બુધવાર, 19 જૂન, 2019

બિલીપત્ર

શ્રાવણ  આવ્યો ...
શિવ ભક્તિ  લાવ્યો. ...

વર્ષા ૠતુ
શ્રાવણ - ભાદરવા  માસ માં આવે વાદળ અને વરસાદ થી પ્રાણી  માત્ર  નો જઠરાગ્નિ  બગડે. . એટલે પાચનસંસ્થાન  વિકૃત થતા અજીર્ણ,  ઝાડા,  ઉલટી  જેવા વ્યાધિ  થાય ને ડાયાબિટીસ  વાળા નુ સુગર વધી જાય ...

ભુતદયાપ્રિતી વાળા આપણા  મહાન ૠષિ ઓ એ શ્રાવણ  ને શિવભક્તિ  સાથે જોડી ને આરોગ્યતા  માટે,

 " શિવપંથ =  કલ્યાણકારી રસ્તો "

સ્થાપિત  કરી દિધો  છે. ..

શ્રાવણ  માં બીલીપત્ર થી શિવજી  નુ પૂજન. . . આરોગ્ય ને લક્ષ માં રાખી  ને પ્રયોજાયુ  છે ...

પણ

સોશિયલ  મીડિયા  પર કેટલાક આ વિષયે   કાગારોળ  મચાવે છે ...

સર્વજનહિતાય અહિંયા બિલ્વાષ્ટક ના ઉચ્ચારણ સહિત એક સ્લાઈડ શો  દ્વારા  બીલીવૃક્ષ  નો વાનસ્પતિક  પરીચય તથા બીલીપત્ર  ના ઔષધિય ગુણો  દર્શાવવાનો  એક પ્રયત્ન  કરેલ છે. ..

બિલ્વ વૃક્ષ  ના મૂળ ની છાલ ને દશમૂલ કવાથ માં પ્રયોજાય  છે ,  જે વાતદોષ જનીત દુઃખાવા (neuromuscular)  દૂર કરવા માં શ્રેષ્ઠ  છે...

 આયુર્વેદ  ની આદ્ય સંહિતા ચરક અને સુશ્રુત માં બિલ્વ ફળ ને કાચુ  જ ઔષધ પ્રયોગ  તરીકે લેવા નુ કહ્યું  છે. .

કાચા ફળો  માં ટેનીન  નથી હોતુ એ સંગ્રાહી ગુણ ધરાવે છે એટલે મરડો ( dysentery )  તથા ઝાડા માં શ્રેષ્ઠ  છે. . પણ લાંબા સમય સુધી  પ્રયોગ કરવો હોય તો સાકર ના ચુર્ણ  સાથે લેવુ નહી તો  હરસ ( piles )  થવાનો ભય રહે છે..

ઔષધ બાબતે આવી  બારીક  વાતો વિશે સાવધાની રાખવા માટે  નિષ્ણાંત આયુર્વેદ ચિકિત્સક ની દેખરેખ  નીચે જ વનૌષધિ  ના પ્રયોગ  કરવા હિતાવહ ...

બીલીપત્ર  ને પથ્થર  પર લસોટી  ને એનો સ્વરસ કઢાય  છે.. સામાન્ય  રીતે  અષાઢ - શ્રાવણ  માં વાતાવરણ  માં ભેજ ને લઈને  બીલીપત્ર માંથી સ્વરસ અન્ય ૠતુ ની સરખામણીએ  સારો પ્રાપ્ત  થાય છે.

 વળી નવપલ્વીત પર્ણો ચૈત્ર - વૈશાખ  માં આવે છે એથી આ સમયે સંપૂર્ણ  ગુણો થી યુક્ત  થયેલ  હોય છે. ..

દયાળુ પ્રભુ એ એમાં સુગંધિત તેલ કુંપી  નુ નિર્માણ કરી  ને મનમોહક  બનાવ્યા  જેથી કરીને પ્રકૃતિ જન્ય વિકારો  સામે વર્ષાૠતુ  માં રક્ષણ મેળવવા ઇચ્છતા વ્યક્તિ  હોંશે હોંશે  ખાઇ શકે. ..

