આજે ફાગણ વદ અગિયારસ
પાપમોચીની એકાદશી
સાંસ્કૃતિક રીતે આજે ચારોળી નું માહત્મ્ય દર્શાવેલ છે...
ચારોળી ... મોહનથાળ ના ચોસલા પર ચોંટાડેલી જોવા મળતી હતી ! કયારેક દૂધપાક/ખીર/બાસુંદી માં પણ નંખાતી...
ગુજરાત માં ચારોળી ના વૃક્ષ પંચમહાલ - દાહોદ બાજુ વધુ પ્રમાણમાં થાય છે એવો ઉલ્લેખ છે...
ચારોળી ના વૃક્ષ માં બોર જેવડા ફળ આવે છે અને એના બીજ એટલે ચારોળી...
વૈજ્ઞાનિક નામ Buchanania lanzan કે B.Latifolia પણ અપાય છે...
સંસ્કૃત માં ચારોલી ને प्रियाल નામ અપાયું છે..
સંસ્કૃત નામ चार પરથી ગુજરાતી ચારોલી અને
હિન્દી માં चिरौंजी કહે છે...
चार નો સ્થૂલ અર્થ ગતિ આપનાર થાય છે..
પણ चारु નો અર્થ મનમોહક થાય છે..
પ્રિયાલ એટલે હૃદય ને હિતકર તથા તૃપ્તિકર હોઇ પ્રિય છે માટે પ્રિયાલ...
ટૂંક માં ચારોલી પ્રિય લાગે છે ગુણોમાં તથા દેખાવ માં પણ ...
પાપમોચીની એકાદશી ને ચારોલી સાથે કેમ સમન્વય કરાયો...?
પાપ એટલે એવો વ્યહવાર કે કર્મ જેનાથી કરનાર ને અને ભોગવનાર ને આનંદ ના મળે પણ કર્યા પછી પસ્તાવો થાય...
આજે પાપમોચીની એકાદશી એટલે કે મન, વચન અને કર્મ થી પણ પાપ નું મોચન એટલે કે પાપ થવા જ ના દે...
એટલે ચારોળી ને સંબધિત કરેલ છે.. ચારોળી મન ને તો પ્રિય છે પણ શરીર માટે પણ સ્વસ્થવર્ધક છે...
જે વ્યક્તિ સ્વસ્થ છે એ આનંદ માં રાચે છે પછી એનાથી પાપ કેવી રીતે થાય ?
ચરકસંહિતા માં ચારોલી ને સ્નેહબીજ નામ અપાયેલ છે એટલે કે એ સમયે ચારોલી નું તેલ પણ કાઢવામાં આવતુ હશે...
બદામ, અખરોટ અને ચીલગોઝા જેવા કિંમત માં મોંઘા સુકામેવા જેટલા જ ગુણો ચારોલી માં છે.. ઉપરાંત ચારોળી શીતવીર્ય છે એ એની વિશેષતા છે...
એટલે શિયાળા માં અખરોટ બદામ ઉષ્ણવીર્ય વાળા સુકામેવા ખવાય પણ ઉનાળા ની શરૂઆત માં ચારોળી જ આરોગાય ...
ચારોળી નો રસ મધુર, તાસીર ઠંડી... પચ્યા પછી પણ મધુર વિપાક વાળી તથા વાયુ-પિત્ત ના વિકારો માં ઉત્તમ લાભ આપનાર છે... તથા ચારોળી ને વૃષ્ય ગુણ ની નિઘંટુકાર કહે છે...
ઉનાળા ની શરૂઆત માં બાળકો ને શિળસ થાય છે... એના પર ચારોળી ને પાણી માં લેપ કરી લગાવવાથી ફાયદો થાય છે... તડકા માં રખડવાથી જેને નસકોરી ફૂટે છે.. એ બચ્ચાંઓ ને નિયમીત ચારોળી દૂધ માં ઉકાળી પીવડાવવી... જેથી બદામ જેટલા ગુણ તો મળશે સાથે નસકોરી ફુટવા નું પણ બંધ થશે...
આજકાલ પરમેનેન્ટ ટેટું - છુંદણા હાથે - પગે અને શરીરે ચિતરવાની ફેશન છે પછી ના ગમે તો કઢાવવા પડે અને એના જે ડાઘ રહી જાય અથવા ગુંમડા કે ખરજવા મટયા પછી ના જે ત્વચા પર ડાઘ રહી જાય એની પર ચારોળી નો લેપ ઉત્તમ પરીણામ આપે છે...
જે બાળકો માટીખાવા ની ટેવ વાળા હોય છે એને એ ટેવ છોડાવવા ચારોળી માં ગોળ / સાકર મેળવી લાડુડી બનાવી આપવી... આયુર્વેદિક ચિકિત્સા માં જેને प्रियाल मोदक કહે છે..
આ એકાદશી થી આવતી એકાદશી સુધી સ્વાદિષ્ટ , પોષ્ટીક શીતવીર્ય ચારોળી નું સેવન કરવું જે ગરમી માં થતાં પિત્ત, વાયુ તથા ત્વચા વિકારો માં રાહત આપે છે...
🙏...શ્રી હરિ...🙏

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો