બુધવાર, 19 જૂન, 2019

પપૈયું

આયુર્વેદિક દ્રષ્ટિકોણ થી પાકો પપૈયા નો રસ મધુરકષાયકટુ છે પણ પચ્યા પછી  મધુર છે... તાસીર એની વિદ્વાનો  ઉષ્ણ માને છે... પણ मरीच - કાળા મરી ની જેમ ઇષત્ ઉષ્ણ છે...
આ તાસીર ની બાબતે ગોટાળે ના ચઢી જવાય એ માટે તો કુદરતે પણ એના બીજ કાળાં મરી જેવાં બનાવ્યા છે

આ માનવ ની જાત એ કુદરતી ઇશારા નો ય દૂરપયોગ કર્યો ઑરીજીનલ  મરી માં ભેળસેળ કરવા નસુખો અજમાવ્યો.

खुदा भी आसमान से सोचता होगा....
मै ने इसको क्यु बनाया की यह सब को बना रहा  है ।

પપૈયા રેચક નથી પણ ઉત્તમ પાચક છે ... 

વૈજ્ઞાનીક સંશોધન થી સાબિત થયેલ છે કે 2 થી10 ग्राम કાચુ પપૈયા  ના દૂધ એ 200 ગ્રામ પ્રોટીન યુક્ત ખાદ્ય ને પચાવી શકે છે ( કેટલાક વિદ્વાનો 200 ગ્રામ પ્રાણીજ માંસ  સમજે છે )

કાઠીયાવાડ માં પણ રોજ સવારે આ સંશોધન આધારીત કાચા પપૈયા નો સંભારો  વણેલા ગાંઠીયા સાથે  પીરસવા માં આવે છે અને ખાઇ ને પ્રયોગ કરાય છે... 

જો કે હજુ સુધી કોઇ સાયંટીફીક જર્નલ માં એની નોંધ લેવાઇ નથી...

પણ આપણે ગુજરાતી એટલે એવી વાતો ની પરવા ના  કરવી  ખાવા ની બાબતે તો માત્ર કર્મ કરતાં રહેવું...

ગુજરાત  અને હિંદ ના અન્ય ભાગ માં બિમાર વ્યક્તિ ને પાચન  અર્થે પથારી માં જ પાકુ પપૈયું ખાવા અપાતું...

જો કે હવે ટેટ્રાપેક જયુસ અને  સફરજન,  ચીકુ , મોસંબી ના રસ એનું સ્થાન લીધું છે...

પપૈયું એ ઓરીજીનલ પોર્ટુગીઝ શબ્દ Papaya પર થી આવેલ છે
અને આ Papaya  શબ્દ  સ્પેનીશ શબ્દ Carib  ના અર્થ માં કે અનુવાદ માં આવેલ છે

આ બંન્ને દેશ ની પ્રજા ને મનદુઃખ ના થાય એ માટે લેટીન માં Carica papaya શબ્દ પપૈયા માટે રાખી લીધો...

જગત જમાદાર  અમેરીકનો ને લાગે છે કે અમે જ આ જગત ની ઉત્પતિ, સ્થિતિ અને લય માટે છીએ..
એટલે આ જગત ની બધી વસ્તુ નું મૂળ અમેરીકા માંથી મળે એવું ગુગલ પર પ્રસ્થાપિત કરી દિધુ

લખવામાં શું...
આપણેય લખી નાંખી એ...
પણ  આપણી પ્રજા ને કારણ ( Wh પ્રશ્નો ) કરતાં રાજકારણ માં વધુ રસ...

એટલે એમને લખી દિધુ કે પપૈયા નું મૂળ વતન તો મેક્સિકૉ છે પણ ફલોરીડા,  ટેક્ષાસ, કેલેફોર્નીયા અને હવાઇ ના ટાપુઓ પર થી દુનિયા માં ફેલાઇ ગયુ...

સંસ્કૃત માં આને  एरड कर्कटी કહે છે એટલે કે પાંદડા  એરડાં જેવા અને ફળ કર્કટી એટલે કે કાકડી જેવા...સંસ્કૃત શબ્દ कर्कटी એટલે તરબુચ, સક્કરટેટી , ખીરા, ચીભડું બધુ આવી જાય..

વિદેશી પ્રજા ની સાથે પપૈયું આવ્યુ એમ કહેવાય છે કારણ કે  અષ્ટાંગ હૃદય સુધી આયુર્વેદ સંહિતા માં પપૈયુ નથી...

ડેન્ગ્યુ અને પપૈયા ના પાંદડા નો રસ કે પાછળ થી આવેલ  1100 મી.ગ્રા પપૈયા ના પાંદડા ના એક્ષટ્રેટ વાળી કેપસ્યુલ પણ પપૈયા ના પાંદડા જુના જમાના થી વિદેશી પ્રજા ના  લોકવૈદક માં મેલેરીયા માં વપરાતા હતાં

એ પરથી આ ગતકડું આવ્યુ છે..

વિદેશીઓ પાસે આપણાં દેશી લીમડા નહી એટલે જે પણ લીંમડા જેવું કડવું હોય એ એમનું એન્ટીમેલેરીઅલ...

આયુર્વેદ માં તિક્ત એટલે કે કડવો રસ પિત્ત શામક છે. એટલે પપૈયું પણ મૂળ માં તો પિત્ત પ્રકોપ ને શાંત કરનાર છે અથવા પ્રાકૃત અવસ્થા માં પિત્ત ને લાવનાર છે...

પપૈયા ની 22 જેટલી જાતો છે
આપણ ને તો બે જ ખબર જે દાણા વાળી ને દાણા વગર ની સીડલેસ...

પપૈયું અતિસાર અને જવર ના દૌર્બલ્ય  માં ઉત્તમ ટૉનીક છે.

 એક માન્યતા ફેલાઇ કે ,ગર્ભવતી ને આ ફળ ગરમ પડે ;

ગર્ભાવસ્થા દરમિયાન માતા ના આહાર વિહાર ની અસર ગર્ભ ને સંસ્કારીત કરે છે એ તથ્ય ને અનુલક્ષી ને... વિદેશીઓ દ્વારા પ્રવેશ પામેલ અને વિદેશીઓ ના બ્રેકફાસ્ટ માં વપરાતા આ ફળ ને મલેચ્છ માની લેવાયું  આથી આવી ખોટી માન્યતા ફેલાઇ છે.
સ્વિકાર્ય ના થાય તેવું તથ્ય છે.
પણ પપૈયું પાચન  કરાવી દેશે.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...