બુધવાર, 19 જૂન, 2019

ગુજરાત ના રત્નો

સંશોધન – વિજ્ઞાન
મહાન પુરાતત્‍વવિદ – ડો. ભગવાનલાલ ઇન્‍દ્રજી
જન્‍મ : 7 – 11 – 1839
મૃત્‍યુ : 1882
જન્‍મસ્‍થળ : જૂનાગઢ
જીવનકાર્ય : ગિરનારના શિલાલેખોના ઉકેલ, ઉત્તર – ભારત, નેપાલ – તિબેટ સરહદી પહાડીઓ વગેરે ખૂંદી વળી પુરાતત્‍વવિજ્ઞા ­નને પ્રચેતના આપી.
દેશના અગ્રણી વનસ્‍પતિશાસ્‍ત્ ­રી – જયકૃષ્‍ણ ઇન્‍દ્રજી
જન્‍મ : 1849
મૃત્‍યુ : 3 – 12 – 1929
જન્‍મસ્‍થળ : લખપત (કચ્‍છ)
જીવનકાર્ય : વનસ્‍પતિ ઓળખવામાટે એમણે સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને પોરબંદરનો ‘બરડો‘ડુંગર ખૂંદી નાખ્‍યો. ‘વનસ્‍પતિશાસ્‍ત ­્ર‘ નામનો અદ્દભુત ગ્રંથ પ્રગટ કર્યો.
આયુ્ર્વેદની પરંપરા જાળવનાર – ઝંડુ ભટ્ટજી
જન્‍મ : 1831
મૃત્‍યુ : 10 – 5 – 1898
જન્‍મસ્‍થળ : જામનગર
જીવનકાર્ય : દેશમાં સૌપ્રથમ‘રસશાળા‘ સ્‍થાપી. તે જમાનામાં હોસ્પિ‍ટલ શરૂ કરીઅને દર્દીઓને દાખલ કર્યા. એમની રસશાળા વિકસીનેઝંડુ ફાર્માસ્‍યુટીકલ ­ વર્કસ બન્‍યું.
પ્રખર રસાયણશાસ્ત્રી – ત્રિભુવનદાસ ગજ્જર
જન્‍મ : 1863
મૃત્‍યુ : 16 – 7 – 1920
જન્‍મસ્‍થળ : સુરત
જીવનકાર્ય : વડોદરામાં ટેકનિકલ શિક્ષણની સંસ્‍થા ‘કલાભવન‘ની સ્‍થાપના કરી, મરકીના રોગની દવા શોધી, તેમની પ્રેરણા અને પુરુષાર્થના પરિણામે એલેમ્બિક કેમિકલ વર્કસ સ્થાપાયું.
મહાન સારસ્વત – મુનિશ્રી જિનવિજયજી
જન્‍મ : 27-1-1888
મૃત્‍યુ : 3-6-1976
જન્‍મસ્‍થળ : રૂપાહેલી (રાજસ્‍થાન)
જીવનકાર્ય : પ્રાચીન શિલાલેખો અને જૂના દસ્તાવેજો ઉકેલવામાં નિષ્ણાત, સો કરતાં વધુ ગ્રંથપ્રગટ કર્યા. ગુજરાત વિદ્યાપીઠમાં પુરાતત્‍વ મંદિરના આચાર્ય તરીકે તથા ‘ભારતીય વિદ્યાભવન‘ના નિયામકપદે રહી ચૂકેલા.
અગમ પ્રભાકર – મુનિશ્રી પુણ્યવિજયજી
જન્‍મ : 17 – 10 – 1895
મૃત્‍યુ : 24 – 6 – 1971
જન્‍મસ્‍થળ : કપડવંજ
જીવનકાર્ય : દુષ્‍પ્રાપ્‍ય હસ્‍તપ્રતોની જાળવણી, અમૂલ્ય તાડપત્રીઓની માઇક્રો-ફિલ્‍મ બનાવડાવી, જૈન આગમોની પુનર્વાચનાઓ કરી.
