બુધવાર, 19 જૂન, 2019

અક્ષય તૃતિયા

આજે વૈશાખ સુદ ત્રીજ ,
ભગવાન  પરશુરામ જયંતી ,
જેને અક્ષયતૃતીયા  કહે છે ,

જેનું ગુજરાતી અપભ્રંશ" ક્ષ" ને બદલે " ખ " થઇને લોકજીવન માં અખાત્રીજ  થઇ  ગયુ છે...

આજથી વસંતઋતુ પુરી અને ગ્રીષ્મ નો પ્રારંભ...

હિંદુ સંસ્કૃતિ ના મોટાભાગ ના વ્રત - ઉત્સવો પર પૌરાણીક કાળ નો પ્રભાવ છે...
અને એનું મહાત્મ્ય પણ પુરાણો માં જ વર્ણિત છે...

ભગવાન પરશુરામના જન્મ ની વિગત 
સંપૂર્ણ વેદકાલીન  મળે છે...
પાર્થિવ સંવત્સર
રોહિણી નક્ષત્ર
વૈશાખ સુદ ત્રીજ
સોમવાર , સમય : રાત્રી  ની નવ ઘટી  અને એક પળ ...
જન્મભૂમિ  સરસ્વતી નો કિનારો જમદગ્નિ આશ્રમ

કુશિક ના પુત્ર ગાધિ ને સંતાન માં એક જ પુત્રી હતી...
એ મહર્ષિ ભૃગુ ના પુત્ર મહર્ષિ ૠચિક સાથે પરણાવવામાં આવેલ...

આ મહર્ષિ  ૠચિક ને મહાઆર્થવણ કે અથર્વ વેદ ના દ્રષ્ટા  તરીકે પણ જોવા માં આવે છે...

એમની પાસે ગર્ભાધાન આહ્વાન તથા ગર્ભસંસ્કાર  દ્વારા ઉત્તમ ઇચ્છિત ગુણ વાળુ  સંતાન નું અવતરણ  કરવા નું કર્માભ્યાસ જન્ય વિદ્યા- જ્ઞાન  હતું...

એમના ધર્મપત્ની સત્યાવતી ,
પોતાનું ૠષિકુળ દિપાવે એવું બ્રહ્મવિદ્યા માં નિપુણ સંતાન એમને ત્યાં પેદા થાય...
તથા એમની  માતા ને પણ પુત્રરત્ન પ્રાપ્ત થાય તો પોતાના પિતા ને ગાદીવારસ  અને પોતાને ભાઇ મળે એવા શુભ આશય થી મહર્ષિ  ૠચિક  સામે પ્રસ્તાવ રજુ કરે છે ...

 મહર્ષિ  ૠચિક  પોતાના જેનીટીક  એન્જીનીયરીંગ  ના ઉત્કૃષ્ટ  અને અનુભવ યુક્ત  જ્ઞાન થી ;

ઉતમ શ્રેયકર બ્રહ્મવિદ્યા મેળવવા માં સક્ષમ બને એવું સંતાન અવતરે એ માટે  એક ઔષધયોગ સત્યાવતી માટે નિર્માણ  કરે છે...
અને બીજો ઔષધયોગ સત્યાવતી  ની માતા ને   પરાક્રમી અને રાજયવિસ્તાર વધારી શકે એવા ક્ષાત્રતેજ ગુણ વાળુ  સંતાન અવતરે તેના માટે નિર્માણ  કરે છે...
અને સત્યાવતી ને સુચના સાથે બંને ઔષધ  આપે છે...

સત્યાવતી  ની માતા...
સ્ત્રીસહજ ભાવવૃતિ  થી એવું માની લે છે કે,
મહર્ષિ  ૠચિકે  ઉત્કૃષ્ટ  ઔષધ પોતાની પુત્રી માટે તૈયાર કર્યુ  છે અને મારા માટે સાધારણ...

સત્યાવતી  ને માતા નો આ ભાવ જાણી ને દુઃખ થાય છે એટલે એ પોતાના માટે નું  જે બ્રાહ્મતેજ યુકત ઔષધ યોગ હોય છે એ માતા ને દાન કરી દે છે જયારે માતા નો  જે ક્ષાત્રતેજ  યુકત ઔષધયોગ છે એ પોતે  ભક્ષણ કરી જાય છે...

