મંગળવાર, 18 જૂન, 2019

ટેલીપથી અને થેરાપી ...

દરેક વ્યક્તિના "માનસ-રેડીઓ તરંગોની" પોતાની એક નિશ્ચિત ફ્રિકવન્સી અને વેવલેન્થ હોય છે. પરંતુ દરેક
વ્યક્તિ, સામી વ્યક્તિના રેડીઓની ફ્રિકવન્સી અને
વેવલેન્થ સાથે જોડાઇ શકતી નથી.
જે વ્યક્તિ આ બન્નેનું સંયોજન કરી શકે છે, તે સામા
માણસના વિચાર-આંદોલનને પકડી શકે છે, એ વિચારોને
જાણી શકે છે. એવી જ રીતે પોતાના વિચારોનું
સામી વ્યક્તિના માનસ રેડીઓના રિસીંવીંગ-સેન્ટરમાં આરોપણ કરી શકે છે.

આ વિશે જરા વિગત જોઈએ અને ‘ટેલીપથી’નું
આજના વૈજ્ઞાનિકો કઈ રીતે અર્થઘટન કરે છે તે જાણવું રસપ્રદ થઈ પડશે.

અંગ્રેજીમાં ‘ટેલી’ એટલે દૂર અને "થેરપી’ એટલે સાજા કરવાની પદ્ધતિ જે જણાવતાં શાસ્ત્ર ને "પથી" કહે છે.
બીજા શબ્દોમાં, યોગસૂત્ર જેને 'મનોસંપ્રેક્ષણ’ કહે છે તે આ ટેલીપેથી.
આ પદ્ધતિ ગૂઢ શક્તિનું પ્રમાણભૂત ઉદાહરણ છે.
અતીન્દ્રિયશક્તિઓના કેટલાક માઘ્યમો છે જેના એક
ભાગરૂપ જ આ ટેલીથેરપી છે, એમ આધુનિક વૈજ્ઞાનિકો સ્વીકારે છે.
આ વિશે જાણીતા વિદ્વાન વૈજ્ઞાનિકો ડૉ. ભટ્ટાચાર્યે ઘણું ઊડું સંશોધન કરીને 'ટેલીથેરપી’ની વૈજ્ઞાનિકતા સિઘ્ધ કરી બતાવી છે અને તેના મૂળ સ્ત્રોત ઉપનિષદો માંથી શોધી કાઢ્યા છે.

ટેલીથેરાપી ટ્રીટમેન્ટથી તે વ્યક્તિના ઓરા-તેજવલયમાં ધીરે ધીરે પરિવર્તન થવા માંડે છે. સૂર્યનો પ્રકાશ જેમ તેની પરિધિમાં આવતા દરેક પદાર્થ અને વસ્તુઓને આવરી લે છે અને પોતાનો પ્રભાવ બતાવે છે એ જ રીતે ટેલીપથીની સારવાર પોતાની પરિધમાં આવનારને એનામાં રહેલી ઉણપને પૂરી કરે છે. આમ તે વ્યક્તિના ઓરા તેના મૂળભૂત રંગોમાં પ્રસ્થાપિત થતાં તે રોગમુક્ત બને છે. આમ શારીરિક- માનસિક,  આર્થિક કે પારિવારિક પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ બનાવે છે.

દરેક વસ્તુને નામ અને રૂપ હોય છે. મનુષ્ય દેહ પણ વિવિધ નામ-રૂપનું છે. જેમ, ઇન્દ્રધનુષના સાત રંગો છે,
જુદા જુદા રંગોની પોતાની પ્રભા છે, એમાં વૈજ્ઞાનિક ગુણધર્મો છે. તેવી જ રીતે આ દેહની સંરચનામાં પણ સાતધાતુઓ, સાત ચક્રો, સપ્તરંગો, પંચતત્ત્વો, સપ્તગ્રહો મહત્વનો ભાગભજવે છે. બીજા શબ્દોમાં કહું
તો શરીરના સપ્ત તત્ત્વો, સપ્ત રંગો, સપ્ત ગ્રહો, આ
બધાના પારસ્પરિક સંબંધો,જ્ઞાનેન્દ્રિય સાથેનો સંબંધો,
એન્ડોકટ્રાઈન ગ્લેન્ડઝ સાથેના સંબંધો એક ઘનિષ્ટ
સાંકળથી સંકળાયેલા છે.વાસ્તવમાં આપણુ આ શરીર આબધા અણુઓનો એક સમૂહ છે પ્રત્યેક અણુઓ સાત રંગના ઘનિષ્ઠ બંધારણનું સંયોજન છે. એમાંથી રંગીન
કિરણો સ્ફુરીત થાય છે. આકિરણો એક આવરણ રૂપે છે.
એ પહેલાં ઇથરનો ઓરા હોય છે. ત્યારપછી આ રંગીન પટલ. આ રંગીનપટલમાં મેઘ ધનુષ સમા સાત રંગો રહેલા છે. જે ક્ષણે પુરુષબીજ અને સ્ત્રીબીજનું સંયોજન થાય છે તે સમયે ત્રણે જે અક્ષાંશ-રેખાંશ પર હોય છે, તેકોણ (એંગલ)થી તેના કિરણોને ઘનિષ્ઠતા આ ‘સંયોજન’ પર હોય છે.એટલે જ તો કોઈ પણ બે વ્યક્તિ કે પ્રાણીના કદ, રૂપ, રંગ એકસરખા હોતા નથી. જે વ્યક્તિ જન્મે છે તે આ પરિસ્થિતિ પર આધારિત હોય છે. તેના તેજવલય ઓરામાં ચોક્કસ પ્રમાણમાં અમુક પ્રમાણસર રંગો હોય છે. વધતી વય અને સંસાર વ્યહવારને કારણે શારીરિક, માનસિક,સામાજિક, આર્થિક અને વૈચારિકપરિસ્થિતિમાં ફેર પડે છે અને મનુષ્ય સંજોગોનો શિકાર બને છે.આવી પરિસ્થિતિમાં, આ ફેરફારનેએના મૂળભૂત પ્રમાણમાં પાછા લાવી શકાય તો તે એમાંથી મુક્ત થઈ શકે છે. અને આ
કાર્ય ટેલીપથીના માઘ્યમથી કરી શકાય છે. સમય જે રંગની અપૂર્ણતા છે. ખામી છે. તે આનાથી પૂરક બને છે.
ટેલીથેરપીની સારવાર કરતાં પહેલાં એ વ્યક્તિમાં કયા રંગનો અભાવ છે,અથવા જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ
કયો ગ્રહ નિર્બળ છે. તે ટેલીથેરપીથી જાણી શકાય છે અને એ રીતે તે રંગની ‘ડેફીસિયન્સી’ને પૂરી કરવામાં આવે છે.આ ‘કલર ડેફિસીયન્સી’ કેટલા પ્રમાણમાં છે તે ડાઉઝીંગથી જાણી શકાય. જે વ્યક્તિને સારવાર આપવાની હોય,તેની છબી (ફોટોગ્રાફ) પર 'ડાઉઝીંગ’ કરતાં તેના પર જુદાં જુદાં રંગોનો પ્રભાવ જણાઈ આવે છે. એટલું જ નહિ, તે વ્યક્તિને સ્પર્શતા શારીરિક, માનસિક,આર્થિક કે પારીવારીક બધા જ
પાસા વિશે જાણકારી મેળવી શકાય છે. દરેક વ્યક્તિનું ચિત્ર-ફોટો એ વ્યક્તિનું એક પ્રતીક છે. કોસ્મિક રેંજ એ ‘એમ્ની સાયન્સ’ છે, ઓમ્ની પ્રેઝન્ટ છે. જેવો ફોટો આ કોસ્મિક કિરણના આવરણમાં આવે કે, તરત જ વિચારની ગતિથી તે વ્યક્તિ,વિશ્વના કોઈ પણ ભાગમાં હશે
ત્યાં તેની ઓરાને કોસ્મિક કલરના મહાસાગરમાંથી, તેના પૂરક રંગના કિરણો દ્વારા એ ઉણપનેપૂરી કરે છે.
ઓફસફોર્ડમાં આવેલી ડેલાવરલેબોરેટરીમાં આ વિશે વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું છે. અને ઇ.સી.જી. જેવું એક યંત્ર પણ બનાવવામાં આવ્યું છે. આ યંત્ર અને
તેના પરીક્ષણ માટે વૈજ્ઞાનિકોની એક ટુકડીને એમણે
ન્યુયોર્ક મોકલી એક દર્દીની સારવારનો સમય નિશ્ચિત કર્યો. અહીં લેબોરેટરીમાં ડૉ.ડેલાવરે ફોટાવાળી વ્યક્તિને
સાયકોપ્લૉટ યંત્રની નિરીક્ષણ હેઠળ મૂકવામાં આવ્યો અને ન્યૂયોર્કમાં જે સમયે એ ફોટાને વેવલેન્થ આપવામાં આવી રહી હતી, એ જ વખતે દર્દીના સ્પંદનોની નોંધ લેવામાં આવી. આમ ફોટો અને તે વ્યક્તિ બન્નેની એક જ વેવલેન્થ તથા ઓસીલીએશ એકસરખા હોવાનું
સાબિત કર્યું હતું...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...