ગુજરાતના ઇતિહાસ–સંશોધનમા ­ંયોગદાન આપનાર રત્નમણિરાવભિમરાવ જોટે
જન્‍મ : 19 – 10 – 1895
મૃત્‍યુ : 24 – 9 – 1943
જન્‍મસ્‍થળ : ભૂજ
જીવનકાર્ય : ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ‘, ખંભાતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્‍કૃતિક ઇતિહાસ, ‘સોમનાથ‘, ‘અમદાવાદ‘, ‘શાહીબાગ‘ તથા ‘ગુજરાતનું વહાણવટું, નામના ઐતિહાસિક ગ્રંથ રચ્‍યા.
પક્ષીવિશારદ – સલીમ અલી
જન્‍મ : 12-11-1896
મૃત્‍યુ : 20-6-1984
જન્‍મસ્‍થળ : મુંબઈ (મૂળ વતનખંભાત)
જીવનકાર્ય : પક્ષીઓનું નિરીક્ષણ, ભારત અને પાકિસ્‍તાનનાં પક્ષીઓ પર 10ગ્રંથો પ્રગટ કર્યા, ‘ધ હોલ ઓફ એ સ્‍પેરો‘ આત્‍મકથાલખી.
પ્રકૃતિવિદ્દ – હરિનારાયણ આચાર્ય
જન્‍મ : 25 – 8 – 1897
મૃત્‍યુ : 22 – 5 – 1984
જન્‍મસ્‍થળ : ઊંઝા
જીવનકાર્ય : ગુજરાતના પ્રાણીઓની સર્વાનુક્રમણી તૈયાર કરી, વનવગડાં વાસી પુસ્‍તક પ્રગટ કર્યું.
પુરાતત્વક્ષેત્ર ­ે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા –ડો. હસમુખ સાંકળિયા
જન્‍મ : 10 – 12 – 1908
મૃત્‍યુ : 21 – 1 – 1989
જન્‍મસ્‍થળ : મુંબઈ
જીવનકાર્ય : પુરાતત્‍વ વિષયપર અંગ્રેજી, ગુજરાતી, મરાઠીતથા હિદીંમાં આશરે 325 જેટલા સંશોધાત્‍મક લેખો લખ્‍યા, વિદેશના 48 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્‍યું.
ભારતમાં અણુશક્તિના પિતામહ– ડો. હોમી ભાભા
જન્‍મ : 30 – 10 – 1909
મૃત્‍યુ : 24 – 1 – 1966
જન્‍મસ્‍થળ : મુંબઈ
જીવનકાર્ય : વૈશ્વ કિરણો અંગે સંશોધન, એમના નેતૃત્‍વમાં ભારતની પ્રથમ અણુ ભઠ્ઠી ‘અપ્‍સરા‘ની રચનાથઈ. અણુશક્તિ પંચના રાહબર તરીકે તારાપોર અને રાજસ્‍થાનમાં અણુવિદ્યુત મથકો સ્‍થાપ્‍યાં, ટ્રોમ્‍બેમાં અણુસંશોધન કેન્‍દ્ર ઊભું કર્યું, તાતાઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ ઊભું કર્યું, પ્લુટોનિયમ પ્‍લાન્ટ સફળ બનાવ્‍યો.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર પ્રકૃતિવિદ – રૂબીન ડેવીડ
જન્‍મ : 19 – 9 – 1912
મૃત્‍યુ : 23 – 3 – 1989
જન્‍મસ્‍થળ : અમદાવાદ
જીવનકાર્ય : અમદાવાદમાં કાંકરિયા પાસેની ટેકરીઓ પર એક પ્રાણીબાગ અને બાળવાટિકાઊભી કરી.
ભારતીય સ્પેસ વિજ્ઞાનનાં પિતામહ – ડો. વિક્રમ સારાભાઈ
જન્‍મ : 12 – 8 – 1919
મૃત્‍યુ : 30 – 12 – 1971
જન્‍મસ્‍થળ : અમદાવાદ
જીવનકાર્ય : અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અટીરા, ઈસરો તથા બીજી 30 જેટલી સંસ્‍થાઓ સ્‍થાપી.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...