગંધીદાર અને ઉડ્ડયનશીલતેલ ના કારણે ઉપરોક્ત ગુણકર્મ થાય છે એવું આધુનિક સંશોધનકારો નું માનવું છે... એટલે જ આજે વૈદક માં લવિંગ ને બદલે લવિંગ ના તેલ નું ચલણ વધ્યું છે... જો કે જેતુન (ઑલીવ ઑઇલ) ના તેલ માં લવિંગ ને ઉકાળી ને આ તેલ બનાવાય છે ...
ઉનાળામાં ઘર માં માખી નો અને બહાર ખુલ્લામાં રાતે મચ્છર નો ઉપદ્રવ વધી જાય છે એના માટે સારૂ રસદાર મોટું એક લીંબુ ને વચ્ચે થી કાપી એમાં પંદર - વીસ લવિંગ ભરાવી ને મચ્છર માખી નો ત્રાસ હોય ત્યાં રાખી દેવું લવિંગ અને લીંબુ માં રહેલ ઉડ્ડયનશીલ તેલ ની સુગંધી થી માખી - મચ્છર દૂર રહેશે ... નેચરલ અને કૃત્રિમ ડિઓડરન્ટ કરતાં કિંમત માં ઘણું સસ્તું છે અસરદાર તો ખરૂ જ...
આ ઉપરાંત જેને મોંઢા પર અથવા શરીર ના અન્ય ભાગ પર ખીલ કે ગુંમડા થતાં હોય એને ચારપાંચ લવિંગ ને બાળી એની રાખ બનાવી એ રાખ ને દેશી નસલ ની કાંકરેજી કે ગીર ગાય ના કાચા દૂધ ( ગરમ કર્યા વિનાનું ) સાથે પેસ્ટ બનાવી ને લગાવી દેવી... આથી દુષ્ય સાફ થઇ એ જગ્યા પુનઃ કયારેય ખીલ થતાં નથી...
લવિંગ નું એક સંસ્કૃત નામ
श्रीसंज्ञ પણ છે ...
શ્રી એટલે સામાન્ય રીતે દેવી લક્ષ્મી...
પણ ભાષાકીય રીતે ...
કિર્તિ અને વૈભવ ના અર્થ માં શ્રી શબ્દ વપરાય છે...
શ્રી ના જેટલા પણ પર્યાય છે એ બધા જ ગુણ કર્મ લવિંગ ને સબંધિત છે માટે श्रीसंज्ञ કહેવાય છે ...
એજ રીતે આટલા બધા ગુણકર્મ યુકત હોવાથી એને देवकुसुम પણ નામ આપેલ છે ...
કામદા એકાદશી માં આટલા બધા ગુણકર્મ થી આરોગ્યરૂપી સુખ તથા વાતાવરણ ને સુગંધી કરી મન પ્રફુલ્લિત કરી ને " કામ " આપનાર લવિંગ થી શ્રેષ્ઠ બીજું કયું ઔષધ હોઇ શકે ?
માટે આ એકાદશી ને આ ગ્રીષ્મકાળ ના વ્યાધિ વિકાર માં આરોગ્ય રક્ષણ હેતું લવિંગ સાથે જોડાયેલ છે...
તો મિત્રો...
દાળ, શાક, ભાત માં નંખાયેલા લવિંગ ને જો દૂર કરી ને ખાતા હોવ તો...
ભોજન ના અંતે થાળી માં દૂર કરેલ આ લવિંગ ને હવે મોઢાં માં રાખી ને ચાવશો... ભોજન પછી મુખશુદ્ધિ સાથે મુખવાસ નું પણ કામ કરશે...
🙏 શ્રી હરિ 🙏

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો