મંગળવાર, 18 જૂન, 2019

શું ખાવું કાજુ બદામ કે પિસ્તા...?

સૌથી સારામાં સારું ડ્રાયફ્રૂટ્સ કયું હોઈ
શકે તે અંગે હાર્વર્ડ હેલ્ધ ગાઇડ પ્રમાણે
બધાં ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરીને લેવાં જોઈએ.
બધાં ડ્રાયફ્રૂટ્સનાં અલગ-અલગ
પોષકતત્ત્વો આપણા શરીરને એનર્જી આપે
છે. જો બધાં મિક્સ ડ્રાયફ્રૂટ્સ રો ફોર્મમાં
ખાવામાં આવે તો વિટામિન્સ,
મિનરલ્સની સાથે એન્ટિ ઓક્સિડન્ટનો પણ
સારો સ્ત્રોત મળી રહે છે.પરંતુ ડ્રાયફ્રૂટ્સને
તળેલા કે રોસ્ટ ફોર્મમાં ખાવાનું ટાળો.
શક્ય હોય ત્યાં સુધી તેને રો ફોર્મમાં એટલે
બજારમાં મળે છે તેવાં જ ખાવાનું રાખો,
કારણ કે તેને શેકવાથી તેની અંદર રહેલાં
પોષકતત્ત્વો નાશ પામે છે.
બદામ
બદામ એ લો કેલરી ધરાવતું ડ્રાયફ્રૂટ છે.
અન્ય સૂકા મેવાની સરખામણીમાં
બદામમાં કેલ્શિયમનો અખૂટ ભંડાર હોય છે.
ઉપરાંત ભરપૂર માત્રામાં વિટામિન ઈ,
ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ રહેલું હોય છે,
જે એસિડિટીમાં રાહત આપે છે, ફેફસાં અને
સ્તનના કેન્સરને રોકવામાં મદદ કરે છે,
કોલેસ્ટ્રોલને ઘટાડે છે તેમજ
હિમોગ્લોબીન વધારે છે. બદામને
પલાળીને ખાવાથી પણ ફાયદો રહે છે.
અખરોટ
અખરોટ પણ સૌથી બેસ્ટ ડ્રાયફ્રૂટમાંનું એક
છે. દરેક ડ્રાયફ્રૂટમાં હાર્ટ માટે સારું
ઓમેગા-૩ હોય છે, પરંતુ અખરોટમાં બહોળા
પ્રમાણમાં ગૂડ ફેટ અને આલ્ફા લિનોલેનિક
પણ હોય છે, જે હાર્ટ સંબંધી તકલીફોને દૂર
કરવામાં મદદરૂપ નીવડે છે. અખરોટ બ્રેઇન
ફૂડ તરીકે ઓળખાય છે. તેમાં ભરપૂર
માત્રામાં ઓમેગા- ૩ અને ફેટી એસિડ હોય
છે. આપણા મગજના ૬૦ ટકા હિસ્સાને
કાર્યરત રહેવા માટે ઓમેગા-૩ની જરૂર પડે
છે, જે અખરોટમાંથી મળે છે.
કાજુ
હાઇ કેલરી ધરાવતા કાજુમાં આયર્નનું
પ્રમાણ વધુ હોય છે. તે સાથે તેની અંદર
વિટામિન કે અને ફોલેટ હોય છે જે હાડકાં
મજબૂત બનાવી રાખવામાં અને બ્લડ
સર્ક્યુલેશનને નોર્મલ જાળવી રાખવામાં,
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે તેમજ એન્ટિ
એજિંગ તરીકે પણ કામ કરે છે.
પિસ્તાં
પિસ્તાં એ ન્યુટ્રિશિયનનું પાવરહાઉસ
કહેવામાં આવે છે. તેની અંદર ભરપૂર
માત્રામાં વિટામિન ઈ અને એન્ટિ
ઓક્સિડન્ટ હોય છે. જેને કારણે તમારું બ્લડ
સુગર સ્ટેબલ રહે છે, ડાયજેશનમાં મદદ થાય
છે, હાર્ટ સંબંધી રોગોને અટકાવવામાં
મદદરૂપ થાય છે ઉપરાંત એન્ટિ એજિંગનું પણ
કામ કરે છે.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...