ૠષિગણે,   દેવાધિદેવ ના પૂજન નિમિત્તે  પ્રસાદ  તરીકે  આરોગવા ની પ્રથા પાડી હતી  પણ કાળક્રમે  એ લુપ્ત થઈ  અને માત્ર દેખાદેખી જન્ય પરંપરા  બની ગઈ  આજે હજારો ટન બીલીપત્ર  ને શિવલિંગ  પર અભિષેક  કરીને પાણી માં પધરાવી  દેવાય છે...

... એનાથી કોઈ  આરોગ્ય લાભ થતો નથી પણ જો બિલ્વાષ્ટક ના પાઠ સાથે અભિષેક કરાયેલ આઠ બીલીપત્ર ને પ્રસાદ  માની ને ભક્ષણ કરી જવાય તો દિવ્ય ઔષધી  સાબિત  થાય છે અને આ જ મુખ્ય  ઉદેશ્ય  છે...

એક માન્યતા  છે કે પ્રત્યેક  બિલીપત્ર  પર ચંદન થી તિલક કરી ને અભિષેક કરવો ... બિલ્વ ના કાષ્ટ  ને પણ ચંદન સમાન  ગણી એને ઘસી ને તિલક કરાતુ  ... ચંદન શિતળ  અને સુંગધીત  કાષ્ટદ્રવ્ય  છે.. જે મન  સાથે પિત્ત ને પણ શાંત કરે છે .. .

બીલીપત્ર  નો રસ પરસેવા જન્ય શરીર ની દુર્ગંધ  તેમજ ખાજ- ખરજવા દૂર કરે છે. .. આ પર્વ નિમિત્તે  શિવાલયો  માં ચઢાવેલ બિલીપત્ર  એકઠાં કરી એને સ્નાનાર્થે આવા દરદી એ શ્રદ્ધા થી  પ્રયોજે  તો અવશ્ય વ્યાધિ મુક્તિ  મળે  જ. .
મહર્ષિ  ચરક -  સુશ્રુત  ના વર્ણન  પ્રમાણે  બીલી ફળ તથા બીલીપત્ર  નુ સેવન થતી  વાછુટ ( અપાનવાયુ ત્યાગ વખતે ) ની દુર્ગંધ  ને પણ દૂર કરે છે. .

બીલીપત્ર  નો સ્વરસ બેઠાડું જીવનશૈલી  ધરાવતા  વ્યક્તિઓ ના મેદ/ ચરબી તથા પેશાબ  માં જતી સુગર ને કંટ્રોલ  કરે છે... અને સ્વસ્થ  વ્યક્તિ  ના પાચનસંસ્થાન  ને સમ્યક રાખી ને વર્ષાૠતુ ના વિકારો થી રક્ષણ કરે છે ...

વેદકાલીન  વનસ્પતિ  અને વનૌષધિ  માં બિલ્વ  નો સમાવેશ  થાય  છે. .
શ્રી સુક્ત પાઠ ના આ શ્લોક દ્વારા  પ્રતિતિ થાય છે...

आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः ।
तस्य फलानि  तपसानुदन्तु मयान्तरायाश्च बाह्या अलक्ष्मीः ।।

વળી સુશ્રુત સંહિતા  ના ચિકિત્સા સ્થાન ના मेघाआयुष्यकामीय  अध्याय मां દર્શાવેલ છે  કે,  બીલી નો પ્રયોગ ૠગવેદ ના  શ્રીસુકત  ના અનુષ્ઠાન સાથે   સુવર્ણ  સાથે  રસાયન  સમાન છે.

અતીમનમોહક  સુગંધ  ધરાવતા બીલીપુષ્પ  થી પ્રથમ નવરાત્રિ  ની અધિષ્ઠાત્રી દેવી
માઁ શૈલપુત્રી  નું  પૂજન કરાય છે. ..

લિંગાર્ચનચંદ્રિકા  નામ ના ગ્રંથ  માં આઠ પ્રકાર ના બિલ્વ ગણાવે છે...

तुलसी बिल्व निर्गुन्डी अपामार्गः कपित्थच ।
शमी आमलकी दुर्वा अष्ट बिल्वाप्रकीर्तिता  ।।

बिलती भिन्नति इति बिल्व

 એટલે કે જે વાત અને કફ એમ  બે દોષો ને હણે છે એ બિલ્વ છે. . આધ્યાત્મિક  પરિભાષા માં શારીરિક  અને માનસિક  દોષો ને જે હણે છે એ બિલ્વ છે. ..

