બુધવાર, 19 જૂન, 2019

अस्थिश्रृंखला - હાડસાંકળ

મિત્રો,   ઇમેજ  માં દર્શાવેલ વનૌષધી  હાડસાંકળ ના નામે ઓળખાય છે. આને સંસ્કૃત  માં અસ્થિશૃખલા નુ નામ મળેલ  છે . જે  એની કુદરતી રચના પરથી છે.
કુદરતે, માનવજાત ના જે તે અંગ અવયવો ને દુરસ્ત કરવા એ અવયવો ના આકાર મુજબ  ની વનૌષધી નુ નિર્માણ કર્યું છે.
એમાંની એક આ અસ્થિતંત્ર ના વિકાર માં ઉપયોગી  હાડસાંકળ  છે.
    16 મી સદી માં આયુર્વેદ ક્ષેત્રે  સંશોધીત અને અનુભૂત યોગો નો સમાવેશ  કરતો ભાવપ્રકાશ નામે ગ્રંથ નુ નિર્માણ થયુ.
         એમાં સાંપ્રત યુગ ની, લગભગ ચાલીસી વટાવ્યા બાદ મોટાભાગના ને પીડતી સમસ્યા  સંધીવાત , જે સાંધાના વા તરીકે  પણ ઓળખાય છે.
આનો એક  ઔષધીય- આહાર પ્રયોગ,
काण्डं त्वग्विरहितमस्थिशृङ्खलाया
      माषार्द्दं द्विदलमकञ्चुकं तदर्द्धम्।
संपिष्टं सुतनु:ततस्तिलस्य तैले
        संपक्वं वटकमतीव वातहारि" ll
                             ( भावप्रकाश )
એટલે , સારી જગ્યા માં ઉગેલ હાડસાંકળ ના કાંડ લાવી તેની ઉપર ની છાલ ઉતારી ને ગર ને અડદ ના લોટ માં મિક્ષ કરવો ( સ્વાદ માટે સૈંધવ કે સંચળ, લાલ મરચાં, હળદર, લસણ અને હિંગ ઉમેરવાં દરેકની સંધીવાત દૂર કરવાં આયુર્વેદ ની દૃષ્ટિએ મહત્વ પણ છે. )
લોટ ની કણક બાંધી વડા થેપવા  પછી એને   તલ ના તેલ માં તળવા.
આ વડા નો ઉપયોગ થી વા ના દર્દીઓને શરીર ના સાંધા ની રૂક્ષતા દૂર થઈ  પીડાં માં રાહત થાય છે .

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...