બુધવાર, 19 જૂન, 2019

मधुपर्णी ... ગળો કે ચણોઠી

मधुपर्णी  થી કયું દ્રવ્ય લેવું ?

गुडूची કે गुञ्जा !!

મોટાભાગના વિદ્વાનો मधुपर्णी  થી ગળો - गुडूची  લે છે.
ચ.સૂ.અ.4 માં વર્ણવેલ સંધાનીય મહાકષાય તથા સ્નેહોપગ મહાકષાય ના દ્રવ્યો માં मधुक સાથે मधुपर्णी નો ઉલ્લેખ કરાયેલ છે.
સંધાનીય મહાકષાય ના દ્રવ્યો મોટાભાગે પિત્ત જયારે ઉષ્ણ ગુણ થી પ્રકોપ પામી ને ધાતુઓ ને દુષિત કરી, દ્રવ કરી ને અધોમાર્ગે સ્ત્રાવ કરાવે છે એવા વિકારો માં વિશેષ  ઉપયોગી છે;
અર્થાત્  રક્તાતિસાર , આમાતિસાર કે અધોમાર્ગ ( पकवाशय) થી થતાં  રક્તસ્ત્રાવ અથવા અન્ય કોઇ શ્લેષમાયુક્ત સ્ત્રાવ પર સંગ્રાહીક અસર લાવે છે.
આ સંધાનીય મહાકષાય ના ઔષધો કંઇક અંશે ચિકાશ કે ચોંટે  એવી પ્રોપર્ટી ધરાવે છે.તમામ દ્રવ્યો માં પિચ્છીલત્વ નો ગુણ રહેલ  છે.
સંધાનીય તથા સ્નેહોપગ મહાકષાય ના દ્રવ્યો નો રસ મધુરકષાય છે.

गुडूची એટલે કે ગળો ના પાન સ્વાદ માં મધુર નથી ; ખાતા કે ચાવતાં તુરંત જ વમન કરાવી દે એવા કડવા છે .

આથી ગળો  એટલે मधुपर्णी....

જેના પાંદડા રસ કે અનુરસ માં મધુર હોય એ मधुपर्णी એવી વ્યાખ્યા સાથે गुडूची  મેળ માં આવતી નથી.

સ્પષ્ટ રીતે गुडूची ને તૃપ્તિઘ્ન, તૃષ્ણાનિગ્રહણ અને દાહપ્રશમન મહાકષાય માં સમાવિષ્ટ કરેલ છે. આ મહાકષાયો ના દ્રવ્યો મોટાભાગે તિક્ત રસ પ્રધાન અને ઉષ્ણવીર્ય છે ઉપરાંત શરીર ના ઉપર ના ભાગ (आमाशय) પર કાર્ય કરનાર છે.

मधुपर्णी  એટલે ગળો ને જો
સંધાનીય વાનસ્પતિક દ્રવ્ય તરીકે લેવા માં આવે તો એ મહાકષાય માં સમાવિષ્ટ અન્ય દ્રવ્યો ની જેમ તુરંતજ રક્તાતિસાર કે આમાતિસાર તરીકે અથવા શરીર માંથી વહેતા શ્લેષ્મસ્ત્રાવ કે રક્તસ્ત્રાવ ને અટકાવવા માં એટલી સમર્થ નથી.
એજ રીતે સ્નેહોપગ મહાકષાય ના દ્રવ્યો ના વર્ણવેલ ગુણ માં પણ मधुपर्णी તરીકે गुडूची લેવાય તો  સર્વથા મેળ માં આવતાં નથી.

मधुपर्णी તરીકે  गुञ्जा /Abrus Precatorius / ચણોઠી...

गुडूची ની સાપેક્ષે  સંધાનીય તથા સ્નેહોપગ મહાકષાય ના દ્રવ્યો ના ગુણકર્મની દ્રષ્ટિએ વધુ યોગ્ય રીતે મેળે આવે છે.

● ચણોઠી ના પાન ચાવવા માં મધુર છે તથા અનુરસ કષાય છે. પરંપરાગત લોકવૈદક માં મોઢામાં પિત્ત ની ઉષ્ણતા ને લઇને પડતાં ચાંદા માં પ્રયોજાય છે. અને મોઢા ના એ વ્રણ માં સંધાનીય કર્મ કરી ને ચણોઠી ના પાન રૂઝ લાવે છે એટલે એ શિતવીર્ય પણ હોઇ શકે એમ અનુમાની શકાય છે.

● ચ.સૂ અ. ૧ થી ૪ માં વર્ણવેલ વનૌષધિ પૈકી ના કેટલાક ના બાહ્ય દેખાવ  એકસમાન દેખાતા હોય અને તેઓના  એકસરખા કાર્મુકત્વ ના વર્ણન માં એમને જોડકા માં વર્ણવેલ છે.
જેમ કે
મેદા-મહામેદા,
કાકોલી-ક્ષીરકાકોલી
જીવક-ૠષભક,
વાટયાયાની-ભદ્રૌદની,
પ્રકીર્યા- ઉદકીર્યા  વિગેરે
એજ રીતે मधुक-मधुपर्णी 

ચણોઠી ( गुञ्जा) ના મૂળ માં પણ યષ્ટીમધુ ( मधुक) ના જેવું જ એક મધુર રસ ધરાવતું આલ્કૉલોઇડ મળે છે.
ચણોઠી ની પુષ્પ તથા ફળશીંગ ની રચના અને રંગ યષ્ટીમધુ ના પુષ્પ અને ફળશીંગ સાથે ઘણું સામ્ય ધરાવે છે.
● ચણોઠી ના બીજ માં વિષતત્વ છે આથી  એના બીજ નું ચુર્ણ... વ્રણ દ્વારા લોહીના સીધા સંપર્ક માં આવતા મારક બની શકે છે.

 સંધાનીય અથવા સ્નેહોપગ મહાકષાય માં मधुपर्णी તરીકે ચણોઠી ના પાન કે મૂળ ને વાપરવાના છે.

આથી मधुपर्णी તરીકે  મને गुडूची   કરતાં  गुञ्जा વધુ યોગ્ય લાગે છે

આપનું શું માનવું  છે ?

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...