આજે અષાઢ વદ અગિયારશ.
જે શાસ્ત્ર માં कामिका एकादशी થી ઓળખાય છે.
આ દિવસે તુલસીપત્ર તથા તેની મંજરીથી વિષ્ણુપૂજન કરવાનો ખાસ મહિમા છે સાથે સાથે રાત્રે જાગરણ કરનારને યમનો ભય રહેતો નથી એવી કથા છે , આથી પરંપરાગત दिपदान પણ કરવા માં આવે છે.
સંસ્કૃત શબ્દ कामिक નો અર્થ
" ઇચ્છા ને તૃપ્ત કરનારૂ "
થાય છે.
પુરાણો માં વર્ણવેલ છે કે આ કામીકા એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે ; જે રૂપક છે.
વાજપેય યજ્ઞ સુખ-સમૃદ્ધિ મેળવવા તથા મળી જતાં અહૉભાવ વ્યકત કરવા કરાય છે.
જયારે રાજા વિગેરે મોટાં વિજય પ્રાપ્ત કરતાં ત્યારે એ મેળવેલ સુખ નો ઉત્સવ કરવા આ વાજપેય યજ્ઞ કરવતાં આ યજ્ઞ માં ખાણીપીણી નું અતિ મહત્વ રહેતું.
આ યજ્ઞ માં ૧૭ નો આંક મહત્વ નો હતો.
દક્ષિણામાં ૧૭ હાથી અથવા ૧૭ ઘોડા અપાતાં, તથા ૧૭ નિષ્ક ( સુવર્ણ આભૂષણ), ૧૭ દાસી, ૧,૭૦૦ ગાયો અને ૧૭ રથ આપવામાં આવતાં.
રાજપુત્રો દ્વારા ૧૭ બાણ ફેંકતા.
કહેવાય છે કે, આ યજ્ઞને બ્રહ્માએ ઉત્તર મુખથી ઉત્પન્ન કર્યો હતો.
ઉત્તર શબ્દ , સુખ-સમૃદ્ધિ નો સુચક છે.
17 નો યોગ 8 છે અને આ 8 એ તંત્રશાસ્ત્ર તથા યોગશાસ્ત્ર માં પ્રયોજાતો મહત્વ ની મેટાફીઝીકસ ની ગણતરી છે.
તંત્ર અને યોગ નો એક ઉદેશ્ય શરીર નું સ્વાસ્થય તથા મન ની સ્થિરતા અને શક્તિ વધારવાનું છે ; જે દ્વારા જીવન માં શાંતી, સુખાકારી અને સમૃદ્ધિ આવે છે.
શાસ્ત્ર માં આ કામિકા એકાદશી માં ગોદુગ્ધ નો મહિમા વર્ણવેલ છે.
ગાયનું દૂધ રસાયણ તરીકે માનવામાં આવ્યું છે તે વૃદ્ધત્વનો નાશ કરનાર, માંસપેશીઓમાં અતિ તાકાત બક્ષનાર તેમ જ દરેક ઋતુ અને રોગમાં પથ્ય માનવામાં આવ્યું છે.
ગાયના દૂધમાં મધ નાખી પીવાથી હૃદયના રોગો નાબૂદ થવાની વાત અત્રિ મુનિએ ચરકસંહિતા ના માધ્યમ થી હજારો વર્ષ પહેલાં ઉચ્ચારી છે.
ગાયનું દૂધ તાજેતાજું એટલે કે ધારોષ્ણ પીવામાં આવે તો તે આયુષ્યને વધારનારૂં અને આંખોને તેજ આપનારૂં કહેવામાં આવ્યું છે.
દરેક માદા ના દૂધ માં વિટામીન A હોય છે પણ દેશી નસલ ની ગાય ના દૂધ માં ક્વોલીટી અને ક્વૉન્ટીટી નિ દ્રષ્ટિએ ઉત્તમ વિટામીન A છે. આ વિટામીન આંખો ની દ્રષ્ટિ માટે આધુનિક તબીબી વિજ્ઞાન ની દ્રષ્ટિએ આવશ્યક અને ઉત્તમ છે.
ગાયના દૂધમાં સાકર મેળવી તેનું નિત્ય સેવન કરવાથી રક્તપિત્તનાં દર્દમાં ફાયદો થાય છે એમ હારિત સંહિતામાં નોંધાયેલું છે.
ગાયના દૂધમાં સાકર અને ખસખસ મેળવી પીવાથી ભાદરવા મહિનાના અતિસાર એટલે કે ઝાડાના અને પિત્તપ્રકોપના તાવ સિવાયનાં તમામ દર્દો નાબૂદ થાય છે.
ગાયના દૂધમાં સાકર, ખસખસ અને બદામ નાખી પીવાથી છાતી મજબૂત બની અવાજ શુદ્ધ અને બુલંદ બને છે.
ગાયના દૂધમાં સાકર, ખસખસ, બદામ અને કેસર નાખી પીવાથી બુદ્ધિ અતિ તીવ્ર બનવાતી હોવાની વાત ભોજપત્રના હસ્તલિખિત ગ્રંથોમાં જોવામાં આવે છે.
ગાયના દૂધમાં લીંબુ નાખી પીવાથી યકૃતનાં દર્દો મટવાની વાત અને કમળો નાબૂદ થવાની વાત બૌદ્ધ ધર્મનાં પુસ્તકોમાં જોવામાં આવે છે.
