બુધવાર, 19 જૂન, 2019

નાગપંચમી





ગુજરાતમાં, શ્રાવણવદ પાંચમને નાગપંચમી તરીકે  ઉજવાય છે. આ દિવસે વિશેષ પૂજા નાગદેવતાની કરાય છે. વૈદિક સંસ્કૃતસાહિત્ય માં " नाग " શબ્દ "હાથી" માટે,
વપરાયેલ છે. જેમકે ભગવાન ગણેશજીની સ્તુતિમાં नागानाय श्रुति-यज्ञ विभूषिताय... માં नाग શબ્દ, હાથી જેવા મુખવાળા  એવા અર્થમાં પ્રયોજાયેલો છે અને એજ રીતે ભગવાન શિવજીના ગળામાં આભૂષણ રૂપે ધારણ કરાયેલ સર્પને માટે નાગ, શબ્દ નહી પણ ભુજંગ શબ્દ પ્રયોજાયેલ છે. कर्पूरगौरं करुणावतारं, संसारसारं भुजगेन्द्रहारम्
        એમ છતાંય પુરાણોમાં, દિવ્ય-પ્રભાવશાળી સર્પ માટે નાગ શબ્દ વપરાયેલ જોવા મળે છે, જેમ કે શેષનાગ, કાલીયનાગ, અનંતનાગ, તક્ષકનાગ  વિગેરે...
       સર્પ / નાગ ને,
       શૈવ(શિવલિંગ પર પંચમુખી નાગ), શાક્ત(શ્રી નાગણેશ્વરી માતા) અને વૈષ્ણવ(શેષશૈયાપર સુતાં ભગવાનવિષ્ણુ) એમ
ત્રણેય સંપ્રદાયમાં આદરણીય અને પૂજનીય સ્થાન પ્રાપ્ત થયેલ છે. કહેવાનો તાત્પર્ય એ છે કે, સર્પ / નાગ એ લોકજીવન સાથે વણાયેલ જીવ છે. આ સૃષ્ટિના પર્યાવરણચક્રને સંતુલનમાં રાખવાના અગત્યના પરિબળ તરીકે, કલ્યાણકારી ભુમિકાનું એક મહત્વનું અંગ છે.
        માનવજાતનો શુભસંસ્કાર રહ્યો છે કે,
        જે કોઈ પ્રકૃતિદત્ત વસ્તુથી તેને જીવન-નિર્વાહમાં શાંતી અને સુખાકારી મળી રહે છે, એનો તેઓ ઉપકાર માનતાં
ધન્યવાદ સ્વરૂપે અભિવાદન કરતાં એનું પૂજન-અર્ચન કરે છે. જેમકે વૃક્ષ, નદી, પર્વત, પ્રાણી, પક્ષી આદીને દેવ સાથે જોડી એનું પણ અભિવાદન / પૂજન કરાતું આવ્યું છે.
           આ દેશ સદીઓથી ખેતીપ્રધાન રહ્યો છે અને ખેતપેદાશ
ને ઉંદર જેવા જીવો નુકશાન કરે છે. આ ઉંદરની પ્રજાતિને કાબુમાં રાખવા સર્પ / નાગ સારી રીતે મદદરૂપ થાય છે. આથી દરેક ખેતરને શેઢે ક્ષેત્રપાલજી અર્થાત્ નાગને, દેવ તરીકે પૂજીત કરાયેલા જોવા મળે છે.
           શ્રાવણ માસમાં વર્ષાના કારણે સર્પ પ્રજનન તથા એમના વસવાટની જગ્યાએ પલાર પાણી ભરાઇ જવાથી અને આવનારી શીતઋતુમાટે શીતનિંદ્રાની તૈયારી માટે ભરપુરભોજન કરવા પણ શિકાર અર્થે વિવિધ પ્રજાતિના સર્પ ખુલ્લાંમાં માનવોને નજરે ચઢે છે, તમામ જોવાં મળતાં સર્પ ઝેરી નથી હોતાં, ગુજરાતમાં માત્ર ચાર જાતના, 1. નાગ -Spectacled Cobra, 2. કાળતરો-Common Krait 3.ખડચિતરો-Russell's viper, 4.