બુધવાર, 19 જૂન, 2019

વિશ્વ યોગ દિવસ પાતંજલ યોગદર્શન

યોગ થી આસન...
પતંજલિ  થી આદિનાથ...
યોગશાસ્ત્ર  થી હઠયોગપ્રદિપીકા...
ચિત્તવૃતિ ના નિગ્રહ થી ધન ના સંગ્રહ
સુધી
યોગ જ યોગ...
યોગ એટલે જોડવું...
જીવન એટલે દ્વંદ્વ...
જયાં બે છે ત્યાં યોગ છે.
અદ્વૈત  નો આનંદ...
યોગ નું સુખ...


 વિશ્વ માં યોગ દિવસ ઉજવાઇ ગયો.યોગાનુયોગ  સેલ્ફી ડે પણ કાલે જ હતો, યોગશાસ્ત્ર  ના પ્રણેતા મહર્ષિ  પંતજલી  હતા  એમને જે યોગશાસ્ત્ર  નામે દર્શન લખ્યું  એમાં કયાંય આસન કે પ્રાણાયમ આવતાં  નથી.
નાથ સંપ્રદાય  ની શિવસંહિતા  ગોરક્ષસંહિતા ઘેરંડસંહિતા  અને છેલ્લે પંદરમીસદી ની હઠયોગપ્રદિપીકા  માં યોગ ના આઠ અંગ યમ નિયમ આસન પ્રાણાયમ પ્રત્યાહાર  ધ્યાન ધારણા  અને સમાધિ  વર્ણવેલ છે. આજે પતંજલી  ના નામે હઠયોગ  ના આસનો  ને યોગ નામે ચઢાવી  દિધેલ છે.
યોગ નો અર્થ અને વિધિ  તથા એનું ફળ ઘણું  વિશાળ અને વિસ્તૃત  છે.
આયુર્વેદ ની આદ્ય સંહિતા  ચરક ધા શારીરસ્થાન અધ્યાય  ૧ માં યોગ વિશે જણાવતા  લખેલ છે.

आत्मेन्द्रियमनोर्थानां सन्निकर्षात् प्रवर्तते ।
सुखदुःखमनारम्भादात्मस्थे मनसि स्थिरे ॥
निवर्तते तदुभयं वशित्वं चोपजायते ।
सशरीरस्य योगज्ञास्तं योगमृषयो विदुः ।।

 આ જે સૂત્ર વર્ણવેલ  એનો મે મારી સમજ માટે સંધિવિગ્રહ  કર્યો  અને રજૂઆત  કરી છે.

आत्म्-इन्द्रिय- मनः अर्थानाम् सन्निकर्षात्  प्रवर्तते  सुख दुखम्
આત્મા, ઇન્દ્રિય અને મન તથા એના વિષયો નો સંયોગ થાય ત્યારે સુખ કે દુખ પ્રવર્તે  એટલે કે પ્રગટ થઇ ને પરીણામસ્વરૂપ  અનુભવાય છે.

 યોગ નો શબ્દશાસ્ત્ર ની દ્રષ્ટિએ  એક અર્થ જોડવું પણ થાય છે .
એટલે કે જુદાં જુદાં પદાર્થ ભેગાં કરવાં જેમ કે ઔષધિયોગ

એટલે આત્મા,  મન અને ઇન્દ્રિયો તથા એના વિષયો  એટલે કે ચારેય નું જોડાણ  થાય તો કર્મ થાય અને એનું પરીણામસ્વરૂપ કાંતો સુખ આવે કાંતો દુઃખ નો અનુભવ થાય..

એક શરીર જેનાથી સુખ અનુભવે છે એનાથી બીજા શરીર ને દુઃખ પણ થઈ શકે...

જેમ કે કાદવ ચુથતું  ભૂંડ  સુખ મેળવે છે જયારે એજ ક્રિયા ને જોનાર વ્યક્તિ  દુઃખ અનુભવે છે.. એટલે મન ના વાંધા...

આ સૂત્ર દરેક  પૃથ્વીવાસી ઓને સમાન રીતે લાગુ પડે છે...

હવે એમાંના જે વિશિષ્ટ કે અસામાન્ય છે એ યોગી  કહેવાય  છે. એ કેવીરીતે  બને અથવા એનું લક્ષણ શું તો એ નીચે ના સૂત્ર માં કહ્યું  છે..

अन् आरम्भात् आत्म्  अस्थे मनसि स्थिरे निवर्तते  तत् उभयम्
... મન એની ચંચળતા  મુકી ને સ્થિર થઇ જાય...અને એ સ્થિર થયેલ મન આત્મા માં સ્થિત  થાય તો કોઇ ક્રિયા કે કર્મ નો આરંભ જ ના થાય એટલે કે પરીણામ સ્વરૂપ તે બેઉ;  મન અને આત્મા ...
સુખ કે  દુઃખ ની  અનુભૂતિ    નિવૃત  થઇ જાય છે.

અહિંયા ચંચળતા રહીત મન અને આત્મા નો યોગ નિવૃત્તિ  છે.

એક કાર છે પુરપાટ ગતિ માં જાય છે. એટલે ઘણાબધા  કર્મો અને ક્રિયાઓ  થાય છે..

ગાડી, ડ્રાયવર, એન્જીન, પેટ્રોલ રસ્તા,  ટાયર બધા નો યોગ થવાથી એ બધા કર્મો થાય છે..

હવે એ બધા કર્મો થી ચલાવનાર  ને સુખ પણ મળે અને દુઃખ પણ થઇ શકે..
જો એને એ બધા કર્મો માંથી નિવૃત  થવું હોય તો પહેલા ગતિમાન ગાડી ને થોભાવવી  પડે બ્રેક લગાવવી  પડે એટલે મન નું સ્થિર થવું 

પછી એને પાર્કિંગ માં લઇ જઇ ને વ્યવસ્થિત પાર્ક કરી એન્જીન બંધ કરવું પડે આત્મા માં સ્થિત

અને ડ્રાયવર ગાડી માંથી બહાર આવી જાય એટલે કે મોક્ષ -  નિવૃતિ

ડ્રાઈવર  એ આત્મા ગાડી એ મન

स-शरीरस्य वशित्वम् च उपजायते

અહિંયા वशित्वम्  નો અર્થ  ટેવપડીજાય અથવા આદત પડી જાય  એવો કરવા નો છે..
એકવાર મન સ્થિર થાય અને આત્મા માં સ્થિત  થાય એટલે સુખ અને દુખ  સિવાય ની ત્રીજી અનુભૂતી  થાય છે જેને આનંદ કહે છે...

આનંદ એ આત્મા નું લક્ષણ છે સ્વરૂપ  છે એને એજ તો જોઇતું  હતું

આથી જયારે સાધક ને સૌપ્રથમવાર થોડીકક્ષણ પુરતું ; જયારે  મન સ્થિર થઇ ને આત્મા માં સ્થિત  થાય છે એ ક્ષણ  માં જે અનુભૂતિ  થાય છે એને પુનઃ પુનઃ મેળવવા  ની આદત પડી જાય છે

એટલે કે  આનંદ ની અનુભૂતિ મેળવવા  એ  આ સાધના કર્મ  કરવા એનું શરીર વશ થઇ જાય છે...
 स - शरीरस्य = એના શરીર ને ... આદત પડી જાય છે..

સંસ્કૃત  ની આ વિશેષતા છે શાર્પનેસ...

હવે આ સૂત્ર થી હઠયોગ  ના આસનો 15 મી સદી માં ઘૂસે છે..

स्थिरम्  सुखम्  इति आसनम्
આજે શરીર ને સ્થિર કરવા જુદાં જુદાં  આસનો કરાવાય છે

 જો કે મૂળ પાતંજલ  સૂત્ર કહે છે मनसि स्थिरे  મન સ્થિર  થશે ; ઊભું રહેશે
 તો , आत्मस्थे  આત્મા માં સ્થિત  રહેશે
અને તો જ स शरीरस्य  वशित्वं च उपजायते  પછી શરીર ને એની આદત પડી જશે... એટલે કે સાધના કરવા માં લાગી જશે...

योगज्ञाः अत् योगम् ऋषया विदुः

આવું થાય એટલે કે શરીર સાધના કરવા વશ થાય તો એ વ્યક્તિ  ને યોગ ને જાણનાર  કહેવાય એવું યોગ ૠષિઓ જણાવે છે..

योगज्ञा  એટલે યોગ કરવા માટે યોગ્ય એવા અર્થ માં લેવું..

આવી योगज्ञा વ્યક્તિ  એ ફળદ્રુપ જમીન  જેવો છે કે હવે મહેનત કરાય તો ઉત્તમ ફસલ પેદા થાય...

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...