મંગળવાર, 18 જૂન, 2019

ચોમાસા માં રોગો થી બચવા ધૂપ... પાણી પહેલાં પાળ..

ચૌમાસુ રોગો  થી બચવા  વૈધ  શ્રી  પ્રેરક  શાહ  પ્રેરીત , આયુર્વેદ ધુપન

ચોમાસા દરમિયાન ઘરમાં
રોજ ધૂપ કરવો  અને તે પણ જાતે બનાવેલો.
તમારે બનાવવો હોય, તો એની રીત
તમને પણ જણાવું. ખાસ કશું અઘરું કામ નથી.
એના માટે સુગંધીવાળો 200 ગ્રામ, તલ 200
ગ્રામ, ગુગળ 100 ગ્રામ, લોબાન 100 ગ્રામ,
લીમડાના પાનનું ચૂર્ણ 100 ગ્રામ, કઠ ચૂર્ણ
100 ગ્રામ, સુખડ (ચંદન) 50 ગ્રામ, જાવંત્રી
50 ગ્રામ, ભીમસેની કપૂર, ગાયનું ઘી
આટલી વસ્તુઓની જરૂર પડશે. સૌ પહેલા
સુગંધીવાળો, તલ, લોબાન, લીમડાના
પાનનું ચૂર્ણ, કઠ ચૂર્ણ, સુખડ (ચંદન) અને
જાવંત્રી બધાનું ખાંડીને ચૂર્ણ કરવું. છેલ્લે
તેમાં ગુગળ ઉમેરવો અને ખાંડીને એકસરખું
મિક્સ થઇ જાય, પછી તેમાં ગાયનું ઘી
ઉમેરી સારી રીતે મસળવું અને પછી
સ્ટીલના ડબ્બામાં ભરી લેવું. ઘણા લોકો
આની નાની નાની ધૂપ સ્ટિક જેવું
બનાવી લે છે અને સ્ટિક પર થોડું
ભીમસેની કપૂર લગાવી લે છે. તમારો
ઘરે બનાવેલો ધૂપ તૈયાર. ધૂપદાનીમાં થોડા
કોલસામાં અગ્નિ પેટાવીને તેના પર ધૂપની
આહુતિ આપવી. ધૂપદાની રૂમના એક
કોર્નરમાં રાખી મૂકવાથી ધૂપની સુગંધ
વાતાવરણમાં ધીમે ધીમે પ્રસરી જશે અને
પવિત્ર વાતાવરણ સર્જાશે. સાથે સાથે ચોમાસા
દરમિયાન રોગકર્તા જીવજંતુઓ અને
વાઈરસથી ઘરના લોકોનો બચાવ
થશે.’ { ayulink@gmail.com

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...