મંગળવાર, 18 જૂન, 2019

ETG ઇલેકટ્રો त्रिदोषो ગ્રામ

ઇલેક્‍ટ્રોત્રિદોષગ્રામ (ઈ.ટી.જી.)-નાડી-વિજ્ઞાનનું આધુનિક સ્‍વરૂપ-આયુર્વેદના સિદ્ધાન્તોની તથ્યો આધારિત પ્રસ્‍તુતિ Evidence based presentation
સમ્‍પૂર્ણ આયુર્વેદ ત્રિદોષના સિદ્ધાન્તો પર આધરિત છે. ત્રિદોષ સિદ્ધાંત મુજબ વાત,પિત્ત, કફ ત્રણ દોષ શરીરમાં રોગ પૈદા કરે છે. આ દોષોનું જ્ઞાન મેળવવાનો એકમાત્ર ઉપાય નાડી પરીક્ષણ છે, જેને પ્રાપ્‍ત કરવું આસાન કાર્ય નથી. નાડી પરીક્ષણના પરિણામો જોઇ કહી નહીં શકાય કે શરીરમાં પ્રત્‍યેક દોષની કેટલી અસર છે અને આ દોષ કેટલી માત્રામાં ઉપસ્થિત છે. કેવળ માત્ર નાડી પરીક્ષણ અનુમાન પર આધારિત છે. વાત, પિત્ત, કફ દોષનું પ્રમાણ નક્કી ‘’સ્‍ટેટસ ક્‍વાન્‍ટીફાઇ’’ કરવું કઠિન કામ અવશ્‍ય છે. એનાથી અધિક કઠિન કામ વાતાદિ દોષોના પાંચ પાંચ યાને પંદર ભેદ પારખી રોગની ઉપસ્થિતિ અનુસાર જ્ઞાન પામવું. આના પછી ‘’સપ્‍ત ધાતુઓ’’ની ઉપસ્થિતિને આંકવી પણ આસાન કામ નથી. ત્રણ પ્રકારના મલ, ઓજ, સમ્‍પૂર્ણ ઓજનું આંકન કરવું અઘરું કાર્ય અવશ્‍ય છે.

એક ભારતીય, કાનપુર શહેર, ઉત્તર પ્રદેશ રાજ્‍ય નિવાસી, આયુર્વેદિક ચિકિત્‍સક ડો. દેશ બન્‍ધુ બાજપેયી એ એવી તકનીકનો વિકાસ કર્યો છે , જેનાથી આયુર્વેદના મૌલિક સિદ઼ધાંતોનો શરીરમાં કેટલો પ્રભાવ અને અસર છે, એ બધું જ્ઞાત કરી શકાય છે. આ તકનીકને ‘’ઇલેક્‍ટ્રો-ત્રિદોષ-ગ્રામ/ગ્રાફ/ગ્રાફી’’ અથવા સંક્ષિપ્‍તમાં ‘’ઈ.ટી.જી.’’ના નામથી ઓળખવામાં આવે છે. ઈ.ટી.જી. તકનીક વડે આયુર્વેદના નિદાનાત્‍મક દૃષ્ટિકોણોને નિમ્‍ન સ્‍વરૂપોમાં પ્રાપ્‍ત કરવામાં આવે છે.

1-ત્રિદોષ જેવા કે વાત,પિત્ત,કફનું જ્ઞાન
2-ત્રિદોષના પ્રત્‍યેકના પાંચ ભેદ નું જ્ઞાન,
3-સપ્‍ત ધાતુનું આંકન, દોષ આધારિત સપ્‍ત ધાતુ
4-મલનું આંકલન જેવા કે પુરીષ, મૂત્ર, સ્‍વેદ
5-અગ્‍નિ બલ, ઓજ, સમ્‍પૂર્ણ ઓજ વગેરેનું આંકલન
આ મૌલિક સિદ્ધાન્‍તો ઉપરાંત ઈ. ટી. જી. તકનીક વડે આધુનિક ચિકિત્‍સા વિજ્ઞાનના નિદાનિક દ્રષ્ટિકોણને ધ્‍યાનમાં રાખતાં શરીરમાં વ્‍યાપ્‍ત બીમારીનું નિદાન કરી શકાય છે.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...