મહર્ષિ ૠચિક  ને જયારે આ ઘટના ખ્યાલ આવે છે ત્યારે એ સત્યવતી  ને સંભવિત પરીણામ શું આવી શકે એ કહે છે...

સત્યાવતી એ જાણી ને વ્યથીત  થાય છે...
અને ઉપાય સ્વરૂપે...
ૠચિક દ્વારા ક્ષાત્રતેજ યુકત ઔષધ નો પ્રભાવ  ઓછો થાય અને ગર્ભસ્થ બાળક બ્રાહ્મતેજ  યુકત જન્મે એ રીતે સત્યાવતી ની ગર્ભિણીચર્યા માં ઔષધ, આહાર, વિહાર નું માર્ગદર્શન  કરે છે...

સત્યાવતી... અંશતઃ  ક્ષાત્ર તેજ યુકત ૠષી જમદગ્નિ  ને જન્મ આપે છે...
જયારે એની માતા બ્રાહ્મતેજ યુક્ત  વિશ્વરથ  ને જન્મ આપે છે...
આ રાજકુમાર વિશ્વરથ  કર્મ  અને તપસ્યા દ્વારા
વિશ્વરથ માંથી ગાયત્રી મંત્ર  ના દ્રષ્ટા  ૠષિ  વિશ્વામિત્ર  તરીકે પ્રસિદ્ધિ ને પામે છે...

ૠષિ જમદગ્નિ  ના લગ્ન  રાજા પ્રસેનજીત  ની કુંવરી  રેણુકા  સાથે થાય છે...
રેણુકા ને ચાર પુત્ર જન્મે છે...

સત્યાવતી  એ સમય ના દેશકાળ ના કપરા સંજોગો વશ આતતાઇઓ સામે ભવિષ્ય માં પોતાના વંશ ની સુખાકારી  માટે મહર્ષિ  ૠચિક ને ગર્ભસંસ્કાર ના આહાર, વિહાર, ઔષધ દ્વારા રેણુકા ને ક્ષાત્રતેજ યુક્ત એક સંતાન અવતરે  એવો પ્રસ્તાવ રાખે છે...
મહર્ષિ ૠચિક ની નિર્દેશીત  ગર્ભાધાન આહ્વાન ના વિધિ તથા ગર્ભિણીચર્યા ના પાલન થી રેણુકા  ને પાંચમું સંતાન અવતરે છે...

એ ક્ષાત્ર તેજ થી ભરપુર હોય છે...
જે આજે ભગવાન પરશુરામ થી પ્રસિદ્ધ  છે...

ભગવાન પરશુરામ શ્રી વિષ્ણુ ના 24 પૈકી 19મા તથા  દશાવતાર પૈકી છઠ્ઠા  અવતાર છે
એવી પૌરાણિક માન્યતા છે...

ભગવાન પરશુરામ  વેદકાળ થી પુરાણકાળ સુધી છવાયેલા છે રામાયણ માં પણ છે
અને મહાભારત માં પણ..

ભિષ્મ અને દ્રોણ ના ગુરૂ...
કર્ણ ના પણ ગુરૂ...
અને ૠષિ  વિશ્વામિત્ર ના ભાણેજ
ચક્રવર્તી  રાજા ભરત ના પણ ગુરૂ...

સરસ્વતી નદી થી નર્મદા અને પશ્ચિમી સમુદ્રતટ સુધી એમનો પ્રભાવ હતો...

ભગવાન પરશુરામે એમના જીવનકાળ માં સહસ્ત્રાર્જુન તથા કિરાતાર્જુન જેવા આતતાયીઓની  સાથે યુદ્ધ કરી એમનો વધ કરીને પ્રજા ની સુખાકારી  વધારી...

