આજે સંવત્સરી ઘણાં મિત્રો તરફ થી ફે.બુ. અને વૉ.એ. ના માધ્યમ થી मिच्छामि दुक्कडम् ના શુભ સંદેશા વાંચવા મળ્યાં... આદત પ્રમાણે મૂળસ્ત્રોત કે Origine ની શોધ કરી... હવે ગમતાં નો કરીએ ગુલાલ આવો જાણીએ જૈન સંપ્રદાય ના આ મહા ઉત્સવ નું મહત્વ અને ઉદેશ્ય...
શ્રાવણ વદ બારસ થી ભાદરવા સુદ ત્રીજ સુધી પર્યુષણ જેને ગુજરાત ની લોકબોલી માં પજુસણ કહે છે . આ દિવસો માં ધાર્મિક અનુષ્ઠાન કરવા માં આવે છે અને ભાદરવા વદ ચોથ ને દિવસે સવંત્સરી ની ઉજવણી થાય છે આ દિવસે જૈન સમુદાય ના લોકો પરસ્પર મિચ્છામી દુક્કડમ ભાવ સાથે એકબીજા નું અભિવાદન કરતાં કહે છે.
परि એટલે સમગ્ર રીતે બધાજ ફેકટર્સ થી, અને उष्ण એ તપ ના અર્થ માં છે. परि + उष्ण = पर्युष्ण
પર્યુષણ નિમિત્તે જૈન ભાઇઓ બહેનો પ્રતિદિન પ્રતિક્રમણ સાધના સ્વરૂપે કરે છે. પ્રતિક્રમણ એ સિંહાવલોકન જેવાં અર્થ માં છે. સિંહ જેવાં વ્યક્તિ જ પ્રતિક્રમણ એટલે કે જે પોતે કર્મ કરેલ એનું શાંત અને ચિંતનાત્મક અવલોકન કરી ને ભવિષ્ય માં થતાં કાર્યો માં એનો બોધ લઇ શકે. ભગવાન મહાવીર ના શિલ્પ માં પણ સિંહ ની આકૃતિ ને પ્રતિકાત્મક દર્શાવેલ છે. પર્યુષણ પર્વ નિમિતે જે રોજે રોજ પ્રતિક્રમણ રૂપી સ્વ અધ્યયન અને ચિંતન થયેલ હોય છે જેના ફળ સ્વરૂપે સંવત્સરી ના દિવસે અંતઃકરણ થી પ્રાર્થના થઇ આવે છે.
खम्मामि सव्वे जीवेषु सव्वे जीवा खमन्तु मे मित्ति मे सव्वे भू ए सू वैरम् मज्झणम् केण इ ।।
मिच्छामि दुक्कडम्
પ્રાકૃત ભાષા માં બોલાયેલ આ પ્રાર્થના નો સ્થૂળ અર્થ બધા જીવો ને હું માફ કરૂ, બધા જીવો તરફ થી મને માફી મળે બધા મારા પ્રત્યે મિત્રભાવ રાખે મારા થી કોઇની પણ પ્રત્યે વેર કે દ્વેષ કયારેય ના રખાય.... અને છેલ્લે પરમસત્તા ને પ્રાર્થના પૂર્વક નમસ્કાર કરતાં કહેવાય કે मिच्छामि એટલે કે અત્યાર સુધી જે વ્યર્થ નો કોઇપણ જાત ના ઉદેશ્ય વિના નો दुक्कडम् ખરાબ વ્યહવાર મારાથી થઇ ગયેલ છે એમાંથી મને મુક્ત કરો.
આ દેશ ની મહાન અને ઉચ્ચ ચિંતન વાળી સંસ્કૃતિ,
પહેલા પર્યુષણ માં સતત પ્રતિક્રમણ થી मिच्छामि दुक्कडम् નો ભાવ અંતઃકરણ થી ખરા અર્થ માં પ્રગટે છે એમ દર્શાવે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો