વિડીયો તથા ઇમેજ માં દેખાતી વનસ્પતિ નું લેટીન નામ
peristrophe bicalyculata જે Acanthaceae કુદરતી વર્ગ માં આવે છે આ વર્ગ માં वासादि એટલે કે અરડૂસીકૂળ ની વનસ્પતિઓનો સમાવેશ થાય છે
આને લોક વૈદ્યક માં કાળીઅધેડી નામ અપાયેલ છે કેટલાંક વિદ્વાનો ના મતે આ સંસ્કૃત માં વર્ણવેલ काकजंघा છે.
કાકજંઘા વનસ્પતિ નું વર્ણન અને ઉપયોગ રાજનિઘંટુ, ધન્વંતરી નિઘંટુ, ઉપરાંત પંડિત ભાવમિશ્રે, વૃંદે, શોઢલે તથા ચક્રદત્તે કરેલ છે.
काकजंघा વિષયે માનનીય બાપાલાલ ગ. વૈદ્ય એ ચિંતનાત્મક ગ્રંથાધાર સહિત નો ઉહાપોહ નિઘંટુ આદર્શ-2 માં " અધેડી " ના પરીચય માં આપેલ છે. અને નિષ્કર્ષ માં જણાવે છે કે काकजंघा એટલે કાળી અધેડી શાસ્ત્ર તથા કર્માભ્યાસ ના દ્રષ્ટિકોણથી ગ્રાહ્ય છે.
શાખા નો આડો છેદ ષટ્કોણ ( છ ખૂણીયો) છે પુષ્પ ગુલાબી તથા પાન અધેડા ( अपामार्ग) ને મળતાં આવે છે. છોડ પર ખરસટ વાળ જેવી રૂંવાટી હોય છે.
આખો છોડ સુકાઇ જતાં કાળો થાય છે. જુના વૈદ્ય किराततिक्त કરીઆતાના અભાવ માં કરીઆતાના પ્રતિનીધી દ્રવ્ય તરીકે વૈદ્યક માં ઉપયોગ માં લેતાં હતાં. મરાઠી ભાષા માં આ વનસ્પતિ ને रानकिरायता કહે છે. જયારે ઉ.ભારત માં मसी કહે છે.
સુકવેલા પંચાગ ના વસ્ત્રગાળ ચુર્ણ સાથે એટલી જ માત્રા માં કાળાંમરી નું ચુર્ણ જો પિત્તજ વિકાર હોય તો અને પીપર નું ચુર્ણ જો કફજ વિકાર હોય તો પ્રયોજવા માં આવતું...
સામાન્ય રીતે રસધાતુના વિકારો; તાવ અને સોજા માં વપરાય છે.
જેમાં વિષજન્ય કે દંશજન્ય નો પણ સમાવેશ થાય છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો