મંગળવાર, 18 જૂન, 2019

Ayu. Body Spa

આયુર્વેદિક બોડી-સ્પા
એમાં કુલ છ સ્ટેપ છે અને એમાં આશરે દોઢ કલાક ટાઈમ જશે. સૌથી પહેલા સ્પાનું વાતાવરણ ઉભું કરવા તમારા રૂમને તૈયાર કરવો પડશે. રૂમમાં આછી લાઈટ રહે તે રીતે પડદા પડી દેવા, મનને રીલેક્સ કરે તેવું હળવું મ્યુઝીક ચાલુ કરો અને એક ખૂણામાં એરોમા લેમ્પ કરો અથવા એક દીવો અને સરસ મજાની, તમને ગમતી સુગંધવાળી અગરબત્તી પ્રગટાવો.

પહેલા સ્ટેપમાં ફૂટબાથ કરવા માટે, એક ટબમાં લીમડાના પાન ઉકાળીને બનાવેલા પાણીમાં લગભગ ૧૦ મિનીટ સુધી બંને પગ બોળી રાખવાના. એ દરમ્યાન લેમનગ્રાસ ટી કે પછી કોઈ પણ હર્બલ ટી લઇ શકાય. એ પછી પગને કપડાથી સાફ કરી,
બીજા સ્ટેપમાં લગભગ ૧૦ મિનીટ માટે હેડ મસાજ કરવું. એના માટે બ્રાહ્મી ઓઈલ વાપરવું સારું રહેશે. ત્યાર બાદ
ત્રીજા સ્ટેપ માં આશરે ૩૦ થી ૪૦ મિનીટ સુધી ફૂલ બોડી લાઈટ મસાજ કરવાનું છે. સામાન્ય રીતે આપડે ત્યાં લોકોને સ્કીન ટોન સુધારવો હોય છે, થોડા ગોરા દેખાવું હોય છે. એટલે એના માટે હું કુંકુમાદિ તેલને કોપરેલ સાથે મિક્સ કરીને વાપરવાની સલાહ આપું છું. ચોથા સ્ટેપમાં બીજી ૨૦ મિનીટ માટે ઉદ્વર્તન કરવાનું છે. આપણે ત્યાં પીઠી ચોળવાની પ્રથા છે. એને જ ઉદ્વર્તન કહી શકાય. બજારમાં પીઠી ચોળવાનો પાઉડર તૈયાર મળે છે તે વાપરી શકાય અથવા તો આમળાં, લીમડો, તુલસી, હળદર, ચણાનો લોટ, સુખડ કે ચંદન અને થોડું કેસર મિક્સ કરીને આનો પાવડર બનાવી લેવો.
પાંચમાં સ્ટેપમાં થોડું ગુલાબજળ નાંખેલા (અથવાતો સુગંધીવાળા ફૂલો પલાળી રાખ્યા હોય તેવા) નવશેકા ગરમ પાણીથી આખા શરીરે ધીરે ધીરે સ્પોંજ કરવાનું અને ત્યાર બાદ પોસીબલ હોય તો ટબબાથ અથવા શાવર લેવાનો. અને છેલ્લે
છઠ્ઠા સ્ટેપમાં આમળાં, અશ્વગંધાને કુવારપાંઠાના તાજા પલ્પમાં ઉમેરીને બનાવેલ મોઈશ્ચરાઈઝરનો એકદમ હળવો હાથ આખા શરીર પર ફેરવવો.
 બસ ત્યાં સુધીમાં તમે શરીર અને મનથી એકદમ ફ્રેશ થઇ જશો.
તો થઇ જાવ તૈયાર આયુર્વેદિક બોડી-સ્પા કરવા.’
સાભાર : વૈધમિત્ર - ડૉ.પ્રેરક શાહ ,  આયુલીંક ,  અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

નવરાત્ર-2 માઁ દુર્ગાના નવ સ્વરૂપ...

પ્રથમ નવરાત્રમાં માઁ નું સ્વરૂપ "શૈલપુત્રી" નું છે. જેમની કથા પર્વતરાજ  હિમાલયના પુત્રી સાથે જોડાયેલ  છે. માઁ નું આ સ્વરૂપ ભગવાન શ...