ડૉ.. ભાવેશ આર. મોઢ કચ્છ:
આયુર્વેદમાં એક જાણીતી ઉક્તિ છે…
એક ઋષિ નદીએ સ્નાનાદિ કરે છે ત્યાં એક બગલાનો અવાજ આવે છે , कोડरूक ...
બગલાં તો કોરૂક ...કોરૂક... બોલ્યા કરતાં હોય છે. પણ ઋષિએ તો એને શાસ્ત્ર પ્રશ્ન તરીકે ગણ્યો ;
કોણ અરૂક - રોગ વગરનો- નીરોગી છે ?
એમણે જવાબ આપ્યો,
हिंत भूक् मित भूक् अशाक भूक् ...
જે હિતકર પદાર્થો જ ખાય,
જે પ્રમાણસર ખાય અને
જે શાક ન ખાય અથવા ઓછું ખાય
એ રોગ વગર નો - નિરોગી ...
આ સલાહ બારેમાસ માટે સારી છે;
પરંતુ ચોમાસા માટે તો ઉત્તમ છે,
અનિવાર્ય છે. રોગનું ઘ૨ આ ઋતુ ગણાય છે… વિષમ હવામાન, મળવાળાં દુષિત પાણી અને વાદળાંથી સૂર્ય ઢંકાયેલો રહેતો હોવાથી અને હવા ભેજથી ભરી હોવાથી જઠરાગ્નિ પણ મંદ. આ સંજોગોમાં જે કંઈ ખવાય છે તે જોઇને જ ખાવું જોઈએ… પોતાને કેટલી ભૂખ છે, જઠરાગ્નિ કેવો છે અને જમવાનો સમય કયો છે એ જોઈને માપસર જ ખાવુ જોઈએ…
પરંતુ કુદરતી ઉપચારવાળાઓ તો શાક ભાજી ખૂબ ખાવાનું કહે છે. કાચી ભાજી ખૂબ ખાવાનું કહે છે. ત્યારે " અશાક ભુક્ " ની સલાહ વાજબી છે ?
એવો પ્રશ્ન તરત ઊઠશે, માટે આ સલાહ અંગે વિચાર કરવો પડે એમ છે…
આજનો કુદરતી ઉપચાર ; પશ્ચિમના દેશોમાંથી આવ્યો છે અને એલોપથી ના વિરોધમાં ઊભો થયો છે, એ ભૂલવું ન જોઈએ… ત્યાં માંસાહાર બહુ સામાન્ય છે. ન ખાનારા ઓછા , ત્યારે આપણો આહાર જ વનસ્પતિજન્ય છે. અમેરિકાના એક ડૉક્ટરે માંસાહાર અને દારૂ છોડ્યો… એને કેન્સર થયેલું એ પણ મટી ગયું… એ બતાવે છે કે જેઓ માંસાહારી છે, દારૂ પીનારા છે તેઓ જો…વનસ્પતિજન્ય ખોરાક પર આવી જાય તો એને કેટલો બધો ફાયદો થાય છે ? આપણે તો વનસ્પત્યાહાર કરનારા જ છીએ… આપણે એનો અતિરેક થઈ ન જાય તે જોવું જોઈએ શાકભાજી ને આયુર્વેદે મલવર્ધક મન્યાં છે. ચોમાસામાં તો. એના પર જીવજંતુ લાગ્યાં હોય. એના રસમાં પાલર પાણી ભર્યા હોય એ વખતે એ ખાવામાં આવે તો મળ બહુ જ વધી જાય, એટલું જ નહિ, ઝાડા અને મરડો પણ થઈ જાય; માટે ચોમાસાના આરંભમાં તો એ ન જ ખાવાં જોઈએ… ત્યાર પછી પણ ખોરાકમાં એનું પ્રમાણ અલ્પ હોવું જોઈએ…
જગતનો ઇતિહાસ આપણે જોઈશું તો જણાશે કે;
જયાં મોટી નદીઓને કારણે પાણીની પ્રચૂરતા છે… ખેતી બહુ સારી થાય છે, ત્યાં સંસ્કૃતિઓ વિકસી છે. ગંગાજમનાનો પ્રદેશ, યુફ્રેટીસ ટાઇગ્રીસ વચ્ચેનો પ્રદેશ, નાઇલ નદીનો પ્રદેશ, હોંઆંગહો અને પીળી નદી વચ્ચેનો ચીન પ્રદેશ. એનું કારણ ત્યાં ઘઉં જેવું સારું અનાજ પાકે છે. એકલાં ફળ-ફૂલ અને શાકભાજી ૫૨ માણસ નભતો હોય તો એ તો તરત પચી જાય અને બહાર નીકળી જાય. અને માણસ વારંવાર ભૂખ્યો થયા કરે. ખાવામાંથી જ નવરો જ ન થાય. સંસ્કૃતિનું મૂળ સાંસ્કૃતિક પુરુષાર્થ છે. એ વધારાના પુરુષાર્થ માટે એની પાસે સમય જ રહે નહિ…
જેઓ માંસાહારી છે એમને માંસ મેળવવા માટે શિકાર માટે રખડવું પડતું ઉપરાંત માંસ ભારે ખોરાક છે… માંસાહારી પ્રાણીઓ ખાઘા પછી ઘોરે છે. માણસને પણ માંસાહાર પચાવવા માટે શરીરની ઘણી શક્તિ ખર્ચાવા દેવી પડે છે. ઘઉંનો આહાર એવો છે ફે ફળ - ફુલ કે શાકભાજીની જેમ ઝટ પચી જાય અને તરત ભૂખ લાગે એમ ન થતાં એનો આહાર રહે, શક્તિ રહે, અને છતાં એને પચાવવા માટે શરીરની શક્તિની બહુ જરૂર ન રહે. એથી સાંસ્કૃતિક પુરૂષાર્થ ઘણો થઈ શકે.
ઘઉં, બાજરો વગેરે અનાજનો આહાર સમતોલ છે. વધારે પોષણ જેટલું જરૂરી છે તેટલું દૂધમાંથી મળી રહે છે, જયાં દૂધ નથી, ઘઉં પણ નથી. માત્ર ચોખા છે ત્યાં મચ્છી કે માંસ ખાવુ જ પડે છે. આપણે ત્યાં ઘઉં, જુવાર પૂરતાં થાય છે. દૂધ પણ મળે છે. છતાં શાકભાજીની જરૂર જ નથી એમ ન કહેવાય… કારણ કે આજે આપણે જે અનાજ ચક્કીમાં દળાવી એ છીએ તેમાં અનાજનું સત્વ બળી જાય છે. ઘણા ગરીબ લોકોને તો અનાજ પણ સડી ગયેલું. સત્વ વગરનું ખાવું પડે છે. અને દૂધ પણ બધાને પૂરતું મળી શકતું નથી ત્યારે એનું સત્વ પૂરૂં પાડનાર પદાર્થ ફળો છે. પણ ફળ કંઈ સસ્તાં નથી. ગરીબોને એ પણ ન પરવડે…અને ફળની પેદાશ પણ આપણે ત્યાં બહુ ઓછી છે. શાકભાજી પ્રચૂર પ્રમાણમાં મળી શકે છે. એનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ. શાકભાજીના સૂપ ફ્ળોના રસની ગરજ સારે છે. તાજાં શાક્ભાજીનાં રસ પાચક રસોની અને વિટામિન તથા ખનીજો ની પૂર્તિ કરે છે. એનો ઉપયોગ ખોરાકમાં કરવો જ જોઈએ; પરંતુ મર્યાદામાં રહીને ઉપયોગ કરવો જોઈએ અને ચોમાસામાં એનો ઉપયોગ અત્યંત ઓછો કરવો જોઈએ જૈન દર્શને અહિંસાની દષ્ટિએ એ. વાત કહી છે. પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ આ વાત એટલી જ સાચી છે.
(આયુર્વેદ ની ધરતી અને ધાવણ પુસ્તક માંથી લેખક વૈદ્ય શ્રી બાલકૃષ્ણ હરિરામ દવે. )

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો