બુધવાર, 19 જૂન, 2019

ચૈત્ર વદ અગિયારસ વરૂથિની એકાદશી

આજે ચૈત્ર વદ અગિયારસ  જેને
વરૂથિની  એકાદશી કહે છે આ એકાદશી માં સક્કરટેટી  નો મહિમા બતાવેલ છે...

વરૂથિની  નો અર્થ સૈન્ય (Army) થાય છે ...
આ એકાદશી  પર ભગવાન વિષ્ણુ  ના પંદરમાં વામન અવતાર  નું પૂજન અર્ચન કરવાની પરંપરા રહેલ છે...

વરૂથિની એકાદશી  માં એક માત્ર સકકરટેટી  શરીર માં થતા ગ્રીષ્મ ના વિકારો સામે સૈન્ય ની માફક લડે છે એટલે કે સકકરટેટી એ વિકારો સામે  વન મેન  આર્મી  સાબિત થાય છે...

સકકરટેટી  ને અંગ્રેજી માં મસકમેલન  અને હિન્દી માં ખરબૂજા  કહેવાય છે

આનું  મૂળ વતન ઇરાન  તથા ઉત્તરપૂર્વી ભારત તેમજ  અફઘાનિસ્તાન છે ...

આનું  વૈજ્ઞાનીક નામ
CucumisMelo છે... આની ઘણી પ્રજાતીઓ જોવા મળે છે...

આપણે ત્યાં ચારેક જેટલી પ્રજાતી જોવા મળે છે જે ઈમેજ માં દર્શાવેલ છે ...

મોટાભાગે  સુંવાળી  ત્વચા અને જાળીદાર ત્વચા એમ બે મોટા પ્રકારો માં સક્કરટેટી  નું વર્ગીકરણ  કરાય છે ... એમાં પણ કદ, રંગ, સ્વાદ, સુગંધ  પ્રમાણે અન્ય ઘણા પેટા પ્રકાર પાડવા માં આવે છે ..

લીલી ફળમજ્જા ધરાવતી સ્વાદ માં મીઠી  જાત ને  honeydew  કહે છે જેને લોકબોલી માં નિલમ સકકરટેટી કહે છે... 

જાળીદાર ત્વચા ધરાવતી cantaloupe પ્રજાતી ની એક હાઇબ્રીડ જાત Galia melon તરીકે ઓળખાય છે ...

સકકર  તથા ટેટી શબ્દ મળી ને સકકરટેટી  બને છે..

સંસ્કૃત શબ્દ शर्करा પર થી અપભ્રંશ  થઇ ને સક્કર કે સાકર  શબ્દ  આવ્યો  છે...

જે આકાર માં  કાંકરા કે દાણા જેવું પણ સ્વાદ માં મધુર હોય એને શર્કરા  કહે છે...

ટેટી શબ્દ મૂળ ગુજરાતી છે જેનો અર્થ ઉપસેલુ,  માંસલ  અને ગોળ એવો થાય છે...

સકકરટેટી નું પોષણ મુલ્ય જોઇએ તો પ્રતિ 100 ગ્રામ માં 34 કેલરી આપે છે તથા  મનુષ્ય  ની દૈનિક  જરૂરીયાત 68% vitamin A  તથા દૈનિક જરૂરીયાત  ના 61%  vitamin C  મળી રહે છે...

રાજનિઘંટુ માં લખે છે
वालुकी मधुरा शीताः आध्मानहत्  वा श्रमापहा ।
पित्तप्रशमनी  रुच्या कुरुते कासपीनसौ ।।

 નદી ની રેત ને સંસ્કૃત માં वालुका  કહે છે અને સક્કરટેટી  ની ખેતપેદાશ  નદી ની આવી  રેતી માં વધુ થાય છે જેથી એને  વાલુકી  નામ આપ્યું  છે...

 મધુર સ્વાદ  વાળી તથા તાસીર એની ઠંડી છે વળી રૂચીકર  છે એટલે  જો વધુ ખવાય તો ખાંસી- શરદી થાય છે...

પિત્ત નું પ્રશમન કરનાર છે સાથે સાથે આ ઉનાળા ના તાપ ને લઇને  જે  આધ્માન - આફરો થાય છે એમાં પણ ઉપયોગી છે અને થાક ને દુર કરે છે...

ભાવપ્રકાશ માં લખે છે
खर्बूजम् मूत्रलं बल्यं कोष्ठशुद्धिकर स्निग्ध  स्वादुतरं  पीतं वृष्य  पित्त  अनिल अपहम् ।

ભાવપ્રકાશ  સકકરટેટી ને ખરબૂચ  કહ્યું  છે...

cantaloupe પ્રજાતી  ની સકરટેટી  પર જાળી જેવી રચના હોય  છે ;  જે સ્પર્શ  માં ખડબચડી = खर  લાગે છે આથી ખરબુચ  નામ આપ્યું  હશે...

ભાવપ્રકાશ માં  સક્કરટેટી ને મૂત્રલ  સાથે કોષ્ઠશુદ્ધિકર  બતાવે છે સાથે સાથે આ ગ્રીષ્મ  માં એનું સેવન બલ્ય અને વૃષ્ય કહ્યું  છે...
પણ જો વધુ ખાવા માં આવે તો તે પચ્યા પછી થોડીક  અમ્લપાકી હોવાથી રક્તપિત્ત  અને મૂત્રકૃચ્છ  કરનાર છે ... 

ગ્રીષ્મ  ની ગરમી થી પરસેવો  વધુ થાય છે ;  જે ત્વચા ની પૂરતી સાફ સફાઇ ના અભાવે ખરજવા= Eczema  થવામાં સહાયક બને છે...  જેમાં દર્દી ને એક આખી સકકરટેટી ખાવા ની ભલામણ સર્જન મેજર  શીર્કોરે  કરે છે  અને જુના ખરજવાં ના દર્દી ઓ ને ઉનાળા માં આ વિકાર સામે ઘણી રાહત રહેતી એવો એમનો જાત અનુભવ છે ...

તો મિત્રો,
આ વરૂથિની  એકાદશી થી પંદર દિવસ સુધી નિત્ય
વન મેન  આર્મી  જેવી  સકકરટેટી  ને પ્રભુ નો પ્રસાદ માની ને
આરોગીશું  ...

કેમ કે ગ્રીષ્મ ના તાપ થી  ભોજન કરવા માં થતી અરૂચી તેમજ લાગતો થાક  દૂર કરવા માં સ્વાદિષ્ટ સકકરટેટી ઉપયોગી છે...

ગ્રીષ્મ માં વધુ પડતી  ગરમી ના કારણે પેશાબ નું રોકાઇ જવું બળતરા  સાથે થોડું  થોડું ઉતરવું જેને ઉનવા કહે છે  તથા ગરીષ્ટ ભોજન કે વધુ પાણી પીવાથી પેટ નું  ફુલાઇ  જવું જેને  આફરો કહે છે આવા   વિકાર ને પણ સકકરટેટી દૂર કરે છે...

ગ્રીષ્મ  માં સ્વાભાવિક વિકાર પામતા પિત્ત  અને વાયુ ના દોષો સામે રક્ષણ કરે  છે અને ગડ ગુમંડ  ખરજવા માં પણ  ફાયદો કરે છે ...

                             🙏 શ્રી હરિ 🙏

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...