ફૂરસો-Saw scaled viper નામની સર્પની ઝેરી પ્રજાતી જોવાં મળે છે, છતાંય માનવ ડરના માર્યા દેખવામાં આવતાં અન્ય બીનઝેરી સર્પોનો પણ ભયભીત થઇને આત્મરક્ષા માટે નાશ કરે છે, જો આમ જ ચાલે તો, સર્પની ઘણી પ્રજાતિઓ જે ઝેરીનથી પણ ખેતપેદાશ માટે ઉંદર વિગેરે અનાજ અને પાકને નુકશાન કરતાં જેવો ને ભક્ષ્ય બનાવી ને માનવજીવન માટે ઉપકારક છે એ નષ્ટ થઈ  જાય તો પર્યાવરણનું ચક્ર અસંતુલિત થાય અને સરવાળે તો, મનુષ્યજાત ને જ હાનિ પહોંચે. આવા દુષ્પરિણામથી બચવા વિચક્ષણ
ૠષિતુલ્ય આપણા પૂર્વજોએ ખોટો ભય દૂર થાય અને સર્પ / નાગની પ્રજાતિનું સંરક્ષણ કરવા અર્થે
શ્રાવણમાસમાં નાગપંચમીએ પૂજન કરવાની પરંપરા સ્થાપિત કરી હશે,  આ રીવાાજથી કલ્યાણકારી સર્પપ્રજાતિનું મહત્વ સામાન્ય-જન અને નવી પેદાં થનાર મનુષ્યોની પેઢીઓમાં યથાર્થ સમજાય અને સર્પનો ભય દૂર થતાં એનુ
સંરક્ષણ થઇ શકે.
સર્પ વિશે થોડીક જાણકારી...
        બહુ પ્રચલિત નાગ અને કાળોતરો એ કોબ્રા પ્રજાતી ના સર્પ કહેવાય છે, કોબ્રા સામાન્ય સર્પોની સાપેક્ષે વધુ લંબાઈ ધરાવે છે, માત્ર નર-કોબરા સર્પ ભયભીત થતાં ક્રોધિત થઇને આક્રમકતાં બતાવવા ફેણ ચડાવે છે,  માદાં-કોબરા સર્પ સામાન્યતઃ શાંત હોય છે. દંશનો પ્રયોગ માત્ર શિકાર દ્વારા ખોરાક મેળવવા કરે છે. માદાકોબ્રા સાથે પ્રણયનિવેદન-ક્રીડા વખતે ભયભીત થતાં સ્વરક્ષણ અને ગુસ્સામાં માનવને કરડે શકે છે. માત્ર આઠ ટીપાં ઝેર મનુષ્ય માટે મારક નિવડી શકે છે.
     ખળચિતરો અને ફૂરસો જેવાં ત્રિકોણીય માથું ધરાવતાં સર્પને વાઇપર તરીકે ઓળખાય છે, આ સર્પ ફેણ ચડાવતાં નથી કુંડળી મારીને શિકારની રાહમાં નિશ્ચલ શાંત પડી રહે છે, શિકાર પર ગજબની સ્ફુર્તિથી એટેક કરે છે. Rattle વાઇપર જયારે પુંછડી ધ્રુજાવે ત્યારે એક ખાસ પ્રકારનો અવાજ આવે છે. વાઇપર અને કોબરા બંને પ્રજાતી ઝેરી સર્પની છે. એન્ટી સેન્ક વેનમ- ASV જે માત્ર સરકારી દવાખાનામાં જ  સર્પદંશ ચિકિત્સા માટે સામાન્ય રીતે ઉપલબ્ધ ઇંજેકશન હોય છે એનાં નિર્માણમાં કોબ્રા અને વાઇપરના શુદ્ધ-વિષનો પ્રયોગ થાય છે. કોબ્રાનો દંશ ઉભા-ઊંડા સ્પષ્ટ બે છીદ્રો જેવો હોય છે, જયારે વાઇપરનો દંશ છીન્નભિન્ન હોય છે. સામાન્ય રીતે ઝેરી સર્પની  આંખની કિકિ ઊભી-લાંબી હોયછે જયારે બીનઝેરી સર્પની આંખ ગોળ કિકી ધરાવે છે.



Rattle snake

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...