ગાયના દૂધમાં ગોખરૂ ઉકાળી પીવાથી મૂત્રાશયનાં દર્દો નાશ પામી કમરના જૂનામાં જૂના દુખાવા મટે છે.
ઉપરોકત વિકારો આ વર્ષાૠતુ માં પણ અતિ જોવા મળે છે એટલે આ એકાદશી માં દૂધ નો મહિમા શાસ્ત્રીય રીતે વર્ણવેલ છે.
દૂધ વિષે ગાંધીજી કહે છે કેઃ
દૂધ ઇંદ્રિયવિકાર પેદા કરનાર વસ્તુ છે.
( દૂધ માં પ્રચુર અને સુપાચ્ય પ્રોટીન છે જેથી રસાદિ ધાતુઓની ઉત્તરોત્તર તથા ઝડપી અને સમ્યક વૃદ્ધિ થઇ ને શુક્ર ધાતુ ની વૃદ્ધિ થાય છે ; શુક્ર એટલે તેજ - ઉત્સાહ - થનગનાટ ...
જો માનવી માં ચિંતન અને વિવેક નહી હોય તો આ વધેલા શુક્ર ની શક્તિ નો યથાર્થ ઉપયોગ થવા ને બદલે કામ-ઉપભોગ માં વેડફાય જાય છે)
ઇંદ્રિયદમન અર્થે દૂધ છોડવું જોઈએ.
દૂધના ત્યાગમાં શાસ્ત્રીય રીતે ધર્મભાવને પ્રધાનપદ હતું.
જેમ માંસ તેમ જાનવરનું દૂધ પણ મનુષ્યનો ખોરાક નથી.
અન્નાહાર વિષેનાં અંગ્રેજી પુસ્તકોમાં મેં જોયું કે લેખકોએ બહુ સૂક્ષ્મ વિચારો કરેલા.
અન્ન-આહાર ને તેઓએ ધાર્મિક, વૈજ્ઞાનિક, વ્યાવહારિક ને વૈદ્યક દૃષ્ટિથી તપાસ્યો હતો ;
નૈતિક દૃષ્ટિએ તેઓએ વિચાર્યું કે મનુષ્યને પશુપંખીની ઉપર સામ્રાજ્ય મળ્યું છે,
તે તેઓને મારી ખાવાને અર્થે નહિ, પણ તેઓની રક્ષા અર્થે, અથવા જેમ મનુષ્ય એકબીજાનો ઉપયોગ કરે છે, પણ એકબીજાને ખાતા નથી, તેમ પશુપંખી પણ તેવા ઉપયોગ અર્થે છે, ખાવાને અર્થે નથી.
વળી તેઓએ જોયું કે ખાવું તે ભોગને અર્થે નહિ પણ જીવવાને અર્થે છે. આ ઉપરથી કેટલાકે ખોરાકમાં માંસનો જ નહી પણ ઇંડા અને દૂધનો પણ ત્યાગ સૂચવ્યો અને કર્યો;
પણ અહીંનો મારો અનુભવ એમ જ સૂચવે છે કે જેની ઓઝરી મંદ થઈ છે ને જે પથારીવશ થયો છે તેને સારૂ દૂધ જેવો બીજો હલકો તથા પોષક ખોરાક જ નથી.
( ઓઝરી શબ્દ અરબી છે.. મૂળ તો આયુર્વેદ શબ્દ " ઓજ " પર થી આ શબ્દ અરબી માં આવેલ છે... ઓઝરી નું અપભ્રંશ હોજરી થયું છે
ઓઝરી, આઝાર, આઝારી વિગેરે શબ્દ યુનાની વૈદક ના ગ્રંથ માં જોવા મળે છે. )
આયુર્વેદ માં આઠ પ્રકાર ની માદા ના દૂધ ના વર્ણન ગુણ- કર્મ ની દ્રષ્ટિએ વર્ણવેલ છે
આજે મુખ્યત્વે ભેંસ, ગાય અને બકરી નું દૂધ ઉપયોગ માં લેવાય છે...
સંકર ગાય એ ગાય નથી..
જે ગોવંશ હોય એને ખૂંધ હોય છે ; સંકર ગાય તરીકે ઓળખાતું પશુ એ સુવર અને પાડા ની સંકર ( હાઇબ્રીડ) પ્રજાતી છે...
વૈદક ની દ્રષ્ટિએ દૂધ એ કફકર છે અને વાયડુ પણ છે.
આથી મોટેરાંઓએ સુંઠ સાથે અને ત્રણ વર્ષ થી નીચેના બાળકો ને વાવડિંગ સાથે ઉકાળી ને આપવું જોઈએ...
ભેંસ નું દૂધ કફકર, પચવા માં ગુરૂ હોવાથી નિંદ્રા તથા આલસ્ય લાવનાર છે.
બકરી નું દૂધ પચવામાં હલકું છે ઔષધી માટે ઉત્તમ સહપાન કે અનુપાન છે પણ અતિસેવન વાયુકર છે જોકે એમાં તુરોરસ હોવાથી મળ ને બાંધનાર હોઇ ક્ષય રોગ માં ઉપયોગી મનાયું છે. કેમ કે ક્ષય માં મળ ને જ બળ માનવા માં આવે છે.
ગાય નું દૂધ પ્રાકૃત પિત્ત ને વધારે છે એટલે વાયુકર કે કફકર નથી પણ શરીર અને મન માં સ્ફુર્તિ અને તેજસ્વિતા લાવનાર હોવાથી સાત્વિક મનાયુ છે.
🙏 શ્રી હરિ 🙏

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો