બુધવાર, 19 જૂન, 2019

પ્રોટીન પાઉડર ના ડબ્બા કે પ્રાણીજ પ્રોટીન ખાવાં જરૂરી છે ?

હમણાં હમણાં એક વાત બહુ ચર્ચાતી થઈ છે.
આપણા શરીરમાં શક્તિ અને પુષ્ટિ આપનાર તત્વ પ્રોટીન છે. આપણા ખોરાકમાં પ્રોટીન ખૂટે છે એમ કહેવાય છે. અને પ્રોટીન માંસ અને ઈડાંમાંથી મળે છે, મચ્છીમાંથી પણ  મળે છે. વધારાના પોષકતત્વો આપતી  દવાઓના પેકેટ પર લાલ ટપકું સામાન્ય રીતે વધુ જોવા મળતું જાય છે...

જે આવી પ્રાણીજ વસ્તુઓનો ઉપયોગ નથી કરતા એમને  ધર્મજડ કે રૂઢિજડ નું લેબલ  લગાડી દેવાય છે…
આવા દુષ્પ્રચારને પરિણામે કહેવાતાં પ્રગતિશીલો,
માંસ-મચ્છી-ઈડાં વગેરે વાપરતા થયા છે.
પરંતુ આ પ્રચાર તો નર્યો ભ્રમ છે,
જે મૂળ શાકાહારી છે એ માંસાહાર તરફ વળે છે તો એમના શરીરને કોઇ વિશેષ લાભ થતો નથી પરંતુ જે ઉચ્ચ સંસ્કાર એમના જીવનમાં મહાપ્રયાસે આવ્યા છે તે ટળી રહ્યા છે.

બાજરાનો રોટલો અને અડદ કે મગની દાળ અથવા શાક અને કોઈવાર તો કેવળ રોટલી અને મરચુ તથા છાશ કે દૂધ ખાઈને જેઓ સખત પરિશ્રમ કરી શકે છે,
લડાઈઓ  પણ લડી શકતા હતાં  એવી આપણી કેટલીય કોમો આજે પણ શરીરબળમાં દ્રષ્ટાંતરૂપે છે.

આટઆટલો પરિશ્રમ કરનારને પણ માંસ, મચ્છી કે ઈંડુના પ્રોટીનની જરૂર ન પડી અને હવે બેઠાડુ બની ગયેલા શહેરીઓને જરૂર પડી રહી છે ?

તંદુરસ્તીમાં પણ માંસાહારીઓ વનસ્પત્યાહારીઓ કરતાં વધારે તંદુરસ્ત છે એવું, કોઈ બતાવી શક્યુ નથી.અડધા ઉપરાંત પશ્ચિમીરાષ્ટ્રો ની પ્રજા હવે  કેન્સર ના ડરે માંસાહાર છોડી શાકાહાર તરફ વળી છે...

મારા ઘણા માંસાહારી દરદીઓમાં,
જોયું છે કે એમને ચાર-પાંચ દિવસ માંસાહાર બંધ કરવામાં આવે છે તો તરત અશક્તિ વરતાય છે.
જૈનો અઠ્ઠાઈ તપ કરે છે… આઠ આઠ દિવસના ઉપવાસ… કરે છે છતાં જેટલી અશક્તિ નથી લાગતી એટલી અશક્તિ આ લોકોને માંસ સિવાયની બધો વનસ્પત્યાહાર  સારી રીતે હોવા છતાં લાગે છે.
આટલો વખત માંસ ખાધું એની શક્તિનો કોઈ સંગ્રહ પણ અનુભવાતો નથી… એ બતાવે છે કે, માંસ વગેરે ખાવાથી વધારે શક્તિ આવે છે એવું નથી… પણ એનું પાચન થતાં પહેલાં આંતરડાંમાં રહેલાં બેકટેરીયા એમાં આથો લાવે છે.
( પ્રોટીન પ્રચુર આહાર માં ગરમી થી  આથો - ખટાશ જલદી આવે છે જેમ કે દૂધ માંથી દહીં... અથવા ઇડલી ઢોકળાં માં વપરાતા ચોખા અડદ ચણા જેવાં કઠોળ પ્રોટીન માં આવતો આથો-ખટાશ )
આવું ફરમેન્ટેશન  થાય છે એ લોહીમાં ભળીને એક  પ્રકારનો નશો ઊભો કરે છે અને પરિણામે શક્તિનો આભાસ  ઊભો થયો  છે.
ધીમે ધીમે એ નશાનું વ્યસન થઈ જાય છે…
એક દિવસ પણ ન લેવાય તો અશક્તિ અનુભવાય છે.
      આયુર્વેદ તો કહે છે કે આહાર તેવો ઓડકાર,
આહાર ફક્ત શરીર જ નથી બનાવતું, મન પણ બનાવે છે. એથી

ચરક કહે છે કે, જેમને ચિત્તની શાંતિ અને ચિત્તનો વિકાસ મેળવવો છે એમણે માંસ અને મદ્યથી દૂર જ રહેવું.

આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ એમાં શરીરનું ઘણું કામ યંત્રોએ ઉપાડી લીધું છે… પણ મન ઉપરનો બીજો ઘણો વધી ગયો છે. મનને સ્વસ્થ, શાંત અને જાગ્રત રાખવા માટે પ્રોટીનના ભ્રમમાંથી બચવું બહુ જરૂરી છે. તાજાં શાકભાજી, દૂધ, ફળ અને અનાજ અને એની તાજી બનાવટો જેટલી વપરાશે તેટલો તેનામાં રહેલો ભૂતાગ્નિ પણ આપણને સહાય કરશે.

-- આયુર્વેદના ધરતી  અને  ધાવણ પુસ્તક માંથી...
લેખક : જામનગર ના પ્રસિદ્ધ નાડીવૈદ્ય બાલુભાઇ દવે.

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...