બુધવાર, 19 જૂન, 2019

આમલકી એકાદશી ફાગણ સુદ ૧૧

આજે  ફાગણ સુદ અગીયારસ જેને શાસ્ત્ર માં આમલકી    એકાદશી કહે છે...

કહેવાય છે કે, બ્રહ્મા  ની ઉત્પતિ  સાથે જ આંમળા  નું વૃક્ષ  પણ ઉત્પન્ન  થયુ હતું..
   આ આંમળા નું વૃક્ષ  એ આદીવૃક્ષ છે...
   સૃષ્ટિ  ના પ્રારંભ  થી જ જનકલ્યાણ  હેતું  તન અને મન ના આરોગ્ય માટે જગનિયંતા  એ આંમળા  પેદા કરેલ છે...
    ફાગણ  સુદ અગિયારસ એ આંમળા રસ અને ગુણ થી  પુર્ણ પરિપકવ થયેલ હોય છે...
    હિંદુ સંસ્કૃતિ  માં વૃક્ષ પૂજન નો  અનોખો મહિમા છે...
     જનસામાન્ય  ને આ યાદ રહે એ માટે આખા વર્ષ  માં આવતી પ્રત્યેક  એકાદશી ને ૠતુકાલ પ્રમાણે ; આરોગ્ય માં લાભ કરતા હોય એવા  વૃક્ષો સાથે જોડી દેવાઇ છે...
   
     હિંદુસંસ્કૃતી ની ધર્મ સાથે જોડાયેલ પરંપરા અંતે તો શારીરિક-માનસીક આરોગ્ય જળવાય એ હેતુ થી છે...

     કેમકે સર્વ ધર્મ નું પાલન અને પુરૂષાર્થ ચતુષ્ટય ની સિદ્ધિ નિરોગી તન અને મન થી જ શકય થાય છે...

      આંમળા  નો મહિમા આપણે ચ્યવનપ્રાશ  થી જાણીએ છીએ...
      આંમળા પરમ રસાયન છે...
      આમલકી એકાદશી...  આંમળા  નું મહત્વ  અને માહાત્મય સમજાય એ હેતું  થી સંસ્કૃતિ માં  ધાર્મિક પરંપરા સાથે જોડી દેવાઇ  છે...
      આંમળા ના વૃક્ષ ના પ્રત્યેક અંગ માં કુદરત નો વાસ છે એટલે એના પ્રત્યેક અંગ નો આદર કરવો... એનું સંવર્ધન  અને જતન કરવું...
      આ દિવસ થી આગલી પાપમોચીની એકાદશી સુધી નિત્ય આંમળા  નું સેવન કરવું...
      સમય અને સ્થળ  ની સુવિધા હોય તો આંમળા  ના વૃક્ષ  નીચે બેસવું ...  જેથી શરીર ની આરોગ્યતા  સાથે મન - મસ્તિષ્ક પર આંમળા  ના વૃક્ષ  તરફ થી આવતાં કૉસ્મીક  ચેતના ના તરંગો ની શુભ અસર થાય છે...
       ઉપવાસ નો અર્થ પણ ગ્રાહ્ય ભાવે અને શાંત ચિતે  પાસે બેસવું  એમ થાય છે...
       આજે આંમળા ના વૃક્ષ  નીચે- પાસે બેસી ને ઉપવાસ કરવાનો છે...
      આ રીતે જો  આંમળા નું  પુજન થાય તો યથાર્થ અને શ્રેયકર બની રહેશે ...

   સામાન્ય રીતે નવેમ્બર માં માર્કેટ માં આંમળા આવી જાય છે પણ એ અપકવ અથવા રસ-ગુણાદિ પ્રોપર્ટી માં ઓછા હોય છે...
ઘણા નો અનુભવ છે કે આવા આંમળા ના ઔષધ યોગ  ભેજ યુક્ત વાતાવરણ માં ફુગાઇ જાય છે...
તો,
આંમળા  ના ઔષધીય  પ્રયોગ  માટે આમલકી એકાદશી ના દિવસે
અથવા એ પછી ના અઠવાડીયા માં વૃક્ષ પરથી ઉતારી લેવા...

આ નું મહત્વ અને માહાત્મય દર્શાવવા  હિંદુસંસ્કૃતી  માં આમલકી એકાદશી દર્શાવેલ છે...
આમલકી એકાદશી ના સમયગાળા માં
આંમળા ; રસ -  ગુણ અને વીર્ય ની  ઉચ્ચકક્ષા માં હોય છે આથી એનો પ્રભાવ પણ ઉત્તમ હોય છે. એના રંગ અને કદ પર થી એની પ્રતિતી  થઇ જાય છે.
ઇમેજ માં જુઓ....

 કાયાકલ્પ  -  આયુર્વેદ રસાયન પ્રયોગ ......આંમળાદ્વારા

16 મી જાન્યુઆરી 1938  એ દેશ ની ગણમાન્ય  આદરણીય  વ્યક્તિ પંડિત મદનમોહન માલવીયાજી  ને કાયાકલ્પ  માટે આયુર્વેદોક્ત  મહર્ષિ વાગ્ભટ્ટે વર્ણવેલ આમલકી રસાયન પ્રયોગ  કુટીપ્રવેશકવિધિ  થી કરાવવા માં આવ્યો  હતો જે ..24 મી ફેબ્રુઆરી 1938 ના દિવસે પૂર્ણ  થયેલ .. આ પ્રયોગ  હિમાલય  ના પ્રસિદ્ધ  યોગી તાપસી બાબા એ .. પં.મદનમોહન માલવીયાજી  ના અનુરાગી શિષ્ય અલ્હાબાદ ના સુપ્રસિધ્ધ જ્યોતિષી પ્રધ્યુમન્નરાય  ની પ્રાર્થના  થી વૃદાવન નજીક ના કોટબંડ  વિસ્તાર  માં કરેલ ... પ્રયોગ શાસ્ત્રી  હરદત્તજી  ને સાથે રાખી ને કરવા માં આવેલ .. આયુર્વેદાચાર્ય  તરીકે ની સેવા શ્રી કૃષ્ણ દત્તજી  તથા રાજવૈદ્ય સ્વામી આનંદજી  એ આપેલ. ..
પ્રયોગ ના અંતે પં.માલવીયાજી  ને સંતોષકારક પરીણામ મળેલ સ્મરણશક્તિ, આહાર, નિદ્રા, બળ તથા કેશ અને ત્વચા ના વર્ણ માં સુધારો જણાયેલ  કાયાકલ્પ  રસાયન  પ્રયોગ  વખતે પંડિતજી  ની વય આશરે 76 વર્ષ  હોઇ શકે ( જન્મ વિક્રમ સંવત 1918)
                              ○●○
    ઝંડુભટ્ટજી  ના એક કુટુંબીજન  અને વૈદ્ય શ્રી હાથીભાઇ હરિશંકર શાસ્ત્રીજી  એ ઉપરોક્ત કાયાકલ્પ પ્રયોગ વિક્રમ સંવત 1974  ના માગશર માસ માં બરડા ના પીઠડીયા મુકામે  કરેલ...
જેમાં એક મણ આંમળા ને ખાખરા  ના વૃક્ષ  ને કાપી એમાં દ્રોણી  બનાવી ને શાસ્ત્રોકત  વિધિ થી સ્વિન્ન / બાફેલા  પછી દરરોજ  ના 5-7 આંમળા છીણી  એમાં  દશ તોલા ઘી, આઠ તોલા મધ મેળવી સવારે 6:00 વાગ્યે  લેવાનુ પછી 10, બપોરે 12, સાંજે 4 વાગ્યે  અને રાતે  ફકત દૂધ  લેવાનુ... દિવસ દરમિયાન સાડાત્રણ  થી ચાર શેર દુધ થઈ  જાય પ્રયોગ  કુલ 21 દિવસ નો હતો. . પંદર માં દિવસે શરીર પર ની ચામડી પર થી ફોતરી ખરવા લાગી જે બે મહિના બાદ નવી ચામડી માં પરિવર્તન  પામેલ. . વર્ષો  જુનો દમ નો રોગ હતો એ નિર્મૂલ  થયો. . હાથ પગ ના સાંધા માં નવુ બળ આવ્યુ અને દુઃખાવા બંધ થયા. .  ત્યારબાદ  પુનઃ આ પ્રયોગ  ઉદેપુર  મુકામે કરેલ. .
વાતતાપીક  (सौरमारूतीक ) વિધી થી પ્રયોગ પૂર્ણ  કરવા માં આવેલ  હતો. ..આયુર્વેદાચાર્ય  તરીકે પ્રસિદ્ધ રસવૈદ્ય મણિશંકર વિઠ્ઠલજી  તથા મોરબી ના વિશ્વનાથ વિઠ્ઠલજી  ની દેખરેખ  નીચે કરાયેલ હતો. .
                               ○●○
કુટીપ્રવેશકવિધિ  તથા સૌરમારૂતક વિધિ માં વાગભટ્ટે  જે આમલકી રસાયન  બતાવેલ તેના પ્રયોગ  નુ પરીણામ બંને  મહાનુભાવો માટે   લગભગ  એક સરખુ  આવેલ એવી નોંધ  દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી  ની આયુર્વેદ વિજ્ઞાન  ના એક અંક માં છે. . તથા અષ્ટાંગ  હૃદય વર્ણિત  કેશ,   દંત આદી ખરી જઇ ને નવા આવવા ની વાત બંન્ને  પ્રયોગ  માં જોવા મળી  નહોતી  જેની પાછળ ના કારણો માં..
 શ્રી.દુ.કે.શાસ્ત્રી જણાવે છે .
🔸  રસાયન પ્રયોગ મધ્યમ વય એટલે કે, 40 થી 60 ની વચ્ચે કરવો. જોઇએ  ..
🔸 રસાયન પ્રયોગ પહેલા શરીરસંશુદ્ધિ  કરવા માટે ફકત હરડેથી  એક દિવસ સામાન્ય  રેચ લેવાયેલ હતો
🔸 આંમળા  પરીપકવ  નહોતા રસાદિ ગુણો અલ્પ હતા ૠતુકાળ  થી પહેલાં તોડી લેવાયા હતાં...

જે આંમલકી  એકાદશી પછી લેવા જોઇએ...

🔸 પલાશ વૃક્ષ માં પણ એજ પ્રમાણે  કેટલુ જુનું લેવાથી ઔષધીય ગુણો પુરેપુરા  મળે એ સ્પષ્ટ  નહોતુ. .
🔸 આચાર રસાયન  નુ પાલન થયુ નહોતુ. . પ્રભુસ્તવન  માં સમય વ્યતીત  કરાયો હતો...
🔸 16 માં દિવસ થી રોટલી ભાત વિગેરે ખોરાક  શરૂ કરી દેવાયો હતો. .. જો કે બંન્ને મહાનુભાવોએ  સ્વીકાર્ય  કર્યુ કે પ્રયોગ  પહેલા દાળ- ભાત  જેવો  ખોરાક પચતાં 12 કલાક થી વધુ સમય લાગતો તે પ્રયોગ બાદ લાડુ  જેવા મિષ્ટાન્ન  પણ છ કલાક  પહેલા પચી જાય છે...
                  ○●○
       વર્તમાન સમય માં વ્યક્તિ પાસે સમય નો અને સુવિધા  નો અભાવ છે તથા પલાશ ના ભરાવદાર મોટા થડીયા વાળા વૃક્ષ શોધ્યા  જડે એમ નથી,  તો આયુર્વેદ રસાયન  નો આપ્રકારનો  કાયાકલ્પ  પ્રયોગ  કેવી રીતે  કરી શકાય ?

તો એના માટે...

☆ ફાગણ સુદ અગિયારસ  એ દરદી ને ઉપવાસ  કરવો  પછી ફાગણ પૂર્ણિમા  સુધી રોજ સવારે પ્રાતઃ ૪:૦૦ વાગ્યે મોટી શેકેલી હરડે નું ચુર્ણ  આપવુ  પેટ શુદ્ધિ  માટે. ..
🔸ફાગણ - ચૈત્ર  માં ૠતુકાળ કાયાકલ્પ પ્રયોગ માટે સ્વાભાવિક અનુકૂળ છે.. આંમળા પરીપકવ હોય છે. . તથા વસંત ની શરૂઆત  માં જરૂર પડે તો, કાયાકલ્પ નો પ્રયોગ કરતાં પહેલા  સંચિત કફ નુ સંશોધન પણ  કરી શકાય છે...

☆ ફાગણ પુર્ણિમા  ના દિવસે જ સ્વસ્તિવાચન  કરી ને પ્રથમ ઔષધ આપવુ...

🔸 ઔષધ તૈયાર  કરવા ...
માટી ના એક સમાન બે શરાવ  લેવા જેમાં પલાશ પત્ર ભરી દેવા .. એક શરાવ માં વૈદિક મંત્રો થી  આમંત્રિત  કરી ને તોડેલા  આંમળા 18 નંગ ( રોજ ના છ ના હિસાબે 3 દિવસ માટે ) રાખી એના પર પલાશ પત્ર થી સારી રીતે  ઢાંકી  લેવા બીજા શરાવ થી બંધ  કરી કપડમટ્ટી  કરી લેવી અને મધ્યમ  અગ્નિ માં સારી રીતે બાફી લેવા. .
દરરોજ  સવારે છ આંમળા  અસમાન માત્રા માં શુદ્ધ ગોઘૃત  તથા મધ સાથે  મેળવી દૂધ  ના અનુપાન થી લેવા...શક્ય હોય તો 6 નંગ લિંડીપીપર ( ગણદેવી - દ.ગુજરાત ની લેવી )  નુ ચુર્ણ  પણ મેળવવુ. ..
જઠરાગ્નિ જયારે જયારે પ્રદીપ્ત  થાય ( ભુખ લાગે) ત્યારે  ફકત દુગ્ધપાન  કરવું સુંઠી ચુર્ણ  યુક્ત  શ્રેયકર છે. દર ત્રણ  દિવસે  આંમળા  સ્વિન્ન  કરવા ના રહેશે પ્રયોગ  21 કે 30 દિવસ સુધી સતત કરી શકાય. .. સામાન્ય આહાર ની શરૂઆત  પ્રયોગ પૂર્ણ  થયે પેયા,  વિલેપી આદી  સંસર્જન કર્મ  રીત થી કરાવવી...

🔸 શકય તેટલુ આચારરસાયન નુ પાલન કરવુ  મૈથુન,  અધિક શ્રમ, ક્રોધ  આદી નો સંદતર  ત્યાગ કરવો. . વ્યવસ્થા હોય તો  એકાંતવાસ કરી શકાય.. એ દરમિયાન  સાક્ષીભાવ ની સાધના ઉત્તમ પરીણામ  આપે છે. .
   દરેક પ્રકાર ના મિડીયા ( છાપા, ટી.વી. ફેસબુક વૉટસેપ વિગેરે  )  નો તથા અન્ય  વ્યકિતઓ ને મળવા નો તેમજ ચર્ચા  - વિવાદ નો સંદતર ત્યાગ  કરવો...

🔸 સ્વેદન - સ્નેહન સહિત. .. પણ સંસર્જન ક્રમ ને છોડી દઇ ને શરીર સંશુદ્ધિ  કરી શકાય તો ઉત્તમ. .
🔸 પ્રયોગ પહેલા લિવર, કિડની તથા હાર્ટ  ને સબંધિત પેથોલોજીકલ રીપોર્ટસ  કરાવી લેવા  તથા પ્રયોગ  ના અંતે વૈજ્ઞાનિક ધોરણે  શું ફેરફાર થયેલ છે એ જાણવા પુનઃ  લિપીડ પ્રોફાઇલ , લિવરફંકશન, રીનલ ફંક્શન તથા  ઇ.સી.જી જેવા રીપોર્ટસ કરાવવા...

આ જાગૃતિ  અને કાર્ય હંમેશા ચિકિત્સક તથા દરદી માટે  શ્રેયકર રહે છે....

આજે જે બજારૂ તૈયાર ચ્યવનપ્રાશ ના રસાયન  પ્રયોગ  જે ને ફેઇલ થાય છે એવા  આશાસ્પદ  વ્યક્તિ  ને ઉપર નો પ્રયોગ કરી શકાય ....

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...