આવા એ સમય ના 21 જેટલા ભૂભાગ  પર કલ્યાણકારી  યુદ્ધ કરી ને પ્રજા ને આવા જુલ્મી શાશનકર્તા ઓના ત્રાસ માંથી ઉગાર્યા એટલે એમના વિશે મિથક સ્થાપીત થયુ કે,

"ભગવાન પરશુરામે પૃથ્વી ને 21 વખત નક્ષત્રી  કરી "...

નક્ષત્ર નો અર્થ  જેનું ક્ષરણ  નથી થતુ તે અને જે  હંમેશા પ્રસ્થાપિત  રહે છે...

એટલે કે ભગવાન  પરશુરામે જે 21 ભૂભાગ પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું  ત્યાંની  પ્રજા એ લાંબા સમય સુધી  ત્રાસ આપનારા ક્રુર શાસકો - આતતાયીઓ  ના જુલ્મો થી મુકત રહી ને સુખાકારી  ભોગવી... ભગવાન પરશુરામ નો પ્રભાવ આતતાયી ઓ સામે નક્ષત્ર રહ્યો  એટલે આ મિથક  સ્થાપીત  થયુ...

ભગવાન પરશુરામ  વિશે એક અન્ય મિથક પણ છે કે એમને

" પિતા જમદગ્નિ  ની આજ્ઞા નું પાલન કરવા માતા રેણુકા  નો શિરચ્છેદ  કરેલ..."

જો કે આ મિથક સત્ય નથી...

માતા રેણુકા  એ गलतकृष्ठ જેને લોકબોલી માં જેને રગતપિત ( લેપ્રસી )  કહેવાય એ રોગ થી પીડીત ચિત્રરથ નામે ગાંધર્વરાજ  તથા એના સ્વજનો ની સેવા કરવા ની તત્પરતા દર્શાવી...
પણ  જમદગ્નિ  ને એ પસંદ ના પડયુ  અને પતિ  ની નારાજગી  હોવા છતાં  રેણુકા એ ગાંધર્વરાજ અને એના સ્વજનો ની સારસંભાળ  લેવા નું શરૂ કર્યુ... 
જેથી નારાજ અને ધુધંવાયેલા  જમદગ્નિ એ પોતાના પુત્રો  ને રેણુકા નું શિરચ્છેદ  કરવા ની આજ્ઞા કરી...

ભગવાન પરશુરામે  પોતાના વિવેક થી અને પ્રભાવી વાણી વર્તન થી આ વિકટ પરીસ્થિતિ નો સુખદ અંત લાવ્યો જેનું રોચક અને ઐતિહાસીક  સત્ય દર્શાવતું વર્ણન,
નવલ ભગવાનપરશુરામ  માં શ્રી કનૈયાલાલ મુનશી  એ પાના નં. 238 માં આપેલ છે...

 શ્રી.ક.મા.મુનશી આ નવલ 1922 થી 1945 સુધી ના 23 વર્ષ ના ગહન ઐતિહાસીક તથ્યો  ના અભ્યાસ, સંશોધન, ચિંતન આધારીત લખાયેલ છે ...

જેની અગિયારમી  આવૃતિ  2012 માં ગૂર્જર પ્રકાશને રજુ કરેલ છે જેની કિંમત  ₹.225/-  છે..
પણ કચ્છ - ભૂજ  ખાતે થી શ્રી સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ - 9825227509  પર થી
માત્ર ₹.135/- માં ખરીદ કરી શકાય છે...

આ નવલ ના  વાંચકો ને હમણા જ આવેલી બાહુબલી  ફિલ્મ માં ચર્ચિત  માહિષ્મતી  નગરી ના ઐતિહાસિક વર્ણન વિશે ની રોચક માહિતી આ પુસ્તક  માંથી પ્રાપ્ય થશે... માહિષ્મતી નર્મદા ના કિનારે હાલ ના ભરૂચ-ભૃગુકચ્છ થી અગીયાર માઇલ ના અંતરે હતી...

ભગવાન પરશુરામ  ના જીવન નો ઉતરાર્ધ  શૂપારક  નામના દ્વિપ વ્યતીત થયેલ હતો...

આજે આ સ્થાન  કોંકણપ્રદેશ નું સોપારા તરીકે ઓળખાય છે...

ભગવાન પરશુરામ નું જીવન આપણ ને સાહસ સાથે વિવેક શીખવે છે...

પ્રજા ને બ્રહ્મક્ષત્રીય બનવાનો  સ્પષ્ટ  આદેશ આપે છે...

વ્યહવાર, વિચાર, વર્તન માં બ્રાહ્મણ  જેટલી જ્ઞાન અને તર્કબુદ્ધિ  ની વિશાળતા તથા ક્ષત્રીય જેટલું સાહસ અને ખુમારી  સાથે ની  ઉદારતા ...

આતતાયીઓને પડકારવા  અને  સંહાર કરવો એ જ પરમ ધર્મ છે...
એમાં  પાપપુણ્ય નો વિચાર કરી ને પીછેહઠ કરીને નિર્માલ્યપણું  નથી દેખાડવાનું...

આ અભિગમ સાથે ઉત્કૃષ્ટ જીવન જીવનાર ભગવાન પરશુરામ  ની જન્મતીથી ને આપણે,
આજ કારણે  " અક્ષય " એટલે કે એમનો મહિમા કયારેય ક્ષય નથી થવાનો એ રૂપક ઉપમા સાથે નામાભિધાન  કરેલ છે...

રામ શબ્દ નો અર્થ આત્મા થાય છે..
બીજો અર્થ તાકાત કે શક્તિ  થાય છે
ત્રીજો અર્થ મનોહર થાય છે...
આ ત્રણેય અર્થ એકસાથે સમન્વય કરીએ તો...
જે યોગ્ય નિર્ણય કરી ને તાકાત પ્રચંડ શક્તિ થી ત્રાસઆપનાર આતતાયી નો નાશ કરી પ્રજા ને સુખાકારી આપે એ પ્રજા ને મનોહર લાગે છે...
એટલે એને પ્રજા  " રામ " કહે છે...
ભગવાન નું આયુધ પરશુ  હતું એટલે પરશુ ધારી રામ
ભગવાન પરશુરામ  કહેવાયા...

અક્ષયતૃતીયા કે અખાત્રીજે સુવર્ણ ખરીદવા થી કે વિવિધ દાન આપવાથી .... સમૃદ્ધિ અને સુખાકારી  અક્ષય નથી થતી પણ એને મેળવવા  તથા મેળવેલ ને સંરક્ષીત  કરવા ભગવાનપરશુરામ ની જેમ બ્રહ્મક્ષત્રિય ના ગુણો કેળવવા  પડે...

લોકજીવન માં હોળી ની જવાળા માં નવિન પાકેલા ધાન્ય  નો હોમ કરાય છે પછી જ  એને વેચાણ કે ઉપભોગ માં લેવાય છે...
વેચાણ કરેલ ખેતપેદાશ  નું મુલ્ય ખેડુત ને 45 દિવસ ની ક્રેડીટ  બાદ મળે છે એટલે કે ફાગણ પુનમ પછી 45 દિવસે વૈશાખ સુદ એકમ-બીજ  પર...ખેડુ ના હાથ માં ખેતપેદાશ ના વેચાણ પેટે નું ધન આવતા ખુશી આવે , ખરીદી થાય, લેણાં ચુકતે થાય ... વળી લગ્નઆદી  પ્રસંગો આ ધન આવે ત્યારે શકય બને...
ઉત્સાહ થી પાર પડે...
એટલે અખાત્રીજ પછી લગ્નસરા જામે છે...
ખેડુત ના ખળા હવે ખાલી પડ્યા  છે..
અષાઢ ની વાવણી માટે જમીન તૈયાર કરવા ની છે...
અત્યાર સુધી તો પેદા થયેલ અનાજ નું વેચાણ તથા એની અન્ય વ્યવસ્થા  ચાલતી હતી...

 હવે ખેડુતે  પુનઃ સ્વધર્મ અને કર્મ ની શરૂઆત  માટે ખેતી અને ખેતર ની તૈયારી કરવાથી કરવાની છે... એટલે અખાત્રીજ પછી ખેતર ની સારસંભાળ  શરૂ થાય છે...

                             🙏 શ્રી હરિ 🙏

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...