આ આઠ પ્રકાર  ના બિલ્વ વેદકાલીન ભારતીય સંસ્કૃતિ  થી આરોગ્ય રક્ષણ  કાજે પ્રતિષ્ઠિત  છે. .

 વિશેષ ગુણ બતાવતા જણાવેલ છે  કે,

तुलसी श्रेयमान्पोति
बिल्वम् च मोक्षसाधनम्
निर्गुन्डी रोगनाशार्थम्
अपामार्गश्च पुत्रदः  ।
कपित्थेन भवेद्राज्यं
शमी शत्रुविनाशिनि
आमलकी पापनाशार्थम्
दुर्वा वंशविवर्द्धनि ।।

બીલી નો  જે વર્ગ છે એમાં કોઠું ,  મીઠોલીંબડો,  તથા બીજોરાં નો પણ વનસ્પતિ શાસ્ત્ર માં  સમાવેશ કરાયેલ  છે ...
આશ્ચર્યજનક  અવલોકન  જુઓ. . ભારતવર્ષ  ના ઉત્તર ભાગ માં બીલી ની મહિમા છે . એજ રીતે દક્ષિણ ભાગ માં મીઠો લીંબડો / કઢીપત્તા  નો બહોળો ઉપયોગ રસોઈ  માં છે .. અને આપણા ગુજરાત માં કોઠા ની ચટણી  હોટ ફેવરિટ  છે. . રહી વાત બીજોરા  ની તો ભગવાનશિવજી નો એક અવતાર લકુલીશ ભગવાન ( કાયાવરોહણ - નર્મદા  )  ના એક હાથ માં બીજોરા નું ફળ પ્રતિક સ્વરૂપે  ધારણ કરાયુ  છે. ..

આયુર્વેદ  કહે છે કે વાયુ ને બળપુર્વક રોકવા થી વેદના અને વ્યાધિ થાય છે.. (वेगविधारण)
ભગવાન લકુલીશ યોગમાર્ગ ના પ્રવર્તક  છે...
હઠયોગ સાધના માં સાધક ને આસન -  પ્રાણાયામ  કરવા પડે એટલે શરૂઆત માં શરીર અને મન ,  વાયુ દોષ  થી વિકૃત  ના થાય એ માટે બીજોરાં  નુ સેવન કરવુ એમ પ્રતિકાત્મક  દર્શાવેલ છે...

હવે  ઔષધીય  દ્રષ્ટિએ  જોતા આ ચારેય પરમ વાતનાશક તેમજ વેદનાસ્થાપન  તથા   પાચનસંસ્થાન સંબંધિત  સમસ્યાઓ નુ નિવારણ  કરનારા છે. ..

આમ
આયુર્વેદ શાસ્ત્ર  અને વેદકાલીન આધ્યત્મ  ની દ્રષ્ટિએ  બિલ્વ વૃક્ષ  આરોગ્યદાયક  હોઇ  અતિ પવિત્ર  માનવા માં આવ્યુ છે ...

 વર્ષાૠતુ માં બીલીવૃક્ષ  ના મૂળ પાસે નવી ફુટ જોવા મળે  છે. . આ ફુટ ને કાળજીપુર્વક  લઇને અન્યજગ્યા વાવેતર  કરવા થી તથા બીલી ના વૃક્ષ પર કાંટા  હોય છે આથી પશુ આદી થી રક્ષવુ પડતુ નથી સરળતાથી  બીલી વૃક્ષ  નું સંવર્ધન  થઈ  શકે છે.. પરીપકવ બીલી ફળ ના બીજ દ્વારા  પણ વાવી શકાય છે એમાં સમય વધારે લાગે છે ...

મિત્રો,
આ શ્રાવણ માસ  માં એક બિલ્વ વૃક્ષ  વાવવા નો અને ઉછેરવા નો સંકલ્પ લઈએ ... એ ના થઈ  શકે તો શિવાભિષેક કરાયેલ બીલીપત્ર  ને પ્રસાદ  માની આરોગ્ય રક્ષણ  કાજે  એનો સમ્યક  ઉપયોગ કરીએ ...

સ્વચ્છ મંદિર - સ્વસ્થ શરીર

ॐ નમઃ શિવાય ...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...